Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 33

19

2010

સ્વભાવનો સ્વભાવ – મધકુ ાન્ત જોષી

 પ્રકાર: સાહિત્ય લેખ       સાહિત્યકાર : મધુકાન્ત જોષી  

ુ રી-2010 માંથી સાભાર.]


[‘અખંદ આનંદ’ ફ્રેબઆ
કરવી જ હોય તો ચાલો…. સ્વભાવની જ વાત કરીએ… ‘અહો ! વૈચિત્ર્યમ સ્વભાવમ !’ એમ સ્વભાવ
વિશે કહેવ ુ ં પડે ! ખાસ કરીને ગુલાબી-મિજાજી-રં ગીન-ગમતીલો હસમુખો હોય તેને આપણો સ્વભાવ
કહીએ છીએ. બાકી તો ચીડિયો સ્વભાવ તો દે શ-પરદે શમાં પણ પ્રખ્યાત છે . વાત-વાતમાં વાંકું પડી જાય
એવો વાયડો સ્વભાવ ઘેર ઘેર જોવા મળે છે . હાલતા નાની વહન
ુ ી જેમ રિસાઈ જાય એવો જક્કી ને
જિદ્દી સ્વભાવ શહેરમાં ને ગામડામાં ઘર કરીને બેઠો છે ! હાલતાં લમણાંઝીક કરાવે એવો લપિયો
સ્વભાવ જેને આપણે લાડથી ‘લપ્પીદાસ’ કહીને નવાજીએ છીએ. અમુકનો સ્વભાવ સાવ ગુદ
ં રિયો હોય
છે , તેને ગમે ત્યાં નાખો ફૅવિકોલની જેમ ચોંટડુક
ં રહે છે . અમુકના આઠે પો’ર અલગારી સ્વભાવ જોવા
મળે છે ને અમુક આજીવન અતડો સ્વભાવ લઈ એરં ડિયું પીધું હોય એમ લમણે હાથ દઈને બેઠા હોય
છે . ને, અમુકનો સ્વભાવ સાવ ભ ૂત જેવો હોય છે પણ ચોમેરે અદ્દભુત થઈને ફરતા હોય છે .
સ્વભાવ તો સૌને ગમતીલો-રં ગીલો-મોજીલો-આનંદી કાગડા જેવો હોવો જોઈએ. કેસ ૂડાના રં ગ જેવો
કામણગારો ને મેંદીના રં ગ જેવો મોહક ને માદક સ્વભાવ તો કોઈક ભાગ્યશાળી વીરલાને જ મળે છે .
સ્વભાવ તો પાણી જેવો પાણીદાર હોવો જોઈએ. પાણીને કોઈ પણ આકારના પાત્રમાં નાખી જુઓ તો,
પાણી તેના જેવો જ આકાર ધારણ કરી લેશે . અને એવી જ રીતે પાણીમાં કોઈ પણ રં ગ નાખી જુઓ , તો
પાણી તરત જ તેવો રં ગ ધારણ કરી લેશે . વાહ પાણી વાહ ! શું તારી અજબ છટા છે ? સ્વભાવની ! એક
કવિ (આ લખનાર) પોતાના એક ગઝલના શે’રમાં સ્વભાવ વિશે બહુ સરસ વાત કરે છે :
દરિયાના મોજાં જેવો સ્વભાવ લૈ બેઠો છું,
દોસ્ત, એક પત્ર લખ: પ્રેમભાવ લૈ બેઠો છું !
સ્વભાવ તો દરિયાનાં મોજાં જેવો હોવો જોઈએ. દરિયાનુ ં મોજુ ં સામે કિનારે થી કોઈ પણ કારણ વિના
અજબ-ગજબના ઉત્સાહ સાથે દોડત ું દોડત ું આ કિનારાને મળવા આવે છે – ને, પાછું મળીને બમણા
ઉત્સાહ સાથે રૂમઝૂમત ું ુ ં દત ુ ં
નાચત-કૂ પેલા કિનારાએ ચાલ્યું જાય છે .

વેલનો સ્વભાવ વીંટળાઈ વળવાનો છે . ફૂલનો સ્વભાવ ચોમેર સુગધ


ં ફેલાવવાનો છે અને માણસના
સ્વભાવ વિશે કહેવ ુ ં હોય તો હળવેથી આજુબાજુ જોઈને એટલું જ કહી શકાય કે – ‘ભાઈ, માણસનો
સ્વભાવ છે … ચાલ્યા કરે …. એટલે કે જવા દો ને યાર…… નહીં સમજે.’ સમજે તો સ્વભાવ જ ન
કહેવાય ! ‘સ્વ’ એટલે પોતે અને ‘ભાવ’ એટલે પોતાનામાંથી જ જન્મજાત ઉત્પન્ન થયેલા ‘નખરાં’ – જે
ખરે ખરા ખરાં નખરાં છે . જે પોતાના જન્મજાત ભાવને-સ્વભાવને બદલી ન શકે તેને આપણે સ્વભાવ
કહીએ છીએ. તે આપણો પોતીકો સ્વભાવ છે . સ્વભાવની – પોતીકા સ્વભાવની વાત જ ન્યારી છે .
આપણે આપણું ઘણું બધું બહુ ઝડપથી બદલી નાખતા હોઈએ છીએ. પણ, સ્વભાવ બદલી શકતા નથી.
સ્વભાવ કાંઈ જેવી તેવી ચીજ થોડી છે કે હાલતાં કપડાં બદલીએ તેમ તેને બદલી શકાય ! રસ્તો બહુ
ઝડપથી બદલી શકાય, મકાન પણ બદલી શકાય. પણ સ્વભાવનુ ં ? સ્વભાવ સુધારવો ચોક્કસ સહેલો છે
પણ બદલવો બહુ દુષ્કર છે . કારણ કે, સ્વભાવ એ તો લોહીના સંસ્કાર છે . લોહી સુધારી શકાય તો
સ્વભાવ સુધારી શકાય. ‘સ્વભાવ’ પોતે જ ‘જોડિયો’ શબ્દ છે . ને જક્કી ને જટિલ પણ ખરો. ક્યાંથી એ ઝટ
બદલી શકાય ? સ્વભાવમાં બાંધછોડ ન હોય પણ જત ું તો જરૂરી કરી શકાય. સ્વભાવ સારો હોય તો
સદનસીબે શક્ય હોય ત્યાં સુધી તો સુખ મળે જ. પણ જો ખરાબ હોય તો તો દુ:ખ લખાયેલ ું જ છે !
અમુકના સ્વભાવ ચણીબોર જેવા હોય છે . ઉપરથી રૂપકડા રં ગીન મખમલી ચમકદાર ને ખાઈ જુઓ તો
અંદરથી ઠળિયો નીકળે … થ ૂથ ૂથ ૂ કરી ઠળિયો કાઢી નાખી દે વો પડે એવો આકરો. અને અમુક સ્વભાવ તો
પહેલેથી નાળિયેર જેવા- ઉપરથી દે ખાવમાં રુક્ષ ને કઠોર. પણ, અંદરથી અમ ૃતનો ઝરો. એનાં પાણી ને
ટોપરંુ બેય મીઠાં….. સાકર જેવાં ને વળી હૈયાને ટાઢક આપે છે ને શરીરને રાહત આપે છે તેવા
ઉપયોગી….. વાહ ભૈ વાહ ! શું કુદરત તારી અજબ કરામત છે ?!
બાળકનો સ્વભાવ જોઈએ તો ખાસ કરીને રમતિયાળ જ હોય છે . યુવાન છોકરા-છોકરીઓના સ્વભાવ
નખરાળા-નટખટ ને મસ્તીખોર હોય છે . કુંવારાનો સ્વભાવ બગીચાના ફુવારા જેવો ઊછળકૂદથી ભરે લો
હોય છે ને, પરણેલાનો સ્વભાવ ? પ ૂછો જ મા ! પણ, જોયા જેવો ને સાંભળવા જેવો જરૂર ખરો ! પીઢ
માણસનો સ્વભાવ થોડો ચીઢ ચઢે એવો ખરો. અધિકારી, માસ્તર ને પોલીસનો સ્વભાવ લગભગ
રુઆબદાર-કરડાકી ભરે લો કડક જ હોય છે . આજેય કડક તો છે જ પણ, શેકેલ પાપડ જેવા કડક. ઘરમાં
પત્ની માસ્તર હોય ને પતિ કવિ હોય એટલે પતી ગ્યું ! સ્વભાવનુ ં કાંઈ પ ૂછવુ ં જ નહીં ! લગભગ પોતે
બીજાના ‘સ્વભાવની તો વાત જ જવા દો.’ એમ જ કહેશે. કારણ કે એના કરતાં પોતાનો સ્વભાવ
ચડિયાતો જ હોય છે – ને, હોય જ ને, હોવો જ જોઈએ….. સ્વભાવ છે કે વાત ું ! ઘરમાં સસરાનો સ્વભાવ
ુ ે સાસુના સ્વભાવ વિશે પ ૂછશો તો કહેશે કે ,
પહેલેથી શાંત ને સરળ સાંભળતા આવ્યા છીએ પણ વહન
‘મારી સાસુ તો ‘આકરે પાણીએ’ છે .’ એટલે એનો સ્વભાવ આકરો છે . લગભગ સાસુના સ્વભાવ સો ટકા
આકરા જ હોય છે .
ઋષિ-મુનિઓના સ્વભાવ ગુસ્સાવાળા-મિજાજી હોય છે . સાધુ-સંત-પુરુષોનો સ્વભાવ શાંત-સરળ સરિતાના
વહેતા નીર જેવો નિર્મળ હોય છે . કવિઓ-કલાકારોના સ્વભાવ ગુલમહોરી-ગુલાબી-મિજાજી પ્રકૃતિનો ધ ૂની
સ્વભાવ કહો કે ‘મ ૂડી’ હોય છે . સ્વભાવ તો જુદા જુદા જ હોવાના પણ જુદા જુદા સ્વભાવ ભેગા મળી એક
થવાનો પ્રયત્ન પોતાના સ્વભાવથી જરૂર થઈ શકે…. નહીં તો ‘સીંદરી બળે પણ વળ ન મ ૂકે !’
સ્વભાવની તો ભાઈ, વાત જ ન થાય. જવા દો ને…… સૌ સૌના સ્વભાવ સૌને મુબારક હો ! સ્વભાવના
સ્વભાવને ઓળખવો અઘરો છે ને જટિલ પણ…. મારો, તમારો અને સૌનો સ્વભાવ : લાજવાબ !

શૈશવની સાંજ – જયંત પાઠક

 પ્રકાર: નિબંધ       સાહિત્યકાર : જયંત પાઠક  


‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-4 માંથી સાભાર.]
અમારે જમીન ખરી, પણ ખેતીનો ધંધો નહિ. દાદાએ જુવાનીમાં જાતે ખેતી કરે લી. પછી તો જમીન ભાગે
ૂ ોને ખેડવા આપીએ; પણ ઘેર ઢોર ખરાં. અમારાં બંને ઘરનો અર્ધો ભાગ ઢોર માટેની કૉઢ
કે સાંથે ખેડત
રોકે. ઢોરને બાંધવા માટે દોરડાં વણવાનુ,ં માંદા પડે ત્યારે ઉપચાર કરવાનુ,ં એમને માટે ઘાસચારો
લાવવાનુ ં કામ દાદાને માથે. અમારા ઘરની પાછળ દક્ષિણ દિશામાં નજીકમાં જ એક ખેતર; દાદાને નામે
એટલે ‘દાદાનુ ં ખેતર’ કહેવાય.
બપોર પછી દાદા હાથમાં દાતરડું લઈ ખેતરમાં ચાર લેવા જાય. સાંજના અમે ત્રણ ભાઈ-બહેનો ભારા
લેવા માટે જઈએ. મગફળી, બાજરી, તુવર, મગ, મઠનુ ં વાવેતર કર્યું હોય; એક બાજુ ઝાબમાં (પાણી
ભરાઈ રહે એવા નીચાણવાળા ભાગમાં) ડાંગર કરી હોય. ખેતરની વચ્ચે એક આંબો, અમારો નહિ પણ
ગામના નાથા ડોસાનો. અમે ખેતરના ખોડીબારામાં પેસીએ ને દાદાને બ ૂમ મારીએ. દાદા દૂ રને શેઢેથી
જવાબ વાળે . દાદા એમનુ ં કામ પ ૂરંુ કરે ત્યાં સુધી અમે ખેતરમાં રમીએ. મગફળીમાં આળોટવાની મજા
આવે; એની લીલી સુવાળી
ં વાસ બહુ ગમે. ક્યારે ક ઘેરથી કહ્યું હોય તો ત ુવરની સીંગ કે પાપડી ચટીએ;
ંૂ
વાડે વાડે ફરી વળીએ ને કેસરી રં ગનાં ખટમીઠાં પીલુડાં કે કાળાં ભમ્મર જેવાં કંથારાં વીણીએ;
એકબીજાનાં કપડાંમાં ‘કૂતરી’ ચોંટાડીએ. ખેતરને એક ખ ૂણે જૂનો કૂવો, ચારે બાજુ જાળાં ને કોરે એક મોટું
ુ ાનુ ં ઝાડ. કૂવામાં સ ૂરજનુ ં અજવાળું ન પડે. થાળામાં ઊંધા સ ૂઈ જઈને અમે કૂવામાં ડોકિયું કરીએ;
જાંબડ
પથ્થર મારીએ એટલે બખોલોમાં બેસી રહેલાં કબ ૂતર ફડફડ કરતાં ઊડે. એ અંધારો કૂવો અમારા મનના
ઊંડાણને ભયથી ભરી દે તો. દાદાએ વાડામાંથી વેલા ખેંચી કાઢી ભારા બાંધીને તૈયાર કર્યા હોય તે
અમારે માથે ચઢાવે. કોઈ વાર ભારામાં મગફળીના છોડ પણ બાંધ્યા હોય. અમે ઘરને આખે રસ્તે
એમાંથી મગફળીઓ તોડીને ખાતા ચાલીએ.

અમારો વાડો ઠીક ઠીક મોટો. એમાં જામફળી, દાડમડી ને એક ખાટાં બોરની બોરડી; પાછળથી લીંબોઈ
ને ગોરસ આંબલી પણ ઉમેરાયાં. નહાવાની શૉલ પાસે ફુદીનો ને ત ુળસી ચંદનીના છોડ. વાડમાં બે-ત્રણ
અન ૂરીનાં ઝાડ. વાડામાં બે માંડવા; એના પર ઘીલોડી, દૂ ધી ને વાલોળના વેલા ચઢાવેલા. છાપરા ઉપર
ગલકી ને ત ૂરિયાંના તેમ જ કોળાંના અને કંટોળાના વેલા. જરૂર પડે ત્યારે અમને નિસરણી મ ૂકી કોળું કે
કંટોળુ લેવા છાપરે ચઢાવે; મજા આવે. ચોમાસામાં જમીન ઉપર ચીભડાં ને કોઠમડાંના વેલા થાય. કંકોડા
તો વાડમાં હાથ નાખી વીણી લેવાનાં. પહેલો વરસાદ પડે એટલે અમે થોડી જમીન કોદાળીથી ખોદી
એમાં મકાઈના દાણા વાવીએ; રોજ રોજ અધીરાઈથી છોડને ઊગતા જોઈ રહીએ. આખરે એક દિવસ
ડોડા વીણી લેવામાં આવે ને વાડામાં કરે લા ચ ૂલે દાદા શેકવા બેસે. વાડાના એક ખ ૂણે, આંબલીના ઝાડ
નીચે પરાળ ને બાજરી-જુવારના પ ૂળાનાં કૂંધવાં કરવામાં આવે. લીસા પરાળના ઢગલા ઉપર પેલા
‘કરતાં જાળ કરોળિયો’ની રીતે ચઢવાની ને ટોચેથી નીચે લસરવાની મજા આવે . આ કૂંધવાંની બાજુમાં
વાડને અડીને બળતણનાં લાકડાં ખડકાય. બાપુ સીમળિયેથી લાકડાંનાં ગાડાં મોકલાવે. લાકડાંના આ
માંચામાં ચીતળ રહે. કોઈ કોઈ વાર દે ખાય. પણ સાપની, એરુઝાંઝરની બીક શહેરીઓને તેટલી
ગ્રામવાસીઓને નહિ. હાલતાં ચાલતાં સાપનો ભેટો થઈ જાય. એ એને રસ્તે ને આપણે આપણે રસ્તે,
એવુ ં સહ-અસ્તિત્વ પ્રવર્તે.
પાસેના જગલમાં
ં સીતાફળીઓ પાકે એટલે દાદા સાથે અમારી ટોળી ઊપડે, દાદાએ લાંબા વાંસને છે ડે
લાકડાનો એક નાનકડો ટુકડો બાંધી ઊંધા V ના આકારવાળી અંકોડી બનાવી હોય. આંખો ઊઘડી હોય
(પાકવાને માટે તૈયાર હોય) એવાં અન ૂરાંને દાદા આંકડીમાં ભેરવી નીચે ખેંચી પાડે. અમે બધાં એક
પોતડીમાં ભેગા કરી ઘેર લાવીએ. વાડામાં પરાળમાં કે પછી ઘરમાં માટલામાં ને કોઠીમાં એને પકવવા
નાખીએ. રોજ સવારે વહેલા ઊઠીને અન ૂરાં જોવાનાં. પાકાં પાકાં કાઢી વહેંચી લેવાનાં. મહાદે વ પાસેના
જગલમાં
ં એક કૉઠીનુ ં ઝાડ; એનાં કોઠાં ગળ્યાં મધ જેવાં. ક્યારે ક એ કૉઠીએ પહોંચીએ ને નીચે પડેલાં
કોઠાં લઈ આવીએ. ઘણાં ખાઈ જઈએ, થોડાંની ચટણી બને.
ગોઠથી દોઢેક ગાઉ દૂ ર વાલોળિયે કૂવે ને પાંણકિયે કૂવે શેરડીના કોલુ ચાલતા હોય ત્યારે દાદા અમને
રસ પીવા લઈ જાય. કોલુવાળા અમારા યજમાન; દાદાનુ ં પગે લાગીને સ્વાગત કરે . ખાટલો ઢળાય ને
જાતજાતની વાતો ચાલે. અમે છોકરાં કૂવે ચાલતો કોસ જોઈએ, મોટી કઢાઈમાં ઊકળતો શેરડીનો રસ
જોઈએ, આજુબાજુ ખેતરમાં લટાર મારીએ. યજમાન એક કોરા ઘડામાં અમારે માટે રસ કાઢે ને માંજેલાં
પવાલાં ભરી ભરીને પાય. કોલુ ચાલે છે એવી ભાળ જેમને હોય તેવાં માગણ પણ આવે . બધાંને
ૂ ની સ્ત્રી ખેતરમાં
શેરડીનો સાંઠો ને તાજો તાજો ગોળ ખાવા આપે . અમે બેઠાં હોઈએ તે દરમિયાન ખેડત
ફરી વળી હોય ને મ ૂળા, મોગરી, રીંગણાં, મરચાં ખોલો ભરી લાવી હોય. દાદા ખભે નાખેલી પોતડી આપે
ૂ અમારી સાથે ઘર
ને એમાં બધું બંધાય. શેરડીના સાંઠા, તાજા ગોળનો પડિયો ને રસનો ઘડો લઈ ખેડત
સુધી મ ૂકવા આવે.
ઉનાળામાં આંબે શાખ પડી કે નહિ તેની તપાસ કરવા ને પછી આંબો વેડાય ત્યારે કોઈ વાર દાદા સાથે
અમે જઈએ. સવારની શીળી ધ ૂળમાં પડેલાં પક્ષીઓનાં વેલ જેવાં પગલાં જોઈ દાદાને પ ૂછીએ. દાદા
તેતરનાં, હોલાનાં ને લાબડીનાં પગલાં બરાબર ઓળખાવે . ક્યારે ક નેળમાં બે વાડને જોડતો સુવાળો

