Gazal2

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

ગુજરાતી ગઝલમાં વપરાતા અરબી છંદનો સંક્ષિપ્ત પરિચય... ડો.હિતેષ એ.

મોઢા

ગુજરાતી સાહિત્યમાં ગઝલ બાદ આપણે લઘુ અને ગુરુ અક્ષરની સમજ મેળવી, હવે આપણે અરબી સાહિત્યના
ભઠીયારા ખાનામાંથી ઉત્પન્ન થયેલા અરબી અરુઝ યાને છંદ વિશે વધુ થોડા જ્ઞાત થઈએ....

અરબી ભાષામાં ગઝલ ના છંદશાસ્ત્રને 'ઈલ્મે અરૂઝ' અથવા (ટૂંકમાં) લોકો અરૂઝ પણ કહે છે . અરબી ભષામાં
અરૂઝ એટલે છંદ, અરૂઝ એટલે અભરાઈ પર વ્યવસ્થિત રીતે વાસણ ગોઠવવા એવો અર્થ થાય છે . ફારસી
ભાષામાં છંદને બહર(સાગર) કે બહેર કહે છે . આ અરબી અરૂઝ માં માત્રામેળ, અક્ષર મેળ , કે શ્રુતિ મેળ નથી તેમાં
ફકત ધ્વનિ જ મુખ્ય છે ,( નવાનવા ફાટેલા અરબી છંદના આસક્ત કવિઓ ખાસ વાંચે )આઠ પ્રકાર ના રુકન (ગણ)
(આવર્તન) પર આપ અરબી છંદ શાસ્ત્ર નિર્ભર છે . એ આવર્તનો આ મુજબ છે
૧)ફઉલ ૂન,
૨)ફાઈલન,
૩)મફાઈલન,
૪)ફાઈલાત ુન,
૫) મુસ્તફઈલ ૂન,
૬)મુફાઈલત ુન,
૭)મુતફાઈલ ૂન,
૮)મફઉલાત.
આ આઠ રુકન યાને ગણને ગુજરાતી ગઝ્લ સાહિત્યમાં (છંદ શાસ્ત્ર નહિ) આવી રીતે ઓળખવામાં આવે છે ...
અનુક્રમે
૧) લગાગા 
૨)ગાલગા 
૩) લગાગાગા
૪)ગાલગાગા
૫)ગાગાલગા
૬)લગાલલગા
૭)લલગાલગા
૮)ગાગાગાલ ....
મારા મોંઘેરા મિત્રો આ અનુવાદક કાર્ય આપણા ફારસી કવિઓ અને સાહિત્ય કારોનુ છે . ધ્વનીનુ સ્વર અને
વ્યંજનમાં કદી અનુવાદ થઈ શકે ????? આ માટે ફોનેટીક સાયન્ટીસ્ટ કે લેન્ગ્વેરીસ્ટને કન્સલ્ટ કરવો જ રહ્યા !!!!!!
( પી.)
ઉપરોકત ધ્વનીના રુકન યાને ગણ યાને આવર્તન લઈ ને કુલ ૧૯ છંદો રચાયા ( હા, ભઈ હા અરબીમાં ) જેના
નામ આ મુજબ છે . આ રુકન ની વ્યુતપતિ વિશે ઘણી બધી વાતો રણ પ્રદે શમાં મહોતરમા રાબીયાની જેમ
પ્રચલિત છે ... કોઈ ઠેકેદાર સાહિત્યકાર એમ કહે છે , ધોબીના કપડા પછડાવાથી આ રુકન ની ઉત્પતિ થઈ છે , તો
કોઈ કહે ( અરબસ્તાનમાં પાણી કે નદી કે ઘાટ કે નદી કાંઠે ખડકાળ પ્રદે શ નક્શો સર્ફ કરજો મિત્રો.. :)))) ) કોઈ
યાને આજના લવર મુછીયા આડા ઉગી ને ફાટેલા ગીતકાર જેવા અમુક લોકો કહે છે અરબસ્તાનમાં સાંજના સમયે
હવાનુ રુખ પારખવા દરે ક કબીલા (કાફલા) વાળો ઉંટના પગમાં ઘુઘરુ બાંધતો આથી ઉંટના પગ રે તીમાં દબાય

