Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 10

વિશ્વાસથી

પ્રિેશ
(લ ૂક ૧૭:૩૨-૩૩)
*

“લોતની પત્નીને સંભારો. જે કોઈ પોતાનો જીિ બચાિિા પ્રયત્ન


કરશે, તે તેને ખોશે; અને જે કોઈ તેને ખોશે તે તેને બચાિશે.”
અહીં જીિ શ ં છે ? અંગ્રેજી બાઈબલમાં લાઈફ એટલે કે જીિન એવ ં
છે . એટલે અહીં કોને જીિન કહેિાય ં છે ?
એ પહેલાં આપણે આખી બાબતને પહેલેથી સમજી લઈએ. લ ૂક
૧૭:૨૦ માં, ઈસને જયારે ફરોશીઓએ પ ૂછ્ ં કે, “ઈશ્વરન ં રાજ્ય
ક્યારે આિશે?” ત્યારે ઈસએ તેઓને તે તમારામાં છે એિો ઉત્તર
દીધો હતો. એટલે શ ં ફરોશીઓમાં તે રાજ્ય હત ં? અલબત્ત, તેિો
ઉત્તર સાંભળીને ફરોશીઓને તો મોજ જ પડી ગઈ હશે, પણ ઈસના
કહેિાનો મતલબ તો કશોક બીજો જ હતો. આજે ઠેરઠેર આિા
ફરોશીઓન ં બતાિેલ ં “માણસોન ં રાજ્ય” ઊભ ં થઇ રહ્ ં છે . તેિાઓ
કહે છે કે, જઓ “આ રહ્”ં તે રાજ્ય અને “પેલ ં રહ્”ં તે રાજ્ય. ક્યાં
છે ઇસ? ક્યાં છે માણસનો દીકરો? કોણ મહહમા લઇ રહ્ ં છે ?
પછી ઇસ પોતાના વશષ્યોને આગળની બાબત કહેિા લાગ્યા. યાદ
રાખો કે, “લોતની પત્નીને સંભારો” એ િચન, કેિળ ને કેિળ સાચા
વિશ્વાસીઓ કે ઈસના વશષ્યો જ સમજી શકશે અને પાળી શકશે.
બાકીના તો કોઈ જાદગરે તેઓને ભ્રવમત કરી દીધા હોય તેમ, આ
રહ્,ં પેલ ં રહ્ ં તેમ કયાા જ કરશે. તેઓમાંના અમક લોતને જોશે તો
કોઈક લોતની પત્નીને તો અમક સારા વિચારકો લોતની
દીકરીઓને.
વસહરયામાં ઘણાય ખ્રિસ્તી વિશ્વાસીઓને મારી નાખિામાં આવ્યા
ત્યારે પ્રભ ઈસએ અંવતમ સમય વિશે કીધેલા આ િચનો તેમાં લાગ
થઇ રહ્યા હતા. બે પ્રકારે સમાંતર દવનયા ચાલી રહી છે . જેમાં એકમાં
ખ્રિસ્તન ં નામ પહેરેલા ખ્રિસ્તીઓ ખાતા, પીતા, પરણતા, પરણાિતા,
િેચાત ં લેતા, આપતા, રોપતા, બાંધતા દે ખાઈ રહ્યા છે અને ઘણ ં
કરીને, એ બધી રીતે પોતાન ં જીિન વસક્યોર કરતા દે ખાઈ રહ્યા છે .
સાથે બીજામાં ખ્રિસ્તન ં નામ પહેરેલા એિા ખ્રિસ્તીઓ પણ છે જેઓ
પોતાના જીિન ખ્રિસ્તના નામને કાજે આપી રહ્યા છે , અમકને ભારે
શારીહરક કે માનવસક સતાિણીઓનો સામનો કરિો પડી રહ્યો છે .