પટો પડ્યો હોય. દાદા તરત કહે : ‘એ તો હમણાં જ અહીંથી સાપ ગયો હશે.’ પાંણકિયે કૂવે અમારો એક
આંબો, ત્યાં જતાં રસ્તામાં મોરડિયો ડુગ
ં ર આવે. કોઈ વાર અમે એના ઉપર ચઢીએ. અમારી નાની
આંખોને ટોચેથી દે ખાતા નાનાં-નાનાં રૂપાળાં ખેતરો ને ચાલતાં માણસો જોવાની મજા આવે . ડુગ
ં રની
પાછળ ઉત્તર દિશામાં એક તલાવડી; એને કાંઠે ઊગેલાં જાળાંને લીધે પાણી કાળાં ભમ્મર દે ખાય. એ
તલાવડી ડુગ
ં ર ઉપરથી જ જોયેલી. કદી ત્યાં ગયાનુ ં યાદ નથી, પણ મનમાં એક દશ્ય જડાઈ ગયું છે :
કાળાં ભમ્મર પાણીને કાંઠે ઢોરનુ ં પાંસળીઓવાળું મોટું હાડપિંજર ! ત્યારનુ ં એ મારે માટે ગ ૂઢ ને ભયંકર
સ્થાન બની ગયું છે . ઉનાળામાં કોઈ વાર બપોરે ગામડેથી ઘેર આવવાનુ ં થાય કે બપોર પછી ઘેરથી
નીકળવાનુ ં થાય ત્યારે અમારી ઉઘાડપગાંની માઠી દશા થાય. દાદા તો નવાગામના ચામડિયા પાસે
કરાવેલા ચંપલ પહેરીને આગળ આગળ ચાલતા હોય. અમે છોકરાં ધખેલી ધ ૂળમાં ચાલીએ. તરસ લાગી
હોય, થાક ચઢ્યો હોય ને પગ દાઝતા હોય. ન રહેવાય ત્યારે કહીએ : ‘દાદા, બહુ દઝાય છે .’ દાદા છાંયડે
ચાલવાનુ ં કહે, ધ ૂળિયો ચીલો મ ૂકીને કાઠી જમીન પર ચાલવાનુ ં કહે, પણ બધે એવુ ં ક્યાંથી હોય ?
આખરે તેઓ આજુબાજુ ઊગેલાં ખાખરાનાં પાન ચટી
ં ૂ લે, વાડમાંથી વેલો શોધી કાઢે ને બબ્બે પાન
અમારા પગને તળિયે બાંધી આપે – અમારાં ચંપલ !
અમારા ઘરમાં ભક્તિનુ ં વાતાવરણ ખરંુ . બાપુ રામભક્ત. સવારમાં પાંચ વાગ્યે ઊઠીને ન્હાઈધોઈ
દે વપ ૂજામાં બેસે. સંધ્યા ઉપરાંત ‘રામરક્ષા’ ને ‘હનુમાન ચાલીસા’ બોલે, ‘જ્ઞાનેશ્વરી ગીતા’ વાંચે.
ચોમાસામાં ઘેર રોજ ‘રામાયણ’ ને ક્યારે ક ‘વચનામ ૃત’ વાંચે. બાપુ સાધારણ રીતે સવારના બહાર જાય
તે બારે ક વાગ્યે આવે. બા રાંધીને ‘જ્ઞાનેશ્વરી ગીતા’ વાંચવા બેસે. દાદા તો સવારે ને સાંજે ‘ભાગવત’માં
જ લીન હોય. કોઈ શ્રોતા ન હોય તોપણ એમને રસ પડ્યો હોય તે ભાગ મોટેથી વાંચે ને કૃષ્ણનાં
પરાક્રમોને ને તેની લીલા વિશે એકલા એકલા બોલ્યા કરે , સ્વગતોક્તિ કરે . અહોભાવથી, ભક્તિભાવથી
એમનુ ં હૃદય દ્રવી જાય છે ને આંખે ઝળઝળિયાં આવે. ઘરમાં સાંજે નિયમિત પ્રાર્થના થાય. બાપુ હતા
ત્યારે તેઓ, ને પછી મોટાભાઈ, બા તથા ભાઈભાંડુઓ બધાં દે વસ્થાન આગળ ઊભાં રહી જાય. ઘીનો
દીવો બળતો હોય, અગરબત્તી મઘમઘ થતી હોય ને અમારી પ્રાર્થના ચાલે. તુલસીદાસના ‘શ્રી રામચંદ્ર
કૃપાળુ ભજમન હરણ ભવભય દારુણ’ં થી આરં ભ થાય. ‘રામરક્ષા’, ‘નર્મદાષ્ટક’ ને બીજા શ્લોકોનુ ં સહગાન
થાય. નાનાલાલનુ ં ‘પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણા’ પણ બોલાય.
સંધ્યાના ઊતરતા અંધકારમાં ભક્તિના મઘમઘાટથી પરશાળને ભરી દે તો આ પ્રાર્થનાકાર્યક્રમ તો જાણે
આજે ય ચાલે છે . સાંજ પડે છે ને ઘરમાં દે વસ્થાન આગળ ઘીનો દીવો થાય છે , અગરબત્તી સળગે છે ને
એ નાનકડા ઘરમાં વડીલો વચ્ચે હુ ં મને હાથ જોડીને ઊભેલો જોઉં છું. મારી પ્રાર્થનાથી ભગવાનને
પ્રસન્ન થતા ને મધુર સ્મિત કરતા જોઉં છું. ક્યારે ક ઊંઘમાં વિમાનસ્ય રામની મ ૂર્તિ જોઉં છું ને સ્વર્ગમાં
જવાની મધુર કલ્પનાનુ ં સુખ અનુભવુ ં છું; સવારે ઊઠીને ભાઈ-બહેનને ભગવાન મળ્યાની વાત કરંુ છું.
ઝીણી ધ ૂપસળી બળે છે ને એની ઊંચે પથરાતી સેર મને એ નાનકડા ગામના નાનકડા ઘરના ખ ૂણામાં
દે વના ગોખલા આગળ લઈ જાય છે , શૈશવની સાંજના એ ભક્તિઉમંગમાં તરબોળ કરી દે છે

સહજ મનષ્ુ યત્વથી દૂર…. – ભગવતીકુ માર શર્મા

 પ્રકાર: સાહિત્ય લેખ       સાહિત્યકાર : ભગવતીકુમાર શર્મા      26 પ્રતિભાવો 


[‘નવનીત સમર્પણ’ ડિસેમ્બર-2010 માંથી સાભાર.]
ચૌદ વર્ષ પહેલાં પત્ની જ્યોતિ સાથે ત્રણ મહિના માટે અમેરિકાના સાહિત્ય-કાવ્યપઠન પ્રવાસે જવાનુ ં
થયું ત્યારે ‘નાઈન-ઈલેવન’ની ઘટના અને વૈશ્વિક આર્થિક મંદીના વિકટ અનુભવોમાંથી અમેરિકા હજી
પસાર થયું નહોત.ું એ યક્ષ દે શનો મેં જે ચહેરો જોયો હતો તે સંપ ૂર્ણપણે સ્વાભાવિક અને સ્વસ્થ હતો.
બધું જ રાબેતા મુજબનુ ં વરતાત ું હત.ું પ્રવાસે જતાં પહેલાં એક મિત્રે કહ્યું હત ું કે પ્રત્યેક બાબતમાં
સ્ટેન્ડર્ડાઈઝેશન એ અમેરિકાની મુખ્ય ઓળખ પૈકીની એક છે . અમેરિકાને પ્રત્યક્ષ જોયું ત્યારે એ
નિરીક્ષણ સર્વથા સાચુ ં લાગ્યુ.ં પ્રત્યેક વસ્ત ુ ચોક્કસ ધોરણસરની. ન તેમાં વધારો કે ઘટાડો, ન કશું ઊંચા-
નીચાપણુ.ં
એ જ તોતિંગ હાઉસીસ, એ જ હીટિંગ સિસ્ટમ, એ જ મોટરગાડીઓની અંતહીન વણજાર, એ જ
નિયમિતતા, એ જ શિસ્ત, એ જ યાંત્રિકતા, એ જ ગૃહોપયોગી ઉપકરણોની ભરમાર, એ જ કાર્પેટ, એ જ
ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, એ જ કોલાહલની અલ્પતા, એ જ વ્યવસ્થિતપણુ,ં એ જ વસ્ત્રપરિધાન, એ જ ચોક્કસ
ખાણીપીણીની વાનગીઓ, એ જ એક પ્રકારની અવ્યાખ્યેય ગંધ, એ જ સમુદ્રતટો અને તેના પરની
માણસોની ભીડ, એ જ અખબારોના થોકડાઓ, એ જ ડિસ્કાઉન્ટની જાહેરખબરોના ઢગલા, એ જ
ગૃહિણીઓ, કશું ક્યાંય અલગ ન વર્તાય. વિહારધામોનુ ં એ જ વ્યાવસાયિક આયોજન. માનવકતારો પણ
એ જ. ક્યારે ક જ શ્યામ-સુદર
ં લોકો દ્વારા વહી આવતા ધમાલિયા સંગીતના સ ૂરો. નોકરીની એ જ
અસ્થિતા, વૈશ્વિક મંદી ન હોવા છતાં મારા મુખ્ય યજમાનને ત્રણ મહિનામાં ત્રણ નોકરીઓ બદલવી પડી
હતી – કુશળ અને અનુભવી તબીબ હોવા છતાં. રસ્તાઓ પર ક્યાંય ધ ૂળ કે ચિઠ્ઠી-ચબરખી તો ઠીક,
ગાંધી-કરિયાણાની એકાદી હાટડીયે જોવા ન મળે . લોકોના શરીરના વર્ણૉમાં ખાસ્સું વૈવિધ્ય. ગોરા તો
ખરા જ, કાળા, ઘઉંવર્ણા અને પીળા પણ ખરા. તે સિવાય વિશેષ અનુભવ સાર્વત્રિક એકવિધતાનો.
એમાંથી નીરસતા કેમ ન જન્મી શકે ? અમેરિકનો બધાથી-જીવનસાથીઓથી પણ જલદી ઉબાઈ જાય છે
તેન ુ ં કદાચ આ પણ એક કારણ હોઈ શકે .
મારે ત્રણ મહિનામાં તો અધઝાઝેરો સંપર્ક ગુજરાતીઓનો જ થયો. અપવાદરૂપ એક પ્રૌઢ અમેરિકન
મહિલા અમને તેને ઘેર લઈ ગઈ હતી તે. પ્રૌઢ વયે પણ પ ૂરો તરવરાટ. એનુ ં ઘર જાણે ખાડામાં હત.ું
ટેકરા પરથી એણે જે રીતે કારની ડાઈ મારી તે અમારા હૃદય-ધબકાર વધારી દે વા માટે પ ૂરતી હતી.
તેણે નિખાલસતાથી કહ્યું : ‘મેં બે વાર લગ્ન કર્યાં છે . ઘરમાં છે તે મારો બીજો પતિ છે .’ પતિ મહાશય
રસોડામાંથી અમારે માટે જ્યુસના પ્યાલાઓ લઈ આવ્યા અને પાછા કિચનમાં ભરાઈ ગયા. પેલી સ્ત્રીએ
અટ્ટહાસ્ય કરીને કહ્યું : ‘મારો પહેલો વર ક્યારે ય અમારા કિચનમાં આવતો નહોતો અને આ વર કદી
પણ કિચનની બહાર જ જતો નથી !’ અમેરિકાના વિલક્ષણ દામ્પત્યની આ તો માત્ર એક આછે રી ઝલક.
મારંુ મોટું સદભાગ્ય એ કે હુ ં અમેરિકામાં સંપ ૂર્ણપણે ગુજરાતીઓને આધારે હર્યો-ફર્યો-રહ્યો. સાંઠથી પાંસઠ
કુટુંબોમાં જવાનુ ં થયુ.ં એ બધાં જ ગુજરાતીઓનાં. ત્યાં પણ સર્વત્ર સ્ટેન્ડર્ડાઈઝેશનનો પ્રભાવ જોવા
મળ્યો. છતાં ખાસ્સું ગુજરાતીપણું જળવાઈ રહેલ ું પણ અનુભવ્યુ.ં અને એ અનુભવ ધન્યકર્તા હતો. ખાદ્ય
વાનગીઓની વાત કરીએ તો કોઈ કોઈ વાર અમેરિકન રે સ્ટોરાંમાં જવાનુ ં થયું ત્યારે એ જ પિઝા, બર્ગર,
તાકોસ અને કોક. એની સરખામણીમાં ગુજરાતી ઘરોમાં તો શુદ્ધ દે શી ગુજરાતી વાનગીઓના
વૈવિધ્યસભર રસથાળ. કોઈ ગુજરાતી વાનગીનુ ં નામ બોલો અને તે અમેરિકામાં ગુજરાતીઓના
ભોજનમેજ દ્વારા અમારાં જીભ અને ઉદર સુધી ન પહોંચી હોય એવુ ં કદી બન્યું જ નહીં. આ વાનગીઓ
દ્વારા ગુજરાત અને અમેરિકામાં વસતા ગુજરાતીઓ વચ્ચે કશોક અસલ સેત ુ રચાયો હોવાની મારી
પ્રબળ પ્રતીતિ રહી. ‘માણસનાં જીભ અને પેટ દ્વારા તેના હૃદય સુધી પહોંચી શકાય છે ’ એ ઉક્તિની જાણે
મને વિલક્ષણ અનુભ ૂતિ થઈ. અમેરિકામાં ગુજરાતીઓની એકાધિક પેઢીઓ હવે તો સ્થિર થઈ છે . પ્રત્યેક
પેઢીનો જીવન અભિગમ જુદો. જેને ફર્સ્ટ અને સેકન્ડ જનરે શન કહેવામાં આવે છે ત્યાં સુધી તેઓમાં
ગુજરાતીતા ઘણે અંશે જળવાઈ રહેલી લાગે. પ્રશ્ન તે પછીની પેઢીનો છે . તેન ુ ં ઘણું અમેરિકીકરણ થયું છે .
ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્રત્યે તે ખાસ અભિમુખ વરતાતી નથી. અમેરિકન તરુણ-તરુણીઓની જેમ
આ પેઢીનાં ગુજરાતી સંતાનો પણ માતા-પિતાથી અલગ થઈને ભણે છે . આંતરજાતીય તો ઠીક,
આંતરરાષ્ટ્રીય લગ્નો અને તે પછી ક્યારે ક સર્જાતા વિચ્છે દની પણ તેઓમાં નવાઈ નથી. એક જ કુટુંબમાં
મા-બાપ ગુજરાતી અને તેના પુત્ર-પુત્રીઓ અમેરિકન કે સ્પેનિશ જીવનસાથી પસંદ કરી ચ ૂક્યાં હોય તે
સહજ લાગે.
ત્યાંની અગાઉની અને મધ્ય પેઢીનાં ગુજરાતી સ્ત્રી-પુરુષો ગુજરાતીતાને ટકાવી રાખવા માટે સજાગ અને
પ્રયત્નશીલ ખરાં જ. તે વિના ગુજરાતી લેખકો-કવિઓ-કથાકારો-લોકગાયક-ગાયિકાઓ-નાટકો વગેરેને
મોટો ખર્ચ કરીને શા માટે અમેરિકા નિમંત્રે ? કેટલાંક હિન્દુ મંદિરોમાં ગુજરાતીઓની ઊછરતી પેઢીનાં
બાળકો માટે ગુજરાતી ભાષાના શિક્ષણવર્ગો પણ નિયમિત રીતે ચાલે છે . ગુજરાતીઓના સામાજિક અને
ધાર્મિક ઉત્સવો જોઈને તો કોઈને પણ ગુજરાત જ પ્રત્યક્ષ થત ું લાગે . ગુજરાતીઓ હવે અમેરિકાનાં
રાજકારણ, વિજ્ઞાન, ટેકનોલોજી ઈત્યાદિ ક્ષેત્રોમાં પણ ઘણા આગળ અને ઊંચે વધ્યા છે . એ હકીકત તો
સુનિતા વિલિયમ્સ જેવી ગુજરાતણ અવકાશયાત્રીના ઉદાહરણ પરથી પણ સમજી અને સ્વીકારી શકાય.
અમેરિકામાં ગુજરાતીઓની લોબી હજી કદાચ યહદ
ૂ ીઓની લોબી જેટલી શક્તિશાળી નહીં હોય, પણ
ઉત્તરોત્તર તે પ્રબળ અને પ્રભાવશાળી બની જ રહી છે .
વર્કિંગ વુમન ન હોય તેવી ગુજરાતી ગૃહિણીઓ મને ત્યાં ભાગ્યે જ જોવા મળી. પણ, જે સૌપ્રથમ મળી
તે ઘરકામના બોજથી કચડાઈ ગયેલી હતી. ઘરકામ માટે નોકર-ચાકર રાખવાની પ્રથા ત્યાં નહીંવત.
માત્ર યંત્રોનો સહારો. છતાં નિતાંત ગૃહિણીઓને તો તે પણ વસમું લાગે. ગુજરાતી સાહિત્યની તાજામાં
તાજી ગદ્ય-પદ્ય રચનાઓથી સુપરિચિત હોય એવાં ગુજરાતી સ્ત્રી-પુરુષોનો અવારનવાર ભેટો થયો તે
અનુભવ સંતોષજનક. સાન ડિયેગોની એક હોટેલના ત્રીસમા માળે બેસીને ગુજરાતી સજ્જને અમને
‘કુમાર’ના તાજા અંકની પ્રસાદીનો આસ્વાદ કરાવ્યો ત્યારે મને એક વિશિષ્ટ પ્રકારની ઊંચાઈનો અનુભવ
થયો હતો. અમારા યજમાને અમને અમેરિકાના પ્રવાસે મોકલતાં પહેલાં ચેતવણી આપી હતી :
‘કાર્યક્રમોમાં તમને ક્યાંક ચારસો અને ક્યાંક પાંચ -સાત શ્રોતાઓ પણ મળશે. માનસિક તૈયારી રાખજો.’
અમને બંને અનુભવ થયા. એક સભામાં માત્ર પાંચ-સાત શ્રોતાઓ જ નહોતા, તેઓ બધાને મારે
ગુજરાતી ભાષાસાહિત્યનો પ્રાથમિક પરિચય પણ કરાવવો પડ્યો.
અમેરિકાનાં નાયગરા ધોધ કે ડિઝનીલેન્ડ જેવાં પ્રવાસધામો વિશે એટલું બધું લખાયું ને વંચાયું છે કે
અહીં કંઈ પણ લખવુ ં એ પુનરાવર્તન થાય. પણ, નાયગરાના સાંનિધ્યમાં મને હિમાલયના કેદારનાથના
યાત્રાધામની ભરપ ૂર યાદ આવી અને મન બંને વચ્ચે સરખામણી કરત ું રહ્યુ.ં તે સાથે એવી પ્રતીતિ થઈ
કે નાયગરા જો અમેરિકી ભવ્યતાનુ ં પ્રતીક છે તો હિમાલય ભારતની વિરાટતાનુ ં જ્વલંત પ્રતિનિધિત્વ
કરે છે . હિમાલયદર્શનની અધ્યાત્મ-અનુભ ૂતિ મારે નાયગરામાં શોધવી પડી. ત્રણ મહિનાના અંતિમ
દિવસો જ્યારે હોમ-સિકનેસના તરફડાટથી ભરાઈ ગયા ત્યારે બધી ચમકદમકની પડછે વતન-ઝુરાપાને
ખાળવાનુ ં અશક્ય જ હત.ું મુબ
ં ઈ એરપોર્ટના ગેન્ગ વેમાંથી પસાર થતાં મેં નીચા નમીને વતનની ધ ૂળ
માથે ચઢાવી ત્યારે સદૈ વ કાળજી રાખતી મારી પત્નીએ પાછળથી સચિંત સ્વરે પ ૂછ્યુ,ં ‘તમારંુ કંઈ પડી
ગયું ?’ મેં ભીના સ્વરે જવાબ આપ્યો : ‘જે પડી ગયું હત ું તે મેં પાછું લઈ લીધુ.ં ’
ઘણી વાર ગંદું, ગોબરંુ , કોલાહલિયુ,ં અરાજકતાપ ૂર્ણ, ભ્રષ્ટાચારથી ખદબદત,ું ભેળસેળથી છલકાત,ું
ં ૂ લ,ું કેટલીક રીતે દરિદ્ર ભારત પણ કદી કદી અણગમો પ્રેરે છે . પરં ત ુ ઈસ્ત્રી ટાઈટ
આંતરકલહમાં ખપે
કપડાં જેવુ,ં યાંત્રિક, બીબાઢાળ, ધોરણીકરણના અતિરે કમાં ખદબદત,ું મેકઅપ કરે લા શરીર જેવુ,ં
કોસ્મેટિક્સમાં ઓતપ્રોત એવુ ં અમેરિકા જે એકવિધતા અને તેમાંથી સર્જાતી ઉબાઉ નીરસતાનો અનુભવ
કરાવે તે આપણને સહજ, સ્વાભાવિક મનુષ્યત્વથી દૂ ર ધકેલત ું લાગે.
તો વળી બીજો એક પ્રસંગ પણ યાદ આવે છે . ફલોરિડા એરપોર્ટ પર જવા માટે અમે મોટેલમાંથી
નીકળ્યાં ત્યારે એક અમેરિકન યુવતી મળી. તેના હાથમાં તેડેલા બાળક તરફ મારંુ ધ્યાન ખેંચાયુ.ં
મારામાંનો પત્રકાર જીવ સળવળ્યો. મેં તે યુવતી સાથે વાત શરૂ કરી. તેણે કહ્યુ,ં ‘આ બાળક મારા હિન્દુ
પતિનુ ં છે . અમે છૂટાછે ડા લઈ લીધા છે . પણ જો હુ ં બીજી વાર લગ્ન કરીશ તો પણ કોઈ હિન્દુ યુવાન
સાથે જ કરીશ, કારણ કે મને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં બહુ શ્રદ્ધા છે !’
આ પણ છે અમેરિકાનો એક અલગ ચહેરો !

