Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 7

પાઠ -2 ખરી મા (Worksheet)

1. નીચેના દરે ક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :


પ્રશ્ન 1.નવી સ્ત્રી ઘરમાં જોયા પછી કુસમ ુ ાયુધે તેને પ્રથમ શો પ્રશ્ન પ ૂછ્યો?
ઉત્તરઃનવી સ્ત્રી ઘરમાં જોયા પછી કુસમ ુ ાયુધે તેને પ્રથમ પ્રશ્ન પ ૂક્યો: ‘તમે અહીં રહેશો કે જતાં
રહેશો?”

પ્રશ્ન 2.નવી સ્ત્રીને કુસમ ુ ાયુધ કયું સંબોધન કરે છે ?


ઉત્તરઃનવી સ્ત્રીને કુસમ ુ ાયુધ બહેન’ સંબોધન કરે છે .

ૂ ી’ શબ્દ કોના કોના માટે વપરાયો છે ?


પ્રશ્ન 3.આ પાઠમાં ‘ભાડત
ઉત્તર:“ખરી મા’ પાઠમાં ‘ભાડત ૂ ી’ શબ્દ ઘરના નોકર અને ડૉક્ટર માટે વપરાયો છે .

પ્રશ્ન 4.બીમાર કુસમ ુ ાયુધનુ ં કયું વાક્ય નવી માનુ ં હૃદય ચીરી નાખે છે ?
ઉત્તર:“હા, પણ હુ ં તો મારી ખરી માને બોલાવું છું.” બીમાર કુસમ ુ ાયુધનુ ં આ વાક્ય નવી માનુ ં
હૃદય ચીરી નાખે છે .

પ્રશ્ન -5 .કુસમ
ુ ાયુધની માતા તેને કેટલા વર્ષનો મ ૂકી સ્વર્ગવાસી થઈ હતી?

ઉત્તરઃકુસમ
ુ ાયુધની માતા તેને ચાર વર્ષનો મ ૂકી સ્વર્ગવાસી થઈ હતી.

પ્રશ્ન 6 .માતાના અવસાન પછી કુસમુ ાયુધના હૃદયમાં કયો પ્રશ્ન સતત રમ્યા કરતો હતો?
ઉત્તરઃમાતાના અવસાન પછી કુસમ ુ ાયુધના હૃદયમાં “મા ક્યાં ગઈ?” એ પ્રશ્ન સતત રમ્યા કરતો
હતો.

પ્રશ્ન 7 .એક વર્ષ સુધી ફરિયાદ કરી કરી થાકેલા કુસમુ ાયુધે ક્યો પ્રશ્ન બદલ્યો?
ઉત્તરઃએક વર્ષ સુધી ફરિયાદ કરી કરી થાકેલા કુસમ ુ ાયુધે પ્રશ્ન બદલ્યો: ‘પણ પાછી તો આવશે જ
ને?”

પ્રશ્ન 8 .નવી સ્ત્રીએ કુસમુ ાયુધને સામો શો પ્રશ્ન કર્યો?


ઉત્તરઃનવી સ્ત્રીએ કુસમ ુ ાયુધને સામો પ્રશ્ન કર્યો: ‘તમને શું ગમશે? હુ ં રહુ ં તે કે જાઉં તે?”

પ્રશ્ન 9.“હુ ં તમારી મા થાઉં.’ જવાબ સાંભળ્યા પછી કુસમુ ાયુધને શી ઈચ્છા થઈ આવી?
ઉત્તરઃહુ તમારી મા થાઉં.’ જવાબ સાંભળ્યા પછી કુસમ ુ ાયુધને એમ જ થયું કે માની કોટે બાઝી
પડુ.ં
પ્રશ્ન 10 .“મા” કે “બા” શબ્દ સાંભળવાની નવી સ્ત્રીની તૈયારી કેમ નહોતી?
ઉત્તરઃ“મા” કે “બા” શબ્દ સાંભળવાની નવી સ્ત્રીની તૈયારી નહોતી, કારણ કે પત્ની તરીકેના
કંઈકંઈ કોડ તેને પ ૂરવાના હતા; ‘મા’ કે ‘બા’ શબ્દ તેને બહુ ઘરડો પડે એમ તેને લાગ્યુ.ં

પ્રશ્ન 11.કુસમુ ાયુધના પિતાને શી ખાતરી થઈ?


