.

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 8

૨૦ નવેમ્બર ૧૯૯૫ના રોજ નરે ન્દ્ર મોદીને ભાજપના રાષ્ટ્રીય સચિવ તરીકે નિયુક્ત

કરવામાં આવ્યા. હવે દિલ્હી તેમના કાર્યક્ષેત્રનુ ં કેન્દ્ર બની ગયું હત.ું લાલ કૃષ્ણ અડવાણી
દ્વારા ૧૯૯૬મા રાષ્ટ્રીય ટીમની રચના કરવામાં આવી. દિલ્હી બોલાવીને તેમને સેક્રેટરી
તરીકે પાર્ટીની પ્રવ ૃત્તિઓનુ ં સંચાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી. આમ, એક
રીતે જોઈએ તો મોદી રાજકીય યુગમાં પ્રવેશી ચ ૂક્યા હતા. ચાર રાજ્યો હરિયાણા,
હિમાચલ પ્રદે શ, જમ્મુ કાશ્મીર અને પંજાબ વિધાનસભાની ચટણી ંૂ યોજાવાની હતી.
ઉપરથી કેન્દ્ર શાસિત ચંદીગઢમા પણ સિવિક પોલના અણસાર હતા. આમાંના દરે ક
રાજ્યની પોતાની આગવી સમસ્યાઓ અને પડકારો હતા જેને દૂર કરવા માટે ચટણી ંૂ
પહેલાના ત્રણ-ચાર મહિના મોદી માટે અત્યંત મહત્ત્વના સાબિત થયા. આ સમય
દરમિયાન, તેમને ઘણા વરિષ્ઠ અને અનુભવી સાથીઓ સાથે સંપર્કમાં આવવાની સારી
તક મળી.

***

બે વર્ષ પેહલા એટલે ૧૯૯૪માં હરિયાણા યુનિટના સંગઠન મંત્રી તરીકે નીમાયેલા
મનોહરલાલ ખટ્ટરના ઘરની બહાર એક એમ્બેસડ ે ર કાર આવીને ઊભી રહી. ખટ્ટર માટે
આ ગાડી જાણીતી હતી એટલે આવેલ અતિથિને આવકારવા તે સામે જાય છે . ખટ્ટર
જ્યારે આરએસએસમા પ્રચારકનુ ં કામ સાંભળતા ત્યારે તો આ અતિથિ ઓછા અને મિત્ર
વધુ અવારનવાર એમના ઘરે આવતા પણ છે લ્લા અમુક વર્ષોને બાદ કરતાં ઘણા સમય
પછી ફરી આ કાર ખટ્ટરના આંગળે પધારી હતી.

એમ્બેસડે રમાંથી મોદીને નિહાળતાં જ ખટ્ટરનો ચેહરો મનોહર થઈ ગયો. હસ્તધ ૂન માટે
મોદીએ લંબાવેલા હાથને દૂર કરી મનોહર લાલ મિત્રને ગળે મળે છે . મોદી ઘરમાં
પ્રવેશતા પેહલા કારની ડેકી ખોલે છે અને એમાંથી ત્રણ બોક્સ બહાર કાઢતા કહે છે :

"મનોહરજ જી, આપકે લિયે કુછ લાયા હ.ુ ં "

બોક્સને જોતા ખટ્ટરને લાગત ું હત ું કે નાની સ્ક્રીનવાળું ટીવી છે . પણ એમની ઉત્સુકતાનો


અંત ત્યારે આવ્યો જ્યારે એમના સંઘસમયના સાથી નરે ન્દ્ર મોદી એ બોક્સમાં રહેલ
ટેકનિકલ યંત્રનો પરિચય આપ્યો,

"યે કમ્યુટર હૈ ઔર આપકે લિયે હૈ. રાજ્ય કે અગલે ચુનાવમેં મે ઔર યે દોનો આપકી
મદદ કરેં ગે."
બંને સંઘમિત્ર વચ્ચે વાતોનો દોર યથાવત રહ્યો. જો કે હવે બંને ભારતીય જનતા
પાર્ટીના ઉત્તરદાયિત્વ ધરાવતાં સ્થાન પર બિરાજમાન હતા. મનોહર લાગ ખટ્ટરની
સંઘની કામગીરીથી પ્રભાવિત અડવાણીજી એ હરિયાણા યુનિટના સંગઠન મંત્રી બનાવ્યા
હતા તો નરે ન્દ્ર મોદી ગુજરાતના રાજકારણને અલવિદા કહીને હવે પાંચ રાજ્યોના
પ્રભારી હતા. જેમાં હરિયાણા, હિમાચલ પ્રદે શ, જમ્મુ કાશ્મીર, પંજાબ અને ચંદીગઢનો
સમાવેશ થતો હતો.