વાંચન વૈવિધ્ય – સંકલિત

 પ્રકાર: સાહિત્ય લેખ       સાહિત્યકાર : સંકલિત      6 પ્રતિભાવો 


[1] 10-10-10-10 ન ંુ ડીંડવાણ ંુ – ડૉ. કેશભ
ુ ાઈ દે સાઈ
હમણાં 10-10-10 નુ ં ડીંડક ચાલ્યું હત.ું ખોટી ઉતાવળ કરી, જન્માવાયેલાં એ બાળકો સો વરસનાં થાય –
ભગવાન એમને સુખી રાખે, પણ આવી અંધશ્રદ્ધા ક્યાં સુધી ચાલવા દઈશું ? એ વિચારી લેવ ુ ં જોઈએ.
આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ, બારમી સદીમાં નહીં !
સમય અનંત છે . એ જન્મતો નથી તેમ મરતો નથી. સ ૃષ્ટિ નહીં હોય ત્યારે પણ સમય તો હશે જ. સ ૂર્ય
સાથે સાંકળીને એને વશ કરવાની માનવજાતની બાલિશ ચેષ્ટાથી સમયની પ્રતિષ્ઠા ઝંખવાતી નથી.
એણે તો એવા કેટકેટલા સ ૂર્યો જોઈ નાખ્યા હશે ! આપણે આ અનંત કાળની ધસમસતી નદીમાં તણાત ું
ત ુચ્છ તણખલું છીએ. સમયને નિયંત્રિત કરવાની ચેષ્ટા કેટલી હાસ્યાસ્પદ છે ! આ ’10-10-10-10’ વાળા
ડીંડકથી કેટલાક ડૉક્ટરો જરૂર ન્યાલ થઈ ગયા હશે. મુર્ખતાનુ ં આવુ ં વરવુ ં પ્રદર્શન હજી 2010 ની
સાલમાં પણ શક્ય છે , એ જોઈ સમયદે વતા જરૂર મ ૂછમાં હસી પડ્યા હશે. મનોમન બબડ્યા હશે : ‘અરે
ભાઈ, બિચારંુ બાળક એકાદ બે દિવસ વહેલમ
ું ોડું જનમશે તો કશું ખાટું મોળું નથી થઈ જવાનુ.ં એને
નાહક વહેલ ું જન્માવીને માતાની ગર્ભકોથળીની કુદરતી સુરક્ષા શું કામ જોખમાવો છો ? દસ-દસ-દસ-
દસ વાળો યોગ સાધી લેવાથી એ ઓબામા કે મનમોહનસિંહ નથી બની જવાનુ.ં એને ઉલ્ટાની
ગુગ ં ૂ ી ચીસોની ભાષા તમે ક્યાં સમજો છો ? એ જનમતાંવેંત પોતાને ખોટી રીતે
ં ળામણ થશે; એની મગ
ગર્ભનિષ્કાસિત કરવા બદલ એનાં માતાપિતાને અને પૈસાના પ ૂજારી એવા દાક્તરને શાપ જ આપશે .
આવા અકુદરતી નુસખા અજમાવી કુદરતની કૃપા મેળવવાના કારસા પ્રત્યે નફરત ન કરીએ તોય છે વટે
દયા તો ખાધે જ છૂટકો. ખુદ એવી અઘટીત માગણીને અનુકુળ થનાર તબીબોનેય આ મુદ્દે આત્મવંચના
જેવુ ં તો કંઈક ‘ફીલ’ થયું હશે – જો આત્માને પૈસા ખાતર ગીરો ન મ ૂકી દીધો હોય તો !
સમયને નાથવાની દરે ક કોશિશ દરે ક કાળે નિષ્ફળ નીવડી છે . સમય જ બળવાન છે , એ એક સ્વીકારવુ ં
ન ગમે છતાં સ્વીકારવુ ં પડે એવુ ં જગતસત્ય છે . સમયદે વતાને મન કોઈ પોતીકું નથી કે નથી કોઈ
પારકું. એને તો ત ુચ્છ માનવી સામે જોવાનીય ફુરસદ નથી. એને બસ, સતત વહ્યા કરવાનુ ં છે . તોડફોડ,
સર્જન-વિસર્જન કશાનુ ં એને મન કોઈ જ મહત્વ નથી. એ તો સહજયોગી છે . પણ એ સમયને અનુકૂળ
કરવા માટે કાળા માથાનો માનવી કેવા કેવા નાદાનીભર્યા નુસખા અજમાવતો રહ્યો છે ! કાળી ચૌદશે
જન્મેલ ું બાળક પણ સેલીબ્રિટી બની શકે ; એને નિયતિએ એ કામ માટે પેદા કર્યું હોય તો એને
અટકાવનાર આપણે કોણ ? આ દસ-દસ-દસ-દસના શુભ મુહર્તે
ૂ જન્મેલાં બાળકો જ કંઈક બની જશે –
એ ધારણા જ મ ૂળે ભ ૂલ ભરે લી છે . મુખ્યમંત્રી જેવા પ્રબુદ્ધ રાજનીતિજ્ઞ 10-10-10 નુ ં મુહર્ત
ૂ સાધીને
મતદાન કરે અને એ મુદ્દે પાછા નસીબવંતા હોવાનો હરખ પણ મીડિયા સમક્ષ વ્યક્ત કરવાનુ ં ન ચ ૂકે
ત્યારે આ વિજ્ઞાનયુગમાં આપણી પ્રજ્ઞાનુ ં દે વાળું નીકળી ગયું હોવાની જ પ્રતીતિ થાય કે બીજુ ં કંઈ ?
સમયના નામે ચાલી રહેલી આવી વરવી આત્મવંચનાને સમય ક્યાં લગી જીરવી શકશે , તે તો સમય જ
જાણે ! (‘નયામાર્ગ’ સામાયિકમાંથી ટૂંકાવીને)

[2] ભીન ંુ લાકડું અને સ ૂકું લાકડું – રવીન્દ્રનાથ ટાગોર


એક હતું ભીનુ ં લાકડુ.ં
તે એક ખ ૂણામાં પડ્યું હત.ું પડ્યું પડ્યું વિચાર કરત ું હત ું કે મારે દુનિયામાં કંઈ મોટું કામ કરવુ ં છે ને
યશસ્વી થવુ ં છે . એક દિવસ એણે એક સ ૂકા લાકડાને સળગત ું જોયુ.ં લાકડું ભડભડ સળગત ું હત ું અને
એનો પ્રકાશ ચારે કોર વેરાતો હતો. નાનાં બાળકો અને બુઢ્ઢાં બધાં એની આસપાસ બેઠાં હતાં, એની
આગમાં હાથપગ શેકતાં હતાં અને બોલતાં હતાં : ‘વાહ, કેવ ુ ં ફક્કડ તાપણું છે ! લાકડું કેવો ફક્કડ
ગરમાવો આપે છે , કેવ ુ ં ફક્કડ અજવાળું આપે છે !’
ખ ૂણામાં પડેલ ું ભીનુ ં લાકડું આ સાંભળત ું હત,ું જોત ું હતુ.ં બળતા લાકડાનાં વખાણ સાંભળીને તેનો જીવ
ઈર્ષ્યાથી બળી જતો હતો. તે કહે : ‘આ ઠોઠમાં આટલું બધું તેજ ? એનુ ં આટલું માન ? એનુ ં આટલું
ગૌરવ ? એનામાં શું બળ્યું છે તે ! વજન તો મારંુ એના કરતાં વધારે છે .’
તેણે સ ૂકા લાકડાને પ ૂછ્યું ; ‘અલ્યા એ સ ૂકા, તારા કરતાં હુ ં વધારે રૂપાળું છું, વધારે તાકાતવાળું છું, છતાં
તને આટલો બધો યશ કેમ કરીને મળ્યો ? તારામાં આટલું બધું તેજ કેમ કરીને આવ્યું ? તેં એવુ ં શું કરી
વાળ્યું છે તે મને સમજાત ું નથી. મને તો લાગે છે કે તને આ માન, આ યશ, આ તેજ બધું મફતમાં મળી
ગયું છે . એની પાછળ તારી કઈ ચાલાકી છે તે મારે જાણવુ ં છે .’
બળતા લાકડાએ કહ્યું : ‘ભાઈ ભીના, એમાં કશી ચાલાકી નથી. ચાલાકી તો ત ું કરે છે , કારણ કે તારે બધું
મફતમાં મેળવવુ ં છે . આ તેજ, આ માન, આ યશ કશું મને મફતમાં નથી મળ્યુ.ં એ મેળવવા માટે તો
મારે કેટલો ભોગ આપવો પડ્યો છે . ત ું ભોગ આપે તો તને પણ આવુ ં તેજ, આવુ ં માન, આવો યશ જરૂર
મળે .’
‘ભોગ ? ભોગ વળી કેવો ?’ ભીના લાકડાએ કહ્યુ.ં
સ ૂકા લાકડાએ કહ્યું : ‘ભોગ કેવો તે રાજીખુશીથી જાતે બળવાનો, સ્વાહા થવાનો, જાતે નામશેષ થવાનો !
આ તેજ, આ માન, આ યશ બધું જ્યારે હુ ં બળી નામશેષ થાઉં છું ત્યારે મને મળે છે . માટે તારે જો એ
મેળવવુ ં હોય, જીવ્યું સાર્થક કરવુ ં હોય તો આવ, મારી પેઠે બળ ! બીજાઓને ગરમાવો દે વા, હફ
ં ૂ દે વા,
સુખી કરવા ત ું રોમેરોમે બળીને મર અને નામશેષ થઈ નામ પામ !’
આ સાંભળી ભીના લાકડાની આંખો કપાળે ચડી ગઈ. તેણે કહ્યું : ‘બાપ રે , બળી મરંુ ? ના, બાપા, ના !
મને એ ન પાલવે !’
બળતા લાકડાએ કહ્યું : ‘તો ત્યાં પડ્યું પડ્યું સડ !’ (‘ગુપ્તધન’ પુસ્તકમાંથી સાભાર.)
[3] બાળકન ંુ દષ્ટિબિંદુ – ગિજુભાઈ બધેકા
‘અરે વિનુ ! આ ચાક કોણે બગાડ્યો ?’
વિનુ કહે : ‘એ તો ચાકના ચીતર કાઢ્યાં છે .’
બા પ ૂછે છે : ‘અલી વિજુ ! ત્યાં ઠામ કેમ પછાડે છે ?’
વિજુ કહે છે : ‘ઠામ નથી પછાડતી; એ તો અવાજ સાંભળું છું.’
‘કાં ભાઈ ! રમકડાં કાં ભાંગી નાખે છે ?’
‘એ તો અંદર શું છે , એ જોઉં છું.’
‘ત્યાં બેઠો બેઠો બગાસાં કાં મારે છે ?’
‘બગાસાં નથી મારતો; આ કીડીઓ દરમાં જાય છે એ જોઉં છું.’
માબાપો અને બાળકો વચ્ચે થતી વાતચીત આપણે કાન અને ધ્યાન દઈને સાંભળીશું તો આવા કેટલાયે
સંવાદો જડશે. ઉપર અપાયા છે તેવા ચિત્રવિચિત્ર જવાબ જ્યારે બાળકો આપણને આપે છે ત્યારે કાં તો
આપણે તે લક્ષમાં જ લેતાં નથી, કાં તો તેમાં બાળકની બાલિશતા જોઈ હસી કાઢીએ છીએ. ઘણી વાર
એવા જવાબોથી આપણે ચિડાઈને બાળકને ધમકાવીએ છીએ, પરં ત ુ બાળકે એવો જવાબ શા માટે
આપ્યો તેનો વિચાર આપણે ભાગ્યે જ કરીએ છીએ.
જરાક વિચાર કરશું તો આ બધી વાતો આપણને બતાવશે કે આપણી અને બાળકની દષ્ટિમાં ક્યાં અને
કેવો ભેદ છે . પણ આપણને વિચાર કરવાની નવરાશ નથી કે પરવા નથી. એવી નમાલી બાબતો પર
વિચાર કરવાનુ ં પણ શું હોય ? આપણી ઉતાવળમાં અથવા મોટાઈમાં આપણે સાંભળ્યુ,ં ન સાંભળ્યું
કરીએ છીએ. ઘણી વાર બાળકના આશયને સમજવાને બદલે તેનામાં આપણે પોતાનો વિચાર
આરોપીએ છીએ, ને આરોપેલ વિચાર માટે જ તેને ધમકાવીએ છીએ ! બાળક ચાક વાપરે છે તે આપણા
મનને બગાડરૂપ છે . આપણી નજરે ચાકનો ઉપયોગ અમુક જ પ્રકારનો છે . બાળકે કાઢેલા ચાકના
આડાઅવળા લીટા આપણી નજરે નિરર્થક છે જ્યારે બાળકને મન એ ચિત્રો છે ; આપણી દષ્ટિએ ત્યાં
વ્યય છે , બાળકની દષ્ટિએ કિંમતી ઉપયોગ છે . બાળકો જોડાથી રમે છે , તેને સરખા કરી મ ૂકે છે , તેમાં
પગ નાખી ચાલે છે , કોઈકના જોડા પહેરી મલકાય છે , ત્યારે આપણને એમાં અસભ્યતા, ગંદાપણુ,ં ખોટો
ધંધો વગેરે લાગે છે . બાળકોની સામે જોડાઓ પદાર્થોની સરખામણી અને ભેદ જોવાનાં, માપ કાઢવાનાં
અને સમતોલતા, અસમતોલતા જાણવાનાં સાધનો છે . બાળકો જોડાઓથી રમીને પણ નાનામોટા
માપના ખ્યાલો લે છે . પગમાં નાખીને ચાલી જોવામાં પડવાની ને ચાલવાની ગમ્મત લે છે . રમતમાં
શરીરના કાબ ૂનો અનુભવ મળે છે .
આમ બાળકની દષ્ટિએ તેમની નાની નજીવી પ્રવ ૃત્તિઓમાં પણ ઘણું છે , જ્યારે આપણી દષ્ટિએ કશું
નથી. ખરી વાત આપણી નહિ, બાળકની દષ્ટિ હોવી જોઈએ. જેને પોતાની આંખ છે , તેને પોતાની દષ્ટિ
હોવી જોઈએ. જેને પોતાની જીભ છે , તેને પોતાના સ્વાદની પરખ જોઈએ. જેને બુદ્ધિ છે તેને પોતાની જ
બુદ્ધિના વપરાશની કિંમત છે . જેઓ બીજાને પોતાની આંખ આપી બીજાની આંખ બંધ કરે છે , જેઓ
પોતાની બુદ્ધિનુ ં આસ્તરણ પાથરી બીજાની બુદ્ધિને ઢાંકે છે તેઓ બીજાની ઉન્નતિના દ્રોહી છે . આપણું
કર્તવ્ય બાળકની દષ્ટિ સમજવામાં છે . બાળકનો ઉદ્ધાર તેમાં જ છે . બાળકને પણ જગત અને જીવન
પ્રત્યે અમુક ચોક્કસ દષ્ટિ છે અને તે હોવી જોઈએ, એમ જો સ્વીકારીએ, અને પછીથી એ દષ્ટિને આડે ન
આવીએ પણ તે સહાનુભ ૂતિપ ૂર્વક સમજવા યત્ન કરી તેની પ્રવ ૃત્તિઓને થવા દઈએ, તો આપણે બાળકને
તેની દષ્ટિથી સમજશુ;ં તો બાળક આપણી દષ્ટિ પણ સમજશે. આ રીતે પરસ્પરની દષ્ટિઓ સમજાતાં
વધારે વિશ્વાસ આવશે, અને પરિણામે વધારે નજીક પણ આવશે અને તેથી જ વધારે આગળ વધાશે .
(‘બાલમ ૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.)
ુ પરં પરા – અભિજિત વ્યાસ
[4] શ્રતિ
ભારતીય અને પાશ્ચાત્ય સંગીતમાં કેટલોક પાયાનો ભેદ રહેલો છે તે આ બંને સંગીતને સાંભળતાં
સમજવો રહ્યો. ભારતીય સંગીત પરં પરા મુજબ ચાલ્યું આવે છે . ગુરુ પોતાના શિષ્યને મૌખિક રીતે
સમજાવીને કે વાદ્યને વગાડીને કે ગાઈને સમજાવે છે . ગુરુ જે શિખવાડે છે તે સંગીતના રાગોનુ ં મ ૂળભુત
સ્વરૂપ હોય છે . પછી તે પ્રણાલીગત એક શિષ્યથી બીજા શિષ્યો પાસે અને પટશિષ્યો પાસે શ્રુતિ
પરં પરાથી આગળ વધે છે . આપણે ત્યાં તાનસેન જેવો મહાન સંગીતકાર થઈ ગયો તેવ ુ ં ઈતિહાસમાં
નોંધાયેલ છે . પણ તાનસેન કેવ ુ ં સંગીત ગાતો હતો તેનો કોઈ આધાર આપણી પાસે નથી. તાનસેનની
ગાયન શૈલી ધ્રુપદ-ધમારની હતી. આજે પણ ધ્રુપદ-ધમારની શૈલીએ ગાયનની રજૂઆત થાય છે પણ
પેઢી દર પેઢીથી ચાલી આવતી આ પરં પરા લેખિત કે મુદ્રિત સ્વરૂપમાં ન હોઈ તેમાં સતત ફેરફાર થતા
રહેતા હોવાથી પ્રત્યેક ગાયક કે વાદક દ્વારા તે નવતર થત ું જત ું રહે છે , કારણ કે આ શ્રુતિ પરં પરાથી
શીખવાયેલ ું છે . છે લ્લી સદીમાં સંગીતને શાસ્ત્રબદ્ધ કરવાના અને લિપિબદ્ધ કરવાના કેટલાક પ્રયત્નો પછી
હવે ભારતીય સંગીત લિપિબદ્ધ (નોટેશન) સ્વરૂપમાં અભ્યાસ કરવા માટે મળે છે . આ માટેન ુ ં મોટું શ્રેય
પંડિત વિષ્ણુ દિગંબર ભાતખંડેને જાય છે . (‘પ ૂર્વના અને પશ્ચિમના સ ૂરસાધકો’ પુસ્તકમાંથી કેટલોક અંશ
સાભાર.)
[5] ચાલો, ફાનસ લઈને માણસ શોધીએ…. – ડૉ. શીલા વ્યાસ
આપણા સમાજના ચિંતકો, કેળવણીકારો અને સામાજિક કાર્યકરોને આજે માણસ શોધવાની શા માટે
જરૂર પડી ? સામાજિક પ્રાણી અને કાળા માથાના કહેવાતા માનવીમાંથી માણસાઈ કે માનસિકતા ક્યાં
ગાયબ થઈ ગઈ ? આવા ઘણા પ્રશ્નો શીર્ષક વાંચતા સાથે જ કાંકરીચાળાના જવાબ સ્વરૂપે ઊઠે છે .
શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર-પ્રસાર અને પ્રાપ્તિ પછી આપણો સમાજ વધુ અસામાજિક,
અસભ્ય અને અમાનુષ બન્યો. પરિણામે સામુહિક સમસ્યાના ઉકેલો આવવાને બદલે તે અંગે ઉલજનો
વધી.
ધર્મ-અર્થ-કામ-મોક્ષના ચત ુષ્તંભ પર ડગમગતી ભારતીય સંસ્કૃતિમાં અધાર્મિકતા, અંધશ્રદ્ધા, આર્થિક
અસમાનતા, વિકૃત કામુકતા તથા ભૌતિક જીવન પ્રત્યે મોહ-પાશના આઘાતજનક લક્ષણો ઉમેરાતા
ગયા. માનવમ ૂલ્યોનો હ્રાસ થતો ચાલ્યો, સંયક્ુ ત-વિભક્ત કુટુંબ પ્રણાલિકા/વ્યવસ્થા ત ૂટવા લાગી,
એકલતા, વિચ્છિન્નતા, સ્વચ્છંદતા પ્રવેશવા લાગી. તેમાંય સમ ૂહ માધ્યમોના મારાથી માણસ ખુદ મશીન
બની ગયો. સંવેદનશીલતા તથા સહનશીલતા ઘટવા લાગી, જેથી આપોઆપ અન્ય પ્રત્યેની આત્મીયતા
ઓગળી. નિષ્ઠા, ફરજ અને જવાબદારીમાં તોછડા બનેલા અસભ્ય નાગરિકે વધુ વસતિ, ભ્રષ્ટાચાર,
આતંકવાદ, બેકારી, ગરીબીને નોંતરી. જીવન પ્રવ ૃત્તિમાંથી પરમાત્મા તરફની ગતિ કરવાને બદલે
પરમેશ્વરના સ્થાને પૈસાને કેન્દ્રમાં સ્થાપ્યો. આમ, ઉર્ધ્વગતિ સાધવાને બદલે અધોગતિ તરફ પ્રયાણ
કરતો થયો. તેને યોગ્ય દિશા-દર્શન આપી શકે તેવા માધ્યમો ઓછા પડ્યા. પુસ્તકો-ગ્રંથો, ચર્ચા,
વ્યાખ્યાનો આકર્ષી શક્યા નથી. એટલે હવે ખરા અર્થમાં માણસને માનવ બનાવે તેવી આંતરિક સ ૂક્ષ્મ
પ્રક્રિયા શરૂ થવી જોઈએ. સમાજના કર્મશીલોએ આ બાબતે ચિંતા કરી શૈક્ષણિક યોગ્યતા વધારવા
વિદ્યાર્થીઓ તૈયાર કરવાને બદલે આપણા સામાજિક માળખામાં બંધ બેસે તેવા સાચા માનવ ઘડતરનુ ં
ભગીરથ કાર્ય હાથ ધરવુ ં જોઈએ. વિદ્યા તપને બદલે વિચાર તપનો વિસ્તાર કરી સ્થાનિક, પ્રાદે શિક કે
રાજકીય ક્ષેત્ર-સીમા પ ૂરતો માનવ નહીં પણ જેને વૈશ્વિક મનુષ્ય કહી શકાય તેવા ખ્યાલો વ્યકત કરવા
મથામણ કરવી જોઈએ. તો જ માનવ-માનવ વચ્ચે અનુબધ
ં ની સાંકળ રચાશે. જે માનવ સંબધ
ં ની હશે.

