Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 25

વચનના પ્રદે શ

ુ ીનો
સધ
મનોહર માર્ગ
(નનર્ગ મન ૧૩:૧૭-૨૨)
આપણે સમય બચાવનારા યંત્રોથી ધેરાઈ ગયેલા છીએ.
આપણા ફોનમાં આખી દુનનયાના તાજા સમાચાર એ જ ક્ષણે મળી
જતા હોય છે . આપણી આંગળીઓના ટે રવે માહહતીનો ભરમાર મળી
રહે છે . આઇફોનમાં જેવું આપણે પ ૂછીએ, “હેય, સીરી, પેરીસની
વસનત કેટલી છે ?” અને તે તરત જ આપણને જણાવી દે શે. સો
વર્ષોથી થોડાક વધારે સમય પહેલાં, હડસન ટેયલરને બ્રિટનથી
ચીન સુધી યાત્રા કરવામાં ચાર મહહના લાગી જતા અને એટલો જ
સમય તેઓએ બ્રિટનમાં પત્ર મોકલવામાં લાગતો. હવે તો આપણે
દુનનયાના કોઈપણ છે ડે હોય એવા આપણા પહરજનોને
પલભરવારમાં સંદેશો મોકલી શકીએ છીએ અને એ ઉપરાંત, તેઓ
શું કરી રહ્યા છે તે પણ જાણી શકીએ છીએ.
તેથી, ઈશ્વર પણ આ રીતે જ કામ કરે એવું આપણે ધારીએ છીએ.
સમયના વ્યવસ્થાપન નવર્ષય પરના પુસ્તકોમાં એવી બાબતો
લખેલી હોય છે કે , વસ્ત ુઓને કેવી રીતે સારી રીતે આયોજજત કરવી
ૂ ુ ં છે , તેથી આપણે ઈચ્છીશું કે, ઈશ્વર બાબતોને
જોઈએ. જીવન ટંક
બને તેટલી ઝડપથી અને બને તેટલી અસરકારકતા સાથે પ ૂરી કરે .
તેઓ ધીમા પડી ગયા હોય કે પોતાના હેત ુને પ ૂરો કરવામાં
અસરકારક ન રહ્યા હોય તેવ ું નવચારવું પણ અકલ્પ્ય છે !
અવશ્ય, તેમના અનંતકાબ્રળક દ્રષ્ટટકોણ પરથી, ઈશ્વર બ્રબન-કાયયક્ષમ
કે ધીમા નથી. તેઓ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે અને તેઓ
પોતાનો હેત ુ સમયની સ ૂબ્રચમાં પ ૂરો કરીને રહે છે (યશાયા ૪૬:૧૦).
પણ, આપણા સમય-પાબંનધત દ્રષ્ટટકોણ પરથી, ઈશ્વરની કાયયપદ્ધનત
ઘણીવાર અનતશય નકામી, અપ ૂરતી અને ધીમી માલ ૂમ પડે છે .
પ્રભુને અને તેમના હેત ુને નવશ્વાસું રહેવા માટે આપણને આપણામાં
બાબતોને જોવાનો જે આધુનનક દ્રષ્ટટકોણ છે તેનાથી છુટકારો મેળવી
લેવો પડશે અને ઈશ્વર કેવી રીતે કામ કરે છે તે સમજવું પડશે.
આપણે તેમના માગય નવશે જાણવું પડશે, કે જે આપણા માગય નથી
(યશાયા ૫૫:૮-૯).
આ અગત્યનું છે કેમ કે, ઘણા બ્રિસ્તી નવશ્વાસીઓ દાવો કરે છે કે,
ઈશ્વર તેઓને તરત જ તંદુરસ્ત, સમ ૃદ્ધ અને આજત્મક રીતે નવજેતા
જોઈ લેવા માંગે છે . તેઓ માંદગી, પીડા, યાતના કે ગરીબી તો
પ્રભુના હાથમાંથી આવે જ નહી એવો અંધશ્રદ્ધાળં નકાર કરતાં રહે
છે . જો તમે બીમાર છો તો તેઓ કહેશે, તમારે એવું માનવું જ નહી-
એ તો નકારાત્મક કબ ૂલાત છે . એના બદલે, તમારે તો પોતાના
સાજાપણાનો નવશ્વાસ સાથે દાવો કરવો! જો તમે ગરીબ છો તો
તમારે નવશ્વાસથી મહેલમાં રહેતા હોવાની કલ્પપના કરવાની અને તેવ ું
થઇ જશે! જો તમે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા છો, તો એ ઈશ્વરની
ઈચ્છા સહેજેય નથી! આત્મામાં જન ૂનથી આવો કે અન્ય ભાર્ષાઓ
બોલો, અને તમે તરત જ આજત્મક નવજય પામી લેશો! અને, એ
બધી વાતવાતમાં, તમે ટી.વી.માં આવી રહેલા પ્રચારકને એક સારો,
પૈસાથી ભરે લો ચેક લખીને મોકલી દે શો તો તે તમને નવશેર્ષ
પ્રાથયનાનું લ ૂગડું મોકલશે કે જેથી, તમે તમારી પ્રાથયનાઓનો
ચમત્કાહરક ઉત્તર મેળવવા માટે તે લ ૂગડાનો ઉપયોગ કરી શકો.
આવું જૂઠું નશક્ષણ દે હને સારંુ લાગે છે . તાત્કાબ્રલક સફળતા અને કઠીન
સમસ્યાઓમાંથી તાત્કાબ્રલક ઉકેલો કોણ નહી ચાહે? તાત્કાબ્રલક
આજત્મક નવજય કે હવે પછીના પચાસ વર્ષય પછીની ધીમો કઠીન
સંઘર્ષય, આમ બે પસંદગી તમારી આગળ મુકવામાં આવી હોય તો,
તમારામાંથી કોઈ એવું નહી હોય કે જે તાત્કાબ્રલક વાળા માગયને
પસંદ નહી કરે !
સરસ, પણ ઈશ્વર એવું નથી ઇચ્છતા! નમસરમાંથી તેમણે પોતાના
લોકોને ચારસો વર્ષયની ગુલામીમાંથી છોડાવેલા, જેમાંની
મોટાભાગની ગુલામી તો ભયંકર રીતે વ્યનતત થયેલી. ઈિાહીમને
આપેલા પોતાના વચનમાં તેમણે જે કહ્ું હત ું તે જ સમયમાં તેમણે
બરોબર જ તેઓને છોડાવેલા (ઉત્પનત્ત ૧૫:૧૩-૧૪), પણ એનો અથય
એ હતો કે, ઇઝરાયેલની ઘણીયે પેઢીઓ ઈશ્વરને પોતાના છુટકારા
માટે રડતી રડતી જીવી અને મરી હતી, પણ ત્યારે તેમણે કોઈ જ
પ્રકારની નનશાની આ્યા વગર તેઓની પ્રાથયનાઓ જાણે સાંભળી
જ નહોતી.
