Adhik Mass Bhajan

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 6

વેરુડી કે રા ઢગલા કરીને, પૂજ ે છે પ્રેમ ધરીને રે, ગોર પૂજ ે છે ગોપી...

એક એક કાન ને એક એક ગોપી, વ્રજ ની ગોપી ગોર પૂજ ે રે, ગોર પૂજ ે છે ગોપી...
ચડે ચડે ચંદનને અબીલ ગુલાલ, પુષ્પો નો થાય વરસાદ રે, ગોર પૂજ ે છે ગોપી...
એક એક કાન ને એક એક ગોપી, રાસ રમે ભગવાન રે, ગોર પૂજ ે છે ગોપી...
સુતર ની સાડી પહેરવું, ચોખા ચડવું કં કુ વાળા રે, ગોર પૂજ ે છે ગોપી...
ભલે રે મળ્યા મેહતા નરસસંહ અન સ્વામી, ઉર આનંદ સુખ પામી રે, ગોર પૂજ ે છે ગોપી...

ગોરમાં ગોરમાં રે કાંઠા તે ઘઉં ની રોટલી. ગોરમાં ગોરમાં રે ઉપર માંલાવીઓ ગોળ છે .
ગોરમાં ગોરમાં રે સસરા દે જો સવાદીયા. ગોરમાં ગોરમાં રે સાસુ દે જો ભુખાળવા.
ગોરમાં ગોરમાં રે જેઠ દે જો જદુ રાઈ રે. ગોરમાં ગોરમાં રે દે રાણી જેઠાની ના જોડલા.
ગોરમાં ગોરમાં રે કં થ દે જો કહ્યાગરા. ગોરમાં ગોરમાં રે પુત્ર દે જો પારણીયે.
ગોરમાં ગોરમાં રે દીકરી દે જો લાડકડી. ગોરમાં ગોરમાં રે વહુ દે જો રૂમ ઝૂ મતી.
ગોરમાં ગોરમાં રે નણંદ દે જો લાડકડી. ગોરમાં ગોરમાં રે જમાઈ દે જો વેપરીયા.
ગોરમાં ગોરમાં રે દે ર ને જેઠ ના જોડલા. ગોરમાં ગોરમાં રે ભગરી તે ભેસ ના દુ ઝના.
ગોરમાં ગોરમાં રે ઉપર માખણ નો પીંડલો. ગોરમાં ગોરમાં રે તાજી તાવન ના ઘી છે .
ગોરમાં ગોરમાં રે ચાલને ચોળ્ય ચુરમા. ગોરમાં ગોરમાં રે કોળીયો જમાડું જમના હાથનો.
ગોરમાં ગોરમાં રે લીલો તે કમખો પેરવા. ગોરમાં ગોરમાં રે ઘમ્મરીયો ઘાઘરો પેરવા.
ગોરમાં ગોરમાં રે રાતી તે ચુંદ ડી ઓઢવા. ગોરમાં ગોરમાં રે રાતો તે ચૂડલો પેરવા.
ગોરમાં ગોરમાં રે પાતસળયા ગાડા બેસવા. ગોરમાં ગોરમાં રે ધમરા ને ધોરી જોસડયા.
ગોરમાં ગોરમાં રે ગાડી વાડી ને બંગલા. ગોરમાં ગોરમાં રે તમારે શરણે આવ્યા.
ગોરમાં ગોરમાં રે ભાવે ધરી ને ભજશું. ગોરમાં ગોરમાં રે ચરણ કમળ માં રાખજો.
ગોરમાં ગોરમાં રે એટલું તે પ્રેમ થી માનજો. ગોરમાં ગોરમાં રે થોડું માગયું ને જાજુ આપજો.
ગોરમાં ગોરમાં રે એટલું માંગું ને તમે આપજો.