ુ ી – મહેશ દવે
બરફમાં જ્વાળામખ

 પ્રકાર: જીવનચરિત્ર       સાહિત્યકાર : મહેશ દવે      23 પ્રતિભાવો 


[ લોખંડી પુરુષ સરદાર પટેલની જીવનકથાના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘બરફમાં
જ્વાળામુખી’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે આદરણીય શ્રી મહેશભાઈ દવેનો
(અમદાવાદ) ખ ૂબ ખ ૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9427606956.
પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે .]

[1] નેતાનાં લક્ષણ નિશાળમાંથી


લાક્ષણિક ભારતવાસી તરીકે મોટા થવુ ં હોય તો ગામડામાં ઊછરવુ ં જોઈએ. ભારત ગામડામાં પથરાયેલો
દે શ છે . ભારત ગામડામાં વસે છે , શ્વસે છે . આજે પણ કરમસદ જાઓ તો ગામડાની ફોરમથી આંખ-નાક
ભરાઈ જાય, હૈય ું ઊભરાઈ જાય, તળપદો પ્રેમ સમજાઈ જાય. અને આજથી દોઢસો વર્ષ પહેલાં તો
કરમસદ સાવ ગોકુળિયુ.ં ન શહેરની મર્યાદા છે સંકોચ, ન શહેરનો વટ કે શેખીખોર વિવેક. ખુલ્લાં ઘર,
ફળિયાં ને ખેતરની વિશાળ મોકળાશ. કોઈ બહુ અમીર નહીં, કોઈ સાવ કંગાળ નહીં; ન કોઈ મોટું, ન
કોઈ છે ટું. બધાં સરખે-સરખાં. છોકરાં સરખે-સરખાં થઈને રમે, ભમે, ઝઘડે; આંબા-આંબલી ચડે, પડે;
એકબીજાને તળાવમાં ધકેલ,ે એકબીજાને કામમાં હાથ દે ; છોકરવાદી પરાક્રમો કરે , એકબીજાની ઠેકડી
ં ૂ પણાને ગામવટો. છલક છલકાત ું ઉલ્લાસ અને ઉત્સાહનુ ં
ઉડાડે, ખડખડાટ ખુલ્લું હસે અને હસાવે. મજી
તંદુરસ્ત અને મનદુરસ્ત વાતાવરણ.
આવા ગ્રામ-પરિવેશમાં વલ્લભભાઈ ઘડાયા. સાત ચોપડી ગુજરાતી કરમસદની સરકારી શાળામાં
ભણ્યા. પછી આગળ ભણવાનાં બારણાં કરમસદમાં બંધ . મોટાભાઈ (વિઠ્ઠલભાઈ) તો નડિયાદ મોસાળ
રહીને આગળનુ ં અંગ્રેજી ભણતા હતા. પણ મામા પર કેટલાનો ભાર નખાય ? સારે નસીબે અંગ્રેજી ત્રીજી
સુધીની નિશાળ કરમસદમાં ખ ૂલી એક વરસ ત્યાં ભણ્યા અને પછી ઊપડ્યા પેટલાદ. પેટલાદ પાસે હત.ું
ત્યાં પાંચમી અંગ્રેજી સુધીનુ ં ભણતર હતુ.ં પેટલાદ એટલે ઘરની છત્રછાયા છોડી પરગામમાં વાસ. બહાર
નીકળ્યા એટલે માથે જવાબદારી. એ વખતે ભણવામાં તો ઝાઝું દૈ વત ન દે ખાડ્યુ.ં પણ તેર-ચૌદ
વરસની ઉંમરે જ માંહી પડેલી સ ૂઝ, શક્તિ ને નેતાગીરીના ગુણ ઝળક્યા. છએક વિદ્યાર્થી ભેગા કર્યા.
બધાએ સાથે મળી ઘર ભાડે રાખ્યુ.ં દરે ક વિદ્યાર્થી રવિવારે ઘરે જાય, ત્યારે અઠવાડિયા પ ૂરત ું તેન ુ ં સીધુ,ં
દાણોદુણી લેતો આવે. વારાફરતી એક-એક જણ અઠવાડિયું રસોઈ બનાવે. ને એમ ચાલ્યુ.ં ગળથ ૂથીમાં
નેતાગીરી લઈ આવેલા વલ્લભે સમ ૂહ-જીવનના પાઠ શીખ્યા અને શિખવાડ્યા, સંગઠન-વ્યવસ્થાનાં
લક્ષણ બતાવ્યાં.

નેત ૃત્વનુ ં બીજુ ં લક્ષણ મહત્વાકાંક્ષા. વલ્લભભાઈ સ્વભાવે બોલકા નહોતા, પણ ભીતરમાં ભારોભાર
મહત્વાકાંક્ષા ભરી પડી હતી. પેટલાદની પાંચ ચોપડી અંગ્રેજીથી શું ચાલે ? સાત ચોપડી જેટલું તો
ભણવુ ં જ જોઈએ ને ? મોટાભાઈ (વિઠ્ઠલભાઈ) નડિયાદમાં ભણતા હતા, તો પોતે શા માટે પાછા રહી
જાય ? અને વળી અંગ્રેજી ભણીએ તો રોલો પડે, પાંચમાં પુછાઈએ, સાહેબશાઈ સરકારી નોકરી મળે . ટૂંકી
ખેતી બધાને ક્યાંથી સમાવી શકવાની ? અંગ્રેજી ભણીને વકીલ બનીએ તો તો વળી પ ૂછવુ ં જ શું ? કોરટ
ધણધણાવીએ, ખણખણતા રૂપિયા રળીએ. ભણવા માટે નડિયાદ મોકલ્યા સિવાય બાપુ ઝવેરભાઈનો
છૂટકો ન થયો. નાછૂટકે ભણવા નડિયાદ મોકલવા પડ્યા. મોસાળમાં મામાને ત્યાં રાખવા પડ્યા. ગાંધીજી
હજી આફ્રિકાથી ભારત આવ્યા ન હતા. હડતાલ અને બહિષ્કારનાં શસ્ત્રો હજી અજાણ્યાં હતાં. તે શસ્ત્રોનુ ં
શાસ્ત્ર તો મોડેથી રચાયુ.ં તે પહેલાં વલ્લભભાઈએ હડતાલ અને બહિષ્કારના સફળ પ્રયોગ કરી બતાવ્યા.
નડિયાદની નિશાળના પહેલા જ વર્ષની વાત. વલ્લભભાઈ છઠ્ઠા ધોરણમાં દાખલ થયેલા. શાળામાં એક
ું
માથાફરે લ તડમિજાજી માસ્તર. છોકરાઓને સોટીથી સબોડવામાં અભિમાન લે. એક દિવસ એક છોકરો
મા-બાપ પાસેથી દં ડના પૈસા લાવી ન શક્યો. પેલા માસ્તરે છોકરાને કલાસની બહાર કાઢી મ ૂક્યો.
વલ્લભભાઈથી આ અન્યાય સહન ન થયો. વલ્લભભાઈએ એલાન આપ્યું ને આખો કલાસ બહાર
નીકળી ગયો. એટલેથી ન અટકતાં તેમણે આખી સ્કૂલમાં હડતાલ પડાવી. નડિયાદની ધર્મશાળામાં
પોતાનુ ં થાણું નાખ્યુ.ં ત્રણ દિવસ હડતાળ ચલાવી. અંતે હેડમાસ્તરે બોલાવી સમાધાન કરાવ્યુ.ં હવે
પછીથી અન્યાયી કે આકરી સજા નહીં થાય તેવી ખાતરી આપી. બીજો એક શિક્ષક કાગળ, પેન્સિલ,
નોટબ ૂક વગેરેનો ધંધો કરતા હતા. વિદ્યાર્થીઓ તેમની પાસેથી જ આ બધી વસ્ત ુઓ લે તેવી ફરજ
પાડતા હતા. એમની પાસેથી આ વસ્ત ુઓ લેવાના બહિષ્કારનુ ં વલ્લભભાઈએ આયોજન કર્યું. શિક્ષક
બિચારા એવા ગભરાઈ ગયા કે તેમણે તેમનો સાઈડ-ધંધો સમ ૂળગો બંધ કરી દીધો.
હવે નિશાળથી આગળ વધી વલ્લભભાઈએ પોતાની શક્તિઓ વિશાળ સમાજજીવનમાં પણ વાપરવા
ંૂ
માંડી. તેમના એક શિક્ષક મ્યુનિસિપાલિટીની ચટણીમાં ઊભા હતા. તેમની સામે મોટી વગવાળા ધનાઢ્ય
ઉમેદવાર ઊભા હતા. ઉમેદવારે બડાશ હાંકી, જાહેર કર્યું કે તેઓ જો હારી જશે તો પોતાની મ ૂછ મડં ૂ ાવી
નાખશે. વલ્લભભાઈએ શિક્ષક વતી પડકાર ઉપાડી લીધો. વલ્લભભાઈ તેમની ટોળકી સાથે ફરી વળ્યા,
શિક્ષકને ઝળહળતો વિજય અપાવ્યો. એટલું જ નહીં, એ પછી હજામને સાથે લઈ પચાસ જણનુ ં ટોળું
પેલા હારી ગયેલા ધનાઢ્ય, અભિમાની હરીફને ત્યાં પહોંચ્યુ,ં એની મ ૂછ મડં ૂ ી.
વચ્ચે વલ્લભભાઈ નડિયાદથી વડોદરાની સરકારી શાળામાં ભણવા ગયેલા. ત્યાં પણ તેમણે પોતાના
ં ૂ વાતા હતા. વલ્લભભાઈએ
સ્વતંત્ર મિજાજનો પરચો આપ્યો. એક શિક્ષક બૉર્ડ પર દાખલો ગણવામાં ગચ
ઊભા થઈ કહ્યુ,ં ‘સર, દાખલો કેમ ગણવો તે તેમને આવડત ું નથી.’ શિક્ષક ખિજાયા : ‘તને આવડતો હોય
તો ત ું આવીને ગણી બતાવ.’ વલ્લભભાઈ તો તરત ઊપડ્યા બૉર્ડ પાસે. પટાપટ દાખલો ગણી બતાવ્યો.
એ પછી અદાથી શિક્ષકની ખુરશી પર બિરાજ્યા. શિક્ષકે આચાર્યને ફરિયાદ કરી. આચાર્યે વલ્લભભાઈને
માફી માગવા કહ્યુ.ં વલ્લભભાઈએ સામેથી કહ્યુ,ં ‘આવા શિક્ષકો હોય એવી શાળામાં હુ ં જ ભણવા માગતો
નથી.’ આમ કહી એક જ મહિનામાં એ પાછા નડિયાદ પોતાની મ ૂળ શાળામાં પહોંચી ગયા.
1897 માં બાવીસ વર્ષની ઉંમરે વલ્લભભાઈ નડિયાદ હાઈસ્કૂલમાંથી બીજી ટ્રાયલે મેટ્રિક પાસ થયા.
વલ્લભભાઈ બુદ્ધિશાળી અને તેજસ્વી હતા. પણ ભણવાને બદલે તેમની શક્તિઓનો તે વધારે વિશાળ
ક્ષેત્રે અન્યાય સામે લડવા ઉપયોગ કરતા. ઔપચારિક શિક્ષણમાં સામાન્ય હોય પણ પાછળથી જીવનની
વિદ્યાપીઠમાં જેમણે નામના મેળવી હોય તેવા અનેક દાખલાઓમાં વલ્લભભાઈને પણ મ ૂકી શકાય.
વલ્લભભાઈના મામા મ્યુનિસિપાલિટીમાં ઓવરસિયર હતા. વલ્લભભાઈ મેટ્રિક થયા ત્યારે તેમણે
વલ્લભભાઈને મ્યુનિસિપાલિટીમાં મુકાદમ તરીકે લઈ લેવા ઑફર મ ૂકી. વલ્લભભાઈ મુકાદમ તરીકે
જોડાયા હોત તો તરત કમાણી કરતા થાત, પણ એ જીવનભર મુકાદમ જ રહેત કારણ કે તેમની પાસે
ઈજનેરી લાયકાત નહોતી.
વલ્લભભાઈને માટે ઈશ્વરે કંઈક જુદી જ યોજના કરી હતી. તેમનાં સંગઠન-વ્યવસ્થા-શક્તિ, સ ૂઝ,
મહત્વાકાંક્ષા, માનવસ્વભાવની સમજ ને પરખ, અન્યાયનો પ્રતિકાર જેવા નેત ૃત્વગુણોએ તેમને ‘મુકાદમ’
તો બનાવ્યા, પણ તે ભારતના સ્વાતંત્ર્યવીરોના ‘મુકાદમ’. આ ‘મુકાદમે’ કૉંગ્રેસના સંગઠનને બરાબર
જાળવી રાખી આઝાદી અપાવી, એટલું જ નહીં, આપણને સુગ્રથિત એકતા-અખંડિતતાની મંઝિલે
પહોંચાડ્યા.

