Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 5

મારો પ્રિય તહેવાર

આપણે વર્ષમાં અનેક તહેવારો ઊજવીએ છીએ. તહેવારો આપણા એકધારા જીવનને આનંદ
અને ઉલ્લાસથી ભરી દે છે. દિવાળી પ્રકાશનો તહેવાર છે . હોળી રંગરાગનો તહેવાર છે. પણ,
મને તો બધા તહેવારમાં ઉત્તરાયણ સૌથી વધુ ગમે છે.
ઉત્તરાયણનો તહેવાર 14 મી જાન્યુઆરીના દિવસે આવે છે. દિવાળી પછી ઉત્તરાયણની
તડામાર તૈયારીઓ શરૂ થઈ જાય છે. શહેરોમાં લૂગદી વડે દોરીને રંગવાની તેમજ પતંગો
બનાવવાની પ્રવૃત્તિ વેગ પકડે છે. લોકો પતંગ અને દોરીની મોટા પાયે ખરીદી કરે છે.
ઉત્તરાયણના આગલા દિવસે લોકો બજારમાં ભારે ભીડ જમાવી દે છે. લોકો મોડી રાત સુધી
પતંગ અને દોરીની ખરીદી કરતા રહે છે. આગલી રાતે જ લોકો પતંગોને કિન્ના બાંધીને તૈયાર
રાખે છે.
ઉત્તરાયણના દિવસે ભળભાંખરુ થતાં જ લોકો પતંગ ઉડાવવા માટે અગાસીમાં, છાપરા
પર કે ધાબે પહોંચી જાય છે. જાતજાતના પતંગોથી આકાશ રંગબેરંગી બની જાય છે. લોકો
પતંગોના પેચ જમાવે છે. જ્યારે પતંગ કપાય ત્યારે લોકો ‘કાટા’ ‘કાટા’ ‘લપેટ’ ‘લપેટ’ ની બૂમો
પાડે છે. પતંગરસિયાઓ પતંગ ચગાવવામાં પૂરેપૂરા મશગૂલ થઈ જાય છે. કે ટલાક લોકોને પતંગ
ચગાવવા કરતાં લૂંટવામાં વધારે રસ પડે છે. પતંગ લૂંટવા જતાં ધાબા પરથી નીચે પડી જવાના
અને વાહન સાથે અથડાઈ જવાના ઘણા બનાવો બને છે. તેમાં અનેક લોકોને ગંભીર ઈજા થાય
છે. કે ટલીક વખત જાનહાનિ પણ થાય છે. હું મારા મિત્રોની સાથે ધાબે પતંગ ચગાવું છું. ધાબા
પર ટે પરેકર્ડર ચાલુ કરીને અમે ગીતો સાંભળીએ છીએ અને ઢોલનગારાં વગાડીએ છીએ.
ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે. લોકો ગાયોને બાજરીની ઘૂઘરી તથા ઘાસ
ખવડાવે છે. ઘણા લોકો તલના લાડુની વચ્ચે સિક્કા ગોઠવી દે છે અને તેનું ગુપ્તદાન કરે છે.
ઉત્તરાયણના દિવસે શેરડી , બોર , તલસાંકળી અને ખજૂર ખાવાનો રિવાજ પ્રચલિત છે . રાતે
લોકો આકાશમાં ટુક્કલ(ફાનસ) ચગાવે છે.
ઉત્તરાયણના બીજા દિવસને ‘વાસી ઉત્તરાયણ’ કહે છે.
મને પતંગ ચગાવવાનો ખૂબ શોખ હોવાથી ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે.
મોર
મોર સૌથી સુંદર પક્ષી છે. મોર ભારત નું રાષ્ટ્રીય પક્ષી છે. મોર નો રંગ ઘેરો લીલો અને

ભૂરો હોય છે. મોર ની ડોક લાંબી અને ભૂરા રંગ ની હોય છે. મોર ને બે પગ અને બે આંખ

હોય છે.

મોર ને માથે કલગી હોય છે. મોર ને સુંદર અને રંગબેરંગી પીંછા હોય છે. મોર ને ઊંચે

ઉડવા માં મુશ્કે લી પડે છે કારણકે મોર નું શરીર ભરાવદાર હોય છે. તેથી મોર વધારે ઊંચે

ઊડી શકતો નથી. માદા મોર ને “ઢે લ” કહે છે.

મોર ટે હુક…ટે હુક…બોલે છે. ટહુકા કરતા મોર ને સાંભળવા ની ખૂબ જ મજા આવે છે.

મોર જંગલમાં, બગીચાઓમાં, ઝાડીઓમાં, ખેતરોમાં તેમજ મોટા બંગલાઓ ના બગીચા માં જોવા

મળે છે. મોર ને સમૂહ માં રહેવા નું ગમે છે. મોર દાણા, અનાજ, ફળ અને જીવજંતુ ખાય છે.

મોર નું સ્થાન હિન્દૂ ધર્મ માં પણ ખુબ મહત્વ નું ગણાય છે. બાળપણ થી જ ભગવાન

શ્રી કૃષ્ણ ના મુગટ માં મોર નું પીંછું હોય છે. ભગવાન શિવ ના પુત્ર કાર્તિકે ય નું વાહન મોર

ગણાય છે. સરસ્વતી માતા પણ મોર નું પીંછું ધારણ કરે છે. આમ, મોર ના પીંછા ને ખુબ જ

શુભ માનવા માં આવે છે.


