Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 6

આજે આપણે વાત કરવાની છે કલાના 64 પ્રકારોની.

કળા એટલે સામાન્ય રીતે આવડત,


કૌશલ્ય વગેરે. કવિ ભરતમ ૂનીએ જેમ પક્ષીઓમાં ગરૂડ, ફળોમાં કેરી તેમ કલાઓમાં
ચિત્રકલાને કહી છે . આજે આપણે ચિત્રકલાની સાથે સાથે બીજી કઈ કઈ કલાઓ આવે છે એ
જોઈશુ. એનો અર્થ, પરિચય, કલાઓનો ઉલ્લેખ, મહત્વ વગેરે. દરે ક દે શની પોતાની આગવી
કલા અને સંસ્કૃતિ હોય છે . સંસ્કૃતિમાંથી કલા જન્મે છે . કલા માત્ર સામાજિક રીતે જ નહિ પરં ત ુ
આર્થિક રીતે પણ માનવીને ઘણું બધું આપે છે . ઘણા લોકો માટે કલા એ એમની રોજીરોટી હોય
છે , એનાથી ઘર ચલાવતા હોય છે . જ્યાં સુધી આ સ ૃષ્ટિ રહેશે ત્યાં સુધી કલા યથાવત રહેશે.

કલાની 64 કળા │64 types of arts

Image

ભારતીય કળા અને સંસ્કૃતિનો જોટો જગતભરમાં જોવો મુશ્કેલ છે . કલાઓનું મહત્વ છે ક આદ્ય
ઈતિહાસકાળથી એટલે કે હડપ્પા અને મોહેં-જો-દડોની સંસ્કૃતિના સમયથી આપણે ત્યાં
સ્વીકારાત ુ આવ્યુ છે . અત્યારના મોડર્નયુગમાં કલાના પ્રતાપે ઘણી મહાન પ્રતિભાઓએ પોતાનું
સ્થાન જમાવ્યુ છે અને પોતાના જીવનને સફળ બનાવ્યુ છે . આ કલાઓએ પ્રાચીનકાળથી
માનવજીવનને આનંદ, ઉલ્લાસ અને તાજગીથી લીલુછમ રાખ્યુ છે . ભગવાને દરે ક મનુષ્યમાં
કોઈકને કોઈક કલા ઉમેરી જ હોય છે , બસ માત્ર એને ઓળખવાની જરૂર છે . તો ચાલો આ 64
કલાઓનો સીલસીલો શરૂ કરીએ.

પરિચય:- કલા એટલે સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે કોઈ આવડત,
્ ત
કૌશલ્ય. કલા શબ્દના આઠ વિવિધ અર્થો પૈકી એક અર્થ અદ્દભ ુ શક્તિ એવો થાય છે . આમ
તો કલા શબ્દ માટે તો ઘણા વિશેષજ્ઞોએ તેમજ હસ્તીઓએ વ્યાખ્યા કરી છે , પણ હજુ સુધી
એની સચોટ વ્યાખ્યા નથી મળી. કેમ કે બધાના આ બાબત અંગે અલગ-અલગ મંતવ્ય
હોય છે . કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કલા વિશે કહેલ ું કે, કલા દ્વારા મનુષ્ય પોતાના
ભાવોની અભિવ્યક્તિ કરે છે , જ્યારે ટોલ્સટોયે કહેલ ું કે, કલા એ આપણા ભાવોની ક્રિયાને
ચિત્રમાં, ન ૃત્યમાં, સંગીતમાં, મ ૂર્તિ વગેરે માં અભિવ્યક્ત કરવાની ક્રિયા છે . કલા દ્વારા વ્યક્તિ
પોતાના વિચારો, લાગણીઓ, વગેરે વ્યક્ત કરે છે પછી એ કોઇ પણ રૂપમાં હોય શકે, જેમ
કે, નાટક, કવિતા, સંગીત, ચિત્ર, યુદ્ધ, વગેરે. આમાં નિયમોની કોઈ સીમા નથી હોતી કે નથી
હોત ુ કોઈ બંધન. કલા માણસના જીવનમાં એક અલગ જ ઊર્જા આપે છે .