હવે, પ્રભુની યોજના ઇઝરાયેલને વચનના પ્રદે શમાં દોરવી લઇ
જવાની હતી. મ ૂસાએ નકશો લીધો, અને તેમાં તેણે નમસરથી
ૂ ો રસ્તો ખોળવાની કોનશશ કરી હશે,
પબ્રલસ્તીઓના દે શનો સૌથી ટંક
જેમાં કોઈ નદી કે કોઈ સમુદ્ર ઓળંગવો ન પડે અને ઉત્તરમાં સીધા
જ ગાઝાથી વચનનાં પ્રદે શમાં પહોંચી જવાય. પણ એ રીતે જવાને
બદલે, ઈશ્વરે પોતાના લોકોને અરણ્યમાંથી લાલ સમુદ્ર એમ ગોળ
ગોળ ફેરવીને (સ ૂફ સમુદ્રના માગે, નનગયમન ૧૩:૧૭-૧૮). એવું
કરવાનું તેમની પાસે પોતાનાં કારણ હતાં (નનગયમન ૧૩:૧૭):
“રખેને યુદ્ધ જોઈને લોકો પસ્તાય, ને નમસરમાં પાછા જાય.” નવડંબના
એવી હતી કે તેના લોકોએ થોડા સમયમાં જ યુદ્ધમાં જોડાવાનું હત ું
(નનગયમન ૧૭:૮-૧૩). પણ ઈશ્વર શરૂઆતમાં તે જાણતા હતા કે,
તેઓ તૈયાર નહોતા, જેથી તેમણે તેઓને ઘણાખરા અંશે સરકીટ
જેવો કહી શકાય તેવા માગે દોરવ્યા કે જેથી તેઓ, “વચનના પ્રદે શ
સુધીનો મનોહર માગય” દે ખ.ે નસનાઈ દ્વીપકલ્પપ કદાચ તમે નહી ગયા
હોવ, પણ તેઓના ફોટો જયારે તમે જોશો તો તમને ત્યાં જરાય
જવાની ઈચ્છા થશે નહી! પણ એ તો પોતાના લોકો માટે પ્રભુનો
રસ્તો હતો. આપણા માટે જે પાઠ છે તે:
આપણી સાથે વ્યવહાર કરવા માટે ઈશ્વર “મનોહર માગય” માંથી
આપણને લઇ જાય છે , કારણ કે તેમનો હેત ુ તો આપણને તેમના
પર ભરોશો મુકવાનો અને તેમને મહહમા દે તા કરવાનો છે .
પહેલાં આપણે ઈશ્વરના રસ્તા નવશે જોઈશું અને પછી તેમના હેત ુને
જોઈશુ.ં
૧. આપણી સાથે વ્યવહાર કરવાનો ઈશ્વરનો રસ્તો તો “મનોહર
માર્ગ ” માાં થઈને જાય છે .
દબ્રક્ષણ કેલીફોનનિયામાં ખાડી નવસ્તાર આવેલો છે , અને હાઈવે ૧
પરથી સમુદ્ર સુધીનો મનોહર માગય તમે લઇ શકો છો. ત્યાં
પહોંચવાનો સૌથી ઝડપી રસ્તો તો ઇન્ટરસ્ટે ટ ફાઈવ છે કે જે, આખા
રાજ્યના મધ્યમાં થઈને પસાર થાય છે . પણ એ રસ્તો ગરમ અને
કંટાળાજનક છે , જેથી તમે આ મનોહર માગયને પસંદ કરી શકો છો.
પણ આ મનોહર માગય નવશેની ચાર વાતો એવી છે કે જે ઈશ્વરના
“મનોહર માગય” સાથે સાચી સાબ્રબત થાય છે :
અ. મનોહર માર્ગ હાંમેશા વધારે સમય લે છે .
હાઈવે ૧ પરથી ખાડી સુધી પહોંચવા ઘણો સમય લાગે છે , તે
હાઈવેમાં બે-લેન ધરાવતો રસ્તો છે અને તેઓમાં ઘણા વળાંક આવે
છે . ઇઝરાયેલના હકસ્સામાં, નમસરથી કનાન સુધી સીધા જ
પહોંચવામાં કદાચ બે અઠવાહડયાથી પણ ઓછો સમય લાગ્યો હોત,
પણ ઈશ્વરનો અરણ્યમાં થઈને “મનોહર માગય” તેમને ચાળીસ વર્ષય
પછી વચનના પ્રદે શમાં લઇ ગયો!
બાઈબલ સ્પટટ કરે છે કે, ઈશ્વર કંઈ મોટી ઉતાવળમાં દે ખાઈ રહ્યા
નથી જેવી આપણને છે . તે પોતાનો સમય લે છે . ઉદાહરણ તરીકે ,
ઈશ્વરે ઈિાહહમને જયારે તે પંચોત્તેર વર્ષયનો હતો ત્યારે તેડયો હતો
અને તેને વચન આ્યું હત ું કે તેઓ તેમને એક પુત્ર આપશે. પણ
ું ી થઇ ત્યાં સુધી
ઈિાહીમ સો વર્ષોનો થયો અને તેની પત્ની નેવન
તે દીકરો તેના ઘેર અવતયો જ નહી. ત્યાં તો, બાળકને જન્મ
આપવાના તેઓના વર્ષો પણ વીતી જવા પામેલા. એ વાત યાદ
રાખજો કે, ઈશ્વરનું ઈિાહહમને વચન તો તેનાથી એક મહાન
દે શજાનત ઉત્પન્ન કરવાનું હત ું (ઉત્પનત્ત ૧૨:૨). પણ ઈશ્વરે કેવળ
તેને એક દીકરો આ્યો જેનાથી તેઓ પોતે આપેલ ું વચન પ ૂરંુ
કરવાના હતા.