પેલા પહેલા પ્રકારના ઘણા ખ્રિસ્તીઓએ તો હિે પોતાનો વિશ્વાસ
ત્યજીને કશકં બીજ ં જ અપનાિી લીધ ં છે . જયારે બીજા પ્રકારના
ખ્રિસ્તીઓ જો પ્રભ વિશે કશ ં બોલે નહી, પ્રાથાના ન કરે , પ્રભ વિશે
કશ ં લખે નહી કે ખ્રિસ્તી વિશ્વાસ જ છોડી દે તો તેઓ પહેલા પ્રકારમાં
આરામથી પ્રિેશ મેળિી શકે તેમ છે . ઘણાય પાટી બદલઓ
ં છે
પણ, પહેલામાંથી બીજામાં આિનાર જવ્િલે જ કોઈક જોિા મળી
શકે તેમ છે !
હિે લ ૂક ૧૭ માં, પ્રભ ઈસએ ન ૂહના હદિસો અને લોતના હદિસોનાં
ઉદાહરણ આપેલાં છે . ન ૂહના હદિસોની ખાસ િાત શ ં હતી? ન ૂહના
હદિસોમાં એક બાજ પ્રભન ં મોટં અલૌહકક કામ થઇ રહ્ ં હત ં ત્યારે
બીજી બાજ ં પ્રભને કોઈ જ મહહમા િગર તેઓ જમાનામાં ખોિાઈ
ગયેલા હતા! ન ૂહને મદદ કરિાની િાત તો દૂર રહી, તેઓએ તેનો
ઉપહાસ કરે લો. પણ એક ખાસ બાબત એ નોંધિા જેિી છે કે, ન ૂહ
અને લોત, બંનેના સમયમાં પાપથી પ ૃથ્િી ખદબદી ગઈ હતી અને
ઇસ પોતાના આગમનની વનશાનીમાં એિા જ હદિસો ફરી
આિિાની િાત મકે છે .
લોતની પત્નીની િાત આપણે જાણીએ જ છીએ. તેન ં સદોમમાં શ ં
પાછળ છૂટી ગય ં હત ં? કોઈ પરષ જોડે તેને અનૈવતક પ્રેમ હતો કે
શ?ં કે તે કોઈ સ્ત્રી હતી? સદોમમાં એવ ં બધ ં જ શક્ય હત ં!
આપણને ત્યાં કહેિામાં આવ્ય ં નથી કે તેણીન ં શ ં છૂટી ગયેલ,ં જેથી
તેણે પાછા િળીને જોવ ં પડ્ ં. એવ ંય નથી કે તેણે એવ ં કત ૂહલિશ
કરે લ.ં એવ ં હોત તો તેન ં ઉદાહરણ અહીં દે િાની કોઈ જરૂર જ
નહોતી. તો શ ં કારણ હત ં?
ઈસના જ શબ્દોમાં કહીએ તો તેનો જીિ ત્યાં રહી ગયો હતો! અને
તે જીિ બચાિિા માટે તેણે પાછાં િળીને જોય ં.
તો પ્રશ્ન એમ હોિો જોઈએ કે, “માણસનો દીકરો આિે ત્યારે આપણો
જીિ ક્યાં હશે?” લોતની પત્નીએ વિચાયું હોય કે, “ધાબે કપડાં
સ ૂકિિા મ ૂક્યા હતા, લાિ જોઈ લઉં!” પણ જો તેણે ઈશ્વરે મોકલેલ
સંદેશનો વિશ્વાસ કયો હોત તો તેને ખબર હોત કે, “તમારં જૂન ં
માણસપણ ં ઉતારીને મ ૂકી દો.” ક્લોસીઓને પત્ર ૩:૯. કદાચ તેણે
પોતાના (ખ્રિસ્તી) પવતના િાદે ઘર તો છોડી દીધ ં હત ં, પણ તેનો
જીિ તો સદોમની ચમકધમકમાં જ ચોંટે લો હતો.