ઉલ્લેખ :- કલા શબ્દનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં થયો છે . ઉપનિષદમાં પણ આ


શબ્દ વારં વાર પ્રયોજાયો છે . આજે નાગરિક જીવનમાંથી લુપ્ત થઈ ગયેલી 64 કલાઓનું
વર્ણન, સૌપ્રથમવાર યજુર્વેદના 30 મા અધ્યાય સુધી પહોંચે છે . આ વેદકાલીન કલા
પરં પરાનું વિવિધ સાંસ્કૃતિક સામગ્રીથી ભરપ ૂર એવા શ્રીમદ્દ ભાગવત, વાયુ, વિષ્ણુધર્મોત્તર,
માર્કન્ડેય, અગ્નિ અને મત્સ્યપુરાણ વગેરેમાં વર્ણન કરવામાં આવ્યુ છે . આ પુરાણ કલાની
વાત કરતા કહે છે કે, “જેમ પક્ષીઓમાં ગરૂડ શ્રેષ્ઠ, મનુષ્યોમાં રાજા શ્રેષ્ઠ, ફળોમાં કેરી શ્રેષ્ઠ
એમ બધી કલાઓમાં ચિત્રકલા શ્રેષ્ઠ છે .” ડૉ. ચીનુભાઈ નાયક નોંધે છે કે , ભાગવતપુરાણમાં
64 કલાનો ઉલ્લેખ છે , પરં ત ુ તેન ું વર્ણન કરવામાં આવ્યુ નથી. પુરાણના 10 મા પ્રકરણમાં
કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓએ 64 દિવસમાં 64 કલાઓ પ્રાપ્ત કર્યા હોવાનો ઉલ્લેખ છે .
બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં પણ કલાનો વખતોવખત ઉલ્લેખ થયેલો જોવા મળે છે . આ
અગાઉના આપણા મહાકાવ્યો : રામાયણ, મહાભારતમાં અનેક ઠેકાણે કલાના ઉલ્લેખો જોવા
મળે છે . રામાયણના અયોધ્યાકાંડમાં ઉદાસ ભરતને પ્રસન્ન કરવા માટે તેના મિત્રો ગીત,
વાદ્ય, ન ૃત્ય અને નાટ્યનું આયોજન કરે છે . મહાભારતમાં ચિત્રસેન પાસેથી અર્જુને ન ૃત્ય અને
ગાનવિદ્યા પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ છે . સંસ્કૃત સાહિત્યમાં કવિઓ અને નાટ્યકારોએ પોતાની
કૃતિઓમાં અનેક કલાઓનો ઉલ્લેખ કર્યો છે . કવિ ભાસ, મહાકવિ કાલિદાસ, ભવભ ૂતિ, શુદ્રક
વગેરે કવિઓએ પોતાના પાત્રને ગીત, વાદ્ય, ન ૃત્ય અને ચિત્ર એ પૈકીની કોઈ એક અથવા
બધીય કલામાં નિપ ૂણ બતાવ્યા છે .

પ્રકારો :- 64 કલાઓની વિભાવના ભારતમાં ક્યારથી શરૂ થઈ એ સંશોધનનો વિષય છે .


આપણા પ્રાચીન ગ્રંથો અને પુરાણો ઉપરાંત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, શુક્રનીતિસાર, શિલ્પસંહિતા,
વસ્તરુ ત્નકોશ, પ ૃથ્વીચંદ ચરિત્ર, પાણિનીનું વ્યાકરણ, શુક્રાચાર્ય રચિત ”નીતિસાર ગ્રંથ” અને
વાત્સાયનના “કામસ ૂત્ર” ગ્રંથમાં 64 કલાઓના પ્રકારો જોવા મળે છે . જૈન શાસ્ત્રમાં 72 અને
ુ ર અને કસબના સંદર્ભમાં જુદી
બૌદ્ધશાસ્ત્રમાં 84 કલાના પ્રકારો જોવા મળે છે . આ કલાઓ હન્ન
જુદી રીતે જોવામાં આવે છે . જેમ કે, વાણિયાની – 64, સ્ત્રીની – 52, વેશ્યાની – 64,
ગણિકાની – 36, કાયસ્થની – 16, દરિદ્રની – 12, જુગારીની – 16, મદની – 32, ગવૈયાની
– 12, કામીની – 64, દીવાનની – 16, ધ ૂતારાની – 64, ગૃહસ્થ – 25, યોગની – 23,
ધર્મની – 64 અને ચંદ્રની – 16 છે .

64 કલાઓના પ્રકાર નીચે મુજબ છે :

1. ગાયન : ગીત ગાવાની કલા.