સારંુ તો પછી, ઈિાહહમના દીકરા ઇસહાકને મોટું કુટુંબ થયું જ હશે,
ખરંુ ને? ના, સાચી વાત તો એ છે કે, ઇસહાકની પત્ની રીબેકા તો
વાંઝણી હતી (ઉત્પનત્ત ૨૫:૨૧). ઇસહાકે પ્રાથયના કરી એ બાદ,
પ્રભુએ તેઓને બે દીકરાઓ આ્યા, એસાવ અને યાકૂબ. પણ ઈશ્વરે
તો એસાવનો નકાર કયો અને યાકૂબને પસંદ કયો. યાકૂબે તો
પોતાના બાપને છે તયો હતો અને કપટથી પોતાના જન્મના
વારસાને તાબે કરી લીધો હતો અને જેના લીધે તેણે વચનના
પ્રદે શમાંથી ભાગી જવું પડવાનું હત ું કેમ કે, તેનો ભાઈ તેને મારી
નાખવા માંગતો હતો. ત્યાં તેણે પોતાના મામા લાબાનને ત્યાં સીત્તેર
વર્ષો સુધી કામ કયુ,ું જેથી કરીને તે લાબાનની દીકરી રાહેલને
પોતાની પત્ની બનાવી શકે, પણ એવું કરવામાં ને કરવામાં તેણે
બીજા સાત વર્ષય વધુ ત્યાં કામ કરવાનું આવ્યુ.ં
આખરે , તે વચનના પ્રદે શમાં પાછો ફયો, પણ ત્યાં તેણે મુસીબતોનો
સામનો કરવો પડયો. તેના દસ જ્યેટઠ દીકરાઓએ પોતાના ભાઈ
ય ૂસ ૂફને નમસરમાં ગુલામ તરીકે વેચી માયો. એ ય ૂસ ૂફે પોતાના વીસ
વર્ષયની જુવાનીનો ભાગ નમસર દે શની જેલમાં નવતાવ્યો અને ત્યાં
ઈશ્વરે તેને ચમત્કાહરક રીતે ઉન્નત કયો અને ફારૂન રાજાથી બીજા
નંબરના હોદ્દા પર તે દે શમાં લાવીને મ ૂકી દીધો.
છે વટે , ઈશ્વરે યાકૂબ અને તેના દીકરાઓ તથા તેના કુટુંબોને
નમસરમાં મોકલ્પયા, જ્યાં આપણે તેઓને મ ૂસાની વાત શરૂં થઇ એના
ચારસો વર્ષય પહેલાં જોઈએ છીએ. ખરે ખર તો ઈિાહહમને ઈશ્વરનું
કનાન દે શ આપવાનું અને તેનાથી એક મોટી દે શજાનત ઉત્પન્ન થશે
એવું વચન પ ૂણય થાય એ નવશેનો આ કોઈ ફાસ્ટ ટ્રે ક નહોતો!
જેમ આપણે વાંચ્યું હશે કે, ઇઝરાયેલને નમસરની ગુલામીમાંથી
ૂ ો રસ્તો નહોતો. “મ ૂસાને નમસરીઓની સવય
છોડાવનાર રસ્તો કંઈ ટંક
નવદ્યા શીખવવામાં આવી હતી. તે બોલવા ચાલવામાં બાહોશ, તથા
કામ કરવામાં પરાક્રમી હતો.” (પ્રેરીતોના કૃત્યો ૭:૨૨). તે જવા માટે
બ્રબલકુલ તૈયાર દે ખાઈ રહ્યો હતો. પણ જયારે ઈશ્વરના પસંદ કરે લા
લોકોને બચાવવા માટે તે ચાળીશ વર્ષોનો થયો ત્યારે તે ખરાબ
રીતે નનટફળ ગયો, અને પોતાનું જીવન બચાવવા નાસી ગયો, અને
એ બાદના ચાળીશ વર્ષય તેણે અરણ્યમાં નવતાવ્યા. એ દરનમયાન,
પેલા પ્રભુના લોકો તો ગુલામીમાં દુુઃખી જ થતા ગયા.
આવું જ તમે દાઉદના જીવનમાં જોઈ શકો છો. તે પોતાની
હકશોરાવસ્થામાં જ રાજા તરીકે અબ્રભર્ષેક પામેલો, પણ તેણે પોતાના
વીસ વર્ષય ગાંડા થયેલા શાઉલ રાજાના ડરથી નાસવામાં નવતાવેલા.
છે વટે તે ત્રીસ વર્ષયનો થયો ત્યારે રાજા બની શક્યો.
બાબ્રબલોનમાં પ્રભુના લોકોનો નસત્તેર વર્ષોનો દે શનનકાલ અને તેઓનું
ફરીથી પોતાના વતનમાં પાછા ફરવું તે ચારસો વર્ષોનો લાંબો ગાળો
હતો, જે દરનમયાન તેઓને ઈશ્વર તરફથી એક શબ્દ પણ પ્રા્ત
થયો નહોતો. ઈશ્વરની ચુ્પીના તે ચારસો વર્ષય વીતી ગયા હતા!
છે વટે , યોહાન બાપ્્તસ્મી દ્રશ્યમાં દે ખાય છે , કે જે મસીહાના
આગમનની ઘોર્ષણા કરી રહ્યો હોય છે . ચોક્કસ, પ્રભુ ઇસુ, જેઓ
પાપરહહત હતા, તેઓ ચાહત તો વીસ વર્ષયની ઉંમરે પણ પોતાની
સેવા શરૂ કરી શકત! પણ ના, તેમણે પોતાની જાહેર સેવાની
શરૂઆત કરી ત્યારે તેઓ ત્રીસ વર્ષયના થયા હતા (લ ૂક ૩:૨૩). અને
પછી તેઓને વધસ્થંભ પર મારી નાખવામાં આવ્યા તેમાં ત્રણ જ
વર્ષય લાગેલા.
આવી જ બાબત તમે પ્રેરીત પાઉલ નવશે પણ જોઈ શકો છો. તે
પોતાની ત્રીસ વર્ષયની ઉંમરે જ બદલાણ પામી ગયો હતો, પણ પછી
તેણે બે કે ત્રણ વર્ષય અરબસ્તાનમાં નવતાવેલા (ગલાતીઓને પત્ર
૧:૧૭-૧૮) અને અંત્યોખમાંના ચચયમાં તેણે પોતાની સેવાની
શરૂઆત કરી અને શીખવવાનું શરૂ કયુું એ પહેલાં એને બીજા છ થી
આઠ વર્ષય તાસયસમાં નવતાવેલા. પછીથી, જયારે પાઉલ દે ખીતી રીતે
જ, પોતાના નમશનરી કામો દ્વારા સુવાતાય નવશેની મહત્તમ અસર
ઉપજાવી શક્યો હોત ત્યારે , ઈશ્વરે તેને કૈ સરીયામાં બે વર્ષય માટે
જેલમાં ભરાઈ રહેવા છોડી દીધો કેમ કે, ત્યાં એક લોબ્રભયો ગવયનર
હતો કે જે પાઉલ પાસેથી લાંચ લેવાની આશા રાખીને બેઠેલો હતો
(પ્રેરીતોના કૃત્યો ૨૪:૨૬-૨૭). પછી, છોડી નાખવાના બદલે, તેને
રોમમાં સ્થળાંતહરત કરી દે વામાં આવ્યો, જ્યાં તેણે થોડો વધુ સમય
જેલમાં ભરાઈ રહીને નવતાવ્યો.
