Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 9

પ્રતિ શ્રી

રજિસ્ટ્ રાર શ્રી કો-ઓપરેટિવ સોસાયટી (હાઉસિંગ)


૬ ઠો માળ, બહુમાળી ભવન, સેક્ટર-૧૧
ગાંધીનગર

વિષય: શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ની હાલ ની વ્યવસ્થાપક
કમિટી ને બરખાસ્ત કરી વહીવટદારની નિમણ ૂક કરવા તથા વ્યવસ્થાપક કમિટી દ્વારા આચરવામાં
ુ ો દાખલ કરી
આવેલા ભ્રષ્ટાચાર અને નાણાકીય ઉચાપત અંગે તપાસ કરી એમની સામે ફોજદારી ગન
રજિસ્ટર્ડ કો. ઓપરે ટિવ સોસાયટી ને કરવામાં આવેલ આર્થિક નકુ સાન ની ભરપાઈ કરવા સારં ુ
વ્યવસ્થાપક કમિટીના હોદ્દે દારો વિરુદ્ધમાં હુકમ કરવા રજૂઆત

માનનીય સાહે બ શ્રી,

ઉપરોક્ત વિષયે આપ સાહે બ ને સાદર રજૂઆત છે કે અમો નીચે સહી કરનાર એ તમામ પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક નામે
ઓળખાતી મોજે ગામ સુઘડ, ગાંધીનગર ખાતે આવેલ રહે ણાંક ની સોસાયટી ના માલિકી હક ધરાવતા મકાન માલિકો છીએ.
અમારી સોસાયટી ની હાલ ની વ્યવસ્થાપક કમિટી દ્વારા સહકારિતા ના તમામ નીતિ નિયમો નેવે મૂકી બેફામ ભ્રષ્ટાચાર
કરી સોસાયટી ના સભ્યો ના હિતો ને નુકશાન તથા નાણાં નો દુરુપયોગ કરે લો છે જે અંગે આપ ની
સત્તા હેઠળ યોગ્ય કાર્યવાહીકરવા સાદર રજૂઆત છે . આ અંગે અમોએ અમારી ફરિયાદ ના મુદ્દા અહી
રજૂ કરે લ છે અને જે અંગે ના આધાર પુરાવા પણ રજૂ કરે લ છે .

(૧) સોસાયટીના હાલ ના ચેરમેન મનીષાબેન વિઠ્ઠલાની ના પતિ ભદ્રેશ વિઠ્ઠલાની તથા વાઇસ-ચેરમેન
દીક્ષિતાબેન જોષી ના પતિ જિતેન્દ્ર જોષી તથા અન્ય મળતીયા ઓ દ્વારા ગેરકાયદેસર રીતે એટલાન્ટિસ
પાર્ક ફ્લેટ ઓનર્સ વેલ્ફે ર અશોસીએશન (અન-રજિસ્ટર્ડ) બનાવીઅધિકૃત એવી શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ
પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ના મેન્ટે નન્સ ફં ડને સોસાયટી ના હાલ ના ચેરમેન / વાઇસ-
ચેરમેન અને વ્યવસ્થાપક કમિટી સાથે મિલી-ભગત કરી રૂ. ૫૦ લાખ કરતાં પણ વધારે રકમ ની
ઉચાપત કરવા માટે હાલની વ્યવસ્થાપક કમિટી ને તાત્કાલિક અસર થી બરખાસ્ત કરવા અંગે રજૂઆત.

