Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 40

ગુજરાત સરકાર

કુટિર અને ગ્રામોદ્યોગ


નીતિ ૨૦૧૬

કમિશનર
કુ ટિર અને ગ્રામોદ્યોગ
ઉદ્યોગ અને ખાણ વિભાગ
ગુજરાત સરકાર
ગાંધીનગર
અનુક્રમણિકા
ક્રમ વિષય પૃ. નં.
૧. પ્રસ્તાવના.............................................................................................. ૧
૨. વ્યાખ્યાઓ............................................................................................. ૩
૨.૧ કુ ટિર ઉદ્યોગ.................................................................................. ૩
૨.૨ ગ્રામીણ/ગ્રામોદ્યોગ........................................................................... ૩
૨.૩ ખાદી......................................................................................... ૩
૨.૪ હાથસાળ .................................................................................... ૩
૨.૫ હસ્તકલા..................................................................................... ૩
૨.૬ લુપ્ત થતી કલાઓ............................................................................. ૪
૨.૭ સ્ટાર્ટ અપ (Start up)........................................................................ ૪
૩. વિઝન, િમશન, ઉદ્દેશ.................................................................................. ૫
૩.૧ વિઝન........................................................................................ ૫
૩.૨ મિશન........................................................................................ ૫
૩.૩ ઉદ્દેશ ........................................................................................ ૫
૪. નીતિનો સમયગાળો.................................................................................... ૬
૪.૧ કાર્યાત્મક સમયગાળો......................................................................... ૬
૫. નીતિ અન્વયે નવતર પહે લ ............................................................................. ૭
૫.૧ લુપ્ત થતી કલાઓની જાળવણી અને પુનરુત્થાન................................................ ૭
૫.૨ કૌશલ્ય વિકાસ અને અપ-ગ્રેડેશન............................................................. ૭
૫.૩ ડીઝાઇન ડેવલપમેન્ટ સપોર્ટ................................................................... ૮
૫.૪ માર્કેટીંગ સપોર્ટ અને ક્રાફ્ટસ ટુ રીઝમ........................................................... ૯
૫.૫ ધિરાણ સપોર્ટ. ............................................................................... ૧૧
૫.૬ આંતરમાળખાકીય વિકાસ .................................................................... ૧૨
૫.૭ ટેક્નોલોજી અને નવતર પ્રયોગ ................................................................ ૧૪
૫.૮ સાધન,ઓજાર અને ઉત્પાદન સપોર્ટ . ........................................................ ૧૫
૫.૯ સામાજિક સુરક્ષા............................................................................. ૧૬
૫.૧૦ મહિલાઓ માટે વિશેષ પ્રોત્સાહન............................................................. ૧૭
૫.૧૧ પર્યાવરણ સાનુકૂળ ઉત્પાદન.................................................................. ૧૮
૫.૧૨ પુરસ્કાર અને સન્માન......................................................................... ૧૯
૬. વહીવટી માળખાનું સુદ્રઢીકરણ.......................................................................... ૨૦
૭. પ્રવર્તમાન યોજનાઓ .................................................................................. ૨૧
કુ ટિર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૧૬
ગુજરાત સરકાર
ઉદ્યોગ અને ખાણ વિભાગ
ઠરાવ ક્રમાંકઃ સીઆઇપી/૧૦૨૦૧૬/૧૫૧/ખ
સચિવાલય, ગાંધીનગર
તારીખઃ ૧૫/૨/૨૦૧૬
વંચાણે લીધો ઃ
૧.  ઉદ્યોગ અને ખાણ વિભાગનો ઠરાવ ક્રમાંકઃ બીજટે ી-૧૦૨૦૧૫-૧૮૦-(આઇએનસી)-ખ, તા.૨૮.૪.૨૦૧૫

ઠરાવ

૧.  પ્રસ્તાવના
૧.૧ કુ ટિર અને ગ્રામોદ્યોગે સમગ્ર વિશ્વમાં રાષ્ટ્ રીય અને પ્રાદેશિક અર્થતંત્રમાં તેની અસર દર્શાવી છે.વિકસિત
અને વિકસતા-બન્ને પ્રકારના દેશોમાં કુ ટિર અને ગ્રામોદ્યોગને નાના પ્રમાણના મૂડીરોકાણ, રાષ્ટ્ રીય આવકનું
સમાન વિતરણ, સંતુલિત પ્રાદેશિક વૃદ્ધિ અને ગ્રામીણ તેમજ શહે રી વિસ્તારોમાં રોજગારની તકો ઊભું કરતા
અસરકારક સાધન તરીકે સ્વીકૃ તિ ધરાવે છે. ગરીબી નિવારણ, સ્વનિર્ભરતાની પ્રાપ્તિ અને આવક, સમૃદ્ધિ
તથા જીવનધોરણમાં અસમાનતાના ઘટાડા જવે ા વિવિધ સામાજિક ઉદ્દેશો હાંસલ કરવા માટે પણ આ ક્ષેત્ર
મહત્ત્વ ધરાવે છે.
૧.૨ કુ ટિર અને ગ્રામોદ્યોગ ચામડાની અને સુતરાઉ કાપડની વસ્તુઓ, સિરામિક હસ્તકલાઓ, રત્નો અને
આભૂષણો, ધાતુની ચીજવસ્તુઓ, વગેરે જવે ાં ઉત્પાદનોની વિશાળ શ્રેણી ધરાવે છે. હાથસાળ અને હસ્તકલા
એક એવું ક્ષેત્ર છે જ ે આપણા અર્થતંત્રમાં મૂલ્યવાન યોગદાન આપે છે અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં
આવે તો અર્થતંત્રમાં ઘણી મોટી ભૂમિકા ભજવવાની સંભાવનાઓ ધરાવે છે.
૧.૩ ગુજરાતને હાથસાળ, હસ્તકલાઓ, ભરતકામ, મોતીકામ, કાષ્ટકલા, પથ્થર કલા, ઝવેરાત, છાપકામવાળા
અને વણેલા વસ્ત્રો, આદિવાસી કલા અને કલમકારીના જટિલ કલા સ્વરૂપો, માટીકામ અને માટીની બનેલી
અન્ય ચીજવસ્તુઓની કલા, જવે ી આપણા રાજ્યનો સાંસ્કૃતિક વારસો ધરાવતી સમૃદ્ધ કલા પરંપરાપરાઓની
ભેટ સ્વરૂપે મળેલ છે. ગુજરાતની પરંપરાગત હસ્તકલા અને વણાટકામ તેના વિવિધ અને ઉત્કૃષ્ટ પેટર્ન અને
સૌંદર્યલક્ષી અપીલના કારણે આગવું મહત્વ ધરાવે છે. ગુજરાતની કલાઓ તેની વિવિધતા, રંગ, પ્રકાર,
વપરાશ, અને પરંપરાગત ઐતિહાસિક વારસાને લીધે પ્રચલિત છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્ રીય બજારમાં
મહત્વનું સ્થાન ધરાવે છે.
૧.૪ ગુજરાત વણાટ કામ અને હસ્તકલાઓનો એક સમૃદ્ધ કલા વારસો ધરાવે છે જમ ે ાં ભરતગૂંથણ, બાંધણી
(ટાઈ એન્ડ ડાઈ), બ્લોક પ્રિંટિંગ, મોતીકામ, ધાતુકલા, કાષ્ઠકલા, લેકર વર્ક , માટીના વાસણો, વુડ કાર્વિંગ,
રજાઈકામ અને પથ્થરની શિલ્પક્લા વગેરેનો સમાવેશ થાય છે. 1
૧.૫ ઔદ્યોગીકરણ પછી કુ ટિર અને ગ્રામોદ્યોગને પડતીનો ભોગ બનવું પડ્યું છે. આર્થિક અને સામાજિક મહત્ત્વ
ધરાવવા છતાં આ ક્ષેત્ર હાલમાં તેની વૃદ્ધિ અને વિકાસને અવરોધતા અસંખ્ય જોખમોનો સામનો કરી
રહ્યું છે :
  ધિરાણની સરળ સુવિધાનો અભાવ
   તીવ્ર અસંગઠિતતા
   કાચા માલનો અપર્યાપ્ત પુરવઠો
   અપર્યાપ્ત આંતરમાળખાકીય સુવિધાઓ અને ટેકનોલોજી
   બજારનો મર્યાદિત સંપર્ક
   ગુણવત્તા નિયંત્રણનો અભાવ
૧.૬ ગુજરાત સરકાર ધિરાણ સહાય, સાધનસામગ્રી અને ટુ લકીટ, બજાર સહાય, આંતરમાળખાકીય સુવિધાનો
વિકાસ, કૌશલ્ય વિકાસ અને ડીઝાઇનમાં સકેિન્દ્રત દરમિયાનગીરી મારફત કુ ટિર અને ગ્રામોદ્યોગ ક્ષેત્રના
વિકાસને સાગ્રહીરીતે પ્રોત્સાહન આપી રહી છે. સરકાર શક્ય એવી તમામ અગ્રવર્તી અને અનુવર્તી કડીઓ પૂરી
પાડીને તેમને બજારપાત્ર ગુણવત્તાયુકત અને કિંમતી ઉત્પાદન માટે સક્ષમ બનાવીને આ ક્ષેત્રમાં સંકળાયેલા
લોકોની આજીવિકા સુધારવાના પ્રયત્ન ચાલુ રાખવા કટિબદ્ધ છે.
૧.૭ કુ ટિર અને ગ્રામોદ્યોગ નીતિ ૨૦૧૬માં આ ક્ષેત્રમાં સંકળાયેલા લોકોના સામાજિક ઉત્કર્ષ અને સર્વસમાવેષક
આર્થિક વૃદ્ધિ અને વિકાસ માટે ગુજરાતના પરંપરાગત અને પર્યાવરણને સાનુકૂળ કુ ટિર અને ગ્રામોદ્યોગને
જાળવવા, સંગીન કરવા અને તેને ઉત્તેજન આપવાનો ધ્યેય છે. આ નીતિલક્ષી દરમિયાનગીરીઓમાં આ
ક્ષેત્રમાં જોડાયેલા લોકોને સ્વનિર્ભર અને સ્વાવલંબી બનાવવા અંગેની છે. કારીગરોને સક્ષમ બનાવી, સહાયક
વાતાવરણ તથા કૌશલ્ય વિકાસ, ડીઝાઇન ડેવલપમેન્ટ, બજાર, ધિરાણની સહાય, આંતરમાળખાકીય
વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને ઉત્તેજન આપવા જવે ાં ક્ષેત્રોમાં પર્યાપ્ત સહાય પૂરી પાડીને પૂરક રોજગાર
વધારવા પ્રત્યે ધ્યાન આપવાનો હે તુ છે.

 

2
૨.  વ્યાખ્યાઓ

૨.૧ કુ ટિર ઉદ્યોગ


કુ ટિર ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે જમ
ે ાં ઉત્પાદન અને સેવાકીય પ્રક્રિયા મોટા ભાગે ઘરે થી અથવા વર્ક શેડથી
કરવામાં આવે છે, અને સામાન્ય રીતે કુ ટુ ંબના સભ્યોની અથવા વેતન મેળવતા મર્યાદિત શ્રમજીવીઓની
મદદથી કરવામાં આવે છે.

૨.૨ ગ્રામીણ/ગ્રામોદ્યોગ૧
કોઈ પણ એવો ઉદ્યોગ જ ે ગ્રામીણ વિસ્તારમાં હોય અને વીજળીના ઉપયોગથી અથવા તેના ઉપયોગ વગર
ઉત્પાદન અને સેવાઓ આપતો હોય, અને જમ ે ાં કારીગર અથવા કામદાર દીઠ સ્થાયી મૂડી રોકાણની
રકમ એક લાખ રૂપિયાથી વધુ ન હોય અથવા કેન્દ્ર સરકાર દ્વારા જ ે નિર્ધારિત કરે લ હોય, અથવા કોઇપણ
ઉત્પાદન યુનિટ જને ો હે તુ ગ્રામ્ય ઉદ્યોગને પ્રોત્સાહન, જાળવણી, ટેકો આપવાનો, સેવાઓ પૂરી પાડવાનો
કે વ્યવસ્થાપન કરાવવાનો હોય.

“ગ્રામીણ વિસ્તાર” એટલે કેવીઆઈસી અધિનિયમ ૨૦૦૬ માં જણાવ્યા મુજબ, કોઇપણ ગામ, અથવા
કોઇપણ નગર જને ી વસ્તી ૨૦,૦૦૦ અથવા કેન્દ્ર સરકાર નક્કી કરે તેનાથી વધુ થતી ન હોય.

૨.૩ ખાદી૨
ખાદી એટલે ભારતમાં રૂ, રે શમ કે ઊનમાંથી અથવા આવા બે કે તેથી વધુ મિશ્રણમાંથી હાથ કાંતણ દ્વારા
યાર્ન તૈયાર કરી હાથસાળ ઉપર તૈયાર કરવામાં આવેલ કાપડ

૨.૪ હાથસાળ૩
હાથસાળ એટલે પાવરલૂમ સિવાયની કોઈ પણ લૂમ (સાળ)

૨.૫ હસ્તકલા૪
હસ્તકલા એટલે સાદા સાધનો દ્વારા હાથથી તૈયાર કરવામાં આવેલ રોજબરોજની ઉપયોગી અને
સુશોભનને લગતા કલાત્મક કે પરંપરાગત ઉત્પાદન

૧,૨
ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ અધિનિયમ, ૧૯૫૬(નં. ૧૯૫૬નો ૬૧), (૨૨મી માર્ચ, ૨૦૦૬)સુધીમાં સુધાર્યા અનુસાર

કલમ, ૨(બી) હાથસાળ(ઉત્પાદન માટે ચીજવસ્તુની અનામત) અધિનિયમ, ૧૯૮૫(૨૯મી માર્ચ, ૧૯૮૫)

હસ્તકલા વિકાસ આયુક્ત(હસ્તકલા આયુક્ત), વસ્ત્ર મંત્રાલય, ભારત સરકાર 3
૨.૬ લુપ્ત થતી કલાઓ :
લુપ્ત થતી કલા એટલે હાથસાળ અને હસ્તકલાની એવી પરંપરાગત કલા કે જને ું ઉત્પાદન કારીગરો દ્વારા
સદંતર બંધ કરે લ હોય અથવા તો ખૂબજ જૂ જ કારીગરો ઉત્પાદન કરતા હોય અને તે બંધ થવાના આરે
હોય આ માટે નીચેના કોઇપણ કારણો હોઇ શકે :
-  કલાને આગળ વધારવામાં કે શીખવામાં નવી પેઢીની નીરસતા
-  કાચા માલની પ્રાપ્યતાનો અભાવ
-  બજારની માંગનો અભાવ

૨.૭ સ્ટાર્ટ અપ
“સ્ટાર્ટ અપ” એટલે કુ ટિર અને ગ્રામોદ્યોગ ક્ષેત્ર સાથે છેલ્લા પાંચ વર્ષ કે તેથી ઓછા સમયથી સંકળાયેલ
અથવા નોંધાયેલ ઉદ્યોગ સાહસ અથવા નવો ધંધો કે જમ ે ાં નવા ઉત્પાદનો, પ્રક્રિયા અથવા અપાતી
સેવાઓમાં નવી પધ્ધતિઓ દ્વારા સંશોધન, વિકાસ, વ્યૂહરચના કે વ્યાપારીકરણ માટેની કામગીરી
થતી હોય.