ઉત્તર :કુસમ ુ ાયુધના પિતાને ખાતરી થઈ કે મા (નવી) પોતાની ફરજ બરાબર બજાવે છે .

પ્રશ્ન 12 .“મરી જવાય તો શું ખોટું? પ્રશ્ન બાળકના હૃદયમાં કેમ થયો?
ઉત્તરઃ‘મરી જવાય તો શું ખોટું?” પ્રશ્ન બાળકના હૃદયમાં થયો, કારણ કે હુ ં પણ મરી જાઉં તો માને
મળાય એવો તર્ક તેને પ્રમાણરૂપ લાગ્યો.

પ્રશ્ન 13 .કુસમ
ુ ાયુધને છાતીસરસો લીધા પછી તેના મસ્તક ઉપર બરફ મ ૂકવાની જરૂર કેમ
નહોતી?
ઉત્તરઃકુસમ ુ ાયુધને છાતીસરસો લીધા પછી તેના મસ્તક ઉપર બરફ મ ૂકવાની જરૂર નહોતી,
કારણ કે આજે તે માની અમ ૃતભરી સોડ પામ્યો હતો.

પ્રશ્ન 14.“ખરી મા’ પાઠ શેની પ્રતીતિ કરાવે છે ?


ઉત્તરઃસાચો નિર્મળ પ્રેમ અસરકારક નીવડે છે તેની ખરી માટે પાઠ પ્રતીતિ કરાવે છે .

2. નીચેના દરે ક પ્રશ્નનો બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :


પ્રશ્ન 1.માની ગેરહાજરી વિશે કુસમ ુ ાયુધને નાનપણમાં કેવા કેવા જવાબો મળતા ?
ઉત્તરઃ“મા ક્યાં ગઈ?’ એ પ્રશ્ન કુસમુ ાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હતો. કોઈ કહેત:ું ‘એ તો
પ્રભુના ધામમાં ગઈ.’ કોઈ કહેત:ું ‘મામાને ઘેર ગઈ.’ કોઈ કહે : “એ તો જાત્રા કરવા ગઈ છે .” નોકર
કહેતો : ‘એ તો મરી ગઈ.’

પ્રશ્ન 2.કુસમ ુ ાયુધ માની શોધખોળ કેવી રીતે કર્યા કરતો હતો ?
ઉત્તરઃકુસમ ુ ાયુધ માના વિશે પ્રશ્ન પ ૂછતો. માનુ ં મુખ કોઈ પણ દે ખાવડી યુવતીમાં જોવા તે
મથતો. માના સરખું લ ૂગડું પહેર્યું હોય એવી સ્ત્રીને તે ધારીધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા
આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. આમ, તે માની શોધખોળ કર્યા કરતો.

પ્રશ્ન 3.નવી મા કુસમ ુ ાયુધને કેવી કેવી ભલામણો કરતી?


ઉત્તરઃનવી મા કુસમ ુ ાયુધને તે સુખી અને સારો થાય તે માટે બે કરતાં વધારે રોટલી ન ખવાય.”
“બહુ દોડવું નહિ.” “ચીસ પાડીને બોલાય જ નહીં.” જેવી ભલામણો કરતી.

પ્રશ્ન 4.નવી સ્ત્રીએ પોતે જ ખરી મા’ બનવા શું કર્યું?


