Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

પ્રતિ

શ્રી હસમુખભાઈ,

ન્યુઝ રિપોર્ટર

સંદેશ ન્યુઝ પેપર.

વડોદરા.

નવરાત્રિ એટલે શ ંુ ?

શક્તિનુ ં પર્વ એટલે નવરાત્રી.

શિવ ---માંથી “ઈ” ને દુર કરીએ એટલે બની જાય શવ અર્થાત મડદું !....મતલબ કે શિવને પણ કાર્યરત

થવા “ ઈ “ એટલે કે શક્તિની જરૂર પડે છે અને શક્તિ વગર શિવ અધ ૂરા છે . એવી જ રીતે દરે ક મનુષ્યને

ભિન્ન ભિન્ન કાર્ય કરવા ઊર્જાની જરૂર પડે છે અને એ ઊર્જા એટલે કે શક્તિ અને શક્તિ એટલે ઊર્જા. આ

દુનિયામાં કોઈ પણ વસ્ત ુ જડ કે ચૈતન્ય દરે કમાં શક્તિ રહેલી છે . સ્થિર પદાર્થમાં સ્થિતિ શક્તિ અને

ચલાયમાન પદાર્થમાં ગતિ-શક્તિ રહેલ છે . આ ઊર્જાનો મ ૂળ સ્ત્રોત અનંત બ્રહ્માંડ છે . વિજ્ઞાન મુજબ ઊર્જાનો

ક્યારે ય વિનાશ નથી થતો તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે આ ઊર્જા પોતાનુ ં સ્વરૂપ

બાહ્ય પરિબળો દ્વારા અપાતા બળ મુજબ બદલે છે એટલેકે જો શક્તિનો ઉપયોગ હકારાત્મક અભિગમથી

કરવામાં આવે તો હકારાત્મક પરિણામ મળે અને દુરુપયોગ કરવામાં આવે તો નકારાત્મક પરિણામ મળે .

ઉદાહરણ તરીકે રાવણે પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો અંતે તેન ુ ં પતન થયુ.ં જયારે જયારે શક્તિનો

દુરુપયોગ થયો છે ત્યારે ત્યારે એ વ્યક્તિનુ ં પતન થયું જ છે અહી કહેવાનો અર્થ છે કે જો કોઈ વ્યક્તિ

પોતાની ઊર્જાનો સદુપયોગ ના કરે અને એને દુર્માર્ગે વાપરે તો સમાજનુ ં પતન થઇ શકે છે અને જો એ જ

ઊર્જા હકારાત્મક અભિગમથી વાપરવામાં આવ તો સમાજનુ ં અને વ્યક્તિનુ ં ઉત્થાન થઇ શકે છે .

દુનિયામાં નકારાત્મક ઊર્જા વધુ છે એને હકારત્માંક ઉર્જામાં પરિવર્તિત કરવાનુ ં પર્વ એટલે નવરાત્રી. નવ

દુર્ગાના સ્વરૂપોને આત્મસાત કરવું એટલે કે એના ગુણોને ધારણ કરવાનુ ં પર્વ એટલે નવરાત્રી.

નવરાત્રિ મનુષ્યને નવ સ્વરૂપના ગુણોને ધારણ કરવાનુ ં સુચવી જાય છે અને આજના સમયમાં એ બહુ

જરૂરી છે . વિશ્વને બચાવવું હોય તો આજની દરે ક નારીને શક્તિ સ્વરૂપ ધારણ કરવું જ પડશે, કેમકે “નારી ત ું
નારાયણી ને નારી રતનની ખાણ, નારીથી નર નીપજે ને નારી જગમાં મહાન” અર્થાત જે મનુષ્યો ખોટા

માર્ગે જાય છે તે નારી થકી જ ઉદભવ્યા છે , એટલે એ દરે ક નારીનુ ં કર્તવ્ય છે કે પોતાની ઊપજ સંતાન

કોઈની બહેન દીકરીને પરે શાન તો નથી કરતુ ને ? પોતાનુ ં સંતાન અધર્મના માર્ગે તો નથી ચાલત ું ને ?

આજની આધુનિક માતા જો સ્વસ્થ અને સંસ્કારી બાળકોને જન્મ આપશે તો આ દુનિયામાં ઘરે ઘરે માં

પ ૂજાશે, અને દુનિયામાં મોટાભાગના રોગ અને ભ્રષ્ટાચાર ખતમ થઇ જશે.

હે શક્તિ સ્વરૂપ દિવ્ય નારી – ઉઠો જાગો અને સમજો તમારી મહત્તાને . નારી એ માત્ર મનોરં જનનુ ં સાધન

માત્ર નથી ? એ તો દુનિયાને મહાન બનાવવાનુ ં માધ્યમ છે . જે તમારા થકી જ સંભવ છે .

