Ekatra Wiki

You might also like

Download as pdf or txt
Download as pdf or txt
You are on page 1of 159

Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ

સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

સંપાદક: ચંદ્રકાન્ત શેઠ


અનુ ક્રમ
પ્રારંભિક

ગોપી

પૂનમડી

ખોલકી

નાગરિકા

માજા વેલાનું મૃત્યુ

પની

માને ખોળે

મીન પિયાસી

ઊછરતાં છોરુ

દુનિયાનું મોં

‘ઇવનિંગ ઇન પૅરિસ’

ઊભી રહીશ

એઇ દિકે (આ બાજુ )

તારિણી

સુન્દરમ્ : જીવનક્રમિકા

Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?


title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ&oldid=55975"
Last edited 12 months ago by Shnehrashmi

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/


પ્રારં ભિક
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

‘એકત્ર’નો ગ્રંથગુલાલ

આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ
ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા
https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.

અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું
નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ
સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત –
લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are
not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers
can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with
objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please
visit: https://www.ekatrafoundation.org , https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or
https://ekatra.pressbooks.pub .

સુન્દરમ્‌ની
⁠ શ્રેષ્ઠ વાર્તાઓ
સંપાદક
ચંદ્રકાન્ત શેઠ

આદર્શ પ્રકાશન

સારસ્વત સદન
ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે, અમદાવાદ ૩૮૦ ૦૦૧

Sundaramni Shreshth Vartao


Edited by Dr. Chandrakant Sheth
Published by Adarsh Prakashan, Ahmedabad ૩૮૦ ૦૦૧
૨૦૦૪

પ્રકાશક
કૃષ્ણકાંત મદ્રાસી
આદર્શ પ્રકાશન
ગાંધી માર્ગ, બાલા હનુમાન સામે,
અમદાવાદ ૩૮૦ ૦૦૧

પ્રથમ આવૃત્તિ : ૨૦૦૨
પુનર્મુદ્રણ : ૨૦૦૪

વાર્તાના © સુધાબહેન સુન્દરમ્


સંપાદનના © ચંદ્રકાન્ત શેઠ

મૂલ્ય રૂ. ૮૫-૦૦

મુદ્રક
વિજય ઓફસેટ
અજય ઍસ્ટેટ, દૂધેશ્વર રોડ,
અમદાવાદ ૩૮૦ ૦૦૪

અર્પણ

‘ધ્રુવપદ'ના સાધક
કવિ શ્રી સુન્દરમ્
તથા
કવિપુત્રી શ્રી સુધાબહેન સુન્દરમ્‌ને
સૌન્દર્ય-સુધામય કાવ્ય-યોગ!
— ચં.

સંપાદકીય
સુન્દરમ્ જેવા મોટા ગજાના વાર્તાકારને વાંચવા-માણવાની વૃત્તિ તો સાહિત્યરસિક વર્ગમાં હમેશાં હોય જ. સાહિત્યના શિક્ષણમાં સુન્દરમ્‌ની
વાર્તાઓ અનેક રીતે ઉપયોગી થાય એવી સમર્થ અને વિશિષ્ટ છે. આવા પ્રતિભાવંત વાર્તાસર્જકોની કૃતિઓનાં સંપાદનો વિવિધ તબક્કાએ વિવિધ
સાહિત્યસેવીઓ દ્વારા થતાં રહે તે આવકાર્ય છે. આદર્શ પ્રકાશનના સંચાલકો સ્નેહી શ્રી કૃષ્ણકાંતભાઈ તથા કમલેશભાઈની તીવ્ર ઇચ્છા
સુન્દરમ્‌ની વાર્તા-કવિતાની પ્રસાદી સાહિત્યજિજ્ઞાસુઓ તેમજ રસિકો સુધી પહોંચે એ માટેની હતી. એમણે એ માટે શ્રી સુન્દરમ્‌નાં સુપુત્રી
સુધાબહેનનો તો સંપર્ક કર્યો અને એમાં મને પણ સાંકળ્યો. સુન્દરમ્‌ની વાર્તાઓ આ પૂર્વેય સંપાદિત થઈ જ છે. અહીં સુન્દરમ્‌ની વાર્તાસર્જક
તરીકેની વિવિધરંગી સર્જકતાનો યથાતથ ખ્યાલ આવે એ રીતની વાર્તાઓ પસંદ કરી છે. સુન્દરમ્‌ની અહીં પસંદ કરેલી ૧૪ વાર્તાઓમાંથી
એમની વાર્તાકાર તરીકેની સંવેદનશીલતા, પ્રયોગશીલતા તેમજ સિદ્ધહસ્તતાનો જરૂરી પરિચય સાહિત્યરસિકોને મળી રહેશે એવી આશા છે.
સુન્દરમ્‌ની વાર્તાઓનું આ સંપાદન એમની વિશાળ, વૈવિધ્યવંતી અને સત્ત્વસુંદર વાર્તાસૃષ્ટિની વિસ્મયરમ્ય યાત્રા માટેનું પ્રવેશદ્વાર બનશે એવી
શ્રદ્ધા છે. આ સત્કાર્યમાં મુ. સુધાબહેનની સંભાવના સાંપડી તથા કૃષ્ણકાન્તભાઈ, કમલેશભાઈ તથા નીરવ-કુણાલનો રૂડો સાથ-સહકાર સાંપડ્યો તે
માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
૯-૧૦-૨૦૦૨ –ચંદ્રકાન્ત શેઠ

પુનર્મુદ્રણ પ્રસંગે...

સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓનું બે વર્ષના ગાળામાં પુનર્મુદ્રણ શક્ય બન્યું તે બદલ ગુજરાતના સાહિત્ય અને શિક્ષણક્ષેત્રના વિદ્યાર્થીઓ,
અધ્યાપકોનો – સુન્દરમ્-પ્રેમીઓનો જ આભાર માનવાનો રહે છે. સુન્દરમ્‌ની વાર્તાકળાનું આજેય કામણ અકબંધ છે એ જોઈને આનંદ થાય છે.
આ સંદર્ભમાં આદર્શ પ્રકાશનનો ઉત્સાહ પણ પ્રશશ્ય છે.

પામો સદા સુન્દર ચાહી ચાહી !

બુદ્ધપૂર્ણિમા –ચંદ્રકાન્ત શેઠ


૪-૫-૨૦૦૪

ભાવસુન્દર વાર્તાલોક
ગુજરાતી સાહિત્યમાં એક મોટા ગજાના સાહિત્યસર્જક તરીકે સુન્દરમ્‌નું નામ-કામ જાણીતું છે. ઉમાશંકરના આ ‘સારસ્વત સહોદર'
સ્વભાવે તેમજ સ્થાયિભાવે તો કવિ જ છે; પરંતુ કેવળ કવિ નથી; ઉમાશંકરની જેમ તેઓ પણ સમર્થ ગદ્યસર્જક છે. તેમણે પણ ઉમાશંકરની જેમ
વાર્તા, નિબંધ, વિવેચન આદિ સાહિત્ય-પ્રકારોમાં ઘણું ઊંચા બરનું કામ મૂક્યું છે. ઉમાશંકરમાં કવિ પછી તુરત જ એકાંકીકારનો અને તે પછી
વાર્તાકારનો ઉલ્લેખ કરવાનું ગમે તો સુન્દરમ્‌માં કવિ પછી તુરત જ એમનામાંના વાર્તાકારનો. ગુજરાતી ટૂંકી વાર્તાના ઇતિહાસમાં કવિ-વાર્તાકારો
તરીકે સુન્દરમ્ અને ઉમાશંકરનાં નામ સાથે જ દેવાનું ગમે. બંનેય જેમ મૂર્ધન્ય કવિઓ તેમ મૂર્ધન્ય વાર્તાકારો પણ ખરા જ! એમની વાર્તાલેખનની
ધાટી જ એવી કે બંનેની નસલ મૂળભૂત રીતે કવિનું હોવાનું તુરત જ વરતાઈ આવે.

વાર્તાક્ષેત્રે ઉમાશંકર ‘વાસુકિ' ને પછી ‘શ્રવણ’ થયા ખરા, પણ એકંદરે તો ઉમાશંકર જ રહ્યા. સુન્દરમ્‌નું પણ એવું જ થયું. વાર્તાક્ષેત્રે
‘ત્રિશૂળ' થયા પછીયે રહ્યા તો સુન્દરમ્ જ! સુન્દરમે વાર્તાકાર તરીકે ‘ત્રિશૂળ’ નામ રાખ્યું તેની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે ‘ત્રિશૂળ'માંનું ‘ત્રિ’પદ
તે તેમના પિતૃદત્ત નામ ‘ત્રિભોવન'નું તો તેમાંનું ‘શૂળ' પદ ટૂંકી વાર્તાની વેધકતાનું દ્યોતક છે. ‘ત્રિશૂળ' ઉપનામ ધારીને સુન્દરમ્ વેધક વાર્તાઓ
લખવાની પોતાની ભાવના સૂચવવા માગતા હતા. (‘તપોવન’, ૧૯૬૯, પૃ. ૬૪) જોકે વાર્તાક્ષેત્રે તેમનો ‘ત્રિશૂળ' કરતાં ‘સુન્દરમ્' રૂપે જ સવિશેષ
સાક્ષાત્કાર થાય છે.

સુન્દરમે ‘ગોપી’થી ‘હીરાકણી’ નામના એમના પહેલા વાર્તાસંગ્રહના નિવેદનમાં જણાવ્યું છે તેમ, તેમણે તેમની પહેલી વાર્તા લખી
૧૯૩૧ની સાલમાં, ‘લૂંટારા' નામની અને તે ‘ત્રિશૂળ'ની સહીથી, ભરૂચથી નીકળતા ‘વિકાસ’ નામના એક સાપ્તાહિકમાં છાપવા આપેલી. એ
પહેલી વાર્તા લખતાં સર્જક સુન્દરમે જે આંતરિક ભય અનુભવેલો તે ૧૯૩૮માંયે ચાલુ રહ્યો હતો. એ ભય હતો વાર્તાની અટપટી કળાનો.
વાર્તામાં ભૂલો થઈ જવાની એટલી બધી સગવડ હોય છે કે સફળ વાર્તા લખાય તો એને કળાનો પ્રસાદ જ માનવાનો રહે. સદ્ભાગ્યે, સુન્દરમ્‌ને
એ કળાનો પ્રસાદ સારા પ્રમાણમાં સાંપડ્યો છે. આમ છતાં સુન્દરમ્‌માં વાર્તાકાર તરીકેની વિનમ્રતા, વિચક્ષણતા તથા સચ્ચાઈ એવાં હતાં કે
૧૯૬૭માં પણ પોતાને વાર્તા લખતાં નથી આવડતું એમ લાગ્યાં કરે છે! સુન્દરમ્‌ની વાર્તા વિશેની વિભાવના જ એવી ઊંચી કે આવું ન લાગે તો
જ આશ્ચર્ય થાય. સુન્દરમ્‌ની વાર્તાકાર તરીકેની સૂઝસમજ તેમ જ ક્ષમતા શક્તિ તથા વિકાસલક્ષી ગતિવિધિની તાસીર કેવી મજબૂત હતી તેનું
વાર્તાકળાના એમના આવા સર્જનાનુભવ પરથી અનુમાન થઈ શકે છે.

સુન્દરમ્ વાર્તાક્ષેત્રે સતત વિકસતા રહેલા છે. ‘લૂંટારા’થી ‘તારિણી’ સુધીનું એમનું વાર્તાફલક જોતાં તેની પ્રતીતિ થાય છે. સુન્દરમ્‌ની
વાર્તાઓમાં આપણી વાર્તા-પરંપરાનું અનુસંધાન હોવા સાથે વાર્તાપ્રયોગોનું નાવીન્ય અને તેમની તાજગી પણ જોવા મળે છે. એમની વાર્તાઓમાં
વસ્તુસામગ્રી તેમ જ રજૂ આતનું વૈવિધ્ય પણ ધ્યાનપાત્ર છે. સુન્દરમ્‌ની વાર્તાઓ એમના જીવનની ઉત્ક્રાન્તિ સાથે તાલ મેળવતી – જાળવતી ચાલે
છે. પાર્થિવ વાસ્તવિકતાથી આરંભીને આધ્યાત્મિક વાસ્તવિકતા સુધીનું એમનું ઉન્નયન આ વાર્તાઓમાં આહ્લાદક રીતે પ્રતીત થાય છે.

સુન્દરમ્ કવિ-હૃદયી વાર્તાકાર હોઈ તેમની સંવેદનમૂલક દૃષ્ટિ જે તે પાત્ર કે પ્રસંગના હાર્દ પર બરોબર નોંધાયેલી રહે છે અને તેના
સંદર્ભમાં તેઓ જે તે પ્રસંગ કે વાતાવરણના પ્રભાવ હેઠળ પાત્રમાનસમાં જે સંચાર સંચલનો ઊઠે તેનું સુરેખ ને સચોટ ચિત્રાંકન કરવામાં સારો
એવો સર્જનોત્સાહ અને પુરુષાર્થ દાખવે છે. જે તે પાત્ર-પ્રસંગના અંતરતમ રહસ્ય સુધી પહોંચવામાં તેમની સ્ફૂર્તિ અને શક્તિ નોંધપાત્ર માત્રામાં
પ્રગટ થાય છે. સુન્દરમ્‌ની કલાદૃષ્ટિએ કંઈક શિથિલ કે પાંખી લાગતી વાર્તાઓમાં પણ એમની જે તે પાત્ર કે પ્રસંગના અનુલક્ષમાં પ્રગટ થતી
સર્જનગતિ ભાવકો માટે આકર્ષણ અને આહ્લાદનો વિષય બની રહે છે.

સુન્દરમ્‌નું વાર્તાસર્જક તરીકેનું સંવેદન સૂક્ષ્મ હોવા સાથે સંકુલ પણ હોય છે. કલામાં એમની દૃષ્ટિ પ્રમાણમાં ઘણી ઝીણી હોવાનું પ્રતીત
થાય છે. એમની રજૂ આત વિગતપ્રચુર, તથ્યપરક અને સત્યલક્ષી હોય છે. અલબત્ત, એમાં પ્રધાનતયા ભાવ-કળાનું વર્ચસ જળવાય એ માટેની
સુન્દરમ્‌ની જાગૃતિ અને જહેમત પણ ભાવકોને જોવા-અનુભવવા મળતી જ હોય છે.

સુન્દરમે ૧૯૩૮માં ‘હીરાકણી', ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા’ અને ૧૯૪૦માં ‘પિયાસી’ વાર્તાસંગ્રહો આપ્યા. તે પછી ‘ખોલકી અને
નાગરિકા’ના ગોત્રની કેટલીક વાર્તાઓ ૧૯૪૪માં રચાતાં, એ વાર્તાઓનો ૧૯૪પમાં ‘ઉન્નયન' નામનો અર્ધો જૂ નો ને અર્ધો નવો એવો સંગ્રહ
મળ્યો. એ પછી સુન્દરમે કાયમ માટે પોંડિચેરી-નિવાસ સ્વીકાર્યો. ત્યારપછીનાં ર૧ વરસોમાં સરેરાશ વરસે એક વાર્તાના હિસાબે ૨૧ વાર્તાઓ
રચી. તે વાર્તાઓ તેમ જ અન્ય અસંગ્રહસ્થ ૯ વાર્તાઓ લઈને સુન્દરમે ૧૯૭૮માં ‘તારિણી’ વાર્તાસંગ્રહ આપ્યો; જે તેમની વિકાસધર્મી
વાર્તાસર્જકતાનો સંકેતક છે. ‘તારિણી'માં ૧૯૩૩થી ૧૯૭૬ સુધીના સમયપટની વાર્તાઓ આવી છે, જેને સુન્દરમ્ એમના વાર્તાલેખનના આખાયે
સમયપટની નાનકડી છબીરૂપ લેખે છે.