અને જો તમે ચચય કે નમશનરી જીવનચહરત્રો નવશેના ઇનતહાસમાંન ું
થોડુક
ં કશુક પણ વાંચેલ ું છે તો, તમે જાણતા હશો કે સુવાતાય નો
પ્રસાર કંઈ ઝડપથી નથી થયો. પહેલી શતાબ્દીમાં ઈશ્વરે કોઈક
સમય વ્યવસ્થાપન કરનાર એક્સપટય ને સેવામાં તેડયો હોત તો પણ,
તેમના મહાન આદે શને પ ૂરો થવામાં આ મનોહર માગય જ ઘણો
લાંબો સમય લેવાનો હતો!
બ. મનોહર માર્ગ કાં ઈ તયાાં પહોંચવાનો સૌથી અસરકારક રસ્તો તો
નથી જ.
આપણને મનોહર માગય હરે ક વખતે સારો દે ખાતો નથી. શા માટે
ઈશ્વરે ઈિાહહમ જયારે પચ્ચીસનો થયો ત્યારે જ તેને વહેલો પસંદ
ન કરી લીધો? અને શા માટે ઈશ્વરે તેને જયારે તે ત્રીસનો થયો
ત્યારે જ ઇસહાકને દીકરા તરીકે આપી ન દીધો? તે બધા “વ્યથય”
ગયેલા વર્ષો નવશે નવચારી જુઓ! શા માટે ય ૂસ ૂફને નમસરની
કાળકોઠરીમાં એ બધા વર્ષો માટે પ ૂરી રાખવામાં આવ્યો? ચોક્કસ
જ, મુખ્ય પાત્રવાહક ફારૂન રાજાને ઘણું પહેલાં ય ૂસ ૂફ નવશે જણાવી
શક્યો હોત, પણ તે પાત્રવાહક ભ ૂલી ગયો હતો (ઉત્પનત્ત ૪૦:૨૩).
અને ઈશ્વર પણ બે અઠવાહડયામાં જ કે બે મહહનામાં જ ફારૂનને
સ્વ્ન દે ખાડીને ય ૂસ ૂફની હરહાઈ જેવું કરી શક્યા હોત. પણ જેવું
આપણે વાંચ્યું છે તેમ, (ઉત્પનત્ત ૪૧:૧), “અને બે વર્ષય પછી એમ
થયું કે ફારુનને સ્વ્ન આવ્યુ.ં ..”
શા માટે મ ૂસાને અરણ્યમાં ચાળીશ વર્ષો સુધી ભટકવા છોડી દે વાયો
હતો, જયારે ત્યાં એ બધા વર્ષો દરનમયાન ઈઝરાયેલીઓ તો
નમસરના સખ્તાઈથી કામ લેનારા ઘાતકી શાસકના જોરજુલમ હેઠળ
ઇંટો બનાવવાનું કામ કરતાં જ રહેલા? શું થોડાક જ વર્ષોની તાબ્રલમ
તેઓ માટે પયાય ્ત નહોતી? પછી, એ બાદ શા માટે ઈઝરાયેલીઓને
સીધા જ વચનના પ્રદે શમાં લઇ જઈને તેઓના ચાળીશ વર્ષય બચાવી
ન લેવાયા? ઈશ્વરે તો કનાનીઓ પર મરણદાયક મરકીઓ મોકલી
દીધી શકી હોત અને ઇઝરાયેલને તે પ્રદે શ જીતવાની કઠીન
કામગીરીમાંથી મુક્ત કરી લીધા હોત.
નવશ્વાસ વગરના રાજા શાઉલને શા માટે થઈને એટલો બધો સહન
કરવામાં આવેલો અને જે માણસ ઈશ્વરના હૃદયથી ચાલતો હતો
તેને ઘણું વહેલાં સામર્થયય આપી દે વાયેલ,ું કેમ? બંદીવાસથી
ઈઝરાયેલીઓ પાછા ફયાય એના તરત જ પછી, શા માટે થઈને
મસીહા અને તેના અનુગામીને મોકલી દે વાયા નહોતા? પ્રભુ ઈસુએ
પોતાની સેવા વીસ વર્ષયની ઉંમરે જ કેમ શરૂ નહોતી કરી દીધી અને
તેઓ છાસઠના થાય ત્યાં સુધી તે સેવા કેમ ન ચાલુ રહી? જરી
નવચાર કરી જુઓ કે તેમણે કેટલું બધું પ ૂરંુ કરી નાખ્યું હોત! પેલા
ુ માંથી પાઉલ કેમ છૂટી નહોતો શક્યો,
ભ્રટટ રોમન અનધકારીની ચંગલ
જેથી કરીને તે પોતાની ઈચ્છા પ્રમાણે સ્પેન જઈને સુવાતાય આપી
શકતો? આપણા દ્રષ્ટટકોણ પ્રમાણે, મનોહર માગય તો સહેજેય
અસરકારક દે ખાતો નથી!
ક. મનોહર માર્ગ તો સૌથી નવકટ માર્ગ છે .
કેટલીકવાર, હાઈવે ૧ માં ગાડી હંકારવાનું ચાલુ રાખીએ ત્યારે તે
માગયમાં કાદવ જમા થયેલો અને આખા રસ્તાને કાદવવાળો કરી
દીધેલો જોવા મળે છે . તાજેતરમાં જ એવા સમાચાર હતા કે , તે
માગય તો ઘણો બધો કાદવ ભરાઈ જવાને કારણે પ ૂરે પ ૂરો બંધ જ
કરી દે વામાં આવેલો. પણ તે ખુલ્પલો હતો છતાંય, ત્યાં પેલા બધા
જોખમી વળાંકો છે ! પછી માયુની
ં વાત કરીએ તો, ત્યાં હાના સુધીનો
સૌથી મનોહર રસ્તો છે . ત્યાં ક્યાંક લખેલ ું છે કે, “હાના સુધીનો રસ્તો:
ડાબે વળો, જમણે વળો અને પછી છસ્સોને વીસ વખત એવું ફરી
ફરીને કરો!” એ કંઈ અનતશયોક્ક્તયુક્ત લખાણ નથી! એ ઉપરાંત,
ત્યાં ૫૯ જેટલા એક તરફી પ ૂલ બનાવેલા છે જે ૮૪ હક.મી. જેટલું
અંતર આવરી લે છે ! તેને તો “છૂટાછે ડાનો હાઈવે” નામ દે વામાં
આવેલ ું છે , કારણ કે, ત્યાં ગાડી હાંકવામાં જેટલો તણાવ હોય તે
બધો તમારા લગ્ન પર પણ આવી શકે છે ! પણ બધા જ માની જશે
કે માયુન
ં ો તે રસ્તો સૌથી મનોહર રસ્તો છે .