.
[2] પોલાદ જેવા કઠોર અને ફૂલ જેવા કોમળ
વલ્લભભાઈના ઘેર નહોતાં વાડી-વજીફા કે નહોતાં ગાડી-બંગલા, નહોતી કુટુંબની કે પિતાની નામના કે
નહોતા ભવન આનંદનાં. નહોત ું ઊંચુ ં ઉન્નભ્ર ૂ કુળ કે નહોતી બાપ-દાદાની ધીકતી કમાણી. એમને ઘેર તો
હતાં ટૂંકી ખેતી અને બહોળું કુટુંબ, રળિયામણા ઝાઝા હાથ અને સંતોષનો રોટલો. મધ્યમ વર્ગનો
કણબીનો છોકરો એટલે ભણી લે તે પહેલાં પરણાવી દીધો હોય. મેટ્રિક થાય એટલે તેણે તો શોધવી પડે
નોકરી, વ્યવસાય, ધંધો કે મજૂરી ! અને એમાં નાનમે શાની ?
1897 માં મેટ્રિક થયા. આગળ ભણવાની તમન્નાય ઘણી અને ધગશે ખરી. બુદ્ધિ તો આપુકી, પણ પૈસા
નહીં. એ વખતે મેટ્રિક પછી પ્લીડરની પરીક્ષા આપી વકીલાત કરાતી. વલ્લભભાઈ આગળ મોટાભાઈ
વિઠ્ઠલભાઈનો દાખલો હતો જ. અને થઈ ગયા વલ્લભભાઈ પ્લીડર. મિજાજને ફાવે એવો સ્વતંત્ર,
અનુકૂળ વ્યવસાય. સામાન્ય રીતે નવોસવો વકીલ કોઈ મોટા માથાવાળા વકીલનો જુનિયર થાય, એટલે
કે મોટા વકીલનો મદદનીશ થાય. વકીલોની ભાષામાં એને ‘ડેવિલ’ કહે છે . પણ સ્વતંત્ર મિજાજવાળા
વલ્લભભાઈમાં શેતાનીય નહોતી અને કોઈના ‘ડેવિલ’ થવાની ખેવનાય નહોતી. કોઈના ‘ડેવિલ’ થવુ ં
નથી, મોટાભાઈનાય નહીં ! એમણે ચાતર્યો ચીલો ને લીધો મારગ સીધો પોતીકો.
1900 ના જુલાઈમાં પોતાનાં ઘરવાળાં ઝવેરબાઈને લઈને ઊપડ્યા ગોધરા, વકીલાત કરવા. ઘરમાંથી
લીધાં જૂનાં વાસણ-કૂસણ, હાંડલા-હાંડલી, ઘરવખરી ને થોડાં કાયદાનાં થોથાં. લઈને ‘ચલા વલ્લભ
વકીલ બનને’. ઉધાર-ઉછીના પૈસા લઈને નાનકડું ઘર ભાડે રાખ્યુ.ં તેમાં જ ઑફિસ. પોતાના હાથે જ
ઠોક્યું બારણાબહાર પાટિયું ને ઝુલાવ્યું સાઈન-બોર્ડ : ‘વલ્લભભાઈ જે. પટેલ, જિલ્લા પ્લીડર, ગોધરા.’
વલ્લભભાઈના સાથીઓ હતાં – પરિશ્રમ, ખંત, તેજસ્વી બુદ્ધિ અને હિંમતભરી વેધક રજૂઆત. કોઈના
બાપની સાડીબાર નહીં. પહેલે જ વર્ષે રૂપિયા છસોની પ્રૅક્ટિસ, એટલે કે સરે રાશ માસિક રૂપિયા પચાસની
આવક. એ જમાનામાં ઠીક-ઠીક સારી ગણાય. કવીશ્વર દલપતરામ એ સમયમાં કરતા હતા નોકરી,
માસિક રૂપિયા પચાસની અને એ નોકરી સારી ગણાતી ! કઠોર જીવનનો એવી જ કઠોરતા અને દઢ
સંકલ્પથી સામનો કરતા આ નાના વકીલનુ ં નસીબ તેનાથી બે ડગલાં આગળ. 1902 માં ગોધરામાં ફાટી
નીકળ્યો પ્લેગ. કઠોર સીનામાં વસતી હતી કૂણી કરુણા. પ્લેગની ઝપટમાં આવી ગયેલા એક મિત્રની
ુ ા, સારવાર કરી. મિત્ર તો ન બચ્યા, પણ તેને અગ્નિદાહ દઈને ઘરે આવ્યા ત્યારે
સખાતે ધાયા. શુશ્રષ
ખબર પડી વલ્લભભાઈને કે પોતાને પ્લેગ વળગ્યો છે ! કોઈનુ ં સાંભળ્યું નહીં. ઘરવાળાંને ઘેર કરમસદ
મોકલી દીધાં. પોતે રહ્યા એકલા. પ્લેગ મટ્યો નહીં ત્યાં સુધી એકલા જ રહ્યા નડિયાદમાં.
ગોધરા મ ૂક્યું ને આવ્યા બોરસદ. ઘણાં કારણ ભેગાં થયાં હતાં. બોરસદ વતનની નજીક હતુ.ં મોટાભાઈ
વિઠ્ઠલભાઈ ત્યાં વકીલાત કરતા હતા, મુશ્કેલીમાં હતા. વિઠ્ઠલભાઈએ એક સબ-જજ સામે ભ્રષ્ટાચાર અને
લાંચરુશવતના આક્ષેપ કર્યા હતા, સરકાર પાસે તેની સામે તપાસ મુકાવી હતી. મૅજિસ્ટ્રેટ, મામલતદાર
અને બીજા જજો વિઠ્ઠલભાઈ પર ખિજાયા હતા. તેમાંથી ભાઈને બચાવવાના હતા, તેમની વહારે થવાનુ ં
હત,ું પણ સાવધાનીથી. પોતાને અને વિઠ્ઠલભાઈને બનત ું નથી એવો દે ખાવ કર્યો. જુદું ઘર લઈ રહ્યા.
જજો અને અધિકારીઓ સાથે ઘરોબો બાંધ્યો ને અધિકારીઓનાં કામો કરી આપ્યાં. તેમ કરતાં-કરતાં
બધાને મોટાભાઈ તરફ વાળ્યા. સંબધ
ં ો સારા કરી આપ્યા.
બોરસદ એટલે નામીચો તાલુકો. ત્યાંના માણસો આમ સીધા, ભરોસાપાત્ર અને નિષ્ઠાવાળા, પણ વટના
કટકા. ગૌરવભંગ ન સાંખે, વીફરે , કાયદો હાથમાં લે. હત્યા સુધીની હિંસાથી દુશ્મનને દં ડ દે . આખીય
મુબ
ં ઈ પ્રેસિડેન્સીમાં બોરસદ તાલુકાનો ગુનાખોરીનો આંક તે વખતે સૌથી ઊંચો, એટલે સુધી કે બ્રિટિશ
સરકારને ત્યાં ખાસ રે સિડેન્સિયલ ફર્સ્ટ કલાસ મૅજિસ્ટ્રેટ મ ૂકવા પડેલા. પોલીસ તરીફે અમદાવાદથી
બોલાવેલા ખાસ સરકારી વકીલ રાખેલા. ફોજદારી કેસ ચલાવવા એટલે લડાયક મારફાડ વકીલનુ ં કામ.
આપણા વલ્લભભાઈ તે માટે તૈયાર. ફોજદારી વકીલ પાસે માનવસ્વભાવની સ ૂઝબ ૂઝ જોઈએ,
ઊલટતપાસની આવડત જોઈએ, બેધડક સામનો કરવાની શક્તિ જોઈએ. આ બધા ગુણો ધરાવતા,
વલ્લભભાઈ થોડા જ વખતમાં અગ્રણી ફોજદારી વકીલ તરીકે ઝળક્યા. ફોજદારી વકીલાત
વલ્લભભાઈના સ્વભાવ અને આવડતને અનુકૂળ હતી. ફોજદારી કેસમાં બીજો ફાયદો એ કે કેસનો
ફેંસલો જલદી આવે, ફીની રકમ ઝડપથી મળે . મોટી ફી મળે . વલ્લભભાઈને પૈસાની જલદી ને વહેલી
જરૂર હતી – આગળ ભણવાની મહત્વાકાંક્ષા પ ૂરી કરવા, બૅરિસ્ટર બનવા.
ફોજદારી વકીલાતમાં વલ્લભભાઈના નામનો ડંકો વાગ્યો. પોલીસતંત્ર, સરકારી વકીલ અને સરકારનાં
હાંજાં ગગડી ગયાં. બોરસદમાં નેવ ુ ં ટકા કેસમાં સરકાર હારે , આરોપીઓ છૂટી જાય. એટલે સુધી કે છે ક
મુબ
ં ઈ એનો પડઘો પડ્યો. બોરસદથી કોર્ટનુ ં મથક હટાવી, પંદર માઈલ દૂ ર આણંદમાં મથક લઈ ગયા.
આશા એવી કે બોરસદથી એટલે દૂ ર વલ્લભભાઈ રોજેરોજ આવી નહીં શકે . કેટલાક વકીલોએ સહિયારો
ટાંગો રાખ્યો. પણ વલ્લભભાઈ જેનુ ં નામ. એમણે તો સ્વતંત્ર ટાંગો રાખ્યો. પોતાના ગુમાસ્તા સાથે
એકલા ટાંગામાં આવે, થોથાં લાવે. કોર્ટ આણંદ ખસેડવાની સરકારની મકસદ પ ૂરી ન થઈ. કોર્ટ પાછી
બોરસદ આવી ગઈ ! ફોજદારી વકીલાતમાં વલ્લભભાઈના નામના સિક્કા પડે. સામેવાળા વકીલની ધ ૂળ
કાઢી નાખે. સાચી વાતમાં ન્યાયાધીશોની પણ શરમ ન રાખે, ધધડાવી નાખે.
કાયદા સાથે સંકળાયેલા વર્ગની અને જજોની શેખી ભારે હોય છે . વકીલે કાળો કોટ, સફેદ બૅન્ડ અને
મોટો ઝૂલતો કાળો ગાઉન પહેરવો પડે. તેમાં કંઈ ચ ૂક થાય તો જજસાહેબ કહેશે : ‘હુ ં તમને નિહાળતો
નથી !’ કાળું -કાળું જ જોવા જોઈએ ને ? ને પાછો ન્યાય તો આંધળો ! હજી હમણાં સુધી મુબ
ં ઈની કોરટના
એક ન્યાયાધીશ નીચે બેઠેલા શિરસ્તેદાર પાસે નાનુ ં ટાઈપ કરે લ ું પઠાનુ
ંૂ ં પાટિયું રાખતા. તેમાં ટાઈપ
કર્યું હોય :
1. ગાઉન બરાબર પહેરો;
2. કોટનો રં ગ જૅક બ્લૅક નથી;
3. બૅન્ડ સરખો કરો;
4. કોટનાં બટન બીડો; વગેરે વગેરે
કોઈ નવો-સવો વકીલ દલીલ કરવા ઊભો થાય ત્યારે જજસાહેબ પેન્સિલથી ‘ટકટક’ કરી શિરસ્તેદારનુ ં
મોં પાસે લાવવા સ ૂચવે. પછી ધીમેધીમે છૂપુ-ં છૂપું કહે : ‘નં. 4’ પછી કટાણુ મોઢુ ં કરી ઊંચે છત પર જોતા
બેસી જાય. શિરસ્તેદાર પેલા નવાણિયા વકીલના કોટની સાળ ખેંચે. બિચારો જુનિયર કંઈ સમજે નહીં.
ં ૂ વાય. પાટિયા પર શિરસ્તેદાર નં. 4 પર આંગળી બતાવતો હોય.
અંતે શિરસ્તેદાર તરફ ધ્યાન જાય, ગચ
વકીલને બત્તી થાય. કોટનાં બટન બીડે. પછી જજસાહેબ તેને જુએ, સાંભળે !
આવો રૂઢિચુસ્ત હોય છે કોર્ટનો માહોલ. તેમાં ઉનાળાની ગરમીથી કંટાળે લા એક બ્રિટિશ જજ કાળા
ગાઉનનો ઉપરણો ઓઢ્યા વગર કોર્ટમાં આવ્યા. વલ્લભભાઈને દલીલો ચાલુ કરવા કહ્યુ.ં ગંભીર વદને
વલ્લભભાઈએ ઠપકાર્યું : ‘કોર્ટનો ડ્રેસ બરાબર યોગ્ય નથી. તેને હુ ં કોર્ટ ગણતો નથી.’ એમ કહી ચાલવા
માંડ્યુ.ં કોર્ટમાં સોપો પડી ગયો. વકીલો સ્તબ્ધ થઈ ગયા. વકીલોને પણ બ્રિટિશ જજ જેટલી જ ગરમી
લાગતી હતી, પણ તે બધા ગાઉનમાં હતા. બ્રિટિશ જજ ઝંખવાણા પડી ગયા. પાછા ચૅમ્બરમાં ગયા,
ગાઉન પહેરી આવ્યા, વલ્લભભાઈ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી, પછી જ વલ્લભભાઈએ દલીલો શરૂ
કરી. બીજા એક કેસમાં કલેક્ટર જરા પીધેલા હતા. ચેમ્બરમાં જ બેસી રહ્યા. એમણે શિરસ્તેદાર પાસે કેસ
ચલાવી લેવા સ ૂચના મોકલી. વલ્લભભાઈ વટક્યા. ધડાક દઈને નીડરતાથી કહી નાખ્યું : ‘હુ ં શિરસ્તેદાર
પાસે કેસ ચલાવવા નથી આવ્યો. કલેકટર પાસે કેસ ચલાવવા આવ્યો છું.’ ન્યાયનો સિદ્ધાંત છે : ન્યાયિક
કાર્ય બીજાને ડેલિગેટ કરી શકાય નહીં, સોંપી કે સુપરદ કરી શકાય નહીં. વહીવટી કામ સોંપી શકાય
ખરંુ . બ્રિટિશ કલેકટર શરમિંદા થઈ ગયા. પોતે આવ્યા, માફી માગી, પોતાની સમક્ષ કેસ ચલાવ્યો.
વલ્લભભાઈની કારકિર્દીમાંથી આવા અનેક પ્રસંગો ટાંકી શકાય. તે કદી નબળાને નીચાજોણું કરાવતા
નહીં અને મોટા કે ગોરા સાહેબોથી ગભરાતા નહીં. પોતે શિસ્ત પાળતા અને શિસ્તનો આગ્રહ રાખતા.
1909 માં વલ્લભભાઈ એક મહત્વનો કેસ ચલાવતા હતા. તેમની દલીલો વચ્ચે તેમના હાથમાં એક તાર
અપાયો. તેમણે તાર વાંચ્યો. તેમનાં પત્નીના મ ૃત્યુનો તાર હતો. તેમણે તાર વાંચી ગજવામાં મ ૂકી દીધો.
કંઈ જ ન બન્યું હોય તેમ તેમણે કેસ ચલાવ્યો, પ ૂરો કર્યો. આવો વજ્જર જેવો નક્કર વક્કર તેઓ
રાખતા. પણ તેમની ભીતર રહેલ ું હૃદય ભાવનાથી ભીનુભીનુ
ં ં હત.ું
નીચેની ‘મોફ્યુઝીલ’ કોર્ટમાં અમદાવાદથી આવતા બૅરિસ્ટરો બહુ શેખી કરતા, સ્થાનિક વકીલોને ત ુચ્છ
ગણતા, ન્યાયમ ૂર્તિઓ સાથે બાખડતા, અંગ્રેજીમાં રુઆબ છાંટતા. તેમના બરોબરિયા થવાની
વલ્લભભાઈની મહત્વાકાંક્ષા. પણ તે જમાનામાં ઈંગલેંડમાં જઈ બૅરિસ્ટર થવા માટે આઠ-દસ હજાર જેવી
મોટી રકમ જોઈએ. તનતોડ મહેતન કરી, કરકસરથી જીવી, પૈસા બચાવી એકઠા કરવાની
વલ્લભભાઈની નેમ હતી. તેમણે પૈસા એકઠા કર્યા, દસ્તાવેજો તૈયાર કરાવ્યા, ટિકિટ મેળવી. પણ
નસીબનુ ં કરવુ ં એવુ ં કે તે દસ્તાવેજ અને ટિકિટ વગેરે પોસ્ટમૅને વિઠ્ઠલભાઈ પટેલને પહોંચાડ્યાં. ટપાલ
પર નામ હતું વિ. જે. પટેલ ! વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ બંનેને લાગુ પડે ! તે વખતે પાસપોર્ટ પર
ફોટો ચોંટાડવાની પ્રથા ન હતી. વિઠ્ઠલભાઈએ આજીજી કરી : ‘હુ ં મોટો છું. મને તારા કાગળિયા પર જવા
દે . મારા પહેલાં ત ું બૅરિસ્ટર થાય તે ઠીક નહીં.’ જરા પણ હિચકિચાટ વગર નાનાભાઈએ ભોગ આપ્યો.
મહામહેનતે ઊભી કરે લી રકમ મોટાભાઈ માટે વાપરી. ઊભી કરે લી તક ભાઈ માટે જતી કરી. આવુ ં હત ું
પોલાદના માણસનુ ં પ્રેમાળ, ભાવનાશીલ હૃદય; એટલું જ નહીં, વિઠ્ઠલભાઈનાં પત્નીને ક્યાં રાખવાં એ
સમસ્યા હતી. તેમને પિયરમાં કોઈ નહોત.ું વલ્લભભાઈએ ભાભીને પોતાની સાથે રાખવાની જવાબદારી
ઉપાડી. તેમનાં પત્ની અને ભાભીને ફાવ્યું નહીં તો પત્નીને પિયર મોકલી આપ્યાં, પણ ભાભીને પોતાને
ત્યાં નિભાવ્યાં.
બોરસદમાં પ્રૅક્ટિસ કરતા વલ્લભભાઈએ ફરીથી પૈસા એકઠા કરવા માંડ્યા. આપેલા વચન પ્રમાણે
વિઠ્ઠલભાઈને વિલાયત પૈસા મોકલવાના. પોતાના વિલાયત જવા માટે પૈસા ભેગા કરવાનો પોતે મનમાં
જે સંકલ્પ કર્યો હતો તે પાળ્યે જ છૂટકો. 1904 માં તેમનાં પુત્રી મણિબહેનનો જન્મ અને 1905 માં તેમના
પુત્ર ડાહ્યાભાઈનો જન્મ. પણ એ બંનેને પાંચ વર્ષ અને ચાર વર્ષનાં મ ૂકી, ઝવેરબહેનનુ ં આંતરડાના
વ્યાધિ અને ઑપરે શનમાં અવસાન થયુ.ં એ સમયે તો પટેલોમાં એક જીવતી હોય તેના પર બીજી પણ
લાવતા. પણ નાનાં બાળકો ઉછે રવાનાં હતાં, છતાંય વલ્લભભાઈએ બીજુ ં લગ્ન ન કર્યું તે ન જ કર્યું.
તેઓ વિધુર થયા ત્યારે ફક્ત તેત્રીસ વર્ષની ઉંમરના હતા. મનમાં એકપત્નીની ભાવના. આખુય
ં આયખું
એકલા પ ૂરંુ કર્યું. એવુ ં હતું પોલાદના આ માનવીનુ ં કૂણ,ું ભીનુ ં હૈય ું

પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ

 પ્રકાર: નિબંધ       સાહિત્યકાર : મોહમ્મદ માંકડ      43 પ્રતિભાવો 


[આદરણીય સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડના તાજેતરમાં પ્રકાશિત થયેલા નિબંધસંગ્રહ ‘પ્રકીર્ણ’માંથી
સાભાર પ્રસ્ત ુત છે બે સુદર
ં નિબંધો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગ ૂર્જર ગ્રંથરત્ન
કાર્યાલય’નો ખ ૂબ ખ ૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે .]
[1] બધાં કામ સરકાર કે સંસ્થાઓ નહીં કરી શકે

વીસમી સદીના ઉત્તરાર્ધમાં લગભગ મોટા ભાગના દે શોના લોકોમાં સરકારે


શું શું કરવુ ં જોઈએ, તે વિશે જાગૃતિ આવી છે . સરકારની ફરજો વિશે અગાઉ આટલી જાગૃતિ નાગરિકોમાં
ભાગ્યે જ હતી. પરં ત ુ સમય વીતવા સાથે નાગરિક વધુ જાગૃત બન્યો છે પરં ત ુ હવે એ જાગૃતિ જીદ અને
આંદોલનનુ ં રૂપ લેતી જાય છે . આ પણ એટલું વાંધાજનક નથી, કારણ કે સરકારો ખરે ખર તો, માણસોના
પૈસાથી માણસો માટે જ ચાલતી હોવાનો દાવો કરતી હોય છે , પરં ત ુ વસ્ત ુના ઉત્પાદનના પરિણામ રૂપે
સામાન્ય રીતે કોઈક કચરો, રે સિડ્યુ-બાયપ્રોડક્ટ વધે છે , તેમ વિચારોના અમલના પરિણામે પણ બીજી
તરફ કશુકં વધત ું હોય છે . યુવાનોની સ્વતંત્રતાની વાતમાં જો અતિરે ક થાય તો પરિણામે વડીલોને
સહન કરવુ ં પડે છે . મ ૂડીવાદ વધે તો મજૂરોને અને મજૂરવાદ વધે તો સાહસિક વ્યક્તિઓને કોઈ ને કોઈ
રીતે સહન કરવુ ં જ પડે છે . કોઈ પણ એક બાજુના છે ડા પર વધુ ઝોક મ ૂકવામાં આવે તો તેની અસર
બીજા છે ડે થયા વિના રહેતી નથી. કોઈ એક સમ ૂહની જીદ બીજા સમુહ માટે મુશ્કેલી સર્જ્યા વિના રહેતી
નથી.
ૃ એ આપણે પોતે વ્યક્તિ તરીકે શું કરવુ ં
આમ સરકારે શું કરવુ ં જોઈએ એ બાબતની આપણી જાગતિ
જોઈએ તે વાત વિસારે પાડી દીધી છે . પરં ત ુ કેટલાંક કામ સરકાર ઈચ્છે તોપણ કરી શકતી નથી. માત્ર
વ્યક્તિ જ તે કરી શકે છે અને એટલે , સારા સમાજ માટે, સારા જીવન માટે , આનંદ માટે અને સુખ માટે ,
દરે ક વ્યક્તિએ પોતે પણ કાંઈક કરવુ ં પડે છે . દરે ક કામ સમ ૂહમાં થઈ શકત ું નથી. સરકાર કે સંસ્થાઓ
સારા રસ્તાઓ બનાવી શકે છે , દવાખાનાંઓ બાંધી શકે છે . શાળાઓ ચલાવી શકે છે , પણ રસ્તાને ગંદા
નહીં બનાવવાનુ,ં દવાખાનામાં દર્દીઓ ઉપર બરાબર ધ્યાન આપવાનુ,ં બાળકને સારંુ શિક્ષણ આપવાનુ ં
કામ તો વ્યક્તિઓ જ કરી શકે છે . તેમાં કાયદાઓ કામ આપતા નથી અને સરકાર કાયદાઓ કરી શકે
છે વ્યક્તિને બદલી શકતી નથી. સરકાર તો માત્ર એક ખોખું છે . તેનો પ્રાણ તો દરે ક જાગૃત નાગરિકમાં
વસેલો હોય છે એટલે જે દે શનુ ં બંધારણ કે કાયદાઓ ગમે તેવા હોય પણ જે દે શના નાગરિકો વધારે
સંસ્કૃત, સમજદાર અને પોતાનુ ં કામ કરવા માટે પોતાની ફરજ બજાવવા માટે તત્પર હોય તે દે શ જ
વધારે સમ ૃદ્ધ બની શકે છે , સુખી બની શકે છે . સરકાર જે કાયદાઓ કરે એનો અમલ સાચી રીતે થાય
તો જ સુખચેન અને શાંતિ પ્રવર્તી શકે . માત્ર સારા કાયદાઓ અને વિચારસરણીઓથી જ કોઈ દે શ કે
સમાજ આબાદ બની શકતો નથી.