આ બાબતે વિગત વાર જણાવવા નું છે શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ
સો. લી. એ એક રજિસ્ટર્ડ હાઉસિંગ સર્વિસ સોસાયટી છે જેનો નોંધણી નંબર:
નધણ/જીએનઆર/સા.૬૬૨૯છે . આ સોસાયટી ૨૦૧૨ થી અસ્તિત્વ માં છે અને સોસાયટી ના
સભ્યો દ્વારા મેન્ટેનન્સના નાણાં ચ ૂકવવાં આવે છે પરં ત ુ ૨૦૧૮ પછી સોસાયટી ની
વ્યવસ્થાપક કમિટી અને સોસાયટી ના સભ્યો વચ્ચે મેન્ટેનન્સ બાબતે મતભેદ થવાથી
સોસાયટી ના ઘણા બધા સભ્યો દ્વારા મેન્ટેનન્સ ની રકમ ભરવાનુ ં બંદ કરવામાં આવ્યું હત ું
અને સમય જતાં સોસાયટી મેન્ટેન થતી ન હતી. જે તક નો લાભ લઈ શ્રી પાર્શ્વનાથ
એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ના સભ્ય ન હોવા છતાં ભદ્રેશ વિઠ્ઠલાની
અને જિતેન્દ્ર જોષી અને બીજા મળતીયાઓ દ્વારા એટલાન્ટિસ પાર્ક ફ્લેટ ઓનર્સ વેલ્ફેર
અશોસીએશન (અન-રજિસ્ટર્ડ) નામનુ ં અશોસીએશન ઓફ પરશન બનાવ્યું અને એનુ ં પાન
કાર્ડ પણ લીધું અને બેન્ક એકાઉન્ટ પણ ખોલાવેલ હતું અને સોસાયટી ના સભ્યોને
ગેરકાયદે સર રીતે ધાક-ધમકીઓ આપી, હેરાન કરી, ઉલ્લુ બનાવી, ગેરમાર્ગે દોરી ને કે આ
અશોસીએશન ને મેન્ટેનન્સના પૈસા આપશો તો તમારું જૂન ુ ં લેણ ુ ં સોસાયટી ને ભરવું નહીં
પડે અને બધુ નવેસર થી શરૂઆત થસે એ પ્રમાણે ખોટા ખોટા વાયદાઓ કરી ને તથા અન્ય
રીતે છે તરીને ૭૫૦ થી ૮૦૦ કરતાં પણ સભ્યો પાસે થી ઓકટોબર-૨૦૨૦ થી ઓગષ્ટ-
૨૦૨૧ ના સમયગાળા દરમિયાન રૂ. ૭૦૦૦ (પ્રથમ ૧૦૦૦, બીજીવાર ૨૦૦૦ અને ત્રીજીવર
૪૦૦૦) લેખે રૂપિયા ૫૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પચાસ લાખ)કરતાં પણ વધારે પૈસા
ઉઘરવી દીધા અને એ પૈસા શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો.
લી. ના અધિકૃત ખાતામાં જમા કરાવવા ના બદલે પોતાની મન-મરજી થી અંગત રીતે કોઈ
પણ સભ્ય ને વિશ્વાસ માં લીધા વગર કે પ ૂછ્યા વગર કોઈ પણ પ્રકાર ના નીતિ નિયમો નુ ં
ંૂ લ
પાલન કર્યા વગર ખર્ચી દીધા અને આ પૈસા નો હિસાબ ના આપવો પડે એટલે ચટાયે
અધિકૃત સોસાયટી ના ચેરમેન / વાઇસ-ચેરમેન સાથે ગેરકાયદે સર રીતે મંડળી બનાવી આ
પૈસા સોસાયટી ના કાયદે સરના ખર્ચ છે એ રીતે સાબિત કરવા માટે સોસાયટી ના સભ્યો ને
હવે એમનુ ં કોઈ પણ મેન્ટેનન્સ બાકી નથી એ રીત નુ ં સર્ટિફિકેટ આપી દીધું હત .ું આ રીતે
સોસાયટી ના ચેરમેન અને એના પતિ અને વાઇસ-ચેરમેન અને એમના પતિ તથા એમના
મળતીયા ઓ દ્વારા આ રીતે ૫૦ લાખ કરતાં વધારે રકમ ની ઉચાપત કરવા માં આવેલ છે .
આપ સાહેબને વિનંતી છે કે આ બાબતે સોસાયટી ના ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-
૨૩ ના હિસાબો તપાસી આ ભ્રષ્ટાચાર બાબતે સોસાયટી ની વ્યવસ્થાપક કમિટી ના
જવાબદાર માણસો સામે કાયદે સર રીતે ફોજદારી કેસ દાખલ કરવામાં આવે તથા સોસાયટી
ને જે પણ નાણાકીય નુકસાન કરાવવામાં આવ્યું છે એની ભરપાઈ કરાવવામાં આવે અને
હાલ ની વ્યવસ્થાપક કમિટી ને તાત્કાલિક અસર થી બરખાસ્ત કરવામાં આવે તથા તાત્કાલિક
અસર થી વહીવટદાર ની નિમણ ૂક કરવા માં આવે તેવી અમારી સાદર રજૂઆત છે .