એકબીજાના હાલચાલ પ ૂછ્યા બાદ નરે ન્દ્ર મોદી વર્ષના મધ્યમાં યોજાવા જઈ રહેલ
રાજ્યની વિધાનસભાની ચટણી ંૂ ંૂ
બાબતે ચર્ચા શરૂ કરે છે . ગત ચટણીમા ભાજપને મળે લ
બે સીટ માંથી હવે ભાજપને સત્તા પર લાવવું મુશ્કેલ હત ું એ ખટ્ટર જાણતા હતા. છતાં
પણ ભાજપને સત્તામાં ભાગીદાર કેમ બનાવવી એ કુશળ રાજનીતિજ્ઞ નરે ન્દ્ર મોદી
જાણતા હતા. કલાક સુધી ચાલેલી બેઠકના અંતે પંચકુલા સ્થિત સેક્ટર ૭ ઘર નંબર
૪૮૧પી તરફ જવા નરે ન્દ્ર મોદી નીકળ્યા.

મોદી ચાલ્યા ગયા પણ ખટ્ટર હજુ એમની વ્ય ૂહાત્મક યોજનાઓ અને ચટણી ંૂ સબંધી
રણનીતિને લઇને અસમંજસમાં હતા. નરે ન્દ્ર મોદી એ જણાવેલ યોજનાઓ અને
રણનિતીને પરિણામમાં પરિવર્તિત કરવું લગભગ અશક્ય હત.ું જો કે એ અશક્ય જ હત ું
જે નરે ન્દ્ર મોદીને નરેં દ્ર મોદી બનાવત ું હત,ું ભીડ થી કઈક અલગ અને પ્રતિદ્વ ંદીથી બે
પગલાં આગળ!

૧૯૯૬ની મધ્યમમા યોજાયેલ હરિયાણા વિધાનસભા નિર્વાચન આખરે પ ૂરા થયા અને
અહીં ફરી નરે ન્દ્ર મોદીની સંગઠનાત્મક કુશળતા કામ લાગી. મોદીએ બંસી લાલની
હરિયાણા વિકાસ પાર્ટી સાથે હરિયાણા ભાજપની યુતિ કરાવી. આ યુતિએ ૪૪ બેઠકો
સાથે સરકારની રચના કરી. બંસીલાલ મુખ્યમંત્રી બન્યા. ભાજપે ચટણી ંૂ લડેલી ૨૫
માંથી ૧૧ બેઠકો જીતી. ૧૯૯૧મા એટલે ગત વિધાનસભામા ૮૯ બેઠકો પર લડીને ૨
સીટ જીતનાર ભાજપ હવે ૧૧ બેઠકો સાથે સરકારમાં હતી. એક દાયકા પહેલા, ભાજપ
માટે બંસી લાલ સાથે ગઠબંધન કરવું અકલ્પનીય હત.ું પણ વિચારધારા સાથે સમાધાન
કર્યા વગર નરે ન્દ્ર મોદીએ અશકય ને શક્ય કરી બતાવ્યુ.ં રાષ્ટ્રીય રાજનીતિમાં મોદી
મેજિકનો આ પેહલો અધ્યાય હતો. જેના પર કોંગ્રેસ અને વિપક્ષે હજુ આત્મચિંતન
કરવાનુ ં બાકી હત ું !

