End of The World

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 7

દુનિયાના અંત વિષે ચાર સવાલોના જવાબ

(w ૧૦ ૯/૧ પાના ૫-૮)

ઈસુએ જણાવ્યું હત ું કે ‘દુનિયાનો અંત આવશે.’ એ વિષે વધારે


જણાવતા તેમણે કહ્યુ:ં ‘તે વેળા એવી મોટી વિપત્તિ આવી પડશે કે
તેના જેવી જગતની શરૂઆતથી તે હમણાં સુધી થઈ નથી, ને કદી થશે
પણ નહિ.’—માત્થી ૨૪: ૧૪, ૨૧.

દુનિયાના અંત વિષે ઈસુએ જે કહ્યું અને બાઇબલ પણ જે જણાવે છે ,


એનાથી અનેક મહત્ત્વના સવાલો ઊભા થાય છે . જો તમારી પાસે
બાઇબલ હોય, તો ચાર સવાલોની ચર્ચા કરીએ તેમ એમાંની કલમો
સાથે સાથે વાંચી શકો.

૧ શાનો અંત આવશે?


બાઇબલ એમ શીખવતું નથી કે પ ૃથ્વીનો નાશ થશે. એક ઈશ્વરભક્તે
લખ્યુ:ં ‘કદી ખસે નહિ એવો પ ૃથ્વીનો પાયો ઈશ્વરે નાખ્યો છે .’
(ગીતશાસ્ત્ર ૧૦૪:૫) બાઇબલ એમ પણ શીખવત ું નથી કે ધરતી
બળીને ખાખ થઈ જશે અને સર્વ જીવનો નાશ થશે. (યશાયાહ
૪૫:૧૮) ઈસુએ પોતે જણાવ્યું હત ું કે અમુક લોકો દુનિયાના અંતમાંથી
બચી જશે. (માત્થી ૨૪:૨૧, ૨૨) તો પછી બાઇબલ શાના અંત વિષે
જણાવે છે ?
સરકારોનો અંત આવશે. ઈશ્વરભક્ત દાનીયેલે લખ્યુ:ં ‘ઈશ્વર એક રાજ્ય
સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત અન્ય
પ્રજાના કબજામાં સોંપાશે નહિ. પણ તે આ સઘળાં રાજ્યોને ભાંગીને
ચ ૂરા કરીને તેમનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે.’—દાનીયેલ
૨:૪૪.
ુ અને પ્રદૂષણનો અંત આવશે. એ માટે ઈશ્વર શું કરશે, એના વિષે
યદ્ધ
ગીતશાસ્ત્ર ૪૬:૯ આમ કહે છે : “તે પ ૃથ્વીના છે ડા સુધી લડાઈઓ બંધ
કરી દે છે ; તે ધનુષ્યને ભાંગી નાખે છે , ભાલાને કાપી નાખે છે ; અને
રથોને અગ્નિથી બાળી નાખે છે .” બાઇબલ એ પણ જણાવે છે કે
‘પ ૃથ્વીનો નાશ કરનારાનો ઈશ્વર નાશ કરશે.’—પ્રકટીકરણ ૧૧:૧૮.
ુ ાનો અંત આવશે. ઈશ્વરે બાઇબલમાં વચન આપ્યું
અન્યાય અને ગન
છે : ‘સદાચારીઓ પ ૃથ્વીમાં વસશે અને ન્યાયી લોકો તેમાં જીવતા
રહેશે. પણ દુષ્ટોનો પ ૃથ્વી પરથી નાશ થશે અને કપટ કરનારાઓ
તેમાંથી સાવ ઉખેડી નાખવામાં આવશે.’—નીતિવચનો ૨:૨૧, ૨૨.
૨ દુષ્ટ દુનિયાનો અંત ક્યારે આવશે?
ખુદ યહોવાહ ઈશ્વરે “સમય” નક્કી કર્યો છે કે ક્યારે દુષ્ટતાનો અંત
લાવવો અને ક્યારે ધરતી પર પોતાની સરકાર લાવવી. (માર્ક
૧૩:૩૩) પરં ત ુ, બાઇબલ સાફ જણાવે છે કે કોઈ પણ ગણતરી દ્વારા
આપણે જાણી શકતા નથી કે અંત ક્યારે આવશે. ઈસુએ કહ્યું હત:ું ‘તે
ં ી ઈશ્વર વગર કોઈ જાણત ું નથી, સ્વર્ગદૂતો
દહાડા અને તે ઘડી સંબધ
નહિ તેમ જ હુ ં પોતે પણ નહિ.’ (માત્થી ૨૪:૩૬) જોકે, ઈસુ અને
તેમના શિષ્યોએ જણાવ્યું કે દુષ્ટ દુનિયાનો અંત આવે, એ પહેલાં
દુનિયાની હાલત કેવી હશે. ચાલો એના વિષે જોઈએ. દુનિયામાં જ્યારે
એક સાથે એવી બાબતો થવા લાગે, ત્યારે સમજવું કે અંત નજીક છે .