સવસામો
ગાય રે ગાય તું મોરી માય, સનત સનત ડું ગરે ચરવા જાય.
ચરી ફરી ને પછી વળી. સામે મળ્યા વાઘ ને સસંહ.
વાઘ કે હુ ં ગાય ને ખાઉં, ગાય કે મને ખવાય નસહ.
ગાય ના ઘી નો દીવો થાય, ગાય નું દૂ ધ મહાદે વ ને ચડે,
ગાય ના છાણ નો ચોકો થાય. સોનાની શીંગડી, રૂપ ની ખરી,
ગાય ની પુછડી સહરલે જડી. યાદવા માધવ જાજુ દે જો રાંધવા.
રાંધણીયે વહુ વારુ દે જો, પીરસણીયે દીકરી, ખોબલે ખંડ ઘી ની ધાર.

નાહી ધોઈ ને નીસયાા, પાપ સવે વીસયાા.


નાયા ધોયા રેલાના, પાપ સવે ઠે લાના.
નાહી ધોઈ ને પૂજ્યા આભ, લખે શ્રીસસરા લખે શ્રીમાંડી.
નાહી ધોઈ ને પૂજી વાડી, સાસરે સાસુ મસહયર માંડી.
નાહી ધોઈ ને પૂજ્યા સુરજ, અમને દે જો પુત્ર સારા.
નાહી ધોઈ ને પૂજી સોપારી, અમને દે જો સવર વેપારી.
નાહી ધોઈ ને પુજ્યું ગાડું , અમને દે જો કુ ટુંબ જાજુ .
નાહી ધોઈ ને પૂજ્યા નખ, અમને દે જો સદાય સુખ.
નાહી ધોઈ ને પૂજી પીંડી, અમારી ઉઘાડજો શ્રી કૃ ષ્ણ ની સીડી.
નાહી ધોઈ ને પૂજ્ય ગોઠણ, અમને દે જો શ્રી કૃ ષ્ણ ના ઓઢન.
નાહી ધોઈ ને પૂજી કે ડ, અમને દે જો શ્રી કૃ ષ્ણ ની પેર .
નાહી ધોઈ ને પૂજી કોણી, અમને દે જો મહી ની મટુ કી.
નાહી ધોઈ ને પૂજ્ય હૃદય, વહુ ને દીકરા દે જો કહ્યાગરા.
નાહી ધોઈ ને પૂજ્ય ખભા, અમને દે જો રૂપાળા રં ભા.
નાહી ધોઈ ને પૂજી દાઢી. મરતી વેળાએ દે જો શાન.
નાહી ધોઈ ને પૂજી પાંપણ, અમને દે જો શ્રી કૃ ષ્ણ ની થાપણ.
નાહી ધોઈ ને પૂજ્યા વાળ, અમને દે જો રમતા બાળ.
નાહી ધોઈ ને પૂજી તાલકી, અમને દે જો શ્રી કૃ ષ્ણ ની પાલખ
કૃ ષ્ણજી એ ખેતર ખેડીયા રે...
ગંગા કાંઠે ખેતર રે નમો નારાયણ. વાવજો જામણે હાથ હરીહર વાસુદેવાય..
કૃ ષ્ણજી એ ખેતર ખેડીયા રે નમો..ખેડી છે કશી ની ભોમ હરીહર...
કૃ ષ્ણજી એ ખેતર વાસવયા રે નમો.. વાવ્યા છે જાવ ને તલ હરીહર...
કૃ ષ્ણજી એ સતીડા રાખીય રે નમો.. રાખ્યા છે અજુ ન ા હરીહર...
ભીમે ગોફણ ગોળી છોસડયા રે નમો.. ઉડતા પંખીડા ના ટોળા હરીહર...
ઉડતા પંખી એમ બોલીયા રે નમો.. કરજો એકાદશી વ્રત હરીહર...
ખેતરે ખેતરે બળસદયા રે નમો.. રાસ રણછોડ ને હાથ હરીહર...
ધમા ને પાપ બે તોળીયા રે નમો.. ત્રાજવા સત્રકમ ને હાથ હરીહર...
ધમા નો છાબડો ઉપાડ્યો રે નમો.. પાપ તો ગયો છે પાતાળ હરીહર...
ધમા ને વૈકુંઠ ઢું કડું રે નમો.. પાપી ને વૈકુંઠ દુ ર હરીહર...
ધમા ની શેરી સાંકડી રે નમો.. કું ચી છે કે શવ ને હાથ હરીહર...
હરી એ દ્વાર ઉઘડ્યા રે નમો.. આવ્યો છે સંતો નો સાથ હરીહર...
બેસો બાયું ને બેનડી રે નમો.. સુનો કળયુગ ની વાત હરીહર...
કલયુગ કડવો લીમડો રે નમો.. મીઠા છે સ્વગા ના દ્વાર હરીહર...
કલયુગ ખારો સમંદર રે નમો.. સત્સંગ છે મીઠી વીરડી હરીહર...
શું રે ખાધું ને શું વાપયુું રે નમો.. શેના દીધેલા છે દાન હરીહર...
અન્ન ખાધું ને ધન વાપયુું રે નમો.. ગાયું ના દીધા છે દાન હરીહર...
ગાય શીખે ને સુણે સાંભરે રે નમો.. તેનો વૈકુંઠ માં વાસ હરીહર...
આંબુડું જાંબુડુ
આંબુડું જાંબુડુ કે રી ને કોઠીમડું , રાય દામોદર નોતયાા, વાડી રાજા રામ ની.
રાજા પૂજ ે રાજ માં, વાણીયો પૂજ ે હાટ માં, હુ ં પૂજું માર કાજ માં .
જાતા નાહ્યા ગંગાજી, વળતા નાહ્યા જમુનાજી.
પાળે બેઠા પુરશોતમ, ડાળે બેઠા દામોદર, કાંઠે બેઠા ગોરમાં.
શંકર ના ઘરે પાવાતી, ઇન્દ્ર ના ઘરે ઈન્દ્રની, બ્રમ્હા ના ઘરે બ્રમ્હાણી.
સવષ્ણુ ના ઘરે લક્ષ્મીજી, રામ ના ઘરે સીતાજી, કૃ ષ્ણ ના ઘરે રાધાજી.
અક્વાન પીરસ્યા, પકવાન પીરસ્યા, જમો ને જાદવ રાય.
ઓધવ રાય, માધવ રાય, સત્રકમ રાય, રણછોડ રાય, પુરણ પુરષોત્તમ રાય.
સુખડા લ્યો શ્રી રામના.