4
૩. વિઝન, મિશન, ઉદ્દે શ

૩.૧ વિઝન
ગુજરાતમાં કુ ટિર અને ગ્રામોદ્યોગનાં વૃધ્ધિ અને વિકાસ માટે પ્રોત્સાહન આપવા, આ ક્ષેત્રમાં કામ કરતાં
લોકોનાં સામાજિક-આર્થિક ઉત્થાન ઉપર ભાર મૂકી, પૂરક રોજગારીની તકો ઊભી કરી, તેમના જીવનની
ગુણવત્તામાં સુધારો કરવો તેમજ પરંપરાગત કલાની જીવંત વારસા તરીકે જાળવણી કરવી.

૩.૨ મિશન
કુ ટિર અને ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં યોગ્ય અને સાનુકૂળ વાતાવરણ પૂરુ પાડી પૂરક રોજગારીમાં વધારો કરવો,
તેમજ ધિરાણ, માર્કેટિંગ, આંતરમાળખાકીય સુવિધાઓ અને કૌશલ્ય વિકાસ, ટેક્નોલોજી અપગ્રેડેશન,
સંશોધનો માટે સહાયરૂપ થઇ લોકોનું સશક્તિકરણ કરવું, તેમજ ગુજરાતની ખાદી, હાથસાળ અને
હસ્તકલાનાં સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવું.

૩.૩ ઉદ્દે શ
 કુ ટિર અને ગ્રામોદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોનું સામાજિક-આર્થિક ઉત્થાન કરવું અને તેઓના
જીવન ધોરણની ગુણવત્તામાં સુધારો કરવો
 ગુજરાતની લુપ્ત થતી હસ્તકલાઓને પુનર્જીવિત કરવા અને તેની જાળવણી કરવા માટે વેલ્યુ ચેઇનને
મજબુત કરવા યોગ્ય સહાય આપવી.
 ગુજરાતની પરંપરાગત કલા અને કારીગરીને પ્રદર્શીત કરતું ક્રાફ્ટ મ્યુઝીયમ ઉભું કરવુ અને જમ
ે ાં
ઉત્કૃષ્ટ કલાકૃ તિઓનું પણ નિદર્શન કરવું.

 કારીગરોને ડીઝાઇન, ઉત્પાદન પ્રક્રિયા, વેચાણ અને ધંધાકીય કૌશલ્યોનો સમાવેશ કરતી સર્વગ્રાહી
કૌશલ્યવર્ધન તાલીમ આપી તેઓના ઉત્પાદન અને વેચાણમાં વધારો કરવો.
 આંતરમાળખાકીય સુવિધાઓ મજબુત કરવી અને તેના વિકાસમાં સહાયતા કરી કારીગરોને અનુકુળ
વાતાવરણ પૂરૂ પાડી તેમની ઉત્પાદન ક્ષમતા, ગુણવત્તા અને બજારની તકોમાં વધારો કરવો.
 કારીગરોની કાર્યક્ષમતા વધારવા સુધારે લ ટેકનોલોજી મુજબના સાધનો આપવા.
 કારીગરોની ગુણવત્તા પ્રતિબિબિંત કરવા “ગરવી ગુર્જરી” બ્રાન્ડ પ્રચલિત કરવી.
 નવી બજાર તકો ઊભી કરી કારીગરોના રોજગાર અને આવકની તકો વધારવા માટે ક્રાફ્ટ ક્લસ્ટરને
પ્રવાસન સાથે સાંકળી ઉત્તેજન આપવું.
 નવા વિચારોનું સેવન કરી ઉદ્યોગ સાહસિક ઇકો-સિસ્ટમને પ્રોત્સાહન અને ઉત્તેજન આપવું. 5
 કુ ટિર અને ગ્રામોદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ને પ્રોત્સાહન
આપવું
 વિશેષ સહાય અને પ્રોત્સાહન પુરા પાડી આ ક્ષેત્ર સાથે સંકળાયેલ મહિલાઓની સામાજીક-
આર્થિક સ્થિતિમાં સુધારો કરવો
 કારીગરોની યુવા પેઢી પરંપરાગત કલાઓમાં પ્રવૃત્તિ ચાલુ રાખે તે માટે પ્રોત્સાહિત કરવા
આજીવિકાની તકો વધારવી
 આ ક્ષેત્રમાં રોકાયેલા લોકો માટે ધિરાણની સવલત, સર્વગ્રાહી સામાજિક સુરક્ષા અને કલ્યાણનાં
પગલાં સુનિશ્ચિત કરવાં
 ઔદ્યોગિક સહકારી મંડળીઓ માટે નાણાકીય અને ધિરાણ સહાય પૂરી પાડી, તેને સક્ષમ કરવી.
 પર્યાવરણ સાનુકૂળ ઉત્પાદન, કાચોમાલ અને ઉત્પાદનની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવું અને તેનો
પ્રચાર કરવો.
 

૪. નીતિનો સમયગાળો

૪.૧ કાર્યાત્મક સમયગાળો


 સરકારી ઠરાવ બહાર પડે તે તારીખથી નીતિ અમલમાં આવશે અને તે ૩૧મી માર્ચ, ૨૦૨૧ સુધી
અથવા નવી સુધારે લી નીતિ તૈયાર કરવામાં આવે તે બંનેમાંથી જ ે પહે લાં થાય ત્યાં સુધી અમલમાં
રહે શે.
 ગુજરાત સરકાર દ્વારા હાલ જ ે યોજનાઓ અમલમાં છે તેમાં બહાર પાડવામાં આવેલ યોજનાકીય
ઠરાવ કે પરિપત્રોમાં નીતિ મુજબ જ્યાં સુધી ફે રફાર ન થાય ત્યાં સુધી અમલમાં રહે શે.

 

6
૫.  નીતિ અન્વયે નવતર પહે લ

૫.૧ લુપ્ત થતી કલાઓની જાળવણી અને પુનરુત્થાન


રોગન કલા, પિઠોરા ચિત્રકલા, સુજની અને મશરૂ કાપડ જવે ી ઘણી હસ્તકલાઓ છે જ ે ગુજરાતના સમૃદ્ધ
કલાવારસાનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ વિવિધ આર્થિક અને અન્ય પરિબળોને લીધે લુપ્ત થવાને આરે છે.

૫.૧.૧ લુપ્ત થતી કલાના વારસાને જાળવવા અને તેને પુનરુત્થાન માટે પાઇલોટ પ્રોજકે ્ટ તરીકે
“વન વિલેજ વન પ્રોડક્ટ” (One Village One Product-OVOP)નો અભિગમ
અપનાવવામાં આવનાર છે. આ નવતર અભિગમના ભાગરૂપે નીચે મુજબની કાર્યવાહી
કરવામાં આવશે અને સહાય આપવામાં આવશે.

 લુપ્ત થતી કલાને પસંદ કરી જ ે ગામમાં તે કલાનું પારંપરિક રીતે ઉત્પાદન થતું હોય
તે ગામમાં તેના ઉત્કૃષ્ટ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવા માટે તે ગામને નામાંકિત
કરવામાં આવશે

 ડાયોગ્નોસ્ટિક રિસર્ચ, કાચામાલની પ્રાપ્યતા માટે સગવડ, ડિઝાઇન વિકાસ માટે અને
ઉત્પાદન વૈવિધ્યની બાબતમાં સઘન સહાય પૂરી પાડવા ઉપર ધ્યાન આપવામાં આવશે

 ઉત્પાદનોના માર્કેટિંગ અને બ્રાન્ડિંગ માટે પ્રોત્સાહન.

 વિવિધ સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓનો સંકલિત લાભ મળે તે


સુનિશ્ચિત કરવામાં આવશે

૫.૧.૨ લુપ્ત થતી કલાઓમાં રોકાયેલા કારીગરોને ખાસ બજાર સહાય પૂરી પાડવામાં આવશે.

 તેમને ઉત્પાદનોના વેચાણ ઉપર ખાસ વળતર આપવામાં આવશે.

 તેમને રાષ્ટ્ રીય અને આંતરરાષ્ટ્ રીય મેળાઓ/પ્રદર્શનોમાં સહભાગી થવાની સરળતા કરી
આપવામાં આવશે. સાધનઓજાર, પરિવહન અને અન્ય આકસ્મિક ખર્ચ રાજ્ય સરકાર
દ્વારા પ્રાયોજિત કરાશે. તેમને કુ ટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ દ્વારા યોજાતાં પ્રદર્શનોમાં
વિના મુલ્યે સ્ટોલ પણ આપવામાં આવશે.

૫.૨ કૌશલ્ય વિકાસ અને અપ-ગ્રેડેશન


કુ ટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ દ્વારા હાલ જુ દા જુ દા ટેકનિકલ ટ્રેડમાં વિવિધ કક્ષાના કૌશલ્ય અને
સમયગાળાના તાલીમ કાર્યક્રમો ચલાવવામાં આવે છે.આ કાર્યક્રમોને કારીગરોની કૌશલ્ય અને ધંધાકીય
જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને સુવ્યવસ્થિત કરવામાં આવશે. 7
૫.૨.૧ કુ ટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ તેની સંસ્થા/બોર્ડ મારફત તેમની હાલની આંતરમાળખાકીય
સવલતોનો ઉપયોગ કરીને હાથસાળ અને હસ્તકલાના ક્ષેત્રનાં મુખ્ય ક્ષેત્રોમાં કૌશલ્ય તાલીમ
આપવા અંગે સઘન ધ્યાન આપશે. ઉત્પાદનની ડીઝાઇનો અને વિકાસ, ઉત્પાદન પ્રક્રિયા
અને અન્ય તકનિકી કૌશલ્યો જવે ાં વેલ્યુ ચેઇનનાં વિવિધ પાસાંઓ મોડ્યુલર સર્ટિફિકેટ ટ્રેનિંગ
પ્રોગ્રામમાં આવરી લેવાશે.

૫.૨.૨ આંતરવૈયક્તિક કૌશલ્ય, ખરીદનાર/વેચનાર સાથે વાટાઘાટ કૌશલ્ય જવે ાં સોફ્ટ સ્કીલ્સ અને
ઉત્પાદન કિંમત નિર્ધારણ, નાણા વ્યવસ્થાપન, નિકાસ કાર્યવાહી જવે ાં બિઝનેસ સ્કીલ્સ અને
તેમના ધંધાનું સંચાલન કરવા તેમની ક્ષમતા વધારે એવાં ઉદ્યોગ સાહસિકતાલક્ષી કૌશલ્યો
અંગેની તાલીમ આપી કારીગરોના ક્ષમતા નિર્માણના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. નિકાસ
અંગે તાલીમ આપવા એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હે ન્ડીક્રાફ્ટ –(EPCH) સાથે રાજ્ય
સરકાર સક્રિય સહયોગ સાધશે.

૫.૨.૩ તાલીમ કાર્યક્રમો ચલાવવા માટે જ ે તે ક્ષેત્રોના નિષ્ણાતોની પેનલ તૈયાર કરવામાં આવશે. તેમાં
રાજ્યની પ્રતિષ્ઠિત ડીઝાઇન સંસ્થાઓના તજજ્ઞો, પુરસ્કાર વિજતે ા વ્યક્તિઓ અને માસ્ટર
ક્રાફ્ટસમેનનો સમાવેશ કરવામાં આવશે.

૫.૨.૪ તાલીમ કાર્યક્રમોના મૂલ્યાંકનની સર્વગ્રાહી પદ્ધતિ બનાવવામાં આવશે. આમાં તાલીમાર્થીઓના
પ્રતિભાવ અને તાલીમ કાર્યક્રમના તૃતિય પક્ષકારનું મૂલ્યાંકન – એ બન્નેનો સમાવેશ થશે.

૫.૩ ડીઝાઇન ડે વલપમેન્ટ સપોર્ટ

ડીઝાઇન એ હાથસાળ અને હસ્તકલા ઉત્પાદનનું અભિન્ન અંગ છે. કારીગરોને નવીનતમ અને સમકાલીન
ડીઝાઇન આપવા ક્લસ્ટર વિકાસ યોજના (CDS)ના ”ડીઝાઇન એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ” ઘટક હે ઠળ
સરકાર નવી ડીઝાઇનો અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે તૈયાર કરે લ પેનલ પૈકી ફ્રીલાન્સર ડીઝાઇનરની
સેવાઓ મેળવવા ક્લસ્ટરોને નાણાકીય સહાય આપે છે. કારીગરોને બજારમાં બદલાતી ડીઝાઇનો અને
ફે શન ટ્રેન્ડથી માહિતગાર કરવા નવતર અભિગમ અપનાવવામાં આવશે.