***

કેહવાય છે કે રામના જીવનમાં જો વનવાસ ન આવ્યો હોત તો આર્યવ્રતમાં એમની


યશગાથા આટલી પ્રચલિત ન બની હોત. એ વનવાસ જ હતો જેને રામ જેવી પ્રતિભાનો
પરિચય કૌશાલા થી કિષ્કિંધા અને કિષ્કિંધા થી લંકા સુધી આપ્યો હતો. પંચાણું પછીનો
નરેં દ્ર મોદીનો ગુજરાતથી વનવાસ પણ કંઇક આવો જ અવસર લઇને આવ્યો હતો. જો કે
હતી તો એ આપદા પણ એને અવસરમા બદલવાની પ્રથા મોદીએ બરકરાર રાખી. નવી
જવાબદારીઓ સાથે મોદી દિલ્હી કચ ૂ કરી ગયા હતા પણ આગળનો રસ્તો પડકારો અને
પ્રતિદ્વ ંદીઓથી ભરે લો હતો. જે પાચ રાજ્યના પ્રભારી તરીકે મોદી નિમાયા હતા તે
રાજ્યો પાંડવોને મળે લ ખાંડવપ્રશ્થથી કમ ન હતા! કોંગ્રેસનો ગઢ મનાતા હરિયાણામા
મોદીએ કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત કરી દીધો હતો. આ એમનુ ં રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રથમ
પગલું હત.ું પણ આગળ પંજાબ અને જમ્મુ કાશ્મીર ભાગલાવાદી રાજનીતિનીની
પ ૃષ્ઠભ ૂમિ ધરાવતા રાજ્યો હતા જ્યાં ભાજપની અખંડભારતની વીચારધારા સ્થાપિત
કરવી એટલે વેહતી નદી પર આગ પ્રગટાવવા જેવું દુષ્કર કાર્ય હત.ું હિમાચલ પ્રદે શમાં
૧૯૯૩ની વિધાનસભાની સ્થિતિ ભાજપ માટે શકુની સામે ચોપાટ લઇને બેસલ ે યુદ્ધિસ્ઠીર
જેવી હતી.

શ્યામા પ્રસાદ મુખરજીના સંદિગ્ધ અવસાન બાદ જનસંઘ માટે કાશ્મીર હંમશ ે ા એક
સંવદ ે નશીલ વિષય રહ્યો છે . ત્યાં ભાજપને અસ્તિત્વનો એહસાસ કરાવવો મોદી માટે
લિટમસ ટેસ્ટ સમાન હત.ું ૧૯૮૭ની ચટણીઓ ંૂ તદ્દન વિવાદાસ્પદ સંજોગોમાં યોજાઈ
હતી અને કાશ્મીર ૧૯૯૦થી રાષ્ટ્રપતિ શાસન હેઠળ હત.ું ૧૯૯૬માં જ્યારે નિર્વાચન
થયા, ત્યારે જમ્મુ કાશ્મીરની પ્રજાએ ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સને ૮૭ માંથી
૫૭ બેઠકો સાથે જનાદે શ આપ્યો. પરં ત ુ આ ચુટણીમા
ં નેશનલ કોન્ફરન્સ કરતા ભાજપે
બધાને ચોંકાવી દીધા. ભાજપ બીજા નંબરની સૌથી મોટી પાર્ટીને બનીને ઉભરી આવી.
શ્રેષ્ઠ પ્રદર્શન હોવા છતાં ભાજપને મળે લ બેઠકોની કુલ સંખ્યા માત્ર ૮ જ હતી, છતાં
મોદી માટે એ જીત હતી કારણ કે પાર્ટીએ કોંગ્રેસ અથવા જનતા દળ જેવા અન્ય પક્ષો
કરતાં વધુ બેઠકો મેળવી હતી.