સુન્દરમ્ આ વાર્તાસંગ્રહના સંદર્ભમાં પોતાની વાર્તાલેખનની પ્રક્રિયા વિશે જે મહત્ત્વની વાત કરે છે તે અહીં નોંધવી જોઈએ. તેઓ લખે છે

‘વાર્તાલેખન એ મારે માટે કવિતાલેખનના જેવો જ એક વિશિષ્ટ અનુભવ બની રહ્યો છે. આપણને જીવનમાં અને કર્મમાં પ્રેરનારી જીવન-
સર્જક શક્તિ પોતાની સ્વૈર ગતિએ આપણી દ્વારા કામ કરે છે, પોતાનો કોક નૂતન આવિર્ભાવ રચતી રહે છે. એ કવિતાની પ્રેરણારૂપે આવે છે
ત્યારે તે આપણને કોઈ ઊંચાં શિખરો ઉપર લઈ જઈ ચાંદની રાતે સોમવલ્લીનું ચયન કરાવી તેમાંથી સોમરસ આવતી હોય તેવું બને છે.
વાર્તાલેખન, સર્જનાત્મક ગદ્યની રીતે તે આવે છે ત્યારે તે જાણે ગિરિશિખરો નહીં, પણ પર્વતની કંદરાઓમાં, ગિરિતળેટીઓમાં, વન-ઉપવનોમાં
અને માનવનાં નગર, મહાનગરો, શેરીઓ, પોળો, ગલી કૂંચીઓ, ખેતરો પાધરોની દુનિયામાંથી આપણી પાસે નાનાં-મોટાં ફૂલો ચૂંટાવી લે છે;
ચાંદની રાતને બદલે ભાતભાતનાં ધુમ્મસોમાં, તડકાછાંયાઓમાં, આપણને ગુમાવે છે. આમ વાર્તાકારને માથે જાણે ધૂળધોયાનું, ધૂળના ઢગલામાંથી
સોનારૂપાના કણ શોધવાનું કામ આવે છે. એ સમય પણ વધુ માગી લે છે. પણ એની રીતે તેનું જે પરિણામ આવે છે તે એ બધી મહેનતને વસૂલ
કરી આપે એવું આવે છે એમાં શંકા નથી.
પણ આપણે વાર્તા લખીએ કે કવિતા લખીએ, કહો કે કાંઈ પણ સર્જનાત્મક પ્રવૃત્તિ હાથ લઈએ તે એક પ્રકારની શાંત, સમર્પિત સ્થિતિ
માગી લે છે.’

(‘તારિણી', ૧૯૭૮, પ્રસ્તાવના, પૃ. ૭-૮)

સુન્દરમ્‌ની વાર્તાસર્જનની ઉપર્યુક્ત પ્રક્રિયા ખ્યાલમાં રાખવાથી તેમની વાર્તાઓને વધુ સારી રીતે માણી–પ્રમાણી શકાશે.

સુન્દરમ્‌ની વાર્તાઓમાં દેખીતી રીતે જ માનવતાનું દર્શન કેન્દ્રસ્થાને હોય છે. માનવસંબંધોની સંકુલ જટાજાળમાં માનવનું સત્ત્વ –
માનવતાનું તત્ત્વ કેવું ઘાટઘડતર ને પરિવર્તન – રૂપાંતર પામતું હોય છે તે બતાવવામાં સુન્દરમ્‌નાં વાર્તાકાર તરીકેનાં કલાસૂઝને કલાકૌશલ્ય
સવિશેષ પ્રયોજાય છે. સ્થૂળ ઘટનાઓની તેઓ ઉપેક્ષા કરતા નથી, પરંતુ એ ઘટનાઓ નિરૂપીને એ વિરમતા પણ નથી. એ ઘટનાઓના તકાજા
હેઠળ માનવહૃદય કેવાં કેવાં ભાવસંવેદન અનુભવે છે તેનો યથાતથ ચિતાર આપવામાં તેમની ઊંડી દિલચસ્પી વરતાય છે. સુન્દરમ્ વાર્તાગત
ઘટના-પાત્રના મૂળમાં કામ કરતા માનવમનનાં સંચલનોને – એના તૉરતરીકાઓને ઉજાગર કરવામાં સવિશેષ રસ દાખવે છે.

સુન્દરમે જે વાર્તાઓ આપી છે તેમાં ગ્રામજીવન અને નગરજીવન – બંનેયનું આલેખન જોવા મળે છે. માગણ અને ગુનાહિત કાર્યો કરતી
કોમથી માંડીને નાગર જ્ઞાતિ સુધી વિવિધ સામાજિક સ્તરો સાથે સંકળાયેલી વાર્તાઓ એમણે આપી છે. એમાં ગ્રામજીવન તેમ જ નગરજીવનની
કાળીધોળી બાજુ ઓનું દર્શન પ્રગટ થાય છે. જોકે, નગરજીવનની મનુષ્યની શક્તિ-મુક્તિને ભીંસનારી તાસીર પ્રત્યેની સુન્દરની અરુચિ સ્પષ્ટ છે.
‘મીન પિયાસી' જેવી વાર્તામાંથી એના સંકેત પામી શકાય એમ છે. સવિશેષ તો આ વાર્તાકારની અરુચિ છે દંભી, દાંડ, દોદળી દશામાં જીવનારાં,
સત્તા, સંપત્તિ વગેરે પાછળ ભરાયાં બની માનવતાની કરપીણ હત્યા કરનારાં શોષણખોર સ્થાપિત હિતો સામે. આ સ્થાપિત હિતો વ્યક્તિ તેમજ
સમષ્ટિજીવનને કેવો ટૂંપો દે છે તે સુન્દરમ્‌ની અનેક વાર્તાઓમાં વિવિધ રીતે દર્શાવાય છે. ગરીબાઈ કેવો અભિશાપ છે, મોટાઈ કેવા આતંક સર્જે
છે તે પણ સુન્દરમ્‌ની વાર્તામાં સુપેરે જોવા મળે છે.

પ્રસ્તુત સંગ્રહમાંની પહેલી વાર્તા ‘ગોપી'માં ગોપાળ નામનો રાવળિયા કોમનો એક રૂપાળો કિશોર ‘ગોપી'નો વેશ લઈ નાચે છે. એનો બાપ
મોતી રાવળ ઢોલી છે. તે પોતાના દીકરાના દેખાવ ને નર્તનકળાનો લાભ લઈ વધુ ને વધુ કમાણી કેમ થાય એની તજવીજમાં રહે છે અને
પોતાના જ દીકરા પાસેથી હદ બહારનું કામ લેતાં એ દીકરો નાચતાં નાચતાં મૂછ પામે એવી પરિસ્થિતિ સર્જાય છે. ગોપીની કળાની સાથે જ તેની
કરુણતાની આ પરાકાષ્ઠા વાર્તાને અંતે સર્જાય છે. સમગ્ર વાર્તાનું ગોપીના નર્તને બંધાયેલું રંગીન રેશમી પડદા જેવું વાતાવરણ છેલ્લે ચિરાઈ જાય
છે, બેરંગી બની જાય છે. કવિ સુન્દરમે આ વાર્તામાં આ રાવળિયા બાપ-દીકરાને નચાવનાર જમીનદાર વર્ગનું તો તે સાથે ગોપીની નૃત્ય-
રજૂ આતનું ભાવવાહી નિરૂપણ – અસરકારક વર્ણન કર્યું છે. ‘મોતીના છોડની જેમ’ મોતી રાવળે ઉછેરેલો ગોપાળ – ‘ગોપી’ એના પોતાના માટે
આજીવિકાનું – કમાણીનું મજબૂત સાધન હતો; પણ એ સાધન પોતાની જ લોભવૃત્તિ અને મજબૂરીના કારણે જે રીતે નંદવાઈ જાય છે તે એક
કરુણ – વેદનાકર ઘટના છે. વાર્તાકારે ગોપી ઢગલો થઈને પડ્યો ત્યાં જ વાર્તા પૂરી કરી છે. એની મૂચ્છ પછી વળી કે નહીં તે અંગે તેમણે મૌન
સેવી, અંતને કલાત્મક સંદિગ્ધતા અર્પે છે.

‘પૂનમડી’ વાત છે. એક કામવાળીની, પણ એની રજૂ આત સુન્દરમે આકર્ષક રીતે કરી છે. તેમાં લેખકે હળવા વ્યંગ-વિનોદની યુક્તિને પણ
કામમાં લીધી છે. પોતાના કઠોર-મધુર દાંપત્યજીવનનો પણ લીલા-મય અભિગમે પરચો કરાવતાં કરાવતાં પૂનમડીના શીલસત્ત્વનોયે આબાદ
પરિચય આપે છે. પૂનમડી પ્રત્યેના વાર્તાકથકના કૂણા – સુંવાળા અભિગમનો રસરંગ પણ હળવી કલમે આસ્વાદ્ય રીતે સાધંત સ્રવતો રહે છે.
પોતાની પત્ની લીલા તથા કામવાળી પૂનમડી વચ્ચે જે રીતે આત્મીયતા બંધાતી જાય છે તેનું રસાત્મક ચિત્રણ લેખક આપે છે. પૂનમડીની વાત
માંડતાં, જમાવતાં વાર્તાકથક જે ઉત્સાહને પ્રસન્નતા અનુભવે છે તે પણ ધ્યાનપાત્ર છે. એમાં કજોડાનો ભોગ બનેલી પૂનમડીની શ્વસુરગૃહે
વિદાયની વાત છેલ્લે આવે છે. તેમાં વેદના અને ભાવિનો ભય બેય સંમિશ્ર છે. સાસરે જવા માટે તૈયાર થયેલી પૂનમની વેણી તૈયાર કરતાં લીલા
દ્વારા એમાં ફૂલ ગૂંથાયાં છે કે આંસુ – તે અંગેનો માર્મિક વિચાર છેડે છે. વાર્તાકથકનું પૂનમડી માટેનું ખેંચાણ કેવું છે તેની લીલાને પાકી ખબર છે
તેવી તો છેલ્લે રુક્ષ અવાજે બોલે છે. ‘ચાલો હવે ઘરમાં. ત્યાં શું જોવાનું છે?' માનવમન કઈ રીતે, ક્યાં, કેટલું ને કેમ ખેંચાય છે તેનાં ગણિત
સમજવા મુશ્કેલ હોય છે. કોઈક ઋણાનુબંધ જેવીયે બાબત હોય છે ખરી. આ વાર્તામાં પૂનમડીનો એવો ઋણાનુબંધ ન કેવળ વાર્તાકથક સાથે,
તેની પત્ની લીલા સાથે કેવો જોડાય છે તે જોવા-સમજવા જેવું છે. વાર્તાકથકે દૈવને વશ થતાં ‘જીવનનાં અશક્ત સોગટો’માં ‘લીલુડા વનની પોપટી
જેવી પૂનમડીનોયે સમાવેશ કર્યો છે તે સૂચક છે.

‘ખોલકી'માં જિન્સી તત્ત્વની વાત છે. સુન્દરમ્ ગાંધીયુગના, ગાંધીસંસ્કારે પ્રભાવિત સર્જક છે; પરંતુ એ સાચુકલા સર્જક હોઈ
વિધિનિષેધોની કૃતક જાળથી સતત બચતા રહ્યા છે. ગુજરાતી વાર્તાવિશ્વમાં ‘ખોલકીના અવતરણે એક ઊહાપોહ સર્જેલો. આ વાર્તામાં અંતના
‘આમ ફર ને, ખોલકી!’ વાક્ય માટે વાર્તાકારે જે ઘટનાસંદર્ભ, ભાવસંદર્ભ, પાત્ર-સંદર્ભ સર્જ્યો છે તેમાં ઉત્કૃષ્ટ પ્રકારની કલાત્મકતા દેખાય છે.
વાર્તાનો આરંભ કૂતરાંના ભસવા સાથે થાય છે અને કૂતરાંબલાડાંના જીવનમાં જે બને તે પ્રકારનું, સ્થૂળ રસનું વેધક કલાદૃષ્ટિથી થયેલું નિરૂપણ
કેટલીક રીતે અનન્ય છે. ભાભી સાથેની આ વાર્તાની નાયિકા ચંદનની ગોઠડી અને એમાં પ્રગટતા જાતીય જીવન અંગેના ભાવસંકેતો વાસ્તવિકતા
ને કલાત્મકતાનું કેવુંક તો આકર્ષક ગઠબંધન થઈ શક્યું છે તેની રમણીય પ્રતીતિ કરાવે છે. આખી વાર્તા જેના દ્વારા રજૂ થાય છે તે વાર્તાનાયિકા
એના ગીધ જેવા વર માટે તો ખોલકી જ કરે છે! એ માત્ર એની ભોગશય્યાના પાત્રથી વિશેષ નથી. દસબાર ફૂંક લઈને ફેંકી દીધેલી સિગારેટથી
એનું ઝાઝું મૂલ્ય નથી ને તે જ બાબત ચંદનના જીવનની કરુણતા માટેનું સૌથી જોખમી કારણ જણાય છે. લેખકે આ આખીયે વાર્તા જે રીતે ચંદન
દ્વારા રજૂ કરાવી તેમાં ઊંચા પ્રકારનો કલાવિવેક સહૃદયો જોઈ શકશે.

‘નાગરિકા'માં આખી વાર્તા નાયિકામુખે રજૂ થઈ છે. આ વાર્તામાં દાંપત્યસંબંધની વિસંવાદિતા હળવી રીતે ને છતાં વેધક રીતે રજૂ થઈ છે.
પરણ્યાની પહેલી રાત જ ‘વેદાભ્યાસજડ’ જેવા, ગાંધી-જીવનશૈલીના આંધળા અનુકરણમાં રાચતા તરંગી પતિના કારણે કેવી ‘અધવારી જાય છે
તેનું વેદના ગર્ભ ચિત્રણ જોવા મળે છે. વાર્તાનો નાયક કાલિદાસનાં પાત્રોની ભાવસૃષ્ટિમાં ગુલતાન રહે છે, પણ પોતાની નવવધૂની ભાવસૃષ્ટિ
સમજવાની બાબતમાં સાવ અણઘડ સાબિત થાય છે. પરણ્યાની પહેલી રાત્રે જ વિચિત્ર માનસિકતા પ્રગટ કરતા પોતાના પતિદેવ સાથે આ
‘નાગરિકા' કઈ રીતે આખો જન્મારો વિતાવશે; કઈ રીતે એ પતિદેવની આ વાર્તામાં નિરૂપી છે તેવી વિચિત્રતાઓને સહન કરશે તે અંગેનો પ્રશ્ન
પણ આ વાર્તા ભાવકના ચિત્તમાં સંકોરી રહે છે. નાગરિકાની નજરે આખી વાર્તા રજૂ થયાથી વાર્તાના કેન્દ્રમાં રહેલી ભાવસંકુલતાને ઈષ્ટ ઉઠાવ
મળે છે.

‘માજા વેલાનું મૃત્યુ’ વાર્તા સુન્દરમ્‌ની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની કેટલીક ઉત્તમ વાર્તાઓમાં સ્થાન પામે એવી કલાસમૃદ્ધ છે. અહીં
માજા વેલાના પાત્રચિત્રણમાં સુન્દરમ્‌ની વાર્તા-સર્જનકળા સોળે કળાએ ખીલી હોવાનું વરતાય છે. સુન્દરમ્‌નું નિરીક્ષણ અને સંવેદન; એમની
કલ્પકતા ને નિરૂપણકળા – સૌનો અહીં ઉત્તમ સહયોગ સધાયો છે. માગીભીખીને જીવનારા, તક મળે તફડંચી કરનારા કે ધાડ પણ પાડનારા,
પોલીસનો સિતમ સહેનારા તો કોઈને લૂંટફાટ કરતાં ખતમ પણ કરી દેનારા, નીચલા ગણાતા એક વર્ગનો પ્રતિનિધિ આ માજો વેલો છે. લેખકે
વાર્તાના આરંભે ‘પ્રાચીન કાળના કુલપિતા' સમું એનું જે ગૌરવચિત્ર આલેખ્યું છે તે વાર્તામાં અંત લગી ટકી રહે છે. માજા વેલાનો એનાં સંતાનો
સાથેનો સંબંધ – એનો વનો, ખુડી જેવાં માટેનો પક્ષપાત; જીવનનો સ્વાદ લેવાની એની સાહજિક શક્તિ, એની ખુમારી ને ખમીર, એની કરુણા
અને વત્સલતા – આ બધું વર્ણન, સંવાદ વગેરેમાં ખૂબ પ્રભાવક રીતે પ્રગટ થયેલું માણી શકાય છે. સમાજજીવનના એક અક્ષુણ્ણ વિસ્તારનું અહીં
જે કલાત્મક વાસ્તવદર્શન પ્રાપ્ત થાય છે તે વિરલ છે. લેખકની જીવનદૃષ્ટિનું નરવાપણું ને રસિકપણે અહીં સુપેરે વ્યંજિત થાય છે. જે ટાવર
આગળ માજો વેલો બેઠેલો એ ટાવરના જેવું જ ઉન્નત વ્યક્તિત્વ (ટાવરિંગ પર્સનાલિટી) તેનું વરતાય છે.

‘પની’ ‘પૂનમડીની સગોત્ર લાગે એવી છે. આ વાર્તામાં પણ પૂનમડીની રીતે જ રજૂ આત થઈ છે. નારીજીવનની કરુણતા – વેદના અહીં
અનુભવાય છે. આ વાર્તામાં સુન્દરમ્‌ના ભંગની ધાર કેવી અસરકારક છે તેનો અનુભવ થાય છે. ઝીણિયાની ‘તુલસીભક્ત' તરીકેની ઓળખાણમાં
જ સૂક્ષ્મ વ્યંગ છે. એ ઝીણિયો કુસંગને કારણે, વહેમ અને અન્ય કુટેવોને કારણે પત્નીને માથે જે રીતે વિતાડે છે તે સહેજેય સહૃદયને કરણનો
અનુભવ કરાવે છે. લેખકે પનીનો પોતાને જે પરિચય છે તે કેવો મીઠો ને પ્રસન્નકર છે તે નિરૂપી, તેના જેવા રત્નની મર્કટ જેવા ઝીણિયાના હાથે
જે વલે થાય છે તે બતાવી, સમાજજીવન તેમ જ દાંપત્યજીવનની વિષમતાનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે. પનીનું શીલસત્ત્વ, એની સ્નેહાળતા ને
સહનશીલતા, એની મધુરતા સાથેની તેજસ્વિતા વગેરેનું રમણીય દર્શન અહીં લેખકની નજરે આપણને પ્રાપ્ત થાય છે.