જેવું આપણે જોયું તેમ, ઈશ્વરનો મનોહર રસ્તો ખરે ખર તો સરળમાં
સરળ રસ્તો નહોતો જેથી કરીને વચનના પ્રદે શમાં પહોંચી શકાત.ું
જો ઈશ્વર ઈિાહહમને દીકરો આપવાનું વચન આ્યું તેના છ જ
મહહના બાદ સારાએ બ ૂમ પાડી હોત કે તેને ગભય રહેલો છે તો તે
બહુ જ ઘણું સરળ રહ્ું હોત. જો યાકૂબે લોબાનને કહી દીધું હોત કે,
“હુ ં રાહેલ માટે સાત વર્ષય જ કામ કરીશ,” અને લોબાને જવાબ દીધો
હોત કે, “સાત વર્ષય પ ૂરતાં છે .” તો એ ઘણું સરળ રહ્ું હોત. જો
ય ૂસ ૂફને પોટીફારની પત્નીના મોહક પ્રયત્નોને ના પાડી દીધાના
તરત બાદ જ, નમસરની કાળકોઠરીમાં વર્ષો સુધી નાખી દે વાના
બદલે, તેને તે પ્રદે શમાં બીજા નંબરનો પેલો હોદ્દો આપી દે વામાં
આવ્યો હોત તો તે ઘણું સરળ રહ્ું હોત. એવું જ મ ૂસા, દાઉદ, પાઉલ
અને બાકીના બીજા બધા જ પ્રભુના સેવકો નવશે કહી શકાયું હોત.
શા માટે આ બધા માણસોએ પોતાનો સંપ ૂણય છુટકારો (સતાવણીના
શેતાનની સામા થઈને) નવશ્વાસ દ્વારા પામી ન લીધો અને એ બાદ
નવજયી જીવન જીવવામાં મશગુલ ન થઇ ગયા? ઈશ્વરનો મનોહર
રસ્તો ઘણું લાંબ ુ ખેંચે છે , તે કંઈ બહુ અસરકારક રસ્તો તો નથી જ,
અને એ તો સૌથી મુશ્કેલ રસ્તો છે .
ાંુ ર રસ્તો છે .
ડ. લાાંબા સમયને ચલતાાં, મનોહર રસ્તો તો સૌથી સદ
અને એટલે જ તો આપણે તે પસંદ કરીએ છીએ! એ લાંબો સમય
નવતાવવા લાયક છે , પણ પછી તેની બ્રબનઅસરકારકતા, અને તેની
મુશ્કેલીથી ભરે લ તકલીફો આડે આવે છે , કેમ કે, જયારે લાંબ ુ જઈએ
ત્યારે કશું પણ સુદર
ં રહેત ું નથી. કેબ્રલફોનીયામાં ચાર લેનવાળા
સીધા જ ૧૧૩ હક.મી. પ્રનત કલાક વાળા રસ્તાની ત ુલના પેલા ખાડી
સુધીના હાઈવે ૧ ના રસ્તા સાથે ન થઇ શકે!
ઈશ્વરનો મનોહર માગય કે જે લાંબો ચાલે છે તે તેના સંતો માટે સૌથી
સુદ
ં ર એટલા માટે છે કેમ કે, ઈશ્વર તમારી સાથે હોય છે અને તેમની
સાથે જીવેલા જીવનની ત ુલના તો બીજા કશાયની સાથે થઇ જ ન
શકે. જો ઇઝરાયેલે ઉત્તરમાં કનાન તરફ સીધા જ યાત્રા કરી હોત,
અને જો ઈશ્વરે પણ કનાનીઓને તે પ્રદે શમાંથી ખદે ડી મુક્યાં હોત,
તો તેઓએ તે પ્રદે શમાં એક આરામદાયક જીવન મળી ગયું હોત
અને તેઓને મજા પડી ગઈ હોત. ઈશ્વરના આશ્રય તળે તેઓએ
ચાળીશ વર્ષય નવતાવ્યા અને તે વાંઝણા અરણ્યમાં તેઓએ પ્રભુના
લોકો તરીકે દર સવારે ચમત્કાહરક રીતે આકાશમાંથી માન્ના ઉતરત ું
જોયું અને ખડકમાંથી પાણી નીકળત ું જોયું ત્યારે તે તેઓને મનોહર
લાગેલ.ું ઈશ્વરની ઉપક્સ્થનતરૂપ અક્ગ્નસ્થંભ અને મેઘસ્થંભ તેઓની
રક્ષા કરી રહ્યો હતો અને તેઓને માગયદનશિ રહ્યો હતો. વીસ લાખ
લોકોને વાંઝીયા અરણ્યમાં ખાવા-પીવાનું પ ૂરંુ પાડવું એની
ગણતરીઓ તો જબરજસ્ત હતી! એ બધાં જ લોકોને લગોલગ ઊભા
રાખીને જો તમે એક સીધી રે ખા બનાવો તો તે અરણ્યમાં ચોસઠ
હકલોમીટર લંબાય તેટલી લાંબી લાઈન ઠરે ! એટલા બધા લોકોને
ખોરાક અને પાણીનો પુરવઠો પ ૂરો પાડવા માટે ત્રીસ માલગાડીના
ડબ્બા ભરીને ખોરાક અને ત્રણસો ટે ન્કરો ભરીને પાણી તેઓની
યાત્રાના રોજેરોજ હદવસે પ ૂરંુ પાડવાનું રહેત!ું પણ લાંબા સમય સુધી
જયારે તે ચાલ્પયું ત્યારે તે જીવન જીવવાનો એક સુદર
ં રસ્તો બની
ગયો હશે: પેલા અરણ્યમાં એક મહાન સંગત તરીકે, સઘળી
જરૂહરયાતો પ ૂરી પાડી રહેલા નનભાવકાર તરીકે, અક્ગ્ન અને
મેઘસ્થંભ વડે માગયદશી રહેલા માગયદશયક તરીકે ઈશ્વરને જોવા અને
તેમની યોજનામાં ભાગીદાર થવું ઘણું મનોહર હત.ું અને તેમની
પ્રેમાળ કાળજીમાં આપણે ગોઠવાયેલ હહસ્સાઓ છીએ એવું જાણવું
કેટલું મનોહર નથી શુ?ં એ બધું મનોહર અનુભવવું સારંુ હત ું કે
પછી, યરુશાલેમના ઉપનગરમાં કોઈ સારા ઘરમાં બે-ત્રણ ગધેડાંની
ગમાણ સાથે ઠરીઠામ થઇ જવું સારંુ હત?ું
તેથી ઈશ્વરનો રસ્તો આપણને લાંબા, બ્રબનઅસરકારક અને મુશ્કેલ
મનોહર રસ્તે લઇ જવાનો છે , જ્યાં લાંબા ગાળે તે રસ્તો સૌથી
મનોહર રસ્તો સાબ્રબત થાય છે . પણ કેમ? આપણને એ રસ્તે લઇ
જવામાં તેમનો ઉદ્દે શ્ય શો છે ?
