Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 24

½LÝð±ëßí 2023 ÃðÉßëÖí ØëØë ÛÃäëÞ Õìßäëß 20

બુદ્ધિ
±Þð¿ÜìHëÀë
04 બુદ્ધિ એટલે ... 16 યુથ અનુભવ

05 વ્યસનનું વિશ્લેષણ બુદ્ધિથી 17 એક્ટીવિટી

06 જ્ઞાની વિથ યુથ 18 મહાવીર હનુમાન

08 બુદ્ધિ કરાવે ઈમોશનલ 20 બુદ્ધિ થકી સોલ્યુશન ટે ન્શનના

12 ખરો બુદ્ધિશાળી કોને કહે વાય ? 24 કવિતા

14 ગૌતમ બુદ્ધ

äæýÑ 10, ±_À Ñ 9 Ö_hëí - ìÍQÕá ÜèõÖë Subscription


Yearly Subscription
çâ_Ã ±_À Ñ 117 Printer & Published by
India : ` 200
½LÝð±ëßí 2023 Dimplebhai Mehta on behalf of
Mahavideh Foundation 5 Years Subscription
Simandhar City, Adalaj - 382421. India : ` 1000
ç_ÕÀó çñhë Ñ Taluka & Dist - Gandhinagar
iëëÞíÞí ÈëÝëÜë_, In India, D.D. / M.O. should be drawn
Owned by : Mahavideh Foundation
ìhëÜ_ìØß ç_À<á, çíÜ_Ôß çíËí, Simandhar City, Adalaj - 382421. in favour of "Mahavideh Foundation"
±ÜØëäëØ-Àáùá èë³äõ, Taluka & Dist - Gandhinagar payable at Ahmedabad.
Üð.Õù. - ±ÍëáÉ Published at : Mahavideh Foundation
© 2023, Dada Bhagwan Foundation.
°.Ãë_ÔíÞÃß-382421, ÃðÉßëÖ. Simandhar City, Adalaj - 382421.
All Rights Reserved
ÎùÞ Ñ 9328661166/77 Taluka & Dist - Gndhinagar

Printed at : Amba Multiprint


email: akramyouth@dadabhagwan.org B-99, GIDC, Sector-25,
website: youth.dadabhagwan.org Gandhinagar – 382025. Gujarat.
store.dadabhagwan.org/akram-youth Total 24 Pages with Cover page

2 ½LÝð±ëßí 2023
પ્રિય વાચક મિત્રો,
આ કળિયુગ માં દરે ક કાર્યમાં નફો-નુકશાન, લાભ-ગેરલાભ જોયા કરવા
તેમજ મારુ-તારુ કરી ભેદ પાડે એવું બધુ વધુ જોવા મળે છે . તેના ફળસ્વરૂપે
જીવનમાં ક્યારે ય સુખ કે શાંતિ અનુભવાતી નથી.
જેમ ધારદાર ચપ્પુનો સદુપયોગ કરવામાં આવે તો તે રસોડામાં ખૂબ
ઉપયોગી થઈ પડે પણ જો ચપ્પુ વાપરતા ન આવડતું હોય અથવા તો જો તેનો
દુરુપયોગ કરવામાં આવે તો તે જીવલેણ ઈજા પણ પહોંચાડી શકે છે . મિત્રો, આ
બુદ્ધિનું પણ કં ઈક એવું જ છે . અંત:કરણના ચાર ભાગ - મન, બુદ્ધિ, ચિત્ત અને
અહં કાર. એમાં સૌથી વધુ ભાંજગડ જો કરાવતી હોય તો તે ‘બુદ્ધિ’ છે . જો બુદ્ધિ
સવળી ચાલે તો કામ કાઢી નાખે પણ જો અવળી ચાલે તો કે ટલુંય અહિત કરી
નાખે .
‘અક્રમ યુથ’ના આ અંકમાં આપણે ઓળખીશું, સંસારમાં જેની બહુ જ
કિંમત મુકાયેલી છે એવી ‘બુદ્ધિ’ના યથાર્થ સ્વરૂપને . સાથે સાથે મેળવીએ એવી
સમજણ, જે બુદ્ધિને કામકાજના સોલ્યુશન લાવવા તરફ વાળે .
જય સચ્ચિદાનંદ
ડિમ્પલભાઈ મહે તા

±¿Ü Ýð× 3
બુદ્ધિ એટલે ...
નફ�ો નુકશાન સંસારમાં આગળ
બતાવે એ� બુદ્ધિ વધારે એ� બુદ્ધિ

કામકાજ કે બીજાને
પ્રોબ ્લેમનું હેલ ્પ કરે એ�
સ�ોલ્યુશન બુદ્ધિ
લાવે એ� અંત:કરણન�ો
સવળી એ�ક ભાગ
બુદ્ધિ - બુદ્ધિ

કન્ફયુઝન
કન્ફયુઝન ઉભા કરે એ�
સ�ોલ ્વ બુદ્ધિ
કરવામાં
મદદ કરે એ� બળતરા
બુદ્ધિ કરાવે એ�
બુદ્ધિ

ક�ોઈના
પ�ોઝિટિવ બતાવે એ� ક�ોઈના નેગેટિવ દેખાય
એ� વિપરીત બુદ્ધિ
સવળી બુદ્ધિ
4 ½LÝð±ëßí 2023
વ્યસનનું વિશ્લેષણ
બુદ્ધિથી સિગરે ટ એક જ વાર પીવાથી એની ટે વ પડી જાય છે પછી
આખી જિંદગી છુ ટતી નથી. એનાથી આગળ જઈને કે ન્સર
જેવા ભયંકર રોગો થઇ શકે છે જેનાથી ભયંકર શારીરિક
પીડાઓ ભોગવવી પડે છે . સિગરે ટ પાછળ અને પછી
બીમારીના ઈલાજ પાછળ જે ખર્ચો થશે એનાથી આર્થિક
તકલીફો પણ ઘણી આવે છે .

ઓહ ! આ તો મોંઘી બ્રાન્ડેડ વિદેશી


સિગરે ટ છે . પીવાથી એકદમ ફ્રે શ
થઈ જઈશ.

જોયું મિત્રો, બુદ્ધિ ખોટી વસ્તુના ફાયદા બતાવીને લલચાવી શકે છે અને એ
જ બુદ્ધિ એનાથી થતી ખોટ બતાવીને સારા માર્ગે પણ વળી શકે છે .

±¿Ü Ýð× 5
જ્ઞાની વિથ યુથ

આજે બારમા ધોરણનું રીઝલ્ટ હતું.


