Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 5

પ્રતિ,

પોલીસ કમિશ્નર સાહે બશ્રી,


પોલીસ કમિશ્નર સાહે બશ્રીની કચેરી,
રાજકોટ શહે ર, રાજકોટ.

(૧) શ્રી સંજયભાઇ પ્રાણજીવનભાઇ લાખાણી


ઉ.વ.આ. ૫૪ વર્ષ, વ્યવસાય : વેપાર
રહે : ----
(૨) કૃ ષ્ણદત વૃદ્વનભાઇ રાવલ,
ઉ.વ.આ. ૪૯ વર્ષ, વ્યવસાય : વેપાર
રહે : --------
.... ફરીયાદી
વિરુધ્ધ
(૧) શ્રી અક્ષર સ્વામીનારાયણ મંદીર (BAPS)
તે બોમ્બે પબ્લીક ટ્રસ્ટ હે ઠળ નોંધાયેલ ધાર્મીક સંસ્થા
ઠે : કાલાવડ રોડ, રાજકોટ
(૨) શ્રી બ્રહ્મવિહારીદાસજી
(૩) હરેશ જોષી
.... આરોપીઓ
બાબત : Religious Institutions (Prevention of Misuse) Act,
1988 હે ઠળની ફરીયાદ.
આ કામમાં અમો નીચે સહી કરનાર ફરીયાદીઓ ની માનસર નમ્ર અરજ કે , અમોની
ફરીયાદીની હકીકતો નીચે મુજબ છે.
(૧) અમો ફરીયાદી નં. ૧ રાજકોટ શહે ર ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર
વિસ્તારના પ્રવક્તા છીએ. અમો ફરીયાદી નં. ૨ રાજકોટ શહે રનાં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના
જનરલ સેક્રેટરી / મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારના પ્રવક્તા છીએ.
(૨) અમો ફરીયાદી જણાવીએ છીએ કે , રાજકોટની સને – ૨૦૨૪ ની લોકસભાની ચુંટણી નું
મતદાન તા. ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ થયેલ છે. આ લોકસભાની ચુંટણીમાં ભારતીય જનતા પક્ષના
ઉમેદવાર તરીકે શ્રી પુરૂષોતમભાઇ રૂપાલા ઉભા હતા.
(૩) આ કામમાં આરોપી / સામાવાળા ૧ ધાર્મિક સંસ્થા આરોપી નં. ૨ તે નં. ૧ સંસ્થાના મેનેજર /
વહીવટકર્તા છે. આરોપી નં. ૩ તે આરોપી નં. ૧ સંસ્થા સાથે રોજબરોજની કામગીરીમાં
સંકળાયેલા છે.
(૪) અમો ફરીયાદીઓ જણાવીએ છીએ કે , ઉપરોક્ત વિગતેની લોકસભાની ચુંટણી સબંધે
તા. .......૦૪/૨૦૨૪ થી તા. ૦૫/૦૫/૨૦૨૪ સુધી રાજકીય ગતિવિધીઓ અને પ્રચાર ખુબ તેજ
હતો. આ સમયગાળાં દરમ્યાન કોઇપણ ધાર્મીક સંસ્થાઓ કોઇપણ રાજકીય પક્ષને પોતાની
રાજકીય ગતિવિધી માટે પોતાના પ્રચાર માટે કોઇ સમુદાયને પોતાના સ્થળ / ધર્મીક સ્થળમાં
એકઠો કરવો તે ગુન્હો બને છે / કોગ્નીજીબલ ગુન્હો બને છે.