2. વાદ્ય : સંગીત વાદ્ય વગાડવાની કલા.
3. ન ૃત્ય : ન ૃત્ય (ડાન્સ) કરવાની કલા.
4. નાટ્ય : અભિનય/નાટક કરવાની કલા.
5. ચિત્રકલા : વિવિધ ચિત્રો દોરવાની કલા.
6. વિશેષ કચ્છે ધ : કોસ્મેટીક્સ તેમજ બીજા રં ગોથી ચહેરા અને શરીર રં ગવાની કલા.
(કથકલી ન ૃત્યના કલાકારોના ચહેરા પર કરવામાં આવતો રં ગ)
7. તાંદુલ કુસમ
ુ બલિ વિકાર : ચોખા તેમજ ફુલો વડે ચિત્રો ઉપસાવવાની કલા.
8. પુષ્પસ્તરન : શય્યા પર ફૂલોનું સ્તર પાથરવા માટે ફૂલો બનાવવાની કલા.
9. દશવાસનાંગ રાગ : દાંત તથા કપડા સાફ કરવાની કલા.
10. મણિભ ૂમિકા કર્મ : ઘરે ણાનો બેઝ (પાયો) બનાવવાની કલા.
11. શયન રચના : ફુલો તેમજ રજાઈ વડે શય્યા (પથારી) સજાવવાની કલા.
12. ઉદક વાદ્ય : પાણીમાંથી સંગીત ઉપજાવવાની કલા.
13. ઉદક ઘાતા : પાણી છલકાવવાની કલા.
14. ચિત્રયોગ : રં ગોના મિશ્રણને વ્યવહારીક રીતે લાગુ કરવાની કલા.
15. માલ્યાગ્રંથ વિકલ્પ : ફૂલના હાર, વેણી, ચાદર, વાડી બનાવવાની કલા.
16. કેશ ગફં ૂ ન : માથાના વાળની હેર સ્ટાઈલ બનાવવાની કલા.
17. નેપથ્યયોગ : ટાઈરીંગ (થાકેલા) રૂમમાં ડ્રેસીંગ થવાની કલા.
18. કર્ણપત્ર ભંગ : કાન વિંધવાની/સુશોભિત કરવાની કલા.
19. સુગધ
ં યુક્તિ : વિવિધ પ્રકારના સુગધ
ં ીત તેલ, અત્તર અને અર્ક બનાવવાની કલા.
20. ભ ૂષણ આયોજન : વિવિધ જાતના ઘરે ણા બનાવવાની કલા.
21. ઈન્દ્રજાળ : જાદુગરી કલા. (Hypnotize)
22. ુ ચલાવવાની કલા.
હસ્તલાઘવ : હાથ વડે શસ્ત્રો, કલમ તેમજ બીજી વસ્તઓ
23. ં ર, બ્રેડ, કેક વગેરે જેવા સ્વાદિષ્ટ વ્યંજન
ચિત્ર શબ્દપપ ભક્ષયી વિક્ર ક્રિયા : કચુબ
બનાવવાની ક્રિયા. (પાકશાસ્ત્ર)
24. પનાકા રાગ – રાગસ્વ યોજના : સ્વાદિષ્ટ પીણુ તેમજ નશાવાળી વસ્ત ુઓ
બનાવવાની કલા.
25. સુચિકા કર્મ : સિવણ સીવવાની કલા.
26. સુત્રકર્મ : રં ગબેરંગી દોરીઓ વડે ભરત કામ કરવાની કલા.
27. વિણા-ડમરૂ વાદન : તંત ુ વાદ્ય (વિણા) અને નાના ડ્રમ (ડમરૂ) વગાડવાની કલા.
28. પ્રહેલિકા : કોયડાઓ બનાવવાની અને ઉકેલ કરવાની કલા.
29. પ્રતિમાલા : કુશળતા અને સ્મ ૃતિ માટે વિવિધ ગીતો (ભજન, શ્લોકો વગેરે)ની
અંતાક્ષરી કે અનકડી રમવાની કલા.
30. દુર્વચક યોગ : ભાષાનો અભ્યાસ (જે બીજા સમજી ન શકે ) કરવાની કલા.
(code language)
31. પુસ્તક વાંચન : પુસ્તકોનો પાઠ કરવાની કલા.
32. ૂ ા નાટકો અને કથાઓ બતાવવાની કલા.
નાટક – આખ્યાયિકા દર્શન : ટંક
33. કાવ્ય સમસ્યાપ ૂર્તિ : કાવ્યોના છંદો ભેદવાની કલા.