૫.૩.૧ વાંસ અને નેતર હસ્તકલા, માટીકામ અને માટીની મૂર્તિ બનાવવી, ચર્મકામ, શણ અને
કુ દરતી રે સાઓની ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં રોકાયેલા કારીગરોને સમકાલીન અને ઉચ્ચ
ગુણવત્તાના ઉત્પાદન ઉત્પાદિત કરવા સક્ષમ કરવાના હે તુથી ગુજરાત માટીકામ કલાકારી અને
ગ્રામ ટેકનોલોજી સંસ્થાન (GMK&RTI)માં એક ડીઝાઇન સ્ટુડિયો સ્થાપવામાં આવશે.
આ ડીઝાઇન સ્ટુડિયો દ્વારા હસ્તકલાઓમાં કાર્યરત કારીગરોની કાર્યક્ષમતા, ઉત્પાદકતા
અને આવકનુ ધોરણ ઊંચુ આવે તે માટે ડિઝાઇન અને ઉત્પાદન વિકાસ, રંગકામ પધ્ધતિ,
8 પેકેજીંગ અને બ્રાન્ડીંગ, માર્કેટીંગ અંગેની તાલીમ આાપીને તેમને સહાય કરવામાં આવશે.
૫.૩.૨ વધુમાં, ખાદી અને હાથસાળ ક્ષેત્ર માટે પણ નવીન ડીઝાઇન અને ઉત્પાદન વૈવિધ્યીકરણ
પૂરાં પાડવા એક ડીઝાઇન સ્ટુડિયો બનાવવામાં આવશે. તે વ્યક્તિગત કારીગરો તેમજ સહકારી
મંડળીઓ/ખાદી સંસ્થાઓને અદ્યતન ટ્રેન્ડ અને ભવિષ્યની ધારણાઓ મુજબની ડીઝાઇન પૂરી
પાડવાના માધ્યમ અને તાલીમના સ્રોત તરીકેની ભૂમિકા ભજવશે. આ ડીઝાઇન સ્ટુડિયોમાંના
વ્યવસાયી ડીઝાઇનરો કારીગરોને તેમના પરંપરાગત કૌશલ્યો વધારવા, નવી તકનિકો તથા
વધુ ઉત્પાદન મેળવવા માટે અને નવા અદ્યતન ઉત્પાદન તૈયાર કરાવી, ઉત્પાદનની બજાર
ક્ષમતા સુધારવામાં મદદ કરશે.

૫.૩.૩ સેન્ટર ફોર એન્વાયરન્મેન્ટલ પ્લાનીંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સીટી (CEPT), નેશનલ
ઇન્સ્ટીટ્યુટ ઓફ ફે શન ટેકનોલોજી(NIFT), નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઇન (NID)
જવે ી સંસ્થાઓમાંથી નિષ્ણાત ડીઝાઇનરો તેમજ ઉદ્યોગ ક્ષેત્રના વ્યવસાયકારોની સેવાઓનો
ઉપયોગ કરીને ડીઝાઇન વર્ક શોપનું સંચાલન કરવામાં આવશે. આ ડીઝાઇન વર્ક શોપ નિયમિત
તાલીમ કાર્યક્રમોના ડીઝાઇન મોડ્યુલ ઉપરાંત રહે શે.

૫.૩.૪ ડીઝાઇનર દ્વારા ઓન લાઇન રજુ કરે લ ડીઝાઇનોમાંથી પસંદ થયેલી દરે ક નવીન ડીઝાઇન માટે
ડીઝાઇનરને મહે નતાણું આપી પ્રોત્સાહિત કરવામાં આવશે

૫.૩.૫ ઈન્ડસ્ટ્રી એકડેમિયા મારફત કારીગરોને વ્યવસાયી અને નિષ્ણાત દ્વારા જાણકારી પૂરી પાડવાનું
આયોજન કરવામાં આવેલ છે. ડીઝાઇન, ઉત્પાદન વિકાસ, બજાર પ્રવૃત્તિ, ટેકનોલોજી અપ
ગ્રેડેશન અને કારીગરોમાં વ્યવસ્થાપન જવે ા ક્ષેત્રોમાં સહાય કરવાના હે તુથી પ્રોજકે ્ટ સમુહની
પસંદગી કરવામાં આવશે તેમજ નામાંકિત સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની તક પૂરી
પાડવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ માટે તે કલાના ક્ષેત્ર/કલસ્ટરની મુલાકાત લઇ
શકશે.

૫.૪ માર્કે ટીંગ સપોર્ટ અને ક્રાફ્ટસ ટુ રીઝમ


કુ ટિર અને ગ્રામોદ્યોગ ક્ષેત્રની સફળતા માટે બજારલક્ષી અભિગમ મહત્ત્વનો છે. આ બાબતમાં રાજ્ય
સરકાર સઘન સહાય આપી રહી છે અને બજાર તકો અને વિશિષ્ટ ઉત્પાદનના બ્રાન્ડ નિર્માણને વધુ
આગળ વિસ્તારવા સરળતા કરી આપવામાં આવશે.

૫.૪.૧ ગુજરાતની હાથસાળ અને હસ્તકલાનાં ઉત્પાદનોની વધતી જતી લોકપ્રિયતા અને સ્થાનિક
તેમજ ગુજરાતમાં આવતા વિદેશી મુલાકાતીઓની લગાતાર વધતી જતી સંખ્યાને ધ્યાનમાં
લેતાં, રાજ્ય પ્રવાસન વિભાગના સહયોગથી ક્રાફ્ટ ક્લસ્ટરને રાજ્યના પ્રખ્યાત પ્રવાસન સ્થળો
સાથે સાંકળવામાં આવશે. ક્રાફ્ટ સરકીટના વિકાસ દ્વારા ક્રાફ્ટસને ઉત્તેજન આપી, નવી બજાર
તકો ઉભી કરી કારીગરોના રોજગાર અને આવકની તકો વધારવામાં આવશે.
9
૫.૪.૨ રાજ્ય સરકાર બજાર તકો વિસ્તારવા પ્રાઇવેટ રીટેઇલ-ચેઇનની સાથે ભાગીદારી માટે પ્રયાસ
કરશે.

૫.૪.૩ લુપ્ત થતી કલાઓના ક્ષેત્રમાં રોકાયેલા કારીગરોના જૂ થોને પસંદગીના આંતરરાષ્ટ્ રીય પ્રદર્શનો/
મેળામાં સામેલ થવા /સહભાગિતા કરવા માટે સહાય આપવામાં આવશે. તેમને કુ ટિર અને
ગ્રામોદ્યોગ દ્વારા યોજાતાં પ્રદર્શનો માટે વિના મૂલ્યે દુકાનો/સ્ટોલ, પરિવહન અને આનુષંગિક
ખર્ચ પૂરાં પાડીને વધારાની સહાય પણ કરવામાં આવશે.

૫.૪.૪ લુપ્ત થતી કલાઓનું ઉત્પાદન કરતાં કારીગરોને તેના વેચાણ ઉપર વિશેષ વળતર આપવામાં
આવશે.

૫.૪.૫ ખાદી કારીગરો અને સંસ્થાઓને પ્રોત્સાહન તરીકે બજાર વિકાસ સહાય (MDA) પૂરી
પાડતી એક નવી યોજના અમલમાં મૂકવામાં આવશે. તેમાં સમગ્ર વર્ષ દરમિયાન ખાદી અને
પોલી-વસ્ત્રના ઉત્પાદન અને વેચાણ ઉપર કારીગર, સંસ્થા અને ગ્રાહક તમામને સમાન
પ્રોત્સાહન મળશે.

૫.૪.૬ રાજ્ય સરકાર કારીગરો/ઔદ્યોગિક સહકારી મંડળીઓના ઉત્પાદનોના બૌધ્ધિક મિલકત


અધિકારના રક્ષણ માટે ભૌગોલિક ઓળખ (જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન-GI) પ્રમાણપત્ર
મેળવવામાં સહાયરૂપ બનશે. રાજ્ય સરકાર ભૌગોલિક ઓળખ(જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન-
GI) પ્રમાણિત હાથસાળ અને હસ્તકલા ઉત્પાદનોને એક વિશિષ્ટ ઉત્પાદન તરીકે ઉત્તેજન
આપવા અને વેચવા માટે પ્રચાર ઝુંબેશ ચલાવશે. રાજ્ય સરકાર ભૌગોલિક ઓળખ
(જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન- GI) પ્રમાણપત્રથી જ ે ઉત્પાદનોમાં લાભ થતા હોય એ માટે
રાજ્યનાં અન્ય સંભવિત હસ્તકલાઓ/ઉત્પાદનો મુકરર કરવા અંગેનાં સૂચનો મેળવશે.
કારીગરોને, ભૌગોલિક ઓળખ (જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન- GI) પ્રમાણપત્ર ના લાભ તથા
તેની પ્રક્રિયાથી માહિતગાર કરવા સેમિનારોનું આયોજન કરવામાં આવશે.

૫.૪.૭ ગુજરાત રાજ્ય હાથસાળ અને હસ્તકલા વિકાસ નિગમ(GSHHDC) તેનાં ૨૬ ગરવી-
ગુર્જરી એમ્પોરિયા/રીટેઇલ આઉટલેટ મારફત કારીગરો/વણકરોના ઉત્પાદનના વેચાણ માટે
બજાર સપોર્ટ પૂરો પાડશે. સમગ્ર દેશના ગરવી- ગુર્જરી નેટવર્ક ને વધુ સંગીન બનાવવામાં
આવશે અને તેનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે.

૫.૪.૮ મોટાં શહે રોમાં શોપિંગ મોલ/કોમ્પ્લેક્સમાં ઇન્ડેક્ષ્ટ–સી દ્વારા ભાડેથી જગ્યાઓ મેળવી
કારીગરોને તેઓના ઉત્પાદનના વેચાણ માટે આપવામાં આવશે.

૫.૪.૯ આજની બજાર સ્થિતિમાં ઈ-કોમર્સ એક અતિ આશાસ્પદ માધ્યમ છે. તેનાથી વૈશ્વિક
કક્ષાએ માલસામગ્રીની પ્રાપ્યતાની સરળતાની ખાતરી મળે છે અને ગ્રાહકવર્ગ સાથે સીધું
10 જોડાણ સ્થાપવામાં કારીગરોને મદદ મળે છે. કારીગરોને તેમના ઘર આંગણે ઈ-કોમર્સથી
મળતી પ્રચુર સંભાવનાઓ અને તકોને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર હાથસાળ અને હસ્તકલા
ઉત્પાદનોના ઓન લાઈન વેચાણ માટે‘ગુર્જરી ઇ-સ્ટોર’ (http://www.estoregujrjari.
com) મારફત પ્લેટફોર્મ પૂરું પાડશે. કારીગરો અને તેના ઉત્પાદનોની વિગતો પણ ”ક્રાફ્ટ
ઓફ ગુજરાત” (http://www.craftofgujarat.gujarat.gov.in) ઉપર ઓન લાઇન
મુકવામાં આવશે. આ બન્ને વેબ સાઇટ ઉપરની માહિતી સમયાંતરે અદ્યતન કરવામાં આવશે.
ઈ-કોમર્સમાં કારીગરો/ઉત્પાદક જૂ થોને તેમનાં ઉત્પાદનો ઓન લાઈન પ્લેટફોર્મ મારફત
પ્રદર્શિત કરવા અને વેચવામાં સહાય કરવા અને સરળતા કરી આપવા ક્ષમતા નિર્માણ કાર્યક્રમો
હાથ ધરવામાં આવશે.

૫.૪.૧૦ રાજ્ય સરકારની ખરીદનીતિમાં તમામ સરકારી કચેરીઓ, બોર્ડ્સ અને નિગમો માટે
રૂ. ૪૦,૦૦૦૦/સુધીનાં ઉત્પાદનોની ખરીદી, ખાદી સંસ્થાઓમાંથી વિના ટેન્ડર ખરીદી
કરવાની ખાસ જોગવાઈ છે. આ મર્યાદામાં વધારો કરવામાં આવશે.

૫.૪.૧૧ રાજ્ય સરકાર હાથસાળ અને હસ્તકલાનાં ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહિત કરવા માન્યતા
ધરાવતી તમામ હાથસાળ અને હસ્તકલા સહકારી મંડળીઓને ઉત્પાદનોના વેચાણ ઉપર
કાયમી અને ખાસ વળતર આપવાની જોગવાઈ કરે લ છે. મહિલા ઔદ્યોગિક સહકારી
મંડળીઓને વધુ વળતર આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે.

૫.૪.૧૨ કારીગરો/વણકરો/નાના-ઉદ્યોગ સાહસિકોના ઉત્પાદનના બજાર અને વેચાણ માટે યોગ્ય મંચ
મળી રહે તે માટે કુ ટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ દ્વારા સક્રિય રીતે મેળાઓ/પ્રદર્શનોનું આયોજન
કરવામાં આવે છે. ગુજરાત ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ (GKVIB), ખાદી ઉત્પાદનોના
રાષ્ટ્ રીય કક્ષાના પ્રદર્શન અને વેચાણ માટેનો ‘ખાદી ઉત્સવ’ યોજ ે છે. કારીગરો/વણકરોને આ
પ્રદર્શનોમાં તેમની હસ્તકલાઓના જીવંત નિદર્શન માટે જગ્યા પણ પૂરી પાડવામાં આવે છે.
કારીગરોને અમદાવાદ અને ભૂજ ખાતેના શહે રી હાટમાં વેચાણ માટે સ્ટોલ પણ આપવામાં
આવે છે.

૫.૪.૧૩ કારીગરોનું સંભવિત ખરીદદારો, બજાર, નિકાસકારો અને બજાર સંસ્થાઓ, વચ્ચે સીધું
જોડાણ સાધવા માટે રાષ્ટ્ રીય અને આંતરરાષ્ટ્ રીય બાયર સેલર મીટ યોજવામાં આવે છે.

૫.૪.૧૪ રાજ્યમાં ૧૮૭ હાથસાળ ઔદ્યોગિક સહકારી મંડળીઓ દ્વારા ‘હે ન્ડલુમ માર્ક ’નો ઉપયોગ કરવા
અને તેને ઉત્તેજન આપવામાં રાજ્ય સરકાર માધ્યમ બની રહી છે. હાથસાળ ઉત્પાદનોની
ખરાઈ આ ‘હે ન્ડલુમ માર્ક ’ પ્રમાણિત કરે છે.

૫.૫ ધિરાણ સપોર્ટ


રાજ્ય સરકાર તેની બેન્કે બલ અને વ્યાજ સહાય યોજનાઓ મારફત કુ ટિર અને ગ્રામોદ્યોગમાં રોકાયેલા
લોકોને સર્વગ્રાહી ધિરાણ સહાય અને નાણાકીય સહાય આપી રહી છે. 11
૫.૫.૧ યુવાનો અને કારીગરોને સ્વરોજગારી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર શ્રી વાજપાઈ બેંકેબલ
યોજના (VBY) હે ઠળ મંજૂર કરવામાં આવેલી ધંધા/ વ્યવસાય, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર
હે ઠળની ૩૯૫ પ્રોફાઈલો માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. તેની તકો વધારવા માટે વડાપ્રધાન
રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP)ના માળખા મુજબ નકારાત્મક પ્રવૃત્તિઓની યાદી
તૈયાર કરવામાં આવશે. પ્રવૃત્તિઓની નકારાત્મક યાદી સિવાય તમામ વાયેબલ પ્રોજકે ્ટ/
પ્રવૃત્તિઓ ધિરાણ સહાય માટે પાત્રતા ધરાવશે.

