Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

2030 માં શાળાકીય શિક્ષણ

આ લેખ આજથી ૧૦ વર્ષ પછી ભારતમાં શાળાકીય શિક્ષણ કેવું હશે તેની ચર્ચા કરે છે . એવું લાગે છે કે

કેટલીક વર્તમાન અયોગ્ય અને બિનઅસરકારક પધ્ધતિઓ અને માળખા ૨૦૩૦માં પણ પ્રવર્તતા હશે.

૨૦૪૦માં તે સાવ નીકળી જશે. શિક્ષણમાં બદલાવ ધીમી ગતિએ આવતો હોય છે.

શું શિક્ષણના હેતુઓ બદલાશે?

હજારો વર્ષોથી શિક્ષણનો મુખ્ય હેતુ સારાં માનવનું સર્જન કરવાનો અને સારા નાગરિક બનાવવાનો રહ્યો છે

જે નહીં બદલાય.

અત્યારે જે રીતે શાળાઓ છે તે રીતે ભવિષ્યમાં પણ હશે?

હા. આવતા ૧૦ વર્ષ સુધી ઘણી શાળાઓ અસ્તિત્વમાં રહેશે. અને ૨૦૪૦માં અદૃશ્ય થશે. ભારતની મોટા

ભાગની પ્રવર્તમાન શાળાઓમાં ધોરણસ્થાપન અને ગોખણપટ્ટી જેમાં બધા જ વિદ્યાર્થીઓ એક જ વસ્તુ એક

જ સરખા સમય માટે એક જ સરખી રીતે શીખે છે તે વ્યવસ્થાપનની રીતે સગવડતાભર્યું છે. પણ આમ

જુઓ તો તદ્દન બિનઅસરકારક અને સારાં નાગરિક બનાવવામાં નિષ્ફળ છે.

અત્યારની શાળાઓની જગ્યાએ શું આવશે?

શાળાની જગ્યાએ અધ્યયન કેન્દ્રો આવશે. તે એવી સંસ્થાઓ હશે જે ખરા અર્થમાં વૈશ્વિક સ્તરનું શિક્ષણ આપતા

હશે. વિદ્યાર્થીઓને જેમાં રસ હોય તેનો અભ્યાસ કરવાનું પસંદ કરી શકશે. અધ્યયનના આ કેન્દ્રો ખૂબ જ

પરીવર્તનક્ષમ હશે અને બહોળો પ્રતિસાદ પૂરાં પાડશે.

એસએસસી બોર્ડ, સીબીએસઈ કે આઈસીએસઈ જેવા બોર્ડની પ્રવર્તમાન પરીક્ષા પદ્ધતિ હશે કે કે મ ?

હા. નવી શિક્ષણ પ્રણાલીમાં અત્યારની જેમ જ યાદશક્તિ આધારિત પરીક્ષા હશે. પણ તેમાં વૈકલ્પિક પરીક્ષા

પણ હશે જે કૌશલ્ય અને સિદ્ધિઓને ઉજાગર કરશે જે ભવિષ્યમાં વધારે ઉચિત રહેશે.

એલન, રેઝોનન્સ અને એના જેવાં અન્ય ટ્યુશન સંચાલકોનું શું?

તે પણ હશે જ. તે ખૂબ જ હોશિયારીપૂર્વકનો વ્યવસાય છે. ગ્રાહકોને જે જોઈતું હોય છે તે જ તેઓ આપે છે.

જેમ જરૂરિયાતો બદલાય તેમ તેઓ સૌથી પહેલાં આ બદલાવને પ્રતિસાદ આપે છે.
પાઠ્યપુસ્તકોનું શું?

તે શાળાના જ પાઠ્યપુસ્તકો હશે જે પ્રિન્ટ તથા ડિજિટલ બંને રીતે મળશે. ૨૦૪૦માં તે નહીં જોવા મળે .

શિક્ષકોનું શું?

શિક્ષકો હંમેશા રહેશે. હકીકતમાં તેઓનું મહત્વ વધી જશે પરંતુ જો તેઓ ખરેખર સારા હોય તો. સારા

શિક્ષકોને સારા ડૉક્ટર કે એંજિનિયર જેટલો પગાર મળશે. મધ્યમ કક્ષાના શિક્ષકોને કામ શોધવા મહેનત

કરવી પડશે.

પ્રિ-પ્રાઈમરી/પૂર્વ-પ્રાથમિક શાળામાં કયા બદલાવ આવશે?

નાના બાળકો માટેની શાળાનું મહત્વ વધશે. માતપિતાએ તેમના બાળકોને શિક્ષણ અપાવવામાં ઘણું વધારે

એકરૂપ થવું પડશે. પણ આ ક્ષેત્રમાં ૨૦૩૦ સુધીમાં ઓછો બદલાવ આવવાની શક્યતા છે.

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું શું?

કેટલીક શાળાઓ અલગ હશે. વિદ્યાર્થીઓનું ઉમર પ્રમાણે જૂથ નહીં હોય. અધ્યયન માટેની અલાયદી

જગ્યાઓ હશે, અત્યારની જેમ વર્ગખંડો નહીં હોય. વાર્ષિક પરીક્ષા અને ટેસ્ટની જગ્યાએ ટેક્નોલૉજી દ્વારા થતાં

સતત અને સપૂર્ણ મૂલ્યાંકન આવશે. પ્રોજેકટ આધારિત અભ્યાસ કેન્દ્રમાં રહેશે. વિદ્યાર્થીઓને શું શીખવું એ

બાબતે વિકલ્પો હશે. તેઓ પોતાના રસ અને આવડત પ્રમાણે પસંદ કરી શકશે, બહારના અભ્યાસક્રમના

આધારે નહીં.

સખેદ કેટલીક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ એમ જ રહેશે પરંતુ તે પણ ૨૦૪૦ સુધીમાં કાં તો બદલાઈ

જશે અથવા અદૃશ્ય થશે.

તકનીકનું શું?

અન્ય વ્યવસાયમાં બને છે તેમજ શિક્ષણમાં પણ તકનીક બદલાશે. હાલમાં શિક્ષકો દ્વારા થતાં ઘણા કાર્યો કૃત્રિમ

બુદ્ધિ (આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ) દ્વારા કરવામાં આવશે જેથી શિક્ષકો વધારે જટિલ (ગહન) વિચાર, સમજ

અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.


કિંમતનું શું?

દરેક બાળકને સારું શિક્ષણ નીચા દરે મળી રહેશે. નિશુલ્ક શિક્ષણના માધ્યમો જેવાં કે ખાન એકેડેમી વધશે.

વિશ્વના દરેક બાળકને આઈપેડ જેવાં સાધનો ઉપલબ્ધ હશે.

હા, પૈસાથી હજુ વધારે સારું શિક્ષણ મેળવી શકાશે પરંતુ તેની વચ્ચે સાવ ઓછો તફાવત હશે. ૨૦૩૦

સુધીમાં શિક્ષણમાં પ્રવર્તતી અસામાનતા દૂર થવાની શરૂઆત થશે જે ૨૦૪૦ સુધીમાં સંપૂર્ણ દૂર થશે.

You might also like