એક વાર એક માણસ પોતાની કારમાં જતો હતો ત્યારે રસ્તા પર પડેલો એક વાંકો અણીદાર લોખંડનો
સળિયો તેણે જોયો. બીજા શહેરી માણસોની જેમ તે પણ ઉતાવળમાં હતો છતાં તેન ુ ં મન ન રહ્યુ,ં તેણે
કાર ઊભી રાખી, સળિયો ઉપાડીને રસ્તા પરથી દૂ ર કર્યો અને ફરી કાર ચલાવી મ ૂકી. અડધા કલાક પછી
એ કાર પાર્ક કરી રહ્યો હતો ત્યારે બીજો એક કારવાળો માણસ તેની પાસે આવ્યો. તેણે કહ્યુ,ં ‘તમે તે
સળિયો ખસેડ્યો તે મેં જોયુ.ં ખરે ખર તમે સરસ કામ કર્યું. કદાચ કોઈ અકસ્માત, નુકશાન કે કોઈકનો
જીવ બચાવ્યો. હુ ં તમને ખાલી અભિનંદન નહીં આપુ,ં આજ સુધી હુ ં આવી બાબતોમાં બેદરકાર રહ્યો છું,
પણ હવેથી હુ ં પણ આવી નાની વાતોનુ ં ધ્યાન રાખીશ અને એ રીતે તમારી સ્મ ૃતિ મારા મનમાં કાયમ
રહેશે.’
આ રીતે એક નાનકડું કામ અને થોડા મીઠા શબ્દો બંને વ્યક્તિઓ માટે સંતોષ અને સુખદાયક બની
ગયા. કોઈ સરકાર આવાં કામ કરી શકતી નથી. માત્ર વ્યક્તિઓ જ કરી શકે છે અને એટલે વ્યક્તિઓએ
આવાં કામ કરવાં જ જોઈએ. ઘરને સાફસ ૂફ રાખવાની જવાબદારી જેમ આપણે સ્વીકારે લી હોય છે એ જ
રીતે જે સમાજમાં આપણે વસતા હોઈએ તેમાં નાનકડી સાફસ ૂફી કરવા માટે પણ આપણે કેળવણી
પામેલા હોવા જોઈએ. માણસ જ્યારે આવુ ં કોઈક સારંુ કામ કરે છે ત્યારે ત્રણ વસ્ત ુ એક સાથે બને છે :
તેને પોતાને આનંદ થાય છે , તે બીજાને આનંદ આપી શકે છે અને આખાય માનવસમાજને થોડો વધુ
સારો બનાવી શકે છે . એની અસર જો કે બહુ જ નાની હોય છે , પણ સાવ નાનકડાં પાણીનાં ટીપાં મોટી
મોટી શિલાઓના આકારો બદલી શકે છે .
બીજાની ટીકા કરવામાં આપણે જેટલા તત્પર હોઈએ છીએ એટલા બીજાની પ્રશંસા કરવામાં હોતા નથી.
કેવો ભ્રષ્ટાચાર ચાલે છે , કેવી લાગવગ ચાલે છે , કોણ કેવ ુ ં ખરાબ કામ કરે છે તેની વાતો બહુ મોટા
અવાજે માણસો કરે છે પણ બીજા કેટલાક માણસો સમાજને ઉપયોગી અને સમાજજીવનને પોષક એવાં
કેટલાંક સારાં કામ કરે છે તેની નોંધ ભાગ્યે જ કોઈ લે છે . ભ્રષ્ટાચાર, લાગવગ, સ્વાર્થ, છે તરપિંડી એવુ ં
તો સમાજમાં ચાલ્યા જ કરે છે , પણ સાથે સાથે માણસને – માણસની માણસાઈને નિખારે એવાં કામ
પણ થતાં રહે છે અને આખીયે માનવજાતની પ્રગતિ બહુ ધીમે ધીમે પણ એવાં કામને લીધે જ થાય છે .
એવાં કામોને લીધે જ માણસ માણસ તરીકે પ ૃથ્વી પર ટકી રહી શકે છે . જો આપણને અનુકૂળતા હોય
તો, કોઈ વ ૃદ્ધ માણસને બસમાં કે ટ્રેનમાં જગા આપવી, ગિર્દી હોય તો ટિકિટ લઈ આપવી, કોઈને રસ્તો
કે સ્થળ બતાવવા માટે તેની સાથે થોડે સુધી જવુ,ં આ બહુ નજીવાં કામ છે , પણ એવી નજીવી
રે ખાઓથી જ માણસનુ ં ચિત્ર બનત ું હોય છે . માણસ માત્ર તેના વિચારો દ્વારા નહીં, તેના દિવસભરનાં
સાવ નાનકડાં કાર્યો દ્વારા માણસ બની શકતો હોય છે .
એક ફિલસ ૂફે સાચુ ં જ કહ્યું છે કે દરરોજ કરવાનુ ં કામ હોય તો સાવ નાનુ ં કામ માણસ માટે સૌથી અઘરંુ
બની જાય છે . સારા બનવુ ં એ આમ તો સાવ નાનુ ં કામ છે , પણ માણસને એ બહુ અઘરંુ લાગે છે . જ્યારે
માણસ બીજાને ઉપયોગી થવાનો કે નાનાં, મોટાં સારાં કામ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ તેને ખબર
પડે છે કે તે બહુ મુશ્કેલ હોય છે . ખાસ કરીને શરૂઆતમાં એથી ઘણી ગેરસમજ જન્મે છે . એવા માણસને
ઘણા લોકો પંચાતિયો, નવરો, મોટપ લેવા કે બીજાનુ ં ધ્યાન ખેંચવા પ્રયત્ન કરનાર કહી વગોવે છે . એ
બદલ માણસે મહેણાં-ટોણા કે ટીકાઓ સાંભળવી પડે છે , પણ જો તે નિસ્પ ૃહભાવે પોતાનુ ં કામ કરે , તો
છે વટે ટીકાકારો થાકી જાય છે . બીજાને ઉપયોગી થવામાં એક વિશિષ્ટ પ્રકારનો આનંદ થાય છે અને એ
આનંદ જીવવા માટે માની પણ ન શકાય તેવી પ્રેરણા આપે છે . હતાશા અને ખાલીપણું એ આધુનિક
માનવીનાં બહુ મોટાં દુશ્મન છે . પૈસા, સાધનો અને સગવડો વચ્ચે આજનો માનવી જેવુ ં ખાલીપણું
અનુભવે છે એવુ ં અગાઉના માણસો ભાગ્યે જ અનુભવતા હતા. બધું હોવા છતાં, મેળવવા છતાં, આજે
માનવીને ખાલી ખાલી લાગે છે . આવી લાગણી જ્યારે ઘેરી વળે ત્યારે બીજાને ઉપયોગી એવુ ં નાનુ,ં
નજીવુ ં કામ કરવાનો પ્રયત્ન કરવો, સભાનપણે પ્રયત્ન કરવો. ખાલીપણું દૂ ર થઈ જશે અને મન
આનંદથી ભરાઈ જશે.
વ્યક્તિ તરીકે લગભગ દરરોજ આપણી સામે આવાં અનેક કામ આવતાં હોય છે , ત્યારે એક વાત યાદ
રાખવી, બધાં કામ સરકાર કે સંસ્થાઓ કરી શકશે નહીં કારણ કે , સરકાર સરકાર તરીકે નિર્જીવ હોય છે
અને સરકારી માણસો જથ્થામાં હોય છે એટલે ‘વ્યક્તિ’, હોતા નથી. જે રીતે યંત્રો પોતે કશું કરી શકતાં
નથી એ જ રીતે સંસ્થાઓ, ધર્મસ્થાનો, નિશાળો કે સરકારી અમલદારો પોતાની મેળે કશું જ માતબર
કરી શકતા નથી. તેઓ માત્ર વ્યક્તિને મદદ કરી શકે છે . સારી કે ખરાબ વ્યક્તિ બનવાનુ ં તો વ્યક્તિના
પોતાના જ હાથમાં હોય છે .
એટલે, જ્યારે પણ આપણી સામે કોઈ કામ આવે ત્યારે તે કામ કરવાથી જો આપણને સંતોષ થાય તેમ
હોય તો, બીજાનો વિચાર છોડીને આપણા પોતાના સંતોષ માટે તે કામ કરી લેવ ુ ં જોઈએ. કારણ કે,
જગતનાં મહાન કાર્યો, સરકારો કે સમાજ દ્વારા નહીં અમુક વ્યક્તિઓએ કરે લ આવી જાતના પ્રયત્નોથી
જ થઈ શક્યાં છે . કેટલાક માણસો એકલા-અટૂલા હતા, સરકાર કે સમાજનો તેમને ટેકો નહોતો. (બલકે
વિરોધ હતો.) છતાં તેની દરકાર કર્યા વિના પોતાને જે સાચુ ં લાગ્યું તે વિચાર્યું, લખ્યુ,ં ચીતર્યું, પ્રયોગમાં
મ ૂક્યુ,ં તેથી જ આ જગતમાં અને માનવજીવનમાં ક્રાંતિકારી ફેરફારો થઈ શકયા છે . બુદ્ધ, માર્ક્સ કે ગાંધી
સરકારના ઓશિયાળા નહોતા.

.
[2] માણસને શ ંુ જોઈએ, પૈસા, પ્રતિષ્ઠા કે બીજુ ં કાંઈ ?
થોડા સમય પહેલાં પોતાની જ્ઞાતિના હોદ્દે દારો વિરુદ્ધ દાદ માગવા માટે એક પરિવારે હાઈકોર્ટમાં રિટ
અરજી કરી છે . પરિવારજનોનુ ં કહેવ ુ ં છે કે સમાજના હોદ્દે દારોએ એમનુ ં સભ્યપદ રદ કરીને , કમી કરીને
એમના પરિવારને જ્ઞાતિ બહાર કર્યો છે , જેના કારણે એમનાં સંતાનોનાં લગ્ન થતાં નથી અને તેઓ
માનસિક તેમ જ શારીરિક ત્રાસ અનુભવી રહ્યાં છે . આ બાબત ભારતીય બંધારણના ભંગ સમાન છે
એવી રજૂઆત કરીને હાઈકોર્ટમાં દાદ માગતી રિટ અરજી કરી છે .
આ સમાચારને આપણે ન્યાયાલયમાં કરવામાં આવેલી એક કાર્યવાહી કે ઘટના તરીકે ન જોઈએ અને
માનવ સ્વભાવના અભ્યાસુ વિદ્યાર્થી તરીકે જોઈએ તો એક પક્ષની અવહેલના કરીને બીજો પક્ષ પોતાનુ ં
મહત્વ પ્રસ્થાપિત કરી રહ્યો છે , એવુ ં તારણ નીકળે . આમ તો, અભ્યાસુઓ જાણે છે કે માનવસ્વભાવની
આ ખાસિયત છે કોઈ નવી વાત નથી. ‘પોતાનુ ં મહત્વ’ અને ‘બીજાની અવહેલના’ની વ ૃત્તિ માણસમાં
મ ૂળભ ૂત પડેલી છે . આનુ ં સીધુ,ં સરળ અને યાદ આવી જાય તેવ ુ ં ઉદાહરણ ‘રામાયણ’ છે . આપણે
જાણીએ છીએ કે રાજા દશરથ પાસે કૈ કેયીએ વચન માગેલ કે ભરતને રાજગાદી અને રામને ચૌદ
વરસનો વનવાસ. એટલે કે પુત્ર ભરતનુ ં મહત્વ અને શ્રી રામની અવહેલના. (જોકે, એનુ ં પરિણામ કૈ કેયી
ધારતાં હતાં એવુ ં ન આવ્યુ,ં એ જુદી વાત છે .)
સામાન્ય માણસ માટે, એની અવહેલના એ એક મોટા આઘાતની વસ્ત ુ બની જાય છે . ક્યારે ક એ એના
માટે મોટી સજા બની જાય છે . અવહેલના માણસને પીડા અને વેદના આપે છે અને ક્યારે ક અસામાજિક
કાર્ય કરવા કે આપઘાત કરવા પણ પ્રેરે છે . અવહેલના અને એના ડરની શરૂઆત માણસના જીવનમાં
એના બચપણથી જ થાય છે . આપણે જાણીએ છીએ કે , બાળકને એની માતા અથવા તો એના પિતા,
ભાઈ કે એની સાથે રમત રમતો એનો કોઈ બાળમિત્ર એમ કહે કે , એ અમુક કામ કરશે કે અમુક રીતે
બોલશે અથવા તો અમુક રીતે વર્તશે તો પોતે એની સાથે નહીં બોલે, એની કિટ્ટા કરશે, તો તરત જ
બાળક માનસિક રીતે દબાણમાં આવી જશે, એને એકલા પડી જવાનો ડર લાગશે અને સામી વ્યક્તિની
ઈચ્છા પ્રમાણે જ પોતે વર્તશે એવી ખાતરી એ આપશે અને એમ કરીને ખાતરી કરી લેશે કે પેલી વ્યક્તિ
એની સાથે સંબધ
ં તોડી નહિ નાખે ને ?
આમ, બચપણથી જ એકલા પડી જવાનો જે ડર માણસના મનમાં ઘ ૂસી ગયો હોય એ જીવનભર એના
મનમાંથી નીકળતો નથી. જ્ઞાતિ બહાર મુકવાનો ડર હોય કે , હદપારીનો ડર હોય, આખરે તો એ પોતાના
ટોળામાંથી વિખ ૂટા પડી જવાનો ડર છે . એ ટોળું એની જ્ઞાતિ, ગામ, સમાજ, સ્તર ગમે તે હોઈ શકે છે .
દરે ક માણસને એનો પોતાનો એક સમાજ અને દુનિયા હોય છે . ચોર-લટં ૂ ારાને પણ એમનો સમાજ હોય
છે . બીજા માણસોની દષ્ટિએ ક્રૂર અને બદમાશ ગણાતા માણસો કેટલીક વાર એમના સમાજમાં
એકવચની અને બહાદુર ગણાતા હોય છે . નફાખોરો, સંઘરાખોરો, સટ્ટોડિયાઓને, બધાને પોતાનો સમાજ
હોય છે અને એ સમાજમાં પોતાનુ ં સ્થાન બરાબર રહે એની કાળજી એ લોકો રાખતા હોય છે . એમના
સમાજ બહારના માણસો એમને ગમે તેવા ગણે તેની એમને ખાસ પરવા નથી હોતી.
બીજી તરફ,
જેમ અવહેલના માણસને પીડા અને વેદના આપે છે એમ માણસનુ ં મહત્વ એને આનંદ અને સુખ આપે
છે . એટલે જ દરે ક માણસ મહત્વપ ૂર્ણ જિંદગી જીવવાનુ ં ઝંખે છે . ઘણી વાર આપણને એમ લાગે કે
માણસને સૌથી વધુ પૈસા ગમે છે , સત્તા ગમે છે કે એશઆરામના સાધનો ગમે છે , પણ સહેજ વધુ ઊંડી
નજર કરીએ તો ખબર પડે છે કે આ વસ્ત ુઓનો ઉપયોગ તો એ પોતાનુ ં મહત્વ વધારવા માટે જ કરે છે .
પૈસા અમુક હદ સુધી જરૂરી કામ આપે છે . એ પૈસા દ્વારા એ પોતાના માટે સુખ સગવડના સાધનો
વસાવી શકે છે કે સલામતીની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે , પરં ત ુ હદથી વધુ પૈસા કમાનાર માણસ એ
પૈસાનો પોતાના અંગત કામમાં કેટલો ઉપયોગ કરી શકે ? અને છતાં એક અબજ કમાનાર એથી વધુ,
અને પાંચ અબજ, પાંચસો અબજ કે પાંચ હજાર અબજ કમાનાર પણ એથી વધુ કમાવા માટે યોજનાઓ
કર્યા જ કરે છે . શા માટે ? માત્ર પોતાનુ ં મહત્વ ધરાવવા માટે.
એટલું જ નહીં, પોતાનુ ં મહત્વ વધારવા માટે માણસ પૈસા આપી દે વા, દાન કરી દે વા માટે પણ તૈયાર
થઈ જાય છે . જો પૈસા જ એના માટે આખરી ધ્યેય હોત તો એ કદી એવુ ં ન કરત. એવુ ં જ સગવડોનુ ં છે .
માણસને સગવડ ગમે છે પણ એ સગવડોનો ત્યાગ કરવાથી પોતાન ુ ં મહત્વ વધત ું હોય ત્યારે પોતે એ
સગવડોનો ત્યાગ પણ કરે છે . પોતાના શરીરને કષ્ટ પણ આપે છે . બધું જ ત્યાગીને સાધુ કે ફકીર પણ
બની જાય છે . રમત-ગમતમાં, હરીફાઈઓમાં, પર્વતારોહણમાં કે સાગર તરવામાં માણસ પોતાનો જ
રે કોર્ડ તોડવા પ્રયત્ન કરે છે , કેમ ? દરે ક માણસ પોતાનુ ં મહત્વ જળવાઈ રહે અને એ મહત્વ વધે એવુ ં
જ વર્તન કરે છે , કારણ કે માણસ સમજે છે કે જે જગાએ એનુ ં મહત્વ છે ત્યાં એની અવહેલના થઈ
શકતી નથી.
મહત્વ બાબતમાં બીજી વાત એ પણ સમજવા જેવી છે કે , માણસ પોતાનુ ં મહત્વ જે પોતાના હોય,
પોતાના ક્ષેત્રના હોય એની પાસે સ્થાપિત કરવા ઈચ્છે છે . માણસ પોતાનો જિલ્લો, પોતાનુ ં ગામ,
પોતાનો સમાજ, પોતાની જ્ઞાતિ, પોતાનુ ં કુટુંબ અને પોતાની જાત પાસે પોતાનુ ં મહત્વ સ્થાપિત કરવા
પ્રયત્નશીલ રહે છે . માણસને જ્યારે ક્યાંય મહત્વ નથી મળત ું ત્યારે પણ એ એમ જ માને છે કે પોતે
મહત્વની વ્યક્તિ હોવા છતાં એને કોઈ સમજી શકત ું નથી. પોતાનુ ં કોઈ મહત્વ નથી એમ પોતાની જાત
પાસે સ્વીકારવાની એની કોઈ તૈયારી નથી હોતી, કારણ કે જો એવી સ્થિતિ ઊભી થાય તો એનો તો
છે લ્લો સહારો પણ જતો રહે છે . નાના બાળકનુ ં મહત્વ ઘવાય તો એ પણ રિસાઈ જાય છે અથવા તો
રડવા લાગે છે તો પુખ્ત ઉંમરની વ્યક્તિ પોતાના કોઈ ઉંમરના ખાસ મહત્વ વિના કઈ રીતે જીવી શકે

?
માણસ પોતાનુ ં મહત્વ પ્રસ્થાપિત કરે કે વધારે ત્યાં સુધી તો ઠીક પરં ત ુ પોતાનુ ં મહત્વ પ્રસ્થાપિત કરવા
કે વધારવા એ બીજાનુ ં મહત્વ ઘટાડવા, એની અવહેલના કે તિરસ્કાર કરવા પ્રયત્ન કરે ત્યારે સમાજમાં
અનેક પ્રશ્નો ઊભા થાય છે . દીવાની અને ફોજદારી કોર્ટમાં થતા મોટા ભાગના કેસોનો જો આ રીતે
અભ્યાસ કરવામાં આવે તો આનો ખ્યાલ આવ્યા વિના નહીં રહે. બે અબજોપતિ ભાઈઓ વચ્ચે થતા કેસ
પાછળ, પોલીસ – એટ્રોસિટીઝ, રાજકીય કાવાદાવા, કે ખ ૂનખરાબાના ખટલાઓ પાછળ આવાં જ કારણ
પડેલા હોય છે .
દરે ક વ્યક્તિ પોતાના સમાજમાં મહત્વની વ્યક્તિ તરીકે જીવી શકે તેવા પ્રયત્નો કરે છે , પરં ત ુ એનો
લોભ જ્યારે વધી જાય છે ત્યારે એ મહાત્વાકાંક્ષા વકરી જાય છે અને માનવ-સમાજમાં ઊથલપાથલ
સર્જાય છે . અને એવંર ન બને એટલા માટે કાયદાઓ અને કોર્ટો અસ્તિવમાં આવે છે . કોઈ પણ વ્યક્તિ,
પછી એ જ્ઞાતિ બહાર મુકાનાર કુટુંબની વ્યક્તિ હોય કે પોતાના પ્રિયજનને ગુમાવનાર વ્યક્તિ હોય,
ક્યારે ય હોંશે હોંશે કોર્ટમાં જતી નથી. એના મહત્વને, અસ્તિત્વને જ્યારે વધુ પડત ું નુકશાન થાય ત્યારે જ
કોર્ટમાં ધા નાખે છે .
મહત્વ માટેની માણસની ઝંખનાની, એના અતિરે કની અને માણસને થતા અન્યાય કે અવહેલનાની વાત
આવી છે .
આ અફીણના બંધાણમાંથી ક્યારે છૂટીશ ંુ ? – કાન્તિ શાહ