(૨) સોસાયટી ની હાલ ની વ્યવસ્થાપક કમિટી દ્વારા કરવામાં આવી રહ્યા તમામ પ્રકારના
નાણાકીય વ્યવહારો ઉપર રોક લગાવી માત્ર જરૂરી હોય એવા વીજળી ના બિલ ભરવા
ુ ી વહીવટદારની નિમણ ૂક ના થાય ત્યાં
સિવાય ના તમામ નાણાકીય વ્યવહારો ઉપર જ્યાં સધ
ુ ી રોક લગાવવા સાદર રજૂઆત છે .
સધ

સોસાયટીની હાલ ની વ્યવસ્થાપક કમિટી દ્વારા કોઈ પણ નીતિ નિયમો નુ ં પાલન કર્યા વગર
કે કો-ઓપરે ટિવ ના સિદ્ધાંતો થી પરે હોય એ પ્રકારે સોસાયટી ના સભ્યો એ વિશ્વાસ થી
આપેલ મેન્ટેનન્સ ના નાણાં ભંડોળ નો બગાડ કરવા માં આવી રહ્યા છે . સોસાયટી ની હાલ
ની વ્યવસ્થાપક કમિટી દ્વારા ગેરકાયદે સર રીતે વકીલ ની સેવાઓ લેવા માટે ખર્ચ કરવા,
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરે શન ની પ ૂર્વ મંજૂરી લીધા કે પ્લાન બનાવ્યા વગર
ગેરકાયદે સર રીતે અન્ય બ્લોક ના પાર્કિંગ માં ગેરકાયદે સર રીતે બાથરૂમ / સંડાસ બનાવવા
જે પાછળ થી તોડી પડયું અને કોર્પોરે શન દ્વારા તોડી પાડવા નોટિસ આપવા માં આવેલ છે
તેના બાંધકામ માટે માટે ઈંટો, મજૂરો, સિમેન્ટ, લોખંડ, કપચી વગેરે નો ખર્ચ કરવા,
સોસાયટી ના ગેરકાયદે સર રીતે બાંધવા માં આવેલ ક્લબ હાઉસ જેને તોડી પાડવા ની
નોટિસ આપવા માં આવેલ છે એની મરામત કરવા માટે , તેના હંગામી વીજળી ના કનેક્શન
/ ભાડા માટે નાણાકીય બગાડ માટે , જરૂર ના હોવા છતાં સોસાયટી ના વીજળી ના તાર
બદલવા માટે, લિફ્ટ ના મેન્ટેનન્સ ના કોન્ટ્રેક્ટ આપવા માટે નીતી નિયમો નુ ં પાલન ના
કરવા માટે, સિક્યુરિટી / સફાઇ ના કોન્ટ્રાક્ટ આપવા માટે સોસાયટી ના ફંડ નો વ્યવ અને
દુરુપયોગ કરવામાં આવેલ છે . હાલ ની વ્યવસ્થાપક કમિટી દ્વારા કોઈ પણ નીતિ નિયમો નુ ં
પાલન કર્યા વગર સોસાયટી ના ખર્ચે પગારદાર માણસ ને નોકરી એ રાખવા નુ ં ગેરકાયદે સર
કૃત્ય કરે લ છે અને સોસાયટી ના નાણાં નો વ્યવ કરે લ છે . આજ રીતે અમારી સોસાયટી માં
ગાંધીનગર કોર્પોરે શન દ્વારા સોલીડ વેસ્ટ કલેક્શન ની સેવા આપવા માં આવે છે અને અમારા
ટેક્સ બિલ માં પણ એ અંગે ચાર્જ લેવા માં આવે છે છતાં પોતાના અંગત લાભ માટે સોલીડ
વેસ્ટ ના નિકાલ માટે માસિક ૨૫૦૦૦ કરતાં પણ વધારે રકાં ના ભાડે ટ્રેક્ટર ભાડે રાખી ને
સોસાયટી ને આર્થિક નુકશાન કરવામાં આવેલ છે .

