Royal Rooms

You might also like

Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 5

(૨)

:: ભાડાનો કરાર ::

સવંત ૨૦૮૦ ના ચૈત્ર વદ છઠ, વાર :મંગળવાર, તારીખ : ૩૦,


માહે : એપ્રિલ, સને : ૨૦૨૪ ના અંગ્રેજી દિને.

આ ભાડાનો કરાર લખાવી લેનાર યાને માલિક તે પહેલા પક્ષના :


સાહિલ વિનોદ ડિગી
જાતના : હિન્દુ, ઉ.આ.વ., ધંધો : વેપાર
રહેવાસી: ફ્લૅટ નં ડી-803 , S.M.C આવાસ, પાલનપોર , સુરત , ગુજરાત

(જેઓને હવે પછી આ ભાડા કરારમાં પહેલા પક્ષના અગર તમો અગર
માલીક તરીકે સંબોધવામાં આવેલ છે. તેઓનાં સંપૂર્ણ પહેલા પક્ષના પોતે તથા
તેઓનાં વંશ, વાલી, વારસો, ટ્રાન્સફરી, એસાઈની, એકઝીકયુટર્સ, એડમીનીસ્ટ્રેટર્સ,
સકસેર્સ, ઈત્યાદી તમામનો સમાવેશ થઈ જાય છે.)

આ ભાડાનો કરાર લખી આપનાર યાને ભાડુત તે બીજા પક્ષના

રૂપેશભાઈ અરવિંદભાઈ નાયકા


જાતના : હિન્દુ -, ઉ.આ.વ. :૨૫, ધંધો : વેપાર
રહેવાસી : ૩૩, જમના નગર સોસાયટી , કતારગામ, સુરત-૩૯૫૦૦૪

પાર્થકુમાર રાજેશભાઇ સુરતી


જાતના : હિન્દુ , ઉ.આ.વ. ૨૫, ધંધો : વેપાર
રહેવાસી : ૭૬૦, નવી કોલોની, ઓલપાડ , સુરત, ૩૯૫૦૦૫

(જેઓને હવે પછી આ ભાડા કરારમાં બીજા પક્ષના અગર હમો તરીકે
સંબોધવામાં આવેલ છે, તેઓનાં સંપૂર્ણ પહેલા પક્ષના પોતે તથા તેઓનાં વંશ,
વાલી, વારસો, ટ્રાન્સફરી, એસાઈની, એકઝીકયુટર્સ, એડમીનીસ્ટ્રેટર્સ, સકસેર્સ,
ઈત્યાદી તમામનો સમાવેશ થઈ જાય છે.)
જત આજરોજ હમો બીજા પક્ષના તમો પહેલા પક્ષનાને આ ભાડા કરારનો લેખ
લખી આપી જણાવીએ છીએ કે :-
મજકુર મિલકત કે જેનું વિગતવાર વર્ણન નીચે શીડયુલમાં જણાવ્યા મુજબ છે.
મજકુર મિલકત હમો તમો પાસેથી તારીખ : ૦૧/૦૫/૨૦૨૪ ના રોજથી ભાડે
રાખવાનું નક્કી કરેલ છે અને સદરહુ જગ્યા હમો બીજા પક્ષનાંએ રહેવાનાં હેતુ
માટે ભાડે રાખવાનું નક્કી કરેલ છે. જે અંગેનો આ ભાડા કરારનો લેખ આજરોજ
કરવામાં આવેલ છે. સદરહું ભાડે રાખેલ ફલેટને હવે પછી મજકુર કરારમાં
“સદરહુ મિલકત” તરીકે વર્ણવેલ છે.

સદરહુ મીલ્કત તમો પહેલા પક્ષના ભાડેથી આપવા અને હમો બીજા
પક્ષના ભાડેથી રાખવા તૈયાર થયા હોવાથી આજરોજ આ ભાડા કરાર અમોએ
નીચે જણાવેલ શરતોને આધીન તમોને કરી આપેલ છે.