ઘણા કહેશે કે માણસનો દીકરો અમને પોતે લેિા આિે તો જ અમે
અમારં જૂન ં જીિન છોડીએ. ના, પસંદગી તમારે કરિાની છે ! આિા
લોકો તો એટલા આરામખોર છે કે, ઉદ્ધારનો અથા જ સમજ્યા નથી.
પોતાના આત્મા, જીિ વિશે જેઓ ગંભીર નથી તેઓએ લોતની
પત્નીને સંભારિાની જરૂર છે . તેને વસગ્નલ મળી ગય ં હત ં. તે
વસગ્નલ પ્રમાણે તેણે કદમ પણ ભરી લીધા હતા પણ છે િટે તેનો
નાશ થયો. તેના જીિનમાં ખ્રિસ્તની શાંવત ખરે ખર નહોતી! જેણે તે
શાંવત મેળિી છે તે ફરી કદી પાછં િળત ં નથી.
લોત અમીર માણસ હતો અને તેની પત્ની પણ. ઈસએ જયારે
ધનિાન માણસને તેન ં બધ ં ધન છોડીને તેની પાછળ આિિા
પ ૂછ્ ં, ત્યારે તે ધનિાને સ્પષ્ટ ના પાડી હતી, માકા ૧૦:૧૪-૩૧,
કેમ કે, તેની પાસે પષ્કળ ધન હત ં. જીિ ક્યાંક ચોંટે ત્યાંથી છોડાિિો
અઘરો બની જાય છે પણ આત્મા નાશમાં જતો હોય એિી
આપાતકાલીન સ્સ્થવતમાં શ ં જીિ ઉખડી ન શકે?
લોતની પત્નીએ વિચાયું હશે કે, આગળ જીિન કેવ ં હશે? એ જ
ચચામાં જિાન ં ને એ જ કંટાળાજનક સંદેશાઓ સાંભળિાના? એ જ
પ્રભના ગીતો ગાિાના અને એ જ પ્રભને કાજે િેઠિાન ં? એ જ
જિાનીને મારીને પોતાના જીિનને જાણે મજબ ૂરીમાં જીિિાન ં?
શ ં નહોત ં સદોમમાં? બધ ં જ! કોઈ રોકટોક નહોતી. જ્યાં જઓ ત્યાં
મોજ કરી લો. કોઈ કહેિાિાળં નહી, કોઈ ટોકિાિાળં નહી! મગજ
િાપરિાન ં નહી, બસ હૃદય છે તયાા કરે તેમ જીિતા રહેિાન ં!
લોત અને તેની દીકરીઓ અને જો લોતની પત્ની બચી ગઈ હોત
તો એ રીતે તેઓ ગફામાં એકલો સમય વિતાિી રહ્યા હોત. આિાં
જ, અમક એકલા પહરિાર, ચચામાં આિતા હોય છે . તેઓને એમ
થાય કે, આ શ ં અમે જ એકલા જઈએ-આિીએ છીએ, અને
બીજાઓને તો જે જોઈએ તે મળી જાય છે . જમાનો અમારા પર
આંગળી ચીંધીને બેઠો છે . જે જઓ તે અમને પાગલ ગણે છે , અમારં
અપમાન કરી નાખે છે . અમને જૂનિાણી કહીને અમારા પર ત ૂટી જ
પડે છે ! તો શ ં એ અમારં જૂન ં જીિન નહોત ં સારં ? આ જમાનો
બદલાયો એના ઘણા પહેલાં અમે તો ભવ્ય લાઈફસ્ટાઈલમાં જીિતા
હતા. અને હિે અમને જ એ બધ ં શીખિિામાં આિી રહ્ ં છે ? ના,
અમે ચચા જિાન ં બંધ કરી લઈશ ં અને કોઈક સગિડીયો ધમા
અપનાિી લઈશ!ં જે જમાનાને અનરૂપ હોય!