વિકાસના ઘરના બધા ચિંતિત હતા, સાથે જ રીઝલ્ટ
સારું જ હશે એવી આશા સાથે પોઝિટિવ પણ હતા.
સવારથી પેપરવાળાની આતુરતાથી રાહ જોઈ રહ્યા
હતા. ન્યુઝ પેપર આવતાની સાથે જ વિકાસનો સીટ
નંબર ફર્સ્ટ ક્લાસના લીસ્ટમાં ચેક કર્યો, પછી સેકંડ
ક્લાસમાં, પણ આ શું..? બધા અસમંજસમાં હતાં.
“વિકાસ...! નંબર તો સાચો છે ને ?” બધા એકીસાથે
બોલી પડ્યાં ! આખરે બે-ત્રણ વાર ચેક કર્યા બાદ
વિકાસનો સીટ નંબર પાસ ક્લાસમાં દેખાયો. પાસ
ક્લાસ...? આ શું ? હોય જ નહીં, ચોક્કસ કં ઈક ગડબડ
લાગે છે ! પેપર ખોલાવવું પડશે . રીચેક કરાવવું પડશે .
આ બોર્ડ વાળાના કં ઈ ઠે કાણાં નથી હોતા. પોતપોતાની
બુદ્ધિ પ્રમાણે સૌ અભિપ્રાય આપી રહ્યા હતા.
આખરે સ્કુ લમાં જઈ માર્ક શીટ જોઈ, માર્ક્સ
જોતાં જ વિકાસ ખુબ નારાજ થયો અને મનોમન

6 ½LÝð±ëßí 2023
વિચારવા લાગ્યો, ‘આટલા ઓછા માર્ક્સ ? હવે
શહે રની કોલેજમાં પણ એડમિશન નહીં મળે . મારી વ્યક્તિને દ�ોષિત નહી ં
બધી મહે નત નકામી ગઈ. પપ્પાને આ સ્કુ લ બદલવા
જોવાની. વ્યક્તિને દુ ઃખ
કે ટલીય વાર કહ્યું, કે મ કે અહીં કોઈ વ્યવસ્થિત
શીખવતું નથી, અસલમાં તો ટીચરોને જ જવાબ ના આપે એ� માટે બુધ્ધિ નહી ં
આવડતા હોય, કોઈનો લગીરે ય સપોર્ટ નહીં અને નેવું વાપરવાની. ક�ોઈ પણ
ટકા માર્ક લાવે એવી બધા આશા કરે . અરે , રીતસર
મારા પર પ્રેશર કરે .’ માથે હાથ દઈ સ્કુ લના બાંકડે પ્રોબ ્લેમ આવ્યો ત�ો તેના
બેસી ‘હવે શું ?’ વિચાર કરતો હતો. ત્યાં જ ટીંગ..ટીંગ, સ�ોલ્યુશન માટે બુધ્ધિ
વોટ્ સ અપ નોટીફીકે શનનો અવાજ થયો. રોજની જેમ
આજે પણ રોહિતનો મેસેજ હતો. આજે એણે એક
વાપર�ો. સમજાયું ને ?
વિડીઓ ક્લીપ શેર કરી હતી. “Today’s Energizer”
ચાલ, થોડોક રીલેક્સ થાવ એમ વિચારી વિકાસ એ
ક્લીપ જોવા બેસી ગયો.
પ્રશ્નકર્તા :- મોક્ષમાં જવું હોય તો બુધ્ધિને
બાજુ માં મૂકી દેવાની ?
પૂજ્યશ્રી :- બાજુ માં એટલે શું ! બુધ્ધિને
કામકાજના સોલ્યુશન માટે વાપરો, કોઈને દોષિત
જોવા માટે નહીં વાપરવાની. બુધ્ધિને સાવ બંધ તો નહીં
કરી શકો. આ ઉપાય ગોઠવો બુધ્ધિના. સમજાય ને ?
ક્લીપ પૂરી થતાં જ વિકાસને પોતાની ભૂલ
વ્યક્તિને દોષિત નહીં જોવાની. વ્યક્તિને દુઃખ આપે એ
સમજાઈ. હા, તદ્દન સાચી વાત. મેં તો ટીચર, સ્કુ લ ,
માટે બુધ્ધિ નહીં વાપરવાની. કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો
બોર્ડ , પપ્પા, ઘરનાં બધાને જ દોષિત જોઈ લીધા પણ
તો તેના સોલ્યુશન માટે બુધ્ધિ વાપરો. સમજાયું ને ?
ખરે ખર દોષ તો મારો છે , મારી મહે નતનો છે . આ
પ્રશ્નકર્તા :- હા
પરિસ્થિતિ બની ગઈ એનું સોલ્યુશન શોધવાનું છે ,
પૂજ્યશ્રી :- જેમ અઘરું પેપર આવ્યુંને તો
નિવેડો લાવવાનો છે . બુદ્ધિને કામકાજના સોલ્યુશનમાં
શિક્ષકને ગાળો ભાંડે કે આ કઈ જાતના ? આવા
વાપરવાની છે . ઓહ…
ખરાબ અઘરા પેપર બનાવે છે એવું નહીં જોવાનું. ચાલો
શાંત... થા.... વિકાસ...શાંત... છોડ બધું... ચાલ
મને આમાંથી કયા આવડશે ? વીસમાંથી ચાલો અઢાર
પહે લાં બધાને નિર્દોષ જોઈ પ્રતિક્રમણ કરી લે , હળવો
તો આવડી ગયા, સોળ તો આવડી ગયા, પંદર તો
થઈ જઈશ.
આવડી ગયા. પહે લા એટલા તો સોલ્વ કરો. શિક્ષકનો
દોષ નહીં કાઢવાનો.