 પ્રકાર: સાહિત્ય લેખ       સાહિત્યકાર : કાન્તિ શાહ      13 પ્રતિભાવો 


[‘ભ ૂમિપુત્ર’ જુલાઈ-2010 માંથી સાભાર.]
માર્કસે કહેલ ું કે ધર્મ અફીણનુ ં કામ કરે છે . આજે ‘વિકાસ’નો એક નવો આધુનિક ધર્મ ઊભો થયો છે , તે
પણ એ જ કામ કરી રહ્યો છે . તે આજે અફીણની ગરજ સારે છે ! દે શ-દુનિયામાં આજે બધે વિકાસનો
ભ ૂવો ધ ૂણી રહ્યો છે . તેણે અફીણ ઘોળી-ઘોળીને પીધું છે અને બીજા સહન
ુ ેય પાયું છે . એટલે અફીણની
લતે ચઢી ગયેલો માણસ પણ પોતાની સુધબુધ ગુમાવી ભ ૂવાની સાથે ને સાથે ધ ૂણી રહ્યો છે . ધ ૂણવાનો
ંૂ
આવેગ વધતો જાય છે , તેમ તેમ માણસની સાનભાન હરાતી જાય છે . બગિયો ઢોલ વાગી રહ્યો છે અને
તે બીજુ ં કશું સાંભળવા દે તો નથી. બીજુ ં કશું સાંભળવા-સમજવાની જરૂર પણ શી છે ? બસ, તાનમાં ને
તાનમાં ધ ૂણે રાખો !
છે લ્લાં બસો-ત્રણસો વરસથી વિકાસનો આ નવો ધર્મ બધે પ્રવર્તી રહ્યો છે . બીજી કોઈ વિચારસરણી
કરતાં આની જ સર્વત્ર બોલબાલા રહી છે . વિકાસના આ નવા ધર્મની પાયાની શ્રદ્ધા એ છે કે માણસના
જીવનનો મુખ્ય ઉદ્દે શ ઈન્દ્રિયસુખ છે . તેથી માણસના મનમાં ઊઠતી દરે ક કામનાની ને ઈચ્છાની પ ૂર્તિ
કરવાની છે તથા વધુ ને વધુ ભોગવિલાસથી માણસે સુખ પામવાનુ ં છે . એટલે આપણી સામે પરમ
ધ્યેય બસ એક જ છે કે વધુ ને વધુ ભૌતિક ઉત્પાદન અને વધુ ને વધુ ઉપભોગ. જાતજાતની તરકીબો
કરી માણસના મનમાં ન હોય એવી પણ નવી નવી કૃત્રિમ માંગો ઊભી કરવાની છે . આમાં જ માણસનો
વિકાસ છે , માણસની પ્રગતિ છે . સાદા અને સામાન્ય જીવનનિર્વાહથી સંતોષ માની લેવો અથવા આત્મ-
નિર્ભરતાને મ ૂલ્ય માનવુ,ં એ તો પછાતપણાની નિશાની છે , અને તેને તો આ વિકાસના ધર્મમાં સૌથી
મોટું પાતક ગણવામાં આવે છે !
અગાઉ કેલિફોર્નિયાના લૉસ એન્જેલિસથી નીકળતા સુપ્રતિષ્ઠિત ને ચિંતનશીલ સાપ્તાહિક ‘MANAS’માં
ત્રીસેક વરસ પહેલાં ઈવાન ઈલિચે એક માર્મિક લેખ લખેલો, જેનુ ં શીર્ષક હતું – ‘વિક્ટિમ્સ ઑફ
ડેવલપમેન્ટ’ (વિકાસના શિકાર). દુનિયા આખી વિકાસના એક ખોટા ને વિકૃત મૉડેલની શિકાર બની ગઈ
છે . આજે આપણે વિકાસના બલિ બની રહ્યા છીએ ! વિકાસના આ નવા ધર્મના કેન્દ્રમાં જીવતો જાગતો
માણસ નથી, ભોગવાદ છે , અમર્યાદિત ને અનિયંત્રિત ભોગવાદ અને પૈસો. માણસ તેનો શિકાર બની
ગયો છે . આજની પરિસ્થિતિનુ ં વેધક વિશ્લેષ્ણ કરીને ઈવાન ઈલિચે આ લેખમાં કહ્યું છે : ‘વિકાસના
બહાના હેઠળ આજે લોકોની શાંતિ સામે દુનિયાભરમાં એક યુદ્ધ ચાલી રહ્યું છે . વિકાસ અને પ્રગતિના
નામે લોકોની શાંતિ હરી લેવામાં આવી છે . જ્યાં સુધી આર્થિક વિકાસ પાછળની આ આંધળી દોટ ઉપર
લગામ રાખવામાં નહીં આવે તથા આર્થિક વિકાસની અમુક મર્યાદાઓ સ્વીકારી લેવામાં નહીં આવે, ત્યાં
સુધી લોકો પોતાની શાંતિ પાછી મેળવી શકશે નહીં…. આજે તો શાંતિને વિકાસ સાથે જોડી દે વામાં
આવી છે . જો કોઈ આર્થિક વિકાસની વિરુદ્ધ બોલે, તો તેને પ્રગતિનો દુશ્મન માનવામાં આવે છે !
વિકાસની આ દોટમાં સામેલ નહીં થઈને જે લોકો બજારના અર્થતંત્રની બહાર રહેવા માગતા હોય, એવા
લોકોને વિકાસે હંમેશાં બાજુએ હડસેલી કાઢ્યા છે . આર્થિક વિકાસનો આ નવો ધર્મ સામન્ય લોકો સામેન ુ ં
એમની શાંતિ હરી લેનારંુ યુદ્ધ જ છે .’

વિકાસની આ ફિલસ ૂફી તો બસો-ત્રણસો વરસથી પ્રવર્તી રહી હતી, પરં ત ુ વિકાસના ધર્મની વિધિવત
સ્થાપના વિશ્વયુદ્ધ પછી ત ુરત થઈ. યુદ્ધમાં યુરોપના બધા દે શો તો ખોખરા ને ખોખલા થઈ ગયા હતા,
દુનિયાનુ ં સુકાન હવે અમેરિકાના હાથમાં આવ્યું હત .ું વિકાસની ફિલસ ૂફી અમેરિકામાં જ વિશેષ ફૂલી-
ફાલી હતી અને ત્યાં તેની ભારે બોલબાલા હતી. અમેરિકાના ત્યારના પ્રમુખ ટ્રુમેને 20 જાન્યુઆરી
1949 ના દિવસે અમેરિકાની કૉંગ્રેસ સામે એક શકવર્તી ભાષણ કર્યું. તેમાં એમણે કહી દીધું કે ‘વધુ ને
વધુ ઉત્પાદન એ જ સમ ૃદ્ધિની તેમ જ શાંતિની ચાવી છે . આ માટેનો આદર્શ અમેરિકાએ પ ૂરો પાડ્યો છે .
અમેરિકા ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક વિકાસની ટોચે પહોંચ્યું છે . પરં ત ુ મોટા ભાગની દુનિયા હજી
અવિકસિત કે અર્ધવિકસિત છે . તેને આ દુર્દ શામાંથી ઉગારવા અમેરિકાએ આગેવાની લઈને મદદ
કરવાની છે . વિકાસ સિવાય કોઈ બીજો આરો-ઉગારો નથી.’ આમ તો સામ્રાજ્યવાદના દિવસોથી ગોરી
પ્રજાઓ કાળી પ્રજાઓને પોતાના જેવી સભ્ય ને સુસસ્ં કૃત બનાવવાની પોતાની ‘દૈ વી જવાબદારી’ની
વાત કરતી જ આવી હતી. પરં ત ુ હવે ‘વિકાસના ધર્મ’ની આણ દુનિયા આખીમાં ફેલાવી દે વાની જેહાદ
શરૂ થઈ, અને અમેરિકા તેમાં પ્રધાન પુરોહિત બન્યુ.ં હવે માત્ર એક જ મિશન – ‘આર્થિક વિકાસ.’ કોઈ
પણ દે શ કેટલો સભ્ય છે અને કેટલો વિકસિત છે , તેન ુ ં એક માત્ર માપ – તેન ુ ં ઉત્પાદનનુ ં ને ઉપભોગનુ ં
સ્તર કેટલું છે ? તેન ુ ં આર્થિક જીવનધોરણ કેટલું ઊંચુ ં છે ?
આમ, વિકાસ જ હવે બધાનો આરાધ્ય દે વ બન્યો તથા દુનિયા ‘વિકસિત અને અવિકસિત’ એવા બે
ભાગમાં વહેંચાઈ ગઈ ! દુનિયામાં વિવિધ પ્રજાઓ છે , એમની વિવિધ સંસ્કૃતિઓ છે , એમની અપાર
વૈવિધ્ય ધરાવતી અપરં પાર જીવનપદ્ધતિઓ છે – આ બધું જ હવે ભુલાવી દે વામાં આવ્યુ.ં કોણ કેટલો
વિકસિત ને પ્રગતિશીલ છે , તે પશ્ચિમના વિકાસના ઔદ્યોગિક મોડેલ સાથે સરખામણી કરીને જ નક્કી
કરાશે. નવાં નવાં સ્વતંત્ર થયેલાં રાષ્ટ્રો આ વાતથી અંજાઈ ગયાં. એમણે બધાંએ પોતાનાં રાષ્ટ્રો
‘અવિકસિત’ છે , એવી અમેરિકાની વ્યાખ્યા સ્વીકારી લીધી. પશ્ચિમનુ ં વિકાસ મોડેલ એમને માટે આદર્શ
રૂપ બની ગયુ.ં
‘વિકાસ’ કહેતાં જ એક દોટની કલ્પના નજર સામે આવે છે . કેટલાક આગળ નીકળી ગયા છે , તેને
આપણે ઝટ ઝટ આંબી જવાના છે . આપણે પાછળ રહી ગયા છીએ, આપણે અવિકસિત છીએ. પછાત
છીએ. કોઈને એવો ખ્યાલ ન આવ્યો કે ‘વિકાસ’નો આ માપદં ડ જ ખોટો છે . જેને આ ઔદ્યોગિક દે શોએ
વિકાસ માની લીધો છે , તેના કરતાં સાવ જુદી જીવનશૈલી પણ હોઈ શકે. અમુક પ્રજા ‘વધુ ને વધુ
(હેવમોર)’ ની દોટમાં સામેલ હોવાને બદલે ‘પર્યાપ્ત (જસ્ટ ઈનફ)’ની સંસ્કૃતિને વરે લી હોય અને તેને
લીધે તેની આર્થિક આવક ઓછી હોય. અમુક પ્રજા પોતાની સાધન-સામગ્રી અને શક્તિ માત્ર આર્થિક
ધ્યેય પાછળ જોતરી દે વાને બદલે જીવનનાં અન્ય ક્ષેત્રોમાં પ્રયોજવા માગતી હોય, સાદું જીવન અને
ઉચ્ચ ચિંતનમાં માનતી હોય, તેને લીધે પણ તેની આર્થિક આવક ઓછી હોય. અને તો તમે કોણ અમને
‘અવિકસિત’ ઠેરવી દે નારા ? અમે મ ૂળમાં તમારી આ દોટમાં સામેલ છીએ જ નહીં ને ! – આવુ ં કહેનારો
ગાંધી નીકળ્યો. આજથી સો વરસ પહેલાં તેણે આ જ કહી દીધુ.ં તેણે પશ્ચિમના વિકાસના મોડેલને
સ્વીકારવાની ધરાર ના પાડી દીધી. તેની તેણે સખતમાં સખત આલોચના કરી. તેની વેધક સમીક્ષા
કરીને તેમાં રહેલાં અનિષ્ટકારક તત્વો અને તેની અંતર્ગત રહેલી ભારોભાર હિંસા તેણે દીવા જેવી સ્પષ્ટ
કરી બતાવી તથા આર્તતાપ ૂર્વક કહ્યું કે હિંદુસ્તાન આની નકલ કરવા જશે, તો પાયમાલ થઈ જશે.
દુર્ભાગ્યે સ્વતંત્ર હિંદુસ્તાન ગાંધીને કોરાણે મ ૂકી દઈને પશ્ચિમના દે શોને જ નજર સામે રાખીને ચાલ્યુ.ં
ત્યારે એ વિચારવાની સુધબુધેય ન રહી કે વિકાસના આ મૉડેલની અંતર્ગત ખામીઓ તો બાજુએ રહી,
પણ તે મૉડેલ એમને માટે કારગર નીવડ્યું ત્યારે તે દે શોની જે સ્થિતિ હતી અને હવે આપણે ત્યાં
અત્યારે જે સ્થિતિ છે , તે બે વચ્ચે આસમાન-જમીનનુ ં અંતર હત.ું તે વખતે ઔદ્યોગિક બનવા લાગેલા
યુરોપના એ બધા નાના નાના દે શોના કબજામાં પોતાના દે શ કરતાં અનેક ગણાં મોટાં સંસ્થાનો હતાં.
ત્યાંથી તેઓ પોતાના ઉદ્યોગો માટે કાચો માલ સાવ સસ્તી કીમતે લટં ૂ ી લાવી શકતા અને પોતાને ત્યાં
બનેલો પાકો માલ મન ફાવે તે કીમતે વેચી શકતા. એમના માલ માટે તૈયાર વિશાળ બજાર હત ું તથા
પોતાને ત્યાં ઉદ્યોગીકરણને કારણે ઊભા થતા બેકારોને પણ આ સંસ્થાનોમાં મોકલી શકાતા. આવી કોઈ
જ અનુકૂળતા આપણા જેવા દે શોને ત્યારે બિલકુલ નહોતી. અત્યારે પણ આપણે ત્યાંથી ઘણા બીજા
દે શોમાં ગયા ખરા, પણ તે બેકારી-નિવારણના ઉપાય તરીકે નહીં, ઊલટાનુ ં તેનાથી તો દે શમાં બુદ્ધિનુ ં
ધોવાણ (brain drain) થત ું ગયું ! આવા સંજોગોમાં, જ્યારે બહારનુ ં શોષણ કરવાનુ ં શક્ય નહોત,ું ત્યારે
ઘરનુ ં જ શોષણ કરવામાં આવ્યુ,ં અને તેના રક્તરં જિત પાયા ઉપર આપણે ત્યાંન ુ ં ઉદ્યોગીકરણ ઊભું
થયુ.ં દે શના અમુક વર્ગ અને અમુક વિસ્તારો પોતાના જ દે શના અન્ય વર્ગો ને વિસ્તારોનુ ં શોષણ કરીને
વિકાસની દોટમાં પશ્ચિમને આંબી જવાના ધમપછાડા કરતા રહ્યા.
બીજો મોટો ફરક એ હતો કે આપણો દે શ ખેતીપ્રધાન દે શ હતો. મોટા ભાગની જનતા ખેતી ઉપર નિર્ભર
હતી. એટલે અહીં જે ઉદ્યોગીકરણ થાય તે ખેતીને માટે હાનિકારક અને ખેતી ઉપર નભનારા બહજ
ુ ન
સમાજને રૂંધી નાખનારંુ ન હોવુ ં જોઈએ. તે સમાજમાં મોટી ઊથલપાથલ અથવા કોઈ પણ જાતની
પ્રગટ કે પ્રચ્છન્ન હિંસક અસરો જન્માવનારંુ ન હોવુ ં જોઈએ. ખરંુ જોતાં, ખેતીની સાથે તેમ જ ખેતીને
પ ૂરક એવા ગ્રામોદ્યોગો જ આપણા ઉદ્યોગીકરણની મુખ્ય તાસીર હોવી જોઈએ. ખેતી અને ઉદ્યોગોનુ ં એક
સુચારુ સંત ુલન જળવાય. આની સાથે દે શમાં મધ્યમ ને મોટા ઉદ્યોગોનુ ં વિવેકપ ૂર્વકનુ ં સમુચિત સ્થાન
હોય. પરં ત ુ આવી કોઈ તળપદી સ ૂઝ-સમજ વિના જ પશ્ચિમના વિકાસના મૉડેલની આરતી ઉતારતાં-
ઉતારતાં દે શને એ દિશામાં ઘસડી જવાયો. પરિણામે, બેકારીના, ખેતીની તબાહીના તેમ જ ગ્રામપ્રદે શના
ધોવાણના પ્રશ્નો અનિવાર્યપણે ઊભા થયા. ઘણા બધા લોકોના ઘણા બધા કામધંધા જ એમના હાથમાંથી
ઝૂંટવાઈ ગયા. ખેતી એક બિચારો-બાપડો વ્યવસાય બની રહ્યો. લોકો મોટી સંખ્યામાં ગામડાં છોડીને
શહેરોમાં ઠલવાવા લાગ્યાં. તેને લીધે શહેરીકરણનીયે જાતજાતની સમસ્યાઓ વિકરાળ બનતી ચાલી.
જો કે પશ્ચિમથી અંજાઈને પશ્ચિમના વિકાસના ધર્મમાં વટલાઈ ચ ૂકેલો દે શનો બોલકો ને કર્તાહર્તા
અગ્રવર્ગ આને જ તો ‘વિકાસ’ માનતો ને મનાવતો રહ્યો છે ! એ વિકાસના ભ ૂવાની તાનમાં ને તાનમાં
ધ ૂણી રહ્યો છે . આવી જ તાનમાં આવી જઈને હમણાં આપણા માનનીય (ત્યારે ) નાણાંપ્રધાન
ચિદં બરમસાહેબ એક વાર બોલી પડેલા : ‘મારંુ ભાવિ ગરીબીમુક્ત ભારતનુ ં દર્શન એવુ ં છે , જ્યાં 85 ટકા
ુ ખ્ં ય પ્રજા શહેરોમાં જીવતી હોય…. લોકોને પાણી, વીજળી, શિક્ષણ, રસ્તા વગેરે સુખસગવડ
જેટલી બહસ
પ ૂરાં પાડવાં હોય, તો તે છ લાખ ગામડાઓમાં નહીં, શહેરોમાં જ વધારે સહેલાઈથી ને વધારે
ચોકસાઈથી પ ૂરાં પાડી શકાય.’ – કહેતા ભી દીવાના ને સુનતા ભી દીવાના ! ગામડાંમાંથી મ ૂળસોતાં
ઊખડી જઈને શહેરોમાં ઊભરાતા લોકોમાંથી મોટા ભાગના લોકો આજે શહેરોમાં કેવી હાલતમાં જીવતા
હોય છે અને આમાંની કેટલી સુખસગવડ ભોગવી શકતા હોય છે , તેની આવા મહાનુભાવોને કશી
ગતાગમ નહીં હોય ?! એમને ખબર નહીં હોય કે મુબ
ં ઈ જેવા શહેરમાં તેની 55 ટકા વસ્તી આજે
ઝૂંપડપટ્ટીમાં અને તેમાંની 25 ટકા તો ફૂટપાથ ઉપર જીવે છે ? એમને સ્વચ્છતા, આરોગ્ય, પાણી, મળ-
વિસર્જન વગેરેની પ્રાથમિક સુવિધા પહોંચાડવાનુયે
ં મ્યુનિસિપાલિટી માટે ગજા બહારનુ ં બની ગયું છે .
દરે કે દરે ક શહેરમાં આ સ્થિતિ છે . પરં ત ુ આ તો વિકાસના ભ ૂવા ઉપરની આંધળી શ્રદ્ધા આમ બોલે છે .
વિકાસનો ભ ૂવો કહે છે કે આ બધાં ગામડાં તો નર્યા પછાતપણાની નિશાની છે . તેમાંથી છૂટ્યા વિના
વિકાસ કેવી રીતે સધાય ? આ બધું ‘વિકાસ’ના નામે દે શને સાવ ઊંધી દિશામાં ઘસડી જઈ રહ્યું છે .
એલ્વિન ટૉફલરે પોતાના સુપ્રસિદ્ધ પુસ્તક ‘ધ થર્ડ વેવ’ (ત્રીજુ ં મોજુ)માં
ં એક આખું પ્રકરણ ‘ગાંધી વિથ
સેટેલાઈટ’ (ગાંધી અને ઉપગ્રહો સાથોસાથ) નામે આપ્યું છે . તેમાં તેણે લખ્યું છે – ‘વિજ્ઞાન અને
ટેકનોલોજીની અદ્યતનમાં અદ્યતન દે ણો સાથે ગાંધીના ગ્રામ-પ્રજાસત્તાકોના દર્શનનુ ં એક નવુ ં સંત ુલન
સાધવાની દિશામાં આપણે આજે આગળ વધી રહ્યા છીએ… વિકેન્દ્રિત ઉત્પાદન, માફકસરની ટેકનોલોજી,
ફરી ફરી વાપરી શકાય એવી ઊર્જા, મોટાં શહેરોથી વિરુદ્ધનુ ં વલણ, ઘરમાં રહીને કામકાજ કરવાનુ ં
વલણ વગેરે આ ત્રીજા મોજાની સંસ્કૃતિનાં લક્ષણ છે .’ આજે એક અણઘડ, અભદ્ર ભૌતિકવાદ ને
ભોગવાદ ચારે કોર ફેલાયેલો છે . ટોફલરના શબ્દોમાં : ‘ઈતિહાસમાં સૌથી વધારે હિસાબી, લોભી, ફક્ત
વેપારી માનસવાળી અને પૈસા પાછળ પાગલ એવી સભ્યતા આજના બજારના અર્થતંત્રે ઊભી કરી છે .
માણસ-માણસ વચ્ચે નગ્ન સ્વાર્થ સિવાય, નિર્મમ રોકડ ચ ૂકવણી સિવાય બીજો કોઈ સંબધ
ં રહ્યો નહીં.
ં ો, કૌટુંબિક નાતા, પ્રેમ, મૈત્રી, પડોશી અને સામુદાયિક સંબધ
અંગત સંબધ ં ો, બધા જ વેપારી સ્વાર્થને
ં ૂ છે કે , ‘હવે જે
કારણે ખંડિત ને ભ્રષ્ટ બન્યા.’ આની સાથે સદં તર અસંમત થતાં ટૉફલરે એ વાત ઘટી
નવી માનવ-સંસ્કૃતિ ઊભી થશે, તે બજારને અતિક્રમી જતી સંસ્કૃતિ હશે. બજાર હવે માણસના માથે નહીં
ચઢી બેઠું હોય. માણસની શ્રેષ્ઠ શક્તિ અન્ય માનવીય હેત ુઓ પાર પાડવા તરફ વળશે . સમગ્ર જીવનની
સર્વાંગી દષ્ટિએ જ બધો વિચાર થવો જોઈએ. આર્થિક દષ્ટિકોણને જરૂર કરતાં વધારે સ્થાન આપી
શકાય નહીં. માટે બજાર બાબતમાંયે એક નવુ ં સંત ુલન ઊભું થશે.’
ગરીબી અને બેકારીના પ્રશ્નની છણાવટ કરીને તથા સ્વ-નિર્ભરતા અને બજાર વચ્ચેના ગજગ્રાહની વેધક
સમીક્ષા કરીને ટૉફલર જણાવે છે : ‘મ ૂળમાં, સવાલ આ ગરીબોના બિન-ઉત્પાદક, બિન-લાભદાયી કામનો
છે . પશ્ચિમના ઉદ્યોગીકરણની નકલ કરીને એ બધાને પોતાના જાત-ઉપયોગ માટે કામ કરવાને બદલે
બજાર માટે કામ કરતા કરી દે વામાં આનો ઉકેલ નથી. માટે મ ૂળમાં જરૂર એ વાતની છે કે આ કરોડો
લોકો પોતાના જાત-ઉપયોગ માટે જે કામો કરે છે , તેને વધુ ‘ઉત્પાદક’ બનાવવાં તથા થોડી પ ૂરક રોજી
માટે એમને કાંઈક ને કાંઈક પાર્ટ-ટાઈમ કામો પ ૂરાં પાડવાં. દુનિયાનાં કરોડો ગરીબોને નોકરી નહીં, ‘અન્ન
અને છાપરંુ ’ જોઈએ છે . માણસ પોતે પોતાનુ ં અન્ન પકવી શકે અને છાપરંુ બાંધી શકે , અથવા કમ સે કમ
તે પ્રક્રિયામાં મદદ કરી શકે . સરકારે તેમ જ બીજાઓએ એમને આ માટે બનતી અનુકૂળતા કરી
આપવાની છે . માણસોને આવી રીતે સ્વાવલંબી બનાવવા, પગભર કરવા એ કુલ રાષ્ટ્રીય પેદાશ
(GNP-GDP) વધારવા જેટલું જ મહત્વનુ ં કામ છે . તેથી મ ૂળ વાત સમજવાની એ છે કે પરસેવો પાડીને
સ્વાવલંબન માટે કામ કરવુ,ં એ લાચારીની વસ્ત ુ નથી, પણ ત્રીજા મોજાની ન ૂતન સંસ્કૃતિનુ ં એક આગવુ ં
લક્ષણ છે . આજે તો પ્રચાર-માધ્યમોએ ઠેઠ દૂ ર-દૂ રનાં ગામડાંઓ સુધી એવી છાપ રૂઢ કરી દીધી છે કે
તેઓ જાતે જે કાંઈ ઉત્પન્ન કરે છે , તે કારખાનાંની પેદાશો કરતાં ઊતરતી કક્ષાનુ ં છે . લોક-માનસમાંથી
ં ૂ ી નાખવી પડશે. પોતે જે કરે છે , તે કારખાનાંની પેદાશો કરતાં હીણું નથી, એવો
આ ખોટી છાપ ભસ
આત્મવિશ્વાસ એમનામાં જન્માવવો પડશે.’
ટૉફલરના આ આખાયે વિવરણમાં ગાંધી-વિચારનો પ્રતિધ્વનિ ઠેર ઠેર સંભળાય છે . ટૉફલરે ગાંધીનુ ં
નામ એક નવી વિચારસરણીના, એક નવી જીવનદષ્ટિના, જીવનપદ્ધતિના, ‘વિકાસ’ની એક નવી
તરાહના પ્રતીક રૂપે લીધું છે . આ નવી જીવનદષ્ટિ તેમ જ વિકાસની સ્વસ્થ નરવી નવી તરાહમાંથી
નવી સંસ્કૃતિ ઊભી થશે.
મતલબ કે, આજના કહેવાતા વિકસિત દે શોમાંયે એવો અવાજ ઊઠવા લાગ્યો છે કે , વિકાસના નામે
આપણે સાવ ખોટી દિશામાં તો નથી દોડી રહ્યા ને ? ત્યાં નવી દિશાની ખોજ માટે વિચાર-વલોણું ચાલી
રહ્યું છે . આપણી એ મોટી કમનસીબી છે કે પશ્ચિમના રવાડે ચઢી ગયેલો આપણો કર્તાહર્તા વર્ગ તેમ જ
બુદ્ધિજીવી વર્ગ પશ્ચિમના જ આવા નવોન્મેષો વિશે તદ્દન અજાણ છે અને બેખબર છે ! એટલે તેઓ હજી
‘વિકાસ’ના જૂના જર્જરિત ખ્યાલોમાં રાચે છે . એમને મન વિકાસ એટલે જી.એન.પી., જી.ડી.પી. ને વ ૃદ્ધિ-
દર ને સેન્સેક્ષ ને મોટા ઉદ્યોગો ને મોટાં શહેરો. આમાં જે કાંઈ ને જે કોઈ વિક્ષેપ રૂપ હોય, આડખીલી રૂપ
હોય તે વિકાસદ્રોહી, પ્રગતિનુ ં વિરોધી, વિકાસના ધર્મને અભડાવી મ ૂકનારંુ . વિકાસની કૂચને વણથંભી
ચાલુ રાખવા માટે તે બધાં જ કાંટા માર્ગમાંથી દૂ ર કરી નાખવા, એ વિકાસધર્મીનુ ં પરમ કર્તવ્ય. આવી
એક ‘જેહાદ’ આજે ચાલી રહી છે ! થોડા વખત પહેલાં આશિષ નંદીએ સાચુ ં જ કહેલ ું કે વિકાસની
આજની ભમરાળી ભાતથી અભિભ ૂત થઈ ગયેલા આજના આપણા ભદ્ર વર્ગને મન આ બધો ગ્રામસમાજ
તેમ જ સમાજનો સૌથી નીચેનો 25-30 ટકા વંચિત વર્ગ આજની વિકાસની દોટમાં સૌથી મોટી
આડખીલી રૂપ છે . તેઓ આના ડેડવેઈટ – મડાભારથી સદં તર મુક્ત થઈ જવા માગે છે , પોતાનો જાન
છોડાવવા માગે છે !
આ વલણ ને આ અભિગમ વિકાસના નામે ચાલતી તેમ જ નવી નવી ઉપાડાતી એકેએક યોજનામાં
આબેહબ
ૂ જોવા મળે છે . પછી તે મોટા બંધો હોય, મોટાં કારખાનાં હોય, સેઝ હોય, અણુમથક કે નિરમાના
કારખાના માટે જમીન જોઈતી હોય, ખાણ-ખોદાણની યોજના હોય ! માણસને ખદે ડી મ ૂકવામાં આવે છે ,
માણસને મ ૂળસોતો ઉખેડી નાખવામાં આવે છે . ગરીબો, વંચિતો, આદિવાસીઓ, સામાન્ય જનો પ્રત્યે –

