Download as doc, pdf, or txt
Download as doc, pdf, or txt
You are on page 1of 2

અનેક દેશોને સતાવતી બેરોજગારી (અર્થકારણના અંતરંગ)

વિશ્વનું અર્થતંત્ર એકં દરે મંદીની સમસ્યામાંથી બહાર આવી ગયું છે . છતાં આર્થિક વિકાસનો વેગ હજી ધીમો છે . આનું એક કારણ એ છે કે ,
અમેરિકા સહિત અનેક દે શોમાં એકં દર બેકારીનું પ્રમાણ હજી ઘણું ઊંચું છે.બેકારીની આ સમસ્યા કે ટલો સમય ચાલુ રહે શે તે કહી શકાય
નહીં. અનેક દે શો આથી મૂંઝવણની સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે.

બેકારીની અસરો : કે મ કે રોજગારી વધે નહીં તો વિવિધ વસ્તુઓની માગમાં આવશ્યક વધારો થાય નહીં અથવા તેમાં વધારો ધીમો રહે એટલે
ઉદ્યોગોને ઉત્પાદન શક્તિ વધારવાનો ઉત્સાહ થાય નહીં એટલે આર્થિક વિકાસનો વેગ ધીમો રહે . આમ વિશ્વના અર્થતંત્રનું કોકડું હજી અમુક
અંશે ગૂંચવાયેલું છે.

અમેરિકા, યુરોપ, જાપાન : અલબત્ત, વિવિધ દે શોમાં બેકારીનું પ્રમાણ એક સરખું નથી, છતાં અનેક દે શોમાં એકં દરે તે બહુ ઊંચું છે. દા.ત.
અમેરિકામાં બેકારીનું પ્રમાણ ૯.૧ ટકા આસપાસ છે જે વધુ પડતું ઊંચું મનાય છે . યુરો ઝોનમાં બેકારીનો દર ૧૦ ટકા આસપાસ પહોંચ્યો
હોવાનો અંદાજ છે. એક વેળા જાપાનમાં બેકારી જેવું કશું હતું નહીં ત્યાં પણ અનેક લોકો બેકારીનો અનુભવ કરી રહે લ છે . ચીનની ગણના
બહુ ઝડપી આર્થિક વિકાસ સાધનાર દે શ તરીકે થાય છે, છતાં ત્યાં પણ ગયે વર્ષે બેકારીનું પ્રમાણ ૯.૬ ટકા આસપાસ હોવાનો અંદાજ છે.

આપણે ત્યાં સ્થિતિ : ભારતની ગણના ચીન પછી સૌથી વધુ ઝડપથી આર્થિક વિકાસ સાધી રહે લ દે શ તરીકે થાય છે , પણ દે શમાં કુ લ
બેકારીનું જે પ્રમાણ પ્રવર્તે છે તેના વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ કરાવવાની તસ્દી આપણે ત્યાં લેવામાં આવતી નથી. કે ન્દ્ર સરકારના ભૂતપૂર્વ
આંકડાશાસ્ત્રી ડો. પ્રણવ સેને એવી ટકોર ગયે વર્ષે કરી હતી કે , આપણા દે શમાં પ્રવર્તતી બેકારીના કશા આંકડા ઉપલબ્ધ નથી, કે મ કે
સરકારી તંત્ર મુખ્યત્વે આર્થિક વિકાસ દરના આંકડાઓ અને ભાવિ અંદાજોને રજૂ કરીને સંતોષ માને છે.