(૫) અમો ફરીયાદી જણાવીએ છીએ કે તા. ૨૮/૦૩/૨૦૨૪ ના રોજ કાલાવડ રોડ પર આવેલ અક્ષર
પુરુષોતમ સ્વામીનારાયણ મંદીર ખાતે ભારતીય જનતા પક્ષ / રાજકીય પક્ષ દ્વારા તેમની
રાજકીય ગતીવીધી માટે એટલે કે રાજકીય ગતીવીધીને પ્રોત્સાહન અને પ્રચાર કરવા માટે
સંમેલન સામાવાળા નં. ૧ ધાર્મીક સંસ્થામાં રાખવામાં આવેલ. આ સંમેલનના ફોટાઓ જોઇએ તો
ઉપરોકત ધાર્મીક સંસ્થામાં ભારતીય જનતા પક્ષના રાજકીય પ્રચાર કરતા અને રાજકીય
ગતીવીધી કરતા પોસ્ટર અને બેનર અને મંડપ બાંધેલ હોવાનું સ્પષ્ટ જણાય છે. ઉપરોકત
ફોટોગ્રાફની નકલ આ સાથે બિડેલ છે.
(૬) ઉપરોકત વિગતેની માહિતી અમો ફરીયાદીને મળતા અમો આ બાબતે તા. ૨૮/૦૩/૨૦૨૪ બપોરે
૧૨:૧૫ કલાકે આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોય, તે સબબની ફરીયાદ ચુંટણી અધિકારીશ્રી
રાજકોટ જીલ્લાને કરેલ. તા. ૨૮/૦૩/૨૦૨૪ ની ફરીયાદની નકલ આ સાથે રજુ રાખેલ છે.
(૭) ઉપરોકત ફરીયાદ બાદ કોઇ કાર્યવાહીની જાણ અમો ફરીયાદીને ન થતા અમોએ ફરીથી તા.
૦૧/૦૪/૨૦૨૪ નાં રોજ ચુંટણી અધિકારીશ્રી / કલેકટરશ્રી રાજકોટને લેખિત ફરીયાદ કરેલ. જે
તા. ૦૧/૦૪/૨૦૨૪ ની ફરીયાદની નકલ આ સાથે બિડેલ છે.
(૮) ત્યારબાદ કલેકટરશ્રી રાજકોટ / જીલ્લા ચુંટણી અધિકારીશ્રી રાજકોટ દ્વારા કોઇ પ્રત્યોતર કે
રિપોર્ટની માહિતી ન મળતા અમો ફરીયાદીએ મુખ્ય ચુંટણી અધિકારીશ્રી, ગુજરાત રાજય,
ગાંધીનગર ને તા. ૧૫/૦૪/૨૦૨૪ ના રોજ પત્ર લખી, તેની નકલ રૂબરૂ આપેલ અને જેમાં
અમોની ફરીયાદના આધારે થયેલ કાર્યવાહીનો રિપોર્ટ / અહે વાલ આપવા વિનંતી કરેલ. તા.
૧૫/૦૪/૨૦૨૪ ના પત્રની નકલ આ સાથે રજુ રાખેલ છે. ઉપરોકત વિગતે મુખ્ય ચુંટણી
અધિકારીશ્રી પાસે માહિતી માંગતા તેઓ તરફથી તા. ૧૫/૦૪/૨૦૨૪ નાં પત્રથી અમો ફરીયાદીને
તા. ૦૩/૦૪/૨૦૨૪ નું કલેકટરશ્રી / જીલ્લા ચુંટણી અધિકારીશ્રી ના અહે વાલની નકલ પુરી
પાડવામાં આવેલ. ઉપરોકત તા. ૧૫/૦૪/૨૦૨૪ ના પત્ર અને તેની સાથે બિડેલ કલેકટરશ્રી /
જીલ્લા ચુંટણી અધિકારી રાજકોટ ના તા. ૦૩/૦૪/૨૦૨૪ ના અહે વાલની નકલ આ કામમાં રજુ
રાખેલ છે.
(૯) અમો ફરીયાદી જણાવીએ છીએ કે ઉપરોકત તા. ૦૩/૦૪/૨૦૨૪ નો અહે વાલ વાંચવામાં આવે તો
તેમાં ઉપરોકત ધાર્મીક સંસ્થાના સભાગૃહમાં ગેઇટ ઉપર ભારતીય જનતા પક્ષના ચુંટણીને લગતા
કમાન - બેનર લગાડેલ હોવાનું માલુમ પડેલ. તેમજ ઉપરોકત વિગતે CVIGIL ના Flying
Squad દ્વારા કરવામાં આવેલ સ્થળ તપાસમાં ઉપરોકત રાજકીય પક્ષની ચુંટણીલક્ષી સામગ્રી
મળેલ છે. તે ઉપરાંત ભારતીય જનતા પક્ષના આગેવાન અને શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ
પુજારાનું ૪૫ મિનિટ દરમ્યાન નિવેદન લેવામાં આવેલ. આ અહે વાલ એવુ દર્શાવવામાં આવેલ છે.
