Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 10

https://wol.jw.org/gu/wol/d/r73/lp-gu/2008802?

q=%E0%AA%88%E0%AA%B8%E0%AB
%81&p=par

નરક વિષે ઈસુએ શું શીખવ્યુ?ં


ઈસુએ કહ્યુ:ં “જો તારી આંખ તને પાપમાં પાડે, તો તેને કાઢી નાખ. બે આંખો સાથે
નરકમાં જવું કે જ્યાં કીડો કદી મરતો નથી અને અગ્નિ કદી બુઝાતો નથી તેના
કરતાં એક આંખે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો એ સારું છે .”—માર્ક ૯:૪૭, ૪૮,
IBSI.
બીજી એક વાર ઈસુએ ન્યાયના દિવસની વાત કરી. એ દિવસે તે દુષ્ટોને કહેશે:
“શેતાન અને તેના દૂતો માટે તૈયાર કરે લા અનંત અગ્નિમાં તમે અહીંથી જાઓ.”
ઈસુએ એમ પણ કહ્યું કે તેઓ ‘અનંતકાળની શિક્ષા’ ભોગવશે.—માથ્થી ૨૫:૪૧, ૪૬,
IBSI.

ઈસુના શબ્દો પરથી એવું લાગી શકે કે તેમણે નરક વિષે શીખવ્યું હત.ું
પણ ઈસુને ખબર હતી કે “મ ૂએલા કંઈ જાણતા નથી.” (સભાશિક્ષક
૯:૫) ઈસુએ કદીયે બાઇબલ વિરુદ્ધ શિક્ષણ આપ્યું ન હત.ું

તો પછી ઈસુએ કેમ કહ્યું કે વ્યક્તિઓ “નરકમાં” જશે? શુ ં ઈસુ એવી


કોઈ જગ્યાની વાત કરતા હતા, જ્યાં ‘અનંત અગ્નિ’ બળતો હોય?
દુષ્ટો કઈ રીતે ‘અનંતકાળની શિક્ષા’ ભોગવશે? ચાલો જોઈએ.
ુ કેમ કહ્ય ં ુ કે વ્યક્તિઓ “નરકમાં” જશે? માર્ક ૯:૪૭માં ગ્રીક
ઈસએ
ે ા શબ્દ માટે ‘નરક’ ભાષાંતર થયું છે . હિબ્ર ૂ ભાષામાં ગે
ભાષાના ગેહન્ન
હિન્નોમ કહેવાય છે , જેનો અર્થ થાય “હિન્નોમની ખીણ.” ઈસ્રાએલના
રાજાઓના જમાનામાં આ ખીણ યરૂશાલેમની બહાર આવેલી હતી.
અમુક લોકો એમાં બાળકોનાં બલિદાનો ચડાવતાં, જેનાથી ઈશ્વરને ખ ૂબ
નફરત હતી. તેમણે કહ્યું કે એવાં કામો કરનારાને તે મોતની સજા
ફટકારશે. પછી એવા “લોકનાં મુડદાં” હિન્નોમની ખીણમાં સડ્યાં કરશે.
એ “કતલની ખીણ” કહેવાશે. (યિર્મેયાહ ૭:૩૦-૩૪) પણ ઈશ્વર યહોવાહે
એમ ન કહ્યું કે દુષ્ટોને હિન્નોમની ખીણમાં રિબાવવામાં આવશે.

ઈસુના જમાનામાં લોકો હિન્નોમની ખીણમાં બધો કચરો ફેંકતા. અરે ,


અમુક દુષ્ટ ગુનેગારોની લાશો પણ એમાં ફેંકતા. એ ખીણમાં કદીયે
આગ બ ૂઝાતી નહિ. એટલે કચરો અને લાશો એમાં બળી જતા.

ઈસુએ કહ્યું કે એ ખીણમાં કીડા મરતા નથી, ને અગ્નિ હોલવાતો નથી.