નરે ન્દ્ર મોદીના ચાર્જ હેઠળનુ ં બીજુ ં રાજ્ય, હિમાચલ પ્રદે શની રાજકીય પ ૃષ્ઠભ ૂમિ એકદમ
અલગ હતી. જ્યારે ભાજપે ૧૯૯૦ માં કુલ ૬૮ બેઠકોમાંથી ૪૭ બેઠકો સાથે સરકાર
બનાવી, ત્યારે ૧૯૯૨માં બાબરી ધ્વંસને પગલે સરકાર ત ુટી ગઈ. ૧૯૯૩માં રાજ્યમાં
ફરીથી મતદાન થયુ,ં ત્યારે ભાજપનો પરાજય થયો અને માત્ર ૮ બેઠકો જીતી.
૧૯૯૮માં, ભાજપ અને કોંગ્રેસ બંનએ ે ૩૧ બેઠકો જીતી અને ભ ૂતપ ૂર્વ ટેલિકોમ પ્રધાન
સુખરામની હિમાચલ વિકાસ કોંગ્રેસમા સત્તાનુ ં સંત ુલન બગડ્યુ,ં જેમાં ૫ ધારાસભ્યો
હતા. નરે ન્દ્ર મોદીએ સુખરામને જીતાડવામાં અને નવા ચહેરા પ્રેમ કુમાર ધ ૂમલ હેઠળ
સરકાર બનાવવામાં મુખ્ય ભ ૂમિકા ભજવી. અહી સુધી મોદી શત્રુનો શત્રુ મિત્રની નીતિ
સાથે કામ કરતા હતા.
પંજાબની સફળતાએ નરે ન્દ્ર મોદીની રાષ્ટ્રીય સચિવ તરીકેની યશકલગીમાં વધુ એક
મોરપીંછ ઉમેરી દીધુ.ં ૧૧૭ માંથી ૯૩ બેઠકો જીતી અકાલી-ભાજપ ગઠબંધને ૧૯૯૭ની
વિધાનસભામા સરકાર બનાવી. ભાજપે ૨૨ બેઠકો પર ચટણી ંૂ લડી હતી, જેમાંથી ૧૮
પર જીત નોંધાવી. પંજાબમાં જેટલી બેઠકો પર ભાજપ લડ્યું ત્યાં ૪૮.૨૨%નો
મતપ્રતિશત નોંધાવ્યો જે ભાજપના વધતા જનાધરનો પ્રત્યક્ષ સંકેત હતો.

આજ સમયગાળા દરમિયાન મોદીએ ચંદીગઢ નગરપાલિકાની ચટણીમાં ંૂ ભગવા


ે ની આગેવાની કરી અને ભાજપને ત્રણ ચત ુર્થાઉંસ બહમ
ઝુંબશ ુ તી સાથે વિજયી બનાવી.
૨૦ માંથી ૧૭ સીટો પર ભાજપનો વિજય થયો. આ જીત નોંધનીય હતી કારણ કે
ચંદીગઢ કોર્પોરે શનમાં, એલજી દ્વારા નામાંકિત કરાયેલા સભ્યોની નિમણ ૂક બિન-ભાજપ
સરકાર દ્વારા કરવામાં આવી હતી.

સંગઠન મંત્રીના પદભારે ગુજરાતમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનાવવાનુ ં કાર્ય
હોઈ કે રાષ્ટ્રીય સચિવ તરીકે પાચ રાજ્યોમાં પક્ષનો જનાધાર મજબુત કરવાનુ ં કાર્ય
હોઈ, પક્ષના વરિષ્ઠ નેતાઓને નરે ન્દ્ર મોદીની કાબેલિયતનો પરિચય મળી ગયો હતો.
નરે ન્દ્ર મોદી એમની અપેક્ષા કરતાં પણ વધુ સવાયા સાબિત થયા. નેસનલ સેક્રેટરીનો
પદભાર સંભાળતા જ પાચેય રાજ્યોમાં પક્ષનુ ં સંગઠન મજબ ૂત કરવાનુ ં કાર્ય પેહલા
દિવસથી શરૂ કરી દીધું હત.ું સમયાંતરે રાજ્યના સ્થાનિક નેતાઓ જોડે બેઠકોનો દોર શરૂ
કરી પક્ષના પાયાના કાર્યકર્તાઓમાં નવો જોશ ભરી દીધો હતો. આ તમામ ઘટનાઓના
સાક્ષી અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી સહિતના સિનિયર નેતાઓ
પણ એ વાતથી માહિતગાર હતા કે મોદીના સંગઠનાત્મક ફેરફારોથી ભાજપનો
લોકસભાની બેઠકો પર પણ જનાધાર વધતો જાય છે .