જેમ પનીની તેમ ‘માને ખોળે' વાર્તામાંની શબૂ પણ સામાજિક જીવનની – દાંપત્યજીવનની વિષમતાનો ભોગ બને છે. પની આત્મહત્યા
કરીને પોતાને બુઝાવી દે છે તો શબૂને એનો પતિ અને સસરો જ આસુરી આક્રમણ કરી એની જીવનવાટને મસળીને બુઝાવી દે છે. લેખકે
શબૂના એના પતિ અને સસરા પાછળના ગમનનું કાવ્યાત્મક – ભાવાત્મક અભિગમથી સૂક્ષ્મ અને હૃદયદ્રાવક ચિત્ર આંકેલું છે. શબૂના ચિત્તનો,
એના દરેકેદરેક પગલાનો એક સુરેખ નકશો અહીં સાંપડે છે. એમાં શબૂનું શૈશવ, એનો કન્યાકાળ, એનો બાપડિયા પતિ સાથેનો વિષમ સંબંધ-
વ્યવહાર વગેરેની મધુર તેમજ વેદનાસભર ઘટનાઓ સમાવિષ્ટ છે. આ વાર્તામાં કવિએ બિલાડી, કંથારનો કાંટો, કોતરની ઊડતી ધૂળ, રેતીનો
પારો, ઝાંઝવાં વગેરેનાં ઓઠાં લઈને શબૂની ભયભીત મનોદશાનું દર્શન કરાવ્યું છે. શબૂને એના પતિ ને સસરામાં જમનાં દર્શન થયાં તે અમતું
નથી. રૂપા હૉણ કપોત જેવી શબૂને ક્રૂરતાથી પીંખી નાખે છે ત્યારે એનો નિર્માલ્ય દીકરો મેઘો શબૂના પેટમાં જે હમેલ છે તે પોતાના કારણે છે
એટલીયે ચોખવટ કરી શકતો નથી. ખરેખર તો એ મુડદા જેવો હોઈને જ શબૂને અકાળે મરવા વારો આવ્યો હોય છે.

‘મીન પિયાસી' કંઈક જુ દી જ ભાત પાડતી વાર્તા છે. આ વાર્તામાં કેન્દ્રસ્થાને ભજનિક છે. ખાનદાન ઊંચું, પણ પોતાના એક છોકરાની
નાદાનિયતના કારણે તથા બીજા છોકરાના વીજળી પડવાથી થયેલા આકસ્મિક મરણને કારણે ભજનિકને ઘર-ખેતર છોડીને રસ્તા પર આવી જવું
પડે છે. ડોસાને, એનો નાદાન દીકરો તેમ જ એ દીકરાની બે માસૂમ દીકરીઓને લઈ શહેરમાં આવવાનું થાય છે. જે છોકરાના પાપે લીલી વાડી
ઊજડી એ જ છોકરો ડોસાની ભજન કળાનો સ્વાર્થવૃત્તિથી લાભ ઉઠાવવાના પેતરા કરે છે. ડોસા પાસે તે પરાણે જાણે રામનામનો વેપાર કરાવે
છે, પરંતુ ડોસો અંદરથી ભારે પવિત્ર અને બળવાન હોઈ દીકરાના હલકા પ્રયત્નો છતાં પોતાની ગૌરવગરિમા સાચવીને, રામનામનીયે પ્રતિષ્ઠાને
બરોબર જાળવવા મથે છે. આ બાજુ ડોસાની ભજનકળાનો પ્રભાવ વધતાં દીકરાને આજીવિકા માટે પૂરતી નહીં તો ઠીક ઠીક આવક મળી રહે
છે. ડોસો એ આવક પ્રત્યે નિઃસ્પૃહ છે. એનો તો રસ ભજનભક્તિમાં જ છે. એમાં જ એ કોળે છે. આ ડોસાને એક ધનવાનને ત્યાં ભજન કરી
પાછા ફરતાં તાવ આવતાં દીકરી ને તેની દીકરીઓ વ્યગ્ર બને છે. દીકરોય હવે પોતાની કઠોરતા છોડી કૂણો પડે છે, પણ ત્યારે ઘણું મોડું થઈ
ગયું હોય છે. વૃદ્ધ બાપ ભજનની લહમાં જ છેવટે શાંત ભાવે પોતાનો દેહ છોડે છે. અહીં ‘પાની મેં મીન પિયાસી'ની વાત સચોટ રીતે ડોસાના
કુલપરિવારને લાગુ પડતી જણાય છે. અહીં ડોસાનું પાત્ર સાત્ત્વિક ગુણે ઓપે છે. ‘મળેલા જીવ’ના ભગત પહેલાં આવા ભગત વાર્તાસાહિત્યમાં
આવ્યા તે ખાસ નોંધવું જોઈએ. સુન્દરમ્ માનવસ્વભાવ ને માનવવ્યવહારનું સચ્ચાઈભર્યું ને સમજભર્યું આલેખન કરી પાત્રોને અને તેમના સંબંધોને
જીવંતતા અને ગહનતા બક્ષે છે.

‘ઊછરતાં છોરુ’ સુન્દરમ્‌ની વિલક્ષણ વાર્તા છે. ‘ખોલકી’માં જાતીય તત્ત્વનું એક પ્રકારનું તો અહીં બીજા પ્રકારનું નિરૂપણ છે. આ વાર્તામાં
હૉટેલજીવનનું દર્શન છે. એમાં નારસિંહ ઠાકોરનું પાત્ર કેન્દ્રમાં છે. એની સાથે લખમણ તથા ગટિયા જેવાં પાત્રો પણ યાદ રાખવાં પડે. આ વાર્તામાં
હૉટેલમાં કામ કિરતા બાળકો-કિશોરોની યાતનાઓનું, એમના જાતીય શોષણ વગેરેનું અસરકારક નિરૂપણ છે. આ નિરૂપણ કરવામાં સુન્દરમ્
જેવા ગાંધીસંસ્કારે ઘડાયેલા સર્જકને કશી છોછ નડી નથી. અશ્લીલતા કે કુત્સિતતામાં ન સરી પડાય એ રીતે જેમ એમણે ખોલકીમાં વિજાતીય
સંબંધનું તો આ વાર્તામાં સજાતીય સંબંધોનું આલેખન કર્યું છે. એમાં હૉટેલજીવનની કરુણતા સાથે ઉપહાસ-વ્યંગ-વિનોદ આદિ તત્ત્વોનુંયે જે રીતે
મિશ્રણ થયું છે તે આસ્વાદ્ય છે. નારસિંહ જેમ કેટલીક વાર ઉપહાસને પાત્ર તેમ કેટલીક વાર ઊંડા સમભાવને પાત્ર વ્યક્તિ તરીકે અહીં ઊપસે
છે. વાર્તાના અંત ભાગમાં આવતી સરઘસાદિની વાત હૉટેલમાલિકોના શોષણ વિરુદ્ધના મોરચાની વાત ટાળી શકાઈ હોત અને એ રીતે વાર્તાના
ઉત્તરાર્ધની અન્યથા માવજત થઈ હોત તો? – એવો પ્રશ્ન જરૂર 'ઊઠે. આમ છતાં ગુજરાતી વાર્તાસાહિત્યમાં તો હૉટેલની દુનિયાની વાસ્તવિક ને
દર્દભરી ઝલક આપતી આ વાર્તા જે ગાળામાં રચાઈ તે ગાળામાં તો અનન્ય લાગે એવી છે. આપણે ત્યાં ઊછરતા બાળકો-કિશોરોને રમવા-
ભણવાની ઉંમરે કેવાં કેવાં કામ કરવાં પડે છે અને કેવું કેવું વેઠવું પડે છે તેનો અહીં સીધો – વેધક અંગુલિનિર્દેશ છે.
‘દુનિયાનું મોં’ સુન્દરમ્‌ની વાર્તાસષ્ટિમાં શિલ્પવિધાનની દૃષ્ટિએ ધ્યાનાર્હ છે. આ વાર્તામાં જે અવસાન પામ્યો છે તે પુત્ર જે રીતે પોતાના
પરિવારને, સગાંવહાલાં વગેરેને જુ એ છે તેનું નિરૂપણ છે. પોતાના અવસાન પછી પોતાના દેહને સ્મશાનમાં ચિતામાં વિખેરી દેવા સુધીની
ઘટનાઓમાં પત્નીના વૈધવ્ય કર્મની વાત પણ વણાઈ જાય છે. પોતાની આસપાસની દુનિયા કેવી બે મોઢે બોલનારી હોય છે; કેવી રાગ, દ્વેષ,
અસૂયા આદિથી પ્રેરિત હોય છે; કેવી સ્નેહ અને તિરસ્કારના મિશ્ર ભાવોથી સંચારિત થતી હોય છે તેનું અહીં અનોખું દર્શન છે. એમાં સાચા-
જૂ ઠાનું મસાલેદાર ચૂર્ણ જોવા મળે છે. દરેકેદરેક વ્યક્તિ દુનિયાદારીના વ્યવહારોનાં કેવાં કેવાં સૂત્રોથી બદ્ધ – સંલગ્ન હોય છે તે આ વાર્તા દર્શાવે
છે. હમદર્દીનાં આંસુમાંયે કેવી કેવી બનાવટો હોય છે તે આ વાર્તા દર્શાવે છે. એમાં આપણા રૂઢિજડ સમાજવ્યવહારનું ન ગમે એવું રૂપ પણ
આલેખાયું છે.

‘ઇવનિંગ ઇન પૅરિસ’માં પણ કેન્દ્રમાં છે દાંપત્યસંબંધ. એક તબક્કે સ્નેહનો – રોમાન્સનો ભરપૂર અનુભવ કરતાં લગ્નગ્રંથિથી જોડાયેલાં
યુવક યુવતી મકરન્દ અને અંજના. પ્રેમ જીરવતાં ને નભાવતાં ન આવડ્યો તે કારણે. બાર બાર વરસ અલગ રહે છે. પછી સંયોગવશાત્ ભેગાં
થવાનું બને છે. એ ઘટનાના સંદર્ભમાં લેખકે સરસ રીતે મકરન્દ અને અંજનાને પરસ્પર પ્રતિ ખેંચાતાં ને છેવટે ભેગાં થતાં બતાવ્યાં છે. પરસ્પરને
ખૂબ ચાહતાં છતાં પહેલાં તેઓ મેળ સાધી શક્યા નહોતાં, જે સાધવાનું વિયોગ પછીથી ભૂમિકા સહજતયા બને છે. કદાચ વિયોગ સ્નેહને વધુ
ઊંડો ને સાર્થક બનાવે છે. આ વાર્તાનો સુખાંત આસ્વાદ્ય છે.

‘ઊભી રહીશ’ એ પણ લેખકની કંઈક અનોખી રીતે લખાયેલી વાર્તા છે. એમાં પણ નારીની વેદનાનું, એની વિયોગનિષ્ઠ અવસ્થાનું માર્મિક
વર્ણન છે. એક તબક્કે માતા, પિતા, ભાઈ વગેરે સાથે સ્નેહસંબંધે સંકળાયેલી કન્યા – યુવતી પતિને પામીને એને જુ એ છે. પતિ એને વિદાય
આપીને, એને ચિર પ્રતીક્ષાની હાલતમાં હડસેલીને ચાલ્યો જાય છે. એ ક્યાં ચાલ્યો ગયો છે તેની તો ખબર પડતી નથી, પણ એ જતાં જતાં પાછા
આવવાની જે શ્રદ્ધા પોતાની પત્નીને બંધાવી ગયો છે તે સુદૃઢ છે. પત્ની એ શ્રદ્ધાના જોરે ટકે છે. એને એમ છે કે એ ક્યારેક તો પાછા આવશે
જ. શરૂઆતના ગાળામાં તો ભર્યું ભર્યું પારિવારિક વાતાવરણ હોઈ – ભાઈ, માતા-પિતા વગેરે હોઈ ટકી રહેવાનું પ્રમાણમાં અનુકૂળ રહ્યું; પણ
એક પછી એક સ્વજનોની ચિરવિદાય પછી, પોતે છેક જ એકલી પડી જાય છે અને ત્યારે એના માટે ઘરની બારસાખ જ પરમ શાતાદાયક –
આશ્વાસક બની રહે છે. એ એના માટે દાદા(લકડદાદા)ની ગરજ સારે છે. જેવું એનું ઘર છે, જેવી એની બારસાખ છે એવી જ હાલત આ
વાર્તાની નાયિકાની છે. એ નાયિકા ટકી રહી છે પિયુમિલનની આશાના એકમાત્ર તંતુબળે.

સુન્દરમ્‌ના આધ્યાત્મિક વિકાસ સાથે વાસ્તવદર્શનની એમની ભૂમિકામાં યથોચિત પરિવર્તન સધાતું જોઈ શકાય છે. ‘એઈ દિકે' તેમ જ
‘તારિણી' આ બંનેય વાર્તાઓ આ સંદર્ભમાં જોવા જેવી છે. ‘એઈ દિકે'માં પાંચ મિત્રો છે. પાંચેયની પોતપોતાની આગવી વિલક્ષણતા છે. લેખક
એમની કથની અનોખી ભાવછટાથી અહીં રજૂ કરે છે. વાર્તાકથક તો ભમતારા છે જીવવું એનો એક રીતે અર્થ છે ભમવું. પરંતુ ભમતાં ભમતાં
જીવનનો ખડી તાસીરનો ખ્યાલ આવતો જાય છે અને ભમતાં ભમતાં એવો કોઈ અનુભવ મળે છે, તે એવી કોઈ હસ્તીનો સત્સંગ પ્રાપ્ત થાય છે
કે પછી આખી પ્રક્રિયા પ્રવૃત્તિને નવા સંદર્ભમાં જોવી – ઘટાવવી પડે. જે જગ આપણે સાધારણ રીતે ટેવાયેલા છીએ એ જગત પછીનું પણ એક
બીજું જગતે છે, એનેય જોવા સમજવાનું – અનુભવવાનું રહે છે. જ્યારે આપણા આ રોજિંદા જગત અને જીવનથી ઉપરના સ્તરના એ અન્ય
જગતમાં પહોંચવા માટેની ભૂમિકા ખૂલે ત્યારે જરૂર પડે છે કોઈના અંગુલિનિર્દેશની, કોઈની પ્રેરણાની, કોઈના માર્ગદર્શનની અને એ અહીં
વાર્તાનાયકને યથાસમય લાધે છે એક ગૂઢ દૈવી હસ્તી દ્વારા – એક નારી દ્વારા. વાર્તાનાયકને દિવ્ય પ્રેરણાશક્તિના પ્રતીકરૂપ એ નારીના સૂચન
પ્રમાણે ચાલતાં જ એક નવી સૃષ્ટિનો અનુભવ થાય છે; જેમાં પોતાનો અપૂર્ણ કુંભ અમૃતથી ભરાઈ રહેવાનું શક્ય બને છે. આ દિવ્ય અનોખી
હસ્તીના દર્શને – સાક્ષાત્કારે જ ભમતારામ એવા વાર્તાકથકને સાચું ઠામઠેકાણું ને પોતાના હોવાપણા ને થવાપણાની સાર્થકતાનું સમ્યગુ ભાન થઈને
રહે છે. આવા કંઈક નિગૂઢ સંચલનની યાત્રા-કથા ‘એઈ દિકે'માં આકૃત થયેલી પમાય છે.

