Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 7

ગામના સરકારી દવાખાને બાબાને ડ્રેસિંગ કરીને પાટો બાંધી આપવામાં આવ્યો.

બાબાની અને
તભાભાભાની સાવ નામરજી હોવા છતાં ડોક્ટરે દરજી બનીને ટાંકા લીધા હતા અને ધનુરનુ ં ઇન્જેક્શન
બાબાને ઊંધો સુવાડીને એના કૂલામાં ઠોકયું હત.ું એ વખતે બાબાએ જે બોકાહો ( રાડારાડ) કર્યો એ બંધ
કરાવવા નર્સે એનુ ં મોઢુ ં દબાવી દીધુ.ં

તભાભાભા પોતાના પુત્ર પર થઈ રહેલો અત્યાચાર જોઈ શક્યા નહોતા કારણ કે ડોક્ટરે એમને બહાર
બેસાડ્યા હતા. નહીંતર ડોકટર એમના શ્રાપનો ભોગ બની જાત ખરા...!

થોડીવારે હબો લોહીવાળું મોઢુ ં લઈને આવ્યો. જાણે કોઈને બચકું ભર્યું હોય એવો એનો દે ખાવ હતો. એ
આવીને તભાભાભા પાસે પાટલી પર બેઠો.

"મારી દુકાનમાં તમારા બાબલાએ સોપારી ચાવીને કોગળો કર્યો છે .તમારે સાફ કરવુ ં પડશે..નકર હુ ં
તમારા બાબલાના ડાબલા તોડી નાખીશ...ચોવી કલાક તમે હાર્યે રે 'વાના નથી ઈ હમજી લેજો." હબાએ
આગળના ત ૂટેલા દાંતની જગ્યામાંથી હવા ફૂંકતા કહ્યુ.ં

"હવે જા...જા...અમે શુદ્ધ...અને પવિત્ર આત્મા છીએ...બ્રાહ્મણ છીએ..શાસ્ત્રોના જાણકાર છીએ...અને તું એક
ત ુચ્છ જનાવર છો. ત ું તો નર્કનો અધિકારી છો.મારા પગમાં પડીને માફી માંગ તો હુ ં તારી સજામાં કંઈક
ઘટાડો કરીશ." કહી એ ઊભા થઇ ગયા.

હબો એમના પગમાં નમ્યો નહીં. હબાનો એ રૂઆબ ભાભાને ગમ્યો નહીં.

"હુ ં ભલે નરકમાં પડુ.ં ..પણ જો મારી દુકાનમાં બગડ્યું તે તમે સાફ નહીં કરો તો હુ ં તમને માફ નહીં
કરંુ ...ભાભા, તમારા બાબલાને ડાબલામાં પ ૂરી રાખશો તોય હુ ં એને મ ૂકીશ નહીં..અને તમારા સરાપથી
ઝૂકીશ નહીં."

ભાભા હવે ભડકયા છતાં એમણે થડકયા વગર કહ્યુ,ં "હે નીચ હબલા...ત ું તારી તમામ શક્તિને કામે
લગાડીશ તો પણ મારા બાબાનુ ં કંઈ બગાડીશ નહીં એ નક્કી છે ...તારા વિનાશની વાત પક્કી છે .''

દવાખાનાનો કમ્પાઉન્ડર આ માથાકૂટ થતી જોઈને ત્યાં આવીને હબાને લઈ ગયો. હબાએ મોઢુ ં પહોળું
કરીને પડી ગયેલા દાંત બતાવ્યા.

"ભાભા...તમારા બાબલાના બત્રીસે બત્રીસ પાડી દે વાનો છું.આમેય મારે નરકમાં જ જાવાનુ ં છે તો શું ફેર
પડવાનો...બાબાને બોખો કરીને નોખો કરી નો નાખું તો હુ ં હબો નહીં."

હબો હજી હેઠો બેસતો નથી એ જોઈને ભાભા, રાડો પાડતા પોતાના પ્રિય પુત્રને લઈને ચાલતા પડ્યા.

*
તખુભાએ ચંચાને બે ઝાપટ મારીને ફરી પાડી દીધો.
''ગોલકીના...હુ ં મારા ઘર હાટુ દુકાને દુકાને રોટલા માંગતો ફરંુ છું...?"