કૃ ષ્ણ ને ગોપી કરે સવનંતી

કૃ ષ્ણ ને ગોપી કરે સવનંતી રે લોલ...


મારે ઘરે આવોને મહારાજ રે... તમ સાથે મારા મન મોહ્યા રે લોલ.
વહાલે આવી ને વાછરું છોડાવીય રે લોલ...
છોડી ચાલ્યા છે વનર મોજાર રે... તમ સાથે મારા મન મોહ્યા રે લોલ...
મારા વાછરું ને ડોકે છે ફૂમકા રે લોલો...
તમે સંભાળજો દીના નાથ રે... સાંજ પડે ને સંભાળજો રે લોલ...
તમે વનમાં કરો છો ચોરીયું રે લોલ...
આપ પીવો છો ગાયું ના દૂ ધ રે... આળ્યું ચડાવો છો અમને રે લોલ...
ગોપી ગાયું તુજરે ી લક્ષ્મી રે લોલ...
આપ પીવો છો ગાયું ના દૂ ધ રે... ગાયું ચારીને વેરી થયા રે લોલ...
ગોપી ગાયું ચયાા ની ગણ ગયો રે લોલ...
ગણ ગયો છે પાણી ને પર રે... વગડો વેઠી ને વેરી થયા રે લોલ...
કૃ ષ્ણ ગણ નો ઘડવું ઘૂઘરો રે લોલ... ઘૂઘરો વાગે ચગે ત્રણે લોક માં રે લોલ...

ગોરમા બોલો રે મારી માં બોલે રે.