ઇતિહાસમાં આજે રાજકારણ, દુનિયાના વાતાવરણ અને સમાજમાં
સૌથી વધારે ઊથલપાથલ છે . દુષ્ટ દુનિયાના અંત વિષે શિષ્યોના
સવાલનો જવાબ આપતા ઈસુએ આમ કહ્યુ:ં ‘પ્રજા પ્રજાની વિરુદ્ધ અને
રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે. ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે, ને દુકાળો
પડશે. મહાદુઃખની આ તો શરૂઆત છે .’ (માર્ક ૧૩:૮) ઈશ્વરભક્ત
પાઊલે પણ આમ લખ્યુ:ં ‘અંતના સમયમાં મુશ્કેલીના દિવસો આવશે.
માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, બડાઈ મારનારા અને અભિમાની બની
જશે. તેઓ બીજાની નિંદા કરશે, માતાપિતાને આધીન નહિ રહે, કદર
ન કરનારા અને નાસ્તિક હશે. તેઓ દયા વગરના, બદલો લેનારા,
અફવા ફેલાવનારા, સંયમ નહિ રાખનારા, ઘાતકી અને સત્યનો નકાર
કરનારા હશે. તેઓ દગો દે નારા, અવિચારી, અભિમાનથી ફૂલાઈ
ગયેલા અને ઈશ્વર પર પ્રેમ કરવાને બદલે પૈસાને ચાહનારા હશે.’—૨
તીમોથી ૩:૧-૫, પ્રેમસંદેશ.
આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યનો સંદેશ અનેક ભાષામાં જણાવાય
છે . ઈસુએ આમ કહ્યું હત:ું ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની
આ ખુશખબર આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત
આવશે.’—માત્થી ૨૪:૧૪.
૩ દુષ્ટ દુનિયાના અંત પછી શું બનશે?
બાઇબલ એવું શીખવતું નથી કે સર્વ સારા લોકો સ્વર્ગમાં જશે અને
અમર થશે. ઈસુએ એમ શીખવ્યું કે મનુષ્ય માટે ઈશ્વરનો મ ૂળ મકસદ
પ ૂરો થશે. એટલે તેમણે કહ્યુ:ં “જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે ; કેમ કે
તેઓ પ ૃથ્વીનુ ં વતન પામશે.” (માત્થી ૫:૫; ૬:૯, ૧૦) બાઇબલ એમ
પણ જણાવે છે કે દુષ્ટ દુનિયાનો અંત આવતા પહેલાં જેઓ ગુજરી
જાય, તેઓને ઈશ્વર સજીવન કરશે.—અય ૂબ ૧૪:૧૪, ૧૫; યોહાન
૫:૨૮, ૨૯.
ઈશ્વરના રાજ્યના રાજા તરીકે ઈસ ુ સ્વર્ગમાંથી રાજ કરશે. ઈશ્વરભક્ત
દાનીયેલે આમ લખ્યુ:ં “રાતનાં સંદર્શનોમાં હુ ં જોતો હતો, તો જુઓ,
સ્વર્ગના મેઘો સાથે મનુષ્યપુત્રના જેવો એક પુરુષ [સજીવન થયેલા
ઈસુ] પેલા વયોવ ૃદ્ધ પુરુષની [યહોવાહની] પાસે આવ્યો, ને તેઓ તેને
તેની નજીક લાવ્યા. તેને [ઈસુને] સત્તા, મહિમા તથા રાજ્ય આપવામાં
આવ્યા, કે જેથી બધા લોકો, પ્રજાઓ તથા સર્વ ભાષાઓ બોલનાર
માણસો તેના તાબેદાર થાય; તેની સત્તા સનાતન તથા અચળ છે , ને
તેન ુ ં રાજ્ય અવિનાશી છે .”—દાનીયેલ ૭:૧૩, ૧૪; લુક ૧:૩૧,
૩૨; યોહાન ૩:૧૩-૧૬.
ઈશ્વરના રાજ્યમાં સર્વ લોકો તંદુરસ્ત અને સલામત હશે. તેઓ અમર
જીવશે. એના વિષે ઈશ્વરભક્ત યશાયાહે આમ લખ્યુ:ં “તેઓ ઘરો
બાંધીને તેઓમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને તેમનાં ફળ ખાશે.
તેઓ બાંધશે ને તેમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને તે
