Atcfinal Dahokutch

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 3

કચ્છ જિલ્લા પંચાયત , પશુપાલન શાખા,

પશુપાલન શીબીર કમ પ્રદર્શન


નં વિગત ૧- કાર્યક્રમ દિઠ કાર્યક્રમ દિઠ જરૂરી કાર્યક્રમ દીઠઅંદાજિત કુલ કુલ ખર્ચ
પશુપાલક ની સગવડો ખર્ચ કાર્યક્રમ
સંખ્યા
૧. જિલ્લા કક્ષાનો ૪૦૦ વ્યક્તિ ‌-મંડપ ૧,૧૪,૫૦૦/- ૨ ૨,૨૯,૦૦૦/-
કાર્યક્રમ -બેકડ્રોપ બેનર ( અંકે રૂપિયા એક લાખ અંકે રૂપિયા બે
-ચા-નાસ્તો + ચૌદ હજાર પાચસો લાખ
જમણવાર પુરા) ઓગણત્રીસ
-સાઉન્ડ સિસ્ટમ હજાર પુરા
૨ તાલુકા કક્ષાનો ૩૦૦ વ્યક્તિ - સ્ટેજ + ખુરશી ૮૦,૦૦૦/- ૧૦ ૮,૦૦,૦૦૦/-
કાર્યક્રમ -વિડિયોગ્રાફી (અંકે રૂપિયા એસી અંકે રૂપિયા આઠ
-બુકે + પાણી બોટલ હજાર પુરા) લાખ પુરા
-તાલિમ કીટ ( પેન,
ફોલ્ડર, પેડ ,
પશુપાલન પુસ્તિકા)
૧૨ રૂ.૧૦,૨૯,૦૦૦/-
કુલ (અંકે રૂપિયા દસ
કાર્યક્રમ લાખ
ઓગણત્રીસ
હજાર પુરા)

નાયબ પશુપાલન નિયામક

જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ


કચ્છ જિલ્લા પંચાયત, પશુપાલન શાખા, જિલ્લા પંચાયત માટે મંડપ, કેટરીંગ અને ઈવેન્ટ મેનેજમેન્ટ માટે એજન્સી

નક્કી કરવા અંગેના ટેન્ડરની શરતો અને બોલીઓ

1. ટેન્ડર ફક્ત ઓનલાઈન સરકાર માન્ય GeM પોર્ટલ દ્વારા સ્વીકારવામાં આવશે.

2. પશુપાલન શિક્ષણ શિબિર માટે કાર્યક્રમ કરવાના થાય છે. જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર – કુલ -

૨ -૮૦૦ પશુપાલકો (૪૦૦ પશુપાલકો એક શિબિર માં) તથા તાલુકા કક્ષાની ૧૦ શિબિર – ૩૦૦૦

પશુપાલકોને (૩૦૦ પશુપાલકો એક શિબિરમાં)

3. એક પશુપાલન શિબિર પ્રોગ્રામ માટે નીચેની સુવિધાઓ પૂરી પાડવાની રહેશે. (કુલ ૧૨ કાર્યક્રમો)

i. ૧૫ થી ૨૦ ગાળાના મંડપ

ii. કાર્યક્રમનું બેકડ્રોપ બેનર

iii. લાભાર્થીઓ માટે સવારે ચા- નાસ્તો (પૌઆ ડીસ) અને જમવાનું (બે શાક, પુરી, દાળ, ભાત,

કચુંબર, મિષ્ટાન) પીવાના પાણીની વ્યવસ્થા સાથે.

iv. સાઉન્ડ સીસટમ (માઈક, સ્પીકર, એમ્પ્લીફાયર વ.)

v. મહાનુભવો માટે બેસવા માટેનું સ્ટેજ તેમજ બેઠક વ્યવસ્થા

vi. લાભાર્થીઓ માટે બેસવા માટેની પ્લાસ્ટિકની ખુરશીઓ

vii. એક કાર્યક્રમ દીઠ ૧૦-નંગ બુકે તેમજ સ્ટેજ માટે પાણી ની બોટલ નંગ ૨૦

viii. કાર્યક્રમની ફોટોગ્રાફી કરવાની રહેશે.

ix. તાલીમ કીટ (ફાઇલ/ફોલ્ડર,નોટપેડ,બોલપેન પશુપાલન પુસ્તીકા -૧૮ પેજ ૨૧સેમી*૨૮સેમી

સાઈઝની) એક તાલીમાર્થી દીઠ

4. ઉપરોક્ત સુવિધાઓને ધ્યાને લઈ આનુષંગિક કરવાની થતી તમામ વ્યવસ્થા જેવી કે હાથ ધોવા માટે

પાણીની સુવિધા, સાઉન્ડ સીસ્ટમ ગોઠવવા માટે ટેબલ, સ્ટેજ ટિપોઈ, અન્ય જરૂરી ફર્નિચર પ્રોગ્રામના સ્થળે

જરૂરિયાત મુજબના ગોઠવવાના રહેશે.

5. ઉપરોક્ત તમામ વ્યવસ્થા ઈજારદારે પોતાના સ્વખર્ચે કરવાની રહેશે.

6. પશુપાલન શિબિર અર્થે વપરાયેલ તમામ પ્રકારની માલ સામાનની જવાબદારી ઈજારદારની રહેશે.

7. ઈજારદારે કાર્યક્રમ અંતર્ગત ભરેલ ભાવો તમામ ટેક્સ તેમજ ટ્રાસપોર્ટ સહિતના રહેશે.

