Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 8

8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.

com

Home » ધર્મ અધ્યાત્મ » श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ


6

श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ


September 10, 2008 in ધર્મ અધ્યાત્મ / પ્રાર્થના, ગરબા અને ભજન

ॐ श्रीपरमात्मने नमः
'''अथ पञ्चदशोऽध्यायः '''

श्रीभगवानुवाच

ऊर्ध्वमूलमधः शाखमश्वत्थं प्राहुरव्ययम् ।


छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥१५- १॥

શ્રી ભગવાન બોલ્યા; જેના મૂળ ઉર્ધ્વ છે (સંસાર વૃક્ષના મૂળ એવા પ્રભુ શ્રી વિષ્ણુ સર્વેથી ઉપર અને સર્વેશક્તિમાન છે તે)
અને જેની શાખાઓ નીચે તરફ ફેલાયેલી છે (બ્ર્હ્માજી ગૌલોકની નીચે તરફ બ્રહ્મલોકમાં છે, તે સર્વે સંસારની મુખ્ય શાખા
છે) એવા અવિનાશી સંસાર વૃક્ષ, જેના પત્તા વેદો છે, તેને જે પુરૂષ મૂળ થી સત્વ સુધી જાણે છે તે વેદના તાત્પર્યને
જાણવા વાળો છે.

अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा


गुणप्रवृद्धा विषयप्रवालाः ।
अधश्च मूलान्यनुसंततानि
कर्मानुबन्धीनि मनुष्यलोके ॥१५- २॥

આ સંસાર વૃક્ષની ગુણોના જળથી સિંચન પામી વિકસેલી, વિષય ભોગ રૂપી કુંપણો વાળી, દેવ મનુષ્ય તથા તીર્યક રૂપી
શાખાઓ સર્વત્ર ફેલાયેલી છે, તથા મનુષ્યને કર્મ અનુસાર બાંધનારી મમતા, અહં અને વાસના રૂપી જડો પણ બધે વ્યાપ્ત
છે.

न रूपमस्येह तथोपलभ्यते
नान्तो न चादिर्न च संप्रतिष्ठा ।
अश्वत्थमेनं सुविरूढमूल-
मसङ्गशस्त्रेण दृढे न छित्त्वा ॥१५- ३॥

https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 1/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com

આ સંસારનું સ્વરૂપ જેવુ જોવામાં સાંભળવામાં આવે છે તેવુ તત્વજ્ઞાન થયા પછી નથી જણાતુ કારણ કે તેની શરૂઆત
કોઈને ખબર નથી અને તેનો અંત ક્યારે હશે તેની કોઈ માહીતી નથી. વાસ્તવમાં તે શણ ભંગૂર અને નાશવંત છે, એટલે
વાસના, મમતા અને અહં જેવા દ્રઢ મૂળો વાળા આ સંસાર વૃક્ષને દ્રઢ વૈરાગ્ય જ કાપી શકે.

ततः पदं तत्परिमार्गितव्यं


यस्मिन्गता न निवर्तन्ति भूयः ।
तमेव चाद्यं पुरुषं प्रपद्ये
यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥१५- ४॥

તે પશ્ચાત પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને શોધવા જોઈએ, જેમની પાસે ગયા પછી કોઈ સંસાર રૂપી ચક્રમાં પાછુ આવતુ
નથી તે આદિ પુરૂષ નારાયણ ની શરણ માં છું તેમ નિશ્વય કરી પરમેશ્વરનું ધ્યાન કરવું જોઈએ.

निर्मानमोहा जितसङ्गदोषा
अध्यात्मनित्या विनिवृत्तकामाः ।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुः खसंज्ञै-
र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥१५- ५॥

જેના માન અને મોહ નષ્ટ થઈ ગયા છે, જેની આસક્તિનો દોષ હણાઈ ગયો છે, જેને આધ્યાત્મની નિત્ય સ્થિતિ છે અને
જેના મનની કામનાઓ નષ્ટ થઈ ગઈ છે, તે સુખ દુઃખના દ્વંદ્વ માંથી મુક્ત, સાચા જ્ઞાનની પ્રાપ્તી થવાથી અવિનાશી પરમ
પદની પ્રાપ્તિ કરે છે.

न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः ।


यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ॥१५- ६॥

પ્રકાશના પરમ ધામને, જેને સૂર્ય ચંદ્ર કે અગ્નિ નથી પ્રકાશિત કરી શક્તા, ત્યાં પહોંચવાથી મનુષ્યને પરમ પદની પ્રાપ્તિ થાય
છે.