એનો શું અર્થ થાય? કદાચ તે યશાયાહ ૬૬:૨૪ વિષે કહેતા હતા, જે
જણાવે છે : ‘જેઓએ ઈશ્વરનો અપરાધ કર્યો હતો, તેઓનાં મુડદાં
દે ખાશે. તેઓનો કીડો મરનાર નથી, ને તેઓનો અગ્નિ હોલવાશે
નહિ.’ ઈસુ અને લોકો જાણતા હતા કે જે ગુનેગારોની લાશ દાટવામાં
આવતી નહિ, તેઓને એ શબ્દો લાગુ પડતા હતા.
ે ા તરીકે પણ ઓળખાતી. ગેહન્ન
હિન્નોમની ખીણ ગેહન્ન ે ા એવી કોઈ જગ્યા
ે ા શબ્દ
નથી, જેમાં વ્યક્તિ કાયમ પીડાતી રહે. ગેહન્ન
વાપરીને ઈસુ કહેતા હતા કે એમાંની વ્યક્તિનુ ં નામ-નિશાન રહેશે નહિ.
ઈશ્વર તેઓને સજીવન કરવાને યોગ્ય ગણતા નથી. એના પર ભાર
મ ૂકતા ઈસુએ કહ્યુ:ં “શરીર અને જીવનો નર્કમાં નાશ કરી શકનાર
ઈશ્વરની બીક રાખો.”—માથ્થી ૧૦:૨૮, કોમન લેંગ્વેજ.
શ ંુ ઈસ ુ એવી કોઈ જગ્યાની વાત કરતા હતા, જ્યાં ‘અનંત અગ્નિ’
બળતો હોય? ઈસુએ માત્થી ૨૫:૪૧માં “શેતાન અને તેના દૂતો માટે ”
તૈયાર કરે લા ‘અનંત અગ્નિ’ વિષે વાત કરી. શું સ્વર્ગદૂતો આગથી
ભસ્મ થઈ શકે? ના. હકીકતમાં તો ઈસુએ ‘આગનો’ દાખલો આપ્યો. એ
જ પ્રવચનમાં ઈસુએ ‘ઘેટાં’ અને ‘બકરાંનો’ દાખલો આપ્યો. પણ
ત્યાં ઈસુપ્રાણીઓની નહિ, લોકોના સ્વભાવની વાત કરતા હતા. (માત્થી
૨૫:૩૨, ૩૩) એ જ રીતે ઈસુએ અનંત અગ્નિનો દાખલો આપીને
સમજાવ્યું કે દુષ્ટનો સાવ નાશ થઈ જશે.
દુષ્ટો કઈ રીતે ‘અનંતકાળની શિક્ષા’ ભોગવશે? માત્થી ૨૫:૪૬માં
‘શિક્ષા’ ભાષાંતર થયેલો મ ૂળ ગ્રીક શબ્દ કોલાસીનછે . એનો અર્થ થાય
કે ‘ઝાડની વ ૃદ્ધિ તપાસવી’ કે પછી એની વ ૃદ્ધિ થવા દે વા નકામી
ડાળીઓ કાપી નાખવી. ઘેટાં જેવા નમ્ર સ્વભાવના લોકોને ઈશ્વર સદા
માટેના જીવનનુ ં વરદાન આપશે. જ્યારે કે બકરાં જેવા ઘમંડી લોકોને
‘અનંતકાળની શિક્ષા’ થશે. એટલે કે તેઓની જીવનદોરી હંમશ
ે માટે
કપાઈ જશે.
તમને શું લાગે છે ?
આપણામાં આત્મા જેવું કંઈ છે , એવું ઈસુએ કદીએ શીખવ્યું નહિ. એના
બદલે તેમણે શીખવ્યું કે ગુજરી ગયેલાને સજીવન કરવામાં આવશે.—
લુક ૧૪:૧૩, ૧૪; યોહાન ૫:૨૫-૨૯; ૧૧:૨૫.
ઈસુએ એવું પણ શીખવ્યું નહિ કે પાપીઓને ઈશ્વર રિબાવશે. પણ
ઈસુએ તો કહ્યુ:ં ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે પોતાનો દીકરો