ઉત્તરઃનવી સ્ત્રી પોતે જ “ખરી મા’ બનવા જૂઠું બોલી, “મેં ક્યારે તને ‘તમે’ કહીને બોલાવ્યો?” તેણે
બાળકના મુખ ઉપર પહેલ ું ચુબન ં લીધુ.ં બાળકને તેણે છાતીસરસો લીધો અને તેની સાથે સ ૂઈ
ગઈ.
3. નીચેના પ્રશ્નનોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.“બાળકની બુદ્ધિ મોટાંને તાવે છે ’ – આ વાક્ય પાઠને આધારે સમજાવો.
ઉત્તરઃકુસમ ુ ાયુધ તેનાં માતા-પિતાનો લાડકવાયો દીકરો હતો, પરં ત ુ માતા તેને ચાર વર્ષનો
મ ૂકીને સ્વર્ગવાસી થઈ. ‘મા ક્યાં ગઈ?” એ પ્રશ્ન કુસમ ુ ાયુધના મનમાં સતત રમ્યા કરતો. તે પ્રશ્ન
પ ૂછતો અને એના તેને અનેક ઉત્તર મળતા. ફરિયાદ કરી કરી થાકેલા કુસમ ુ ાયુધે પ્રશ્નો બદલ્યા:
‘પણ પાછી તો આવશે જ ને?’ પણ મને લીધા વગર એ કેમ ગઈ ?’ વગેરે.એકાએક તેણે સુદર ં
મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. પરં ત ુ આ સ્ત્રીએ તેને પાસે
બોલાવ્યો. તેણે બે-ત્રણ પેટીઓ પોતાના સુવાના ઓરડામાં ગોઠવાવી, તે ઉપરથી એને લાગ્યું કે
આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહિ જાય. કુસમ ુ ાયુધે આ સ્ત્રીને અનેક પ્રશ્નો પ ૂછ્યા.પેલી સ્ત્રીએ જ્યારે
કહ્યું કે હુ ં તમારી મા થાઉં.” ત્યારે કુસમ ુ ાયુધના મનમાં અનેક વિચારો આવી ગયા. તેને એમ જ
થયું કે માની કોટે બાઝી પડુ,ં પરં ત ુ તે એવી ચેષ્ટા કરી શક્યો નહીં. પેલી સ્ત્રીએ કહ્યું કે હુ ં તમારી
ખરી મા થાઉં હોં!’ત્યારે કુસમ ુ ાયુધે પ્રશ્ન કર્યો કે ‘ત્યારે તમે મને ‘ત’ું કહીને કેમ બોલાવતાં નથી?”
“અને હુ ં તમને શું કહ?ુ ં ” “બહેન કહેજો.’ ઉત્તર સાંભળીને કુસમ ુ ાયુધ હતાશ થયો. એ તેની ખરી મા
નહોતી.આમ, બાળકના એક પછી એક પ્રશ્નોમાં તેની બુદ્ધિ મોટાંને તાવે છે , તેમને મઝ ં ૂ વી નાખે છે .

પ્રશ્ન 2.“ખરી મા’ શીર્ષકની યથાર્થતા ચર્ચો.


ઉત્તરઃ“ખરી મા’ વાર્તામાં વાત અપરમાની છે . કુસમ ુ ાયુધના પિતાએ પત્નીના અવસાન પછી ફરી
લગ્ન કર્યા ત્યારે તેણે પરણવા તૈયાર થયેલી સ્ત્રીને ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે
ઉછે રવો પડશે તેમ કહી દીધું હત.ું યુવતીએ તે ઉત્સાહપ ૂર્વક કબ ૂલ કર્યું હત.ઘરમાં
ું આવતાની
સાથે જ તે સ્ત્રીએ માત ૃભાવભ ૂખ્યા કુસમુ ાયુધને પોતાના જ પુત્રની માફક ઉછે રવાનો પ્રામાણિક
પ્રયત્ન આદર્યો હતો.કુસમ ુ ાયુધ પહેલે દિવસથી આ યુવતીની કપરી પરીક્ષા લેતો હતો. અપરમા
તેને ‘ત’નેું બદલે ‘તમે કહેતી. તેણે કુસમુ ાયુધને પોતાને ‘બહેન’ કહી બોલાવવા કહ્યુ.ં બાળક
કુસમ ુ ાયુધ આજ્ઞાધારક થઈ ગયો. તે અપરમાની બધી આજ્ઞાઓ અનુસરતો થઈ
ગયો.માત ૃભાવની ઝંખના કરતો કુસમ ુ ાયુધ દિવસે દિવસે સુકાવા લાગ્યો. દવા અને કાળજી છતાં
તે ખરે ખર માંદો પડ્યો. તેને સખત તાવ આવ્યો. રાત્રિના એકાન્તમાં એ લવી ઊઠ્યો “મા!” “ઓ
દીકરા ‘ એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહીં. તેને જરા શરમ આવી.