-:: શરતો::-

(૧) સદરહુ ભાડે રાખેલ મીલકત કે જે નીચે પરીશિષ્ટમાં વધુ સ્પષ્ટ વિગત વર્ણનથી
બતાવવામાં આવેલ છે ડીપોઝીટ પેટે રૂ.૨,૪૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ ચાલીસ
હજાર પુરા)લીધેલ્ છે. તે મીલકતનો માસિક ભાડુ રૂ. ૬૦,૦૦૦/- (અંકે રૂપિયા સાંઠ
હજાર પુરા) નક્કી કરેલ છે. જે અમોને કબુલ, મંજુર અને બંધનકર્તા છે સહી અને
રહેશે સહી અને ભાડા ની રકમ મા દર વર્ષે ૫% નો વધારો કરવા મા આવશે
જેની નોંધ બંને પક્ષકારોએ લેવી.

(૨) સદરહુ ભાડુ માસ દર અંગ્રેજી મહીનાની તારીખ પહેલીથી શરુ થઈ તેજ મહીનાની
છેલ્લી તારીખે પુરો થતો ગણવાનો રહેશે. આ ભાડા કરારનો અમલ તા.
૦૧/૦૫/૨૦૨૪ ગણવાનો રહેશે તેમજ સદરહુ ભાડે રાખેલ મિલકતનો ભાડુ અમોએ
માસોમાસ,ચઢાચઢી, નિયમિત માસ પૂરો થયા ના બીજા માસની ૧ થી ૧૦ તારીખ
સુધીમાં આપવાનું રહેશે. સદરહુ આપણે પક્ષકારો વચ્ચે ભાડા કરારનો લેખ કરવો
યોગ્ય લાગવાથી આજરોજ આ ભાડા કરાર કરેલ છે.

(૩) સદરહુ ભાડે રાખેલ મીલકતનો શાંતિભર્યો કબજો તમોએ અમોને સોંપેલ છે, જેથી
ફોડ કે નુકશાન થાય નહીં તે રીતનો ઉપયોગ અમોએ કરવાનો રહેશે અને જો કોઈ
પણ નુકસાન થાય તો તે નુકસાન પેટે અમો બીજા પક્ષનાએ પહેલા પક્ષનાને તે
નુકસાન અંગેનુ વળતર ચુકવી આપવાનુ રહેશે.

(૪) સદરહુ મિલકત અંગે આ ભાડા કરારની મુદત ૩ વર્ષ નક્કી કરવામાં આવેલ છે
અને જે મુદતમાં આપણાં વચ્ચે થયેલ એગ્રીમેન્ટ મુજબ અમો બીજા પક્ષનાએ
અમારો તમામ સામાન લઈ સદરહુ મીલકત નો કબજો તમો પહેલા પક્ષનાને સુપ્રત
કરવાનો રહેશે.
(૫) સદરહુ ભાડે રાખેલ મિલકત અંગેનાં લાઈટ બીલ અને ગેસબીલની ભરવાની
જવાબદારી અમો ભાડુઆતની રહેશે.

(૬) સદરહુ ભાડે રાખેલ મીલકત અંગેનાં સુરત મહાનગરપાલિકાના વેરા ભરવાની
જવાબદારી તમો મકાન માલીક ની રહેશે.

(૭) સદરહુ ભાડે રાખેલ મિલકતનો ઉપયોગ અમોએ અમારા રહેવાના હેતુ માટે જ
કરવાનો છે. અન્ય કોઈ હેતુ માટે કરવાનો નથી.

(૮) સદરહુ ભાડે રાખેલ મિલકતનો ઉપયોગ એ રીતે કરવાનો રહેશે કે જેથી
આજુબાજુનાં લોકોને ત્રાસરૂપ થાય નહીં તેમજ અમોએ અવાજ ધોંધાટ કરવા
કરાવવાનો નથી તેમજ ભાડે રાખેલ મિલકતમાં કોઈપણ ગેરકાયદેસર તેમજ
અસામાજીક કૃત્યો કરવા કરાવવાનાં નથી.

