Dukh Nivaran Ni Yukti

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

દુઃખ નિવારણની યુક્તિ

- શ્રી સ્વામી અખંડાનંદજી સરસ્વતીજી

એક વ ૃદ્ધ અને વિદ્વાન સજ્જન છે , બધા એમનો આદર કરે છે . પણ એમના સ્વભાવની વિચિત્રતા એ

છે કે વાતવાતમાં દુઃખી થાય છે . ગમે તેવ ું ભોજન મળે , એ રડતા રહે છે . ખરાબ ભોજન મળે તો

રસોઈયા પર નારાજ થાય છે . સારું ભોજન મળે તો પણ નારાજ થઈ કહે છે કે ગઈકાલે આવું

ભોજન કેમ ન બનાવ્યુ.ં બંને દિવસે દુઃખી રહે છે . પાછલા દિવસોમાં એ કોંગ્રેસ સરકારથી નાખુશ

હતા. જ્યારે ટ્રે ન સામેથી નીકળે તો ગામના બાળકો તાળી પાડીને કહેતા ગાડી આવી, ગાડી આવી

અને તેઓ પગ પછાડીને સરકારને ગાળ આપતા કે જ્યારથી એનુ ં શાસન આવ્યું છે , ત્યારથી

ુ ઃ સુખ-દુઃખ કોઈ વસ્ત,ુ ઘટના, વ્યક્તિ કે સ્થિતિમાં નહીં,


ગાડીની ચાલ બેસ ૂરી થઈ ગઈ છે . વસ્તત

મનમાં હોય છે . જેનુ ં મન પુણ્યની સામગ્રીથી બન્યું હોય છે , એ દરે ક સ્થિતિમાં સુખ જુએ છે , અને જે

મનનુ ં ઉપાદાન પાપ છે , એને દુઃખ જ દે ખાય છે . કીડી ગંદી વસ્ત ુઓમાં પણ સાકર ખોળી લે છે અને

ભડં ૂ ગળી વસ્ત ુઓમાં મળ શોધે છે . બે સજ્જનો જઈ રહ્યા હતા. રસ્તામાં કૂતરાનુ ં શબ સડત ું હત.ું

એકે કહ્યું - હાય હાય, કેટલી દુર્ગંધ છે . બીજાએ કહ્યું - એના સફેદ દાંત કેટલા સુદર
ં છે . આનંદમય

પરમાત્મામાં જ વિવર્ત કે મ ૂળ પરિણામથી બનેલી આ બધી સ ૃષ્ટિ અધિષ્ઠાન, મ ૂળ કારણ કે

સચ્ચિદાનંદધન પરમાત્માથી અલગ નથી. તેથી દરે ક વસ્ત ુ આનંદમય છે . એમાં ભ્રમથી દુઃખની

કલ્પના થાય છે , જે દૃઢ બનતાં દુઃખગ્રાહી સ્વભાવ બને છે . એને પરમાત્માના ચિંતનથી અનાયાસ

બદલી શકાય છે .

એક ઉચ્ચ કોટિના સંત મહાત્મા હતા. એમના સેંકડો સત્સંગી એમને પોતનુ ં સર્વસ્વ સમર્પિત

કરીને એમના ઉપર જ નિર્ભર રહેતા હતા. મહાત્મા વ ૃદ્ધ થયા એટલે સત્સંગીઓએ વિચાર્યું કે એક

દિવસ એમનુ ં શરીર છૂટી જશે ત્યારે એ દુઃખદ ઘટના આપણે શી રીતે જોઈ શકીશું અને એમના

વગર શી રીતે રહીશુ?ં

એમાંના દસ-વીસ ભેગા મળી મારી પાસે આવ્યા અને એકાંતમાં કહ્યું - અમે એમના વિના જીવી

શકીએ એમ નથી, તેથી બધા ભેગા મળી કોઈ નદીમાં ડૂબી મરવા ઈચ્છીએ છીએ. મેં સમજાવ્યું -
એ જીવતા હોય ત્યારે એમ કરવું ઉચિત નથી, કારણ કે તમારી આત્મહત્યાની વાત સાંભળીને

મહાત્માના કોમળ ચિત્ત પર કઠોર આઘાત થશે અને એમનુ ં સ્વાસ્થ્ય બગડે. અત્યારે તો આ સંકલ્પ

ત્યાગવો જ જોઈએ. એમણે મારી વાત માની લીધી. થોડા મહિના પછી મહાત્માનુ ં શરીર છૂટી ગયુ,ં