ચંચો ઊભો થઈને તખુભાના પગમાં પડ્યો.


''બાપુ...જાવા દ્યો...હવે કોય દી' નઈ કરંુ ... તમારી ગૌ છવ....આજથી તમારો ગુલામ છું...આજથી હુ ં
તમારી પાલટીમાં."

ચંચો હક
ુ મચંદનો ડાબો હાથ હતો એ તખુભા જાણતા હતા. આ ચંચો હક
ુ મચંદની યોજનાઓ જાણતો જ
હોય...તો પોતાને એ કામમાં આવે તેમ હત.ું તખુભાએ તરત નિર્ણય લીધો.

"આજ રાત્યે ડેલીએ આવજે...હુ ં પ ૂછું ઈના સાચા જવાબ દઈશ તો જીવતો રઈશ...નકર હાળા ઠાર મારી
નાખીશ."

ચંચાએ બે હાથ જોડીને માથું બાપુના પગમાં નમાવ્યુ...એ


ં જાણતો હતો કે તખુભાના હાથમાંથી છટકવુ ં
ું
મુશ્કેલ હત..!

ચંચાની શરણાગતિ જોઈને ત્યાં હાજર હતો એ હક


ુ મચંદનો હજૂરીયો હાલતો થયો.

''બોલ ગોલકીના ચંદુ...હક


ુ મચંદનો પ્લાન શું છે ...?" તે દિવસે રાત્રે તખુભાની ડેલીમાં ચંચાને હાજર થવુ
પડ્યું હત.ું બાપુનો ફોટો વાયરલ કરવા જતાં એને મરવાનો વારો આવ્યો હતો.

"પ્લાન તો હમણે કંઈ હતો નહીં...હશે તો હુ ં તમને તરત કય દે શ." ચંચો હક


ુ મચંદને વફાદાર રહેવા
માંગતો હતો પણ તખુભાએ એની ફરતે અજગરની જેમ ભરડો લઈ લીધો હતો. કેટલીક બાતમી એમણે
પણ પોતાના માણસો દ્વારા મેળવી હતી.

રવજી- સવજીની સવારી હક


ુ મચંદના ડેલે ગઈ હતી,પછી ગામમાં પાણીની લાઈન નાખવાનો કોન્ટ્રાકટ
લેનારા ગંભ ુ અને માનસંગને પણ બોલાવેલા પણ ડેલીમાં શું ઢફલી કૂટવામાં આવી એ તખુભાને ખબર
પડી નહોતી. કંઇક જીભાજોડી થઈ હતી એ વાતની જાણ હતી.

ુ મચંદને મળવા આવ્યા'તા...પસી ત ું ધોડાધોડ ગંભ ુ અને


"બેચાર દાડા પહેલા રવો અને સવો હક
માનસંગને બોલાવવા જ્યો..પસી સ્હુ ં થયું ઈ બોલ...!"

ુ મબાપુના ઘરમાં જ્યો'તો.. અટલે ઈ લોકોએ સ્હુ ં વાત ું કરી ઈ ખબર નથી." ચંચો
"હુ ં તો સાનુ ં કે'વા હક
બોલ્યો.
તખુબાપુના એક સાગરીત ઝીણા જાદવે તખુબાપુના ઈશારે ચંચાને લાફો ઠોકી દીધો. ઝીણાની ઝાપટ
ભલભલાના પાટલ ૂન પલાળી દે વા સક્ષમ હતી.

"પોપટની જેમ બોલવા મંડ...નકર આ ઝીણીયો તને મીણીયો કરી દે શે હો...પછી ત ું બાર્ય તડકે નીકળી
નય હકય...તડકો લાગ્યા ભેગો ઓગળવા મંડીશ...ઓલ્યા નાનુને ઓળખશને...? ઈ છાનુમાનુ
ં ં અમારી
વાત ું હાંભળવા આયુ'ત."ું તખુભાએ હક્ક
ુ ાના ધુમાડા છોડતા કહ્યુ.ં

ુ ે ચીમ દીધો." ચંચાએ ઊંડો શ્વાસ લીધો અને આખો


"રવો કેતો'તો કે લાયનનો કોન્ટ્રાકટ બારોબાર ગંભન
મામલો કહી દીધો.