૨. “મનોહર માર્ે” આપણને લઇ જવાનો ઈશ્વરનો ઉદ્દે શ્ય આપણને
તેઓ પર ભરોશો રાખતાાં અને તેમની મહહમા કરતાાં શીખવવાનો
છે .
પનતત માણસજાતનો મુખ્ય હેત ુ ઈશ્વરથી દૂર થઈને સ્વતંત્ર
જીવવાનો છે . આપણે પોતાની જાતોને બચાવી લેવા માંગીએ છીએ
અથવા આપણા પર કોઈકનો થોડોક હાથ રહે એવું ઇચ્છીએ છીએ.
આપણે પોતાના જીવનોને પોતે જ ચલાવવા માંગીએ છીએ, જેમાં
કદાચ ઈશ્વર થોડુક
ં મદદ કરી દે એવું ચાલે, જેથી બધી જ ક્રેડીટ
આપણે પોતે લઇ શકીએ. પણ આપણને ઈશ્વર પર સંપ ૂણય રીતે
આધીન રહેવ ું ગમત ું નથી.
એ બધામાં એક જ બાબત છે કે, મહહમા કોને મળે છે ? ઉદ્ધારના
માગયમાં ઈશ્વરની મદદ મને મળી જાય તો પછી હુ ં તેઓની
મહહમામાંથી પોતાના માટે થોડોક હહસ્સો લઇ લઉં. જો એક બ્રિસ્તી
નવશ્વાસી જીવન હુ ં મારા પોતાના બળ વડે જીવી લઇ શકું, તો પછી
તે બાબતની ક્રેડીટ હુ ં લઇ શકું. પણ ઈશ્વર કહે છે (યશાયા ૪૨:૮),
“હુ ં યહોવા છું; એ જ મારંુ નામ છે ; હુ ં મારંુ ગૌરવ બીજાને, તથા
મારી સ્ત ુનત કોરે લી મ ૂનતિઓને આપવા દઈશ નહહ...” અને એટલે જ,
તેઓ આપણને મનોહર માગય પર ચલાવે છે જેથી કરીને આપણામાં
જે આત્મ-આધીન રહેવાની બાબત છે તેને તોડી શકે અને એ પછી
આપણે તેમના પર ભરોશો મ ૂકી શકીએ, અને તેઓને મહહમા આપી
શકીએ. પ્રભુ પર ભરોશો મ ૂકવો એમાં ત્રણ બાબતો રહેલી છે તે
નોંધો:
ુ ાાં ભરોશો મક
અ. પ્રભમ ુ વા, તમારે તમારી નનબગળતા અને જરૂરીયાત
માટે તેમના સામર્થયગ અને તેમની જોર્વાઈને જોતાાં થવ ાંુ પડશે.
(નનગયમન ૧૪:૧-૪), પ્રભુએ ખાસ કરીને મ ૂસાને આજ્ઞા કરી હતી કે,
ઇઝરાયેલને એવા સ્થળે થી લઇ જજે કે જ્યાં પુટકળ પાણી તેઓની
આગળ હોય અને તેઓની પાછળ નમસરનું સૈન્ય પડેલ ું હોય. એ
રીતે મ ૂસાને આજ્ઞા મળે લી કે તેઓ ફસાઈ જવા જોઈએ. શા માટે
ઈશ્વરે એવું કયુ?
ું જેથી ઇઝરાયેલ પોતાની નક્કર નનબયળતા સાથે
ઈશ્વરના સામર્થયય અને પુરવઠાને જોઈ શકે. અને ત્યારે તેમણે
સમુદ્રના બે ભાગ કરી દીધા અને પોતાના લોકોને ફારૂનના સૈન્યથી
બચાવીને બહાર કાઢી લીધા.
તેથી, તેઓએ પોતાનો પાઠ શીખી લીધો હતો, ખરંુ ને? નનગયમન
૧૫:૨૨, માં લાલ સમુદ્રમાંથી ચમત્કાહરક રીતે બચી ગયા બાદ,
ઇઝરાયેલ ત્રણ હદવસ સુધી પાણી વગર અરણ્યમાં ચાલત ું રહ્ું હત.ું
ચોક્કસ, તેઓ જાણતા હતા કે જો તેઓએ તેમના ઈશ્વર પર નવશ્વાસ
કયો, તો તેઓ તેમને પીવા માટે પાણી પ ૂરંુ પાડશે. એવું હત?ું ના,
પણ તેઓએ તો કચકચ શરૂ કરી દીધી! તેઓએ હજી સુધી પ્રભુ પર
ભરોશો મ ૂકી દે વાની બાબત શીખી જ નહોતી. પ્રકરણ ૧૬ માં,
લોકોએ કોઈ ખોરાક વગર એ અરણ્યમાં જ મરી જવાની શંકા
નવશેની ફહરયાદ કરે લી, અને નમસર દે શમાં પાછાં ચાલ્પયા જવાની
ધમકી પણ આપેલી. પણ ઈશ્વરે તેઓને માન્ના પ ૂરંુ પાડેલ.ું પ્રકરણ
૧૭ માં, ફરી તેઓને પાણીની જરૂહરયાત ઉભી થયેલી. પણ જે પ્રભુએ
તેઓને પહેલાં પણ ચમત્કાહરક રીતે છોડાવેલા અને ખોરાક અને
પાણી પ ૂરાં પાડેલાં તેમના પર ભરોશો મ ૂકવાને બદલે, તેઓ કચકચ
કરવા લાગેલા. પછી (નનગયમન ૧૭:૮), અમાલેક ઇઝરાયેલની સામે
લડયો હતો.