૫.૫.૨ યોજનાઓ િવશે માહિતી અને માર્ગદર્શનનું પ્રસારણ ટોલ ફ્રી હે લ્પ લાઈન દ્વારા પુરૂં પાડવામાં
આવશે.

૫.૫.૩ નોંધાયેલા કારીગરોને દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના (DTAISY)માં
કાચોમાલ અને/અથવા યંત્રસામગ્રીની ખરીદી માટે ધિરાણ સહાય પૂરી પાડવામાં આવે છે.
આ યોજનામાં લોનની રકમ ઉપર માર્જિનમની સબસીડી અને વ્યાજ સહાય બંને આપવામાં
આવે છે.

૫.૫.૪ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર નિર્માણ અને નવી પરિયોજ્નાઓના વિકાસને સરળ બનાવવા
રાજ્ય સરકાર દ્વારા જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના (JGVY) હે ઠળ માર્જિનમની સહાય
આપવામાં આવે છે.

૫.૬ આંતરમાળખાકીય વિકાસ


રાજ્ય સરકાર ઔદ્યોગિક સહકારી મંડળીઓને ઉત્પાદન ગુણવત્તા સુધારવા અને મહત્તમ ઉત્પાદન
પ્રાપ્તિ સુગમ કરવા માટે તેમજ આ ક્ષેત્રમાં રોકાયેલા લોકો માટે કામ કરવા સારૂ વાતાવરણ મળે
એવા આંતરમાળખાના નિર્માણ અને વિકાસ માટે સહાય કરવાની કેટલીક યોજનાઓનો અમલ કરી
રહી છે. સ્પર્ધાત્મકતા સુધારવામાં, સંકલન વિકસાવવામાં, નવીન પહે લ દાખલ કરવામાં અને ક્લસ્ટરની
આસપાસ સંખ્યાબંધ લોકોને રોજગાર પૂરો પાડવામાં ક્લસ્ટર સાધનરૂપ ભૂમિકા ભજવે છે. રાજ્ય સરકાર
‘જરૂરિયાત આધારિત નિશ્ચિત ક્લસ્ટર’ અભિગમ અપનાવીને, તેમને તેમની ક્ષમતા નિર્માણ કરવા અને
વિવિધ યોજનાઓ હે ઠળ ખાસ સહાય આપીને તેમને વધુ નવીનતમ, કાર્યક્ષમ અને સ્પર્ધાત્મક બનાવવા
ક્લસ્ટર વિકાસ ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે.

૫.૬.૧ વિશિષ્ટ હસ્તકલા કારીગીરી અને તેની ઉત્કૃષ્ટ કલાના ઐતિહાસિક વારસાને પ્રસ્તુત કરવા એક
રાજ્ય કક્ષાનું ક્રાફ્ટ મ્યુઝીયમ સ્થાપવામાં આવશે. જમ
ે ાં રાજ્યના માસ્ટર ક્રાફ્ટસમેન અને
પુરસ્કાર વિજતે ાઓની ઉત્કૃષ્ટ કલાકૃ તિઓનું પણ નિદર્શન કરવામાં આવશે.

૫.૬.૨ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) હે ઠળ ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર (CBDC)
યોજના શરૂ કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર આ યોજના હે ઠળ ૧૦ વર્ષની મુદત સુધી
12 રૂ.૭ કરોડ સુધીના પરિયોજના ખર્ચ ઉપર ૭૦ % નાણાકીય સહાય પૂરી પાડે છે. બાકીનું
૩૦% ભંડોળ લાભાર્થી કારીગર જૂ થનો ફાળો રહે શે. આ ક્ષેત્રમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ
(PPP) ને વેગ આપવા ક્રાફ્ટ બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર (CBDC) યોજનામાં સુધારો
કરવામાં આવશે. આ યોજના હે ઠળ, રૂ. ૩ કરોડ થી રૂ. ૭ કરોડ સુધીનો એકમ ખર્ચ ધરાવતી
પોષણક્ષમ પરિયોજના નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર રહે શે
૫.૬.૩ રાજ્ય સરકારે , કારીગરોને સાનુકૂળ વાતાવરણ અને પૂર્વજરૂરી સવલતો પૂરાં પાડવાના ઉદ્દેશથી
ગ્રામ કક્ષાએ ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર (GVK) યોજનાનો અમલ કરે લ છે. આ યોજનામાં
કોમન ફે સીલીટી સેન્ટર (CFC રૂ. ૧૦ લાખ), કચેરી/ગોડાઉન વર્ક શેડ/વીજળી જોડાણ,
તાલીમ અને ડીઝાઇન, સાધન ઓજાર સહાય અને બજાર પ્રોત્સાહન જવે ા વિવિધ ઘટકો
હે ઠળ એકમ દીઠ રૂ. ૧૩ લાખની સહાય પૂરી પાડવામાં આવે છે.
૫.૬.૪ રાજ્ય સરકારની ક્લસ્ટર વિકાસ યોજના (CDS) ક્લસ્ટરની પ્રવૃત્તિઓને મજબૂત
બનાવવા અને સહાય કરવા માટેની મહત્વની યોજના છે. કોમન ફે સીલીટી સેન્ટર (CFC‫آ‬
રૂ. ૨૦ લાખ), વેચાણ કેન્દ્ર (રૂ. ૨૦ લાખ), કાચમાલની પ્રાપ્તિ, કૌશલ વિકાસ, ધિરાણ
અને બજાર સહાય તેમજ ટેકનોલોજી સહાય જવે ા વિવિધ ઘટક માટે ક્લસ્ટર દીઠ રૂ. ૭૯ લાખ
સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં ૨૫ થી ૧૦૦ કારીગરો ધરાવતાં
૬૬ ક્લસ્ટર સક્રિય છે
૫.૬.૫ લક્ષિત જૂ થો માટે, ઉપરોક્ત GVK અને CDS યોજના હે ઠળ ખાસ કરીને શહે રી વિસ્તારોમાં
સહાય મેળવવા તેમના નામે જમીન ધરાવવાની જોગવાઈ છે. જ ે આ યોજના હે ઠળની સહાય
મેળવવા સહકારી મંડળીઓ માટે અવરોધક છે. આંતર માળખાકીય વિકાસની જરૂરિયાતને
સંતોષવા આ જોગવાઈમાં છૂ ટ આપવામાં આવશે.
 સીએફસી તરીકે ઉપયોગ કરવાના મકાનની ખરીદી માટે નાણાકીય સહાય આપવામાં
આવશે.

 મંડળી/સંસ્થા દ્વારા ઓછામાં ઓછાં ૧૦ વર્ષ અથવા વધુ સમય માટે મકાન ભાડે રાખવા
માટે સહાય આપવામાં આવશે. ક્લસ્ટર/ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર દ્વારા વ્યાવસાયિક
ઉત્પાદન શરૂ કર્યા બાદ મકાનના ભાડાની રકમના ૫૦% રકમ વાર્ષિક રૂ. ૨ લાખની
મર્યાદામાં આપવામાં આવશે. આ સહાય પાંચ વર્ષની મુદત સુધી તબક્કાવાર આપવામાં
આવશે.

૫.૬.૬ ઔદ્યોગિક સહકારી મંડળીઓ માટેની પેકેજ યોજના મંડળીઓની મહત્ત્વની નાણાંકીય
જરૂરિયાત પૂરી પાડે છે. જુ દી જુ દી સહાયના સ્વરૂપે મહત્તમ રૂ. ૩૬ લાખ સુધીની સહાય
પૂરી પાડવામાં આવે છે. આ સહાય વર્ક શેડ કમ ગોડાઉન, સેલ્સ ડીપો, સાધનઓજાર સહાય,
શેર ફાળો, શેર લોન, વહીવટી સહાય, વ્યાજ સહાય, ટેકનિકલ સહાય જવે ા વિવિધ ઘટકો
માટે આપવામાં આવે છે. 13
૫.૭ ટે ક્નોલોજી અને નવતર પ્રયોગ
કારીગરના ઉત્પાદનની ગુણવત્તા તથા ઉત્પાદકતા વધારવા માટેના નવતર પ્રયોગ અને ગ્રામીણ
ટેકનોલોજીના વિકાસમાં અને ટેકનિકના અમલીકરણમાં સહાયરૂપ નિર્દિષ્ટ પ્રયત્નોને પ્રોત્સાહિત કરવામાં
આવશે.

૫.૭.૧ કુ ટિર અને ગ્રામોદ્યોગ ક્ષેત્રના વ્યાપક વિકાસ માટે ઉદ્યોગ સાહસિકોની સંભવિત સર્જનાત્મકતાનો
અને દેશની યુવા પ્રતિભાનો પુનરુધ્ધાર કરવો જરૂરી છે. રાજ્ય સરકાર ગ્રામીણ ટેકનોલોજી
અને કુ ટીર અને ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં પાયારૂપ નવીનીકરણ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન
આપવા ઉદ્યોગ સાહસિકો અને સંશોધકોને તેમની નવીન સંક્લ્પનાઓને ઉદ્યોગસાહસમાં
મૂર્તિમંત કરવા નાણાકીય, સંસ્થાકીય અને માર્ગદર્શક સહાય પૂરી પાડશે.

 સ્ટાર્ટ અપ ફંડ ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિમિટેડ(GVFL)ના સહયોગથી રચવામાં


આવશે. આ ફંડની રચના આ ક્ષેત્રમાં સંભવિત સાહસિકોના આશાસ્પદ વિચારોને
પ્રોત્સાહિત કરી વ્યાવસાયિક રીતે પોષણક્ષમ સ્તર સુધી પહોંચાડવા માટે જરૂરી મૂડી
પૂરી પાડવાના પ્રાથમિક હે તુ માટે કરવામાં આવશે.

 કુ ટીર અને ગ્રામોદ્યોગ ક્ષેત્ર માટે આશાસ્પદ વિચારો સાથેના સંભવિત સાહસિકોની
પસંદગીની પ્રક્રિયા આ ક્ષેત્રના નિષ્ણાતો અને સંસ્થાઓ સાથે સંકલન કરીને
વિકસાવવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા પસંદ કરે લ આશાસ્પદ વિચારને તેની જરૂરિયાત
આધારિત મૂડી પૂરી પાડવામાં આવશે અને સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ
એન્ટરપ્રીન્યોરશીપ (CIIE) – આઇઆઇએમ-એ(IIM-A), એનઆઇડી (NID),
એનઆઇએફટી (NIFT), સેપ્ટ (CEPT) અને તેના જવે ી અન્ય ભાગીદાર સંસ્થાઓ
દ્વારા માર્ગદર્શન પૂરુ પાડવામાં આવશે.

 ગ્રામીણ ટેકનોલોજી ક્ષેત્રમાં, રાજ્ય સરકાર ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ
ટેક્નોલોજી સંસ્થાન (GMK&RTI) ખાતે ઇન્ક્યુબેશન સેન્ટર બનાવીને સંશોધકોને
સીધુ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવશે. આ સેન્ટર સંશોધકોને પ્રોટોટાઇપીંગ, ટેસ્ટીંગ
અને સર્ટિફીકેશન માટે સહાયરૂપ થશે.

 ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેક્નોલોજી સંસ્થાન (GMK&RTI) દ્વારા


ગ્રામ્ય સ્તરના સંશોધકોની ઓળખ અને તકનીકી ઉદ્યોગસાહસિકોના માર્ગદર્શન માટે
નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન(NIF), કાઉન્સિલ ઑફ સાયંટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ
રિસર્ચ (CSIR) અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી(IIT) જવે ી સંસ્થાઓ સાથે
જોડાણો વિકસાવવામાં આવશે.
14
૫.૭.૨ ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેક્નોલોજી સંસ્થાન (GMK&RTI) ગ્રામીણ અને
કુ ટિર ઉદ્યોગમાં રોકાયેલા લોકો માટે યંત્રો, સાધનઓજારો વિકસાવવા ટેકનોલોજી અને
ઉત્પાદનની ડીઝાઇનના ક્ષેત્રમાં સઘન સંશોધન અને વિકાસ કરી રહી છે. કું ભારો માટે ઊર્જા
કાર્યક્ષમ ભઠ્ઠી તેની અદ્યતન સિદ્ધિ છે, જ ે વધુ કાર્યક્ષમતા આપે છે અને ખર્ચમાં બચત કરે છે,
ઉપરાંત તે ખૂબ જ પર્યાવરણ સાનુકૂળ છે. આ સંસ્થાએ નવાં/સુધારે લાં ઓજારો, યંત્રસામગ્રી
અને પ્રક્રિયાના ૯૫ પ્રોટોટાઇપ વિકસાવેલ છે. ૬ શોધની પેટન્ટ નોંધણીની કાર્યવાહી ચાલુ છે.
૫.૭.૩ ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેક્નોલોજી સંસ્થાન (GMK&RTI) દ્વારા
વિકસાવવામાં આવેલી ટેકનોલોજી અને ઓજારોનો ઉપયોગ કરીને લાભાન્વિત થયેલાં ઘણાં
રાજ્યોએ તેમાં ઘણો ઊંડો રસ દાખવ્યો છે. ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેક્નોલોજી
સંસ્થાન (GMK&RTI) અને સંબંધિત રાજ્યની સંસ્થાઓ વચ્ચે ટેકનોલોજી હસ્તાંતર અને
સહયોગ માટેની રૂપરે ખા તૈયાર કરવામાં આવશે.
૫.૭.૪ આ ક્ષેત્રની જરૂરિયાતોને બહે તર રીતે સંતોષવા માટે ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ
ટેક્નોલોજી સંસ્થાન (GMK&RTI) ખાતે સંશોધન અને વિકાસ વર્ક શોપ અને સવલતોને
સંગીન અને અદ્યતન બનાવવામાં આવશે.