34. પટ્ટિકા વેત્ર – બાણ વિકલ્પ : ઢાલ, બાણ બનાવવાની કલા. (શેરડીના પાન
વેતરીને)
35. ત ુર્કકર્મ : કાંતવાની કલા. (ચરખા દ્વારા ગોળ ફેરવીને)
36. તક્ષણ : સુથારીકામની કલા. (લાકડાના વાસણો, ઓજારો, રમકડા, ફર્નીચર
બનાવવા)
37. વાસ્ત ુ વિદ્યા : મહેલો, મંદિરો, ઈમારતો, મકાન, કિલ્લાઓ, ગુપ્ત ભોંયરા
બનાવવાની કલા.
38. રત્ન પરીક્ષા : સોનું – ચાંદી પારખવાની કલા. (ઘરે ણા બનાવવા માટે)
39. ધાતકુ ર્મ : ધાત ુ ગાળવાની કલા.
40. મણિરાગ જ્ઞાન : ઘરે ણા / રત્નો પર પડ ચડાવવા તેમજ રં ગવાની કલા.
41. આકરજ્ઞાન : ભ ૂમી – જમીન પારખવાની કલા.
42. વ ૃક્ષ – આયુર્વેદ યોગ : આયુર્વેદની જડીબુટ્ટીઓથી ઔષધીઓ બનાવવાની કલા.
43. મેષ , કુક્કુટ, લાવક યુદ્ધ વિધી : ઘેટા, કુકડા, તેતર વગેરેની લડવાની (દ્વ ંદ) ની
કલા. (પશુ પરીક્ષા)
44. શુક્રસારિકા પ્રલાપન : મેના, પોપટને બોલતા શીખવવુ, કબુતરને સંદેશાવાહક
બનાવતા શીખવવાની કલા.
45. ઉત્સાદન કલા : અત્તરથી વ્યક્તિની સાજા તેમજ કરવાની કલા.
46. કેશમર્જન કૌશલ : વાળ ઓળાવવાની કલા.
47. અક્ષરમુષ્ટિક કથન : હાથની આંગળીઓના ટેરવા વડે શબ્દો બનાવી વાતો
કરવાની કલા.
48. મલેચ્છદ કલા-વિકલ્પ : પરદે શની બનાવટી વસ્ત ુઓ બનાવવાની કલા.
49. સ્વદે શી ભાષાજ્ઞાન : પ્રાંતીય ભાષા/બોલીઓ જાણવાની કલા.
50. પુષ્પશક્તિ નિમિત્ત જ્ઞાન : સ્વર્ગીય અવાજ દ્વારા આગાહી જાણવાની કલા અથવા
ફૂલોની સજાવેલી ગાડી તૈયાર કરવાની કલા. (શુકન કલા)
51. યંત્રમંત્રક : ગુપ્ત યંત્રો બનાવવાની કલા.
52. ધારણ માત ૃકા : તાવીજનો ઉપયોગ કરવાની કલા.
53. સમવાચ્ય : વાતચીત કરવાની કલા.
54. માનસી કાવ્ય : શીઘ્ર કવિતા રચવાની કલા.
55. ક્રિયા વિકલ્પ : કોઈ સાહિત્યિક કાર્ય કે તબીબી ઉપાય (ઝેર પારખવા)ની કલા.
56. છલિત યોગ : છે તરવાની , ચોર પકડવાની કલા.
57. અભિધાન કોશ - છંદજ્ઞાન : સાંકેતિક ભાષા સમજવાની કલા .
58. વસ્ત્રગોપન : વેશભુષાની કલા.
59. દ્યુત વિશેષ : જુગાર, શતરં જ જેવી દ્યુત રમતો જાણવાની કલા.
60. આકર્ષણ ક્રીડા : પાસા અને ચુબ
ં ક સાથે રમવાની કલા.
61. બાળક્રીડા કર્મ : બાળકોના રમકડાનો ઉપયોગ કરીને તેને જ્ઞાન આપવાની કલા.
(Kinder garden)
62. વૈનાયિકી કલા : જાદુગરની હિકમત (ચાલ) સમજવાની કલા.
63. કૃષિ કલા : ખેતી અંગેના જ્ઞાનની કલા.
64. વૈતાનિક વિદ્યા : ધ ૂપ, દાણા વગેરેથી માનસિક અસ્થિરતા દૂર કરવાની કલા.