આપ્યો. એ માટે કે જે કોઈ દીકરા પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય,
પણ તે અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) અહીં ઈસુએ કહ્યું કે જે કોઈ
વિશ્વાસ નહિ કરે , તેનો નાશ થશે. જો નરક જેવું કંઈક હોત, તો તેમણે
એના વિષે પણ જણાવ્યું હોત.
અમુક કલમો તપાસીને આપણે જોયું કે નરકની માન્યતા બાઇબલ પર
આધારિત નથી. તો પછી એ ક્યાંથી આવી? કઈ રીતે એ માન્યતા
ખ્રિસ્તીધર્મમાં આવી? (પાન ૬ પર “નરકની માન્યતા ક્યાંથી આવી?”
બૉક્સ જુઓ.) ઈશ્વર કોઈને રિબાવતા નથી. હવે નરક વિષેન ુ ં સત્ય
જાણીને, તમને ઈશ્વર વિષે કેવ ું લાગે છે ? (w08 11/1)
[પાન ૬ પર બોક્સ]
નરકની માન્યતા ક્યાંથી આવી?
મ ૂર્તિપ ૂજક ધર્મોમાં મ ૂળ: ઈસવીસન પ ૂર્વે ૧૩૭૫માં ધ બુક અમ-ટોટમાં
ઇજિપ્તના લોકોની માન્યતા વિષે આમ લખાયુ:ં ‘પાપીઓને નરકની
ધગધગતી આગમાં ઊંધા માથે ફેંકવામાં આવશે. તેઓ કદી એમાંથી
આઝાદ થશે નહિ.’ ગ્રીક ફિલસ ૂફ પ્લુટાર્ક લગભગ ૪૬-૧૨૦ની સાલમાં
જીવી ગયો. નરકમાંના લોકો વિષે તેણે લખ્યુ:ં ‘તેઓ પોક મ ૂકીને રડે
છે . ચીસાચીસ પાડે છે . ખ ૂબ રિબામણી સહે છે .’
યહદ
ુ ી ધર્મમાં નરકની માન્યતાની શરૂઆત: ઇતિહાસકાર જોસેફસ
આશરે ૩૭-૧૦૦ની સાલમાં થઈ ગયો. તેણે કહ્યું કે એસીન્સ નામના
યહદ
ૂ ી પંથના લોકો માનતા કે ‘આપણામાં અમર આત્મા છે .’ તેણે કહ્યું
કે ‘ગ્રીક લોકો પણ એવું માનતા હતા. તેઓ કહેતા કે પાપી લોકોના
આત્માને અંધારી જગ્યામાં કાયમ રિબાવવામાં આવશે.’
ખ્રિસ્તી ધર્મમાં નરકની માન્યતાની શરૂઆત: બીજી
સદીમાં એપોકેલીપ્સ ઑફ પીટર નામના પુસ્તકે દુષ્ટો વિષે આમ કહ્યુ:ં
‘તેઓને બસ આગથી જ પીડા આપવામાં આવશે.’ એમાં એમ પણ
કહ્યુ:ં ‘એઝરિયેલ ક્રોધનો દે વ છે . તે સ્ત્રી-પુરુષોને સળગાવે છે . પછી
તેઓને નરકના અંધકારમાં ફેંકી દે છે . ત્યાં એક આત્મા તેઓને સજા
ફટકારતો રહે છે .’ આ લેખકના જમાનામાં થીઓફિલસ નામનો એક
લેખક પણ હતો. તે અંત્યોખનો હતો. તેણે સીબલ નામની ગ્રીક
પ્રબોધિકાની વાત કરી. સીબલે કહ્યું કે દુષ્ટો ‘પર આગ વરસાવવામાં
આવશે ને તેઓ કાયમ બળતા જ રહેશે.’ થીઓફિલસે કહ્યું કે એ