જાન્યુઆરી ૫, ૧૯૯૮ના દિવસે નરે ન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના
રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બનાવવામાં આવ્યા. આ એક મહત્વપ ૂર્ણ પદ હત ું જેમાં
સમગ્ર રાષ્ટ્રના સંગઠનાત્મક માળખાનુ ં સંકલન કરવાની જવાબદારી હતી. મોદી પહેલા
કુશાભાઉ ઠાકરે અને સુદર ં સિંહ ભંડારી જેવા દિગ્ગજ નેતાઓ આ પદ પર રહી ચ ૂક્યા
હતા. મોદીની ત્રણ વર્ષની જેહમત રં ગ લાવી જ્યારે અટલ બિહારી વાજપેયીના
નેત ૃત્વમાં બીજેપી એ પ્રથમ વખત કેન્દ્રમાં સરકાર બનાવી. જો કે આ સરકાર ૧૩ દિવસ
જ ચાલી પણ નરે ન્દ્ર મોદીએ બીજેપી માટે સંસદનો માર્ગ પ્રસસ્થ કરી આપ્યો હતો.

અટલ બિહારી વાજપેયીના નેત ૃત્વ હેઠળ, ભાજપે ૧૯૯૯ની લોકસભા ચટણીમાં ંૂ સૌથી
ંૂ
વધુ ૧૮૨ બેઠકો જીતી. આ ચટણીમાં મોદીની ભ ૂમિકા મહત્વપ ૂર્ણ હતી. નરે ન્દ્ર મોદીનુ ં
ંૂ
સંસદીય ચટણીઓમાં આયોજક તરીકેન ુ ં પ્રદર્શન ભાજપ માટે સંજીવની સમાન સાબિત
થયુ.ં ગુજરાત છોડીને દિલ્હી આવ્યા બાદ મોદી ત્રણ વખત લોકસભાની ચટણીઓના ંૂ
ંૂ
સાક્ષી બન્યા. ૧૯૯૮ની ચટણીમા, ભાજપે જમ્મુ-કાશ્મીરમાં એક અને હરિયાણામાં ચાર
બેઠકો જીતી હતી. જ્યારે ૧૯૯૯માં જમ્મુ કાશ્મીરમાંથી ૨, હિમાચલ પ્રદે શે ૩, પંજાબે ૧
અને હરિયાણાએ ૫ સાંસદો મોકલ્યા. આ એ રાજ્યો હતા જ્યાં મોદીએ રાષ્ટ્રીય સચિવ
રહીને ભાજપનો જનાધાર ત્યાં વધાર્યો હતો જેની ફળશ્રુતિએ ભાજપ કેન્દ્રમાં ગઠબંધન
સરકાર બનાવે છે . મોદી એક કુશળ સંગઠનકાર અને ચટણી ંૂ જીતના શિલ્પી તરીકે ઉભરી
આવ્યા. તેમણે ભાજપને રાષ્ટ્રીય સ્તર પર એક મજબ ૂત પાર્ટી બનાવવામાં મહત્વપ ૂર્ણ
ભ ૂમિકા ભજવી.

***

એકવીસમી સદીમાં ભારત વિધિવત રીતે પ્રવેશ કરી ચ ૂક્યું હત.ું ટાઈગર હિલ્સ પર
તિરં ગો લેહરાવિને મિયા મુશર્ર ફના અરમાનો પર ભારતીય સૈનિકોએ પાણી ફેરવી દીધું
હત.ું ત્રણ વર્ષ પેહલા એટલે ૧૯૯૮મા પોખરણમાં કરે લા ધડાકાથી ભારત હવે પરમાણુ
સંપન્ન રાષ્ટ્રોની શ્રેણીમાં બિરાજમાન હત,ું સાથે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા
પ્રતિબંધો પણ ઉપહારમાં મળ્યા હતા. આ તમામ અવરોધોની વચ્ચે એરિકાના રાષ્ટ્રપતિ
બિલ ક્લિન્ટન એમની પુત્રી ચેસ્લી ક્લિન્ટન સાથે ભારતની યાત્રા પર આવ્યા. ૨૨
વર્ષના અંતરાલ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ભારત આવ્યા હતા. સોવિયત સંઘ અને
અમેરિકા વચ્ચે ચાલેલ સિત્તયુદ્ધમા, અલગ અલગ ધ્રુવ પર હોવા છતાં બને દે શો વચ્ચે
એક પરિબળ હત ું જે બને દે શોને નજીક લાવત ું હત.ું એ હત ું બને રાષ્ટ્રોની લોકશાહી
પ્રણાલિકા.
ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબધ ં ોથી પાકીસ્તાનના પેટમાં તેલ રે ડાયું અને
રાષ્ટ્રપતિ ક્લિન્ટનની યાત્રા દરમિયાન, શ્રીનગર નજીક છતિસિંહપુરા ગામમાં ૩૭
નિહત્થા શિખોની હત્યા કરી દે વામાં આવી. આ ઘટનાના પડઘા વૈશ્વિક મીડિયામાં પડ્યા,
પોતાની આદતોથી વસ પાકિસ્તાનના સરં ક્ષણ મંત્રી અબ્દુલ સત્તારે આ હમ ુ લામાં
પાકિસ્તાનનો હાથ હોવાની વાતને નકારી.