ममैवांशो जीवलोके जीवभूतः सनातनः ।


मनः षष्ठानीन्द्रियाणि प्रकृ तिस्थानि कर्षति ॥१५- ७॥

આ દે હમાંનો જીવાત્મા મારો જ સનાતન અંશ છે, અને તે જ આ પ્રકૃ તિમાં મન અને પાંચેય ઈન્દ્રીયોને આસક્ત કરે છે.

शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः ।


गृहित्वैतानि संयाति वायुर्गन्धानिवाशयात् ॥१५- ८॥

પવન જેમ સુગંધને તેના સ્થાનેથી ગ્રહણ કરે છે તેમ દે હનો સ્વામી આત્મા પણ જે શરીરનો ત્યાગ કરે તેની આ બધી મન
અને ઈન્દ્રીય વાસનાઓ તથા ઈચ્છાઓને ગ્રહણ કરે છે.

श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च ।


अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते ॥१५- ९॥

આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ ત્વચા રસ તથા ઘ્રાણ અને મન ના સહારે વિષયોનું સેવન કરે છે.

उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् ।


विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः ॥१५- १०॥

https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 2/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com

શરીર છોડીને જતા, શરીરમાં રહેતા કે વિષયોનું સેવન કરતા, આ ત્રણ ગુણોથી યુક્ત થયેલાને અજ્ઞાની જાણતા નથી તે
તત્વને ફક્ત વિવેકશીલ તથા જ્ઞાનીજ જ્ઞાનના નેત્રોથી જોઈ શકે છે.

यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितम् ।


यतन्तोऽप्यकृ तात्मानो नैनं पश्यन्त्यचेतसः ॥१५- ११॥

અનેક પ્રયત્નો પશ્ચાત યોગીઓ પોતાનામાં સ્થિત આ પરમ તત્વને જાણી શકે છે પણ જેમનું અંતઃકરણ શુધ્ધ નથી તેવા
અજ્ઞાનીઓ તો યત્નો કરવા છતાં તેને નથી જાણી શક્તા

यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।


यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥१५- १२॥

સૂર્યનું તેજ જે આખા જગતને પ્રકાશિત કરે છે, તથા ચંદ્રમાં નું તથા અગ્નિનું તેજ છે તેને તું મારૂં જ તેજ જાણ

गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा ।


पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः ॥१५- १३॥

પૃથ્વીમાં પ્રવેશી હું જ સર્વ ભૂતોને ધારણ કરૂં છું તથા અમૃતમય ચંદ્રમાં થઈ બધી વનસ્પતિઓને પુષ્ટ કરું છું .

अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः ।


प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् ॥१५- १४॥

મનુષ્યના શરીરમાં રહેલો પ્રાણ અને અપાનના સંયોજન સ્વરૂપ વૈશ્વાનર અગ્નિ થઈને ચારેય પ્રકારના અન્નને પચાવું છું .

सर्वस्य चाहं हृदि संनिविष्टो


मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृ द्वेदविदेव चाहम् ॥१५- १५॥

બધા પ્રાણીઓના હ્રદયમાં બિરાજીત અંતર્યામી હું જ છું અને મારાથીજ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન થાય છે, વેદો વડે
જાણવા લાયક હું જ છું અને વેદાંતનો કર્તા પણ હું જ છું .

द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च ।


क्षरः सर्वाणि भूतानि कू टस्थोऽक्षर उच्यते ॥१५- १६॥

આ સંસારમાં અવિનાશી અને નાશવંત એમ બે પ્રકારના પુરૂષો છે, બધા પ્રાણીઓમાં શરીર નાશવંત અને આત્મા
અવિનાશી છે.

उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः ।


यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः ॥१५- १७॥

ઉત્તમ પુરૂષ એ જ છે જે ત્રણેય લોકોમાં પ્રવેશ કરી બધાનું ધારણ પોષણ કરે છે, તેને અવિનાશી પરમેશ્વર કે પરમાત્મા
કહેવાય છે

यस्मात्क्षरमतीतोऽहमक्षरादपि चोत्तमः ।
अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥१५- १८॥

https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 3/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com

હું નાશવંત જીવથી તો અલગ જ છું અને અવિનાશી જીવાત્માઓમાં ઉત્તમ છું એટલે વેદોમાં ય પુરૂષોત્તમ નામે પ્રસિધ્ધ
છું .