તેણે માત્ર એટલું જ પ ૂછ્યું : ‘કેમ ભાઈ ! શું છે ?’ બાળકે કહ્યું હુ ં તો મારી ખરી માને બોલાવું છું.”
“ખરી મા મને “ત”ું કહેતી હતી.” “પણ મારી ખરી મા તો મરી ગઈ છે ને !’ છે વટે અપરમા ખરી મા
બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર ચુબન ં લીધુ.બાળકની
ં નાની પલંગડીમાં તે સ ૂઈ ગઈ અને
બાળકને છાતીસરસો લીધો. ખરી માને બાઝીને કુસમ ુ ાયુધ ગાઢ નિદ્રામાં પડ્યો.આમ, સાચા
નિર્મળ માત ૃપ્રેમની પ્રતીતિ કરાવતી આ વાર્તાનુ ં ‘ખરી મા’ શીર્ષક યથાર્થ છે .

પ્રશ્ન 3.નવી માં શરૂઆતમાં બાળકની કેવી કેવી કાળજી લે છે ? અંતે ખરી મા બનવા તેણે શું કર્યું?
ઉત્તર :માત ૃભાવભ ૂખ્યા કુસમ ુ ાયુધને પોતાના જ પુત્રની માફક ઉછે રવાનો નવી મા શરૂઆતમાં
પ્રામાણિક પ્રયત્ન કરે છે . તે સવારે ધીમેથી બાળકને જગાડે છે . તેના માથામાં ધુપલ
ે નાખી તેના
વાળ ઓળે છે . તેના ખાવાપીવાની કાળજી રાખે છે . તેને જરૂરી સ ૂચનાઓ પણ આપે છે .

બાળક માતાની આજ્ઞાનુ ં પાલન કરે છે . આકાશમાં ઊડત ું કલ્લોલત ું પક્ષી એકાએક આજ્ઞાધારી
વિમાન બની જાય અને જે સ્થિતિ અનુભવે તે સ્થિતિ કુસમ
ુ ાયુધની થઈ. તેન ુ ં શરીર સુકાત ું ગયુ.ં
બાળક કુસમ ુ ાયુધ માંદો પડ્યો. રાત્રિના એકાન્તમાં તેણે ચીસ પાડી : ‘ઓ મા !” માતાએ પ ૂછ્યું
કેમ ભાઈ ! શું છે ?” “હા, પણ હુ ં તો મારી ખરી માને બોલાવું છું.’ “ખરી મા મને “ત”ું કહેતી હતી,
“તમે” નહિ.” “મારી ખરી મા તો મરી ગઈ છે ને?”

આવા પ્રશ્નો સાંભળીને અપરમા ખરી મા બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર પહેલ ું ચુબન ં લીધુ.ં
ૂ ો ફૂટી નીકળ્યો.તે બાળકને છાતીસરસો લઈને તેની સાથે
તેના હૃદયમાં માત ૃત્વનો પાતાળકવ
સ ૂઈ ગઈ. ખરી માને બાઝીને બાળક કુસમ ુ ાયુધ ગાઢ નિદ્રામાં પડ્યો. આજે તે માની અમ ૃતભરી
સોડ પામ્યો હતો

વ્યાકરણ:
પ્રશ્ન 1.નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખો:
(1) કુસમ ુ ાયુધ પિતા ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો.
(2) કુસમ ુ ાયુધ રહેવાયું નહી.
(3) એકાએક તેણે સુદર ં મુખ કોઈ સ્ત્રી ઘર જોઈ.
(4) ગત પત્ની પુત્રને પોતાના પ ૂત્ર તરીકે જ તેણે ઉછરવો પડશે.
ઉત્તરઃ
(1) કુસમ ુ ાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો.
(2) કુસમ ુ ાયુધથી રહેવાયું નહિ.
(3) એકાએક તેણે સુદર ં મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ.
(4) ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેણે ઉછે રવો પડશે.