±¿Ü Ýð× 7
બુદ્ધિ કરાવે ઈમોશનલ

બદલાતા સમયની સાથે જીવનમાં ઘણાં ચેન્જ તરત જ તેની નજીક જઈ બંટીએ એને સ્માઈલ
આવતાં હોય છે . મુખ્યત્વે દુનિયાના તકતા પર આપી અને રોકતાં પૂછ્યું, “હાય... ન્યુ સ્ટુડન્ટ ? ન્યુ
ઊભરતાં નવા રં ગ, નવા વિચારો, નવી તકનીક, એડમિશન ?”
બદલાતાં વિચારો અને પારિવારિક વાતાવરણ પણ બંટીએ શેકહે ન્ડ કરવા હાથ લંબાવ્યો અને
કં ઈક ભાગ ભજવી જાય છે . વધતી ઉંમર સાથે સામેથી પણ સહજ રીતે હાથ લાંબો થયો, “યસ..
યુવાનીમાં, બદલાતા હોર્મોન્સ પણ શારીરિક વિકાસ, યસ... ન્યુ એડમીશન ઈન કોલેજ. હું આર્યન ... ફસ્ટ
સ્વભાવ અને મન પર એની આગવી છાપ છોડે છે . ઇયર.”
પરિણામરૂપે યુવાનોમાં ગમવું - ના ગમવું, ભાવવું - ન વેરી ગુડ... વેરી ગુડ ... “હું બંટી.”
ભાવવું, મૂડ સ્વીંગ વગેરે અનુભવાતુ હોય છે . આર્યન : આજે કોલેજમાં મારો પહે લો દિવસ
શહે રની ટોપ કોલેજમાં ભણતો બંટી એવા જ છે . આપ જેવાં મિત્રને મળી ખુબ આનંદ થયો, ફીલીંગ
કં ઈક કારણોથી આજે ખુબ અપસેટ હતો. ક્યારે ક ડીલાઈટે ડ. (આર્યનના આત્મીય શબ્દોના લહે કાથી
વિચારો એને ગૂંચવી નાંખતા અને સ્વભાવ-સંજોગોથી બંટી વધુ પ્રભાવિત થયો).
ઈમોશનલ થઈ કોઈને કોઈ સાથે ક્યારે ક ગુસ્સો તો બંટી અને આર્યન હવે સારા મિત્ર બની ગયા
ક્યારે ક દલીલો કરી બેસતો, પરિણામે વાતાવરણ તંગ હતા. બન્ને સાથે હરતા-ફરતા બંટી એની સાદગી અને
થઈ જતું. થોડાક જ સમય બાદ એને સમજાઈ પણ જતું પ્રભાવશાળી વ્યક્તિત્વને સમજવા માંગતો હતો, જે
કે આવો વ્યવહાર સારો નથી, યોગ્ય નથી પણ એ એને ખુબ જ અપીલિંગ લાગતું હતું. એક દિવસ આર્યન
વિવશ થઈ જતો. કોલેજ આવ્યો ન હતો અને બંટીને બીજા વિધાર્થીઓ
કોલેજ શરૂ થવાની થોડી મિનીટ પહે લા એક સાથે સામાન્ય વાતમાં રકઝક થઈ ગઈ.
હે ન્ડસમ વિદ્યાર્થી ગેટમાં દાખલ થયો. એના મોં પરનું બીજા દિવસે સવારે કોલેજમાં બંટી આગળ
અનેરું સ્મિત, રુઆબદાર ચાલ, પ્રતિભાસભર દેહ દોડતો હતો અને ત્રણ-ચાર વિધાર્થીઓ એની પાછળ
કોઈને પણ આકર્ષિત કરે એવું હતું. બંટીની નજર એના દોડતા હતા. એમનો આક્રોશ જોતા એવું લાગતું હતું કે
ઉપર પડતા જ પ્રભાવિત થઈ થંભી ગયો. કદાચ એને મારવા દોડતા હોય.
8 ½LÝð±ëßí 2023
રસ્તામાં અચાનક આર્યન સામે દેખાયો, બંટી સમયની નજાકત અને ગુસ્સાને ધ્યાનમાં લઈ
તરત એની પાછળ રક્ષણ માટે ઊભો રહી ગયો. આર્યન એમની સામે બન્ને હાથ જોડી ખુબ નમ્રતાથી
બંટી : આર્યન ! બચાવ... બચાવ, આ લોકો આજીજી કરતાં બોલ્યો, “મિત્રો, એણે શું કર્યું છે એ મને
મારી પાછળ પડયા છે , એ લોકો મને મારશે . ખબર નથી. કદાચ એણે ભૂલ કરી જ હશે , તે બદલ હું
આર્યને પરિસ્થિતિનો તાગ લઈ દોડતા ધસી દિલગીર છુ ં અને આપની માફી માંગું છુ ં , એને માફ
આવેલા ચાર સ્ટુડન્ટને બન્ને હાથ પ્રસારી રોકતા પૂછ્યું, કરશો. એ ફરીથી ભૂલ નહીં કરે એ મારું પ્રોમીસ છે .
“અરે શું થયું ? શા માટે એની પાછળ પડયા છો ?” એને માફ કરી દો, વિશ્વાસ કરો.”
ચાર પૈકીના એકે ગુસ્સામાં કહયું, “તુ બાજુ એ શાંત, આગ્રહભર્યા અને વિનંતીવાળા શબ્દો
ખસ, આ ઝમેલામાં પડીશ નહીં. તને ખબર નથી કાલે જાદુ કરી ગયા. એ ચારે નો ગુસ્સો પલકવારમાં જ શાંત
એણે શું કર્યું છે ?” થયો. એ ચારમાંથી એક જણ બોલ્યો, “તારા કહે વાથી
આજે જવા દઈએ છીએ પણ બીજીવાર ......?”

±¿Ü Ýð× 9
આર્યન બોલ્યો, “ના ના મિત્રો, ફરી એ ભૂલ નહી કરે , હું
ગેરંટી આપું છુ ં . સોરી ફ્રે ન્ડ્સ .....” પેલા ચારે ય આર્યનના
શબ્દોથી વશીભૂત થઈ પાછા ફર્યા.
બંટી આ દ્રશ્ય જોઈ અવાચક બની ગયો. આર્યન પ્રત્યે
તેને માન થયું. એક સારા વ્યક્તિત્વનો ચહે રો તેનામાં દેખાયો
અને એના વ્યક્તિત્વથી એ ઈમ્પ્રેસ થયો, સ્તબ્ધ થયો અને
થોડીવાર પછી બોલ્યો, “આર્યન ! એક વાત પુછું ?”
આર્યન : અરે યાર...પૂછને .
બંટી : યાર... તને ખબર પણ નથી કે મેં શું ભૂલ કરી
છતાં તુ પેલા ચાર બોડી બિલ્ડર સામે આટલી શાંતિથી અડગ
ઉભો રહી કે વી રીતે વાત કરી શક્યો ? એમને રોકી શક્યો ?
તને બીક ના લાગી ?
આર્યન : ભાઈ.. વાતને ઈમોશનલી લઈએ તો વાત
બગડી જાય અને આવેગમાં કામ બગડી પણ જાય. સારું
પરિણામ તો કદાપી ન મળે .
બંટી : હં .... હા યાર ...ખરી વાત... મારામાં આ
ઈમોશનલપણું ખુબ છે . એ તરત મારા પર હાવી થઈ જાય છે ,
પરિણામે વાત વાતમાં હું ઝગડી પડું છુ . બસ... એનું જ પરિણામ
આજે સામે આવ્યું. યાર, મને સમજાવને કે આમાંથી હું કે વી રીતે
બહાર નીકળું ?
આર્યન : પહે લા હું પણ તારી જેમ ખુબ જ ઈમોશનલ
હતો. કદાચ યુવાનીનું જોશ અને વિચારોની કચાશ એનું કારણ
હોઈ શકે . પણ થોડીક ધીરજ રાખ. તને દાદાની એક સરસ
વિડીઓ ક્લીપ બતાવું. જોઈને તને ખ્યાલ આવશે કે આમાંથી
હું કે વી રીતે બહાર નીકળ્યો.
આર્યન મોબાઈલમાં સેવ કરી રાખેલ ક્લીપ શોધતો
હતો ત્યારે બંટીએ પૂછ્યું, “કોણ ? તારા દાદા ? “
આર્યન : ના.. આ મારા દાદા નહીં .. લાખો લાખો
લોકોના દાદા છે . એક વિજ્ઞાની..મહાન જ્ઞાની પુરૂષ.. લોકો
એમને દાદા ભગવાન કહે છે . લે સાંભળ આ એમના જ મુખે
નીકળે લી વાણી..