માન્યતા ‘સાચી છે . અદલ ઇન્સાફ આપે છે . આપણા માટે ઉપયોગી છે
ને સર્વના ભલા માટે છે .’
ુ માં નરકના નામે હિંસા: ૧૫૫૩-૧૫૫૮માં મેરી ઇંગ્લૅંડની
મધ્ય યગ
રાણી હતી. તેણે લગભગ ૩૦૦ પ્રોટેસ્ટંટને થાંભલા પર બાંધીને
સળગાવી દીધા. લોકોના માનવા પ્રમાણે રાણીએ કહ્યું કે ‘આ લોકો
ધર્મ વિરોધી છે . ઈશ્વર તેઓના આત્માને હંમશ
ે ાં નરકમાં બાળશે. એ
પહેલાં કેમ નહિ કે હુ ં તેઓને આગની પીડા ચખાડુ.ં ’
નરકની માન્યતામાં ફેરફાર: છે લ્લાં થોડાં વર્ષોમાં અમુક ચર્ચોએ
નરકની પોતાની માન્યતામાં ફેરફાર કર્યો છે . દાખલા તરીકે, ચર્ચ ઑફ
ઇંગ્લૅંડના બોર્ડે ૧૯૯૫માં કહ્યુ:ં ‘ઈશ્વરનો સખત વિરોધ કરનારા નરકમાં
જાય છે . પણ તેઓને રિબાવવામાં આવતા નથી. એને બદલે નરકમાં
લોકો ઈશ્વરથી એટલા દૂર થઈ જાય છે કે છે વટે તેઓનુ ં અસ્તિત્વ રહેત ું
જ નથી.’
[પાન ૭ પર બોક્સ/ચિત્ર]
‘અગ્નિની ખાઈ’ શ ંુ છે ?
પ્રકટીકરણ ૨૦:૧૦ કહે છે કે ‘શેતાનને અગ્નિની ખાઈમાં નાખી દે વામાં
આવ્યો. ત્યાં તે રાતદહાડો સદાને માટે વેદના ભોગવશે.’ પણ જો
શેતાનને હંમેશાં વેદના આપવી હોય, તો ઈશ્વરે તેને જીવતો રાખવો
પડે. જ્યારે કે ઈશ્વરના હક
ુ મ મુજબ ઈસુ જલદી જ ‘શેતાનનો નાશ
કરશે.’ (હેબ્રી ૨:૧૪) તો પછી આ અગ્નિની ખાઈ શું છે ? એ કોઈ જગ્યા
નથી, પણ “બીજુ ં મરણ” છે . (પ્રકટીકરણ ૨૧:૮) એ આદમ પાસેથી
વારસામાં મળે લા મરણની વાત નથી, જેમાંથી તો ઈશ્વર લોકોને
ફરીથી જીવતા કરશે. (૧ કોરીંથી ૧૫:૨૧, ૨૨) પણ જેઓ ‘અગ્નિની
ખાઈમાં’ છે , તેઓ કદી એમાંથી બચશે નહિ. ઈશ્વર જેઓને એની સજા
આપે છે , તેઓને હંમેશ માટે મિટાવી દે વામાં આવશે.
કઈ રીતે બીજુ ં મરણ પામનારા ‘સદાને માટે વેદના’ ભોગવશે?
બાઇબલની મ ૂળ ભાષામાં ‘વેદના’ માટેના શબ્દનો અર્થ અમુક વાર
‘રોકવું કે કેદ કરવુ’ં પણ થાય છે . જેમ કે એક વાર ખરાબ દૂતોએ
પોકાર કરીને ઈસુને કહ્યુ:ં “સમય અગાઉ ત ું અમને પીડા દે વાને
[ઊંડાણમાં કેદ કરવા] અહીં આવ્યો છે શુ?ં ” (માત્થી ૮:૨૯; લ ૂક ૮:૩૦,
૩૧, કોમન લેંગ્વેજ) એ બતાવે છે કે જેઓ ‘અગ્નિની ખાઈમાં’ છે ,
તેઓને ઈશ્વરે જાણે કે કાયમ માટે રોકી દીધા છે . એ તેઓની ‘વેદના’ કે
સજા છે , જેને “બીજુ ં મરણ” કહેવાય છે .