(૯) સદરહુ ભાડે રાખેલ મીલકતનું ભાડુ ચુકવવામાં અથવા ભાડાની રકમ
ચુકવવામાં જો કસુર કરીએ તો સદરહુ ભાડાવાળી મિલકતનો કબજો તમો પહેલા
પક્ષના અમો ભાડુઆત કનેથી મેળવવા હકકદાર રહેશો સહી.
(૧૦) બીજા પક્ષનાઓ એ આપેલ ડીપોઝીટ ની રકમ મિલકત ખાલી કર્યાના ૩
મહિના બાદ જ પરત મળશે.

(૧૧) સદરહુ ભાડે રાખેલ મીલકતમાં કાયદાથી પ્રતિબંધિત વસ્તુઓ કે જલ્દીથી


સળગી ઉઠે તેવા વિસ્ફોટક પદાર્થો અમો ભાડુઆતે રાખવાના નથી.

(૧૨) સદરહુ ભાડે રાખેલ મીલકત તમોએ જેવી સારી સ્થિતિમાં હમો બીજા પક્ષનાને
આપેલ છે તેવી જ સારી સ્થિતિમાં હમો બીજા પક્ષનાને એ તમો પહેલા પક્ષનાને
સુપ્રત કરવાની રહેશે તેમજ તેમાં કોઈપણ પ્રકારનાં સુધારા વધારા કે બાંધકામ
તમારી પરવાનગી વગર અમો ભાડુઆતે કરવા કરાવવાનું નથી.

(૧૩) સદરહુ ભાડે રાખેલ મીલકતમાં તમો મિલકતનાં માલિક અથવા તમોએ
અધિકૃત કરેલ કોઈ માણસ એજન્ટ કે કુલમુખત્યારને અમો ભાડુઆતે અટકાયત કે
તર-તકરાર કરવાની નથી.

(૧૪) સદરહુ ભાડે રાખેલ મિલકત હમો ભાડુઆતે જો ખાલી કરવી હોય તો એક
મહિનાં પહેલાં નોટીસ / જાણ કરવાની રહેશે અને ડિપોઝીટ માંથી તમારી નીકળતી
રકમ બાદ કરીને બાકીની ડિપોઝીટ પરત કરવાની રહેશે.
(૧૫) આગળ જતા સદરહુ ભાડે રાખેલ મીલકત મા “FIRE EXIT” ને લગતી
કોઈપણ કાયદેસરની કાર્યવાહી કરવામા આવે અને તેમા કોઈપણ પ્રકરણો ઉભા
થાય તો તેવા સંજોગો મા સંપૂર્ણ જવાબદારી પ્રથમ પક્ષનાની રહેશે.

-:: પરિશિષ્ટ ::-


ભાડિદૃ ખેલ મિલકતની વિગત અને વર્ણન

સુરત ડીસ્ટ્રીકટ સુરત સીટી સબ-ડીસ્ટ્રીકટના મોજે પાલનપોર ખાતે


આવેલ “ORCHID HARMONY ”, ના ત્રીજા માળ, પર આવેલ દુકાન નં. 332 અને
333 વાળી જગ્યા તમો પહેલા પક્ષનાંએ હમો બીજા પક્ષનાંને ભાડેથી વાપરવા
આપેલ છે તે સિવાય અન્ય કોઈ ભાગ નહીં.

એણી વિગતનો આ ભાડા કરાર આપણે બંને પક્ષકારોએ આપણી રાજીખુશીથી


અક્ક્લ, હોંશીયારીમાં, વાંચી ,વંચાવી , સમજી, વિચારી તન અને મનની સંપુર્ણ
સાવધ અવસ્થામાં કોઈના કોઈપણ જાતના દાબદબાણ કે ધાકધમકી વિના બીનકેફ
હાલતમાં લખી આપેલ છે જે અમો તથા અમારા વંશવાલી, વારસો ઈત્યાદી તમામને
કબુલ, મંજુર અને બંધનકર્તા છે સહી અને રહેશે સહી.

અત્રુ .........................................મતુ તત્રે...........................................શાખ.


_______________________
સાહિલ વિનોદ ડિગી

________________
રૂપેશભાઈ અરવિંદભાઈ નાયકા

_____________________
પાર્થકુમાર રાજેશભાઇ સુરતી

You might also like