અમને સાસરું ગોકુ ળીયામાં દે જો, મારીમા બોલે રે.
અમને કુ ળ જાદવ દે જો, મારીમા બોલે રે.
અમને સસરા વાસુદેવ દે જો, મારીમા બોલે રે.
અમને સાસુ દે વકીજી જેવા દે જો, મારીમા બોલે રે.
અમને જેઠ બલભર જેવા દે જો, મારીમા બોલે રે.
અમને જેઠાણી રેવતીજી જેવા દે જો, મારીમા બોલે રે.
અમને નણંદ સુભરા જેવી દે જો, મારીમા બોલે રે.
અમને કં થ કમળા પસત દે જો, મારીમા બોલે રે.
અમને પુત્ર પ્રધ્યુમન દે જો, મારીમા બોલે રે.
ગોરમા બોલ્યા રે મારીમા બોલ્યા રે,
અમને સાસરું ગોકુ ળીયા માં દીધું, મારીમા બોલ્યા રે.
અમને કુ ળ જાદવ દીધા, મારીમા બોલ્યા રે.
અમને સસરા વાસુદેવ દીધા, મારીમા બોલ્યા રે.
અમને સાસુ દે વકીજી દીધા, મારીમા બો બોલ્યા લો રે.
અમને જેઠ બલભર જેવા દીધા, મારીમા બોલ્યા રે.
અમને જેઠાણી રેવતીજી જેવા દીધા, મારીમા બોલ્યા રે.
અમને નણંદ સુભરા જેવા દીધા, મારીમા બોલ્યા રે.
અમને કં થ કમળા પસત દીધા, મારીમા બોલ્યા રે.
અમને પુત્ર પ્રધ્યુમન દીધા, મારીમા બોલ્યા રે.

પુરષોત્તમ ભગવાન ની આરતી


ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા.
જીણે જીણે ચોખાલીયે ને મોતીડે વધાવ્યા રે... ઉતારો આરતી...
મીર નું સવશ અમૃત કીધું, મીર એ તો પ્રેમે પીધુ,ં રણછોડ ને રીજાવ્યા રે... ઉતારો આરત...
શામળશા ના સવવાહ કીધા, કું વરબાઈ ના મામેરા કીધા, નરસૈય નવાજ્યા રે.... ઉતારો આરતી...
ચંરહાસ ના સંકટ કાપ્યા, ધ્રુવજી ને દશાન દીધા, અસવચળ ભસિ આપી રે... ઉતારો આરતી...
કુ બ્જજા ઉપર કરુણા કીધી, ચંદન લઇ ને સીધી કીધી, ચરણે રાખી લીધી રે... ઉતારો આરતી...
સુગ્રીવજીની સહાય કીધી, હનુમાનજી ને ભસિ દીધી, લક્ષ્મણ ની મૂછાા વાળી રે...ઉતારો આરતી...
સુદામા ના તાંદુલ ખાધા, શબરી ભાઈ ના બોર ખાધા, જમ્યા સવદુ ર ભાજી રે... ઉતારો આરતી...
દામજી ના દુખડા કાપી, બાદશાહ ને પરચો આપી, જાહેર થયા મોહનજી રે... ઉતારો આરતી...
માટી ખાતા મોહનજી ને, માતાજી એ જોયું જઈ ને, ચૌદ લોક બતાવ્યા રે... ઉતારો આરતી...
ભિો ને મધ મળ્યા, જન્દ્મો જનમ ના પાપો બળ્યા, રમતા રામ રીજાવ્યા રે... ઉતારો આરતી...

આરતી આનંદ મંગલ


આનંદ મંગલ કરું આરતી, હરી ગુરુ સંત ની સેવા.
પ્રેમ ધરી મારે મંસદરે પધારો, સુંદર સુખડા લેવા... આનંદ મંગલ...
મારે આંગણ તુલસી નો ક્યારો, શાળી ગ્રામ ની સેવા... આનંદ મંગલ...
અડસઠ તીરથ સંતો ને શરણે, ગંગા યમુના રેવા... આનંદ મંગલ...
સંત મળે તો મહા સુખ પામું, ગુરુજી મળે તો મીઠા મેવા... આનંદ મંગલ...
છપ્પનભોગ આગે ધરી લાવુ,ં આરોગો મીઠા મેવા... આનંદ મંગલ...
સત્રભુવન તારણ ભિ ઉદ્ધારન, આવ્યા દશાન દે વા... આનંદ મંગલ...
કહે પ્રીતમને હરી છે વ્હાલા, હસરના જન હરી જેવા... આનંદ મંગલ...

