Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 3

પ ૂર્વ ભ ૂમિકા

❖ વર્તમાન સમયમાં નૈતિકતા-પ્રમાણિકતા - ધર્મ - જેવા મ ૂલ્યો નાશ થવાને


કારણે આજના યુવાનો માં અનેક પ્રકારની વિકૃતિઓ જોવા મળે છે . જો એ
યુવાનોને માતાના ગર્ભમાં જ સંસ્કાર મળ્યા હોત તો દૈ વી સંસ્કારોથી વિકાસ
કરી શક્યા હોત .

❖ પરં ત ુ માતાનુ ં ગર્ભ-વિજ્ઞાનનુ ં અજ્ઞાન , માતા-પિતાના મોજ-શોખ તથા તેની


રજોગુણી પ્રવ ૃત્તિનો પ્રભાવ માતાના ગર્ભમાં જ બાળકના માનસ પર પડ્યો
હોય છે . જો હિરણ્યકશિપુ જેવા અસુર પત્નીના ગર્ભમાં નારદજી જેવા સંતના
સત્સંગ અને આશ્રમના વાતાવરણ નો પ્રબળ પ્રભાવ પડતો હોય ને પ્રહલાદ
જેવા ભક્ત નો જન્મ થતો હોય તો તેન ુ ં સચોટ કારણ છે કે દરે ક માતા ના ગર્ભ
ઉપર માતાના આચાર-વિચાર-વર્તન અને આહાર નો પ્રભાવ પડે છે તે સત્ય
જ છે .

❖ પરં ત ુ હવે ભારતનો ઉદય થઈ રહ્યો છે . સ્વામી વિવેકાનંદ કહેતા કે ભ ૂતકાળ


મજબ ૂત પુરુષોનો હતો પરં ત ુ ભવિષ્યકાળ આધ્યાત્મિક સ્ત્રીઓનો છે . તેથી
ભ ૂતકાળની ભવ્યતાને પણ ઝાંખી પાડી દે શે આધ્યાત્મિક માતા અને મહાન
સંતાનને જન્મ આપીને ભાવિ ભારત મહાન બનાવશે .

❖ માતા એક દૈ વી શક્તિ છે . તેથી જ તો ભગવાને સ ૃષ્ટિનુ ં સર્જન કરવાનુ ં વિશેષ


કામ માતાઓને સોંપ્યું છે . વિશ્વની તમામ માતા ધારે તો વિશ્વને સ્વર્ગ બનાવી
શકે છે . પોતે ભલે સામાન્ય હોય પરં ત ુ ધારે તો અસામાન્ય નુ ં સર્જન કરી શકે
છે . કહેવત છે કે

શિયાળ બચ્ચા સો એ બિચારા


સિંહણ બચ્ચા એકે હજારા

❖ શાસ્ત્ર કહે છે સંતાન કેવ ું ? પથ્થર જેવા મજબ ૂત ,પરશુ જેવો દ્રઢ અને સોના
જેવો તેજસ્વી.

❖ અનેક તારા અંધકારને દૂર કરી શકતા નથી પરં ત ુ એક ચંદ્ર જગતને પ્રકાશિત
કરી શકે છે .

જનની જણ તો ભક્ત જણ , કાં દાતા કાં શ ૂર ;


નહીં તો રહેજે વાંઝણી , મત ગુમાવીશ ન ૂર !
પ્રાચીન અને અર્વાચીન

❖ ભારતમાં પ્રાચીન આયુર્વેદમાં ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવા માટે ઊંડું જ્ઞાન જોવા
મળે છે . તેન ુ ં આજે ¼ ભાગ પણ આજના યુગમાં શોધી શક્યું નથી . આધુનિક
વિજ્ઞાન એ શોધી શક્યું છે કે ગર્ભમાં રહેલા બાળક પર માતાના વિચારોની
અસર થાય છે . પરં ત ુ આયુર્વેદ તો તેનાથી આગળ કહે છે કે ગર્ભધાન સમયે
માતા-પિતાના સદગુણો ને દુર્ગુણો પણ બાળકોમાં આવે છે .