તખુભાની ડેલીમાં બળતી ટ્ય ૂબલાઈટ હસી પડી. તખુબાપુના ઢોલિયા નીચે ઊભેલો મીંદડો ચંચાને
બીવડાવી રહ્યો હતો અને ઝીણીયો એને દૂ ધ પીવડાવી રહ્યો હતો.

"ઠીક સે...હવે ત ું ઉપડ હક


ુ મચંદના ડાયરામાં... આજ નયાં કોણ આવે છે અને સ્હુ ં વાત ું થાય છે ઈ કાલ્ય
આવીને કે'જે...અને સાબદો રે જે."

ચંચો એનુ ં પડી ગયેલ ું મોં લઈને ચાલતો થયો... જાણે કોઈએ એને લટં ૂ ી લીધો હોય એમ સાવ પડી
ભાંગ્યો હતો.

ચંચાનો મોબાઈલ એને છોડી ગયો હતો. તભાભાભાનો બાબલો સાયકલ તોડી ગયો હતો. બે બદામનો
ઝીણીયો ઝાપટ ચોડી ગયો હતો.

** **

"કાં... આં....આં.... આવ્યને....'' ચંચાએ અવાજની દિશામાં જોયું તો ટેમ ુ એની દુકાનના કાઉન્ટર
પાછળથી ડોકું ઊંચુ ં કરીને હસી રહ્યો હતો. એના માથા પર સળગતા બલ્બના પ્રકાશમાં એ થોડો જુદો
દે ખાઈ રહ્યો હતો. આછા સદરા આરપાર એની ગંજી દે ખાતી હતી.

ુ ફરી સાદ કર્યો. ચંચાને નવાઈનો પાર રહ્યો નહીં...!


"આવ્ય..ટાઢુ ં પાણીબાણી પી." ટેમએ

આ ટેમ ુ કોઈ દિવસ નહીંને આજ એને સાદ પાડીને બોલાવી રહ્યો હતો.અમથુય
ં આજ એને કોઈ દોસ્તની
જરૂર હતી.

ુ ી દુકાનનો ઓટલો ચડ્યો એટલે તરત જ ટેમએ


ચંચો ટેમન ુ ટેબલ આપીને બેસાડ્યો. અંદર જઈ ઠંડા
પાણીની બોટલ લઈ આવ્યો.
ચંચાને પાણી પીવાથી ખ ૂબ રાહત થઈ.
બોટલ પકડીને એણે આભારવશ ટેમ ુ સામે જોયુ.ં ટેમ ુ કાચિંડાની જેમ ડોકું હલાવીને મંદ-મંદ હસી રહ્યો
હતો.

"તો...તખુભાના ચમચા ઝીણાએ તને ધમાર્યો એમને...ચંદુ ચારમીનાર પાટલીબદલવાનો છે એમને."


ચંચાનુ ં આશ્ચર્ય બેવડાઈ ગયુ!ં

આ ટાઢિયાને આ બધું કોણે કીધુ.ં ..?

ુ પાણીની બોટલ પાછી લીધી.


"પાણી પી પીધું હોય તો બોટલ લાવો હવે." કહી ટેમએ

"તને આ બધું કોણે કીધુ...?


ં " ચંચો ચકળવકળ થઈ રહ્યો હતો.

"ઈ બધું જાવા દે ...તું આપડું એક કામ કરીશ...?" ટેમએ


ુ થોડીવાર વિચારીને કહ્યુ.ં

''ચારમીનાર કોઈ કામ મફતમાં નથી કરતો."


ચંચાએ કહ્યું પણ હવે તો એને પણ રસ પડતો હતો.

''ટેમ ુ પૈસા ખરચતા નથી ડરતો.કામ થાવુ ં જોવે...બોલ્ય...કરીશ...?"


''કામ બોલ્ય."

ુ હોઠ ઉપર જીભ ફેરવી.