જય કાના કાળા
જય કાના કાળા, પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા (2) ગોપી ના પ્યારા... પ્રભુ જય કાના કાળા.
કામણગારા કાન કામણ કઈ કીધા, પ્રભુ કામણ...
માખણ ચોરી મોહન(2) સચત ચોરી લીધા... પ્રભુ જય કાના કાળા.
નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાયાા, પ્રભુ વૈકુંઠ...
કાસલયમદા ન કીધા (2) ગાયોને ચારી... પ્રભુ જય કાના કાળા.
ગુણ તનો તુજ પાર કે મે ની આવે, પ્રભુ કે મે...
નૈસત વેદ પુકારે (2) પુનીત ગુણ ગાવે... પ્રભુ જય કાના કાળા.

થાળ
આરોગો નંદલાલ! રે મારી પ્રેમ ની થાળી.
મેં તો રસોઈ મારે હાથે બનાવી, પ્રાણજીવન તમ કાજ રે... મારી...
ભાત રે ભાતના મેવા ધરાવું, સવધ સવધ ના પકવાન રે... મારી...
જળ રે જમુનાજી ની જારી ભરી લાવું, આચમન કરોને મોરાર રે... મારી...
લસવંગ સોપારી ને પાન ના સબડલાં, મુખવાસ કરોને મહારાજ રે... મારી...
માધવ દાસ ના સ્વામી શામસળયા, તમ પર જાઉં બલીહાર રે... મારી...
વૈકુંઠના પુરુષોત્તમ તમે જમવા વેલા આવજો...
જમવા વેલા આવજો ને કાઠાગોર ને લાવજો. વૈકુંઠના...
સોમવારે શક્કરપાર જમવા વેલા આવજો,
મંગળવારે મગપુરી જમવા વેલા આવજો,
બુધવારે બરફી પેંડા જમવા વેલા આવજો,
જમવા વેલા આવજો ને કાઠાગોર ને લાવજો. વૈકુંઠના...
ગુરુવારે ગુલાબજાંબુ જમવા વેલા આવજો,
શુક્રવારે સુતરફે ણી જમવા વેલા આવજો,
શાનીવારે છુટા ચુરમાજમવા વેલા આવજો,
રસવવારે રસ પૂરી જમવા વેલા આવજો,
જમવા વેલા આવજો ને કાઠાગોર ને લાવજો. વૈકુંઠના...

મારે ઘરે જમવા આવો માતાજી, જોઉં છુતમારી વાટડી.


કુ મ કુ મ પગલા પાડો માતાજી, સુણો મારા હૈયા ની હાટડી...
સોનાના થાળ છે ને રૂપા ના બાજોઠ છે . રૂપા...
ભાવ થી બનાવેલા બોજાન તૈયાર છે . ભોજન...
દાળભાત શાકને લસ્પસ્તી લપસી, સોમર આવે ઘણી ફાકડી... મારે ઘરે...
અળો ના ભજીયાને પૂરી દૂ ધપાક છે . પૂરી...
તાજા તાજા દહીં ના રાયતા બનાવ્યા, ઉપર કુ ણી કુ ણી કાકડી... મારે ઘરે...
સુરણ બટે ટાનું શાક સ્વાદ છે . શાક...
તેલમાં કક્ડાવેલું કારેલાનું શાક છે . કારેલા...
આદુ હળદરના મુક્યા અથાણાં, કીધી કોઠીમડા ની કાચરી... મારે ઘરે...
જમુનાના નીર છે ને જારીએ જીવન છે . જારીએ...
લસવંગ સોપારી લેજો પ્રભુજી. લેજો...
ભોળા માતાજી પછી પોઢો પલંગ માં, રહી જાવ ને આજ ની રાતડી. મારે ઘરે...

You might also like