મોરપંખ ને પૂજા માટે પણ ઉપયોગ માં લેવાય છે. મોર ના પીંછા માં થી પંખો બનાવવા માં

આવે છે. મોર ના પીંછા માં થી બનાવેલા પંખા ને મંદિરો માં ભગવાન ને પવન નાખવા માટે

ઉપયોગ માં લેવાય છે. મોર નું પીંછું બાળકો ને પણ ખુબ જ ગમે છે.

વર્ષાઋતુ માં મોર કળા કરી ને નાચે છે. મોર પોતાની પાંખો ફે લાવી ને નાચતો હોય છે. કળા

કરતો મોર ખુબ જ સુંદર લાગે છે. કળા કરતો મોર જોઈ ને બાળકો આનંદ માં આવી જાય છે.

આમ, મોર બાળકો નું પણ પ્રિય પક્ષી છે.

ગાય
ગાય એ એક પાલતુ પ્રાણી છે. ગાય રંગે રાતી,ધોળી,સફે દ,ભૂરું, અથવા બીજા ઘણા રંગમાં
હોય છે. ગાયના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે. વાછરડું ખૂબ જ રૂપાળું હોય છે.ગાય ને
બે કાન હોય છે. એક નાખ,બે આંખો, એક પુછડી,હોય છે. ગાય ને ચાર આચલ તથા ચાર પગ
પણ હોય છે.
ગાય શાંત અને પવિત્ર પ્રાણી છે જેનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં ઘણું મહત્વ છે.
ગ્રામીણ વિસ્તારોમાં, ગાયને મોટાભાગે પરિવારનો એક ભાગ માનવામાં આવે છે અને તેમની
સાથે પ્રેમ અને આદર સાથે વ્યવહાર કરવામાં આવે છે.
ગાયમાંથી મેળવેલું દૂધ મનુષ્યો માટે પોષણનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને તેનો ઉપયોગ
માખણ, ચીઝ અને દહીં જેવા વિવિધ ડેરી ઉત્પાદનો બનાવવા માટે થાય છે. ગાયો ખેડૂતોને
ખાતર પણ આપે છે, જે પાક માટે ઉત્તમ કુદરતી ખાતર છે, જે કૃષિ વિકાસને પ્રોત્સાહન આપે
છે.
હિંદુ ધર્મમાં, ગાયને પવિત્ર માનવામાં આવે છે અને માતૃત્વ અને ફળદ્રુપતાના પ્રતીક તરીકે
પૂજા કરવામાં આવે છે. ગાયના છાણનો ઉપયોગ રસોઈ માટે બળતણ તરીકે અને ઘણા ગ્રામીણ
ઘરોમાં કુદરતી જંતુનાશક તરીકે પણ થાય છે.
તાજેતરના સમયમાં, ગાયોનું રક્ષણ કરવા અને તેમના પ્રત્યેની ક્રૂરતાને રોકવાના મહત્વ પર
નોંધપાત્ર ધ્યાન આપવામાં આવ્યું છે. વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ ગાયોના સંરક્ષણ અને
કલ્યાણ તરફ કામ કરી રહી છે, તેમની સુખાકારીને પ્રોત્સાહન આપી રહી છે અને તેમની સાથે
દયાળુ વર્તન કરવામાં આવે તેની ખાતરી કરી રહી છે.
નિષ્કર્ષમાં, ગાય આપણા સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે આપણને દૂધ, પોષણ
અને અન્ય મૂલ્યવાન સંસાધનો પ્રદાન કરે છે. આ સૌમ્ય જીવોનો આદર કરવો અને તેમની
સંભાળ રાખવી અને તેમના કલ્યાણને પ્રોત્સાહન આપવું એ આપણી જવાબદારી છે.

ગાય
1. ગાય એક ખૂબ ઉ૫યોગી પાલતુ પ્રાણી છે.
2. તેને બે શીંગડા, બે કાન, ચાર ૫ગ અને એક લાંબુ પુંછડુ હોય છે.
3. ગાય કાળી, ધોળી, રાતી અને તપખીરિયા રંગની હોય છે
4. ગાય લીલો અને સુકો ચારો ખાય છે.
5. ગાય ખૂબ પોષ્ટીક દુઘ આપે છે.
6. ગાયનું દુઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે.
7. ગાય હિન્દુ ઘર્મનું ૫વિત્ર પ્રાણી છે. તેથી તો આ૫ણે સૌ તેને માતા કહીએ છીએ.
8. ગાયના છાણ અને મળમુત્ર માંથી ખાતર બને છે.
9. ગાયના દુઘ માંથી માખણ, દહી, ઘી અને ૫નીર બને છે.
10. ગાય ભારતભરમાં સૌથી પાળવામાં આવતુ પ્રાણી છે.
11. ગાયમાંથી મેળવેલું દૂધ મનુષ્યો માટે પોષણનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે
12. તેનો ઉપયોગ માખણ, ચીઝ અને દહીં જેવા વિવિધ ડેરી ઉત્પાદનો બનાવવા માટે થાય
છે.
13. ગાયો ખેડૂતોને ખાતર પણ આપે છે, જે પાક માટે ઉત્તમ કુદરતી ખાતર છે, જે કૃષિ
વિકાસને પ્રોત્સાહન આપે છે.
14. ગાયના છાણનો ઉપયોગ રસોઈ માટે બળતણ તરીકે અને ઘણા ગ્રામીણ ઘરોમાં કુદરતી
જંતુનાશક તરીકે પણ થાય છે.

You might also like