Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 2

ગાંધીનગર મ્યુનિસિપલ

કોર્પોરેશન
પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન

ફાયર સ્ટેશન પાછળ, સેક્ટર-૧૭, ગાંધીનગર- ૩૮૨૦૧૬

ફોન નંબર:૦૭૯-૨૩૨-૨૦૪૪૦,
ફેક્સ નંબર:૦૭૯-૨૩૨-૨૧૪૧૯

Email:gmc8gandhinagar@gmail.com

ક્ર્માંક: ગાં.મ.ન.પા./ઇજનેરી(વિદ્યુત)/ /૨૦૨૪


તા. / /૨૦૨૪

પ્રતિ
નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી,
સિવિલ શાખા-૨,
ગાંધીનગર મહાનગરપાલિકા,
ગાંધીનગર.

વિષય:- ઝૂંડાલ ખાતે બનાવવામાં આવી રહેલ એસ.પી.એસ. ખાતે એચ.ટી. પેનલ ઇન્સ્ટોલ કરવા
બાબત.
સંદર્ભ:- ૧) વિદ્યુત નિરીક્ષકશ્રી, ગાંધીનગરની ઓનલાઈન પોર્ટલ પરની નોંધ.

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ઝુંડાલ ખાતે બનાવવામાં આવી રહેલ સિવેજ પમ્પિંગ
સ્ટેશનમાં (કરારિત વિજભાર 140 કે.વી.એ., વૉલ્ટેજ સપ્લાય: 11 કે.વી. એચ.ટી.) વીજ પુરવઠો લેવા માટે
યુ.જી.વી.સી.એલ.માં કાર્યવાહી કરેલ છે.
ઉપરાંત, વીજ પુરવઠો લેતા પહેલા સિવિલ શાખાના ઇજારદારશ્રી ધ્વારા વિદ્યુત નિરીક્ષકશ્રી
તરફથી ના-વાંધા પ્રમાણપત્ર લેવાની કાર્યવાહી કરવાની થાય છે. સદર બાબતે સિવિલ શાખાના
ઇજારદારશ્રી ધ્વારા કાર્યવાહી કરતાં વિદ્યુત નિરીક્ષકશ્રી ધ્વારા સ્થળ મુલાકાત લીધેલ હતી. જેમાં વિદ્યુત
નિરીક્ષકશ્રી ધ્વારા નીચે મુજબના મુદ્દાની પુર્તતા કરવા સિવિલ શાખાના ઇજારદારશ્રીને જણાવેલ છે.
૧. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સુરક્ષા અને ઇલેક્ટ્રિક સપ્લાયને લગતા પગલાં) નિયમન,
2023 ના સેકસન 37 નો સંદર્ભ લેતાં વીજ પુરવઠો 11 કે.વી. ભારે દબાણનો હોવાથી ગ્રાહક ધ્વારા
એચ.ટી. સર્કિટ બ્રેકર પેનલ સ્થાપિત કરવી જરૂરી છે.
ઉપરોક્ત બાબતમાં ૧) નું કામ પૂર્ણ થાય ત્યારબાદ જ ઉપર મુજબ ના પુરાવા સાથે વીજ નિરીક્ષકના ના-વાંધા
પ્રમાણપત્ર માટે ફરી અરજી કરી શકાશે. તે પ્રમાણપત્ર સાદર કર્યા બાદ વીજ જોડાણ અંગે યુ.જી.વી.સી.એલ. ધ્વારા આગળ
કાર્યવાહી થશે. જેથી આપશ્રીને નમ્ર વિનંતી છે કે ઉપરોકત દર્શિત કાર્યવાહી કરવા ઇજારદારશ્રીને સૂચના થવા ઘટતું કરશો.
ઉપરાંત જણાવવાનું કે વિદ્યુત નિરીક્ષકશ્રી ધ્વારા સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સુરક્ષા અને
ઇલેક્ટ્રિક સપ્લાયને લગતા પગલાં) નિયમન, 2023 નો સંદર્ભ લઈ ભવિષ્યમાં તમામ ભારે દબાણના
વીજ જોડાણોમાં ઉપરોક્ત બાબતનો આગ્રહ રાખી પુર્તતા કરવા જણાવવામાં આવશે. તેથી, આપના
છેડેથી તમામ એચ.ટી. વીજ જોડાણો કે જેમની અરજી કરવાની થાય છે, તે તમામમાં અગાઉથી જ
એચ.ટી. સર્કિટ
(પાછળ...)

બ્રેકર પેનલ તથા સંલગ્ન તમામ ઉપકરણો ઇજારદારશ્રી ધ્વારા મુકેલ હોવાની ખાતરી કરાવશો.
જેથી ભવિષ્યમાં આ મુદ્દે વિદ્યુત નિરીક્ષકશ્રીના ના-વાંધા પ્રમાણપત્ર અને નવા વીજ જોડાણ માટે કોઈ
કાર્યવાહી આપના તરફથી બાકી રહેતી ના જણાય.
સદર કાર્યવાહી પૂર્ણ થયા બાદ અત્રેની શાખાને પત્ર દ્રારા જાણ કરશો. જેથી આગળની કાર્યવાહી સત્વરે હાથ ધરી શકાય.

નાયબ કાર્યપાલક ઇજનેર (વિદ્યુત)


ગાંધીનગર મહાનગરપાલિકા
બિડાણ:
1. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સુરક્ષા અને ઇલેક્ટ્રિક સપ્લાયને લગતા પગલાં) નિયમન, 2023.

2. વિદ્યુત નિરીક્ષકશ્રી, ગાંધીનગરની ઓનલાઈન પોર્ટલ પરની નોંધ.

You might also like