નોર્થ બ્લોક સ્થિત ગૃહમંત્રાલય પર ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી અખબાર વાંચી રહ્યા
હતા. સવારનો સમય હતો અને સચિવ તથા અધિકારીઓ ગૃહમંત્રીને રિપોર્ટિંગ કરવા
તૈયારીઓમાં વ્યસ્ત હતા. એ સમયે ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના ડેસ્ક પર ટેલિફોન
રણકે છે . અંડર સેક્રેટરી મિશ્રા ફોન ઉપાડે છે અને થોડીવાર બાદ રીસીવર અડવાણીને
આપતા કહે છે "શ્રીનગર સે શેખ સાહબકા ફોન હૈ આપશે બાત કરના ચાહતે હૈ"

"બોલીએ ફારુખ સાહબ, કેસે આજ હમારી યાદ આગઈ"


"નમસ્તે અડવાણી જી, આપસે એક શિકાયત કરની થી ઇસિલિયે સુબહ સુબહ આપકો
ફોન કરના પડા"

"એસીભી ક્યાં ગલતી કરદી હમને કે આપકો શિકાયત કરની પડે?"

"શિકાયત આપશે નહિ હૈ, શિકાયત મુજે આપકી પાર્ટી કે નેશનલ સેક્રેટરી સે હૈ"

"નરે ન્દ્ર સે? પર વો તો આજકલ શ્રીનગર મે પાર્ટી કે કામ મે જૂટા હઆ


ુ હૈ"

"મોદી પાર્ટી કે અલાવાભી કઈ ઔર કામ દે ખ રહે હૈ યહાં. મુજે સુનને મે આયા હૈ કિ વો


અભી છતિસિંહપુરા ગયે હૈ જહાં સ્થિતિ સામાન્ય નહિ હૈ. આતંકવાદ સે પ્રભાવિત ક્ષેત્રોકા
દોરા કરના ઇસ સમય ઉચિત નહિ હૈ. મેરી ઉસસે બાત હઈ ુ ં હૈ પર મુજે લાગતા નહિ હૈ કે
વો ગંભીરતા સે ઇસ મસલે કો લેંગે"

"જી મે દે ખતા હુ ં આપબિલકુલ નિશ્ચિંત રહીએ"

ફારુખ અબ્દુલ્લાહને શાંત્વના આપતા ગૃહમંત્રી ફોન મ ૂકી દે છે . થોડીવાર બાદ મિશ્રાને
નરે ન્દ્ર મોદી સાથે વાત કરાવવા કહે છે . અનંતનગામા પાર્ટીના મુખ્યાલય પરથી નરે ન્દ્ર
મોદી ફોન પર હાજર થાય છે .

"નરે ન્દ્ર યે મે ક્યાં સુન રહા હ,ુ ત ુમ છતિસિંહપુરા કા દૌરા કાર રહે હો? યે જાનતે હએ
ુ ભી
કી વહા સ્થિતિ સામાન્ય નહિ હૈ"

"અડવાણી જી, યે મેરે કાર્યક્ષેત્ર મે હૈ ઔર આપ ચિંતા મત કીજીયે. માસ ૂમ શીખો કી હત્યા


ુ ઉન્કે દે હકા અગ્નિસંસ્કાર કરાકે ઔર ઉનકે પરિવારજનો કે સાથ કુછ પલ બિતાનેકે
હઈ
બાદ વાપસ આજાઉંગા. ઇસ સમય મેરા યહાં રૂકના જરૂરી હૈ"

"ઠીક હૈ લેકિન વાપસ સડક સે નહિ હવાઈ જહાજ સે આના"