10 ½LÝð±ëßí 2023
દાદાશ્રી : તે બુદ્ધિ ઈમોશનલ કરે . આ જાનવરો બધા મોશનમાં રહે વાના,
ઈમોશનલ નહીં થવાના. ઈમોશનલ આ મનુષ્યો જ થાય છે . આ જેમ ટ્ રે ઈન છે એ
મોશનમાં રહે છે , તે ઈમોશનલ થાય તો શું થાય ? આમ કૂ દતી કૂ દતી જાય તો શું
થાય ?
પ્રશ્નકર્તા : એક્સિડન્ટ થાય.
દાદાશ્રી : તેમાં બેસનારાને મઝા આવી જાયને ? મહીં બેઠેલા બધા રમકડાં
તૂટી જ જાયને ? જેમ ગાડીમાં પેલા માણસો મરી જાય એવું આ શરીરમાં નાની
જીવાત પાર વગરની છે , તે આ ઈમોશનલ થવાથી શરીરમાં લાખ્ખો જીવો મહીં
ખલાસ થઈ જાય છે . ઘણા દોષ બેસે અને પછી કહે શે , ‘હું અહિંસક છુ ં . જીવડાં
મારતો જ નથી. હિંસા તો મેં કરી જ નથી !’ મેર ચક્કર, આખો દા’ડો હિંસા જ થયા
કરે છે ! આ નર્યા જીવો જ મરી રહ્યા છે . મહીં નરી જીવાત જ ભરે લી છે . તે ઈમોશનલ
થાવ ત્યારે લાખો જીવોની હિંસાની જોખમદારી તમારે માથે આવે છે .

બંટી : ખરે ખર આજે મને ખબર પડી ઈમોશનલ થવાથી કે ટલું નુકશાન થાય છે , શરીર અને મનને કે વી
અસરો કરે છે . વાહ.. મિત્ર ! આજે મારી દશાને એક નવી દિશા મળી.

±¿Ü Ýð× 11
ખરો
બુદ્ધિશાળી
કોને
કહે વાય ?

±¿ÜÕíìÍÝë ÞëÜ Ñ ±ëÝðæ ÜèõÖë


ªÜß Ñ 22 äæý
સ્પર્ધા, પ્રતિયોગિતા, ચેલેન્જ વગેરેની જીત માટે આપણી બુદ્ધિ આમથી તેમ મગજમાં ચાલ ચાલતી જ
પાકા નિશ્ચયની ખુબ જરૂર હોય છે . તેમજ શારીરિક હોય અને આપણે ... આપણે એટલે કોણ... રોહન.
અને માનસિકક્ષમતા, અનુભવ, અભ્યાસ, પ્રેક્ટીસ બુદ્ધિ અને ચેસમાં આપણે એક્કા.. શું એક્કા ! પૂરી
અને સુઝ પણ માંગી લે છે . આમ તો આપ જાણતા જ તૈયારી સાથે ચેસની પ્રતિયોગિતામાં ઉતરીએ એવું
હશો કે ચેસની પ્રતિયોગિતા જીતવા ફક્ત એક બુદ્ધિની હં મેશ મિત્રોને કહે તો પણ યાર... આમ અસલમાં તો
જરૂર પડે એટલે જ તો ભારતમાં એ બુદ્ધિબળની રમત તૈયારી ઓછી હોય, ખાસ ઝાઝી નહીં. પણ ઈન્ટેલીજન્ટ
તરીકે ઓળખાય છે . ખરોને ! ઘણીવાર હું અવ્વલ પણ આવું એટલે
આ ચેસની રમતમાં ચેસના પ્યાદાની જેમ , નાનપણથી જ ઘરવાળા કહે બુદ્ધિશાળી છે અમારો
રોહન !
12 ½LÝð±ëßí 2023
હં મેશની જેમ આજે પણ ચેસ પ્રતિયોગિતા માન ખાટવા મેં એમ પણ કહ્યું કે મેં સહજ વિના પ્રયત્ને
બાદ ઈનામ સમારોહ હતો. હું બેઠો હતો ત્યાં એક ઓછી તૈયારીથી ચાલાકી કરીને જીત મેળવી છે . હવે
હરીફ મારી પાસે આવીને અનાપ-શનાપ વાતો કરવા તો ચેસમાં આપણને કોઈ હરાવી ના શકે ! શું કહો
લાગ્યો. એનું કહે વું હતું મેં જીતેલી સ્પર્ધા માટે મારી છો ? દાદા, આખરે તમારો રોહન બુદ્ધિશાળી ખરો કે
તૈયારીનો ખુબ અભાવ હતો અને મેં ચાલબાજી- નહિ ?
ચીટીંગ કરીને પ્રતિયોગિતા જીતી છે . મને એની વાતો વાત સાંભળી મારા દાદા કં ઈક વિચારમાં
ગમી નહીં એટલે મેં પણ એને થોડી ખરી-ખોટી પડયા. એમનાં ચહે રાનાં ભાવ મને કં ઈક જુ દુ જ કહે વા
સંભળાવી દીધી. એનો કકળાટ મને ગમ્યો નહીં, માંગતા હતા, સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા.
બુદ્ધિશાળીને લપડાક ? હાથ લાંબો કરી સામેની ટિપોય પરથી આપ્તવાણી
ઘરે આવીને સૌથી પહે લા મારા વહાલા દાદાને હાથમાં લઈ પાના ફે રવતાં ફે રવતાં એક પેજ પર અટકી
પ્રતિયોગિતા જીત્યાની વાત કરી અને સાથે સાથે મારી ગયા અને એ પેજ વાંચતા બોલ્યા -
સાથે હરીફે જે કકળાટ કર્યો તેની પણ વાત કરી. થોડું

હવે ખરો બુદ્ધિશાળી કોનું નામ કહે વાય ? જે કકળાટ બંધ કરી દે . કકળાટ ઊભા થવાની જગ્યાએ
કકળાટ બંધ કરતો જાય. તેથી અમને પાકા કહ્યાને ! ગમે તેવી ખરાબ આફતોમાં આવ્યા હોયને , તોય
બધું નિકાલ કરી દે .
બુદ્ધિ તો કોનું નામ કહે વાય કે એક મતભેદ ના પડવા દે . દૂધ ઢળી ગયું હોય તો કે મ ઢળી ગયું,
એનો બધો નિવેડો પોતાના એક્સ્પિરિયન્સથી તરત આવી જાય. અને તરત કહે , ઢળી ગયું તેનો વાંધો
નહીં, હવે ધીમે ધીમે લૂછી નાખો અને બીજુ ં લાવીને ચા મૂકો. એમ ધીમે રહીને બોલે . અને આ તો દૂધ
ઢળ્યું તે પહે લાં મહીં એનું હઉ દૂધ ઢળી જાય. આખો દહાડો ડખાડખ થાય એ બુદ્ધિનું જ ડહાપણ છે ને !