❖ જે સમયે ગર્ભ વિજ્ઞાન પ્રાચીન કાળમાં સોળે કળાએ ખીલ્યું હત ું પરિણામે


એક-એકથી ચડિયાતા શુરવીરો - પરાક્રમી - યોગીઓ - મહાન ભક્તો - મહાન
પુરુષો - સંતો ભારતમાં જન્મ્યા હતા . આ ગર્ભવિજ્ઞાન પદ્ધતિને ઉજાગર
કરનારા આધ્યાત્મિક જગતમાં મહાન વૈજ્ઞાનિકો આપણા ઋષિમુનિઓ હતા .
ં ૂ વા લાગ્યું હત ું .
જે આજે ધીમે ધીમે ગર્ભવિજ્ઞાન નુ ં જ્ઞાન ભસ

❖ પરં ત ુ અઢારમી સદી સુધી યુરોપમાં ગર્ભવિજ્ઞાન ને ખોટું માનતા હતા . પરં ત ુ
યુવાન માતાના અનુભવ સાંભળી એ દિશામાં વિચાર કરવા પ્રેરાયા . જે સમયે
વોલેસે સાબિતી આપી કે માતાના વિચારોની અસર ગર્ભસ્થ શિશુ પર થાય
છે . અને ગર્ભધાન સમયે માતા-પિતા ના વિચારોની અસર પણ થાય છે .
વિજ્ઞાનના પરીક્ષણ પછી યુરોપમાં ગર્ભવિજ્ઞાન સત્ય સ્વરૂપે આપ્યું હત ું .
પહેલા તો યુરોપિયન ના વૈજ્ઞાનિકો આ વાતને ઘરડી ડોશી ના ગપ્પા ગણીને
હસી કાઢતા હતા . તે સમયે વોલેસે તેના પર ગંભીર રીતે સંશોધન કર્યું અને
ઈ.સ.1893 માં નેચર સામાયિકમાં તેને એક વિસ્ત ૃત લેખ લખેલો
માતા-પિતાના વિચારોની બાળકના જીવન પર કેટલી
ઊંડી અસર થાય છે તેન ુ ં આશ્ચર્યકારક દ્રષ્ટાંત આપ્યું છે કે ,

❖ ઓસ્ટ્રેલિયામાં એક યુગલને ચાર સંતાનો હતા . ચારે ય સંતાન જુદા - જુદા


ક્ષેત્રમાં અસાધારણ હતા . આ અંગે તેની માતાને પુછાતા જાણવા મળ્યું કે
ચારે ય સંતાનના સગર્ભાવસ્થા સમયે તેના પતિને જુદા - જુદા વ્યવસાય હતા .
કારણ કે એક ધંધો ન ચાલે એટલે બીજો ધંધો કરે તેમ દરે ક સંતાન વખતે જુદા
- જુદા વ્યવસાય કરતા હતા . ચારે ય ગર્ભાવસ્થા સમયે પત્ની પતિને કામમાં
મદદ કરતી હતી અને તે કામ એટલા રસપ ૂર્વક અને તલ્લીનતા થી કરતી હતી
. તેથી જ નવાઈ પમાડે તે વાત એ હતી કે દર વખતે સગર્ભાવસ્થામાં જે
વ્યવસાય રહેતા તે જ વ્યવસાયમાં સંતાનો અસાધારણ નિપુણ બન્યા . તે
પછી જ વૈજ્ઞાનિકોએ પુષ્કળ સંશોધનો કર્યા છે .

❖ આ પરથી કહી શકાય કે બાળકનુ ં પ્રભાવી વ્યક્તિત્વ અને વ્યવસાય


પ્લાનિંગથી જ નક્કી કરી લેવ ું જોઈએ જેથી કરીને માતાના ગર્ભાવસ્થા સમયે
જ મન પ ૂર્વક - રસપ ૂર્વક અને તલ્લીનતા પ ૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો
બાળકનુ ં ઉત્તમ ચારિત્ર્ય બને અને વ્યવસાયમાં પણ ઉત્તમ બને .

❖ પશ્ચિમના એક વિચારક શારગેટ ગીમ એ કહ્યું છે કે માતા - પિતા ઊંચ કોટિના


જીવ આ રાષ્ટ્ર ને આપે એ જ સાચા માત ૃત્વ અને પિત ૃત્વની નિશાની છે . એ
ત્યારે જ થશે જયારે ગર્ભવિજ્ઞાન નો વિકાસ થશે અને તે જનમાનસમાં
પ્રચલિત થશે .

❖ સંતો કહે છે કે ! બાળકને ગર્ભમાં અને ગળથુથીમાં જ હિંદુત્વના પાઠ ભણાવવા


જોઈએ . નહિ તો બાળક સંસ્કારહીન , નિર્વીર્ય , નપુસકં પેદા થશે , નાસ્તિકતા
વધશે અને ધર્મ ઘટતો જશે .

You might also like