પ્રશ્ન 2.નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:


(1) આ યુવતીએ પણ તેને પાસે બોલાવ્યો.
(2) હવે માથામાં ધુપલ ે નાખવું જોઈએ.
(3) અણઘડ પુરુષના હાથમાંથી થેલી તેણે લઈ લીધી.
(4) માતાએ નોકરોને સુવાડી દીધા.
ઉત્તરઃ
(1) એ
(2) માં
(3) ના, માંથી
(4) એ, ને

પ્રશ્ન 3.નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો


ઉત્તરઃ(1) પ્રભુના ધામમાં જવું -મ ૃત્યુ પામવું
વાક્ય : વિનયના દાદા આજે વહેલી સવારે પ્રભુના ધામમાં ગયા.

(2) હૃદયમાં ચીરો પડવો – અત્યંત આઘાત લાગવો


વાક્યઃ દીકરાના અપમાનજનક શબ્દો સાંભળી માતાના હૃદયમાં ચીરો પડ્યો.

(3) પાતાળકવ ૂ ો ફૂટવો-એકાએક ભાવ કે પ્રેમ ઊભરાઈ આવવો


ૂ ો ફૂટી નીકળતાં માએ દિકરાના મુખ ઉપર ચુબન
વાક્ય : હૃદયમાં માત ૃત્વનો પાતાળકવ ં લીધુ.ં
(4) છાતીસરસો લેવો – પ્રેમથી ચાપી લેવો, બેટી પડવું
વાક્ય : રડતા બાળકને માતાએ છાતીસરસો લેતાં તે રડતો ચ ૂપ થઈ ગયો.

(5) ઠરીને રહેવ ું – કાયમી, એક સ્થળે સ્થિર થવું


વાક્ય : ઘણા લોકોને ઠરીને રહેવ ું ફાવત ું નથી.

ું
(6) શરીર લોહી ન લેવ-ખાવાપીવા છતાં શરીર સુકાત ું જવું
વાક્યઃ માતાની સતત કાળજી હોવા છતાં ચિંતનનુ ં શરીર લોહી ન લેત ું હત.ું

પ્રશ્ન 4.નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખોઃ

“અ” વિભાગ – “બ” વિભાગ ઉત્તરઃ


ૂ – ડોક, ગળું
(1) સ્કર્તિ ૂ – જાગૃતિ, તેજી
(1) સ્કર્તિ
(2) કાવતરંુ – ચાળો, ઠઠ્ઠા (2) કાવતરંુ – છળ, પ્રપંચ
(3) કોટ – જાગૃતિ, તેજી (3) કોટ- ડોક, ગળું
(4) વિકટ – બકવાટ, લવારો (4) વિકટ – મુકેલ, દુર્ગમ
(5) ચેષ્ટા – છળ, પ્રપંચ (5) ચેષ્ટા – ચાળો, ઠઠ્ઠા
(6) તલખાટ – મુશ્કેલ, દુર્ગમ (6) તલખાટ – બક્વાટ, લવારો

1. અતિ ✗ અલ્પ 7. દે ખાવડી ✗ કદરૂપી


2. સ્વીકાર ✗ અસ્વીકાર 8. ઘરડો ૪ યુવાન
3. સ્વર્ગ ૪ નર્ક 9. પ્રામાણિક ✗ અપ્રામાણિક
4. વિકટ ✗ સરળ 10. માંદો ✗ સાજો
5. તીવ્ર ૪ મંદ 11. જૂઠું ✗ સાચું
6. સ્થિર ✗ અસ્થિર ૂ ુ ંપ્રશ્ન
12. લાંબ ુ ં ✗ ટંક