મહત્વ :- કલા માત્ર શોખ પ ૂરતી જ મર્યાદીત નથી હોતી પરં ત ુ એ આજીવિકાનુ ં સાધન પણ

હોય છે . અને કલા ક્યાંય શીખવા નથી જવી પડતી , એ તો વારસામાં આવે છે એવું કહેવામાં
આવે છે . એ વંશ-પરમ્પરાગત હોય છે , એક પેઢી એની બીજી પેઢીને વારસામાં આપે છે . અને
આ સિલસિલો આમ ને આમ ચાલતો રહે છે . કલા પરિવર્તનશીલ છે , યુગોના યુગો પસાર
થઈ જાય પણ એ ક્યારે ય જૂની થતી નથી. કલાનું સ્વરૂપ બદલાય છે જેમ કે , પહેલા શાસ્ત્રીય
સંગીતના વાદ્યોનો ઉપયોગ પહેલા શાસ્ત્રીય ગીતોમાં જ થતો હતો, પરં ત ુ હવે મોડર્ન સોંગમાં
પણ તેનો ઉપયોગ થાય છે . જૂની ગામઠી ભરતકલા હવે મોડર્ન વસ્ત્રોમાં જોવા મળે છે વગેરે .
આપણે ત્યાં સંગીતના સરસ્વતી લત્તા મંગેશકર (ગાયન), અમિતાભ બચ્ચન (અભિનય), બૈજુ
બાવરા (શાસ્ત્રીય ગાયક), હરિપ્રસાદ ચૌરસિયા(વાંસળી વાદક), જયશંકર સુદરી
ં (નાટક),

તાનારીરી (મલ્હાર રાગ), મિનાક્ષી રાઘવન (કલરીપયટ્ટુ યુદ્ધકલાના કોચ), ધ્યાનચંદ (હોકી
પ્લેયર), નાગાર્જૂન (ઔષધી ક્ષેત્ર), વિશ્વનાથ આનંદ (વિશ્વ વિજેતા ચેસ પ્લેયર), ડૉ. વિક્રમ
સારાભાઈ (વૈજ્ઞાનિક), રોકેટ એન્જિનીયર તરીકે ઓળખાતા ટીપુ સુલતાન , શકુંતલા દે વી
(હ્યુમન કેલ્ક્યુલેટર) વગેરે જેવી અનેક મહાન હસ્તીઓએ પોતાની અનોખી કલા દ્વારા
દે શવિદે શમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે .

તો આ હતા કલાના 64 પ્રકારો. કલાને આધારે વ્યક્તિ કલાકાર બને છે . કલા આપણી ઓળખ,
આજીવિકાનું સાધન, વ્યક્તિત્વ, સાથી છે . સાથી એટલા માટે કે તમારી પાસે જો કોઈ કલા
હોય,તો તમે ક્યારે ક એકલા નથી હોતા, જેમ કે, સંગીત વાદક boar થતો હોય તો એ એનું
વાદ્ય વગાડવા માંડે છે , જેથી કરીને એનો કંટાળો દૂર થાય અને એને આનંદ થાય . તો
તમારામાં રહેલી કલાને ઓળખો અને એને દુનિયા સમક્ષ બહાર લાવો. કેમ કે તમારામાં
રહેલી આવડતની નકલ કોઈ જ નહી કરી શકે.

64 types of art in india │ 64 types of art in gujarati │ 64 types of ancient arts │ types of ancient Indian
art │ different types of Indian art │ various types of Indian art │ types of Indian folk art

You might also like

  • 13
    13
    Document24 pages
    13
    Vishakha Mothiya
    No ratings yet
  • 7
    7
    Document26 pages
    7
    Vishakha Mothiya
    No ratings yet
  • 15
    15
    Document23 pages
    15
    Vishakha Mothiya
    No ratings yet
  • 12
    12
    Document24 pages
    12
    Vishakha Mothiya
    No ratings yet
  • 14
    14
    Document20 pages
    14
    Vishakha Mothiya
    No ratings yet
  • 10
    10
    Document25 pages
    10
    Vishakha Mothiya
    No ratings yet
  • 6
    6
    Document32 pages
    6
    Vishakha Mothiya
    No ratings yet
  • 9
    9
    Document33 pages
    9
    Vishakha Mothiya
    No ratings yet
  • 2
    2
    Document25 pages
    2
    Vishakha Mothiya
    No ratings yet