૫.૮ સાધન, ઓજારો અને ઉત્પાદન સહાય


રાજ્ય સરકાર કારીગરોને ઉત્પાદનના સાધનો, ટુ લકીટસ અને કાચામાલ સ્વરૂપે સહાય આપી રહી છે.
૫.૮.૧ માનવ કલ્યાણ યોજના હે ઠળ જુ દા જુ દા ૭૯ વ્યવસાયો/પ્રવૃત્તિઓમાં રોકાયેલા વાર્ષિક
૭૦૦૦૦ આર્થિક રીતે નબળા વર્ગોના લોકોના સ્વરોજગારને ઉત્તેજન આપવા અને પર્યાપ્ત
આવકની ખાતરી કરવા વિના મૂલ્યે ટુ લકીટસ આપવામાં આવે છે. અદ્યતન ઓજારો અને
સાધનઓજાર પૂરા પાડવાના ઉદ્દેશથી ટુ લકીટસની કિમતની સમયાંતરે સમીક્ષા કરવામાં
આવશે અને તેમાં યોગ્ય સુધારણા કરવામાં આવશે. આ યોજનાનો લાભ વધારવા, યોજનાના
લાભાર્થીઓની મોજણી અને યોજનાની અસરકારતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
૫.૮.૨ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા પ્રમાણિત ખાદી/પોલીવસ્ત્ર સંસ્થાઓ સાથે
સંકળાયેલા ખાદી કાંતનારાઓ અને વણનારાઓને મદદ કરવા માટે ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ
બોર્ડ નવા ચરખા અને સાળ યોજના હે ઠળ સાધનસામગ્રી સહાય આપે છે. અંબર ચરખા
અને હાથસાળ માટે આપવામાં આવતી નાણાકીય સહાયમાં વધારો કરવામાં આવશે. વિશેષ
કાંતણ, વણકરી અને વણાટ સહાય યોજના હે ઠળ ખાદી કાંતનારાઓ અને વણકરોને સૂતર
કાંતણ અને ખાદી વણાટ માટે ઉત્પાદન સહાય પણ આપવામાં આવે છે.
૫.૮.૩ રાજ્ય સરકાર નવા વિકસાવેલા ઈલેક્ટ્રિ ક બ્લંજર /એજિટેટર/ બોલમિલ કમ પોટમિલ અને
કલે ગ્રેન્યુઅલની ખરીદી માટે પણ નાણાકીય સહાય આપશે.
15
૫.૮.૪ રાજ્ય વ્યાપી સપ્લાયર ડિરે ક્ટરી તૈયાર કરવામાં આવશે અને કાચા માલની પ્રાપ્તિમાં સરળતા
કરવા વણકરો /કારીગરોને ઉપલબ્ધ કરવામાં આવશે.

૫.૮.૫ રાજ્ય સરકાર કારીગરો માટે પસંદ કરે લા ક્રાફ્ટ માટે “રો મટીરીયલ બેંક“ સ્થાપશે. કારીગરોને
આ બેંક મારફત રો મટેરીયલ મેળવવા માટે દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના
(DTAISY) હે ઠળ લોન ભલામણ કરવામાં આવશે.

૫.૮.૬ ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેક્નોલોજી સંસ્થાન (GMK&RTI) દ્વારા વિકસાવવામાં
આવેલ ઊર્જા કાર્યક્ષમ ભઠ્ઠી માટે કું ભારોના જૂ થને ૧૦૦% નાણાકીય સહાય આપવામાં આવી
રહી છે. આ ભઠ્ઠી કું ભારોને ઉત્પાદનની કિંમતમાં નોંધપાત્ર બચત કરવામાં, કું ભારોનું આરોગ્ય
જાળવવામાં અને પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ છે. કું ભારોના જૂ થની માંગણીઓ અને
વિવિધ જરૂરિયાતો સંતોષવાની બાબત ધ્યાનમાં રાખીને વધુ નાનાં લાભાર્થીઓના જૂ થોને આ
યોજનાના લાભ આપવા માટે તેમાં છૂ ટછાટ દાખલ કરવામાં આવેલ છે.

૫.૮.૭ વણકરોની ઉત્પાદકતા સુધારવા, ઉત્પાદનની ગુણવત્તા સુધારવા અને સાધનઓજારની વધતી
જતી કિમત ધ્યાને લેતાં તેઓને આપવામાં આવતી આધુનિક હાથસાળ માટે વધુ નાણાકીય
સહાય પૂરી પાડવામાં આવશે.

૫.૮.૮ માટીકામના કારીગરોની ઉત્પાદકતા સુધારવા અને તેમાં સમાવિષ્ટ શ્રમ ઘટાડવા રાજ્ય સરકાર
દ્વારા આપવામાં આવતા ઈલેક્ટ્રિ ક ચાકડો અને પગમિલમાં આપવામાં આવતી સહાયમાં
વધારો કરવામાં આવશે.

૫.૮.૯ નેશનલ હે ન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરે શન (NHDC)ના ડેપો મારફત ગુણવત્તાયુક્ત કાચોમાલ
ખરીદવા સહાયરૂપ બનવા રાજ્ય સરકાર મિલ ગેટ પ્રાઇઝ યોજના હે ઠળ ૧૦% સહાય પૂરી
પાડે છે.

૫.૮.૧૦ ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેક્નોલોજી સંસ્થાન (GMK&RTI) દ્વારા અમલીકૃ ત
પર્યાવરણ સાનુકૂળ ક્લે આઇડોલ પ્રોજકે ્ટ હે ઠળ નોંધાયેલા કારીગરોને વિના મૂલ્યે ટુ લકીટસ
અને સહાયિત દરે કાચોમાલ આપવામાં આવે છે.

૫.૯ સામાજિક સુરક્ષા


કુ ટિર અને ગ્રામોદ્યોગ, ખાસ કરીને રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રહે તા લોકો માટે આજીવિકાનું મહત્ત્વનું
સંસાધન છે. જ ે પૈકી મોટા ભાગના સમાજના આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે. તેઓને નિયમિત
અને સતત આવકની ખાતરી હોતી નથી તેથી તબીબી કે અન્ય કોઈ આકસ્મિક જવાબદારી ગંભીર પડકાર
સર્જે છે. રાજ્ય સરકાર વણકરો, કારીગરો અને આનુષંગિક કામદારો માટે જીવવાની બહે તર સ્થિતિ
16 સુનિશ્ચિત કરવા વિવિધ સામાજિક સુરક્ષાના લાભ આપવા માટે પ્રયત્નશીલ રહે શે.
૫.૯.૧ ભારત સરકાર દ્વારા, તમામ નાગરિકોને નાણાકીય સમાવેશક, સામાજિક સુરક્ષા
અને સલામતીનું કવચ પૂરું પાડવાના પ્રયત્નરૂપે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા
યોજના(PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), અને અટલ પેન્શન
યોજના (APY), જવે ી વિવિધ નાણાકીય અને વીમા યોજનાઓ અમલમાં લાવેલ છે
જ ે ગ્રામીણ કારીગરોની જરૂરિયાતો સંતોષશે. રાજ્ય સરકાર કારીગરો અને ક્રાફ્ટસમેનને
આ યોજનાઓના છત્ર હે ઠળ લાવવાના સતત પ્રયત્ન કરશે.
૫.૯.૨ રાજ્ય સરકાર રાષ્ટ્ રીય અને રાજ્ય કક્ષાએ હાથસાળ અને હસ્તકલા પુરસ્કાર વિજતે ાઓ
તથા લુપ્ત થતી કલાઓમાં પ્રવૃત્ત કારીગરોને તેમની આર્થિક અને અન્ય કટોકટીની સ્થિતિ
દરમ્યાન મદદ કરવા અને સહાય આપવા જીવન અને અકસ્માત વીમા યોજના માટે પ્રિમિયમ
ચૂકવશે.
૫.૯.૩ હાથસાળ અને હસ્તકલાના ક્ષેત્રમાં ખાનગી વેપારીઓ માટે જોબવર્ક કરી રહે લા કારીગરોના
શોષણને રોકવા, કેટલીક મુખ્ય હસ્તકલાઓમાં વ્યાજબી વેતન નિયત કરવાની દિશામાં
પગલાં લેવામાં આવશે.
૫.૯.૪ પર્યાપ્ત આરોગ્ય કવરે જની ખાતરી કરવા માટે, આરોગ્ય વિભાગ દ્વારા અમલીકૃ ત મુખ્યમંત્રી
અમૃતમ(મા) વાત્સલ્ય યોજના અંતર્ગત લાયકાત ધરાવતા તમામ કારીગરોને આવરી લેવા
માટે પગલાં લેવામાં આવશે.

૫.૧૦ મહિલાઓ માટે વિશેષ પ્રોત્સાહન


ગુજરાતમાં હાથસાળ અને હસ્તકલા ક્ષેત્ર એ મોટી સંખ્યામાં મહિલાઓ માટે પૂરક આવક ઊભી કરવા
માટેનો મહત્ત્વનો સ્રોત છે.
૫.૧૦.૧ ‘‘શ્રેષ્ઠ મહિલા કારીગર’’ને રૂ. ૧.૨૫ લાખનો પુરસ્કાર આપવામાં આવશે.
૫.૧૦.૨ રાજ્ય સરકાર વ્યક્તિગત મહિલા કારીગરોને બેંકેબલ અને વ્યાજ સહાય યોજના હે ઠળ તેમને
ધિરાણ સહાય વધારવા માટે ખાસ નાણાકીય પ્રોત્સાહનો આપી રહી છે. શ્રી વાજપાઇ
બેંકેબલ યોજના (VBY) અને દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના (DTAISY)
હે ઠળ આપવામાં આવતી માર્જીનમની સહાયમાં મહિલા કારીગરોને લોનની રકમ ઉપર
વધારાની નાણાકીય સહાય આપવામાં આવે છે.
૫.૧૦.૩ કુ ટિર અને ગ્રામોદ્યોગમાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા હાથસાળ
અને હસ્તકલાનાં ઉત્પાદનોના વેચાણ ઉપર ૫૦% કરતાં વધારે મહિલા સભ્ય ધરાવતી
સહકારી મંડળીઓને વધુ કાયમી વળતર આપવામાં આવે છે. ૫૦% કરતાં વધારે મહિલા
સભ્ય ધરાવતી હાથસાળ સહકારી મંડળીઓને આપવામાં આવતા ૧૨૦ દિવસ માટેના ખાસ
વળતરમાં પણ વધુ વળતર આપવામાં આવે છે.
17
૫.૧૦.૪ સહકારી મંડળીઓ ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં રોજગારની તકો પૂરી પાડીને નોંધપાત્ર
ભૂમિકા ભજવે છે. મહિલા સહકારી મંડળીઓને પેકેજ યોજનાના સાધન ઓજાર સહાય ઘટક
ઉપર વધારાની નાણાકીય સહાય આપવામાં આવે છે. મહિલા કારીગરોને ઔદ્યોગિક સહકારી
મંડળીઓના રૂપમાં સામુહિક વ્યવસાય ઉદ્યોગ સાહસ રચવા, રાજ્યની પેકેજ યોજના હે ઠળ
વિવિધ ઘટકો માટે મળતી નાણાકીય સહાય દ્વારા તેમની સામાજિક આર્થિક સ્થિતિ સુધારવા
પ્રોત્સાહિત કરી, એકત્રિત કરીને મહિલા સહકારી મંડળીઓના રૂપમાં સંગઠિત કરવા તાલીમ
આપવામાં આવશે.

૫.૧૧ પર્યાવરણ-સાનુકૂળ ઉત્પાદન


ઉત્પાદનમાં ઉપયોગમાં આવતી પરંપરાગત કૌશલ્ય અને પર્યાવરણ-સાનુકૂળ પદ્ધતિઓ ઉત્પાદનોની
વિશિષ્ટતાઓમાં વૃદ્ધિ કરે છે. પર્યાવરણલક્ષી ધોરણોના ઉપયોગની વધતી જતી માંગ સાથે રાજ્ય સરકાર
પર્યાવરણ-સાનુકૂળ કલાઓ અને હસ્તકલાઓને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા પ્રયત્નો કરશે,
જમે ાં સાતત્યપૂર્ણ રીતે ઉપલબ્ધ કુ દરતી સંસાધનો અને પર્યાવરણ–સાનુકૂળ ઉત્પાદન પ્રક્રિયાનો ઉપયોગ
કરવામાં આવશે.
૫.૧૧.૧ કાગળ, નાળિયેર અને કેળાના રે સા આધારિત ઉત્પાદનો, માટી અને માટીનાં ઉત્પાદનો
જવે ાં હાથ બનાવટનાં ઉત્પાદનોના ક્ષેત્રમાં પર્યાવરણ સાનુકૂળ ઉત્પાદનો અંગે સંશોધનો
અને વિકાસ, ઉત્પાદન અને પ્રક્રિયાની તકનિકી માટે નીચેના ચાવીરૂપ ઘટકોને આવરી લઈને
પાયલોટ પ્રોજકે ્ટ હાથ ધરવામાં આવશે:
 ટેકનોલોજી અને સંશોધનમાં સહાય
  સાધન, ઓજારો અને ઉત્પાદન માટે સહાય
  ડીઝાઇન ડેવલપમેન્ટ સહાય
  કૌશલ વિકાસ અને અપ ગ્રેડેશન
  બજાર સહાય અને પ્રોત્સાહન