‘તારિણી'માં તારક અને હારિણીનાં પાત્રો છે. તારક દેખીતી દુનિયાના જીવનવ્યવહારથી ઉન્નત ઊઠી કોઈ એવી ભૂમિકાએ – એવી
સ્થિતિએ ઠરવા ચાહે છે કે જેમાં પરમ શક્તિનો પ્રસાદ હોય, પ્રસન્નતા ને પ્રશાંતિ હોય. એ ભૂમિકા સાધવામાં એનો પોતાનો ઉત્કટ પુરુષાર્થ તો
છે જ, સાથે એને પ્રેરણાબળ – પીઠબળ સાંપડે છે હારિણીનું. હારિણી અને તારક પરસ્પરને માટે છે, પરસ્પરના પ્રેરક, સહાય, સમર્થક અને
હારક-તારક છે; તેમ છતાં તેઓ દુનિયાદારીમાં અટવાઈ જતી લગ્નગ્રંથિથી નિબદ્ધ નથી. તેઓ પ્રીતિની ભરપૂર ગતિ અનુભવતાં છતાં, સાથ-
સંગતિમાં સમુન્નતિ પ્રતિ ધપતાં છતાં એકબીજાને બાંધનારાં કે કુંઠિત કરનારાં નથી. તેઓ પરસ્પર માટે ભાર કે બોજ બનતાં નથી, પણ પરસ્પરને
ઉપકારક થાય એવી પાંખ બને છે અને એમાં જ એમના વિલક્ષણ ભાવ-સંબંધની ખૂબી પમાય છે. એમનો એ સંબંધ સમર્પિત છે શ્યામસુંદરને –
સમસ્ત જીવનરસોના દિવ્ય અધિષ્ઠાતાને – જીવનના સંવાદમાધુર્યના મૂળભૂત સ્રોતને. આ અનુભવે પહોંચવાના ઉપક્રમમાં વાણી કરતાં શાંત
સમર્પિત ક્રિયાકર્મની પ્રતિષ્ઠા વિશેષભાવે અનુભવાતી રહે છે. તારકની હારિણી જ તારકની તારિણી છે તો તારકની સાર્થકતા હારિણીનું તારિણીમાં
રૂપાંતર સિદ્ધ થાય એમાં છે. આ વાર્તા લેખકના શ્રીઅરવિંદદર્શનના પ્રકાશમાં, શ્રીમાતાજીના શરણમાં વિશેષભાવે ખૂલે એવી ગૂઢ અને ગહન
ભાવસંદર્ભોથી અંકિત છે. સુન્દરમ્‌ની વાર્તાસર્જક તરીકેની પરાકાષ્ઠા તારિણીમાં છે, ભલે એની કલાકીય આકૃતિમાં ઘણાંબધાં તત્ત્વો ગૂઢ-ગહન
આત્મસંવાદની લીલામાં સંગોપિત હોય.

આમ સુન્દરમ્‌ની વાર્તાઓમાં ગુજરાતી ભાષાની – તેના ગદ્યની શક્તિનો પણ પાકો પરચો મળી રહે છે. સુન્દરમ્‌ની વાર્તામાં કવિતા છે,
પણ તે એમાંના કથાતત્ત્વને આડેધડ તાણી જાય એવી નથી. તાજગીભર્યા અલંકારો-કલ્પનો ને ક્યારેક પ્રતીકોય એમાં આવે છે; પરંતુ સુન્દરમ્
એમના વાર્તાવિશ્વમાં સચ્ચાઈભરી ભાવાનુભૂતિના સંદર્ભમાં પાત્રઘટનાના કથનાત્મક સંદર્ભો સર્જનારા કલાકાર છે. ગુજરાતી ભાષા-સાહિત્ય એમની
વાર્તાના ભાવસમૃદ્ધ કથારસથી હરિયાળું બન્યું છે એ નક્કી. ગુજરાતી વાર્તાકળાના ઉન્નયનમાં – એની ઉત્કાન્તિમાં સુન્દરમ્‌ની સર્જકતાનું પ્રદાન
કલાતેજે સદાયે સ્મરણીય રહે એવી કક્ષાનું છે જ.

૧૧–૧૦–૨૦૦૨ –ચંદ્રકાન્ત શેઠ


૪-૫-૨૦૦૪

સુન્દરમ્‌ના પુસ્તકો
કવિતા :

કડવી વાણી ૧૯૩૩, કાવ્યમંગલા ૧૯૩૩,

રંગરંગ વાદળિયાં (બાળકાવ્યો) ૧૯૩૯, વસુધા ૧૯૩૯, યાત્રા ૧૯૫૧, વરદા ૧૯૯૦, મુદિતા ૧૯૯૦, ઉત્કંઠા ૧૯૯૨, અનાગતા
૧૯૯૩, લોકલીલા ૧૯૯૫, ઈશ ૧૯૯૫, પલ્લવિતા ૧૯૯૫, મહાનદ ૧૯૯૫, પ્રભુપદ ૧૯૯૭, અગમ-નિગમા ૧૯૯૭, પ્રિયાંકા ૧૯૯૭,
नित्यश्लोक ૧૯૯૭, નયા પૈસા ૧૯૯૮, ચક્રદૂત ૧૯૯૯, લોકલીલા ૨૦૦૨, દક્ષિણા-૧ ૨૦૦૦, દિક્ષિણા-૨ ૨૦૦૦, મનની મર્મર ૨૦૦૩,
ધ્રુવયાત્રા ૨૦૦૩.

વાર્તાઓ:

હીરાકણી ૧૯૩૮, પિયાસી ૧૯૪૦, ઉન્નયન ૧૯૪૫, તારિણી ૧૯૭૭, પાવકના પંથે ૧૯૭૭

નાટકો:

વાસંતી પૂર્ણિમા ૧૯૭૭

અનુવાદો:

મૃચ્છકટિક (સંસ્કૃત) ૧૯૪૪, કાયાપલટ ૧૯૬૧, જનતા અને જન ૧૯૬૫, ઐસી હૈ જિન્દગી ૧૯૭૪ (ત્રણે જર્મન-અંગ્રેજી)

ચિંતનાત્મક ગદ્ય
દક્ષિણાયન (પ્રવાસ) ૧૯૪૧, અર્વાચીન કવિતા (વિવેચન) ૧૯૪૬, શ્રી અરવિંદ મહાયોગી (યોગ) ૧૯૫૦, અવલોકના (વિવેચન) ૧૯૬૫,
ચિદંબરા (આરંભનાં તથા અન્ય લખાણો) ૧૯૬૮,

(વિચારસંપુટ: ત્રણ ગ્રંથો ૧૯૭૮)

સાહિત્યચિંતન (સાહિત્યવિષયક અધ્યયનો),

સમર્ચના (ચારિત્ર્યપ્રધાન લેખો), सा विद्या (તત્ત્વચિંતન),

તપોવન (સુન્દરમ્ વિશેનો અધ્યયન ગ્રંથ સં. સુરેશ દલાલ) ૧૯૬૯


ગોપી→

Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?


title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/પ્રારંભિક&oldid=52762"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/ગોપી


< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

ગોપી
‘હાં, ખરી!’

‘હાં, ખરી!’

‘વાહ જી વાહ!’

ગોપી–ગોપાળ–ગોપાળિયો નાચતો હતો અને ગામના જુ વાન રસિક વર્ગમાંથી આપમેળે ભેગું થયેલું ચુનંદું પ્રેક્ષકમંડળ ઉપર પ્રમાણે
અભિનંદન વરસાવી રહ્યું હતું. તાળિયો, સિસકારા અને આવાં પ્રકટ સંબોધનોથી ગોપી પણ ખીલતો હતો.એણે શરીરને વધારે ડોલાવવા માંડ્યું;
પગના ઘૂઘરા વધારે લહેક અને ઝમકથી વગાડવા માંડ્યા; અને સાંભળનારાઓમાંથી છેલબટાઉ જેવા લાગતા યુવાનો તરફ આંગળી બતાવી તે
આંગળીને છાતી પર મૂકી આંખોને મિચકારતો, ઓઠનો ગાતાં ગાતાં કરી શકાય તેવો સ્મિતભર્યો ચાળો કરતો તે ગાવા લાગ્યો:

‘હાં...થઈ પ્રેમવશ પાતળિયા... આ...

મારા મનના માલિક મળિયા રે...થઈo’

જે જુ વાનના તરફ ‘મનના માલિક’ ગવાતાં તેની નજર જતી, તેના ઉપર આખી મંડળીની આંખો અદેખાઈથી વળતી અને તેની પાસે બેઠેલા
તેના બરડાને થપાટોથી હલકો કરી મૂકતાં કહેતા, ‘ફાવ્યો ’લ્યા, ફાવ્યો!’ ગોપીનું ગાયન અને નૃત્ય આગળ વધ્યું. ઘૂઘરાની ઘમક વધારે જોરથી
ગાજવા લાગી.

‘થઈ પ્રેમવશ પાતળિયા આ...હાં... થઈ, પ્રેમવશ – થઈ પ્રેમવશ પાતળિયા. મારા મનના માલિક મળિયા રે...’

જોનારો વર્ગ ચેનચાળા ભૂલી જઈ ગોપીના નાચને જોઈ રહ્યો. ગોપીએ પણ આંખનાં નખરાં બંધ કરી, લગભગ આંખ ઢાળીને જ તાલબંધ
ગાવા-નાચવા માંડ્યું. અને ધર્મશાળાના એ લાંબા મેડા ઉપર, બપોરના ત્રણ વાગ્યે, જ્યારે બહાર ગરમ ચાંદી જેવો તડકો રેલાઈ રહ્યો હતો ત્યારે,
અહીં મધરાતના જેવી શાંતિ ફેલાઈ રહી. ચીંચીં કરતાં ચકલાં પણ બહારની ગરમીમાંથી હાંફળાંફાંફળાં આવીને મેડાની હારબંધ આવેલી બારીઓ
પર બેસતાં, અને જાણે ગાયન સાંભળીને કે આટલા બધા લોકો શાંત કેમ બેઠા હશે એ કુતૂહલથી ઘડી સ્થિર થઈ જતાં અને અવાજ કર્યા વગર
પાછાં ઊડી જતાં.

ઢોલકને એકધારું વગાડ્યે જતાં રંગ પર ચડી ગયેલા મોતી રાવળિયાએ તાનમાં આવીને જોરથી થાપી મારીને ઢોલક થંભાવી દીધું ત્યારે જ
આ સમાધિનો ભંગ થયો. વેગમાં ઘૂમરીઓ લેતો ગોપી અટકી ગયો. તેના ઘૂઘરા શાંત પડ્યા. કપાળ પર વળી આવેલી પરસેવાથી ભીંજેલી વાળની
લટોને તેણે હાથ વતી સરખી કરી જ્યારે અધબીડેલાં પોપચાંમાંથી પોતાના લાંબા વાળ તરફ એણે આંખો ઉઠાવી ત્યારે, સ્વર્ગની તો દૂરની વાત
પણ પૃથ્વીનીયે અપ્સરાઓનું દર્શન જેમને નથી થયેલું એવા એ ગ્રામ-પ્રેક્ષકવર્ગને તો જાણે કોઈ અપ્સરા નાહીને પોતાના વાળ સમારતી હોય તેવું
લાગ્યું. ગોપીના ગૌર વર્ણના ચહેરા પર આ મહેનતથી રતાશ આવી હતી. એટલે મૂછ ફૂટ્યા વગરનો એનો ચહેરો વધુ મોહક થયો હતો. જોનાર
મંડળ ‘વાહ જી વા! રંગ છે રે રંગ!’ એમ અભિનંદન ઠાલવવા લાગ્યું. અને તરત કોલાહલ વધી પડ્યો.

પાસે પડેલા ગોદડીના એક ગાભા પર જઈને ગોપી બેઠો, પડ્યો. એનું લોહી જોરથી વહેતું હતું. ઊભા પગ પર ટેકવેલા હાથમાં માથાને મૂકી
આંખો મીંચી તે આરામ લઈ રહ્યો. ત્યાં તો પાછું આમંત્રણ આવ્યું.

‘ગોપી, “મારી સજની” ચાલવા દે તો.’

‘હાં એ જ, ખરું ટૅસદાર છે! ચાલવા દે.’ કોઈક ડાયરેક્ટરની છટાથી બોલ્યું.

‘અરે, આ ખરે બપોરે બિચારાને જરા થાક તો ખાવા દો; કોઈ બરફનું પાણી લાવીને તો પાઓ–’

‘અરે બરફ શું? વરરાજા અહીં છે તે આઇસક્રીમ નહીં ખવડાવે?’ વરરાજાની પાસે બેઠેલા મિત્રે તેમનો બરડો થાબડી કહ્યું.

વરરાજાએ હા પાડી, પણ હાલ તરત તો માટલાનું ઠંડું પાણી જ પીને ગોપીએ બીજું ગીત ચલાવ્યું:

‘મારી સજની, તું ક્યાં રમી આવી રજની?

સાચું બોલ, બોલ, બોલ.’

કૃષ્ણના જેવા રંગવાળા ચતુરભાઈ–ગામના એક મોટા જમીનદાર પાટીદારના દીકરા–ની જાન જવાની હતી. એ શ્રીમાનને પોતાને માટે તથા
એમના રસિક જુ વાન મિત્રોના મનોરંજન માટે ગોપીની કળાના પ્રદર્શનની આ બેઠક યોજાઈ હતી. વરરાજાના વેશમાં પીઠી ભરેલા, ઘરેણાં પહેરેલા
શામળિયા સ્વરૂપ ચતુરભાઈ અને લગ્નમાં આવેલા, નવાં કપડાંમાં તથા પાન, બીડી, અત્તર તથા રૂમાલના જાત જાતના ટૅસમાં બેઠેલું મિત્રમંડળ કોઈ
અનોખી કૃતાર્થતા અનુભવી રહ્યાં. પોતાના માનમાં યોજાયેલા આ મેળાવડામાં જ્યારે ગોપીની આંગળી અને આંખ ચતુરભાઈના તરફ વળતી અને
એ રાવળિયો એમના તરફ ‘મારા મનના માલિક’ બોલીને ચાળો કરતો ત્યારે તાળીઓનો ગડગડાટ થઈ રહેતો અને ચતુરભાઈ પહેરણમાં ફૂલ્યા
સમાતા નહીં.

ગોપીની ચીજ પૂરી થઈ અને તાળીઓ પડી. ગોપીની કાતિલ અસર હજી અરધી જ પ્રગટતી હતી. એક તો દિવસ, તેમાંયે બપોર, અને
વળી પાછાં એણે ‘લૂગડાં’ પણ પહેર્યાં નહોતાં; અને માત્ર મેલા પોતિયા અને ડગલીમાં જ એ નાચતો હતો. જોનારાની આંખો ગોપીને સ્ત્રીના વેશમાં
કલ્પતાં તો ભાન ભૂલવા લાગી. ત્યાં વાળંદે આવીને કંઈક ખબર આપતાં મિજલસ ત્યાંથી જ અટકી અને વરરાજા હાથમાં સૂડી લઈને ઊઠ્યા અને
દાદર ભણી વળ્યા.
‘એ બાપા!’ ઢોલક વગાડનાર બુઢ્ઢો મોતી રાવળ બોલ્યો: ‘આઇસક્રીમ તો રહ્યો, પણ એકાદ સિગારેટ તો આપતા જાઓ!’

રૂમાલમાં વીંટાઈ ગયેલું સિગારેટનું ખોખું તેમના તરફ ફેંકી વરરાજા ઊતરી ગયા. આખો ઓરડો, ટર્મિનસ આગળ આવી પહોંચેલી ગાડીના
ડબ્બા પેઠે ખાલી થઈ ગયો અને ખોખામાંથી નીકળેલી એક સિગારેટને પાંચે રાવળિયાઓએ વારાફરતી પીવા માંડી.

સૌભાગ્ય-સુંદરીના ખેલમાં અદ્ભુત કામ કરવાથી શ્રી જયશંકર ભટ્ટને જેમ ‘સુંદરી’નું ઉપનામ મળ્યું છે તે પ્રમાણે મોતી રાવળિયાના છોકરા
ગોપાળિયાને લગ્ન વખતે ગોપીનો વેશ સુંદર રીતે લેવા બદલ ‘ગોપી’નું ઉપનામ મળેલું. હજી સુરતનાં રઝાક બૅન્ડ કે સાદા ભૂંકાર કરતાં તુર્કી
ટોપીવાળા મિયાંઓનાં ફૂલેલાં ગળાં દ્વારા વાગતાં વાજાં જ્યારે ગામમાં પ્રવેશ કરવા પામ્યાં ન હતાં, અને ગામડાંના ઢોલીઓ જ લગ્નાદિ પ્રસંગોના
સંગીત-નૃત્યના વિધાયકો હતા તેવે કાળે ‘ગોપી’ની ટુકડીને પોતાને ત્યાં બોલાવનારનો લોકોમાં વટ પડતો. મોતી રાવળ શરણાઈમાં વિવાહનાં ગીતો
અચ્છી રીતે વગાડતો, જાણે સાંભળ્યા જ કરીએ એવી વાતો કહેતો, એના સાથીદારો જાદુના ખેલો કરતા, અને છેવટે, ગોપાળિયો ગોપીનો આબાદ
વેશ લેતો. આ બધાંને લીધે મોતી રાવળની – અને હવે ગોપી પ્રખ્યાત થયા પછી, ‘ગોપી’ની ટુકડી આખા જિલ્લામાં ખૂબ જાણીતી થઈ પડેલી.
લગ્નનાં મુહૂર્તો પાસપાસે આવી જતાં ત્યારે ગામ ગામ વચ્ચે, કેટલીક વાર એક જ ગામમાં ફળિયા ફળિયા વચ્ચે, ને કદીક તો એક જ ફળિયામાં
ઘર ઘર વચ્ચે ‘ગોપી’ની ટુકડીને લાવવાની જબ્બર હરીફાઈ જામતી, ટુકડીનાં માન વધી પડતાં, અને મોતી રાવળને નગદ સોદો પાકતો.