यो मामेवमसंमूढो जानाति पुरुषोत्तमम् ।


स सर्वविद्भजति मां सर्वभावेन भारत ॥१५- १९॥

હે ભારત! આમ જે મને તત્વ રૂપ પુરૂષોત્તમ જાણે છે તે ફક્ત મારા, વાસુદેવ પરમેશ્વરના જ ભજન કરે છે

इति गुह्यतमं शास्त्रमिदमुक्तं मयानघ ।


एतद् ‌बुद् ध्वा बुद्धिमान्स्यात्कृ तकृ त्यश्च भारत ॥१५- २०॥

હે નિષ્પાપ અર્જુન, આ પ્રકારે અત્યંત ગોપનીય શાસ્ત્ર મારાથી તને કહેવાયું છે, તેને જાણી મનુષ્ય જ્ઞાનવાન અને કૃ તાર્થ
થાય છે.

ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृ ष्णार्जुन संवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः ॥ १५

મિત્રો, મેં મારી સમજ પ્રમાણે અને ઉપલબ્ધ સ્ત્રોત્રોમાંથી આ શ્રીમદ ભાગવતગીતાના પંદરમાં અધ્યાયનો સાર અત્રે લખ્યો
છે, આશા છે આપ સર્વેને એ ઉપયોગી નીવડશે.

અસ્તુ – જીગ્નેશ અધ્યારૂ

 આપનો પ્રતિભાવ આપો....

Enter your comment here...

 6 thoughts on “श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ”


Pingback: હે સ્વર્ગ હે પ્રુથ્વી સાંભળ « Rajeshpadaya's Blog

Rajesh Reply ↓
February 23, 2010 at 11:28 PM
ધન્યવાદ ભાઈશ્રી, હુ નાનો હતો અથવા અસમજણો હતો ત્યા સુધી ૪૦ વરસ સુધી મને ગીતા નો’તી સમજાતી
પણ જ્યારથી બાઈબલ વાંચી છે, ત્યારેથી મને ગીતા પણ સમજાવા લાગી છે પણ વાત જાણે એમ છે કે
વિષ્ણુને કોઈએ જોયા હોય એવા કોઈ ત્યારના જીવીત માણસોનુ લખાણ યાદ નથી આવતુ, મહર્ષિ વ્યાસજીએ મહાભારત લખ્યુ ને
લખનાર ગણેશ્જી, શુ તમને સાચુ લાગે છે, આપણને આત્મા કોણ આપે છે વિષ્ણુ કે પરમાત્મા? કેમ કે પરમાત્મા ની ઓળખ તો ગીતા
માહાત્મ્યના પાઠમાં જ કરેલ છે કે લક્ષ્મીને પરમાત્માની ઓળખ કરાવવા માટે જ વિષ્ળુએ ગીતાની ઉત્પત્તી કરી હતી જે ગોરખ્પુર
પ્રેસની હિંદી રુપાંતર રૂ.૧૨/- માં ખરીદેલ વાચેલી અને પરમાત્મા તો નિરાકાર, અદશ્ય, અસ્પર્શી, અસુગંધી, અભીંજનીય,
અસળગાનીય, અવર્ણનીય અને અકથનીય છે તો વિષ્ણુ કોણ છે? હા પુરૂષોત્તમપુરૂષના જે લક્ષણો કહ્યા છે એ આજ સુધી એક જ

https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 4/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com

મનુષ્યમાં મને દેખાય છે અને એ પ્રભુ યીશુ જ છે અને બીજા નંબરે સંત જ્ઞાનેસ્વર મહારાજ ત્રીજા નમ્બરે સાંઈ બાબા અને પછી કોઈ
જ નથી, અગર આ ત્રણ મહાપુરુષોના ચરીત્ર વાંચો તો વિષ્ણુ પણ એમની સામે ફીકા પડી જાય એટલા નિર્દોષ હતા આ ત્રણે
મહાપુરુષો અને એ ત્રણે મા અતિ પરમપુરૂષ તો પ્રભુ યીશુ જ છે જે આખા જગત પર આજે રાજ કરે છે. કેમ ખરુ કે ખોટું?

gopal h parekh Reply ↓


October 16, 2008 at 10:31 AM
તમે “ગીતા”ની આટલા નજીક છો એ જ ખુબ પ્રસન્નતાની વાત છે.

pragnaju Reply ↓
September 13, 2008 at 12:59 AM
૯/૧૧ ની દુ;ખદ યાદમા અહીં પણ કેટલીક જગ્યાએ ૧૫મા અધ્યાયનૂં પઠન થાય છે

sohil Reply ↓
September 11, 2008 at 11:50 AM
during my school days i had taken part in “gita pathan” competition.i got first prize.15
16 adhyay.”maiya veshya manoye mam nitya ukta upasate”

chetu Reply ↓
September 10, 2008 at 5:20 PM
ખુબ સરસ ..