તેઓ પર શા માટે આટલી બધી મુસીબતો ઊતરી આવતી હતી? શું
તેઓ ઈશ્વરના પસંદ કરાયેલા લોક નહોતા? શું તેઓ એ નહોતા કે
જેઓ વડે પ્રભુએ ઈિાહીમને જે વચન આપેલ ું અને જે પ્રભુનો ઉદ્દે શ્ય
હતો તે પ ૂરો થવા જઈ રહ્યો હતો? ઈશ્વર તેઓને દોરવી નહોતા
રહ્યા શુ?ં તો પછી તેઓએ આટલી બધી મુશ્કેલીઓને કેમ તેઓ પર
આવવા દીધી? કારણ કે, ઈશ્વરની યોજના તો પોતાના લોકોને
મનોહર માગે લઇ જવાની હતી અને એ રીતે તેમનો ઉદ્દે શ્ય એ હતો
કે, તેમના લોકો તેમના પર ભરોશો મુકતા થાય અને તેમને મહહમા
આપે. પણ જ્યાં સુધી આપણે આપણી નબળાઈ જોઈ ન લઈએ
અને તેમના નવશ્વાસું સામર્થયય અને જોગવાઈઓને જોઈ ન લઈએ
ત્યાં સુધી, જેવો તેમનો ભરોશો કરવો જોઈએ એવો આપણે કરતા
નથી.
બ. પ્રભ ુ પર ભરોશો મક
ુ વો આપણને યાદ કરાવે છે કે તેઓ હરહાંમેશ
પોતાનાાં વચનો પાળે છે .
આપણે વાંચીએ છીએ (નનગયમન ૧૩:૧૯): “અને મ ૂસાએ ય ૂસફનાં
હાડકાં સાથે લઈ લીધાં; કેમ કે તેણે ઇઝરાયલીઓને પ્રનતજ્ઞા
લેવડાવીને કહ્ું હત,ું “યહોવા ખરે ખર તમારી ખબર લેશે, ને તમે
અહીંથી મારાં હાડકાં તમારી સાથે લઈ જજો.” આ વચન વાંચીએ
ત્યારે આપણને નાનું ક્સ્મત આવી જાય. કુટુંબ સાથે પયયટનમાં જવું
એ કેટલું દોડધામવાળી બાબત છે એ તમે જાણો છો. તમારે તમારા
સ્યુટકેશ પેક કરવા પડે અને કારમાં પયયટનને લગતાં હરે ક
સરસામાનને ગોઠવવા પડે. એ બધું જ ઘણું જહેમતથી ભરે લ ું કામ
હોય છે અને એમાં ઘણી વસ્ત ુઓ હોય છે ! ત્યારે નવચાર આવે કે,
“આટલું બધું હુ ં કે વી રીતે મારી કારમાં ફીટ કરી શકીશ?”
તેથી તૈયાર થયેલા મ ૂસાની કલ્પપના કરો કે જે, વીસ લાખ લોકોને
નમસરમાંથી છોડાવીને પેલા અરણ્યમાં નીકળે લો. એ ખાતરીપ ૂવયકનું
છે કે તેઓની સરસામાન ભરે લી ગાડીઓમાં એટલી બધી જગ્યા હશે
જ નહી. અને એટલે જ, જયારે મ ૂસા તેઓને કહે છે કે, “આપણે
ય ૂસ ૂફના હાડકાં તો ભ ૂલી જ ગયા! આપણે ય ૂસ ૂફના હાડકાં માટે
થોડીક જગ્યા બનાવવી પડશે!” ત્યારે તે લોકો પોતાના સામાનના
ઢગલાઓને પટ્ટાથી બાંધી ખેંચીને લઇ જઈ રહ્યા હતાં. હકીકતમાં
તો, એ ય ૂસ ૂફનું મમી હત!ું તેમની યાત્રામાં તેઓની સાથે
ઘરવખરીના સામાન અને બાળકો અને પ્રાણીઓ અને ખોરાક અને
પાણી ઉપરાંત, તેઓએ ય ૂસ ૂફના હાડકાં મુકવાની જગ્યા કરવાની
હતી! મ ૂસાએ ય ૂસ ૂફના હાડકાં સાથે કેમ લીધેલા? ઉત્પનત્ત ૫૦:૨૪-
૨૫ આપણને જણાવે છે :
ય ૂસફે તેના ભાઈઓને કહ્ુ,ં “હુ ં તો મરવા પડયો છું; પણ ઇશ્વર
તમારી ખબર ખચીત લેશે, ને તેમણે જે દે શ સંબધ
ં ી ઇિાહહમ તથા
ઇસહાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દે શમાં તે તમને
આ દે શમાંથી લઈ જશે.” અને ય ૂસફે ઇઝરાયલપુત્રોને સમ
ખવડાવીને કહ્ુ,ં “ઈશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તમે મારાં
હાડકાં અહીંથી લઈ જજો.”
કનાનના પ્રદે શમાં ય ૂસ ૂફની લગભગ ચારસો વર્ષય જૂની મમી સાથે
લઇ જવી એ એ બાબતનું દ્રશ્ય પ્રમાણ હત ું કે, ઈશ્વર પોતાનાં પ્રેમાળ
વચનો પ ૂરાં કરે છે . ચાળીશ વર્ષોના સમયગાળા દરનમયાન, તેઓએ
જેટલી વખત પોતાની છાવણીઓને તોડી અને નવા સ્થળે ચાલવા
માંડયા (લગભગ ૪૧ અલગ અલગ છાવણીઓ તેઓએ બનાવેલી
અને તોડેલી, ગણના ૩૩:૫-૪૯), તેટલી વખત મ ૂસાએ ય ૂસ ૂફના
હાડકાંને સામાનમાં જોડવા પડેલાં અને ઉતારવાં પડેલાં! કદાચ ત્યાં
રહેલા કોઈક બાળકોએ તે ઘરડા માણસને તે કોફીન ચડાવતાં અને
ઉતારતાં જોયો હશે અને પછી પોતાના માબાપને જઈને પ ૂછ્ું હશે
કે, “તે આવું કેમ કરી રહ્યો છે ?” જો તેના માબાપ જાણતા હતા કે શું
થયું હત ું તો તેઓએ ચોક્કસ જવાબ આ્યો હશે કે, “તે કોફીન ફરીથી
વચનના પ્રદે શમાં લઇ જવું દશાય વે છે કે, ઈશ્વર પોતાનું વચન
ઈિાહીમ, ઇસહાક અને યાકૂબની પેઢી દર પેઢી પાળી રહ્યા છે .”