8. રૂ।.૩૦,૮૭૦/- નો રાષ્ટ્રીય અધિકૃત બેન્કનો ડિમાન્ડ ડ્રાફ્ટ - નાયબ પશુપાલન નિયામક – જિલ્લા પંચાયત

કચ્છ-ભુજ નામનો ઓરીજનલ ડિમાન્ડ ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ સાથે જમા કરવાનું રહેશે. કોઈપણ ઈજારદારને

ડિમાન્ડ ડ્રાફ્ટ અંગેની છુટછાટ આપવામાં આવશે નહી. ટેકનીકલ બીડ માટે GeM પોર્ટલ પર સબમીટ કરેલ

ડોક્યુમેનન્ટ અત્રેની કચેરીને બીડ પ્રસિદ્ધ થયાના દિન-૫માં અત્રે બાય રજીસ્ટ્ર પોસ્ટ/ એ.ડી. થી જ

મોકલવાના રહેશે. તેમજ બીડર ટેકનીકલ બીડ સફળ થનાર બીડરનું જ કોમર્શીયલ બીડ ખોલવામાં આવશે.

9. સરકારશ્રીના હિતમાં કોઈપણ તબક્કે ટેન્ડર મંજુર/ નામંજુર કે રદ્દ કરવાનો સંબંધિત નાયબ પશુપાલન

નિયામક, જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ નો રહેશે.


10. ગ્રાંટ ઉપલબ્ધ થયેથી જરૂરિયાત મુજબ તાલુકા શિબિરની સંખ્યામાં ઘટાડો થવા સબંધે નાયબ પશુપાલન

નિયામક, જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ નો નિર્ણય આખરી રહેશે.

11. પશુપાલન શિબિર તાલુકાના કોઇ એક ગામ ખાતે રાખવામાં આવશે જેમા સર્વિસ પ્રોવાઇડર એજન્સીએ

વ્યવસ્થા પૂરી પાડવાની રહેશે.

12. આમંત્રિત મહેમાનો માટે દીપ પ્રાગટ્ય, મીણબત્તી વ. આનુષંગિક વ્યવસ્થા, બાળાઓ દ્વારા સ્વાગત નૃત્ય,

કાર્યક્રમ દરમ્યાન એંકરિંગની વ્યવસ્થા કરાવવાની રહેશે.

13. સર્વિસ પ્રોવાઇડર એજન્સીએ પાનકાર્ડ, પાસબૂક અથવા કેંસલ ચેક રજુ કરવાનો રહેશે. ઉપરાંત, છેલ્લા ૩

વર્ષનું ઈન્કમ ટેક્સ રીટર્નની રીસીપ્ટ, GST રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ એજન્સીએ રજુ કરવાનું રહેશે.

14. સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર બીલમાથી કપવાના થતા ટેક્ષ (GST/TDS)વ. સરકારી કપાત

નિયમાનુસાર કરવામાં આવશે.

15. બીડમાં દર્શાવેલ કામગીરી માટેની સંપૂર્ણ કાર્યવાહી Gem પોર્ટલ પર કરવામાં આવશે અને Gem પોર્ટલની

તમામ બોલીઓ અને શરતો લાગુ પડશે.

16. બીડમા સામેલ તમામ ડોક્યુમેંટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. તેમજ જરૂરી દસ્તાવેજો બીડ

ભરવાની છેલ્લી તારીખ પૂર્ણ થયાના દિન પાચમાં અત્રે મળી જાય તે રીતે મોકલવાના રહેશે.

17. ઇલેક્ટ્રોનિક માધ્યમથી કચેરીએ કરેલ સંદેશા વ્યવહાર માન્ય રહેશે.

18. શિબિર પૂર્ણ થયા બાદ સરકારશ્રીમાં બીલ રજુ થયા બાદ મંજુર થયેથી ચુકવણું કરવામાં આવશે જેની નોધ
લેવી.
19. સંજોગોવશાત શિબિરની તારીખ/સ્થળ બદલાય તો તે મુજબ કામ કરી આપવાનું રહેશે.
20. દંડની જોગવાઇ : અસંતોષકરક કામગીરી/નિષ્કાળજી , સમય મર્યાદામાં તથા બીડ અનુસાર કામ ન
કરવામાં આવે તો દંડકરવામાં આવશે, જેની કપાત બીલની રકમમાથી અરવામાં આવશે.
21. આ ભાવ ૩૧/૩/૨૦૨૨ સુધી માન્ય રહેશે.

22. બીડ પ્રક્રીયા આંશિક કે પૂર્ણ રીતે રદ કરવાનો અબાધિત અધિકાર નાયબ પશુપાલન નિયામક, જિ.પં. ભુજ-

કચ્છ કચેરીનો રહેશે.

23. શબ્દો અર્થઘટન કચેરી દ્વારા કરવામાં આવશે તે માન્ય ગણાશે.

24. એજ્ન્સી સંતોષકરક સેવા પૂરી પડવામાં નિષ્ફળ જાય તો Blacklist કરી શકાશે.

25. શિબિર માટેનું કામ તાલુકા પશુચિકિત્સા અધિકારી દ્વારા આપવામાં આવે તે મુજબ કરવાનું રહેશે.

26. વિવાદના સંજોગોમાં નાયબ પશુપાલન નિયામક, જિ.પં. ભુજ-કચ્છ કચેરીનો નિર્ણય આખરી રહેશે.

27. મંજૂર થયેલ ભાવ પરસ્પર સહમતીથી વધુ ૧ વર્ષ માટે લંબાવી શકાશે.

નાયબ પશુપાલન નિયામક

જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ

You might also like