એ લોત જ હતો જે પોતાની પત્નીને એિા દે શમાં લાિેલો જ્યાં
પ્રભનો ન્યાય ઊતરી આિિાનો હતો. છતાં, પસંદગી હંમેશા
ં ૂ ા ઢોરની
વ્યસ્ક્તગત હોિાની. એિી પત્નીઓ સાિધાન કે જે મગ
જેમ પવતની હરે ક િાતોને અનસરે છે , અને પ્રભના િચન પર
ચાલતી નથી.
લોતની પત્ની મહામ ૂખા હતી! એક તો તેણે સદોમ પર એટલ ં બધ ં
ખ્રચત્ત લગાડી દીધ ં હત ં કે, પોતાની દીકરીઓન ં, પોતાના પવતન ં તેના
િગર શ ં થશે એવ ં કશય
ં વિચાયાા િગર તે પાછં િળીને નાશ પામી
રહેલા સદોમને જોિા લાગી. સ્િાથે તેને એટલી બધી આંધળી કરી
દીધી હતી કે તે વિનાશમાં હાથે કરીને પડી. બીજ ં કે તેને ખબર હતી
કે શેતાન અને શેતાવનક જીિનના શા હાલ થિાના છે . ઈબ્રાહહમના
સંબધ
ં ી હોિાના લીધે તેઓને ઈશ્વરના કોપની પણ જાણ હતી જ.
આપણને પણ શેતાનના શા હાલ થિાના છે , ઈશ્વરનો કોપ કેટલો
ભયંકર છે અને નરકની પીડા અનંતકાળ ચાલિાની છે , આ બધ ં
ખબર હોિા છતાં, વિશ્વાસ છોડીને દવનયાના ક્ષખ્રણક ભોગવિલાસમાં
પાછા િળી જિાન ં મન થઇ આિે છે .
અને એટલે જ લખય ં છે કે, “તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને
લીધે તેઓ પ્રિેશ કરી શકયા નહહ.” હહબ્રઓને પત્ર ૩:૧૯.
ઈસની િાત ક્રોધ ઉપજાિે તો સમજવ ં કે, તમારં હૃદય કઠણ છે . તે
અવિશ્વાસના કારણથી ભડં ૂ ં થય ં છે અને એમ તેમ તે જીિતા ઈશ્વરથી
દૂર જાય છે . લોતની પત્નીમાં પણ ક્રોધ હતો. ઈશ્વર સામે િણબોલી
નારાજગી હતી. આિી જ નારાજગી કદરતી હોનારતોમાં સપડાયેલ
હરે ક માણસમાં દે ખાય છે . મહેનત કરીને બધ ં ઊભ ં કરે લ ં અને
ઉપરિાળાએ પાણી ફેરિી દીધ.ં કોઈક માણસ હોત તો તેની પાસે
લડી પણ આિત પણ આ તો ઈશ્વર! તેમની સામે ક્યાં લડિા જવ ં?
પણ સાચ ં માનો તો માણસ ઈશ્વર સામે લડિાન ં આરામથી શોધી
કાઢે છે . અને એમ કરિામાં પોતાના પગ પર જ કહાડી મારી લે છે !
ઈશ્વર તો જેિા છે તેિા જ પવિત્ર રહે છે પણ માણસ ખપી જાય છે !
એટલે લોતની પત્નીએ વિચાયું હોય કે, “હ ં તો ઈશ્વરની સામે થઇશ
અને તેમણે જે ફરમાવ્ય ં છે તેમ નહહ કરં અને પાછળ િળીને જોઇશ
જ!” અને ત્યાં જ તે ખારનો થાંભલો બની ગઈ!
ઈસન ં લોતની પત્નીને સંભારિાન ં તેડં આપણને આપણા સઘળા
અવિશ્વાસને ત્યજી દે િા જણાિે છે . એ એિો અવિશ્વાસ છે કે જે
આપણી તૈયારીમાં પ ૂરી રીતે બાધારૂપ છે . ખ્રબસ્તરાં પેક કરી લીધા
હોય, કે સામાન બંધાઈ ગયો હોય અને ઢોરઢાંખરની પણ વ્યિસ્થા
થઇ ગઈ હોય તો િાંધો ન આિે પણ આપતકાલીન પહરસ્સ્થવતમાં
શ ં થશે? ઈસન ં આગમન એિી જ આપતકાલીન સ્સ્થવત હશે! અને
એટલે તો પેલી દસ કમાહરકાઓ ઈશ્વરના રાજ્યમાં પ્રિેશ કરે છે ,
જેઓએ પોતાની મશાલોને સળગતી રાખેલી.