દાદાની આ વાત, આખી રાત મારા મનમાં ચાલ્યા કરી. તે દિવસે હરીફ જોડે થયેલ કકળાટ તેમજ અન્ય
ઘણા પ્રસંગો યાદ આવ્યા. મને ત્યારે ખ્યાલ આવ્યો કે મારી જે માન્યતા હતી કે "હું બહુ બુદ્ધિશાળી છુ ં " એ તો
ભાંગી અને ખ્યાલ પણ આવ્યો કે ખરો બુદ્ધિશાળી કોને કહે વાય !
±¿Ü Ýð× 13
ગૌતમ બુદ્ધ
પ્રચલિત માન્યતા પ્રમાણે પ્રસંગ અને ઘટના મહાવીર ભગવાનના
સમયની છે . તે સમયે ગૌતમ બુદ્ધ થઈ ગયા, તેમનું અસલ નામ સિદ્ધાર્થ હતું.
એમનો જન્મ શાક્ય ક્ષત્રિય પરિવારમાં થયો હતો. કપિલવસ્તુના તેઓ
રાજકુ માર હતાં. કપિલવસ્તુ એ પ્રાચીન ભારતનું લુંમ્બીની એટલે કે આજનો
નેપાળ દેશ .
દાદાશ્રી કહે તા કે ગૌતમ બુદ્ધના બુદ્ધિના લેયર્સ લગભગ પૂરા થતાં
હતા અને બુદ્ધિના છે લ્લા ઉત્તરકાળમાંથી પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે એમની
એ ખુબ ઊંચી સ્ટે જ હતી. આગવી પ્રતિભા ઉભરતી હતી. એ ઊંચી સ્ટે જ
આપણને એમના આ જીવન પ્રસંગ દ્વારા જાણવા જેવી છે .

ગૌતમ બુદ્ધના જીવનના ઉત્તરકાળે એક ઘટના બની હતી. હિમાલયના


ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી રોહિણી નામની એક નદીના બંને કાંઠે શાક્ય અને
કોલી નામની બે ભિન્ન પ્રજાતિઓ વસતી હતી. આ બંને વચ્ચે સામાન્ય
ખાણીપીણી, રહે ણીકરણી, પરસ્પર લગ્નસબંધ જેવાં વ્યવહારો સ્થાન લઈ
ચૂક્યા હતા, જેને રોટી-બેટી વ્યવહાર પણ કહે છે . બધુ સરસ સામંજસથી
ચાલતુ હતુ, એમાં કોઈકની બુદ્ધિએ ડખો કર્યો અને બન્યું એવું કે રોહિણી
નદીના જળભંડારના પ્રશ્ને બંને પ્રજાઓ વચ્ચે ખટરાગ થયો. ઉપરવાસથી
નીચે આવતા આ જળપ્રવાહને જળસંચય માટે પોતાના પ્રદેશ તરફ વાળી
લેવો એ મુદ્દો મુખ્ય થયો. આખરે બંને કિનારા ઉપર વસતા શાક્ય અને કોલી
જાતિના સૈન્યો એકબીજા સામે શસ્ત્રો લઈને ઊભા રહી ગયા.

14 ½LÝð±ëßí 2023
ભગવાન બુદ્ધને આ વાતની જાણ થઈ. બુદ્ધ પોતે શાક્ય
હતા અને કોલી તેમના મોસાળ પક્ષે હતા. રોહિણી તો હિમાલયની
પુત્રી હતી. એનો જળપ્રવાહ ક્યારે ય ખૂટતો નહોતો. બંને પ્રજા વચ્ચે
પ્રશ્ન અધિકારનો નહોતો પણ અહં કારનો હતો.
ગૌતમ બુદ્ધે બંને સૈન્યોના સેનાધ્યક્ષોને એક પૂછ્યો,
“રોહિણીનું પાણી ક્યારે ય ખૂટે છે ખરું ?”
બેઉ પક્ષના સેનાધ્યક્ષોએ માથા ઝુ કાવીને કહ્યુ, “ના ભગવંત ,
ક્યારે ય નહિ.”
બીજો પ્રશ્ન કરતા બુદ્ધ બોલ્યા, “તમે જે સૈનિકોનો પરસ્પર
વધ કરશો તેમને પુનર્જી વન આપી શકશો ખરા ?”
“જી ના ભગવંત . અમારાથી એવું થઈ શકે નહીં”
સેનાધ્યક્ષોએ કહ્યું.
બુદ્ધ બોલ્યા, “જો રોહિણીનું પાણી ખૂટતું નથી, તમે મરનાર
સૈનિકને પુનર્જી વન આપી શકતા નથી તો એકબીજાનું જીવન લેવાનો
તમને અધિકાર છે ?”
ગૌતમ બુદ્ધની વાત સાંભળી બન્ને પક્ષના સેનાધ્યક્ષોએ
ગરદન ઝુ કાવી માફી માંગી, પીછે હટ કરી. તેઓ મનોમન સમજી
ગયા કે ખરે ખર કોઈ સમસ્યા છે જ નહીં. એક માનવ સંહારની
ઘટના ટળી.
ગૌતમ બુદ્ધના જીવનનો આ પ્રસંગ આજના દિવસો માટે
પણ ખુબ સમજવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો છે .
બુદ્ધિને બહુ ઉછાળવાની જરૂર નથી એ તો ભેદ જ
પડાવે . ખરે ખર બુદ્ધિથી જે સમાધાન થાય એમાં દ્વંધ ના
હોય, સર્વમાન્ય હોય, માટે બુદ્ધિનો સદુપયોગ કરવો
જોઈએ.