તો એમના સત્સંગીઓને અકથનીય દુઃખ થયુ.ં કેટલાકે મરવાનો પ્રયત્ન પણ કર્યો પણ પ્રભુકૃપાથી

કોઈનુ ં મ ૃત્યુ થયું નહીં. આ ઘટના પછી વર્ષો વીતી ગયાં. આજે પણ એમના સત્સંગીઓ જીવે છે ,

એમનો વિવાહ અને બાળકો થાય છે . એ બધા હસે છે , ગાય છે , નાચે છે . બધા વ્યવહારો પહેલાંની

જેમ ચાલે છે અને આ ઠીક પણ છે , કારણ કે જીવની પ્રકૃતિ સતત દુઃખી રહેવાની નથી. એ

સચ્ચિદાનંદઘન પરમાત્માનુ ં રૂપ કે અંશ છે , જે દુઃખી રહી શકતો જ નથી.

મારા મનમાં આ વિષે વારં વાર ગંભીર ઊહાપોહ થયો. જ્યારે હૃદયાકાશ દુઃખનાં વાદળોથી

છવાય છે અને પોતાના આત્મસ ૂર્યનો આનંદપ્રકાશ ઢંકાય છે , ત્યારે અજ્ઞાની લોકો માની બેસે છે કે

હવે હંમેશ માટે અંધારું થઈ ગયુ,ં પણ આ સ્વયંપ્રકાશ આત્મદે વનો ક્યારે પણ પ ૂરે પ ૂરો અસ્ત થતો

નથી. જ્યારે આપણે કહીએ છીએ કે હવે સહન નથી થત,ું ત્યારે પણ સહન કરતા જ હોઈએ છીએ.

જ્યારે આપણું જીવન દુઃખોથી ઘેરાઈ જાય, ત્યારે એમ વિચાર કરીએ કે આજથી છ મહિના પછી

આપણા ચિત્તની કેવી સ્થિતિ હશે? શું ત્યારે પણ આવું દુઃખ રહેશે? એ સ્થિતિનુ ં ધ્યાન કરીએ, તો

ઘણું બધું દુઃખ ઓછું થઈ જાય. પંદર-સોળ વર્ષ પહેલાં આ પ્રદે શના એક શેઠ કોઈ છોકરી પર મુગ્ધ

થયા અને કહેતા કે એની સાથે વિવાહ ન થયો તો હુ ં મરી જઈશ કે પાગલ થઈ જઈશ. એ છોકરીએ

તો વિવાહ ન કર્યો, પણ શેઠે પાંચ-સાત વિવાહ કર્યા. તેઓ આજે જીવે છે . એમની આજની મનોદશા

સાથે એ સ્થિતિની ત ુલના કરો. ત્રણ-ચાર વર્ષ પહેલાં હુ ં મા આનંદમયીના કાશીમાં આવેલા

આશ્રમમાં કોટિસાવિત્રીયજ્ઞ પ્રસંગે ગયો હતો. એક દિવસ પ ૂર્વપરિચિત પંડિતજીના ઘેર ગયો, ત્યારે

તેઓ બહાર ગયા હતા. ઘરમાં એકલાં માતાજી હતાં, એમણે મને ઓળખ્યો. સાત-આઠ વર્ષ પછી

મળવાનુ ં થયું હત.ું વચ્ચે એમના એક યુવાન પુત્રનુ ં મ ૃત્યુ થયું હતુ.ં મને જોતાં જ એ રડવા લાગ્યા.

થોડીવાર પછી એમને બીજા પુત્રના વિવાહની વાત યાદ આવતાં એનુ ં વર્ણન કરતાં હસવા લાગ્યાં.

પછી પુત્રીના થનાર વિવાહની યાદ આવતાં, ચહેરા પર ચિંતાની રે ખાઓ દે ખાવા લાગી. પછી મ ૃત

પુત્રની યાદ આવતાં રડવા લાગ્યાં. કલાક દરમ્યાન ચાર-પાંચવાર રડ્યાં અને હસ્યાં. આજે

મનુષ્યના મનની આવી દશા છે . એમાં કોઈ સંગતિ, ક્રમ કે વિચારની ગંભીરતા નથી. છીછરા
પાણીમાં છબછબિયાં કરતો રહે છે . સુખ કે દુઃખ નથી. જાણે અનુભ ૂતિની ગંભીરતા નષ્ટ થઈ ગઈ છે .

