Vastu 55

You might also like

Download as rtf, pdf, or txt
Download as rtf, pdf, or txt
You are on page 1of 2

વાસ્તુશાસ્ત્ર

જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી

વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુમંડલ ના કન્સેપટ મુજબ કોઈ


પણ ઘર અથવા ઓફિસ કે બિલ્ડિંગ બની રહ્યાં હોય તેમાં
વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી ઇશાન ખૂણો ખૂબ જ અગત્યનો
ગણાય છે. જ્યારે પણ વાસ્તુ આધારિત બાંધકામ કરાવતાં હો
ત્યારે ઇશાન ખૂણાને લગતાં વિવિધ વાસ્તુ નિયમોનું ધ્યાન
રાખવાથી લાભ થાય છે. ઇશાન ખૂણો એટલે કે પૂર્વ દિશાના
ઉત્તરના ભાગને પૂર્વી ઇશાન કહે છે તથા ઉત્તર દિશામાં પૂર્વ
દિશાના ભાગને ઉત્તરી ઇશાન કહે છે. ઇશાન ખૂણાનો પ્રભાવ ઘરના
માલિક અને બાળકો પર વધારે પડે છે. ઘરના દરવાજા પણ પૂર્વી
ઇશાન કે ઉત્તરી ઇશાન ખૂણામાં બનાવવા સારા રહે છે. ઉત્તર
ઇશાન દિશા ખૂબ જ અસરકારક છે. જો કોઈ રહેઠાણ, ઔદ્યોગિક સંસ્થા
કે વ્યવસાયિક પરિસરનું મુખ્ય દ્વાર ઉત્તર ઇશાન ખૂણામાં
બનાવવામાં આવે તો ઘરના માલિકને ખૂબ જ લાભ થાય છે. ઘરનો ઇશાન
ખૂણો અન્ય દિશા કરતાં મોટો હશે તો ઘરમાં કાયમી સુખ-સંપત્તિ
રહેશે. ઇશાન ખૂણામાં પાણીની ટાંકી, અથવા તો પાણી
સંગ્રહવાનું કોઈ પણ સાધન રાખવું. ઇશાન ખૂણામાં જળદેવતાને
રાખવાથી ઘરના લોકોની સતત પ્રગતિ થાય છે. ઇશાન ખૂણામાં
પૂર્વ તરફનો ઢાળ પુરુષોની પ્રગતિ કરાવડાવે છે. જ્યારે ઇશાન
ખૂણાને ઉત્તર તરફનો ઢોળાવ સ્ત્રીઓના સર્વાંગી વિકાસ માટે
શ્રેષ્ઠ સાબિત થાય છે.ઈશાન સિવાય જો વાયવ્ય ખૂણો વધે તો
ત્યાં રહેનારની માનસિક સ્થિતિ માટે સારું નથી. નૈઋત્ય વધે
તો માંદગી આવે જયારે અગ્નિ વધે તો ઘરની સ્ત્રીઓ ને તકલીફ
થતી જોવા મળે છે.

હવે બેડરૂમ ને લગતા કેટલાક નિયમ જોઈએ.જો બેડરૂમમાં


વાસ્તુશાસ્ત્ર દ્વારા બતાવવામાં આવેલી વાતોનું ધ્યાન
રાખવામાં આવે તો લગ્ન જીવનમાં સુખ અને શાંતિ બની રહે છે.
બેડરૂમની સૌથી સારી સ્થિતિ ઘરની દક્ષિણ-પશ્ચિમમાં હોય છે.
આથી આ દિશામાં બેડરૂમ બનાવવો જોઈએ. દક્ષિણ-પશ્ચિમ દિશા ઊંઘ
માટે સૌથી શાંતિપૂર્ણ અને આરામદાયક સ્થિતિઓ પ્રદાન કરે છે.
જો દક્ષિણ-પશ્ચિમ દિશામાં બેડરૂમ ન બનાવી શકાય તો ઘરના
પશ્ચિમ કે દક્ષિણ દિશામાંથી કોઈ એક દિશામાં બેડરૂમ બનાવી
શકાય છે. વાસ્તુ પ્રમાણે ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગને આપસી
સંબંધો માટે મહત્વનો માનવામાં આવે છે. એટલા માટે આ ભાગમાં
સકારાત્મક ઊર્જાને સક્રિયા અને નકારાત્મક ઊર્જાને
નિષ્ક્રિય કરવા માટે તમે જે પણ પ્રયાસ કરશો, તે ખૂબ જ
ફાયદાકારક રહેશે. આથી આ ભાગમાં સકારાત્મક ઊર્જા વધારનારી
છે. છત ઉપર બીમ ન હોવો જોઈએ કે એક પલંગ ઉપર બે અલગ-અલગ
ગાદલાઓનો ઉપયોગ પણ અલગાવ દર્શાવે છે. તેથી આવી વસ્તુઓનો
ઉપયોગ ન કરવો જોઈએ.બેડરૂમ ના કલર અને દીવાલ પર લગાવવાના
પોસ્ટર વિગેરે સાવધાની થી પસંદ કરવા જોઈએ. ઘરની તમામ સજાવટ
માં વાસ્તુ ના નિયમો નો ઉપયોગ કરવામાં આવે તો લાભ થાય છે.

જ્યોતિષાચાર્ય શ્રી રોહિત


જીવાણી

You might also like