૫.૧૧.૨ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓથી થતા પ્રદૂષણને ઘટાડવા અને તેને બદલે પર્યાવરણ-
સાનુકૂળ મૂર્તિઓને પ્રોત્સાહન આપવા GMK&RTIએ ક્ષમતા નિર્માણ અને કારીગરોની
તાલીમ, વિના મૂલ્યે ટુ લકીટસ, રાહત દરે કાચોમાલ અને સઘન બજાર સહાયના વિવિધ
ઘટકોને આવરી લઈને પ્રારંભિક ધોરણે ક્લે આઇડોલ બનાવવાની પરિયોજનાનો અમલ કરે લ
છે. સુધારે લા પર્યાવરણલક્ષી લાભ આપવા આ પરિયોજનાને વધુ વિસ્તૃત કરવામાં આવશે
અને સઘન બનાવવામાં આવશે.
૫.૧૧.૩ કારીગરોને તેમની કામગીરીથી થતી પર્યાવરણીય અસર પ્રત્યે સંવેદનશીલ કરવામાં આવશે,
અને પ્રભાગ દ્વારા યોજવામાં આવતા તાલીમ કાર્યક્રમોમાં પર્યાવરણને સાનુકૂળ કાચામાલના
18 વપરાશ અને પ્રક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવશે.
૫.૧૨ પુરસ્કાર અને સન્માન
કલાકારોના અસાધારણ કૌશલ્ય અને તેમની કારીગરીની ઓળખ ઉભી કરવા માટે પુરસ્કાર અગત્યનાં
છે. તે નોંધપાત્ર નાણાકીય પ્રોત્સાહન પણ પૂરું પાડે છે. રાજ્ય સરકાર ગુજરાતના સર્જનાત્મક અને કુ શળ
કારીગરોને હસ્તકલાના વૈવિધ્ય અને તેની પરંપરાને આગળ ધપાવવા તેમના પ્રદાનને ઓળખ આપવા
રાજ્ય કક્ષાના એવોર્ડ એનાયત કરી રહી છે.
૫.૧૨.૧ ગુજરાતના ઉત્કૃષ્ટ કારીગરોને સહાય કરવા રાજ્ય કક્ષાના એવોર્ડની સુધારે લી યોજના શરૂ
કરવામાં આવશે. એવોર્ડ વિજતે ાને મહત્તમ રૂ. ૧ લાખના રોકડ પુરસ્કાર સાથે સ્ટેટ મેરીટ
સર્ટિફિકેટ, તકતી અને શાલ આપવામાં આવશે. આ એવોર્ડ નીચેની ચાર કક્ષામાં આપવામાં
આવશે :
(૧) ટેક્ષટાઇલ
(૨)  ભરતકામ
(૩)  મોતીકામ/ચામડાકામ/માટીકામ/કાષ્ઠ અને વાંસ કામ/ધાતુની કલાઓ
(૪) અન્ય હસ્તકલાઓ (કાગળ હસ્તકલાઓ, પેપર મેશી, છીપલાંની હસ્તકલાઓ,
અકીક કલા અને રે સાનાં ઉત્પાદન)
૫.૧૨.૨ કારીગરોની યુવા પેઢીને તેમની પરંપરાગત હસ્તકલાને જાળવી રાખવા, આકર્ષવા અને
પ્રોત્સાહિત કરવા માટે રૂ. ૧ લાખનો વિશેષ પુરસ્કાર ‘‘શ્રેષ્ઠ યુવા કારીગર’’ (૩૫ વર્ષ સુધીનું
વયજૂ થ) માટે શરૂ કરવામાં આવશે.
૫.૧૨.૩ ‘‘શ્રેષ્ઠ મહિલા કારીગર’’ને રૂ. ૧.૨૫ લાખનો પુરસ્કાર આપવામાં આવશે.
૫.૧૨.૪ લુપ્ત થતી કલાઓની કામગીરી કરી રહે લા કારીગરોને પ્રોત્સાહિત કરવા અને તેઓને સહાયરૂપ
બનવા રૂ. ૧.૫૧ લાખ ના રોકડ ઈનામ સાથેનો વિશેષ પુરસ્કાર આપવામાં આવશે.
૫.૧૨.૫ ગુજરાતમાંથી રાષ્ટ્ રીય અને રાજ્ય પુરસ્કાર વિજતે ાઓને અને લુપ્ત થતી કલાની કામગીરીમાં
રોકાયેલા કારીગરોને કુ ટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ દ્વારા આયોજિત પ્રદર્શનોમાં વિના મૂલ્યે
સ્ટોલ, પરિવહન અને આકસ્મિક ખર્ચ જવે ી વધારાની સહાય આપવામાં આવશે.
૫.૧૨.૬ પુરસ્કાર વિજતે ા કારીગરોની વિશિષ્ટ કૃ તિઓને નવા સૂચિત રાજ્ય સંગ્રહાલયમાં પ્રદર્શિત
કરવામાં આવશે.
૫.૧૨.૭ (ક) પુરસ્કાર વિજતે ા અથવા (ખ) લુપ્ત થતી કલામાં રોકાયેલા કારીગરોની ભૂમિકાને ઓળખ
આપવા અને તેઓની કદર કરવા રાજ્ય સરકાર સામાજિક સુરક્ષા યોજનાઓ જવે ીકે જીવન
અને અકસ્માત વીમા યોજનાના પ્રિમીયમની ચુકવણી સ્વરૂપે નાણાકીય સહાય આપશે.

  19
૬. વહીવટી માળખાનું સુદ્રઢીકરણ

નીતિ અન્વયેની વિવિધ યોજનાઓ અને નવી પહે લના અમલીકરણ માટે રાજ્ય સરકાર હસ્તકની વિવિધ
સંસ્થાઓ, બોર્ડ અને નિગમનું વધુ સશક્તિકરણ અને વિસ્તૃતીકરણ કરવું એક અગત્યનું પાસુ છે. કુ ટિર અને
ગ્રામોદ્યોગ પ્રભાગ હસ્તકના બોર્ડ/નિગમ/સોસાયટી તેમના કાર્યક્ષેત્રમાં આવતી યોજનાઓના અમલ દ્વારા રાજ્ય
સરકારના આ ક્ષેત્ર માટેના વિઝન ને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે.
૬.૧ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો (DICs) કુ ટિર અને ગ્રામોદ્યોગ ક્ષેત્રની પ્રવૃત્તિઓના આયોજન, અમલીકરણ અને
દેખરે ખ-નિયંત્રણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો (DICs)ને યોજનાના અસરકારક
અમલીકરણ અને દેખરે ખ-નિયંત્રણ માટે વધુ સક્ષમ બનાવવામાં આવશે.
૬.૨ ઇન્ડેક્ષ્ટ-સી હે ઠળ રાજ્ય કક્ષાની માર્કેટિંગ વિંગ ની રચના કરવામાં આવશે જ ે હાટ સંચાલન, બજાર
વ્યવસ્થા, ઈ કોમર્સ, કાર્યક્રમ સંચાલન વગેરે માટે જવાબદાર રહે શે.
૬.૩ રાજ્ય સરકાર સેવા વિતરણને વધુ સુધારીને સમયાનુસાર કરવા માટે અમલીકરણની પ્રક્રિયાને સરળ
બનાવશે અને સરકારી તંત્રમાં વધુ પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ લાવવા યોજનાના ઓન લાઈન
એપ્લિકેશન માટે પોર્ટલ આધારિત સિસ્ટમ, ઓન લાઈન સ્ટેટસ ચેકિંગ અને યોજનાની ઓન લાઈન
દેખરે ખ, એસએમએસ દ્વારા એપ્લિક્શન સ્ટેટસની માહીતી વગેરે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી-આઈટી
ના ઉપયોગ થકી શરૂ કરાશે. પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવા માટે સ્થાનિક કક્ષાએ વિકેન્દ્રિકરણને
પ્રોત્સાહિત કરવામાં આવશે.
૬.૪ યોજનાઓ, મેળાઓ/પ્રદર્શનો વિશે જાગૃતિ કેળવવા, અરજીઓનો તબક્કો તપાસવા વગેરે અંગેની
માહિતીનો લોકોમાં પ્રચાર કરવા વગેરે માટે ઈન્ટરનેટ અને મોબાઈલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં
આવશે. કોઈ પણ યોજના અંગેની માહિતી અને માર્ગદર્શન માટે સહાય મેળવવા ટોલ ફ્રી હે લ્પલાઈન પણ
શરૂ કરવામાં આવશે.
૬.૫ ગુજરાતમાં કુ ટિર અને ગ્રામોદ્યોગમાં રોકાયેલા લોકો અંગેની અધિકૃ ત માહિતીનું મહત્ત્વ ધ્યાને લઇને
રાજ્ય સરકારે ઇન્ડેક્ષ્ટ-સી મારફત કારીગર ઓળખપત્ર આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઇન્ડેક્ષ્ટ-સી
આ યોજનાનું અમલીકરણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) અને ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીના વિલેજ
કોમ્પ્યુટર એન્ટરપ્રોન્યોર(VCE) મારફત કરી રહ્યું છે.
૬.૬ કુ ટિર અને ગ્રામોદ્યોગ હે ઠળની દરે ક સંસ્થા/બોર્ડ/નિગમ તેનાં દૈનિક કાર્ય-સંચાલનોમાં મદદ કરવા ખાસ
રીતે વ્યાખ્યાયિત ઉદ્દેશો, ભૂમિકાઓ અને કાર્યો, સંગઠનનું માળખું વગેરે ધરાવતો ડેવલપમેન્ટ પ્લાન
તૈયાર કરશે.


20
૭. પ્રવર્તમાન યોજનાઓ
ક. વ્યક્તિઓને ધિરાણ સહાય
૧) શ્રી વાજપાઈ બેંકેબલ યોજના
ઉદ્દે શ
આ યોજના બેરોજગારો અને કારીગરોને સ્વરોજગારની તકો પૂરી પાડશે. આ યોજના ઉદ્યોગ, વ્યવસાય
અને સેવા ક્ષેત્રને આવરી લે છે.
પાત્રતા
પાત્રતાના માપદંડો
વયમર્યાદા ઉંમર ૧૮ થી ૬૫ વર્ષની વચ્ચે
શૈક્ષણિક લાયકાત ધો. ૪ પાસ/સંબંધિત વ્યવસાયની આશરે ૩ માસની તાલીમ/સંબંધિત
વ્યવસાયનો એક વર્ષનો અનુભવ/વારસાગત કારીગર અથવા સરકાર માન્ય
સંસ્થામાંથી વ્યવસાયને લગતી એક માસની તાલીમ લીધેલી હોવી જોઈએ.
કુ ટુ ંબની આવક આવક-મર્યાદા નથી
યોજનાની શરૂઆત અને સુધારા
આ યોજના તા: ૦૫/૦૩/૨૦૦૧ના રોજ શરૂ કરવામાં આવી હતી અને ત્રણ ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ,
સેવા અને વ્યવસાયમાં લોનની મર્યાદા અને સહાયની રકમ તા: ૧૪/૦૮/૨૦૧૫ના રોજ સુધારવામાં
આવેલ છે.
સહાયનુ પ્રમાણ
ક્ષેત્ર લોનની રકમ લાખ મહત્તમ સહાય
ઉદ્યોગ રૂ. ૮.૦૦ લાખ રૂ. ૧.૨૫ લાખ
સેવા રૂ. ૬.૦૦ લાખ રૂ. ૧ લાખ
વ્યવસાય રૂ. ૩.૦૦ લાખ રૂ. ૮૦,૦૦૦
લોનની રકમ ઉપર સહાયનો દર
કક્ષા
શહે રી ગ્રામીણ
સામાન્ય ૨૦% ૨૫%
મહિલા/અનુ.જાતિ./અનુ.જન.જાતિ./ ૩૦% ૪૦%
માજી સૈનિક/૪૦ ટકા કે તેથી વધુ અંધ કે અપંગ
૨) દત્તોપંત ઠેં ગડી કારીગર વ્યાજ સહાય યોજના
ઉદ્દે શ
રાજ્યના શહે રી અને ગ્રામીણ વિસ્તારોમાં કારીગર તરીકે નોંધાયેલા કામદારોની સરળતા માટે નીચા દરે
સાધન-ઓજાર અથવા કાર્યકારી મૂડી માટે જરૂરી નાણા પૂરી પાડતી આ યોજના છે. 21
પાત્રતા

વયમર્યાદા ઉંમર ૧૮ વર્ષથી ઉપર


લાયકાત વિકાસ આયુક્ત હાથસાળ/વિકાસ આયુક્ત હસ્તકલા/ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા
આપવામાં આવેલું ઓળખપત્ર ધરાવતા કારીગરો
કુ ટુ ંબની આવક આવક-મર્યાદા નથી

યોજનાની શરૂઆત અને સુધારા

આ યોજના તા: ૦૧/૦૮/૨૦૧૪ના રોજ શરૂ કરવામાં આવી હતી અને માર્જીન મની સહાય ઉમેરીને
તા: ૦૪/૦૬/૨૦૧૫ના રોજ સુધારવામાં આવેલ છે.

સહાયનુ પ્રમાણ

ધિરાણ સહાય
રૂ. ૧ લાખની મર્યાદામાં સાધન-  લોનની રકમ ઉપર ૨૫% સુધી માર્જીન મની સહાય
ઓજારો અથવા કાચામાલ માટે લોન  ત્રણ વર્ષ માટે વાર્ષિક ૭ %ના દરે વ્યાજ સહાય

૩) જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના

ઉદ્દે શ

વીજળીના ઉપયોગથી શરૂ થનાર ગ્રામોદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવું

પાત્રતા

પાત્રતાના માપદંડો
વયમર્યાદા ઉંમર ૨૫ થી ૫૦ વર્ષની વચ્ચે
શૈક્ષણિક લાયકાત ધો. ૧૦ પાસ, ઘરે થી અથવા કારખાનું/સૂચિત પરિયોજનાના એકમમાં કામ
કરતા હોવા જોઈએ અથવા સૂચિત પરિયોજનાની પ્રવૃત્તિમાં માન્ય સંસ્થા
દ્વારા તાલીમ પામેલ હોવા જોઈએ.
પ્રકાર વ્યક્તિગત કારીગરો/ઉદ્યોગસાહસિકો
નાના પાયે માલસામગ્રીના ઉત્પાદનમાં રોકાયેલ સક્રિય સ્વસહાય જુ થ
કુ ટુ ંબની આવક આવક-મર્યાદા નથી
અન્ય હાલના કાર્યરત એકમમાં કોઈ વિસ્તરણ અથવા નવીનીકરણ પાત્ર થશે નહીં.
22
સહાયનુ પ્રમાણ
કક્ષા લોનની રકમના % તરીકે સહાયકી
મહિલા/અનુ.જાતિ./ અનુ. ક) રૂ. ૧૦ લાખ સુધી ૩૦%
જન.જાતિ./માજી સૈનિક / ખ) રૂ. ૧૦ લાખથી ઉપર રૂ. ૨૫ લાખ સુધી
વિકલાંગ (ક) + બાકી લોનની રકમના ૧૦%
અન્ય ક) રૂ. ૧૦ લાખ સુધી ૨૫ %
ખ) રૂ. ૧૦ લાખથી ઉપર રૂ. ૨૫ લાખ સુધી
(ક) + બાકી લોનની રકમના ૧૦%

ખ. સહકારી મંડળીઓને ધિરાણ સહાય


૪) પેકેજ સહાય
ઉદ્દે શ
ઔદ્યોગિક સહકારી મંડળીઓને નાણાકીય સહાય પૂરી પાડવી. આ હે તુ સહકારી મંડળીઓને મદદ કરવી
અને રોજગાર પૂરો પાડવો અને તેમનાં જીવન-ધોરણને સુધારવું
પાત્રતા