રાષ્ટ્રીય કમિશન :અલબત્ત, આપણા નેશનલ કમિશન ફોર એન્ટરપ્રાઈસીસ ઇન ધ અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર દ્વારા દે શમાં પ્રવર્તતી બેકારી અંગે
ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. વધુમાં તેણે પોતાના અહે વાલમાં એવી નોંધ પણ કરી હતી કે , ૧૯૯૩-૯૪ અને ૨૦૦૪-૦૫ વચ્ચે દે શના
આર્થિક વિકાસ દરમાં અલબત્ત નોંધપાત્ર વધારો થયો હતો, પરંતુ દે શના મોટા ભાગના લોકો તેના લાભથી વંચિત રહી ગયા હતા. એટલે આ
સમય દરમિયાન દે શમાં રોજગારીના પ્રમાણમાં તેમ જ સામાન્ય લોકોની ઉપાર્જન શક્તિમાં નહિવત્ વધારો થયો હતો. વધુમાં કમિશને એવી
ટિપ્પણી પણ કરી હતી કે , બજારનાં પરિબળો આર્થિક વિકાસ વધારી શકે , પરંતુ રોજગારીનું પ્રમાણ વધારવા માટે સુવિચારિત યોજનાઓ અને
કાર્યક્રમો આવશ્યક ગણાય. આવા કાર્યક્રમોને અભાવે આપણે ત્યાં એક ક્ષેત્રમાંથી કોઈ પણ કારણસર હડસેલાતા અનેક કર્મચારીઓને અન્ય
ક્ષેત્રોમાં રોજગારી મેળવવાનું સહે લું હોતું નથી.

ગ્રામીણ રોજગારી યોજના : આજે પણ દે શમાં બેકારી કે ટલી છે તેના ચોક્કસ આંકડા મેળવવાની કે રજૂ કરવાની કે ન્દ્ર સરકારની તૈયારી
નથી. અલબત્ત, ગ્રામીણ રોજગારી બાંયધરી યોજના જેવી ક્રાંતિકારી યોજના દાખલ કરવામાં આવી છે, પરંતુ તેનો અમલ ગ્રામીણ વિસ્તારો
પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો છે અને ત્યાં પણ વાર્ષિક ૧૦૦ દિવસની રોજગારીને બદલે અનેક વિસ્તારોમાં બહુ ઓછા દિવસની રોજગારી
વાસ્તવમાં ઉપલબ્ધ થાય છે. આ યોજનાનો લાભ શહે રી વિસ્તારોના બેકારોને ઉપલબ્ધ નથી.

આર્થિક સમીક્ષાઓ : કે ન્દ્ર સરકાર દ્વારા, વડા પ્રધાનની આર્થિક સલાહકાર કાઉન્સિલ દ્વારા, તેમ જ રિઝર્વ બેંક દ્વારા દે શની આર્થિક
સમીક્ષા અવારનવાર રજૂ થાય છે, પરંતુ તેમાં પણ બેકારીની સમસ્યાનું વાસ્તવિક ચિત્ર રજૂ કરવાને બદલે તેને લગભગ સાદડી હે ઠળ સરકાવી
દે વાનું પસંદ કરવામાં આવે છે.

વિદેશી અન્વેષકોના અંદાજો : અલબત્ત, આમ છતાં કે ટલાક વિદે શી અન્વેષકો આ બાબતમાં અન્વેષણ કરતાં રહે છે . તેમના અન્વેષણ મુજબ
ભારતમાં બેકારીનું પ્રમાણ ગયે વર્ષે આશરે ૧૦ ટકા આસપાસ હતું. દે શમાં બેકારીની સમસ્યા અને તેને લઈને ઉદ્ભવતી ગરીબાઈની સમસ્યા
કે ટલી ગંભીર છે તેનો ખ્યાલ આ અંદાજો ઉપરથી આવી રહે છે. બીજી તરફ દે શની મોટા ભાગની ગરીબ જનતા અસહ્ય મોંઘવારીમાં પીસાઈ
રહે લ છે, કે મ કે તે સમસ્યાનો અસરકારક ઉકે લ લાવવામાં સરકારી તંત્ર બિનઅસરકારક પુરવાર થયું છે.