±¿Ü Ýð× 15
ુ વ
યુથ અનભ
લેતો અને પરીક્ષામાં સાંઠ પાંસઠ ટકા મેળવી લેતો.
હવે , આવેલ પરિસ્થિતિને પહોંચી વળવા,
મારે વધુ ધ્યાન દઈને વાંચન કરવાનું થયું, દરે ક
વિષયના ક્લાસ નિયમિત ભરવાના અને
ભણાવવાના ગોલ (goal) સહિત અટે ન્ડ કરવાના
હાય.. કે મ છો મિત્રો.. જય સચ્ચિદાનંદ થયા. એક અલગ રોલ અદા કરવાનો હતો. ખુદ
પ્રસંગ એન્જીનીયરના ત્રીજા વર્ષના છઠ્ઠા એને ઘરે જઈ દિવસ દરમિયાન કરે લ અભ્યાસ
સેમિસ્ટરનો છે . લગભગ છે લ્લા ત્રણ મહિનામાં યાદ કરી હું એને શીખવાડતો અને કરાવતો. મારું
અમારી પરીક્ષા હતી. મારો એક ખાસ મિત્ર હતો પણ અનાયસે રીવિઝન થઈ જતું.
શિશિર. અમારૂં બન્નેનું બોન્ડીંગ બહુ સરસ હતું. એ લગભગ અઢી મહિનાની મહે નત પછી છઠ્ઠા
સમયે બન્યું એવું કે સંજોગવસાત એને એક એક્સીડે ન્ટ સેમિસ્ટરનું રીઝલ્ટ એવું એક્સલેન્ટ આવ્યું કે હું
નડ્યો અને ફ્રે ક્ચર થયું. એની પરિસ્થિતિ વિચિત્ર બની. કોલેજમાં ૭૬% પરસેન્ટ સાથે ફર્સ્ટ આવ્યો, જે
હાલવું, ચાલવું કે બેસવાનું એના માટે અશક્ય બન્યું. ખુબ જ આનંદની વાત હતી. એ જ વખતે જયારે
ઘરની બહાર નીકળવું કે કોલેજ જવું તો વિચારવું જ મારો મિત્ર શિશિર મારી પાસે આવ્યો અને ગદગદ
રહ્યું ! એક ગંભીર સમસ્યામાં એ ઘેરાઈ ગયો ! કં ઠે બોલ્યો, “મિત્ર, મારા પણ ૬૩% પરસેન્ટ
એક મિત્ર તરીકે મારા મનમાં અનેક વિચારો આવ્યા છે અને તે ફક્ત તારી મહે નત અને મદદથી
આવ્યા. હું અસમંજસમાં હતો. શું હવે એ પરીક્ષા નહીં જ!
આપી શકે ? અત્યાર સુધી એણે કરે લ મહે નત, મિત્રો, કદાચ શિશિર ફે લ પણ થાત. નારાજ
અભ્યાસ ફોક જશે ? શું એનું વરસ બગડશે ? થાત, એનું વરસ બગડત. પરં તુ મદદ કરતા કરતા
મિત્રતાએ અંદરથી એક સાદ કર્યો, “એ ફ્રે ન્ડ મારા ખુદના પરિણામ પણ ખુબ ઉત્તમ આવ્યા,
ઈન નીડ ઈઝ એ ફ્રે ન્ડ ઈનડીડ” બસ... મેં નિશ્ચય કર્યો, પ્રોગ્રેસીવ આવ્યા અને એ મને સમજાવી ગયા કે
મારે ગમેતેમ કરીને કોઈપણ હિસાબે શિશિરને મદદ બુદ્ધિને સવળી રીતે વાળીએ, બીજાની મદદ માટે
કરવી. કોલેજનો અભ્યાસ, લેક્ચર જે પણ એનું છૂ ટી વાપરીએ, યોગ્ય પરિપેક્ષમાં લઈ જઈએ તો
જશે તે મારે એને નિયમિત અને પધ્ધતિસર શીખવાડવું પરિણામ ચોક્કસ સારા આવે , સકારાત્મક આવે .
પડશે , સમજાવવું પડશે , જેથી એના અભ્યાસની કડી - નીરવ, ભરુચ
મજબૂત અને અતુટ રહે .
પ્રશ્ન એ હતો કે કોઈને ભણાવવું એટલે પહે લા
તો પોતે વ્યવસ્થિત ભણવું પડે , સમજવું પડે , યાદ
રાખવું પડે . મારી પોતાની ટે વ અને સ્ટાઈલ મુજબ હું
કોઈપણ વિષય, પરીક્ષાના બે ત્રણ દિવસ પહે લા વાંચી

16 ½LÝð±ëßí 2023
ઈમોજી પરથી દાદાની બુકનું નામ શોધો

1
દાદાની બુક:

2 દાદાની બુક:
3 દાદાની બુક:

4 દાદાની બુક:

5 દાદાની બુક:

જવાબ પાના નંબર - ૨૩ પર મળશે


6 દાદાની બુક:

7 દાદાની બુક:

8 દાદાની બુક:

±¿Ü Ýð× 17
મહાવીર
હનુમાન

“રામદૂત અતુલિત બલ ધામા


અંજનીપુત્ર પવનસુત નામા “રામના દૂત , અતિ
બળવાન, અંજની અને પવનદેવના પુત્ર
હનુમાનજી, સીતાજીની શોધમાં લંકા તરફ
ઊડી રહ્યા હતા ત્યારે આકાશમાં દેવતાઓને
શંકા થઈ. ચાલો... હનુમાનજીની પરીક્ષા લઈએ
અને રામચંદ્રજીના કામમાં એ સફળ થાય છે કે
નહીં જરા એમની બુદ્ધિ ચકાસીએ.
સાપની માતા સુરસાને પરીક્ષા લેવાની
જવાબદારી સોપવામાં આવી. સુરસા એક
માયાવી રાક્ષસી હતી. હનુમાનજી જયારે
સમુદ્રની ઉપરથી ઉડી રહ્યા હતા ત્યારે અચાનક
સુરસા સમુદ્રમાં પ્રગટ થઈ અને હનુમાનજીને
રોકવા પોતાનું રાક્ષસી મુખ મોટું કર્યું, મોઢું
પહોળુ કર્યું અને બોલ્યા, “હે ! વાનર ઉભો રહે ,
તું મારુ આજનું ભોજન છે અને હું તારુ ભક્ષણ
કરવા આતુર છુ ં મને ખુબ ભુખ લાગી છે .”
18 ½LÝð±ëßí 2023
બળવાન હનુમાનજીએ ખુબ વિનમ્રતાથી કહ્યું,
હનુમાનજી બુદ્ધિમાં ચતુર
“હે માતે ! હું પ્રભુ શ્રીરામના કામ માટે લંકા તરફ જઈ
રહ્યો છુ ં , શ્રીરામનો સંદેશ માતા સીતાજીને પહોંચાડવા હતા. એ�મણે પ�ોતાનું શરીર
ખુબ જ અગત્યનું છે , મને જવા દો. કામ પત્યા બાદ હું બે ઘણુ વિશાળ કર્યું. પરં તુ
તરત તમારી સામે હાજર થઈશ, ત્યારે તમે મારું
ભક્ષણ કરી લેજો અને તમારી ભુખને સંતોષી લેજો.” હનુમાનજી સમજી ગયા કે
સુરસાએ હનુમાનજીની વાત માની નહીં અને આ રાક્ષસી માયાવી છે .
પોતાનું મોઢું વધુ પહોળું કર્યું. હનુમાનજી બુદ્ધિમાં ચતુર
હતા. એમણે પોતાનું શરીર બે ઘણુ વિશાળ કર્યું. પરં તુ
બન્ને હરીફાઈમાં પડશે ત�ો
હનુમાનજી સમજી ગયા કે આ રાક્ષસી માયાવી છે . બન્ને ઝગડ�ો થશે, પરિણામ
હરીફાઈમાં પડશે તો ઝગડો થશે , પરિણામ વિપરીત
આવશે . પોતે સીતાજીની શોધમાં મોડા પડશે .
વિપરીત આવશે.
વિનાકારણ ઉર્જા અને સમયનો બગાડ થશે .
પોતાના ચાતુર્ય અને બુદ્ધિને કામમાં લગાવી
સુરસાને સન્માન આપી, વિનમ્રતાથી લઘુ થઈ પોતાના
શરીરને લઘુ (નાનો) કરી પવન ઝડપે સુરસાના
મોઢામાં પ્રવેશી તુરંત બહાર નીકળી આવ્યા.
સુરસા હનુમાનજીની બુદ્ધિને સમજી ગયા.
'તમારી બુદ્ધિ ખુબ તીક્ષ્ણ છે , તમે અસાધારણ છો, તમે
બળવાન પણ છો અને લક્ષમાં અડગ છો. તમે તમારુ
લક્ષ જરૂર પૂરું કરશો એ ખાતરી છે .' એમ કહી
સુરસાએ પોતે હાર માની, હનુમાનજી માટે લંકા
તરફનો રસ્તો ખુલ્લો કર્યો.