(૩) ુ ી માં જે પણ મકાન માલિકો પાર્શ્વનાથ એટલાન્ટિસ


૨૦૧૨ થી વહીવટદાર નિમાય ત્યાં સધ
પાર્ક માં માલિકી હક ધરાવતા હોય એ તમામ ને શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો . ઓપ.
હાઉસિંગ સર્વિસ સો. લી. ના સભ્ય બનાવવા તથા તમામ ને શેર સર્ટિફિકેટ આપવા સાદર
રજૂઆત છે .

શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ની હાલ ની વ્યવસ્થાપક
કમિટી દ્વારા યેન-કેન પ્રકારે હેરાન કરી ને અને ખોટા ખોટા કારણો આપી જે પણ સભ્યો એ
મકાન બિલ્ડર પાસે થી ખરીદ્યા અથવા રીસેલ માં ખરીધ્યા એ તમામ ને સોસાયટી ના સભ્ય
ંૂ
બનાવવા માં આવી નથી રહ્યા અને વોટિંગ ના અધિકાર થી અને ચટણીમાં ભાગ લેવાના
અધિકારો થી વંચિત રાખવા માં આવી રહ્યા છે . આ બાબતે હસ્તકક્ષેપ કરી તત્કાલીક પગલાં
લેવામાં આવે.

(૪) શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ના ૨૦૨૦-૨૧ અને
૨૦૨૧-૨૨ ના નાણાકીય વર્ષોના હિસાબો ઓડિટેટ કરાવવા સાદર રજૂઆત છે .

શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ની હાલ ની વ્યવસ્થાપક
કમિટી દ્વારા ૨૦૨૧-૨૨ તથા ૨૦૨૨-૨૩ ના નાણાકીય વરસ માં આજ દિન સુધી એક પણ
પૈસા નો હિસાબ આપવા માં આવેલ નથી. સોસાયટી દ્વારા સભ્યો પાસે થી ઉઘરાવવા માં
આવતા પૈસા કયા વાપરે છે એ બાબતે કોઈ ખુલાસો કરવા માં આવેલ નથી.

(૫) શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ના ૨૦૨૨-૨૩ ના વર્ષ
માટે વાર્ષિક સાધારણ સભા બોલાવવા સાદર રજૂઆત છે .
૨૦૨૨-૨૩ ના નાણાકીય વર્ષ માં શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ
સો. લી. ની હાલ ની વ્યવસ્થાપક કમિટી દ્વારા નીટી નિયમો થી પરે જઇ ને કોઈ પણ
સાધારણ સભા બોલાવવા માં આવેલ નથી અને આ રીતે નિયમો નો ભંગ કરવા માં આવેલ
છે .

(૬) શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ની વ્યવસ્થાપક કમિટી /
વહીવટદાર દ્વારા ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે બજેટ અંગે ચર્ચા કરવા માં આવે એવી સાદર
રજૂઆત છે .

૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ ના વર્ષ માં શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ
સર્વિસ સો. લી. ની હાલ ની વ્યવસ્થાપક કમિટી દ્વારા કોઈ પણ પ્રકાર ની બજેટ અંગે ની
ચર્ચા કરવા માટે કોઈ મિટિંગ બોલાવેલ નથી કે સોસાયટી ના સભ્યો ને વિશ્વાસ માં લીધા
નથી અને તમામ ખર્ચ અમુક માણસો ભેગા મળી ને લઈ રહ્યા છે જે સહકારિતા ની ભાવના
ની વિરોધ માં છે .