એ-૨૨૮, સૌરભ પાર્ક, સુભાનપુરા, સમતા ફ્લેટ પાછળ, વડોદરા-૩૯૦૦૨૩, ફોનઃ ૯૯૯૮૦૦૩૧૨૮
અને તેમાં થી ચળાય ને આવતી હવા અને બાંધેલા ઘુઘરાનુ મિશ્ર ગોકીરો એટલે ઉપરોકત આવર્તન ... ખેર સત્ય
શું છે ?????
શિષ્ટ સાહિત્ય કાર એમ પણ કહે છે ઉંટ જ્યારે સફરમાં કતાર બધ્ધ ચાલતા હોય છે ત્યારે તે નિયમિતતામાંથી
ઉત્પન્ન થતો રવ એટલે આ આવર્તન.

મારા મોંઘેરા મિત્રો, છંદના કાફલામાં તંબ ુ બાંધીયે એ પહેલા હજુ થોડુ વર્ક સોરી કાર્ય ( આ અમેરીકામાં રહેતા
મારા ભત્રીજાઓ ગુજરાતી ભાષાના સારા કવિની સમીક્ષા ઈંગ્લીશમાં જ કરે છે .. સાથે હથોડા માર કેટલાક ફ્રેન્ચ
કવિઓ કે સ્પેનિશ કવિઓના પણ નામ રે ફરન્સમાં ટાકે છે , તેને લઈ ને મારા લેખમાં થોડા અંગ્રેજી શબ્દો આવે તો
ચલાવી લેજો... પી...)

જયારે સંસ્કૃત ગોત્રની ભારતિય ભાષામાં ફકત ગુરુ ઉચ્ચાર અને લઘુ ઉચ્ચાર જ છે આના માટે આપણે ગયા
લેખમાં જોયુ અને તેની સંજ્ઞા પણ નિહાળી... યાને લ અને ગા.. ... ૧(એક) અને ૨(બે).. જયારે અરબી આવર્તનમાં
લઘુ માટે કેટ કેટલા ઉચ્ચાર છે !!!!!!!! જરા ઉપરોકત આવર્તનો ખાસ અભ્યાસ કરજો.. અગર ના સમજાય તો
એનસાક્લોપીડીયા બ્રીટાનિકામાં અરબી ભાષા અથવા સેમેટીક ભાષામાં જઈ ને સાહિત્યના પ્રકરણમાં જશો...
ઘણા જવાબ અને જ્ઞાન આપને મળી જશે.. મ ૂળ વાત એ છે કે જેના ધ્વનીમાં આટ આતલુ વેરીએશન હોય તો
યાને વૈવિધ્ય હોય તો અક્ષરોમાં વૈવિધ્ય રહે કે આવે ??? અગર ના આવે તો જરુર ઉચ્ચારમાં વેરીએશન આવશે
જ તેમાં કોઈ શક નથી, રાઈટ અગર ઉચ્ચારમાં આવતા કે લવાતા વૈવિધ્ય જ અરબી છંદના મુખ્ય આવર્તન
બનતા હોય તો ગુજરાતીમાં લઘુ કે ગુરુ ની ગધેડી (સોરી ઉંટડી- શી કેમલ) પકડવાની જરુર છે ???
આપણા ભજન અને સ્ત ુતિ સ્તવન કે ગીતમાં આપણે આલાપ દ્વારા આ વિષય વસ્ત ુ જોઈ શકીએ છીએ, સાંભળીયે
છીએ....( હવે આલાપ વિશે ઈંગલીસમાં કોઈ પુછશો નહિ.. પી)પ્રલંબ અને વિલંબ માત્રા અને સ્વર આપણા
ભારતિય સંગીતમાં પ્રચલન પામી ચુકેલા છે ...

ચાલો રણ પ્રદે શની સફરમાં કાફલાનુ પણ મહત્વ હોય છે આથી નાનો મુકામ(પડાવ) લઈએ... આવતા અંકમાં
ખાનાબદોશની જેમ સફર શરુ કરીશ અરબી છંદના પ્રકાર લઈને...
યા મેરે રબ્બા સબ કા ખેર કર ( શરુઆત આંધળા ભકતો થી કરજે)

એ-૨૨૮, સૌરભ પાર્ક, સુભાનપુરા, સમતા ફ્લેટ પાછળ, વડોદરા-૩૯૦૦૨૩, ફોનઃ ૯૯૯૮૦૦૩૧૨૮

You might also like