બીજો ખાશે, એવું થશે નહિ.” (યશાયાહ ૬૫:૨૧-૨૩) એ સમય વિષે
ઈશ્વરભક્ત યોહાને પણ લખ્યુ:ં ‘જુઓ, ઈશ્વરનો મંડપ માણસોની સાથે
છે , ઈશ્વર તેઓની સાથે રહેશે, તેઓ તેના લોકો થશે, અને ઈશ્વર પોતે
તેઓની સાથે રહીને તેઓનો ઈશ્વર થશે. તે તેઓની આંખોમાંન ુ ં દરે ક
આંસુ લ ૂછી નાખશે; મરણ થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ
થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે .’—પ્રકટીકરણ ૨૧:૩, ૪.
૪ દુનિયાના અંતમાંથી બચવા તમારે શું કરવું જોઈએ?
યહોવાહ જરૂર સરકારો અને દુષ્ટોને દૂર કરવા પગલાં લેશે. અંતના
સમયમાં રહેતા અમુક લોકો એવું સાંભળીને હસશે અને મશ્કરી કરશે.
ઈશ્વરભક્ત પીતર પણ એ જાણતા હતા. (૨ પીતર ૩:૩, ૪) તોપણ,
પીતર આપણા સમયમાં રહેતા સર્વને આવાં પગલાં લેવા અરજ કરે
છે :
ઇતિહાસમાંથી શીખીએ. પીતરે આમ લખ્યુ:ં ‘ઈશ્વરે પુરાતન જગતને
પણ છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને
ન્યાયીપણાના ઉપદે શક નુહને અને તેની સાથેના સાત માણસોને
બચાવ્યા.’ (૨ પીતર ૨:૫) મશ્કરી કરનારાઓ વિષે પીતરે આમ કહ્યુ:ં
‘તેઓ જાણીજોઈને આ ભ ૂલી જાય છે કે ઈશ્વરના કહેવાથી આકાશો
પ્રથમથી હતાં, અને પ ૃથ્વી પાણીથી અને પાણીમાં બાંધેલી હતી. તેથી
ૂ ીને નાશ પામ્યુ;ં પણ હમણાંનાં આકાશ
તે વેળાનુ ં જગત પાણીમાં ડબ
અને પ ૃથ્વી* ઈશ્વરના કહેવાથી ન્યાયકાળ અને અધર્મી માણસોના
નાશના દિવસ સુધી રાખી મ ૂકેલાં અને બાળવાને માટે તૈયાર રાખેલાં
છે .’—૨ પીતર ૩:૫-૭.
બાઇબલનાં ધોરણ પ્રમાણે જીવો. પીતરે લખ્યું કે આ દુષ્ટ દુનિયાના
અંતમાંથી બચી જવા ચાહનારા લોકો “પવિત્ર આચરણ તથા
ભક્તિભાવમાં” મંડ્યા રહેશે. (૨ પીતર ૩:૧૧) નોંધ કરો કે પીતરે
‘પવિત્ર આચરણ અને ભક્તિભાવ’ પર ભાર મ ૂક્યો. એ બતાવે છે કે
ફક્ત ઉપર ઉપરથી ધાર્મિક હોવું પ ૂરત ું નથી. અથવા તો છે લ્લી ઘડીએ
ઈશ્વરની ભક્તિનો ડોળ કરવો પ ૂરત ું નથી.
પણ સવાલ થાય કે ઈશ્વરને કેવી ભક્તિ પસંદ છે ? એ જાણવા માટે એ
વિષય પર તમે જે માનો છો, એને બાઇબલ સાથે સરખાવો.
યહોવાહના સાક્ષીઓ તમને રાજીખુશીથી મદદ કરશે. તેઓને પ ૂછો કે
એ સવાલનો જવાબ ક્યાંથી મળી શકે. એમ કરવાથી આજે ડરાવી
નાખતા બનાવોનો સામનો કરવા તમને હિંમત મળશે. તેમ જ,
ઈશ્વરમાં તમારી શ્રદ્ધા વધશે. (w10-E 08/01)
[ફુટનોટ્સ]

પીતર અહીં પ ૃથ્વીના નહિ, દુષ્ટ મનુષ્યોના નાશની વાત કરતા હતા.
બાઇબલના ઘણા લેખકો મનુષ્યોની વાત કરતી વખતે પ ૃથ્વી શબ્દ
વાપરે છે . એક ઈશ્વરભક્તે લખ્યું કે “પ ૃથ્વી હરખાઓ.” (ગીતશાસ્ત્ર
૯૬:૧૧) પ ૃથ્વી હકીકતમાં ‘હરખાઈ’ શકતી નથી. એ જ રીતે પ ૃથ્વીનો
નહિ, પણ પીતરે કહ્યું તેમ એમાંના દુષ્ટ લોકોનો વિનાશ થશે.
[પાન ૭ પર ચિત્રન ંુ મથાળું ]

પ ૃથ્વીનો નહિ, પણ એને નુકસાન કરનારાનો નાશ થશે

You might also like