હનુમાનજી પાસે બુદ્ધિ અને બળ બન્ને હતાં, બુદ્ધિથી કદાચ અથડામણ થાત અને સમય
બગડત. પરં તુ હનુમાનજીએ બુદ્ધિનો ઉપયોગ અથડામણ ટાળવા અને પોતાને સોપવામાં આવેલ
કાર્યને સિદ્ધ કરવા અને માતા સીતાજીને સંદેશ આપવા કર્યો. વાતને અક્ષરસઃ સમજીએ કે બુદ્ધિનો
ઉપયોગ અથડામણ ટાળવા અને કામકાજના સોલ્યુશન માટે વાપરીએ. સફળતા જરૂર મળશે અને
શક્તિનો દુરુપયોગ ટાળી શકાશે .

±¿Ü Ýð× 19
બુદ્ધિ થકી સોલ્યુશન ટે ન્શનના
દાદાશ્રીના પુસ્તકની ઝલક

દાદાશ્રી : બીજાના દોષો જોવાથી ટે ન્શન વધે . હોય, સુખ આપણી પાસે છે ને જાણી જોઈને આપણને
બીજાના દોષો જોયા ત્યાંથી ટે ન્શન વધે . કારણ કે ભોગવતા ના આવડે એ કઈ જાતનું ? ફર્સ્ટ ક્લાસનું
આપણું જ્ઞાન શું કહે છે કે જગત નિર્દોષ છે . એને દોષિત રિઝર્વેશન કરીએ અને પેલાની જોડે આપણે કચકચ
જોયું એટલે પછી ટે ન્શન વધે . આપણું જ્ઞાન આવું કહે કરીએ ! ‘અલ્યા, તું આ ઊભો થઈને પાછો કચકચ કરે
છે . તું જ્ઞાનથી નથી માનતો એ માન્યતા ? તું જ્ઞાનથી છે ? સૂઈ જા ને છાનોમાનો. તારું આ રિઝર્વેશન છે .’
કબૂલ કરે છે આવું ? આખી રાત નકામી જાય. તે પેલો કચકચ કરવા પેસેને
પ્રશ્નકર્તા : એ કબૂલ છે તો પણ હવે પેલું થઈ ત્યારે કહીએ, ‘ભઈ, તમે મોટા માણસ છો ને મારું ગજુ ં
જાય છે . નહીં. આ તો હું ફર્સ્ટ ક્લાસમાં આવી પડ્યો છુ ં . એટલું
દાદાશ્રી : પણ આપણે ચેતવું પડે . સામાને નિર્દોષ જ છે , બાકી તમે મોટા માણસ છો. આપ આરામ કરો’
જોવા. દોષિત દેખાય છે , પછી કહી દેવું કે , ‘તમે દોષિત એમ કરીને પતાવી દઈને આપણે સૂઈ જઈએ. આખી
દેખાવ છો પણ ખરો દોષિત હું જ છુ ં . હું માફી માગું છુ ં રાત એની જોડે ક્યાં કચકચ કરીએ !
તમારી.’ તો બુદ્ધિ ટાઢી પડે . તું એવું કરતો નથી ને ? પ્રશ્નકર્તા : પેલો બુદ્ધિનો ડખો હોય એમ મને
પ્રશ્નકર્તા : નથી કરતો એવું. લાગે છે , દાદા.
દાદાશ્રી : તો રહે હજુ ટે ન્શનમાં ! દાદાશ્રી : બુદ્ધિ કરે છે , પણ એ તો બુદ્ધિનો
પ્રશ્નકર્તા : ના, કાઢવાનું છે , દાદા. સ્વભાવ છે . હવે આ જ્ઞાન હોય ને , ત્યાર પછી આપણે
દાદાશ્રી : તો ક્યારે (ટે ન્શન ) કાઢવાનું ? જવાની સમજીએ કે કોઈ દોષિત છે જ નહીં. એ બધું ખોટું
પૂરી થાય પછી ? જવાનીમાં તો આપણી પાસે જોર દેખાય છે . બુદ્ધિ દેખાડે છે ને આપણને હે રાન કરે છે
20 ½LÝð±ëßí 2023
આ. આપણી બુદ્ધિ આપણું ખાઈને આપણને હે રાન ડખો થયા વગર કોઈને રહે નહિ ને , મેજીસ્ટ્રેટ હોય કે
કરે . ખાય છે આપણું, મોટો પ્રધાન હોય, પણ ઘેર તો ડખો થાય ને , ના થાય ?
રહે વું છે આપણા મકાનમાં ને પછી હે રાન પણ પ્રશ્નકર્તા : થાય દાદા, થાય.
આપણને કરે છે . દાદાશ્રી : બધાને , ભલે ને ગમ્મે એવો મોટો હશે ,
પ્રશ્નકર્તા : પણ બુદ્ધિ ‘ગેટ આઉટ’ કે મ નથી થતી ? પણ આમ સંડાસ જોડે દોસ્તી ખરીને ? ત્યાંથી અમે
દાદાશ્રી : એ ‘ગેટ આઉટ’ ના થાય. એ તો આપણે સમજી ગયા ! બધેય વ્યથિત, વહુ જોડે ય વ્યથિત. માટે
અત્યાર સુધી પોષેલીને , મોટી કરે લીને , તે એકદમ ગેટ ચેતતો રહે જ ે. તારી બુદ્ધિ જરા વધારે કામ કરે છે , તેથી
આઉટ ના થાય. એ તો આપણા લાગમાં આવવી અમે તને કહીએ છીએ. બહુ ચેતવા જેવું છે . એ ટે ન્શન
જોઈએ ત્યારે થાય. લાગમાં આવતી નથી ને ? લાગમાં તો ખલાસ કરી નાખે . આવું જ્ઞાન મળે લું છે , તેય પછી
કે મ કરીને આવે એ તપાસ કર્યા કરવાની. જતું રહે . પછી ફરી કં ઈ તાલ ખાશે નહીં. સામાની ભૂલ
ટે ન્શન માણસને ખલાસ કરી નાખે અને આ હોય તોય માફી માગી લેવી.
જ્ઞાન ના હોય તો ટે ન્શન છે જ બધું. જગત વ્યથિત જ છે પ્રશ્નકર્તા : થોડો અહં કાર એવો રહ્યા કરે છે .
ને ? આ જજ સાહે બેય વ્યથિત હોય. પણ કોર્ટમાં પેઠા માફી જલદી મંગાતી નથી. પહે લા એવું થતું કે ભૂલ
પછી વ્યથિત બંધ કરી દે . કારણ કે એ શેનાથી બંધ કરે થાય કે તરત જ માફી માગીને નિકાલ થઈ જાય.
? એમની પાસે માન ખરું ને ? ‘લોક જોઈ જશે’ કહે . દાદાશ્રી : એટલે તારે ફરી એ ગોઠવણી કરવી
આમ તો કોઈકને કાઢી મૂકે કે , કોર્ટ ની બહાર ઊભા જોઈએ.
રાખે , પણ એય ઘેરથી વ્યથિત થઈને આવ્યા હોય !
±¿Ü Ýð× 21
બુદ્ધિ એટલે શું ? નફો ને ખોટ, બે જુ એ , એનું નામ બુદ્ધિ.
વ્હે ર ઈઝ પ્રોફિટ એન્ડ વ્હે ર ઈઝ લોસ”
- દાદાશ્રી

