Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 4

-: જનરલ પાવર ઓફ એટર્ની :-

આથી અમો નીચે સહી કરનાર પટણી ભારતીબેન જયંતિભાઈ


ઉ. વ. આ -૩૩, ધંધો - શાકભાજી વેચવાનો, ધર્મે - હિન્દુ, રહે -૧૯૯,
ગાંધીવાસ-૨, હરિકૃષણનગર, સાબરમતી ઓ. એન. જી. સી. ની પાછળ,
અમદાવાદ શહેર, અમદાવાદના આથી અમારી નીચે જણાવેલ મિલકત
અંગેના તમામ કામકાજોથી માહિતગાર એવા અમારાં ખાસ વિશ્વાસુ અને
ભરોંસેદાર એવા પટણી રસીલાબેન શૈલેશભાઈ ઉ.વ.આ-૩૦, ધર્મે -હિન્દુ
ધંધો- સીવણકામ,રહે- હરિકૃષ્ણનગર,બળદે વનગરપાછળ,ઓ. એન. જી.
સી. પાસે, સાબરમતી, અમદાવાદનાને આ જનરલ પાવર ઓફ એટર્ની
લખી આપી અમારા કાયદે સરના કુલમુખત્યાર તરીકે નીમી જણાવીએ
છીએ કે ..

જત ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ અમદાવાદના સિટી તાલુકાના મોજે


ગામ અચેરની સીમમાં સાબરમતી વિસ્તારમાં મોટે રા ખાતે સર્વે નં-૧૮૦
માં પાછળના ભાગમાં ૧૨ ફૂટ *૧૫ ફૂટની લંબાઈ પહોળાઈના રૂમ
સહિતની બે રૂમના ઈંટ માટીના કાચા બાંધકામવાળી મકાન મિલકત
છતના ભાગે પતરા નાખેલ છે તે મિલકત ધરમશીભાઈ કરશનભાઈ
રબારી પાસેથી તા-૧૮/૦૧/૨૦૦૦ના રોજ રમેશકુમાર કેશવલાલ
પરમારનાઓએ વેચાણ રાખેલ અને તેઓની પાસેથી તા-૨૩/૧૨/૨૦૦૩
ના રોજ પટણી ભીખુભાઈ શકરાભાઈએ વેચાણથી રાખેલ ત્યાર બાદ તા,
૧૬/૧૨/૨૦૨૧ ના રોજ

અમોએ પટણી ભીખુભાઈ શકરાભાઈ પાસેથી સદરહુ મકાનવાળી મિલકત


પૈકી ફક્ત પાછળના ભાગે આવેલ ૧૨ *૧૫ના માપવાળી રૂમવાળી
મિલકત વેચાણ કરાર અને પાવર ઓફ ઍટર્નીથી લીધેલ, જેના છતના
ભાગે પતરાં અને ઈંટ માટીના ચણતરના બાંધકામ સહિતના મકાનના
અમો કાયદે સરના કુલ સ્વતંત્ર માલીક મુખત્યાર અને
કબજેદાર,ભોગવટે દાર બનેલા છીએ.

પરં ત ુ સદરહુ મિલકત અંગે અમો અમારા કેટલાક અંગત


કારણોસર નિયમિત રીતે હાજર રહી તેનો વહીવટ અને કામકાજ કરી
શકીએ તેમ ના હોય અમારા ખાસ વિશ્વાસુ અને ભરોંસેદાર એવા પટણી
રસીલાબેન શૈલેશભાઈનાઓને આ જનરલ પાવર ઓફ એટર્ની લખી
આપી નીચે જણાવેલ તમામ સત્તાઓ અને અધિકાર લખી આપીએ છીએ.

૧.. મુખત્યારશ્રી અમારા વતીથી સદર મિલકતનો કબજો લઈ શકશે તેન ુ ં


પઝેશન ચાલુ રાખી શકશે તેમજ ઈલે.કંપની, મ્યુ.કો. તેમજ લાગતી
વળગતી તમામ સરકારી ,અર્ધસરકારી કચેરીઓમાં પોતાના નામે ટ્રાન્સફર
કરાવી શકશે તેમજ તે અંગેની શરૂઆતથી આખર સુધીની તમામ વિધિ
અમારા વતીથી હાજર રહી શકશે.

૨...સદર મિલકત અંગે ભવિષ્યમાં મળવાપાત્ર થતી


વળતર,અવેજની,રકમો મેળવી શકશે તેની પહોંચ પાવતી આપી શકશે
તેમજ ભરવાની થતી જરૂરી ઈલે. બીલ., વહીવટીફાળા, લાગાધારા
વગેરેની રકમો ભરી તેની પહોંચ પાવતી લઈ શકશે તેમજ મિલકતનો
દિલ ચાહે તેમ ઉપયોગ કે નિકાલ કરી શકશે.
ંૂ
૩.. સદરહુ મિલકત અંગે ભવિષ્યમાં કોઈપણ જાતની કાયદાકીય ગચ
ઊભી થાય તો મુખત્યાર અમારા વતીથી વકીલ, પ્લીડર, એડવોકેટ,
કાન ૂની

સલાહકાર નીમી શકશે, વકીલાતનામાંમાં સહીઓ કરી શકશે, અને જરૂર


પડે અન્યને પોતાના મુખત્યાર તરીકે નીમી શકશે.

૪.. આમ ઉપરોક્ત લખેલ અને શરતચ ૂકથી લખવાના રહી ગયેલ હોય
તેવા તમામ કામો, વહેવારો, મુખત્યાર અમારા વતીથી હાજર રહી કરી
શકશે,જે અમો એ જાતે હાજર રહીને કર્યા બરાબર ગણાશે.

આમ ઉપરોક્ત મુજબનો જનરલ પાવર ઓફ એટર્નીનો લેખ


અમોએ અમારી રાજીખુશીથી, અક્કલ, હોશિયારીથી, કોઈના કોઈપણ
જાતના દાબ-દબાણ કે ધમકીને વશ થયા વિના, બીનકેફે , સભાન
અવસ્થામાં, વાંચી, સમજી, વિચારી, સ્વેચ્છાએ કરે લ છે ,જે અમોને તથા
અમારા વંશ,વાલી, વારસો તમામને કબ ૂલ મંજૂર અને બંધનકર્તા છે
અને રહેશે.

અમદાવાદ

તા-૧૧/૦૭/૨૦૨૨

.................................................

પાવર ઓફ એટર્ની આપનાર

.................................................
પાવર ઓફ એટર્ની સ્વીકારનાર

You might also like