"વીજળીને મારી વાત કરવાની છે .'' ટેમએ

"હેં...?" ચંચાને જાણે કે વીજળીનો ઝટકો લાગ્યો. એ ટેબલ પરથી ઊભો થઈ ગયો.
થોડીવાર પહેલા પીધેલા ટાઢા પાણીથી ટાઢુ ં થયેલ ું પેટ ગરમ થઇ ગયુ.ં

''શું વાત કરવાની સ...ત ું ટાઢો ઠીબકા જેવો સો ઈમ ? તારા માથાનો બોથો ટેબલફેનની જેમ આખો દી' ફરે
સ ઈમ ? ત ું લબાડ નંબર વન સો ઈમ ? તારામાં ઉતાવળ નામનુ ં બી નાખવાનુ ં તારા બાપા ભ ૂલી જ્યા સ
ઈમ...?''

પોતાની ઝાંપા વગરની ઝૂંપડીમાં જેના અજવાળાં પાથરવાના અભરખા આ ચંચો સેવતો હતો એ
વીજળી વડે આ ટાઢિયો ઉનો થવાની વાત કરતો હતો એ સાંભળીને ચંચાનો મગજ હટ્યો હતો. એ ડોળા
ુ ે તાકી રહ્યો જાણે હમણે એને બટકું ભરી લેશે એમ લાગત ું હત..ું
કાઢીને ટાઢિયા ટેમન

ચંચો ઓટલા પરથી ઊતરવા અવળું ફર્યો ત્યાં જ જાણે જમીનમાંથી પ્રગટ થયો હોય એમ બાબોકાકો
ગલોફામાં સોપારી ઠૂસાવીને ત્યાં ઊભો હતો. એના માથે જાળીદાર ધોળો પાટો બાંધ્યો હતો અને બરાબર
માથામાં વચ્ચે રતાશ પડતા પીળા રૂનો પેલ દે ખાઈ રહ્યો હતો.
"તેં ચીમ મારો વિડીયો ઉતાર્યો...મારી
હાર્યે સાઇકલ ચીમ ભટકાડી...ત ું મને સામો જ ચીમ મળ્યો...? સાલ્લા ચંદુડીના...સાલ્લા
ગધેડીના...સાલ્લા કૂતરીના...ત ું એકબાજુ ખહી ચીમ નો જ્યો...હેં...હેં..હેં...?" એમ બરાડા પાડીને બાબાએ
ચંચાના બરડામાં જોરથી એક ગડદો ઠોકયો અને એનો એક હાથ પકડીને મરડવા લાગ્યો.

ચંચો બાબાના બળુકા હાથનો ગડદો પડવાથી વાંકો વળી ગયો. એનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો.
હજી બાબો હાથ મરડી રહ્યો હતો.

બાબાના મોંમાં, જે સોપારી એ ભરડી રહ્યો હતી તેનો ભીનો ભ ૂકો સ્પ્રે થઈને એના મોં પર છંટકાયો હતો.
એનો જે હાથ છુટ્ટો હતો એ હાથથી એણે પહેલાં પોતાનુ ં મોં લ ૂછયું‌...પછી બાબાની ફાંદમાં કોણી મારી.
એની કોણી રૂના કોથળાને લાકડીનો ગોદો વાગે એમ બાબાની ફાંદમાં પેસી ગઈ. એ જોઈને બાબાએ બળ
વધાર્યું...વાંકા વળે લા ચંચાના ડેબામાં બાબાએ પણ કોણીનો પ્રહાર કર્યો.

બાબો ચોખ્ખા ઘીના લાડવા ખાઈને ઉછર્યો હતો.એના શરીરમાં આખલા જેવુ ં કૌવત હત.ું માંગી છાશ અને
બાજરાનો રોટલો ખાનાર ચંચો એની ઝીંક ઝીલી શક્યો નહીં. બાબાના કોણી પ્રહારથી એ ઊંધા મોંએ
જમીન પર પટકાયો. બળુકો બાબો જમીન પર ઊંધા પડેલા ચંચા પર ચડીને ઊભો રહ્યો.

''ઓ..ય..ઓ..ય..બાપલીયા..મરી..જ્યો..હેઠો ઉતર..હાળા બાબલા તારી જાતના..હુ ં મરી જઈશ." ચંચો


રાડો પાડવા લાગ્યો.