દવનયામાં એક પછી એક પ્રલોભન ઊભા થતા જ રહેશે. લોતની
પત્ની જેિાંને દવિધા જેને અવિશ્વાસ જ ગણિો તે થયા જ કરશે.
અહીં, આપણે બાઈબલની બે બાબતો આગળ મકીશ ં જેથી િતામાન
સમયનો ખ્રચતાર આપણને મળી રહે. જૂનાકરારમાં, ઈશ્વરે પોતે
કરે લા ચમત્કારોને અને કામોને યાદ રાખિા ઇઝરાયેલની પેઢીઓની
પેઢીઓને સ ૂચના આપેલી જેથી કરીને તેઓ ઈશ્વરને ભ ૂલી ન જાય
અને વિશ્વાસ ન છોડી દે . જયારે ઈસએ અહીં કેિળ લોતની પત્નીનો
દાખલો આપ્યો અને તેને યાદ રાખિા જણાવ્ય ં. શો તફાિત છે ?
આજે ઘણાય ચમત્કારો થઇ રહ્યા છે , એિા એિા મોટા કામો થઇ
રહ્યા છે કે લોકો તેઓને યાદ કરી કરીને ઈશ્વરને કદી નહી ભ ૂલે કે
તેઓના વિશ્વાસને કદી નહહ ત્યજે, ખરં ને? ભ ૂતકાળમાં પણ એવ ં
તો બન્ય ં જ નથી! મોટા અને અશક્ય ચમત્કારો કરનારા પોતાના
ઈશ્વરને ઈઝરાયેલીઓ ભ ૂલી ગયેલા અને પાપમાં પડીને નાશ
પામેલા. તો પછી કરવ ં શ?ં
તમારો વિશ્વાસ લોતની પત્ની જેિો ન હોય! કેમ કે, તે અવિશ્વાસ
હતો! તેમાં પાછં િળીને જોવ ં નહી તેટલી સરળ અને એક જ
િાક્યની આજ્ઞામાં પણ લાિેલી શંકા હતી. ઈશ્વરની સામે સદોમને
પસંદ કરિાની તેમાં લાલસા હતી. પ્રભ ઈસના બખ્રલદાનને ત ૂચ્છ
ગણિાની તેમાં મ ૂખાતા શામેલ હતી. તેિી જ મ ૂખાતા કે જે ન ૂહના
િહાણમાં બચાિની ઈશ્વરની મહાન યોજનાને તેઓ ન જોઈ શકેલા.
છે લ્લે...
લોતની પત્નીનો ઉલ્લેખ કરીને પ્રભ ઇસ જણાિે છે કે, જીિ
બચાિિો અને આત્મા બચાિિો એમાં શો ફેર છે . ઇસ આિી રહ્યા
છે પોતાના લોકોને લેિાને માટે . જે કોઈ તેમના પર વિશ્વાસ કરશે
(ભલે ચાહે તે કોઇપણ જાવત, દે શ, ભાષા, કૂળ કે ધમાનો હોય) તેમનો
નાશ નહી થાય, પણ તે અનંતજીિન પામશે. બાકીના બધાનો નાશ
થશે. કેમ? શ ં ખાતા, પીતા, પરણતા, પરણાિતા, િેચાત ં લેતા,
આપતા, રોપતા, બાંધતા આ બધ ં પાપ છે ?
અવિશ્વાસ એ પાપ છે !!!
અને એટલે જ,
લોતની પત્નીને સંભારો!
*

Copyright @ www.dainikvachan.online

You might also like