પોતાનુ ં દુઃખ પોતાના જ પ્રયત્નથી મટશે, બીજો એ મટાડી શકે નહીં, કારણ કે દુઃખ શરીરની અંદર

હોય છે , બહાર નહીં, જ્યાં ફક્ત વિચારનુ ં રસાયણ જ અસર કરી શકે છે .

દુઃખનાં ત્રણ સ્તર હોય છે - દુઃખનુ ં નિમિત્ત, દુઃખાકાર વ ૃત્તિ અને દુઃખનુ ં અભિમાન. સંસારના પામર

અને વિષયી પુરુષો પ ૂરી શક્તિ લગાવીને દુઃખના નિમિત્તને દૂ ર કરવા મથે છે . પણ બધાં નિમિત્તો

દૂ ર થાય એ શક્ય નથી. ઠંડી-ગરમી, રોગ-મ ૃત્ય, દરિદ્રતા, અપમાન સદા રહેતાં આવ્યાં છે અને

રહેશે. એમને મિટાવીને સુખી થવાની આશા યથાર્થથી દૂ ર સ્વપ્નમાત્ર છે , જે પેઢી દર પેઢી કદાપિ

પ ૂરી થઈ નથી, થશે પણ નહીં. બીજો વિકલ્પ દુઃખાકાર વ ૃત્તિઓને રોકવાનો છે , જે જૂઠા નિમિત્તો

પાછળ દોડનારા લોકો માટે સાધ્ય નથી. એ તો ફક્ત નિવ ૃત્તિ પરાયણ, વિરક્ત પુરુષો માટે જ સંભવ

છે , જે પ્રભુસ્મરણ કે યોગાભ્યાસથી પોતાની વ ૃત્તિઓને નિરં તર ભગવદાકાર કે શાંત રાખે છે .

ત્રીજી વાત ગમે તે પરિસ્થિતિમાં હુ ં દુઃખી છું, એવું અભિમાન ન કરવું એ છે , જે પ્રત્યેક વિચારશીલ

મનુષ્ય માટે સુગમ અને વ્યાવહારિક છે . દુઃખની સ્વીકૃતિ એને સત્તા આપે છે . સાહસપ ૂર્વક દુઃખનો

ુ ઃ આપણા સ્વરૂપમાં લેશમાત્ર પણ દુઃખ નથી. આત્માને દુઃખની


અસ્વીકાર કરવો જોઈએ. વસ્તત

છાયા પણ સ્પર્શી શકતી નથી. સત્સંગ અને વિચારથી આત્માના શુદ્ધ સ્વરૂપનુ ં જ્ઞાન જ દુઃખની

આત્યંતિક નિવ ૃત્તિનો સાચો ઉપાય છે .

મારી પાસે એક બાળક આવે છે . એ ધનવાન, સ્વસ્થ, વિદ્વાન કે બુદ્ધિમાન નથી. ફક્ત થોડાં વર્ષો

સુધી એણે સત્સંગ કર્યો છે અને પ્રામાણિકતાથી શુદ્ધ વિચારો ધારણ કરવાનો પ્રયત્ન કર્યો છે . થોડા

મહિના પહેલાં એણે ભગવાન સમક્ષ, દૃઢતાથી સોગંદપ ૂર્વક પ્રતિજ્ઞા કરી કે ગમે તેવી પરિસ્થિતિમાં

હુ ં દુઃખી નહીં થાઉં. પાછલા થોડા મહિનાઓમાં અનેકવાર એની સામે દુઃખની નિમિત્તો આવ્યાં અને

મનમાં દુઃખાકાર વ ૃત્તિનો સ્પર્શ થવા માંડ્યો, પણ એણે તરત કહ્યું ના ના, મેં કદાપિ દુઃખી ન થવાની

પ્રતિજ્ઞા લીધી છે . અત્યારે તો એનાં દુઃખોનો ભાર ઉતરી ગયો લાગે છે . આગળનુ ં ભવિષ્ય એની દૃઢ

નિષ્ઠા અને ઇશ્વરે ચ્છા પર નિર્ભર છે . કહેવાનો અભિપ્રાય એ છે કે સામાન્ય માણસે પણ દુઃખ સામે

હાર ન માની લેવી જોઈએ. પ ૂરા સાહસથી ઈશ્વર પર ભરોસો રાખી, સિંહની જેમ દુઃખના માથા પર
પગ મ ૂકી, ગર્જન કરતાં, લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ. ભગવદ્ ‌સંત અને તત્ત્વજ્ઞાની

મહાપુરુષો વિષે તો કંઈ કહેવાનુ ં નથી.

(સાધના અને બ્રહ્માનુભવમાંથી સાભાર)

You might also like