નરક વિષે તમને કેવ ું લાગે છે ?


ઈશ્વર યહોવાહ દુષ્ટ લોકોનો નાશ કરશે. (૨ થેસ્સાલોનીકી ૧:૬-૯)
પણ પાપી લોકોને ભગવાન નરકમાં રિબાવે છે , એવું માનનારા તેમને
બદનામ કરે છે . ઈશ્વર વિષે જૂઠાણું ફેલાવે છે .

ઈશ્વર પથ્થર દિલના નથી. તે કદી અન્યાય કરતા નથી. તે કહે છે કે


“શું દુષ્ટના મોતમાં મને કંઈ આનંદ છે ?” (હઝકીએલ ૧૮:૨૩) કોઈ
દુષ્ટના મોતમાં પણ તેમને આનંદ નથી થતો, તો પછી ઈશ્વર કઈ
રીતે કોઈને રિબાવી શકે!

યહોવાહ પ્રેમના સાગર છે . (૧ યોહાન ૪:૮) તે “સર્વ પ્રત્યે ભલા છે ;


તેમણે સરજેલા સર્વ સજીવો પર તે દયા દર્શાવે છે .” (ગીતશાસ્ત્ર
૧૪૫:૯, કોમન લેંગ્વેજ) તે ચાહે છે કે આપણે પણ તેમને દિલથી
ચાહીએ.—માત્થી ૨૨:૩૫-૩૮.
તમે કોનો ડર રાખશો? ઈશ્વરનો કે નરકનો?

ઈશ્વર લોકોને નરકમાં રિબાવે છે , એવું માનવાને લીધે લાખો લોકો


તેમનાથી ડરે છે . પણ એના વિષે સત્ય શીખનારા લોકો ડરતા નથી.
ગીતશાસ્ત્ર ૧૧૧:૧૦ કહે છે : “યહોવાહનો ભય તે બુદ્ધિનો આરં ભ
[શરૂઆત] છે ; જેઓ તેની આજ્ઞાઓ પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે .”
‘યહોવાહના ભયનો’ શું અર્થ થાય? એ જ કે તેમને વિશ્વના માલિક
માનીએ. ખ ૂબ માન આપીએ. તેમનુ ં દિલ દુઃખે એવું કંઈ ન કરીએ.

૩૨ વર્ષની કેથલિનનો વિચાર કરો. તે હતી ડ્રગ્સની બંધાણી. જીવનમાં


મોજશોખ, વ્યભિચાર અને હિંસા સિવાય બીજુ ં કશું જ નહિ. તેણે કહ્યુ:ં
‘મારી એક વર્ષની દીકરીને જોઈને વિચાર આવતો કે “મારા જેવી મા
ચોક્કસ નરકમાં જ જવાની!”’ કેથલિને ડ્રગ્સ છોડી દે વાની કોશિશ કરી,
પણ કંઈ વળ્યું નહિ. તે કહે છે : ‘મારે સુધરવું હત.ું પણ હવે જીવનમાં
બાકી શું હત?ું અરે દુનિયા જ બ ૂરી હોય તો સુધરવાનો શું ફાયદો!’