(૭) શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી.દ્વારા ૨૦૨૧-૨૨ અને
૨૦૨૨-૨૩ ના નાણાકીય વર્ષ માં હાલ ની વ્યવસ્થાપક કમિટી દ્વારા કરવા માં આવેલ તમામ
ઠરાવો / મિટિંગો ની મિનિટ જાહેર કરવા માં આવે એવી સાદર રજૂઆત છે .

શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ની હાલ ની વ્યવસ્થાપક
કમિટી દ્વારા એમના દ્વારા કરવા માં આવતા ઠરાવો કોઈ ને પણ શેર નથી કરવા માં આવતા
અને ઠરાવ કોઈક અલગ વસ્ત ુ ના કરવા માવે છે અને સભ્યો ને ગુમરાહ કરી અન્ય માહિતી
આપવા માં આવે છે . જેમકે ૨૦૨૨-૨૩ ના વરસ માટે વાર્ષિક મેન્ટેનન્સ ૨ BHK ફ્લેટ માટે
૧૨૦૦૦ અને ૧ BHK ફ્લેટ માટે ૧૦૮૦૦ નક્કી કરવા માં આવેલ છે છતાં વધારે મેન્ટેનન્સ
ઉઘરાવવા માં આવે છે .

(૮) ુ ી હાલ ની વ્યવસ્થાપક કમિટી બરખાસ્ત કરી વહીવટદાર ની નિમણ ૂક ના થાય ત્યાં
જ્યાં સધ
ુ ી જે પણ સભ્ય ન ંુ કોઈ પણ મેન્ટેનન્સ બાકી હોય તો એમના સામે કોઈ પણ પ્રકાર ના
સધ
પગલાં લેવાં ના આવે.

શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ની હાલ ની વ્યવસ્થાપક
કમિટી દ્વારા જે પણ સભ્યો નુ ં મેન્ટેનન્સ બાકી હોય એમને અલગ અલગ પ્રકારે ધાક
ધમકીઓ આપવા માં આવે છે જેમકે તમારું પાણી નુ ં કનેક્શન કાપી નાખવા માં આવશે
વગેરે. સોસાયટી ના સભ્યો એ મેટેનસન્સ બાકી એટલા માટે બાકી રાખ્યું છે કેમકે સોસાયટી
દ્વારા એ મેન્ટેનસન્સ માંગવા માં આવી રહ્યું છે જે સેવાઓ એમને આપી જ નથી. ૨૦૧૮ થી
૨૦૨૨ ના સમય ગાળા દરમિયાન એવી ઘણી સેવાઓ હતી જેની જવાબદારી સર્વિસ
સોસાયટી ની હતી છતાં સભ્યો દ્વારા પોતાના પૈસે આ બધી સેવાઓ લેવી પાડી કારણ કે
સર્વિસ સોસાયટી આ બધી સેવાઓ આપવા માં નિષ્ફળ ગઈ જેમકે બ્લોક ના કોમન વીજળી
ના બિલ ભરવાની જવાબદારી સોસાયટીની હતી એ સભ્યો એ પોતાના પૈસે ભરવા પડ્યા,
લિફ્ટ પોતાના પૈસે રીપેર કરાવવી પડી તેમજ સફાઇ કામદાર પોતાના પૈસે રાખવા પડ્યા,
પાણી ના ટેન્કર મંગાવવા પડ્યા, વીજળી ના બિલ ના ભરવા ની લીધે મીટર કાઢી લીધા
કંપની એ અને સોસાયટી ના સભ્યો ને ૨-૩ વરસ લિફ્ટ / લાઇટ વગર રહેવ ું પડ્યુ.ં

(૯) શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ની હાલ ની વ્યવસ્થાપક
ુ ી જે નક્કી થયેલ છે તેના કરતાં
કમિટી બરખાસ્ત કરી વહીવટદારની નિમણ ૂક થાય ત્યાં સધ
કોઈ પણ પ્રકાર ન ંુ વધારા ન ંુ મેન્ટેનન્સ ન ંુ ઉઘરાણ ંુ ના કરવા માં આવે તેવી સાદર રજૂઆત
છે .

શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. નુ ં વાર્ષિક મેન્ટેનન્સ
સોસાયટીના ઠરાવ મુજબ ૨ BHK ફ્લેટ માટે માસિક ૧૦૦૦ અને ૧ BHK ફ્લેટ માટે વાર્ષિક
૯૦૦ નક્કી કરે લ છે છતાં સોસાયટી કમીટી દ્વારા ગેરકાયદે સર રીતે ૨ BHK ફ્લેટ ના માસિક
૧૩૦૦ અને ૧ BHK ના માસિક ૧૨૦૦ નુ ં ઉઘરાણુ ં કરવા માં આવી રહ્યું છે જે તાત્કાલિક બંદ
થવું જોઈએ.

(૧૦) શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ની હાલ ની વ્યવસ્થાપક
કમિટી બરખાસ્ત કરી હાલ ની કમિટી ના તથા અશોસીએશન ના કોઈ પણ સભ્ય ને આવતા
ુ ી સોસાયટી માં કોઈ પણ ચટ
પાંચ વરસ સધ ં ૂ ણી લડવા માટે / હોદ્દો ધરાવવા માટે પ્રતિબંધિત
કરવા માં આવે.

આ પ્રકાર ના ગેરકાયદે સર કામ કરવા વાળા સભ્યોને સોસાયટી ની કમિટી ઓ થી દૂ ર


રાખવા જરૂરી છે .

(૧૧) શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ની હાલ ની વ્યવસ્થાપક
કમિટી દ્વારા ગે રકાયદે સર રીતે લેટ ફી ના નામે ઉઘરવેલ નાણાં પરત કરાવવા અંગે
રજૂઆત.

શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ની હાલની વ્યવસ્થાપક
કમિટી દ્વારા નક્કી કરવા માં આવેલ માસિક / વાર્ષિક મેન્ટેનન્સ કરતાં વધારે મેન્ટેનન્સ ની
માંગણી કરવામાં આવી રહી છે અને એ ચ ૂકવવા માટે સોસાયટી ના સભ્યો ને ધાક-ધકમી
અને ડરાવી-ધમકાવી ને પૈસા પડાવવા માટે પ્રયત્ન કરવા માં આવી રહ્યો છે જે સદંતર બંદ
થવું જઈએ એવી અમારી રજૂઆત છે . એજ રીતે જેમની પાસે થી લેટ ફી ના નામે પૈસે
ઉઘરાવવા માં આવેલ છે એમને પરત અપાવવા રજૂઆત છે .
(૧૨) શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. દ્વારા ગે રકાયદે સર રીતે
ઉઘરાવવા માં આવેલ ટ્રાન્સફર ફી ના નાણાં પરત ચ ૂકવવા અંગે રજૂઆત.

શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. દ્વારા ઘણા સભ્યો પાસે થી
સોસાયટી ના સભ્યો પાસે થી ગેરકાયદે સર રીતે ટ્રાન્સફર ફી ઉઘરાવવામા આવી છે જ્યારે
નિયમો પ્રમાણે સર્વિસ સોસાયટી ને ટ્રાન્સફર ફી ઉઘરાવવા ની કોઈ સત્તા નથી. આ તમામ
પ્રકાર ના ગેરકાયદે સર ના ઉઘરવેલ નાણાં પરત કરવા જોઈએ એવી અમારી સાદર રજૂઆત
છે .

(૧૩) ં ૂ ણી ને રદબાતલ કરવા બાબતે રજૂઆત.