એની રાડ સાંભળીને મીઠાલાલ ઘરમાંથી બહાર આવ્યા...એમણે મહીસાસુર મર્દીની માતાની જેમ ચંચા
પર ચડીને ઊભેલા બાબાને જોયો.
"અરે ..અરે ...ઓલ્યો મરી જહે...એ દે વતા
ુ ાને ખિજાયા.
હેઠો ઉતર મારા બાપ." મીઠાલાલે બાબાને ધક્કો માર્યો અને ટેમડ

"શું ક્યારનો જોઈ રહ્યો છે ....આ ગામનો ઉતાર આંય મરી જ્યો હોત તો જવાબ કોણ તારો બાપ આપત...?
"

ુ ઓટલા પરથી ઊતરીને


''પણ મરી તો નથી જ્યોને..ખાલી ખોટી રાડ્યું શું કામ પાડો સો.'' કહી ટેમએ
ચંચાને ઊભો કરીને ઓટલા પર બેસાડ્યો.

''હવે...વિડીયો ઉતારીશ..? હેં..હેં.. હેં...? હવે મારી હાર્યે ભટકાશ...? હેં.. હેં... હેં...? સાલ્લા...'' કહીને બાબો
ફરી ચંચાનો હાથ પકડવા આગળ વધ્યો પણ મીઠાલાલ ખિજાયા.

''અલ્યા..ભાઈ મારી નાખવાનો વિચાર સે...? ગામના લાડવા દાબી દાબીને કોકને સાવ દાબી દે વાય...?
જાવ બાબાલાલ જાવ હવે."
''આજ આ મીઠાલાલ નો હોત તો તું હલાલ થઈ જ્યો હોત...મારો વિડીયો ઉતાર્યો...હેં... હેં....હેં.....''

હેં... હેં... હેં.. કરતો બાબો ગયો. રાતના નવ વાગ્યા હતા. ચંચાને ઘણીવારે કળ વળી. હવે હક
ુ મચંદની
ુ ી દુકાનના ઓટલે બેઠો હતો.
ડેલીએ જવુ ં કે નહીં એ વિચારતો ચંચો ટેમન

મીઠાલાલને કોઈનો ફોન આવતા અંદર ચાલ્યા ગયા એટલે ટેમ ુ ચંચા પાસે આવીને બેઠો.
ફરીવાર એને ઠંડા પાણીની બોટલ આપીને એ બોલ્યો, "તો બોલ્ય, હવે શું વિચાર છે ...આપણી વાત
વીજળીને કરવી છે ...કે બાબાલાને પાછો બોલાવુ.ં ..?''

ચંચો લાચાર નજરે ુ ે


ટેમન તાકી રહ્યો.
બળુકા બાબાએ એને પલળે લા કાગડા જેવો કરી મ ૂકયો હતો અને હવે આ ચંચો દે ડકાની જેમ એની
બાજુમાં બેસીને ડ્રાંઉ ડ્રાંઉ કરી રહ્યો હતો.

ુ ેઠ.''ચથાઈ
''શું વાત કરવાની સે...ટેમશ ંૂ ગયેલો ચંચો બોલ્યો.

''હં... અં... અં... હવે આવ્યો લાઈન ઉપર.‌. મારંુ માથું ભલે ટેબલફેનના બોથા જેવુ ં હોય...પણ વીજળી મને
વા'લી છે ...તારે એની પાંહ ે મારા વખાણ કરવાના કે ટેમ ુ જેવો છોકરો આ ગામમાં બીજો કોઈ નહીં
મળે ...કાલ બપોરે એને ખારીસીંગ ને દાળીયા લેવા આવવાનુ ં કે'વાનુ ં છે ..મેં બે બે રૂપિયાની વસ્ત ુ કાઢી
રાખી છે ...અને ડેરીમિલ્કની એક કેડબરી પણ હુ ં એને ખવડાવવાનો છું...તારા બાપગોતરમાં કોઈએ ખાધી
ડેરીમિલ્ક...?હાળા તારંુ ઝાડું તો જો...શું જોઈને વીજળીનુ ં ઉપરાણું લઈને મારી દુકાને ગુડાણો'તો." કહીને
ુ એના પડખામાં ગોદો માર્યો.
ટેમએ