Post navigation
← સારા ભાષાંતરના ગુણ – ગાંધીજી અધ્યારૂ નું જગત – ત્રીસ હજાર ક્લિક્સ →

રું ધાયેલી ચીસો


રું ધાયેલી ચીસો; અહીં ક્લિક કરો

https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 5/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com

નવી કૃ તિઓ…
› ટ્વિટરના કેટલાક ઉપયોગી બોટ્સ – જિજ્ઞેશ અધ્યારૂ
› જોજો પાંપણ ના ભીંજાય.. – કમલેશ જોષી
› ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ (ભાગ ૨) – અમી દોશી
› ધોળાવીરા : એક અવર્ણનીય અનુભવ – અમી દોશી
› પારધી અને સત્યવચની હરણાંની કથા : તર્ક થી અર્ક સુધી.. – જિજ્ઞેશ અધ્યારુ
› સૌરભ શાહના ‘મહારાજ’ પુસ્તકનો પરિચય – રિપલ પરીખ
› સૂતપુત્રી, કર્ણપત્ની, અંગરાજ્ઞી વૃષાલીની ગાથા : પ્રવેશ
› દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ – પુસ્તક પરિચય
› બીજાનાં સુખમાં આપણું સુખ.. – પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દિ વિશેષ
› ગજબ કામ કરતી આર્ટિફિશિઅલ ઇન્ટેલિજન્સ (AI) સુવિધાઓ
› અમારું રક્તરંજિત વતન – રાહુ લ પંડિતા; પરિચય – રિપલકુ માર પરીખ
› કંકુ છાંટીને લખજો કંકોત્રી.. – કમલેશ જોષી
› ઉપયોગી એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ – ભાગ ૬
› સ્ટીવ જોબ્સની અજાણી વાતો.. – ડૉ. જનક શાહ
› શિયાળાની વહેલી સવારે ચાલવું… – નટવર પંડયા

સ્ક્રિ
https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 6/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com

સબસ્ક્રિપ્શન

Get new articles in email:

Enter your email

Subscribe

Aksharnaad Whatsapp Group


અક્ષરનાદના વ્હોટ્સએપ ગ્રુપ સાથે જોડાવ અહીં ક્લિક કરીને અને મેળવો નવા લેખની લિંક તમારા
વ્હોટ્સએપમાં.

Categories
Select Category

અક્ષરનાદમા શોધો

Search

Site Map
2007: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2008: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2009: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2010: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2011: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2012: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2013: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2014: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2015: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2016: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2017: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2018: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2019: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2020: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2021: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 7/8
8/9/23, 6:13 PM श्रीमद भगवदगीता પંદરમો અધ્યાય – પુરૂષોત્તમયોગ | Aksharnaad.com

2022: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec
2023: Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec

વૈવિધ્ય
› સંપાદક પરિચય

› વાચકોને આમંત્રણ

› આપણા સામયિકો

› ગુજરાતી ટાઈપપેડ

› અક્ષરનાદ વિશે

› સહાયતા

› કોપીરાઈટ

ધ્યાનમાં રાખશો..
© અક્ષરનાદ.કોમ વેબસાઈટ ગુજરાતી સાહિત્યને ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના વિવિધ વિભાગોમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો તદ્દન અવ્યાવસાયિક પ્રયાસ છે.

આ વેબસાઈટ પર સંકલિત બધી જ રચનાઓના સર્વાધિકાર રચનાકાર અથવા અન્ય અધિકારધારી વ્યક્તિ પાસે સુરક્ષિત છે. માટે અક્ષરનાદ પર પ્રસિધ્ધ કોઈ પણ રચના કે અન્ય
લેખો કોઈ પણ સાર્વજનિક લાઈસંસ (જેમ કે GFDL અથવા ક્રિએટીવ કોમન્સ) હેઠળ ઉપલબ્ધ નથી. વધુ વાંચો ...

અમારા વિશે..
હું, જીજ્ઞેશ અધ્યારૂ, આ વેબસાઈટ અક્ષરનાદ.કોમ ના સંપાદક તરીકે કામ કરૂં છું . વ્યવસાયે મરીન જીયોટેકનીકલ ઈજનેર છું અને પીપાવાવ શિપયાર્ડમાં ઈન્ફ્રાસ્ટ્ર ક્ચર વિભાગમાં
મેનેજર છું . અક્ષરનાદ ગુજરાતી ભાષા સાહિત્ય પ્રત્યેના મારા વળગણને એક માધ્યમ આપવાનો પ્રયત્ન છે... અમારા વિશે વધુ વાંચવા અહીં ક્લિક કરો...

Secured Site Assurance

· © 2023 Aksharnaad.com By Jignesh Adhyaru ·

· All Rights Reserved ·

Back to top

https://www.aksharnaad.com/2008/09/10/bhagwad-gita-15-adhyay-purushotamyog/ 8/8

You might also like