સોસાયટી ની હાલની વ્યવસ્થાપક કમિટી ની ચટ

સોસાયટીના પેટા નિયમો પ્રમાણે જેવુ કોઈ મકાન માલિક ઘર વેચી દે એટલે એ સોસાયટી
નો સભ્ય આપો આપ મટી જાય છે અને એ રીતે એ સભ્ય નો વોટિંગ કરવા નો અધિકાર પણ
ંૂ
જતો રહે છે છતાં ૨૦૨૧ માં થયેલ વ્યવસ્થાપક કમિટી ની ચટણીમાં ઘણા એવા સભ્યો એ
પણ વોટિંગ કરે લ છે જે કાયદે સર ના સોસાયટીના સભ્યો નથી.

(૧૪) સોસાયટી ના વહીવટ માં જે લોકો સોસાયટીના સભ્ય ના હોય તેમનો સમાવેશ ના કરવા
બાબતે રજૂઆત.

શ્રી પાર્શ્વનાથ એટલાન્ટિસ પાર્ક કો. ઓપ. હાઉસિંગ સર્વિસ સો. લી. ની હાલ ની વ્યવસ્થાપક
કમિટી ના હાલ ના ચેરમેન મનીષાબેન વિઠ્ઠલાની તેમજ વાઇસ ચેરમેન દીક્ષિતા જોશી બંને
ભણેલી ગણેલી મહિલાઓ છે છતાં તેઓ સોસાયટી ના રોજ બરોજ ના વહીવટ માં કોઈ રસ
લેતા નથી, ફોન ઉપર જવાંબ આપતા નથી, કોઈ પણ ઇ-મેલ કે પત્રવ્યવહાર નો જવાબ
આપતા નથી. દરે ક વખતે એમના પતિ ઓ જ સોસાયટી ના વહીવટ માં ગેરકાયદે સર
હસકક્ષેપ કરે છે અને સોસાયટી ની ઓફિસ માં બેઠા રે છે અને કોઈ પણ કોર્ટ માં કે રજિસ્ટ્રાર
શ્રી ની કચેરી માં ફરિયાદ કરતાં એમાં સામે નોટિસો કાઢેલી હોવા છતાં હાજર રહેતા નથી
અને એની જગ્યા એ બધા વતી માત્ર એનો પતિ ભદ્રેશ વિઠ્ઠલાની જ હાજર રહે છે જે સદંતર
બંધ થવું જવું જોઈએ એવી અમારી રજૂઆત છે .

(૧૫) સોસાયટીના સભ્યો ને ધાક-ધમકી ઓ આપવા / ગર્વર્ણતકુ કરવા અને રજીસ્ટ્રાર કચેરીના
હુકમન ંુ પાલન ન કરવા અંગે

પાર્શ્વનાથ એટલાન્ટિસ માં રહેતા જે પણ સભ્યો હાલ ની વ્યવસ્થાપક કમિટી ના સભ્યો ની


વિરુદ્ધ માં એમના કરત ૂતો વિરોધ માં અવાજ ઉઠાવે અથવા તો પ્રશ્નો કરે તો એમને ફોન
ઉપર, વ્યક્તિગત રીતે ધાક ધમકીઓ આપવા માં આવે છે . સોસાયટી ના ચેરમેન નો પતિ
પોતાને બની બેઠેલો ચેરમેન સમજે છે અને સરકારી એજન્સી ઓ જોડે પણ પોતે જ ચેરમેન
હોય એ રીતે વર્તન કરે છે અને આ પ્રકાર ની માનસીકતા સહકારિતા ના સિદ્ધાંતો ની વિરુદ્ધ
માં છે અને આ બાબત બંદ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે . આ ઉપરાંત આ કમિટી
ને રજીસ્ટ્રાર કચેરી દ્વારા જે પણ હુકમ કરવામાં આવેલ છે તેનો તે અમલ કરતાં નથી અને
હક
ુ મનો અનાદર કરી કાયદાનો ભંગ કરે છે .

આથી અમો નીચે સહી કરનાર:

ક્રમાંક મકાન માલિકન ંુ નામ મકાન નંબર સહી


ક્રમાંક મકાન માલિકન ંુ નામ મકાન નંબર સહી

You might also like