***
નરે ન્દ્ર મોદીની પાચ વર્ષની જેહમદ બાદ ભારતીય રાજનીતિના હાસ્યામાં ધકેલાઈ
ગયેલ ભારતીય જનતા પાર્ટી હવે મુખ્ય સતાધારી પક્ષ બની ગયો હતો. રાષ્ટ્રીય
રાજનીતિમા મોદીના પ્રવેશથી ભાજપ એક મજબુત સંગઠન બનીને ઉભરી આવ્યુ.ં
રાષ્ટ્રીય રાજનીતિમાં ભાજપનુ ં વધત ું કદ ગુજરાતમાં ઊંધા પવને ચાલત ું હત.ું
ગુજરાતમાં ભાજપની હોડી હજુ એજ સ્થિતિએ હતી જ્યાંથી મોદી છોડીને આવ્યા હતા.
ુ ાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલાના મતભેદો
મોદીના ગુજરાત ગમન બાદ પણ કેશભ
યથાવત રહ્યા.

નરે ન્દ્ર મોદી ગાંધીજીના "અહિંસા પરમો ધર્મ"ના વિચાર સાથે કૃષ્ણના "ધરમ્હિંસા તદૈ વ
ચ"ના પણ ઉપાસક હતા. મોદીએ ૧૯૯૫મા ગુજરાત છોડી દીધું હત ું પણ એમની નજર
ત્યાં સતત બનેલી હતી. ગુજરાતમાં ઘટતી એક એક રાજકીય ઘટનાથી મોદી
માહિતગાર હતા. કુરુક્ષત્રે મા પાંડવોને વિજયી બનાવ્યા બાદ હવે સમય હતો કૃષ્ણનો
દ્વારિકા પરત ફરવાનો !

નરે ન્દ્ર મોદીને ગુજરાતના રાજકારણમાંથી બેદખલ કર્યા બાદ ભાજપનાં બંને જૂથોના
સમાધાન ઉમેદવાર તરીકે ૧૯૯૫મા સુરેશભાઈ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા. તેમની
સરકાર ૧૧ માસ ચાલી. ત્યારબાદ ફરીથી શંકરસિંહ વાઘેલા આગસ્ટ ૧૯૯૬માં
ભાજપાથી અલગ થયા. શ્રી વાઘેલાએ રાજપા પાર્ટી સ્થાપી અને કોંગ્રેસના બહારના
સમર્થનથી ૨૩ આક્ટોબર, ૧૯૯૬માં સત્તા હાંસલ કરી. પરં ત ુ કોંગ્રેસે બહારથી અપાત ું
સમર્થન પાછું ખેંચતા શ્રી વાઘેલાને મુખ્યમંત્રીપદ ૧ વર્ષમાં જ છોડવું પડ્યુ.ં ત્યારબાદ
કોંગ્રેસના દિલીપ પરીખ વાઘેલાનુ ં સ્થાન લે છે . પરં ત ુ એ વ્યવસ્થા પણ ટંક ૂ જીવી નિવડી.
પરિણામે માર્ચ ૧૯૯૮માં વિધાનસભાની ચટણી ંૂ યોજવી પડી. ચટણીના ંૂ અંતે ભાજપાએ
ફરીથી ૧૮૨ માંથી ૧૧૭ બેઠકો સાથે બેત ૃતીયાંશ બહમ ુ તી પ્રાપ્ત કરતાં કેશભુ ાઈ પટેલ
ુ ાઈએ આશરે સાડાત્રણ વર્ષ સ્થિર સુશાસન આપ્યુ.ં
બીજી વખત મુખ્યમંત્રી બન્યા. કેશભ