નવદુર્ગા માંથી ધારણ કરવા જેવા નવ દિવ્ય ગણ


ુ ો

1) શૈલપુત્રી :આધુનિક નારીમાં શૈલ્પુત્રીની જેમ પોતાના નિર્ણયોમાં અડગ રહેવાનો ગુણ ધારણ કરવાનુ ં

સુચવી જાય છે જેથી શક્તિ સ્વાવલંબી બને.

2) બ્રહ્મચારીણી: બ્રહ્મચર્યનુ ં પાલન કરીને પોતાના તેજને બચાવી રાખવું વિવિધ તપસ્યા કરીને સિદ્ધિ

હાંસલ કરવી, જેથી ઉત્તમ સંતાનોને જન્મ આપી શકે જે આ રાષ્ટ્ર અને દુનિયાનુ ં ભવિષ્ય છે .

3) ચંદ્રઘંટા: જેના મસ્તક પર ચંદ્ર ધારણ કરે લ છે તે ચંદ્રઘંટા. મસ્તક પર ચંદ્રને ધારણ કરવો એટલે કે

મન માં ચંદ્રરૂપી શીતળતા ધારણ કરવી અર્થાત શાંતિ ધારણ કરવી.

4) કુષ્માંડા: જેના ગર્ભમાં સમસ્ત બ્રહ્માંડ સમાયેલ ું છે તે મધુર હાસ્ય વાળી માં કુષ્માંડા.. દરે ક મનુષ્ય

પોતે એક બ્રહ્માંડ નુ ં સ્વરૂપ છે અને વેદોમાં પણ ઉલ્લેખ છે “ યદા પિંડે તદા બ્રહ્માંડે “ એટલે કે

મનુષ્યને પિંડથી બ્રહ્માંડ સુધીની યાત્રા, આત્માથી પરમાત્મા સુધીની યાત્રા કરવાની છે જે શક્તિની

આરાધના વગર શક્ય નથી.

5) સ્કંદમાતા: સ્કંદમાતાની જેમ ઉજ્જવળ સંસ્કારી અને વીર સંતાનને જન્મ આપવો.

6) કાત્યાયની: કાત્યાયન ઋષિના દીકરી કાત્યાયની: આદિશક્તિ સમય આવ્યે ધરતી પર પુત્રી સ્વરૂપે

પ્રગટ થઇ શકે છે , તેથી, દરે ક માતા-પિતા પોતાની ઉર્જાને એટલી સક્ષામાં બનાવે કે જેથી માં

આપણા ઘરે દીકરી સ્વરૂપે જન્મ લઇ શકે અને જગતનો ઉદ્ધાર કરી શકે.

7) કાળ રાત્રિ: સમય આવ્યે પરિવાર પર આવેલ મુશ્કેલીઓનો ખાત્મો કરવો. નારીને કોમળ સમજવામાં

અહી લોકો ભ ૂલ કરે છે પણ, રીસર્ચ એવું કહે છે મુશ્કેલીના સમયમાં નારી વધુ મજબુત બની શકે છે

અને એના માટે એના શરીરની રચના જવાબદાર છે . ઘણાં ઉદાહરણ છે કે જયારે પરિવાર પર સંકટ
આવ્યું ત્યારે નારી મજબુત બનીને એનો સામનો કરે છે અને રીસર્ચ એવું પણ કહે છે કે જયારે પુરુષ

પર અસહ્ય સંકટ આવે છે ત્યારે એ નારી કરતા વધુ જલ્દીથી હતાશ થઇ જાય છે

8) ગૌરી ગૌરીની આરાધના તમારા ત્રણેય શરીરને ગૌર વર્ણના બનાવવામાં મદદ કરે છે . મન ગૌર

વર્ણનુ ં હોવું અત્યંત જરૂરી છે .

9) સિદ્ધિ-દાત્રી : જયારે ઉપર મુજબના આઠ રૂપોને અર્થાત ગુણોને નારી ધારણ કરે છે ત્યારે એ સિદ્ધિ

દાત્રી બની જાય છે એટલે કે એ શક્તિ સ્વરૂપ સ્ત્રી જેના પણ ઘરમાં હોય છે એ ઘર માં સર્વે સિદ્ધિઓ

એના આંગણામાં રમતી હશે:

આમ, નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનુ ં પર્વ, નકારાત્મકતા ને હકારાત્મ્ક્તામાં પરિવર્તિત કરવાનુ ં

પર્વ, નવ ગુણોને ધારણ કરવાનુ ં પર્વ, આત્માથી પરમાત્મા સુધી પહોચવાની યાત્રાને આરં ભ કરવાનુ ં

પર્વ. શક્તિનુ ં દરે ક સ્વરૂપ દરકે મનુષ્યમાં છે જ, જેને જાગ્રત કરવાનુ ં પર્વ,

નોંધ: આ આર્ટીકલ પ્ર ૂફ રીડીંગ કર્યા વગર છાપવું નહિ.

આપની વિશ્વાસુ

તેજલ ગિરજાશંકર જોષી

CEO, શ્રી ગર્ભસંસ્કાર સેન્ટર, વડોદરા.

You might also like