રૂ ૪૧૦૦/- દાન લઇ આ ધાર્મિક સંસ્થા એટલે ઉપરોકત ધાર્મિક સંસ્થાએ ભારતીય જનતા
પક્ષના ૧૭૦૦ જેટલા કાર્યકરો / હોદે દારોને ઉપરોકત ધાર્મિક સંસ્થાના સભાગૃહમાં તાલીમ આપવા
પરવાનગી આપેલ છે. જેથી રિપોર્ટ ઉપરથી સ્પષ્ટ થાય છે કે રાજકીય ગતીવીધી અને રાજકીય
પ્રચાર માટે ઉપરોકત ધાર્મિક સંસ્થા દ્વારા પોતાના સભાગૃહનો ઉપયોગ કરવા દે વામાં આવેલ છે.
આમ, ધાર્મિક સંસ્થા દ્વારા રાજકીય પક્ષને પોતાના પ્રચાર અને પ્રસંગ માટે તેમજ રાજકીય
ગતિવીધી માટે ધાર્મિક સ્થળ ઉપર સમુહને એકઠા થવા પરવાનગી આપેલ. જે ઉપરોકત કાયદા
હે ઠળ Cognizable ગુ‌ન્હો બને.
(૧૦) ઉપરોકત વિગતે રાજકોટ જીલ્લા કલેકટર શ્રી / જીલ્લા ચુંટણી અધિકારીનો તા. ૦૩/૦૪/૨૦૨૪
નો અહે વાલ અમો તા. ૧૫/૦૪/૨૦૨૪ ના રોજ મળતા અમો તા. ૧૬/૦૪/૨૦૨૪ ના રોજ જીલ્લા
ચુંટણી અધિકારીશ્રી / કલેકટર શ્રી ને આ અંગે ગુન્હો દાખલ કરવા અને ચુંટણી
આચારસંહિતાનો ભંગ થયેલ હોવાનુ જણાવેલ અને તે અંગે સત્વરે પગલા લેવા જણાવેલ. અમો
તા. ૧૫/૦૪/૨૦૨૪ ના ઉપરોકત પત્ર અન્વયે મુખ્ય ચુંટણી અધિકારીશ્રી એ કલેકટરશ્રી / જીલા
ચુંટણી અધિકારીએ તા. ૧૮/૦૪/૨૦૨૪ અમોની ફરીયાદ / પત્ર અંગે નિયમાનુસાર કાર્યવાહી
કરવા જણાવેલ. ઉપરોકત તા. ૧૮/૦૪/૨૦૨૪ ના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ગુજરાત રાજયના
પત્રની નકલ આ સાથે રજુ રાખેલ છે. આ અંગે કોઇ કાર્યવાહી ન થતા અમોએ ફરીથી મુખ્ય
ચુંટણી અધિકારીશ્રી ને ઇ-મેઇલ મારફત ફરિયાદ કરેલ જે અન્વયે મુખ્ય ચુંટણી અધિકારીએ
તા. ૨૬/૦૪/૨૦૨૪ ના પત્રથી કલેકટરશ્રી / જીલ્લા ચુંટણી અધિકારીશ્રી રાજકોટને નિયમાનુસાર
કાર્યવાહી કરવા અને પ્રત્યોતર પાઠવવા વિનંતી કરેલ. અમારી તા. ૧૫/૦૪/૨૦૨૪ નો ઇ-મેઇલ
અને તેનો તા. ૨૬/૦૪/૨૦૨૪ નો મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા મળેલ પ્રત્યોતર આ સાથે રજુ
રાખેલ છે.