આનું એક કારણ એ હોઈ શકે કે , યુ.પી.એ. સરકારને નેતૃત્વ પૂરું પાડનાર કોંગ્રેસ પક્ષની આમજનતાનાં હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા અંગે
શંકાને સ્થાન હોય નહીં, પણ વિવિધ ક્ષેત્રોમાં આસનો સંભાળતા આપણા કે ટલા અર્થશાસ્ત્રીઓમાં આવી પ્રતિબદ્ધતા હશે તે કહી શકાય નહીં.
અલબત્ત, કોંગ્રેસ પક્ષ દ્વારા તેની રાષ્ટ્રીય સલાહકાર કાઉન્સિલની પુનર્રચના કરવામાં આવી છે, પરંતુ તે પણ આ દિશામાં કે ટલો અસરકારક
ફાળો આપી શકે તે કહી શકાય તેમ નથી. પ્રધાનમંડળની દર વર્ષે પુનર્રચના થતી હોય અને સરકારને નેતૃત્વ પૂરું પાડનાર મુખ્ય પક્ષની
નીતિને નહીં અનુસરનાર પ્રધાનોની ફે રબદલી કરવાનું શક્ય હોય તો જુદી વાત, પરંતુ અત્યારે તેવી કોઈ વાત છે નહીં એટલે કે ટલાક
પ્રધાનો અને અર્થશાસ્ત્રીઓ પોતાને ઠીક લાગે તે પ્રમાણે તંત્ર ચલાવતા રહે છે. બેકારી, ગરીબાઈ અને મોંઘવારી જેવી મૂળભૂત સમસ્યાઓના
ઉકે લ પ્રત્યે આ કારણે આવશ્યક ધ્યાન અપાતું નથી એટલે તે સમસ્યાઓ લંબાતી રહે છે.

અમેરિકાનો વિકાસ દર : વિશ્વનું અર્થતંત્ર એકં દરે મંદીમાંથી અલબત્ત બહાર આવી ગયું છે છતાં તેનો આર્થિક વિકાસદર વેગ પકડતો નથી.
આ અંગેના તાજેતરના ઓ.ઈ.સી.ડી.ના અંદાજો કહે છે કે , અમેરિકાના આર્થિક વિકાસનો ૨૦૧૦માં ૨.૯ ટકા આસપાસ હતો, જે ૨૦૧૧માં સહે જ
ઘટીને ૨.૬ ટકા આસપાસ આવી જાય તેમ છે.

હાઉસિંગ ક્ષેત્ર : આનો ખ્યાલ બીજી રીતે પણ આવી શકે છે. અર્થતંત્રમાં ચેતના હોય અને લોકોમાં ઉત્સાહ હોય તો તેઓ ઘરો ખરીદવાનું પસંદ
કરે છે.

હેરી પોટર
છેલ્લાં કે ટલાંયે વર્ષોથી આખા વિશ્વનાં બાળકોને હે રી પોટરના પાત્ર દ્વારા તિલસ્મી દુનિયાની ગજબનાક ફે ન્ટસીમાં લઈ જનાર એક યુગનો હવે
અંત આવી જશે. હે રી પોટર શ્રેણીની છેલ્લી ફિલ્મ ‘હે રી પોટર એન્ડ ધી ડેથ લી હોલોઝ પાર્ટ ટુ ’ વિશ્વભરમાં પ્રર્દિશત થઈ રહી છે . હે રી
પોટર ફિલ્મો એ જેમ્સ બોન્ડ તથા કે રેબિયન પાયરેટસ ફિલ્મોને પણ કમાણીમાં પાછળ પાડી દીધી છે . હે રીપોટર શ્રેણીની છેલ્લી ફિલ્મના
ઓપનિંગના દિવસે જ વિશ્વભરમાં છ બિલિયન ડોલરની ટિકિટો વેચાઈ ગઈ હતી. હે રી પોટરનું પાત્ર ભજવનાર ચાઈલ્ડ આર્ટિસ્ટ ડે નિયલ રેડ
ક્લિફ આખા વિશ્વનાં બાળકોનો પ્રિય હીરો છે. દુનિયાભરનાં બાળકો પ્રેસિડે ન્ટ ઓબામા કરતાં આ કલાકારને વધુ ઓળખે છે.
હે રીપોટર શ્રેણીની કથાઓ બાળકોને ગમે તેવી જાદુની દુનિયા પર આધારિત છે પરંતુ તેની અસલી જાદુગરણી તો તેની લેખિકા જે.કે .રોલિંગ છે.
જે.કે .રોલિંગનું આખું નામ જોઆન કે થલિન રોલિંગ છે. તેમનો જન્મ જુલાઈ ૧૯૬૫માં રોજ ઈંગ્લેન્ડની એક જનરલ હોસ્પિટલમાં થયો હતો. તેમનો
ઉછેર ઈંગ્લેન્ડમાં ચેપ્ટોવ-ગ્વેન્ટ ખાતે થયો હતો.

You might also like