એવામાં કેથલિન યહોવાહના સાક્ષીઓને મળી. અમુક સમય પછી,


કેથલિને કહ્યુ:ં ‘બાઇબલમાંથી હુ ં શીખી કે નરક જેવું કંઈ જ નથી. મને
ખ ૂબ દિલાસો મળ્યો. હવે મને નરકનો ડર નથી.’ તે શીખી કે ઈશ્વર
પ ૃથ્વી પરથી બધી બ ૂરાઈ દૂર કરશે અને પોતાના ભક્તોને અમર
જીવન આપશે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯; લુક ૨૩:૪૩) કેથલિને
કહ્યુ:ં ‘એ નવા યુગમાં જીવવાની તમન્ના મારામાં જાગી ઊઠી!’
શું કેથલિન ડ્રગ્સ છોડી શકી? તેણે કહ્યુ:ં ‘ડ્રગ્સ છોડ્યા પછી પણ એની
તલપ લાગતી. મને ખબર હતી કે યહોવાહને એનાથી સખત નફરત
છે . હુ ં તેમનુ ં દિલ ન દુખાવુ,ં એ માટે તેમને કાલાવાલા કરતી. તેમણે
મારો પોકાર સાંભળ્યો!’ (૨ કોરીંથી ૭:૧) યહોવાહની ભક્તિ દિલથી
કરવા કેથલિન ડ્રગ્સની જજીરમાં
ં થી આઝાદ થઈ.
શું આપણે નરકની સજામાંથી છટકવા માટે જ ઈશ્વરને ભજીએ છીએ?
ના! આપણે ઈશ્વરને દિલોજાનથી ચાહીએ છીએ. એટલે તેમના માર્ગે
ચાલીએ છીએ. બાઇબલ કહે છે : “જેઓ યહોવાહથી ડરે છે અને તેના
માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે .”—ગીતશાસ્ત્ર ૧૨૮:૧. (w08 11/1)
[પાન ૯ પર બોક્સ/ચિત્ર]
ુ રી ગયેલાને ઈશ્વર જીવતા કરશે!
ગજ

ે ા અને હાડેસ ગ્રીક ભાષાના શબ્દો છે . અમુક બાઇબલ


ગેહન્ન
અનુવાદોમાં એઓનુ ં “નરક” તરીકે ખોટું ભાષાંતર થયું છે . એટલે મોટી
ં ૂ વણ થાય છે . ગેહન્ન
મઝ ે ા શબ્દનો અર્થ થાય, હંમેશ માટેનો વિનાશ.
એની સજા પામનારા ફરીથી જીવશે નહિ. પણ જેઓ હાડેસમાં છે ,
તેઓને ઈશ્વર ફરીથી જીવતા કરશે.

હાડેસ ગુજરી ગયેલા લોકોની હાલતને રજૂ કરે છે . ઈશ્વરભક્ત પીતર


ઈસુ વિષે કહે છે : “તેને હાડેસમાં રહેવા દે વામાં આવ્યો નહિ.”
(પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૭, ૩૧, ૩૨; ગીતશાસ્ત્ર ૧૬:૧૦) ઈસુને હાડેસ કે
મોતની નીંદરમાંથી ઈશ્વરે ઊઠાડ્યા. એ જ રીતે ઈશ્વર ગુજરી ગયેલા
લાખો લોકોને જીવતા કરશે.
જલદી જ ‘હાડેસ’ ખાલી થઈ જશે. બાઇબલ કહે છે કે ‘મરણે અને
હાડેસે પોતાનામાં જેઓ મ ૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં.’
(પ્રકટીકરણ ૨૦:૧૩, ૧૪) ખુદ ઈશ્વર નક્કી કરશે કે જીવનનુ ં વરદાન
કોને આપવુ.ં (યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) કલ્પના કરો
કે તમે તમારા દોસ્તોને, સગાંને ફરીથી મળશો! પ્રેમના સાગર યહોવાહ
એ આશીર્વાદ જલદી જ વરસાવશે.

You might also like