પ્રશ્ન 7.નીચેના શબ્દોની સંધિ છૂટી પાડોઃ 8.નીચેના શબ્દોના સમાસ ઓળખાવો
(1) નિશ્ચય ઉત્તરઃ
(2) નિરુત્તર (1) નિત્યનિયમ- તપુરુષ સમાસ
(3) એકાન્ત (2) નિયમભક્તિ – મધ્યમપદલોપી સમાસ
(4) કુસમ ુ ાયુધ (3) વાદવિવાદ- દ્વન્દ સમાસ
ઉત્તરઃ (4) બાળઉછે ર – તપુરુષ સમાસ
(1) નિશ્ચય = નિઃ + ચય (5) આજ્ઞાધારક – ઉપપદ સમાસ
(2) નિરુત્તર = નિઃ + ઉત્તર (6) પ્રશ્નપરં પરા – તપુરુષ સમાસ
(3) એકાન્ત = એક + અન્ત (7) શબ્દોચ્ચાર – તપુરુષ સમાસ
(4) કુસમ
ુ ાયુધ = કુસમ
ુ + આયુધ (8) માત ૃભાવભ ૂખ્યા – તપુરુષ સમાસ

પ્રશ્ન 5.નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

1. અતિ ✗ અલ્પ
2. સ્વીકાર ✗ અસ્વીકાર
3. સ્વર્ગ ૪ નર્ક
4. વિકટ ✗ સરળ
5. તીવ્ર ૪ મંદ
6. સ્થિર ✗ અસ્થિર
7. દે ખાવડી ✗ કદરૂપી
8. ઘરડો ૪ યુવાન
9. પ્રામાણિક ✗ અપ્રામાણિક
10. માંદો ✗ સાજો
11. જૂઠું ✗ સાચું
ૂ ું
12. લાંબ ુ ં ✗ ટંક

પ્રાસ્તાવિક-પ્રસ્તાવના
રમણલાલ વ. દે સાઈ (જન્મઃ 12 -5 -1892; મ ૃત્યુ: 20-9-1954].

‘ખરી મા’ કોને કહી શકાય તે આ નવલિકામાં કુસમ ુ ાયુધના પાત્ર દ્વારા સચોટ રીતે સમજાવાયું છે .
‘ખરી મા’ બનવા પ્રયત્ન કરતી ‘અપરમા એના નિર્મળ પ્રેમના ઔષધથી કુસમ ુ ાયુધની ખરી મા’
બની શકે છે ; કુસમ ુ ાયુધને નવું જીવન બક્ષે છે .પ્રેમનુ ં ઔષધ સામાજિક જીવનની અનેક
વિષમતાઓને પણ મિટાવી શકે છે , એની પ્રતીતિ આપણને આ નવલિકા દ્વારા અનુભવાય છે .
ગુજરાતી નવલિકાના ઇતિહાસમાં આ નવલિકા વિશેષ નોંધપાત્ર બની છે .

શબ્દાર્થ

● ૂ – જાગૃતિ, તેજી.
સ્કર્તિ
● કાવતરંુ – છળ, પ્રપંચ, કારસ્તાન.
● કોટ – ડોક, ગળું.
● ચેષ્ટા – ચાળો, ઠઠ્ઠા, મશ્કરી.
● તાવવું – કસવુ,ં કસોટી કરવી.
● અતિ – વધારે પડત.ું
● વિકટ – મુશ્કેલ, દુર્ગમ.
● તીવ્ર – તીક્ષ્ણ, આકરંુ , સખત.
● વિક્રિયા – વિકાર, વિકૃતિ, (અહીં) ભયજનક રોગ.
● વાદવિવાદ – ચર્ચા, સામસામાં સવાલજવાબ.
● ક્વચિત ્ – ક્યારે ક.
● રૂંવાં – રૂંવાડાં, રોમ.
● તલખાટ – બકવાટ, લવારો.
● ુ ા – સેવાચાકરી.
શુશ્રષ
● અણઘડ – કેળવાયા વિનાનુ.ં
● અપરમા – સાવકી મા.
● ગાઢ – ઘટ્ટ, અત્યંત, ભારે .
● સોડ – પડખુ,ં નજીક.

You might also like