આ યોજનાના હે તુ માટે ઓછામાં ઓછા ૫૧ નોંધાયેલા સભ્યો ધરાવતી સહકારી મંડળીઓ પાત્રતા
ધરાવશે.
યોજનાની શરૂઆત અને સુધારા
આ યોજના તા: ૧૦/૧૦/૧૯૭૯ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી અને તા: ૦૭/૦૨/૨૦૧૪ના
રોજ સુધારવામાં આવેલ છે.
સહાયનુ પ્રમાણ
સહાય ઘટક હાલની સહાય
શેર ફાળો શેરમૂડીની ત્રણ ગણી
શેર લોન રૂ. ૯૦૦ સુધી શેરના ૯૦%
નીચે પ્રમાણે વાર્ષિક :
ક. વ્યવસ્થાપકનો પગાર રૂ. ૪૮,૦૦૦ થી રૂ. ૭૨,૦૦૦ પાંચ વર્ષ સુધી
વહીવટી સહાય ખ.વેચાણ ડિપો રૂ. ૪૦,૦૦૦ થી રૂ. ૧ લાખ પાંચ વર્ષ સુધી
ગ. ફે રિયા ફે રિયા દીઠ માસિક રૂ. ૧,૦૦૦ માત્ર ત્રણ વર્ષ સુધી
ઘ. તકનિકી સહાય રૂ. ૪૮,૦૦૦થી રૂ. ૭૨,૦૦૦ પાંચ વર્ષ સુધી
23
સહાય ઘટક હાલની સહાય
પ્રચાર, તાલીમ, સભ્ય દીઠ રૂ. ૧૦૦૦ અને દૈનિક રૂ. ૧૫૦ શિષ્યવૃત્તિ
સપ્તાહ ઉજવણી
મૂળભૂત જરૂરિયાત મર્યાદા
ક. ઓજારો/સાધનો ૫૦%થી ૭૫ % મહત્તમ મર્યાદા રૂ. ૫ લાખ
મૂળભૂત ખ. બાંધકામ/ગોદામ ૭૫ % સુધી મહત્તમ મર્યાદા રૂ. ૬ લાખ
જરૂરિયાત ગ.વેચાણ ડિપો/ગોદામ ૭૫ % સુધી મહત્તમ મર્યાદા રૂ. ૧૦ લાખ
ઘ. વાહન સહાય ૭૫ % સુધી મહત્તમ મર્યાદા રૂ. ૨ લાખ
વ્યાજ સહાય કાર્યકારી મૂડીની લોનના ૬%
અનામત ભંડોળ પુનર્જિવિત મંડળીઓ માટે રૂ. ૨૫,૦૦૦
સહાય
વેચાણ છૂ ટ હસ્તકલા, હાથસાળ અને ચર્મ સહકારી મંડળીઓ માટે ૫ % કાયમી છૂ ટ

ગ. કૌશલ્ય વિકાસ

૫) ઊની ગાલીચા તાલીમ સહ ઉત્પાદન કે ન્દ્ર અને ટફ્ટે ડ તિબટન કારપેટ તાલીમ સહ
ઉત્પાદન કે ન્દ્ર
ઉદ્દે શ

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ યુવાવર્ગને કારપેટ વણવાની તાલીમ આપવી અને ઊનની ગુણવત્તાયુક્ત
કારપેટનું ઉત્પાદન કરવાનું ઉત્પાદન કેન્દ્ર સ્થાપવા તેમને સક્ષમ બનાવવાનો છે.

પાત્રતા
વયમર્યાદા ઉંમર ૧૪ થી ૩૦ વર્ષ
અન્ય ઓછામાં ઓછાં ત્રણ વર્ષ કારપેટ ઉત્પાદન ચાલુ રહે વું જોઈએ

સહાયનુ પ્રમાણ : ઊની ગાલીચા તાલીમ સહ ઉત્પાદન કે ન્દ્ર


સહાય ઘટક હાલની સહાય
તાલીમાર્થીઓની સંખ્યા ૩૦
૬ હાથસાળ માટે રૂ. ૭૮,૦૦૦
િશષ્યવૃત્તિ (તાલીમાર્થી દીઠ રૂ. ૪૦૦ ) રૂ. ૭૨,૦૦૦
વહીવટી સહાય રૂ.૮૭,૦૦૦
અન્ય રૂ. ૨૧,૦૦૦
24 કુ લ રૂ. ૨,૫૮,૦૦૦
સહાયનુ પ્રમાણ : ટફ્ટે ડ તિબટન કારપેટ સહ ઉત્પાદન કે ન્દ્ર
સહાય ઘટક હાલની સહાય
છ માસ માટે ૨૦ તાલીમાર્થીઓની સંખ્યા માટે તાલીમ ખર્ચ રૂ. ૧,૭૧,૭૦૦
તાલીમાર્થીઓની સંખ્યા ૨૦
િશષ્યવૃત્તિ (તાલીમાર્થી દીઠ રૂ. ૪૦૦ ) રૂ. ૪૮,૦૦૦ (૪૦૦ x ૨૦ x ૬)
વહીવટી સહાય રૂ.૮૭,૦૦૦
અન્ય રૂ. ૧૧,૭૦૦
૧)  છ માસ માટે માસિક ભાડુ ં રૂ.૭૦૦
૨)  લેખનસામગ્રી
૩)  પ્રવાસ ખર્ચ
૪)  ઊનનો બગાડ
ફ્રેમ સાધનસામગ્રી રૂ. ૨૫,૦૦૦
૧.  રૂ.૩,૦૦૦ x ૫ ફ્રેમ(૯” x ૬”)
૨. ટફટેડ ગન રૂ. ૫૦૦ x ૨૦ ગન

૬) કુ ટિર મંદિર યોજના


ઉદ્દે શ
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રોજગારીની તકો વધારવા અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા કામદારો, ઔદ્યોગિક
તાલીમ સંસ્થા(આઈટીઆઈ)માં પ્રવેશ માટે પાત્ર ન હોય એવા શાળા છોડી દીધી હોય એવા વિદ્યાર્થીઓને
કૌશલ્યની કક્ષા ઊંચી લાવવા તાલીમ આપવા અને પરંપરાગત કારીગરોનાં તેમનાં કૌશલ્યની પૂર્ણતા
આપવા અને નવાં કૌશલ્ય વિકસાવવાનો છે.
પાત્રતા
વયમર્યાદા ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ
શૈક્ષણિક યોગ્યતા વ્યવસાય અનુસાર
તાલીમનો વ્યવસાય સ્થાનિક જરૂરિયાત અનુસાર
સહાયનુ પ્રમાણ
ઘટક સહાયની રકમ
તાલીમાર્થી દીઠ માસિક શિષ્યવૃત્તિ રૂ. ૧,૦૦૦

ઘ) આંતરમાળખાકીય વિકાસ
૭) ક્લસ્ટર વિકાસ યોજના
ઉદ્દે શ
રાજ્યના હાથસાળ અને હસ્તકલાક્ષેત્રના કારીગરોના વિકાસ માટે વર્ષ ૨૦૦૩-૦૪થી ક્લસ્ટર વિકાસ
યોજનાનો અમલ થઈ રહ્યો છે. 25
પાત્રતા

 એ
ક ક્લસ્ટરમાં કારીગરોની સંખ્યા ૨૫ થી ૧૦૦ વચ્ચે હોવી જોઈએ. કારીગરો હસ્તકલા, હાથસાળ

અને કુ ટિર ઉદ્યોગ એમ ત્રણ માંથી એક ક્ષેત્રમાં રોકાયેલા હોવા જ જોઈએ.

 નીચેના પૈકી એક ક્ષેત્રમાં નોંધાયેલા હોય એવાં ક્લસ્ટર પાત્રતા ધરાવેછે:

 સ્વસહાય જૂ થ

સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૫ હે ઠળ નોંધાયેલી હોય એવી સહકારી મંડળીઓ


 

ટ્રસ્ટ અધિનિયમ હે ઠળ નોંધાયેલાં હોય એવાં જાહે ર ટ્રસ્ટ


 

કારીગરોના વિકાસ માટે કામ કરી રહ્યાં હોય એવાં સરકારી સાહસો બોર્ડ/નિગમો
 

યોજનાની શરૂઆત અને સુધારા

આ યોજના તા: ૦૩/૦૭/૨૦૦૩ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી અને તા: ૧૫/૦૯/૨૦૧૨ના
રોજ સુધારવામાં આવેલ છે.

સહાયનુ પ્રમાણ
સહાય ઘટક હાલની સહાય
ડાયગ્નોસ્ટીક સર્વે અને પ્રોજકે ્ટ રીપોર્ટ મહત્તમ રૂ. ૧ લાખ સુધી
કૌશલની કક્ષા ઊંચી લાવવી મહત્તમ રૂ. ૭ લાખ સુધી
ડીઝાઇન અને ઉત્પાદનવિકાસ મહત્તમ રૂ. ૫ લાખ સુધી
આધુનિક સાધન અને ઓજાર મહત્તમ રૂ. ૫ લાખ સુધી (સરકારી ફાળો ૭૫ %;
લાભાર્થીઓનો ફાળો ૨૫ %ને અધીન )
કોમન ફે સીલીટી સેન્ટર મહત્તમ રૂ. ૨૦ લાખ સુધી
માર્જીન મની સહાય (લાભાર્થી દીઠ રૂ.૧૦,૦૦૦) મહત્તમ રૂ. ૫ લાખ સુધી
મેનેજર પગાર એક વર્ષ માટે રૂ. ૫,૦૦૦ પ્રતિ માસ
બજારવ્યવસ્થા સહાય મહત્તમ રૂ. ૨૦ લાખ સુધી
પ્રચાર-પ્રસાર મહત્તમ રૂ. ૨ લાખ સુધી
રાષ્ટ્ રીય-આંતરરાષ્ટ્ રીય મેળા અને પ્રદર્શન મહત્તમ રૂ. ૧ લાખ સુધી
(એક વખત)
ઉત્પાદનની નિકાસ મહત્તમ રૂ. ૧૦ લાખ સુધી
સેવા ચાર્જ સહાય કુ લ ખર્ચના મહત્તમ ૫ % અને રૂ. ૧ લાખ
ક્લસ્ટરના વિકાસ માટે તજજ્ઞોની વધુ મદદ માટે રૂ.૨ લાખ
26 સહાય
૮) ગ્રામોદ્યોગ વિકાસ કે ન્દ્ર
ઉદ્દે શ
આ યોજનામાં કારીગરોને ગ્રામ્ય કક્ષાએ આંતરમાળખાકીય સવલતો પૂરી પાડવાનો ઉદ્દેશ છે.
પાત્રતા
કામકાજનો ૨ થી ૩ વર્ષનો અનુભવ ધરાવતાં હોય એવાં N.G.O., સહકારી મંડળીઓ અથવા ટ્રસ્ટ
 

પોતાની માલિકીની ૧,૦૦૦થી ૧,૨૦૦ ચો.ફૂ . જમીન ધરાવતાં હોય, જ ે બિનખેતી થયેલી હોય
 

યોગ્ય સ્થળ, મકાન, કાચો માલ, તકનિકી/વહીવટી કર્મચારી વર્ગ, બજારનું સંચાલન કરવા સક્ષમ
 

હસ્તકલા/ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ હે ઠળ ઓછામાં ઓછા ૨૫ કારીગરોને રોજગારી આપતી હોવી જોઇએ


 

યોજનાની શરૂઆત અને સુધારા


આ યોજના તા: ૦૨/૦૨/૨૦૦૨ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી અને તા: ૨૪/૦૭/૨૦૧૫ના
રોજ સુધારવામાં આવેલ છે.
સહાયનુ પ્રમાણ
ઘટક સહાય
કોમન વર્ક શેડ બાંધકામ રૂ. ૧૦.૦૦ લાખ
તાલીમ અને ડીઝાઇનમાં સહાય રૂ. ૦.૭૦ લાખ
વહીવટી સહાય રૂ. ૦.૪૦ લાખ
ઓજાર સહાય રૂ. ૧.૨૦ લાખ
રીવોલ્વીંગ ફંડ રૂ. ૦.૫૦ લાખ
બજાર સહાય રૂ. ૦.૨૦ લાખ
કુ લ સહાય રૂ. ૧૩.૦૦ લાખ
૯) ક્રાફ્ટ બિઝનેસ ડે વલપમેન્ટ સેન્ટર
ઉદ્દે શ
બજાર અને તેને સંલગ્ન સહાય પૂરી પાડીને કારીગરોને સક્ષમ બનાવવા
 

ડીઝાઇન સ્ટુડિયોની સ્થાપના કરીને ડીઝાઇન વિકાસને પ્રોત્સાહન આપવું


 

માર્કેટીંગ વેલ્યુ ચેઇનને મજબુત કરવી


 

કાચામાલની
  ઉપલબ્ધિ, ડીઝાઇન વિકાસ, ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ અને બજાર વ્યવસ્થા માટે
સહાય પૂરી પાડવી
સરકાર, કારીગરો અને તેમનાં જૂ થો સાથે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) સ્થાપવી
 

પાત્રતા
આ યોજના માટે ૧૦૦થી ૩૦૦ કારીગરો ધરાવતાં ક્લસ્ટરો/ કેન્દ્રો પાત્ર ઠરશે.
યોજનાની શરૂઆત અને સુધારા
આ યોજના તા: ૧૮/૧૧/૨૦૧૪થી શરૂ કરવામાં આવી છે . 27
સહાયનુ પ્રમાણ
રાજ્ય સરકાર ૧૦ વર્ષની મુદત સુધી રૂ. ૭ કરોડના પરિયોજના ખર્ચ ઉપર ૭૦% નાણાકીય સહાય
આપે છે. આ સહાય નીચેના પ્રભાગમાં આપવામાં આવે છે.
ડાયગ્નોસ્ટીક સર્વે અને ડીટેઇલ પ્રોજકે ્ટ રીપોર્ટ
 

સાધન ઓજાર સહાય


 

ડીઝાઇન ડેવલપમેન્ટ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ


 

રો મટીરીયલ બેંક
 

બજાર વ્યવસ્થાપન સહાય


 

જાહે રાત અને પ્રચાર-પ્રસાર


 

નિકાસ માટે સહાય


 

ચ) બજાર સહાય/ બજાર વ્યવસ્થાપન સહાય


૧૦) તહે વાર-ઉત્સવો દરમિયાન હાથસાળનાં વસ્ત્રોના વેચાણ ઉપર ૧૦ % ખાસ છૂ ટ
ઉદ્દે શ
ઔદ્યોગિક સહકારી મંડળીઓ અને એપેક્ષ સહકારી મંડળીઓને બજાર સહાય આપવી.
પાત્રતા
ઔદ્યોગિક સહકારી મંડળીઓ અને એપેક્ષ સહકારી મંડળીઓ આ સહાય મેળવવાપાત્ર છે.
યોજનાની શરૂઆત અને સુધારા
આ યોજના તા: ૧૦/૧૦/૧૯૭૯ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી અને તા: ૧૩/૧૦/૨૦૧૪ના
રોજ સુધારવામાં આવેલ છે.
સહાયનુ પ્રમાણ
હાથસાળ
  સહકારી મંડળીઓને ૧૨૦ દિવસો માટે વેચાણ પર ૧૦% નું ખાસ વળતર આપવામાં
આવે છે.