(૧૧) ત્યારબાદ, મદદનીશ કલેકટર અને મદદનીશ ચુંટણી અધિકારી તેમના તા. ૨૭/૦૪/૨૦૨૪ ના
પત્રથી અમોની ફરીયાદ અંગે તપાસ ગતીમાં છે તેવું જણાવેલ. તા. ૨૭/૦૪/૨૦૨૪ ના પત્રની
નકલ આ સાથે બિડે લ છે. ત્યારબાદ ફરીથી અમોએ મુખ્ય ચુંટણી અધિકારી ને તા.
૨૮/૦૪/૨૦૨૪ ના રોજ પત્ર લખી સત્વરે કાર્યવાહી કરવા વિનંતી કરેલ. તા. ૨૮/૦૪/૨૦૨૪ ના
પત્રની નકલ આ સાથે રજુ રાખેલ છે. આ પત્ર લખ્યા બાદ અમોને મદદનીશ ચુંટણી અધિકારી
/ પ્રાંત અધિકારી - નો તા. ૩૦/૦૪/૨૦૨૪ નો પત્ર મળેલ અને જેમાં દિન - ૩ માં આધાર
પુરાવા રજુ રાખવા જણાવેલ.
(૧૨) અમો ફરીયાદી જણાવીએ છીએ કે તા. ૦૩/૦૪/૨૦૨૪ જીલ્લા કલેકટરશ્રી અને જીલ્લા ચુંટણી
અધિકારીના રિપોર્ટ સામાવાળા - ધાર્મિક સંસ્થા દ્વારા તેના ધાર્મિક સ્થળમાં રાજકીય ગતિવીધી
કરવા અને પ્રચાર કરવા અને રાજકીય પ્રસંગ માટે દાન લઇ ધાર્મિક સ્થળની જગ્યા આવેલ
હોવાનું સ્પષ્ટ આવે છે. જેથી વધુ કોઇ પુરાવાની જરૂર હતી જ નહી આમ છતા ચુંટણીમાં
મતદાનની તારીખ ખુબ નજીક આવી જાય અને આખરી સમયમાં નિર્ણય આપી દે વાય જેથી કોઇ
અસરકારક પગલા ન લેવાય તે હે તુથી અમો પાસે વધુ પુરાવો માંગેલ. વધુમાં તા. ૨૮/૦૩/૨૦૨૪
નો જે પ્રસંગ છે તે ભારતીય જનતા પક્ષ દ્વારા રાજકીય પ્રસાર અને પ્રચાર માટે ની ગતીવીધી
છે તે માટે ભાજપના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ તેમના ફે સબુક એકાઉન્ટ માં મુકે લ આ
પ્રસંગના ફોટોગ્રાફ અને આ પ્રસંગમાં ઉપસ્થીત રહે લ ભાજપના તમામ આગેવાન ના
ફોટોગ્રાફ પુરા પાડે લ. ઉપરોકત વિગતે કલેકટરશ્રીને પુરા પાડવામાં આવેલ પ્રસંગના ફોટોગ્રાફ
ની નકલ આ સાથે રજુ રાખેલ છે. આમ, છતા જીલ્લા કલેકટરશ્રી અને ચુંટણી અધિકારીશ્રી ના
એ ઉપરોકત પ્રસંગ જે સ્વામીનારાયણ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ ઓડીટોરીયમ કરવામાં
આવેલ તેમ છતા બંને મિલ્કતો અલગ - અલગ દર્શાવી અને પ્રસંગ તાલીમનો હતો અને
જાહે રસભા નો ન હતો તેમ જણાવી ફરીયાદમાં કોઇ કાર્યવાહી કરવા પાત્ર જણાતી નથી તેવું
જણાવેલ છે. તા. ૦૫/૦૫/૨૦૨૪ ના કલેકટરશ્રી ના પત્રની નકલ આ સાથે રજુ રાખેલ છે. તા.