ુ મચંદકાકાના ઘેર જઈને મારો સંદેશો


''ચીમ ઊભી રાખી'તી..તે તારા બાપનુ ં છોલાવવા..જા..હવે હક
પોચાડ.જો કાલ્ય બપોરે ઈ વીજળી નહીં આવે તો ત ું છો ને બાબલો છે ...હાલ્ય હવે વે'તીનો પડ્ય.કાલ્ય
સાંજે આવજે...બીજો ડોઝ આપીશ...અને તારંુ મે'નતાણું પણ મળી જશે... ઊઠ.'' ચંચાના પડખામાં વધુ
એક ગોદો ઠોકીને ટેમ ુ કાઉન્ટર કૂદીને કોથળા પર ગોઠવાયો.

ચંચો પાછું ફરીને જોવાય રોકાયો નહીં.


હવે વધુ વખત અહીં થોભવુ ં ખ ૂબ જોખમી હોવાનુ ં જાણીને, ભાંગેલો ડેબો તાણીને અને બાબાનો મેથીપાક
માણીને પગ ઢસડતો ઢસડતો ચાલ્યો ગયો.

ભરબજારે બાબા પાછળ હબાની હડીને કારણે જે હાદસો થયો હતો એના બીજા દિવસે હબો તભાભાભાની
ઓસરીની જાળીએ આવીને ઊભો રહ્યો.
સવારના પહોરમાં અતિ ત ુચ્છ માનવ મગતરંુ પોતાના બારણે આવેલ ું જોઈ સ ૂર્યનારાયણને જળની અર્ધ્ય
ચડાવી રહેલા તભાભાભા તાડુક્યા,

"સવાર સવારમાં તારંુ અપશુકનિયાળ ડાચુ ં લઈને શા માટે એક પવિત્ર બ્રાહ્મણનો દિવસ બગાડવા
આવ્યો છો...હે નીચ અને દુષ્ટ અધમ આત્મા...તું અત્યારે જ અહીંથી ચાલ્યો જા... નહીંતર હુ ં શિવભક્ત
ત્રીજુ ંનેત્ર ખોલીશ તો તું બળીને ભષ્મ થઈ જઈશ...''

ં ૂ નીકળી આવી હતી. એ ગુસ્સે થતા ત્યારે આ ખધ


તભાભાભાના ખભા પર ખધ ં ૂ ખંજવાળતા.. કપાળે
ં મોટું કપાળ અને બચેલા તમામ વાળને પોતાની ગાંઠમાં બાંધી
ચોળે લી ભભ ૂત ઉપર ચંદનનુ ં ત્રિપુડ,
રાખતી ચોટલી... માથાથી સહેજ દૂ ર રહી ખભા તરફ ઢળે લા કાન...બંને નસકોરામાં મોટી આંગળી
આરામથી શારડીની જેમ હરફર કરી શકે એટલી જગ્યાવાળું જાડું નાક.. લબડતા ગાલ અને એવા જ
લબડતા હોઠ નીચે નાનકડી દાઢી.

આવા ચહેરાના માલિક તભાભાભા ચોરસ ચહેરાવાળા હબા ઉપર હલબલી રહ્યા હતા... પણ એમનો ખોફ
હબાના દિલમા ન તો ખલબલી મચાવી શક્યો કે ન તો હબાને હલાવી શકયો.

''તમારે જેટલા નેતર હોય ઈ હંધાય ખોલો અને હાલો મારી હાર્યે...કાલ બપોરે મારી દુકાનમાં સોપારીનો
કોગળો કરીને ભાગેલા તમારા બાબલાએ મને બોખો કરી નાખ્યો...એટલેથી ઈ નો ધરાણો...રાત્યે આવીને
મારી દુકાનના બંધ તાળાંને પોદળા મારી જ્યો...હવે મારે ચાવી ક્યાં ભરાવવી...? તમેં અતારે ને અતારે
મારી દુકાને હાલો...નકર હુ ં તમારા ઘરમાં ઘ ૂસી જઈશ અને તમને અભડાવી મારીશ...'' હબાએ આગળના
પડી ગયેલા દાંતની બખોલ બતાવીને દાંતિયું કર્યું.

તભાભાભાએ અકળાઈને તખુભાને ફોન લગાડ્યો...

You might also like