આખા ગામમાં ‘ગોપી’ની ટુકડી બોલાવ્યા વગર જેનું હીણું દેખાય એવું ઘર તો ચતુરભાઈ પટેલનું જ. પચાસ રૂપિયા ઠેરવીને જ્યારે ટુકડીને
લાવવામાં આવી અને જ્યારે ખભે ઢોલકાં, ધંતૂરાના ફુક્કા જેવા આકારની પિત્તળની શરણાઈઓ અને બેચાર ખડિયામાં ‘લૂગડાં’ લઈને આ મંડળી
પાંચમી વરધે ગામમાં આવી ત્યારે ગામમાં જાણે એક બનાવ બની ગયો, અને છોકરાંની ભૂંજર પાંચ કલાક લગી તેમના ઉતારા પાસેથી હઠી નહીં.

‘શું મારા ભાઈ! પાંચ ગામનાં બાનાં ઠેલીને રાવળિયા આવ્યા છે!’

‘અને ભાઈ, છોકરો શું ગોપી થાય છે! શું ગોપી થાય છે! જાણે સાક્ષાત્ ગોપી! ખરેખર, ચતુરભાઈના લગનમાં તો રંગ રહી જવાનો.’

‘અને વેવાઈને ત્યાં પણ વટ પડી જવાનો ગામનો!’ આમ ઓટલે ઓટલે બોલાવા લાગ્યું.

માંડવા-મુહૂર્તથી માંડી, ગુજરાં ગોરમટી, વરધ ભરવાની, પોશ ભરવાની એમ લગ્નની નાનાવિધ ક્રિયાઓ વખતે નારીમંડળની સાથે
ઢોલીઓને જવાનું રહેતું અને એ વખતે ઘરડી કે આધેડ, ઘૂમટા વગરની દીકરીઓ કે ઘૂમટાવાળી વહુઆરુઓ, અર્થાત્ નાનીમોટી તમામ સ્ત્રીઓ
ઢોલીઓ સાથે ફરતા આ છોકરા તરફ કૌતુક અને પ્રશંસાથી જોઈ રહેતી અને સંભળાય ન સંભળાય તેમ બોલતી: ‘ભગવાને આ રાવળિયાને શું
રૂપ આપ્યું છે!’

ઉકરડા પર ગુલાબ પડ્યું હોય તેમ રાવળિયા જેવી કોમમાં ગોપાળ જન્મ્યો હતો, ગોપાળની મા એની નાની બહેનના જન્મ વખતે જ મરી
ગયેલી; એને પોતાને છોકરી ન હતી એટલે આ ફૂટડા છોકરાને જાણે તેની ભવિષ્યની કારકિર્દી ભાખતી હોય તેમ, એ ‘મારી ગોપી, મારી ગોપી’
એમ લાડમાં બોલાવતી. એ ઘઉંવર્ણી ફૂટડી માતાની બધી મોરછા ગોપાળમાં ઊતરી હતી, અને કુદરતનો વિકાસક્રમનો સિદ્ધાંત પ્રગટતો હોય તેમ
છોકરાનો રંગ ઘઉંવર્ણામાંથી ગુલાબી પ્રગટ્યો હતો.

મોતી રાવળે છોકરાને મોતીના છોડ જેમ ઉછેર્યો. રાવળિયાનું છોકરું નાનપણથી જ નાચતાં અને ગાતાં શીખી ગયું. જેમ જેમ એ મોટો થતો
ગયો તેમ તેમ મોતી રાવળે એને ભવાઈઓ તથા બને ત્યારે શહેરનાં નાટકો બતાવી નાચગાયનના સંસ્કાર સીંચવા માંડ્યા. કોઈ પણ ચીજ
ગોપાળને ગળે સહેલાઈથી ચડી જતી. શહેરમાં નાટક જોઈ આવનારો ગામડાંનો વર્ગ આ છોકરાને મોઢે આટલી સરસ રીતે છેલ્લામાં છેલ્લાં ગાયનો
સાંભળીને ખુશ થઈ જતો. આમ ગોપીની પ્રતિષ્ઠા જામી. ભવૈયાઓના ટોળાએ પણ એક વાર ગોપાળને પોતાની સાથે લઈ જવા માગણી કરેલી.
પણ મોતી રાવળ પોતાના છોડને એમ શેનો વેડાવા દે? તેણે તો પોતાના છોકરાને સારો એવો કેળવ્યો; અને બેત્રણ લગ્ન વગાડવા માત્રથી જ મોતી
રાવળને બાર મહિનાના રોટલા મળી જવા લાગ્યા.

ગોપીની ટુકડી પોતાને ઘેર આવ્યાથી ચતુરભાઈના પિતાને આબરૂ જળવાયાનો સંતોષ તો થયો, પણ પચાસ રૂપિયાની રકમ પણ જરા
તાળવે ચોંટવા લાગી. પરંતુ એમાં તો કાંઈ ઇલાજ ન હતો, એટલે હવે રકમ બરાબર વસૂલ કરવી જોઈએ તેના પર વાત આવી. એક પણ પ્રસંગ એ
ઢોલી વગરનો પડવા દેતા ન હતા. અને બિચારી ઢોલીની જાત; બધું સમજે તોય સામા થવાની એની શી તાકાત? વળી લોભ પણ ખરો. બેઠક
વખતે ભેટ મેળવવાની દાનતે સૌ કોઈને રીઝવવા જ રહ્યા. આ ધમાલમાંથી મળતી આરામની ક્ષણોમાં વરણાગિયા જુ વાનો એમનો કસ કાઢતા. ‘આ
ફલાણા ગામના પટેલ અને આ ઢીંકણાના.’ ‘આમને કામ દેખાડવામાં ફાયદો છે.’ એમ મનાવી-પટાવી રાવળિયા પાસેથી નાચગીત વગેરે કઢાવી
લેતા. પણ આ બધી જહેમત ઉઠાવવાની પાછળ મોતી રાવળિયાના મનમાં એક જ હેતુ રહેતો: વરને માંડવે અને કન્યાને માંડવે મળતી બેઠકોમાં
પટેલિયાઓને રીઝવી ભેટ મેળવવી. અને ખરે, આ બે પ્રસંગે તો દરેક લગ્નમાં મોતી રાવળિયાને ટંકશાળ પડતી. ગોપી બનેલો ગોપાળ જેની
દાઢીમાં જઈને હાથ નાખે તેની ગુંજાશ શી કે રાવળિયાને પાછો ઠેલે? ભલભલા મખ્ખીચૂસ પણ પાણીપાણી થઈ જતા. કુશળ મોતી રાવળ લીલી
વેલ જેવા લાગતા બધા આસામીઓની આ દિવસોમાં ઓળખાણ કરી લેતો. એમને રીઝવવા ખાતર એ થાકેલા ગોપીને પણ નચાવતાં વિચાર ન
કરતો. અને તૂટતે અંગે ગોપી મને-કમને નાચ્યે જતો.

રાવળિયાઓનો કસ કાઢવાની વરના બાપની ઇચ્છા પૂરી બર ન આવી. ઢોલીઓએ વરને માંડવે લૂગડાં તો પહેર્યાં, પણ જ્યાં વરઘોડો જ
ફેરવવાનો વખત ન રહ્યો ત્યાં ઢોલીઓની અરધોપોણો કલાક ચાલતી રમઝટ તો ક્યાંથી જ બને? જાનને જલદી જોડી મૂકવી પડી. હવે તો જે બને
તે કન્યાને માંડવે.

ચતુરભાઈ પટેલ વહુવાળા થઈ ગયા. વરપક્ષે અને કન્યાપક્ષે લગન માણ્યાં. ગીત ગાઈગાઈને વેવાણોનાં ગળાં બેસી ગયાં હતાં. રાતની
રાતોના ઉજાગરા સૌની આંખો ઉપર દેખાતા હતા. ચચ્ચાર દિવસનાં મિષ્ટાન્ન જાણે અરુચિકર થવા લાગ્યાં હતાં. સૌ કોઈ હવે ઘેરે જઈ નિરાંત
સેવવાની આશા રાખતું હતું. હવે બાકી હતો માત્ર એક જ કાર્યક્રમ, છેલ્લી બેઠકનો, જેમાં વરપક્ષનાં સગાંવહાલાંને પહેરામણી, સૌ નિમંત્રિતોને
પાનબીડાં અને આખા ગામની નોતરેલી-વણનોતરેલી શિષ્ટઅશિષ્ટ તમામ વસતિને ગોપીના નાચની મજાની ભેટ.

બેઠકનો વખત ભરાવા આવ્યો અને મોતી રાવળે ગોપીને સજાવવા માંડ્યો. કેટલીયે જાનોની ધૂળ ખાધેલો ખડિયો મોતી રાવળે છોડ્યો. મોટા
ઘેરવાળા ઘાઘરા ને ગુલાબી, વાદળી, લીલી સાડીઓ કાઢી. એક કટાયેલા પતરાના દાબડામાંથી ખોટાં મોતીના કંઠા, બંગડીઓ અને બીજી
શૃંગારસામગ્રી કાઢી. ગોપીએ તથા કા’ન બનનાર છોકરાએ તૈયાર થવા માંડ્યું. કોઈ સુકેશીને પણ શરમાવે એવો ચોટલો ગોપીએ તેલ નાખીને
ગૂંથ્યો. ગોળ ચહેરો પાઉડર લગાવતાં વધારે ખીલ્યો. આંખમાં મેશ, ગાલે તથા ચિબુકે વાદળી ટીપકી, નાકમાં મોટી વાળી, કાનમાં ઝુમ્મર, સેંથામાં
મોતીની માંગ, કાંડે મોતીની બબ્બે હારના ચાપડા, તંગ સૂંથણા ઉપર કિરમજી રંગનો ઘેરદાર ઘાઘરો, ઉપર દક્ષિણી ઢબે જાંબલી ઓઢણી, અને
છેવટે, મુનિવરનાં પણ મન ચળાવે એવી મીઠી ઘૂઘરીઓ એમ ગોપીનો શૃંગાર સજાયો.

મોતી રાવળ એકએક વિગત ઉપર ધ્યાન આપતો હતો, અને છોકરાને શણગાર સજાવતાં પ્રગટ-અપ્રગટ તે બોલતો હતો: ‘આજે તો
દીકરા, કશી કમી ન રાખતો. રમઝટ બોલાવજે, ખોડિયાર મા જેવી મા માથે બેઠી છે, હાજરાહજૂ ર છે મારી માડી.’

ગોપી મૂંગો મૂંગો સાંભળ્યા કરતો હતો. એની આંજેલી આંખમાં રતાશ હતી, ગાલ વગર રંગ્યે પણ તડકાથી તપીને રાતા થયા હતા. છોકરો
જાણે થાકીને લોથ થઈ ગયો હતો.

‘બે ઘડી જાળવી લેજે બેટા! જગદંબા, મારી મા! તારો છોકરો છે, મા! ગરીબનું રતન છે!’ છોકરાની ઢીલાશ કળી ગયેલો મોતી ખોડિયારને
આરાધતો હતો. બાપની ચિંતા જોઈ મૂંઝાતો ગોપી બોલ્યો: ‘કાંઈ નથી બાપા, મૂંઝાઓ છો શાના? બરાબર ચાલશે.’
બપોર ઢળતાં વેવાઈને માંડવે બેઠક જામી, ધોબીએ બાંધેલા ચાદરોના માંડવામાં કાગળનાં ફૂલનાં તોરણો લટકી રહ્યાં હતાં. મોટા મોટા
આથરો ઉપર તકિયા અને રૂવેલ ગોદડાં બિછાવાઈ ગયાં હતાં. સૂર્યનારાયણના તડકા માંડવાની અંદર સહેજ પેઠા અને વરરાજા તથા જાનૈયા
વાજતેગાજતે વેવાઈને માંડવે આવી પહોંચ્યા. પહેરામણીમાંથી વેવાઈઓ પરવાર્યા પછી એક બાજુ ચાપાણીની તૈયારી થવા માંડી અને બીજી બાજુ
ઢોલીઓને રમવાનું શરૂ કરવા કહેવામાં આવ્યું.

મોતી રાવળ સિવાય ચારે રાવળિયાઓએ લૂગડાં પહેર્યાં હતાં. ગોપી અને કૃષ્ણ થનાર છોકરા સિવાયના બીજા બે રાવળિયા આધેડ હતા.
એમની શોભા ઓર ખીલી નીકળતી હતી. કાળાં શરીર, બેઠેલાં ડાચાં, મૂછ મૂંડેલું મોં અને તે ઉપર સુંદરીના સોળ શણગાર! ખભે ઢોલકાં ટાંગી
ધમધમાટ ધમચકડ સાથે ચકરીઓ લેવી અને ગોપીના નાચ માટે વાતાવરણ જમાવવું એ એમનું કર્તવ્ય હતું. ગોપી અને કા’ન રમતાં ત્યારે એ બે
જણ બાજુ એ ઊભા રહી ઢોલક વગાડ્યે જતા અને મોતી રાવળ એક બાજુ એ બેસી એની ધોળી પાઘડીવાળું માથું હલાવતો ગાલ ફુલાવી શરણાઈ
વગાડતો.

મોટા રાવળિયાઓએ ઢોલકાંનો ઢબઢબાટ કર્યા પછી કા’ન-ગોપીનો નાચ આદરાયો. અવાજ કરતાં છોકરાં શાંત થયાં. ઢોલીને રમવાની
જગ્યાની ચોમેર એમનું જામેલું કૂંડાળું વધારે ગાઢ થઈ આગળ ધસવા લાગ્યું. ઢીલી કમરવાળા જુ વાનિયા ટટાર થયા અને દરેક, પોતાને આ
મિજલસમાં કંઈક વિશેષ મહત્તા મળે એ રીતે વાળ સમારવા, ખોંખારા ખાવા કે મૂછ આમળવા મંડ્યા.

ગોપીની ઘૂઘરીનો પહેલો રણકાર થયો અને આખી બેઠકમાં શાંતિ ફેલાઈ ગઈ. ‘કાનુડો મારી કેડે પડ્યો છે’ એ ગીતથી ગોપીએ શરૂઆત
કરી. ત્યાં કા’ન આવ્યો. બંને છોકરાઓએ નાટકમાં સાંભળેલી પ્રાસંગિક-અપ્રાસંગિક ચીજો છોડી અને ધીરે ધીરે કૂંડાળે પડ્યા. ઢોલકની રમઝટ
ચાલી. ઘૂઘરીઓ રણઝણવા લાગી. કૃષ્ણથી રિસાવાનો, મનાવાનો, ચિડાવાનો, લાડ કરવાનો અભિનય કરતો ગોપી સૌ કોઈના મુખમાંથી વાહ
વાહના ઉદ્ગારો કઢાવવા લાગ્યો.

કાર્યક્રમની વગર જાહેરાતે લોકો વાત કરતા હતા કે આજે દાણલીલા રમાવાની છે. જે ગવાતું હોય તે કરતાં પણ કાંઈ વધુ સારી ચીજ હવે
આવવાની છે એ આશાએ સૌ કોઈ આતુર થઈ જોઈ રહેતા. ચીજો જેમ જેમ ગવાતી ગઈ તેમ તેમ વધુ સારી ચીજ માટેની આતુરતા વધતી ગઈ.

ગોપીએ ગીત ઉપાડ્યું. શરણાઈ ઘૂંટાવા લાગી. ગોપીએ હોઠ મલકાવી વહેતું મૂક્યું:

છેટો છેટો રહે નંદના છોકરા રે,

મારાં રાંધણિયાં અભડાય રે, –

કાનજીએ સામે બીજું ગીત લીધું:

હાં રે, ગોપી! ઘેલી તું ઘેલી,

હાં રે રૂપચંદનની વેલી, છકેલી, ઓ ઘેલી!

આમ સામસામાં ગીતો બોલાતાં ગયાં. ગોપીનો છેડો ઊડતો જાય, કાનજી પાછળ ખેંચાતો જાય, ગોપી હાથમાં આવી ન આવી અને સરકી
જાય! સારંગના સૂરે, ગોપીના કંઠે, ઢોલકના તાલે અને શરણાઈની મધુરતાએ પટેલની જાનમાં જાણે ગોકુળ ખડું કર્યું.

ગાયનો થંભ્યાં અને મૂંગું નૃત્ય શરૂ થયું. ગોપીનાં અંગો ડોલવા લાગ્યાં. ગૂંથેલા વાળમાંથી છૂ ટી પડીને મોં ઉપર ઝૂલતી એકબે લટોએ તો
કેટલાયને ગાંડા કરી મૂક્યા. મોતી રાવળને નસીબ ઊજળું દેખાવા લાગ્યું. છોકરાએ રંગ રાખ્યો. ‘જે હો તારી, ખોડિયાર મારી મા! મા, તને રાજી
કરીશ; છોકરાને રમાડજે, મારી મા!’ અને બેઠકમાં ગોપી ફરવા માંડતાં રૂપિયાથી જે ખિસ્સું ભરાઈ જશે તેની કલ્પના તેને ગાંડો કરી નાખવા
લાગી. અને કોણ જાણે ક્યાંથી તેનામાં અચાનક અધીરાઈ પ્રગટી. છોકરો હવે બેઠકમાં ફરવા માંડે તો સારું, ઘડી પછી શું નું શું બને! હવે છોકરો
પોતાના તરફ જુ એ તો તરત તેને નાચ બંધ રાખી ફરવા માંડવાનો ઇશારો કરવાનું તેણે નક્કી કર્યું.