પોતાના જ માનવ બંધઓ પ્રત્યે માણસ જેવો માણસ વિકાસના નામે માની ન શકાય એવો ને એટલો
બધો અમાનુષી વહેવાર-વર્તાવ અનેકવિધ પ્રકારે આજે કરી રહ્યો છે ! અગાઉ ધર્મ-સંપ્રદાયોએ જેમ
પશુબલિ લીધેલા, તેમ આજના આ તથાકથિત પ્રગતિ-વિકાસના નવા ધર્મ-સંપ્રદાયે માનવબલિ લીધા
છે ! એક ચિંતકે વેધક રીતે આને ‘મોડર્ન કેનિબાલિઝમ’ – આધુનિક નરમાંસભક્ષિતા કહી છે ! સમાજમાં
ગરીબ ને તવંગર વચ્ચેની ખાઈ વધુ ને વધુ પહોળી ને ઊંડી થતી જાય છે . ‘ખાઈ’ શબ્દ પણ હવે
અસ્થાને થતો જાય છે . હવે તો બંને વચ્ચે એટલાન્ટિક મહાસાગર ઘ ૂઘવી રહ્યો છે !
આજના આપણા મોડર્ન જમાનાની સૌથી મોટી વિડંબના ને કરુણાંતિકા એ છે કે આજે લોકશાહી વ્યવસ્થા
છે , તેમ છતાં લોકોના નામે રાજ કરતા રાજપુરુષો ને સરકારો પોતાની જ પ્રજાના રક્ષકોને બદલે ભક્ષકો
બની ગયા છે તથા આ આખાયે પ્રજાદ્રોહી કારસ્તાનમાં સામેલ છે , સ્થાપિત હિતોના હાથમાંની કઠપ ૂતળી
સમા બની ગયા છે ! અને આજે માણસ વિકાસના નામે ચારે કોર જે વિનાશ વેરી રહ્યો છે , સ ૃષ્ટિને અને
પર્યાવરણને જે જફા પહોંચાડી રહ્યો છે , તેનો તો પ ૂરતો અંદાજ હજી આવી શકે તેમ નથી. બસ,
વિકાસનો ભ ૂવો ધ ૂણે છે ! ‘ભ ૂવા’નો બીજો અર્થ થાય છે , પાણીમાં વમળોથી પડેલો ઊંડો ખાડો. તેમાં
ફસાઈ પડેલાને તે ભરખી જાય છે . વિકાસનાં વમળો આજે માણસજાતને વિનાશની ઊંડી અતલ ગર્તામાં
વધુ ને વધુ ધકેલી રહ્યાં છે .
ઈતિ અલમ ! આ બધા માટે જવાબદાર કોણ ? તહોમતદારોની યાદી કરવા બેસીશું તો ખાસ્સી લાંબી
થશે; અને અંતર્મુખ થઈને નિખાલસતાથી વિચારીશુ,ં તો આપણું પોતાનુ ં નામ પણ તેમાં ક્યાંક ને ક્યાંક
આમે જ હશે.
[1] આને માટે જવાબદાર છે , ધનિકો, નવધનિકો, ઉચ્ચવર્ગમાં સામેલ થતા જતા ઉચ્ચ-ભ્ર ૂ-નવશિક્ષિતો,
આખોયે ઊજળિયાત ભદ્ર વર્ગ, જે સમાજના વંચિતોને છે વાડે રહી ગયેલાઓની ઘોર ઉપેક્ષા કરીને
પોતાની જ આળપંપાળમાં રાચતો રહ્યો છે , અમર્યાદ ભોગવાદની પાછળ નાચતો રહ્યો છે !
[2] આને માટે જવાબદાર છે , પૈસો જ પરમેશ્વર છે એવી હીન પામર મનોદશા. તે મનોદશામાં પૈસા
ખાતર અનર્ગળ અનર્થો કરવા, પોતાની જાતને સુદ્ધાં વેચી દે વા માણસ આજે તૈયાર છે !
[3] આને માટે જવાબદાર છે , ટૂંકનજરિયા ને માટીપગા રાજનેતાઓ જેઓ આ આખીયે અમંગળ,
અમાનુષી સિસ્ટમને જડબેસલાક કરી દે વા જાતે હાથારૂપ બની રહ્યા છે , હોંશે-હોંશે તેના તરફદાર,
પુરસ્કર્તા ને રક્ષણહાર બની રહ્યા છે .
[4] આને માટે જવાબદાર છે , મોટા ભાગના બૌદ્ધિકો, જેઓ આજના વિકાસના સંપ્રદાયનાં ઊભાં થઈ
ગયેલાં ભમરાળાં શાસ્ત્રો ને થિયરીઓ, મ ૂલ્યાંકનો ને માપદં ડોનુ ં અનેક તર્કવિતર્કોથી સમર્થન કરવામાં જ
પોતાની બધી બુદ્ધિશક્તિ વાપરી રહ્યા છે તથા જેઓ ન ૂતન અદ્યતન વિશ્વ-પ્રવાહો તેમ જ અનુ-આધુનિક
નવોન્મેષો વિશે સાવ બેખબર અને બેતમા છે .
[5] આને માટે જવાબદાર છે , આજની સિસ્ટમના વૈચારિક ને વ્યાવહારિક સકંજામાંથી મુક્ત ન થઈ
શકેલા એવા મોટા ભાગના સમાજસેવકો, જેઓ નાનાં-મોટાં સેવાકાર્યો કરીને છીછરી આત્મત ુષ્ટિમાં રાચે
છે .
[6] આને માટે જવાબદાર છે , અનેક બાબાઓ અને બાપુઓ, જેઓ કથાઓ ને ધર્મ-સંપ્રદાયના સીમિત
દાયરામાં જ રમતા રહીને સામાજિક સમસ્યાઓ બાબત મોટે ભાગે મૌન રહેવાનુ ં અને અળગા રહેવાનુ ં
જ પસંદ કરે છે .
[7] આને માટે જવાબદાર છે , સાધકો ને ભક્તો ને આત્માર્થી સજ્જનો, જેઓ નિજ સાધનામાં રત રહી
સમાજ-વિમુખ થઈને અધ્યાત્મની ગુફામાં ધ્યાન ધરીને બેસી ગયા છે . અધ્યાત્મથી બિલકુલ ઊલટી
દિશામાં ધસી જઈ રહેલી વર્તમાન સમાજ-વ્યવસ્થાને પડકારવાની ને તેને પલટાવવા માટે કાંઈક ને
કાંઈક કરી છૂટવાની એમની ભ ૂમિકા નથી.
આમાં આપણે દરે ક જાણ્યે-અજાણ્યે, કમિશનથી કે ઓમિશનથી પણ ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક
સ્વરૂપે સામેલ છીએ. દે શ અને દુનિયાને આજની સ્થિતિમાં લાવી મ ૂકવા માટે આપણે બધાં જ
જવાબદાર છીએ. એક બાજુ આપણે વિશ્વીકરણની બાંગો પોકારીએ છીએ અને બીજી બાજુ વિશ્વની
ખાસ્સી વસ્તી (તેની ટકાવારી વિશે વાદવિવાદ કર્યા કરીશું !) હજી આજેય ગરીબી, કંગાલિયત, કુપોષણ,
ભ ૂખમરામાં સબડી રહી છે . તેના વિશેની માનવીય સંવેદનશીલતા આપણે ગુમાવી બેઠા છીએ.
વિશ્વમાનુષ બની દરે કે દરે કને આપણા વિશ્વકુટુંબમાં સમાવી લેવાની તૈયારી આપણી ક્યાં છે ? પેલા
અમેરિકાના પ્રમુખ બુશ (સિનિયર) રિયો પરિષદમાં બોલી ગયેલા કે , ‘અવર લાઈફ સ્ટાઈલ ઈઝ નોટ
નેગોશિએબલ’ (અમારી જીવનશૈલી વિશે અમે કોઈ વાત કરવા તૈયાર નથી. અમારી જીવનશૈલીમાં કોઈ
તડજોડ નહીં, કોઈ મીનમેખ નહીં.). આપણે દરે ક પણ જાણ્યે-અજાણ્યે ઓછે વત્તે અંશે આવુ ં જ વિચાર-
વર્તન દાખવી રહ્યા છીએ ! આપણે આપણામાં મશગુલ છીએ. ‘વિકાસ’ના અફીણે આપણી
સંવેદનશીલતાને બધીર ને બુઠ્ઠી બનાવી દીધી છે , આપણી સુધબુધ હરી લીધી છે . ગાંધીજીનુ ં નામ
લેવાનુ ં આપણે છોડી દે વ ુ ં જોઈએ. ગાંધી તો સિંહણનુ ં દૂ ધ છે , આપણને નહીં પચે. ગાંધી ખરે જ એક
મહાન આત્મા હતા. એમણે કહેલ,ું ‘મને આપણા સૌની અંદર એક જ આત્માનાં દર્શન ન થાય, તો આ
ધરતી પર મને મારંુ જીવન અકારંુ થઈ પડે. આવા જીવન કરતાં તો હુ ં મરવાનુ ં પસંદ કરંુ .’
‘વિકાસ’ના અફીણના બંધાણમાંથી છૂટ્યા વિના આ અસલ ગાંધી નહીં સમજાય, નહીં જીરવાય. ગાંધીએ
‘હિંદ સ્વરાજ’માં વિકાસ-પ્રગતિના ખોટા ને છીછરા ખ્યાલો સામે અવાજ ઉઠાવેલો. આજે પણ ‘વિકાસ’ના
આવા રૂઢ થઈ ગયેલા ખ્યાલોને ધરમ ૂળથી પડકારવાની ને પલટાવવાની તાતી જરૂર છે . આટલાં
વરસોથી એક સૌથી મોટો જાગતિક ભ્રમ ચાલ્યો આવે છે . એ ભ્રમમાંથી બહાર નીકળી જવાની જરૂર છે .
આ વિકસિત કહેવાતા દે શોએ અપનાવેલી જીવનપદ્ધતિ અને ઉદ્યોગપદ્ધતિ એ ‘વિકાસ’ની રીત છે , એ
નર્યો ભ્રમ છે . વિકાસના આ મૉડેલનો સાફ-સાફ અસ્વીકાર કરવો પડશે. આ તે કેવો વિકાસ કે જેમાં
ગરીબી ને ભ ૂખમરો કાયમ જ રહે ! આ તે કેવો વિકાસ કે જેમાં સૌથી પહેલાં જેને મદદ કરવાની જરૂર
છે , તેને જ મદદ ના પહોંચે ! આ તે કેવો વિકાસ જેમાં અસમાનતા ને વિષમતા રોજબરોજ વધતી જ
જાય ! આ તે કેવો વિકાસ જેમાં સમાજની દરે ક વ્યક્તિને અર્થપ ૂર્ણ કામ ન મળી શકે અને ગૌરવપ્રદ
સ્થાન ન મળી શકે ! આ તે કેવો વિકાસ કે જેમાં માણસના પોતાના અંતરમાં ‘યહ દિલ માંગે મોર’નો
અસંતોષ ને અસમાધાન જ કાયમ રહ્યા કરે અને માણસ-માણસ વચ્ચે સતત ખેંચાખેંચ જ રહ્યા કરે ! આ
તે કેવો વિકાસ જે પ્રકૃતિ ઉપર અત્યાચાર જ અત્યાચાર કરતો રહે અને પર્યાવરણીય ભીષણ સમસ્યાઓ
ઊભી કરીને આ પ ૃથ્વી પર જીવનનુ ં અસ્તિત્વ સુદ્ધાં જોખમમાં મ ૂકી દે ! અને છતાં અફીણના નશામાં ને
નશામાં છે લ્લે કોપનહેગનમાં પોતાની બુદ્ધિનુ ં દે વાળું ફૂંકી દઈ ‘પીએ જા, ઔર પીએ જા !’ના આત્મઘાતક
તાનમાં જ હજીયે રાચતો રહે !!
બર્ટ્રાન્ડ રસલે કહ્યું છે : ‘જીવનમાં બિનઆર્થિક બાબતો મ ૂલ્યવાન ગણાતી હશે અને તે સિદ્ધ કરવાનો
સભાન પ્રયાસ થતો હશે, તો એવી જ વ્યવસ્થા લાભદાયી અને ઉપકારક સાબિત થશે, અન્યથા નહીં….
બાકી, આર્થિક પાસાને જ સર્વસ્વ ગણીને ચાલનારી આજની દુનિયા પોતાની જ આગમાં ભસ્મીભ ૂત થવા
નિર્માયેલી છે .’ માટે ‘વિકાસ’ની આજની ભ્રમજાળને સદં તર કાપી નાખવાની છે . આપણે ‘અવિકસિત’
છીએ અને પેલા આગળ નીકળી ગયેલાઓને આપણે આંબી જવાના છે , એવી મનોદશામાંથી બિલકુલ
નીકળી જવાનુ ં છે . ‘વિકાસ’નુ ં એમનુ ં મૉડેલ સાવ ખોટી ફિલસ ૂફી, ખોટા ઉદ્દે શ, ખોટાં મ ૂલ્યો, ખોટાં શાસ્ત્રો,
ખોટા માપદં ડો ને પદ્ધતિઓ ઉપર રચાયેલ ું છે . આપણને તે હરગિજ ન ખપે. આપણે આપણો આગવો
‘વિકાસ’ સાધીશુ,ં જે આપણા આગવા વિશ્વદર્શન ને જીવનદર્શન ઉપર, આપણાં આગવાં સાંસ્કૃતિક ને
માનવીય મ ૂલ્યો ને જીવનપ્રણાલી ઉપર, આપણી તળપદી પરં પરાઓ ને પદ્ધતિઓ ઉપર રચાયેલો હશે.
આવા નવપ્રયાણ માટે સૌથી પહેલી શરત છે , આજના આ અફીણના બંધાણમાંથી છૂટી જવાની. આ
અફીણના બંધાણમાંથી ક્યારે છૂટીશું ?

You might also like