૧૧) જાહે રાત, પ્રચાર અને પ્રદર્શન યોજના


ઉદ્દે શ
કારીગરો તેમજ સહકારી મંડળીઓને,રાજ્ય અને અન્ય રાજ્યના વિવિધ મેળા અને પ્રદર્શનોમાં ભાગ
લઈને પ્રચાર અને જાહે રાત દ્વારા તેમનાં વેચાણને વધારવા માટે બજાર સહાય પૂરી પાડવી
પાત્રતા
28 રાજ્યની હાથસાળની એપેક્ષ સંસ્થાઓ
 
સહાયનુ પ્રમાણ
ઘટક સહાય
હાથસાળ પ્રદર્શનો/મેળામાં ભાગ લેવા માટે રાજ્યમાં પ્રદર્શન દીઠ રૂ.૭૦,૦૦૦
અન્ય રાજ્યમાં પ્રદર્શન દીઠ રૂ.૧.૫૦ લાખ
પ્રચાર અને જાહે રાત વાર્ષિક રૂ. ૧.૦૦ લાખ
વર્ક શોપ/સેમિનાર વાર્ષિક રૂ. ૨૫,૦૦૦
છ) સાધનસામગ્રી, ઓજારો અને ઉત્પાદન સહાય
૧૨) વણકરોને સહાય
ઉદ્દે શ
હાથસાળ વણકરોને તેમના ઉત્પાદનોના વાજબી વળતર/આવકની ખાતરી કરવા આનુષંગિક સાધનો
સહિત આધુનિક સાળો પૂરી પાડવી
પાત્રતા
સહકારી મંડળીઓના વણકરો અને વ્યક્તિગત વણકરો આ યોજના માટે પાત્રતા ધરાવે છે.
 

હાથસાળ ગ્રિમકો, જીએચએચડીસી અને કેવીઆઈસી માન્ય એજન્સી મારફત ખરીદેલી હોવી જોઈએ.
 

યોજનાની શરૂઆત અને સુધારા


આ યોજના તા: ૦૯/૦૫/૨૦૦૭ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી અને તા: ૦૩/૦૮/૨૦૧૨ના
રોજ સુધારવામાં આવેલ છે.
સહાયનુ પ્રમાણ
આ યોજના દરે ક વ્યક્તિગત વણકર વ્યક્તિને રૂ. ૨૧,૬૨૨/- ની નવી હાથસાળ આપવાની જોગવાઈ
ધરાવે છે જમ
ે ાં વણકરનો ફાળો ૩૫ % અને સરકારની સહાય ૬૫ % છે.
૧૩) નવા ચરખા/સાળ યોજના
પાત્રતા
ખાદી/પોલીવસ્ત્રો માટે પ્રમાણપત્ર ધરાવતી નોંધાયેલી સંસ્થાઓના ખાદી કાંતનારાઓ અને ખાદી
વણકરોને આ યોજના હે ઠળ લાભ મળશે.
સુધારા
આ યોજના તા: ૦૨/૦૮/૨૦૧૪ના રોજ સુધારવામાં આવેલ છે.
સહાયનુ પ્રમાણ
આ યોજના હે ઠળ ખાદી કાંતનારાઓ ને અંબર ચરખાની મહત્તમ કિંમત રૂ. ૧૩,૦૦૦/- ના ખર્ચ માટે
અને ખાદી વણકરોને સાળની મહત્તમ કિંમત રૂ. ૩૦,૦૦૦/- ના ખર્ચ માટે ૬૫% નાણાકીય સહાય
આપવામાં આવે છે. 29
૧૪) માનવ કલ્યાણ યોજના
ઉદ્દે શ
આર્થિક રીતે પછાત વર્ગોના લોકોને પૂરતી આવક અને સ્વરોજગાર ઉભા કરવા માટે તેઓના
ધંધા-સ્વરોજગારને અનુરૂપ ટુ લકીટ આપવામાં આવે છે.
યોજનાની શરૂઆત અને સુધારા
આ યોજનાનો તા: ૧૧/૦૯/૧૯૯૫ના રોજથી અમલ કરવામાં આવેલ છે.
પાત્રતા
વયમર્યાદા ઉંમર ૧૬થી ૬૦ વર્ષની વચ્ચે
પ્રકાર ફે રિયાઓ, શાકભાજીના વેપારીઓ, સુથારીકામ વગેરે જવે ી જુ દી જુ દી ૭૯
પ્રવૃત્તિઓમાં રોકાયેલી વ્યક્તિઓ
કુ ટુ ંબની આવક   ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓએ તેમના નામ ગ્રામીણ વિકાસ વિભાગના
બીપીએલ યાદીમાં નોંધાયેલા હોવા જોઈએ. ગ્રામીણ વિસ્તારના
લાભાર્થીઓએ આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું નથી.
  આ લાભાર્થીઓની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારોમાં રૂ. ૪૭,૦૦૦ અને
શહે રી વિસ્તારોમાં રૂ. ૬૮,૦૦૦ સુધીની હોવી જોઈએ. તેઓએ મામલતદાર
અથવા નગરપાલિકાના ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકાના સક્ષમ
અધિકારીનું આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનુ રહે શે.
અન્ય હાલના એકમોનું વિસ્તરણ અથવા નવીનીકરણ પાત્રતા ધરાવશે નહીં.
સહાયનુ પ્રમાણ
રૂ. ૫,૦૦૦ સુધીની સ્વરોજગાર ટુ લકીટ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.
૧૫) ઈલેક્ટ્રિક ચાકડો અને પગ મિલ
ઉદ્દે શ
માટીકામના કારીગરને ઈલેક્ટ્રિ ક ચાકડો અને પગ મિલ પૂરાં પાડવાં
સહાયનુ પ્રમાણ
ઈલેક્ટ્રિ ક ચાકડો (યુનિટ કોસ્ટ રૂ. ૪,૨૫૦/-)અને પગ મિલ (યુનિટ કોસ્ટ રૂ. ૨૧,૫૦૦/-) ૫૦%
સહાયના ધોરણે આપવામાં આવે છે.
૧૬) માટીકામ કારીગરોના જૂ થને અદ્યતન ટે કનોલોજી (ઊર્જા કાર્યક્ષમ ભઠ્ઠી) પૂરી પાડવી
ઉદ્દે શ
માટીકામના કારીગરોની બહે તર ઉત્પાદકતા, સુધારે લી ગુણવત્તા અને ઘટાડેલા આરોગ્ય જોખમો માટે
અદ્યતન પ્રૌદ્યોગિકી અને સાધનસામગ્રી પૂરી પાડવી
પાત્રતા
30 માટીકામ અને કું ભારોના નોંધાયેલા કારીગરોનાં જૂ થ આ યોજના માટે પાત્રતા ધરાવશે.
સુધારા
આ યોજના, નાના લાભાર્થી જૂ થોને આ યોજનાની સહાય ઉપલબ્ધ કરાવવા તા: ૩૦/૦૭/૨૦૧૪ના રોજ
છૂ ટછાટ દાખલ કરીને સુધારવામાં આવી છે .
સહાયનુ પ્રમાણ
ભઠ્ઠી (યુનિટ કોસ્ટ રૂ. ૮૩,૦૦૦/-) વિકસાવવા માટે ૧૦૦% નાણાકીય સહાય આપવામાં આવે છે.
૧૭) વિશેષ કાંતણ, વણકરી અને વણાટ સહાય
ઉદ્દે શ
રાજ્ય સરકાર કાંતનારાઓ અને વણકરોને કેન્દ્ર સરકારની સહાય ઉપરાંત નાણાકીય સહાય આપે છે.
પાત્રતા
ખાદી કાંતનારા અને વણકરોને સૂતર કાંતવા અને ખાદી વણવા માટે ઉત્પાદન પ્રોત્સાહન આપવામાં
આવે છે.
સુધારા
રાજ્ય સરકારે કારીગરો/વણકરોને આપવાની નોંધપાત્ર રીતે વધારે લી સહાય સાથે આ યોજના
તા: ૦૪/૦૮/૨૦૧૫ના રોજ સુધારવામાં આવી છે.
સહાયનુ પ્રમાણ
કાંતનારાઓ સામાન્ય અને અનુ.જાતિ. માટે આંટી દીઠ વધારાના રૂ. ૧
મહિલાઓ અને અનુ.જન. જાતિ માટે આંટી દીઠ વધારાના રૂ. ૧.૫૦
વણકરો સામાન્ય અને અનુ.જાતિ. માટે વધારાના રૂ. ૩ ચો.મી. દીઠ
અનુ.જન. જાતિ માટે વધારાના રૂ. ૪ ચો.મી. દીઠ
વણાટ સાધનઓજાર સહાય રૂ. ૧ ચો.મી દીઠ
જ) અન્ય
૧૮) કારીગર ઓળખપત્ર આપવા
ઉદ્દે શ
રાજ્યમાં રહે લા દરે ક કારીગરને ઓળખપત્ર આપીને સરકારી યોજનાઓમાં લાભાર્થીઓની સંખ્યા મહત્તમ
કરવી.
સહાય
ઓળખપત્ર ધરાવતા કારીગરો જ ે કક્ષા હે ઠળ તેમની નોંધણી કરવામાં આવી હોય તેવી કક્ષા અનુસારની,
સંબંધિત રાજ્ય સરકારની યોજનાઓ માટે પાત્રતા ધરાવશે.
૧૯) મિલ ગેટ પ્રાઇઝ યોજના
ઉદ્દે શ
હાથસાળ વણકરોને વાજબી ભાવે પ્રથમ કક્ષાની ગુણવત્તા ધરાવતું યાર્ન પૂરું પાડવું 31
પાત્રતા
હાથસાળ સહકારી મંડળીઓ, હાથસાળ બિનસરકારી સંસ્થાઓ, હાથસાળ વિકાસ કેન્દ્રો આ યોજના
માટે પાત્રતા ધરાવશે.
સહાયનુ પ્રમાણ
રાજ્ય સરકાર હાથસાળ કારીગરોને રાષ્ટ્ રીય હાથસાળ વિકાસ નિગમ (NHDC) ના ડેપોમાંથી ગુણવત્તાયુક્ત
યાર્નની ખરીદી કરવા માટે મદદરૂપ થઇને મિલ ગેટ કિંમતના ૧૦ % સહાય આપવામાં આવે છે.
 
આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણા વિભાગની તા.૧૦/૦૨/૨૦૧૬ની નોંધથી મળેલ
અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.
ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીના હુ કમથી અને તેના નામે
સહી/-
(એ. બી. મુનિ)
નાયબ સચિવ
ઉદ્યોગ અને ખાણ વિભાગ
પ્રતિ,
૧. *નામદાર રાજ્યપાલશ્રીના અગ્રસચિવશ્રી, રાજભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
૨. માનનીય મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી, મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય, સચિવાલય, ગાંધીનગર.
૩. માનનીય મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી, મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય, સચિવાલય, ગાંધીનગર.
૪. માનનીય મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી, મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય, સચિવાલય, ગાંધીનગર.
૫. માનનીય મંત્રીશ્રીઓ (તમામ), સચિવાલય, ગાંધીનગર.
૬. માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ (તમામ), સચિવાલય, ગાંધીનગર.
૭. *વિરોધપક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.
૮. માનનીય સંસદીય સચિવશ્રીઓના અંગત સચિવશ્રીઓ, સચિવાલય, ગાંધીનગર.
૯. માનનીય મુખ્ય સચિવશ્રીના નાયબ સચિવશ્રી, સચિવાલય, ગાંધીનગર.
૧૦. સચિવાલયના સર્વે વિભાગો, ગાંધીનગર.
૧૧. કમિશ્નરશ્રી, કુ ટિર અને ગ્રામોધોગ, ઉધોગ ભવન, ગાંધીનગર.
૧૨. ઉદ્યોગ કમિશ્નરશ્રી, ઉધોગ ભવન, ગાંધીનગર.
૧૩. મેનેજીંગ ડીરે કટરશ્રી, ગુજરાત રાજ્ય હાથસાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી., મહાત્મા મંદિર પાસે, સેક્ટર-૧૩, ગાંધીનગર.
૧૪. મેનેજીંગ ડીરે કટરશ્રી, ગુજરાત ગ્રામોધોગ બજાર નિગમ લી., ઉધોગ ભવન, ગાંધીનગર.
૧૫. કાર્યવાહક નિયામકશ્રી, ઇન્ડેક્ષ્ટ-સી, ઉધોગ ભવન, ગાંધીનગર.
૧૬. નિયામકશ્રી, ગુજરાત માટેકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થાન, સેક્ટર-૧૨, ગાંધીનગર.
૧૭. માહિતી કમિશનરશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર (અખબારી યાદી પ્રસિધ્ધ કરવા વિનંતી સહ).
૧૮. સર્વે કલેક્ટરશ્રીઓ.
૧૯. * એકાઉન્ટન્ટ જનરલશ્રી (એ એન્ડ ઇ) ગુજરાત, પોસ્ટ બોક્ષ નં.૨૨૦૧, રાજકોટ.
૨૦. * એકાઉન્ટન્ટ જનરલશ્રી (એ એન્ડ ઇ) ગુજરાત, અમદાવાદ શાખા, નવરંગપુરા, અમદાવાદ.
૨૧. * એકાઉન્ટન્ટ જનરલશ્રી (ઓડીટ-૧) ગુજરાત, એમ.એસ. બિલ્ડીંગ, લાલદરવાજા, અમદાવાદ.
૨૨. નિયામકશ્રી, હિસાબી અને તિજોરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર.
૨૩. પગાર અને હિસાબી કચેરી, અમદાવાદ/ગાંધીનગર.
૨૪. નિવાસી ઓડીટ અધિકારીશ્રી, અમદાવાદ/ગાંધીનગર.
૨૫. જિલ્લા તિજોરી કચેરી, ગાંધીનગર.
૨૬. સીસ્ટમ મેનેજરશ્રી, ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર (વિભાગની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવા વિનંતી સહ).
૨૭. સીલેક્ટ ફાઈલ
*પત્ર દ્વારા
નોંધ ઃ ૧. Cottage and Rural Industries Policy 2016 નો ગુજરાતી અનુવાદ ફક્ત જાણકારી માટે છે. મૂળ અંગ્રેજી ઠરાવ આધારભૂત ગણવામાં આવશે.
32 ૨. Cottage and Rural Industries Policy 2016 માં જે પ્રવર્તમાન યોજનાઓની માહીતી રજૂ કરે લ છે તેમાં જે તે યોજનાના મુળભુત ઠરાવ આધારભુત ગણવાના રહે શે.

You might also like