નફો ખોટ
પ્રોફિટ લોસ
પોઝિટિવ નેગેટિવ

22 ½LÝð±ëßí 2023
1) અથડામણ ટાળ�ો 2) ક્રોધ 3) ચમત્કાર 4) અહિં સા
જવાબ - પાના નંબર ૨૩ ના
કવિતા
વાત વાતમાં નફો-ખોટ, બતાવવું જેનું કામ છે ...
સહુ ને સંસારમાં રાખે , સંસાર બુદ્ધિનું ધામ છે ....

સહજતા તોડી વ્યક્તિને , અસહજ કરાવે બુદ્ધિ...


વાત વાતમાં નીત નવા, એ ડખા લાવતી શોધી...

� 5) ત્રિમંત્ર 6) ગુરુ-શિષ્ય 7) પતિ-પત્નીન�ો દિવ્ય વ્યવહાર 8) હુ ં ક�ોણ છું


પરિણામે નુકસાન કરાવતો પક્ષપાતી વકીલ છે ...
પોતે ભટકતી બીજાને ભટકાવે , એવી દલિલ છે ...

જરા વિચારો સુજાન બુદ્ધિ, ડુ બાડે કે તરાવે છે ..?


વાત વાતમાં હરે ક વાતમાં, સામાને દોષી ઠરાવે છે ...

કામકાજ માટે બુદ્ધિ વાપરવાનું, શ્રી જ્ઞાની સમજાવે ...


ખરો બુદ્ધિશાળી કોઈનીયે , અથડામણમાં ના આવે ...

નિર્મળ બુદ્ધિ તો તેને કહે , જે ટાળે સઘળા મતભેદ...


કષાય ડાઘ પડવા ન દે , વ્યવહાર કરે ચોખ્ખો સફે દ...

જ્ઞાન છે અસીમ પ્રકાશ, બુદ્ધિની સીમા બહાર છે ...


જ્ઞાનીઓ હોય ખરા અબુધ , જેમનું જ્ઞાન અપાર છે ...

±¿Ü Ýð× 23
äæýÑ 10, ±_À Ñ 9 Date of Publication 22nd of every month
RNI No. GUJGUJ/2013/53113
çâ_Ã ±_À Ñ 117 Reg. No. G-GNR-310/2023-2025 valid upto 31.12.2025
½LÝð±ëßí 2023 Licensed to Post without Pre-payment
No. PMG/NG/104/2023-2025
valid upto 31.12.2025
Posted at Adalaj Post Office on
22nd of every month

Éwß×í äë_Çù

For Free download, Scan Here


visit www.akramyouth.org

±¿Ü Ýð×Þë çPÝù ÜëËõ çñÇÞë


1.±ëÕÞð_ áäëÉÜ Õñßïð_ @Ýëßõ ×ëÝ Èõ, Öõ À´ ßíÖõ ½Hëåù ? ±ëÕÞë ±ëäõá ±¿ÜÝð×Þë ÀäßÞë ±õÍÿõç áõÚá ÕßÞë
ÜõQÚßåíÕ Þ_ÚßÞë ÈõSáë È ±_À ÖÕëçù. Øë.Ö. YGFT555/08-2028 ±õËáõ ÖÜëßïð_ áäëÉÜ ±ùÃWË - 2028Üë_ Õñßïð_ ×ëÝ Èõ.
±¿ÜÝð× ìßLÝð±áÞí ìäÃÖ (áäëÉÜ ±Þõ ç_ÕÀóçñhë) Òç_ÕëØÀíÝÓ ÕõÉ Õß ±ëÕõá Èõ.
2.½õ ±ëÕÞõ Àù´ ÜìèÞëÞð_ ±¿ÜÝð× Þ Üâõ Öù ÎùÞ Þ_. 8155007500 Õß ÞíÇõÞí ìäÃÖù SMS Àßäù.
1) ÀëÇí ÕëäÖí Þ_Úß ±×äë ID NO. 2) ÕëÀ< ±õÍõþç-ÕíÞ ÀùÍ çìèÖ 3) Éõ ÜìèÞëÞð_ Ü÷Ãõì{Þ Þ×í ÜYÝð_ ±õ ÜìèÞù.
Send your suggestions and feedback at: akramyouth@dadabhagwan.org
Printed and Published by Dimple Mehta on behalf of Mahavideh Foundation-Owner.
Printed at : Amba Offset, B-99, GIDC, Sector-25, Gandhinagar – 382025.

24

You might also like