પણ ગોપીએ મોતી રાવળ ભણી આંખ ફેરવી જ નહીં. આંખો ઢાળીને તેણે તો નાચવું જ ચાલુ રાખ્યું. કા’ન બનેલો છોકરો તેની પાછળ
ખેંચાતો જતો હતો, ઢોલકવાળો કોણ જાણે ભાન ભૂલ્યો હોય તેમ થાપીઓ દીધે રાખતો હતો, અને મોતી રાવળને અસહાય થઈ શરણાઈ ઘૂંટ્યે
જવી પડતી હતી. જાણે બાજી કોઈના હાથમાં ન રહી હોય, કોઈ અદૃશ્ય તત્ત્વ તેમને ધક્કેલી રહ્યું હોય તેમ ગોપી, કા’ન, ઢોલક અને શરણાઈ
પોતપોતાનું કામ અતિ ત્વરાથી કરી રહ્યાં હતાં.

વરના બાપ મનમાં રાજી થતા હતા. વેવાઈને માંડવે વટ પડ્યો. પણ આ છોકરો દાઢીમાં હાથ નાખશે ત્યારે શું આપવું પડશે, અને પોતે આપે
તે પ્રમાણે વેવાઈઓને પણ આપવું પડે અને એમ વેવાઈ પક્ષના લોકોને કેમ ખાલી કરાય, એ વિચારોમાં અભિમાન અને કૃપણતા તેમના મનમાં
ઘડભાંગ મચાવી રહ્યાં હતાં. તોય તેમણે સંતોષનો ઉચ્છ્‌વાસ લીધો અને આખી બેઠક તરફ આંખ ફેરવી. બધાંની આંખો જાણે નાચતા છોકરા
ઉપર પરોવાઈ ગઈ હતી. છોકરાની ચાલો સૌ કોઈને વધુ ને વધુ ઉત્તેજતી, ખેંચતી, લોભાવતી અને તલસાવતી જતી હતી. ત્યાં તો મોતી રાવળને
જાણે કંઈ આંચકો લાગ્યો. છોકરો તાલ ચૂક્યો. મોતી રાવળનાં ભવાં સંકોચાયાં. છોકરાને છૂ ટી શરણાઈ મારવાનું મન થઈ આવ્યું. પણ ગોપીએ
સંભાળીને બેવડા જોરથી નાચ શરૂ કર્યો. મોતી રાવળ હવે ખૂબ ઊંચો-નીચો થવા લાગ્યો અને જાતે જ શરણાઈ થોભાવી દેવાનો તેણે નિશ્ચય કર્યો.
તેણે ઢોલકવાળા તરફ નજર ફેંકી. આખી બેઠક તરફ નજર નાખી; જાણે ત્યાં રૂપિયાની વાડી ન ઊગી હોય, અને હમણાં દીકરો એને વેડી આવશે
અને મારો ખોબો ભરી દેશે! મોતી રાવળની આંખો ધોળે દહાડે સ્વપ્ન દેખવા લાગી. રૂપિયાના ભારથી જાણે તેનું ગજવું ભારે થવા લાગ્યું. ‘ધન્ય
માતા ખોડિયાર!’ તેના અંતરમાંથી નીકળી ગયું. તેના જીવનની છેલ્લી ધન્ય ઘડી હતી. સંગીતની ધૂનમાં જાણે જગત ડૂબવા માંડ્યું હતું. અને ત્યાં –

રેશમી પડદા ચિરાય તેમ અચાનક ક્યાંકથી વાતાવરણમાં એક ચિરાડો પ્રગટ થયો. ઢોલકવાળાના હાથ થંભી ગયા. મોતી રાવળનું ગળું
શરણાઈમાં શ્વાસ ફૂંકતું બંધ થઈ ગયું. બેઠકમાં એક બેચેનીનો વાયરો વહી ગયો. અર્ધી આંખો ઢાળીને શરણાઈ વગાડ્યા કરતા મોતી રાવળની
આંખો ઊઘડી ગઈ. એનું સ્વપ્ન વેરાઈ ગયું હતું.

નાચવાના કૂંડાળાની વચ્ચે ગોપી ઢગલો થઈને પડ્યો હતો અને જાંબલી ઓઢણી એના મૂર્ચ્છિત શરીરમાંથી ઊઠતા શ્વાસોચ્છ્‌વાસની સાથે
સાથે ઊંચીનીચી થઈ રહી હતી.

[“ ‘ગોપી’થી ‘હીરાકણી’ ”]

←પ્રારંભિક પૂનમડી→

Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?


title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/ગોપી&oldid=47515"
Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/


પૂ નમડી
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

પૂનમડી
પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે.

‘હવે ત્યાં રસ્તા પર તે શું બળ્યું છે કે હૂંડકાની પેઠે ઊભા ઊભા તાક્યા કરો છો? જરા અંદર તો આવો.’

મહારાણી એલિઝાબેથના કરતાં પણ વિશેષ સત્તાવાહી અવાજને માન આપી મેં મારા દિવાસ્વપ્નને સંકેલ્યું. એકીટશે જોવાથી નાસ્તિવત્
બનેલા રસ્તા પરનાં છાણ, ધૂળ, સળેકડાં, રોડાં, આકાશમાં સાંજે શનૈઃ શનૈઃ તારા દેખાવા માંડે તેમ પાછાં એમના પુરબહારમાં નજરે પડ્યાં. હું
સ્વપ્નમાંથી સત્યમાં ઊતર્યો. ના ના, હું છજામાં જ ઊભો હતો, ત્યાંથી અંદર પાછો ફર્યો. મેડામાં. બિહારના પ્રકાશથી અંજાયેલી આંખોને ખંડની
અંદરની ચીજો સ્પષ્ટ દેખાતી ન હતી. રસ્તામાં પડેલી તપેલી મારા પગ સાથે અફળાઈ. પાણી ભરેલી તપેલીએ અપમાનિત થયેલ સન્નારી પેઠે ઘોર
રણકાર કર્યો. થોડું પાણી છલકાયું.

લીલાનો ઉપરના જેવો રૌદ્ર અવાજ ક્યારેક જ સાંભળવા મળતો; પણ જ્યારે મળતો ત્યારે એના સૌમ્ય સ્વરૂપે સરજેલી સઘળી મીઠાશને
દરિયાના જુ વાળની પેઠે તે ખારી ઊસ બનાવી દેતો. જરૂર કાંઈક ઉલ્કાપાત હશે એમ માની હું સભય પગલે બેઠકનો ખંડ છોડી રસોડાના ખંડ
તરફ ચાલ્યો. અમારા મેડાનાં બારણાંની રચના એવી હતી કે પશ્ચિમના છજામાં ઊભાં ઊભાં પૂર્વની દીવાલમાંની બારી જોઈ શકાય. રસોડામાં પરું
છું ત્યાં તો ઉગમણી બારીએ લીલા સોડિયું વાળીને બેઠી હતી.

‘હાજર છું સાહેબ, ફરમાવો હુકમ.’ વફાદાર સેવકને છાજતી રીતે મેં ગૃહિણીને મુજરો કર્યો, પણ સ્ત્રીની તબિયત સાચવવા મથતા
પતિઓનાં નસીબ બોદલાં જ હોય છે. પ્રસન્ન આશીર્વાદને બદલે પ્રખર પ્રકોપ દેવી તરફથી મળ્યો
‘હવે મજાકમાં જ રહેશો તો રહેશો વા ખાતા. મારું ડિલ ભરાવા માંડ્યું છે તે હવે મેં ખીચડી ઓરી છે તે જઓ, પેલા શીકામાંથી બટાકા
ઉતારી સમારો અને પાણિયારામાં પાણીનું ટીપુંય નથી તે કોઈ ભરનારને શોધી કાઢો. ટાઢપ કરશો, અને પછી કહેશો કે મોડું થયું ઑફિસે જવાનું
તો એની હું જોખમદાર નહિ.' મહારાણીને છાજે એવી જ વટહુકમોની આ પરંપરા હતી. આવાં ભગીરથ કામો આ સેવકની શક્તિની બહાર જ
હતાં.

જ્યારે હું ગૃહસ્થ નહોતો, અને વિદ્યાભ્યાસના કાળે હાથે રાંધીને ખાતો હતો તે જમાનાની વાત જુ દી. હવે તો પતિ થયો હતો અને પત્નીએ
મને એટલો વશ કરી લીધો હતો કે એ ઘરમાંથી જાય ત્યારે કંઈ સૂઝતું જ નહિ. રસોડાની, પાણીની, ધોવાની ક્રિયાઓ એ ઑફિસમાં મોટાં મોટાં
હજારોના હિસાબનાં થોથાં ઉથલાવવા કરતાં પણ મારે માટે વધારે દુષ્ક્રિય થઈ ગઈ હતી. ગૃહસ્થને છાજતું આળસ, સ્ત્રી-અવલંબિતા, બેદરકારી
વગેરે અનાયાસે કેળવાઈ ગયાં હતાં. સ્ત્રીઓને આદિ-અનાદિથી મળતી દરેક મહિને ત્રણ દિવસની હકની રજાઓ તો મારે મન એક ‘મહા વિકટ
વળગાડ' જેવી થઈ પડી હતી. તે વખતે પાણીછાણી તો લીલા કરતી; પણ રસોડાના રાજા મારે થવું પડતું, એ જીવનની મહા સમસ્યા થઈ પડતી.
છેવટે મેં ક્રૂર હૃદયનો થઈ એ હક્કો પણ છીનવી લીધા. તોયે મારા ઉપર કરણા કરી દેવીએ મને નવાયો, અને ત્યારથી હું એવો ‘વંઠેલ’ ‘નફટ’
આળસુ પતિ થઈ ગયો છું કે આટલો પગારદાર, ભણેલો તથા રૂપાળો હોવા છતાં મને ફરી પરણવાને કોઈ પણ જિગર ચલાવે નહિ.

પણ, આવા પ્રસંગે માંદગી વેળાએ તો મારી કોઈ યુક્તિ ચાલે એમ ન હતું. લીલાએ ઠીક ક્રૂજવા માંડ્યું હતું. ખાવાનો પ્રશ્ન આજને માટે
અડધો તો લીલાએ ઉકેલી નાખ્યો હતો, માત્ર શાક જ કરવાનું હતું, પણ પાણીનો પ્રશ્ન જબરો હતો. હજી મારે નહાવાનું હતું. અને પાણીનું તો
ટીપુંય ઘરમાં નહોતું. ગામડાગામમાં પણ પાણી ભરનારી મેળવવી એ મુશ્કેલ હતું અને તેય ધાર્યો ટાંકણે એ તો અશક્ય જેવું. સો ઘરની વસ્તીના
આ ગામડામાં પાણી ભરનારી શોધવા જવું એ દક્ષિણ મહાસાગરમાં કોઈ મસાલાનો બેટ ખોળવા જેવું હતું. ખીચડીની તપેલીનું ઢાંકણ ખસેડી, હજી
જરા ખીચડીને થતાં વાર લાગશે એમ જોઈ એ મહા પ્રશ્ન ઉપર મનન કરવા હું પાછો છજામાં જઈને ઊભો. પા કલાકના એકાગ્ર ચિંતનને પરિણામે,
પહેલાના ભક્તોને જેમ પ્રભુએ વહાર મોકલેલી તેમ, આ વેળા મારે માટે વહાર આવી.

અમારા ઘરનાં માલકણ ચંચળબહેન દાદરો ચડતાં હતાં. તે દાદરા પર પગ મૂકે તે પહેલાં જ ‘શ્ચમ લીલા ખૂન, ચ્યમ માસ્તર સાબ'ની
આગમનસૂચક એલાર્મ-ઘંટડી વગાડતાં આવતાં. એક તો એમનો સ્વભાવ જ બહુ બોલકણો; તેમાં અમારા એક પ્રણયોપચાર પ્રસંગે એ આવી
ચડેલાં. લીલાએ મને મારી ખુરશી પર જ કેદ કરેલો. એના હાથની જંજીરો મારા ગળાને દાબતી, મારા હાથમાંની કલમને જપ્ત કરવા જતી હતી
અને ‘બોલો, ડાબે કે જમણે? ડાબે કે જમણે?' એમ બોલતી મારા હજામત કરેલા મોઢા ઉપર ચૂમીઓ વરસાવતી હતી, અને એ સ્થિતિમાં
ચંચળબહેને તેને પકડી. લીલા તો શરમની શીંદરી થઈ ગઈ અને અંદર દોડી જ ગઈ. ચંચળબહેન જરા ખચકાઈને તેની પાછળ અંદર ગયાં અને
બોલતાં સંભળાયાં ‘બળ્યું, લીલાબૂન, ધોળે દહાડેય તમે તે શું? ને ત્યાર પછી, વાંક જોકે લીલાનો જ હતો. છતાં, ‘વંઠેલ’નું વિશેષણ મને તે જ
સાંજે ફળિયાના નારીમંડળે મારા છજાના ઓટલા નીચે બેસી હું સાંભળી શકે તેટલા અવાજથી પૂરેપૂરું વ્યંગ્ય વાપરીને આપ્યું. પણ છતાં
ચંચળબહેન ભોળાં એટલે ‘હાય, જુ વાની છે' એમ કહી એમણે માફી આપી દીધેલી, અને તે દિવસનાં ઉપર આવે ત્યારે પણ અમારા બેમાંથી એકને
હોકારીને જ આવે.

મારો દયામણો ચહેરો અને લીલા ગોદડું ઓઢીને સૂઈ ગયેલી જોઈ તે બધું પામી ગયાં. ચંચળબહેન આવ્યાં જાણી માળામાંથી ચકલી ડોકું
કાઢે તેમ લીલાએ ગોદડામાંથી ડોકું કાઢી કહ્યું ‘ચંચળબહેન, કોઈ પાણી ભરનારી મળે તો લાવી આપો. એ તો ગંગાને કાંઠે પણ તરસ્યા મરી જાય
એવા આળસુ છે, નહાશય નહિ અને ખાશેય નહિ. ને પછી ‘મારે મોડું થયું’ કહી ભૂખ્યા ને ભૂખ્યા ઑફિસે જશે. અને તેણે પાછું ગોદડામાં મોટું
સંકેલી લીધું.

પાણીની કેટલી જરૂર છે તે વાત કહેવાની જરૂર નહોતી. પાણી વગરનાં બેડાં પર ધૂળ ચોંટી હતી. સાંજનાં વાસણો ઊટક્યા વગરનાં
ચોકડીમાં પડ્યાં હતાં અને મારા સુકા ઘાસની જેમ ઊડતા વાળ આંધળાને પણ મારા અસ્નાનનો પુરાવો આપે એવા હતા.
‘ધીકણું ભરાયું છે કે શું? બધું આ રત જ એવી છે હમણાં તો. લાવો, જોઉં ત્યારે કોક મળી આવે તો.’ કહી તે નીચે ગયાં અને પાડોશમાં
કોકને કહેતાં સંભળાયાં

‘અલી પૂનમડી અહીં આવે છે કે શું, બૂન?'

‘હા માસી.’ કી તે સંબોધાયેલું પ્રાણી બોલ્યું, અને ઘંટી બંધ રહી. ઘંટી બંધ રહી ત્યારે જ મને ખબર પડી કે આટલામાં ઘંટી ચાલે છે. એનો
એકધારો ઘોર દિવસના અવાજમાં એવો ઓતપ્રોત થઈ ગયેલો કે તે જ્યારે બંધ પડી ત્યારે જ તેના પૂરક સ્વરની ખોટ દેખાઈ.

‘જરા મેંકુ થોડી ચણાની દાળ દળી આવું.'

‘બૂન, જરા પછી દળજે ને! આ લીલાબૂનને બે બેડાં પાણી લાવી આપ ને! માસ્તર નહાયા વગરના બેઠા છે ને લીલાબૂનને ધીકણું ભરાયું
છે.’