જો કોઈ પોતાનું વચન ન પાળે તો તમે તેવા વ્યક્ક્ત પર નવશ્વાસ
મ ૂકી શકતા નથી. પણ જો તે વ્યક્ક્ત હંમેશાથી પોતાના વચન
પાળતો હોય તો, પછી તે તેન ું વચન આગળ પણ પાડશે તેવો
ભરોશો તમે મ ૂકી શકો છો. પણ યાદ રાખો કે, ઈશ્વર આપણા
ટાઈમટે બલ પ્રમાણે કામ કરતા નથી! નમસરમાંથી ય ૂસ ૂફના હાડકાં
બહાર નીકળી આવ્યાં તે વાતને ચારસો વર્ષય લાગી ગયા હતા! એ
પછી બીજા ૧૪૦૦ વર્ષય પછી ઈશ્વર પોતે વચન આપેલ ઉદ્ધારક
મોકલવાના હતા. અને હવે તો, તે વધસ્થંભે જડાયેલા અને ફરી
જીનવત થઇ ઉઠેલા તારણહારે સ્વગાય રોહણ પહેલાં આપેલ વચનને
બે હજાર વર્ષોથી વધુનો સમય થઇ ગયો છે (પ્રેરીતોના કૃત્યો
૧:૧૧), “એ જ ઈસુ, જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં
આવ્યા છે તે, જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમ જ [પાછા]
આવશે.” પણ કેમ કે, ઈશ્વરે સદા પોતાના વચન પાળયાં છે , તો
તમારે નવશ્વાસ રાખવો જોઈએ કે આ વચન પણ તેઓ પાળશે જ!
ક. જયારે આપણે પ્રભ ુ પર ભરોશો મ ૂકી દઈએ છીએ, તયારે તેઓ
મહહમા પામે છે અને આપણે આનશવાગ દો.
એફેસીઓ ૨:૮-૯ જેવા જાણીતા વચન આ બાબતને દે ખાડે છે : “કેમ
કે તમે કૃપાથી નવશ્વાસ દ્વારા તારણ પામેલા છો. અને એ તમારાથી
નથી, એ તો ઈશ્વરનું દાન છે . કરણીઓથી નહહ, રખેને કોઈ
અબ્રભમાન કરે .” તેની સમગ્રતામાં, ઈશ્વરના ન્યાયમાંથી બચી જવું
તો તેમની કૃપાની મફત ભેંટનું પહરણામ છે (૧ કરન્થીઓને પત્ર
૧:૨૬-૩૧ વાંચો). એ પ્રમાણે, તેઓ સઘળો મહહમા ધારણ કરે છે ,
જેના નવશે ફક્ત તેઓને તેઓ જ લાયક છે . પણ આપણને શું મળે
છે તો? આપણને તેમના તરફથી ઉદ્ધારની આનશર્ષ મળે છે ! બ્રિસ્ત
ઇસુમાં સ્વગીય સ્થાનોમાં હરે ક આજત્મક આનશર્ષ આપણે મેળવીએ
છીએ (એફેસીઓને પત્ર ૧:૩). જયારે આપણે પ્રભુ પર ભરોશો મ ૂકી
દઈએ છીએ, ત્યારે તેઓ મહહમા પામે છે અને આપણે આનશવાય દો
પામીએ છીએ.
સારાાંશ:
જયારે ઈશ્વરનો અનંતકાબ્રળક પુત્ર આ પ ૃર્થવી પર આવ્યો અને તેણે
માણસદે હ ધારણ કયો, ત્યારે ઈશ્વરે તેને “મનોહર માગે” ચલાવ્યો.
કલ્પપનામાં પણ ન આવે તેવો એ સૌથી મુશ્કેલ માગય હતો, એ તો
વધસ્થંભનો માગય હતો. જયારે ઈસુએ પોતાના નશટયોને એ કહેવાની
શરૂઆત કરી કે, ઈસુએ ત્યારે યરુશાલેમ જવું પડશે અને યહદ
ૂ ી
આગેવાનો દ્વારા ઘણી બાબતો સહન કરવી પડશે અને માયાય જવું
પડશે અને ત્રીજા હદવસે તેઓ ફરી જીવી ઉઠશે ત્યારે , તેના નશટયોએ
નવચાયુું હશે કે ઇસુ તો ગ્પાં મારતા હતા! નપતરે તો ઈસુને બાજુ
પર લીધા અને ઠપકો આપવા લાગ્યો હતો (માર્થથી ૧૬:૨૨)! પણ
ઈસુએ નપતરને ઠપકો દીધો (માર્થથી ૧૬:૨૩): “અરે શેતાન, મારી
પછવાડે જા! ત ું મને ઠોકરરૂપ છે ; કેમ કે ઈશ્ચરની વાતો પર નહહ,
પણ માણસની વાતો પર ત ું બ્રચત્ત લગાડે છે .”
ઈશ્વરની વાતો, ઈશ્વરનો રસ્તો “મનોહર માગય” છે . જો તે માગય લાંબો
અને મુશ્કેલી ભયો છે તો તેન ું કારણ એ છે કે, આપણે આપણા
કૃપાળ પ્રભુ પર વધુ ગહેરાઈથી ભરોશો મ ૂકતા અને તેમની મહહમા
કરતાં શીખી શકીએ!
લાગ ુ કરવા જેવા પ્રશ્નો:
૧. જો તમે તમારા સમયને જમાનાના કાયયક્ષમ દ્રષ્ટટકોણથી જોવાને
બદલે, ઈશ્વરના “મનોહર માગે” જોવાનો પ્રયત્ન કરો છો તો તમારંુ
જીવન કેવ ું અલગ બનશે?
૨. ૧૯૫૬ માં, ઇક્વાડોર ખાતે, પાંચ જુવાન, ઈશ્વરભક્ત
નમશનરીઓ શહીદ થયેલા. દે ખીતી રીતે જ, એ તો તેમની
ક્ષમતાઓનો અપ ૂરતો દુવ્યયય હતો. પણ શા માટે ઈશ્વરનો મુશ્કેલીથી
ભરે લો માગય જ શ્રેટઠ માગય છે ?
૩. કોઈક પેન્ટીકોસ્ટલ પ્રચારકો દાવો કરે છે કે, હરે ક સતાવણીઓ
શેતાન તરફથી હોય છે અને નવશ્વાસ દ્વારા આપણે તેઓને તગેડી
મુકવાની જરૂર છે . એવો દાવો કેમ બાઈબલ આધારીત નથી?
સતાવણીઓ આવે ત્યારે આપણે કેવી પ્રાથયના કરવી જોઈએ?
નીચેના વચનોનો અભ્યાસ કરીને જાણો કે ઈશ્વર આપણને તેમને
જ સંપ ૂણય આધીન રહેવાનું શીખવવાને કેવા કેવા અલગ રસ્તાઓ
વાપરે છે .
નનગયમન ૨:૧૧-૧૫; ૨ કરન્થીઓને પત્ર ૧:૮-૧૦; ૪:૭-૧૧; ૧૨:૭-
૧૦; ૨ નતમોથીને પત્ર ૪:૯-૧૮.
Copyright, Steven J. Cole, 2018, All Rights Reserved.

You might also like