ભાજપને ગુજરાતની જનતાએ તન, મન ધનથી મત આપેલા. પરં ત ુ ગુજરાતના


રાજકાણમાં દિલ્હી બેઠેલા નરે ન્દ્ર મોદીએ પાસાઓ ફેંકવાની શરૂઆત કરી નાખેલી.
મોદીને ફસાવવા ધડાયેલ ચક્રવ્ય ૂહને તોડવાની શરૂઆત થઈ ચ ૂકી હતી. મોદી માફ
કરવાની રાજનીતિમાં માનતા ન હતા, હવે સમય હતો કમ્બેકનો. શંકરસિંહ વાઘેલાની
સતત ઉપેક્ષા થાય, એવા પ્રસંગો બનવા લાગ્યા અને એવી ઘટનાઓનુ ં નિર્માણ થવા
લાગ્યું કે જેમાં શંકરસિંહને અપમાનજનક સ્થિતિમાં મ ૂકાવું પડે અને એ પણ એટલી હદ
સુધી કે એક સમયના ગુજરાત ભાજપના આદરણીય નેતા શંકરસિંહ જેઓની રાજકીય
કારકિર્દીની શરૂઆત જનસંઘ, આરએસએસ અને ભાજપમાં રહીને ગુજરાતમાં સત્તાના
સ ૂત્રો પાર્ટીના કબજે કરવામાં મહત્વનુ ં યોગદાન આપ્યું હત.ું કોંગ્રેસ સામે જેઓ સતત
લડતા રહ્યા એવા નેતાને ભાજપમાંથી બહાર નિકળવા નરે ન્દ્ર મોદીએ મજબ ૂર કર્યા.

સમાધાનના અનેક પ્રયાસો થયા, પણ છે વટે નિષ્ફળ રહ્યાં. કેશભ ુ ાઇ પટેલ અને શંકરસિંહ
વાઘેલા વચ્ચેના સંબધ
ં ો તંગ કરવામાં નરે ન્દ્ર મોદી સફળ રહ્યા. મોદીનો એક પ્રતિસ્પર્ધી
બહાર ફેંકાઇ ગયો. પછી રહ્યા એક માત્ર કેશભુ ાઇ, જેમના કાર્યકાળ દરમિયાન ૨૦૦૧માં
વિનાશક ભ ૂકંપ આવ્યો. આ ‘ભ ૂકંપ’ના લીધે કેશભ ુ ાઇના રાજકીય જીવનમાં પણ
હળવા-ભારે આંચકાઓ આવતાં રહ્યા. ભાજપનુ ં રાજકરણ નાયક સ્વરૂપે નવા
મુખ્યમંત્રીની રાહ જોઇને બેઠેલ.ું આ તક કેશભ
ુ ાઇ સરકારની ભ ૂકંપ કામગિરી અંગે
મિડીયામાં સતત ટીકાઓ થતી રહી. દિલ્હીમાં બેઠેલા મોવડી મંડળને ગુજરાતમાં
નેતાગિરી બદલવા માટે સમય અનુસાર માગણીઓ થતી રહી.

સાબરમતી, સાબરકાંઠા અને વડોદરાની ચટણીમાં ંૂ ુ ાઇની


કોંગ્રેસના વિજયથી કેશભ
વિદાય નક્કી થઇ હતી. અંતે કેશભ ુ ાઇએ ‘મારો શું વાંક-ગુનો’ સાથે અત્યંત ભારે હૃદયે
રાજીનામું આપવું પડ્યુ.ં હવે દિલ્હીમાં બેઠેલા ભાજપના મવડીમંડણ માટે ધર્મસંકટનો
સમય હતો કે "ગુજરાતનો નાથ" કોણ? છ વર્ષમાં ગુજરાતના રાજકારણની અસ્થિરતા
ભાજપ માટે માથાનો દુખાવો હતો. ગુજરાતની પ્રજા પણ હવે સતાલોલ ૂપ નેતાઓથી
કંટાળી ગઈ હતી. ગુજરાતને રાહ હતી એક નાયકની જે સ્થિર શાશન આપે, ગાંધી અને
સરદારના ગુજરાતની અસ્મિતા ફરી પ્રસ્થાપિત કરે . જરૂર હતી એક નાયકની જે
વાવાઝોડા અને ભુકંપ જેવી કુદરતી અફતોમાંથી હજુ માંડ બહાર આવેલા ગુજરાતને
રાજકીય આફતોમાંથી પણ ઉગારે . કિષ્કિંધામા વાલીના વધ બાદ રામનો વનવાસ એક
મહત્વપ ૂર્ણ તબક્કામાં પોહચ્યો હતો, નરેં દ્ર મોદીનો રાજકીય રથ પણ કઈક એજ દિશામાં
આગળ વધી રહ્યો હતો.

You might also like