‘અલી અમલી, જરા રાખ ત્યારે, હું જઈ આવું.’ કહી પૂનમડી ઓઢણીનો છેડો ખોસતી બહાર આવી. ઉઘાડા ગોરા હાથ ઉપર થોડો થોડો
લોટ ચોટ્યો હતો તેને પાલવની ઝાટકથી ખંખેરતી, માથેથી સરી જતી ઓઢણી સંકેલતી તે મેડાની દાદર ભણી આવવા લાગી. છજામાં ઊભેલા
મારી સામે એની આંખો ઊંચી થઈ. ગભરાયેલી ચકલીઓની માફક બિડાઈ ગઈ. હું અંદર આવ્યો. પાણી ઉપર પોયણું તરે તેમ દાદર ઉપર
પૂનમડીનું ડોકું દેખાતું હતું. તે જરા ખચકાઈ અને પછી સડસડાટ અંદર ખંડમાં ચાલી ગઈ. પૂનમડી પાણીનું બેડું લઈ દાદર ઊતરી એટલે મેં
રસોડામાં જઈ શાક સમાર્યું, ખીચડી ઉતારી અને શાકને સગડી પર મેલ્યું. લીલા કરતાં પણ પૂનમડી વહેલી બેડું લઈ આવી અને મારા કાને એનો
અવાજ પડતો રોકવા ઇચ્છતી હોય તેમ બેઠકના ખંડમાં જઈ લીલાને કહેવા લાગી

‘લીલાબૂન, લાવવું સે બીજું?’

‘એ નહાય એટલું પાણી થયું હોય તો આજે તો ચાલશે, બહેન. પણ તું નવરી હો તો લઈ આવ એક વધારે. કાલે વળી મારાથી ઉઠાય કે નયે
ઉઠાય.’ લીલાનો લાંબો વખત માંદા રહેવાનો ઈરાદો છે કે શું એ વિચારે મને ગભરાવ્યો. ‘ઑફિસે જવાનો વખત થવા આવ્યો હતો એટલે મેં સ્નાન
કરી અર્ધા ચડેલા શાકે ભોજન આરંભ્યું. શાક ચડતું જાય તેમ તેમ થોડું થોડું લઈ ખાતો હતો. એટલામાં બીજું બેડું પૂનમડી લઈ આવી. આખા
અંગને સોડિયામાં સમાવી લેવા મથતી હોય તેમ તેણે અંગનો સંકોચ કરી આખા શરીર ઉપર ઓઢણી બરાબર લપેટી લીધી હતી. મર્યાદાની મૂર્તિની
પેઠે જરાયે અવાજ કર્યા વિના તેણે પાણિયારા ઉપર ગાગર અને ઘડો ગોઠવ્યાં અને પછી દાદરને પહેલે પગથિયે જઈને તે મીઠા લહેકાથી બોલી

‘લીલાબૂન, કાલે જરૂર પડે તો બોલાવજો, હોં!'

‘જરા ઊભી રહે, બહેન!' પૂનમડીને ઊતરતી રોકતાં લીલાએ કહ્યું અને ગોદડામાંથી ડોકું કાઢી મારા તરફ જોઈ કહ્યું ‘ખાયા શું કરો છો?
પૂનમડીને એક આનો આપો.’

અધૂરો કોળિયો મોંમાં મૂકીને મેં બહાર આવી ખિસ્સામાંથી આની કાઢી અને દાદર આગળ જઈ પૂનમડીને આપવા હાથ લંબાવ્યો. લીલાએ
શું કહ્યું, હું શું કરું છું, એના વિચારમાં ડૂબેલી સ્થિર થઈ ગયેલી પૂનમડીએ અનાયાસે હાથ લાંબો કરી દીધો. ‘લે.’ કહી મેં એ આની એના હાથમાં
મૂકી. એના હાથમાં આવી પડે ન પડે તે પહેલાં, દેવતાથી દાઝતી હોય તેમ તેણે હાથ પાછો ખેંચી લીધો.

‘એ શું લીલાબૂન, એવા પૈસા લેવા કંઈ મેં કામ કર્યું છે? એ તો તમારે ને ચંચળબૂનને લીધે; નહિ તો મોટા ધનેતરીનુંય હું પૈસા લઈને કામ ના
કરું.’ અને તે ચાલી ગઈ.
તરછોડાયેલી આની પૂનમડીના હાથમાંથી સરી દાદરની ફાટમાં થઈ નીચે ચંચળબહેનના ઘરમાં પડી. હું કોઈ અપમાનિત ધનિકની જેમ જરા
વીલો પડી પાછો ખાવા મંડ્યો. ‘પૈસો દરેક ચીજ ખરીદી નથી શકતો.’ એ વિચારમાં કાચું પાકું બધું શાક ખવાઈ ગયું. પાછો પાડોશીને ઘેર ઘંટીનો
ઘોર ચાલુ થયો. હું પરવારીને ઑફિસે જવા નીકળ્યો. દાદર ઊતરું છું ત્યાં ચંચળબહેન બારણું ખોલી નીકળ્યાં. માસ્તર, તમારી આની પડી ગઈ કે
શું? આપી દે બેટા!’ કહી એમના ચારેક વરસના કીકાનો હાથ પોતે પકડીને લંબાવ્યો. આ રૂપાળી ચીજથી છૂ ટા પડવાની કીકાની ઇચ્છા જણાતી
નહોતી. એ આનાકાનીમાં બેચારેક મિનિટ ચાલી ગઈ. હું ઉતાવળો ઉતાવળો થતો હતો. પાસે પડોશીને ઘેર ઘંટી ગાજતી હતી અને સાથે ગાવાનો
અસ્પષ્ટ અવાજ નીકળતો હતો. ‘સાંજે આપજો,’ કહી ચાલવા માંડ્યું. ઘંટી એકદમ બંધ પડી ગઈ અને એકલું ગીત ચોખ્ખું સંભળાયું.

‘લીમડે લટક્યું લેલુંબ મધ રે,


લાલિયા, લેતો જા લીલી લવંગડી.’

‘લીલી લવંગડી' એટલો કકડો બે વાર ગવાયો. મેં લગભગ શેરીનો ખાંચો વટાવ્યો. પાછળ કૈંક ઘોંઘાટ થતો જોઈ મેં પાછું જોયું. અમારા
ઘરના ખૂણા આગળ થોડાંક છોકરાં ભેગાં થયાં હતાં. એ નાના ટોળામાં પૂનમડી પણ દેખાઈ કે શું? કે મારી આંખે જ એવું જોયું? કોક બેશરમ
છોકરે હું સાંભળે એમ બૂમ પાડી

‘એલા માસ્તરે કોટ ઊંધો પહેર્યો છે, જુ ઓ જુ ઓ.’

ખરેખર, ઉતાવળમાં મેં એમ જ કર્યું હતું. ખાંચો વળી મેં કોટ બદલ્યો અને એ ધૂળિયા રસ્તા ઉપરનાં ધૂળિયાં છોકરાંના વિચારે સવા
માઈલનો રસ્તો કેમ કપાઈ ગયો તેની મને ખબર પણ ન પડી.

એ ધૂળિયો રસ્તો; ધૂળભરેલાં છોકરાં, ધૂળ બાઝેલી ભીંતોવાળાં ઘરો, અને ધૂળમાંથી જ જાણે બનાવ્યાં હોય એવા મેલાં, ફિક્કાં મોઢાંવાળાં એ
ગામનાં માણસો અને ઢોરો. આ ગામડાની સંસ્કૃતિને ધૂળિયા કહીએ તો ચાલે. એમાં પૂર્ણાહુતિ કરવી હોય તેમ પાસે થઈને જતી રેલગાડી અહીં
ભાગોળમાં જ એનો ધુમાડો ઓકતી જાય. ધૂળ અને ધુમાડો બંનેએ સહકાર કરેલો. ગામનાં ઘરો ધુમાડાએ રંગી નાખેલાં. એકે ઘરમાં ઘડીભર
ધુમાડાના ઉપદ્રવ વગર બેસવું અશક્ય. એકે માણસનું મોટું તમાકુના ધુમાડા વગર કે છીંકણીના ઓઘરાળા વગર મળવું અશક્ય. અને ધૂળધુમાડાના
અર્ક ભેગા કરી ચોપડ્યા હોય એવી એ લોકોના મોઢામાંથી નીકળી ગ્રામ્ય, મેલી, તોછડી, નીરસ અને નેહ વગરની, પોતાનું અસલ ખમીર જાળવી
રહેલાં હિન્દનાં મૂઢ છતાં સ્નેહાળ, દરિદ્ર છતાં ઉદાર, અસ્વચ્છ છતાં અમીમય એવાં ગામડાંમાંનું આ ગામ ન હતું. આ તો શહેરની પડખે રહી,
શહેરના કરતાંય તેના દુર્ગુણોને ટપી જતું, ગામડાની ગુણગંભીરતા ગુમાવી બેઠેલું નપુંસક અને એટલે જ કૃપણ અને ચીડિયું એવું ગામ હતું.

નદીને સામે પાર બેઠેલા શહેરે એનું સર્વસ્વ હરી લીધું હતું. ગામના પુરુષો શહેરમાં રોજી અર્થે જતા, મિલમાં, છાપખાનામાં કે એવાં બીજાં
કૂટણખાનાંમાં. ગામની ગૌરીઓ ઢોર પાળતી, છાણાં થાપતી, ઘાસ લાવતી. ઢોરોનાં દૂધ તાંબડે તાંબડે શહેરમાં જતાં. શહેરની સન્નારીઓ માટે
છાણાં વેચાવા જતાં. શહેરની ઘોડાગાડીઓના ઘોડા માટે ઘાસ વેચાવા જતું. જે કાંઈ ખેતીવાડી આછીપાતળી થતી તેનાં શાકભાજી શહેરની
શાકબજારમાં અલોપ થઈ જતાં અને બદલામાં જે મળતું તેને લોકો ‘લક્ષ્મી' કહેતા. મહિને દહાડે મળતો પગાર. દૂધના, શાકના, ઘાસના, છાણાંના,
મજૂ રીના રોકડા પૈસા એ બધું રીતસર મળ્યાં કરતું. લોકો લક્ષ્મીને મેળવવા રાતદિવસ એક કરતાં. છતાં તેમને શ્રી અને શોભા નહોતાં મળ્યાં.

શહેરે એમના જીવનમાંથી સ્વાશ્રય, સ્વપર્યાપ્તિ અને સંતોષની શીતળતા ચૂસી લીધાં હતાં. તે લોકો શહેરી જેવા થવા મથતા છતાં શહેરી
થવાની તેમને સવડ હતી નહિ. તેમ જ શહેરથી અસ્પૃશ્ય ગામડાની તન્દુરસ્તી ટકાવવાની તેમનામાં શક્તિ ન હતી. પેલો આઘેનાં ગામડાં શહેરોથી
ચુસાતાં છતાં હજી પ્રકૃતિના ખોળામાં જ પડ્યાં હતાં. શહેરના સંકુચિત, કુત્સિત, કૃપણ વાતાવરણની અસર તેમને થઈ ન હતી; જ્યારે આ શહેરને
પડખે રહેલું ગામડું પ્રકૃતિનો આશ્રય ગુમાવી, શહેરના સંસ્કારથી વંચિત રહી, શહેર અને ગામડાના દુર્ગુણોનો બમણો ભંડાર બન્યું હતું. તેનું માત્ર
દ્રવ્ય જ નહિ પણ તેનો જીવ પણ શહેર ભરખતું હતું. એટલે જ ઘરો પુષ્કળ છતાં ભાડાને માટે શહેરના કરતાંય વિશેષ કડકાઈ લોકો કરતા.
પુષ્કળ દૂધ છતાં શહેર કરતાં પણ વધુ દૂધ દુષ્માપ્ય અને મોંઘું હતું. મોટો ભાગ મજૂ રી પર જીવતો છતાં પાણી ભરવા કે પોટલાં ઉપાડવા કોઈ
મળતું નહોતું. એક પ્રકારનો સ્વરચ્છન્દ, તોછડાઈ, કૃપણતા, સ્વાર્થીપણું, અનુદારતા લોકોના હાડમાં ભરાઈ બેઠાં હતાં. બીજાં ગામડાં ઉપર શહેરો
નભતાં હતાં, આ ગામડું પોતાનું સર્વસ્વ શહેરને આપી દઈ શહેર ઉપર નભતું હતું. આ ફરક જ આ ગામને જુ દું વ્યક્તિત્વ આપતો. આવાને
ગામડું ન કહેવાય. ફળો ચૂસીને તેનાં છોડાં નાખવાનો ડબો હોય એવું આ કહેવાય. શહેરના અંગ જેવું છતાં શહેરની પ્રસન્નતાથી રહિત આ ગામ,
નહિ ગામ કે નહિ શહેર, પણ કંઈ ત્રીજાનો જ ભાસ કરાવતું.

આવા ગામમાં મારે રહેવાનું થયું. શહેરની બહાર અહીંથી સવા માઈલ પર ઈંટોની ફેક્ટરીમાં મારે નોકરી હતી અને આ ગામ જ વધારે
સગવડ આપે એવું હતું. મેં અને લીલાએ એક મેડો ભાડે લીધો અને બે વરસ ચાલ્યાં ગયાં. વિદ્યાભ્યાસના કાળની રસિકતા પછીના જીવનમાં કોક
જ ટકાવી શકે છે. એવા સંજોગો મળતા જ નથી. ગામડામાં રહેવાનું ને ઈંટોના કારખાનામાં નોકરી એટલે કોઈને પણ નીરસ કરી મૂકવા બસ છે.
માત્ર અલ્પ સાહિત્ય વ્યવસાય અને ધૂની જેવા સ્વભાવે જ થોડો રસ જીવનમાં ટકાવી રાખ્યો હતો. બાકી બહારના જીવનની શુષ્કતા વધારે ને
વધારે મનને શોષવા લાગી હતી. પાસે-આઘે, આગળ-પાછળ, કશું જ જોવા જેવું નહોતું. ઘડીભર આંખ ઠરે એવો પદાર્થ નહોતો. લોકોનાં ચઢી
ગયેલાં મોઢાં, તણાઈ ગયેલાં શરીર, મવાલી જેવા અછકલા વેવલા જુ વાનો, માંદાં અપુષ્ટ ગંદાં ધૂળિયાં બાળકો, કંગાળ ઢોરો અને ધૂળ, ઢેખારા,
રાડાં, પાણીના રેલા, એંઠવાડ વગેરેથી શણગારાયેલા રસ્તા એ બધામાં કશું જ જોવા જેવું નહોતું. મને ઠપકો આપતી હતી છતાં લીલા સાચું જ
બોલતી હતી કે, ‘રસ્તા પર તે શું બળ્યું છે?’

અમારી લાંબી શેરીને છેડે આવેલા ખાંચામાં એક દિવસે એક નવી આવેલી છોડી હરફર કરતી દેખાઈ. નવાં આવેલાં માણસો આપણા
જેટલાં જ સામાન્ય હોવા છતાં તેમની નવીનતાને લીધે કંઈક આકર્ષક લાગે છે. આ છોડી પણ આકર્ષક દેખાઈ. પણ પરદેશીની પ્રીત શી?' એ
ન્યાયે એને વિસારી દેવાનો જ મેં યત્ન કર્યો, પણ આઠેક દિવસ થયા છતાં એ ગામ છોડીને ગઈ નહિ. સવારે છજામાં ઊભો ઊભો દાતણ કરતો
હોઉં, સાંજે થાકીને ઘડીભર નરી નીરસતામાંથી રસ મેળવવા ઉજ્જડ રસ્તા પર નજર ઢાળતો હોઉં, એમ આડાઅવળા પ્રસંગે એ મારી નજરે વધુ
ને વધુ ચડવા લાગી. હું પત્નીવાળો છું એ યોગ્યતાથી જ મને ગામમાં ઘર ભાડે મળ્યું હતું. એ જ યોગ્યતાથી હું જો પરસ્ત્રીની વાત કરું તો મારા
પર આડોઅવળો આરોપ મૂક્યા વગર મને સમાજના હિતૈષીઓ માફ કરશે.

આ છોડીનું નામ ‘પૂનમડી’ એ વાત ચંચળબહેને જ્યારે એને બોલાવી અને મારે ત્યાં પાણી ભરવા મોકલી ત્યારે જ મેં જાણી. આટલા ઉપથી
જ હું મારી તટસ્થતાની ખાતરી આપી શકું છું. અને હાડપિંજરોના ગામમાં ભરાઉ શરીરવાળું કોઈ પ્રાણી જોવા મળે તો તેની પર નજર ઠરી જાય
તેમ પૂનમડીને જો મેં જોઈ હોય તો કોઈ મને દોષ દેશો નહિ. પૂનમડી સુંદર નહિ પણ ફૂટડી કહેવાય, પૂનમડી જુ વાન નહિ પણ મુગ્ધા કહેવાય,
પૂનમડી પાતળી છતાં મજબૂત કહેવાય. મહેનતુ જીવનથી કસાયેલું શરીર તંદુરસ્તી અને શક્તિથી દીપતું હતું. તે બબ્બે ગાગરે પાણી લાવતી. ત્રણ
મણ ઘાસનો ભારો પોટલી પેઠે ઉપાડી લાવતી. માથે બોજો હોય છતાં એના પગની સ્થિરતા, ચપળતા અને સરળતાનો કદી ભંગ થતો નહિ. તે
ઊઘડતી જુ વાનીની હતી છતાં ચણિયો અને ચોળીમાં જ ઘણો વખત ફરતી. એને માથેની બાંધી પોટલીમાંથી જેમ ઘાસ લચી પડતું તેમ એણે અંગે
પહેરેલાં કસકસતાં વસ્ત્રોમાંથી એનો સશક્ત, ચપળ અને ગૌર દેહ લચી પડતો. આ નિત્ય તાજું ગુલાબી ચિત્ર જે મારા છજાના જીવનને ઘડીભર
રસિક કરતું તે શહેરના કોઈ કારખાનામાં જઈ પિસાઈ જવા અહીં આવ્યું છે કે શું એ વિચાર મારી આનંદની પળોને ગ્લાનિપૂર્ણ કરી દેતો.