૦૫/૦૫/૨૦૨૪ ના કલેકટરના પત્રમાં જે કારણો આપેલ છે તે તા. ૦૩/૦૪/૨૦૨૪ ના પત્રમાં
કલેકટરશ્રી એ જે અવલોકનો કરેલા છે તેનાથી સદનતર વિરુધ્ધના છે. તા. ૦૩/૦૪/૨૦૨૪ ના
પત્રમાં કલેકટરશ્રી ના જે અવલોકનો છે તે મુજબ ધાર્મીક સંસ્થાએ દાન લઇ રાજકીય હે તુ
માટે અને રાજકીય પ્રચાર પ્રસાર માટે ધાર્મિક સ્થળ આપ્યાનુ અવલોકન કરેલ છે અને
ધાર્મિક સ્થળમાં રાજકીય પક્ષ / ભાજપના બેનર લાગેલા હોવાનું પણ અવલોકન કરેલ છે.
ઉપરોકત વિગતે કલેકટર શ્રી ના તા. ૦૫/૦૫/૨૦૨૪ ના નિર્ણય સામે અમો ફરીયાદી અલગથી
કાર્યવાહી કરી રહ્યા છીએ.
(૧૩) ઉપરોકત કાયદા મુજબ સ્વામી નારાયણ મંદીરના સંચાલકોએ રાજકીય ગતિવિધી તેમના ધાર્મિક
સંસ્થામાની જગ્યામાં કરતા તેઓએ સજાને પાત્ર ગુન્હો કરેલ છે. આ રીતે ધાર્મિક સંસ્થાઓનો
દુરુપયોગ થતો અટકાવવો તે લોકશાહીના રક્ષણ માટે ખુબ જરૂરી છે. જે હે તુથી આજની
ફરીયાદ કરેલ છે.
(૧૪) આ કામમા સામાવાળા નં. ૧ તે ધાર્મિક સંસ્થા છે અને સામાવાળા નં. ૨, ૩ ના તે સામાવાળા નં.
૧ આરોપી નં. ૧ સંસ્થાના રોજબરોજના વહીવટ અને કાર્યક્રમો સંભાળતા મેનેજર્સ / વહીવટકર્તા
છે. આરોપી / સામાવાળા નં. ૨ ના તે આરોપી / સામાવાળા નં. ૧ સંસ્થાના મુખ્ય સંચાલક છે. તે
આખા મંદીર એટલે કે સામાવાળા નં. ૧ સંસ્થાનું તમામ પ્રકારનો વહીવટ અને કામગીરી ઉપર
ક‌ન્ટ્રોલ ધરાવે છે તેમજ આરોપી નં. ૩ / સામાવાળા નં. ૩ ના સત્સંગના આયોજન કરવાનુ
અને સંમેલનના આયોજન કરવાની કામગીરી આરોપી નં. ૨ / સામાવાળા નં. ૨ ની દે ખરેખ હે ઠળ
સંભાળે છે. આમ આરોપીઓએ સજાને પાત્ર ગુન્હો કરેલ છે. ઉપરોકત તા. ૨૯/૦૪/૨૦૨૪ નું
સંમેલન સામાવાળા / આરોપી નં. ૧ ધાર્મિક સંસ્થામાં યોજવાનું આયોજન આરોપી / સામાવાળા નં.
૨ થી ૩ ના ઓએ સાથે રહી નિર્ણય કરેલ છે જેથી તમામ આરોપીઓએ ગુન્હો કરેલ છે.
(૧૫) ઉપરોકત વિગતે કોગ્નીઝેબલ ગુન્હો બનેલ છે જેથી આ કામે ઉપરોકત કાયદાની કલમ ૬ અને
૭ મુજબ ગુન્હો નોંધી તપાસ કરી સખત નસીયત કરવા વિનંતી છે.
(૧૬) આમ, ઉપરોકત તા. ૨૮/૦૩/૨૦૨૪ નું સંમેલન જોઇ તો તે બાબત બિનવિવાદીત છે કે ધાર્મિક
સ્થળ રાજકીય પક્ષને તેના પ્રચાર પ્રસંગ અને રાજકીય ગતિવીધી માટે સમુદાય એકઠો કરવા
માટે આપવામાં આવેલ. પેરા - ૧૧ અમો જણાવીએ ------------------- ગુન્હો બને છે.

You might also like