પણ તે મારી નજર આગળ આમ ફરતી છતાં તેનું જીવન સ્વપ્નની માફક મને અસ્પૃશ્ય જ રહેલું. તેણે કોઈ દિવસ મીટ માંડીને છજામાં
ઊભેલા મને જોવા પ્રયત્ન કર્યો નથી; તેમ મેં પણ એનો વિશેષ પરિચય કેળવવા ઇચ્છવું નથી. પૂનમડી આવી ગુલાબી ચિત્ર જેવી સદા રસ્તા પર
ફરતી રહે તોય મારે માટે બસ હતું. લીલાની માંદગી તેને અમારે મેડે લઈ આવી અને પૂનમડીનું જીવનચિત્ર મારી આગળ ખડું થવા લાગ્યું.

સ્ત્રીઓની મૈત્રી સહજ રીતે બંધાઈ જાય છે અને દુશ્મનાવટ પણ સહજ રીતે થઈ જાય છે. લીલા અને પૂનમડી એ બીમારીમાંથી દોસ્ત
બન્યાં. પાંચ દિવસની લીલાની માંદગીમાં પૂનમડીએ ખૂબ રાહત આપી. નોકરી અંગે મારાથી ઘેર રહેવાય તેમ હતું નહિ. તે વખતે ઘરની
વ્યવસ્થાનો ભાર પૂનમડીએ ઓછો કર્યો. લીલા ઊઠી શકતી નહોતી છતાં હું સાંજે આવું ત્યારે ઘર વળાયેલું હોય, કપડાં સૂકવીને ગડીબંધ મૂકેલાં
હોય, ટેબલ પરનાં ચોપડાં ગમે તેમ પણ ઊભાં તો ગોઠવોયલાં હોય. આ બધું કોણ કરી જતું એ વાતની મને ત્રીજે-ચોથે દિવસે જ ખબર પડી;
પણ મારી હાજરીમાં પૂનમડી ઘરમાં થોડું જ રહેતી. શરમથી કે કોણ જાણે શાથી?

અને પછી ચાલ્યું. લીલાએ પૂનમડીને સંસ્કારવા માંડી. એક અબુધ, જડ, વહેમી અને કાયર લીલામાંથી મેં ‘ડાબે કે જમણે’ કરતાં ચંચળબહેને
પકડી પાડેલી લીલા બનાવી હતી. તેને સુઘડતા, સ્વચ્છતા, વ્યવસ્થા અને જીવનમાં કંઈક ઉલ્લાસ આપવા મેં પ્રયત્ન કર્યો હતો. અને એમાં એને
કંઈક પોષક ચીજ માલૂમ પડવાથી એ બધું તેણે ઝીલ્યું હતું. તે ચિત્રોની શોખીન બની હતી, ઠીક ઠીક વાંચતી અને છેવટે મને પણ ઊધડો લેવા
જેટલી હિમ્મતબાજ થઈ હતી. પૂનમડી આ બધું શીખી. તેના વાળ ઓળવામાં સફાઈ અને જરાક છેલબટાઉપણું આવ્યાં. તેની ઓઢણી હવે વધારે
દરકારથી પહેરાવા માંડી. લીલા તેને શહેરમાં લઈ જતી. તેની ગરીબાઈ તેને ન સાલે એવી રીતે તેને મનગમતી ચીજો લઈ આવતી.

સ્ત્રીઓને સ્ત્રી આગળ હૃદય ખોલતાં વાર નથી લાગતી. લીલાએ પૂનમડીની કથા જાણી એટલે તો તે વિશેષ પ્રેમનું ભાજન થઈ પડી. કોઈ
પંદરેક ગાઉ ઉપરના ગામમાં પૂનમડીનું વતન, માબાપ ગઈ સાલ મરી ગયાં. અહીં માશીએ એને પોતાને ઘેર રાખેલી. માશીને કંઈ છોકરું નહિ
એટલે પૂનમડી માશીના ઘરમાં દીકરીની પેઠે ગોઠવાઈ ગઈ. માશી ભેંસ રાખતી. તેના દૂધ ઉપર અને ઘાસના ભારા શહેરમાં વેચીને તેમાંથી થતી
કમાઈ ઉપર એ દહાડા કાઢતાં. ‘અમે તો ગરાસિયાં' એ કુલાભિમાનથી તેઓ ગામમાં કોઈ મજૂ રી કરતાં નહિ. ઠીક, લીલાને બહેનપણી મળી અને
મારે સંકટ સમયે સહાયતા મળી. એ રીતે આ બેનો સંબંધ હું તટસ્થતાથી છતાં આનંદથી જોયા કરતો હતો.

એક સાંજે હું ઘેર આવ્યો ત્યારે ટેબલ પર મઝુમદારનાં ચિત્રોનું ખુલ્લું આલબમ, પાઉડરનો ખુલ્લો ડબ્બો, આરસો, થોડાં વેરાયેલાં ફૂલ વગેરે
પડ્યું હતું.

‘ગુજરીની દુકાન માંડી હતી કે શું?' મેં રસોડામાં કામ કરતી લીલાને પૂછ્યું.

‘તે શું છે?'

‘શું તે જો ને, આ ટેબલ પર બધું શું શું ભર્યું છે?' કોટને ખીંટીએ ભેરવતાં હું બોલ્યો. લીલા ભીના હાથ કકડે લૂછતી ઊમરામાં આવીને
ઊભી અને આછું હસતી બોલી

‘હા, એ તમારી પૂનમડીએ કર્યું છે. મોઈ એવું ને એવું મેલીને જતી રહી. ઊભા રહો, હું સગડી હોલવી આવું.' – કહી લીલા અંદર ગઈ અને
સગડી હોલવી આવી.

‘મેં તો આવી કદી એને નહોતી ધારી. મેંકુ ધારાળાની છોકરીમાં તે શું; પણ હવે તો મને પણ દાબે એવી ગઈ છે. લાવો હું બધું ગોઠવી દઉં
છું એ તો – તમે બેસો ખુરસી પર.’ મને બધું વ્યવસ્થિત કરતો રોકી લીલા જાતે ગોઠવવા માંડી. ‘આ ચિત્ર જોયું ને, ચોટલો ગૂંથતી બાઈનું પાડ્યું છે
તે? આ જોઈને તો એણે કંઈ ગાંડાં કાઢ્યાં છે ગાંડાં! કહે, ‘લાવો લીલાબૂન, આપણેય એવું કરીએ.’ અને તમારો પાઉડર કાઢ્યો, આરસો લીધો,
કાંસકો લીધો અને અહીં બેસી એણે માથું ગૂંથવા માંડ્યું. આ તમારો પાઉડર કાઢ્યો અને ફૂમતું લઈને ચોપડવા મંડી આમ આમ.’ લીલા એ ફૂમતું
લઈ મારા મોઢા પર ઉદાહરણ આપવા આવી.

‘રાખ હવે, તું કહે ને કહેતી હોય તે! મારે ઉદાહરણ નથી જોઈતું. પછી?' મેં લીલાને વારી.

‘પછી શું? થાકી. એણે ક્યારે ત્રિવેણી ગૂંથી છે તે આવડે! બળ્યું લીલાબૂન, આ મહીં બેઠી છે એનો ચોટલો હજી ગૂંથાઈ નથી રહ્યો તો
આપણો તે કેમ કરી ગૂંથાય?' એમ બોલી બધું પડતું મૂકીને ગઈ છે. લ્યો, ચાલો હવે. પૂનમડીનાં બીજાં પરાક્રમ હજી તમને બતાવવાનાં છે. જમવા
માંડો, એટલે બતાવું છું.’
હું પાટલે બેઠો. લીલાએ ભાણું પીરસ્યું. આ ગામમાં આવ્યા પછી કોઈ દિવસ નહિ ખાધેલ એવી છાશ વાડકામાં કાવ્યરસ જેવી પડી હતી;
પણ થાળીમાંની ભાખરી યુક્લિડે નવો પ્રમેય શોધતાં કરેલા અખતરા જેવી વિચિત્ર ખૂણાદાર હતી. મારી મૂક જિજ્ઞાસા લીલાએ મટાડી.

‘આ પુનમડીના હાથની ભાખરી અને એના ઘરની છાશ.’

‘અરે પણ બ્રાહ્મણના ઘરમાં ધારાળાની ભાખરી?’ મારું એક વખતનું સનાતનીપણું જાગૃત કરી હું બોલ્યો.

‘રહો હવે, એનાથીયે હલકી વરણનાં છોકરાંને અહીં લાવી ભેગાં બેસાડી જમાડ્યાં તો ધારાળીના હાથનું ખાતાં શું થાય? એણે કેટલા હેતથી
કરી છે! ‘લીલાબૂન, આજે તો મારા હાથની ભાખરી માસ્તર સાબને જમાડજો અને મારી માસી જોડે લડીને દહીંની છાશ કરી લાવી છું તે. એ
સિવાય બીજું કશું નહિ, હોં!’ તે આજે તમારે કરમે ભાખરી ને છાશ છે તે ખાઓ.’

એક જમાનામાં કડકડતી ટાઢમાં લીલા મને અબોટિયું પહેરાવીને જ જમણ આપતી તેને આ ધારાળાની છોકરીએ આટલી હદ સુધી જીતી
લીધાનો વિચાર કરતો હું આશ્ચર્ય અને પ્રહર્ષથી ખાઈ રહ્યો.

પૂનમડી આ રીતે અમારે ત્યાં રસોઈ શીખી, વસ્ત્રપરિધાન શીખી, આ જમાનામાં મળતા એક સંસ્કારી કુટુંબનું રસ, ઉલ્લાસ, સંતોષભર્યું
જીવન તેણે બન્યું તેટલું પોતાનામાં ઘટાવ્યું. એના ઘરકામમાંથી પરવારી બાકીનો વખત અમારે ત્યાં જ એના અડંગા અને એ એટલી અમારી સાથે
મળી ગઈ કે ગામના લોકોની નજરે ચડવા લાગી. પરગામથી આવતા મિત્રો એને ઘરમાં જોઈ કદી પ્રશ્ન કરતા ‘મંજુ લરામ, તમારી બહેન કે?’ હું હા
પાડતો. લીલાને એની શહેરની સહિયરો પૂછતી ‘લીલાબહેન, તમારાં બહેન આવ્યાં છે કે શું?' મારી સામે આંખ મીંચી લીલા અરધી હસી હા
કહેતી. દૈવની ગતિએ પૂનમડીના આ તિરંગ જીવનને અમારા ગૃહજીવનના વિવિધ રંગોના પટમાં મેળવી કોઈ અજબ રીતે રંગ્યું. કોઈ પણ શોખીન
જુ વાનનું હૃદય ઠારે એટલી લાયકાત પૂનમડીએ મેળવી લીધી. લીલાના એક સ્ત્રીહૃદયને બદલે બે હેતાળ શ્રીહૃદયોના સ્પર્શથી મારે આ નીરસ ગુહ
ઘડીભર સ્વર્ગથી પણ સ્પૃહણીય થઈ રહ્યું.

એક દિવસ ઑફિસમાં કામ થોડું હોવાથી હું રોજ કરતાં ત્રણેક કલાક વહેલો ઘેર આવી ચડ્યો. બપોરના દોઢેકનો સુમાર હશે. ખાંચો વળીને
જોઉં છું તો છજું છોકરાઓથી ચિકાર. બધે કિકિયારોળ થઈ રહેલું. આખા ગામમાં છજામાં રમવાની આવી સવડ અમારે ત્યાં જ હતી, અને સવડ
હોય તોય રમવા દે એવાં અમે જ હતાં. હું પાસે આવ્યો. છોડીઓ દોરડીએ કૂલડીઓ બાંધી પાણી ખેંચવાની રમત રમતી હતી. હું છજા નીચે પેસે
ત્યાં એક છોકરાએ બૂમ મારી

‘એલા, માસ્તર સાબ પર ફૂલ વેરો, ફૂલ વેરો!’

અને ચંપો, કરેણ, જૂ ઈ વગેરેની તોડેલી પાંદડીઓ ઉપરથી પડી. હું ઉપર ચડ્યો. ઓરડામાં ફૂલ ફૂલ થઈ રહ્યાં હતાં. નાના ટૂલ પર બેઠેલી
પૂનમડીના ખોળામાં લીલા બેઠી હતી. પૂનમડી ખોળામાં ફૂલ ભરી લીલાની વેણી ગૂંથતી હતી. પૂનમડી પાસેથી ફૂલ ઝૂંટાવતાં છોકરાં આમતેમ
દોડાદોડી કરી રહ્યાં હતાં અને તેમને ડોળા કાઢી પૂનમડી ધમકાવતી હતી. મારા આવવાથી છોકરાંને નવું જોમ મળ્યું હોય એવું લાગ્યું; પણ
પૂનમડીએ માથે બરાબર ઓઢી લીધું અને લીલાને ઊઠવાનો ઈશારો કર્યો.

‘એમાં શું? તું બેસ ને તારી મેળે!' લીલાએ ઊઠવા જતી પૂનમડીને પાછાં ફરીને હાથ ઝાલ્યો અને બીજે હાથે કાન ઉપર વેણીની લટ સમારી
રહી.

‘ના, લીલાબૂન.’ કહી લીલાનો હાથ તરછોડી પૂનમડી ઊભી થઈ. ફૂલને એક હાથે પાલવમાં બરાબર ઝાલ્યાં, ને બીજે હાથે કાંસકી ને તેલની
કૂપી લીધી.
‘તમેય કેવા છો? ગમે ત્યારે આવીને ઊભા તાડની જેમ!’ અધવચ્ચે ઊઠવું પડ્યું એ રીતે મારા પર ચિડાતી લીલા આરસો લઈ ઊભી થઈ
અને બંને અંદરના ખંડમાં ચાલ્યાં ગયાં.

મારા ઘરમાં આવવા માટે પણ મારે ગાળ ખાવી પડે એ કેવી દેવની વિચિત્ર ગતિ એનો વિચાર કરતો હું કપડાં કાઢી ખુરસી ઉપર બેઠો. ત્યાં
વાનરસેનાએ મારો કબજો લીધો. છોકરાં આજુ બાજુ વીંટાવા લાગ્યાં. મારો જે જે અવયવ પકડવાના કામમાં આવે એવો હતો તે દરેકને કોક ને કોક
ટીંગાઈ વળ્યું અને તેમણે મારી જિજ્ઞાસા કે વિષયાભિમુખતાની દરકાર કર્યા વગર પ્રશ્નો, ફરિયાદો અને સ્ટેટમેન્ટોની વૃષ્ટિ શરૂ કરી દીધી.

‘માસ્તર સાબ, પૂનમડીને વારો વળી! અમને ફૂલ નથી આપતી ને રમવા દેતી નથી.’

‘અમને મારે છે તો અમેય એને મારીશું વળી!'

‘અરે માસ્તરના માથા પર ચંપો!' કોકે ચંપાની પાંદડી મારા માથા પરથી કાઢી.

‘જાઓ, એક જણ મારે માટે પાણી લઈ આવો, પછી વાતો કરીએ.’ મેં કહ્યું અને આઠેક વરસનો મોહન કૂદીને ઓરડામાં દોડ્યો. બે હાથે
ભરેલું પ્યાલું પકડી તે બારણા વચ્ચે ઊભો અને અંદર જોઈ કહેવા લાગ્યો

‘હવે તારી વાત છે, પૂનમડી. કહી દેવા દે માસ્તર સાબને.’ કહેતો એક જાતના નિર્દોષ ખુન્નસથી તે હસ્યો. મારા હાથમાં પ્યાલો આપી તે
ટેબલ ઉપર ચડી બેઠો. મેં મારો હાથ બંધનમાંથી મુક્ત કરી પાણી પીવા માંડ્યું. એક-બે છોડીઓ અંદરના ખંડમાં ડોકિયાં કરી ગુપચુપ પાછી ચાલી
આવી.

‘માસ્તર સાબ, કહું? કહું? જોજો કોઈને કહેતા નહિ, હો!' મોહન ટેબલ પરથી અર્થો ઝૂકતો બોલ્યો અને મારા હકાર-નકારની વાટ જોયા
વગર તેણે ચલાવ્યું

‘એ! પૂનમડી આજે સાસરે જવાની છે તે લીલાબૂન કને માથું ગૂંથાવે છે, અંદર!

‘હા, અમેય જોઈ આવ્યાં, એ મોટાં મોટાં ફૂલો ગૂંથ્યાં છે!' પેલી બે છોડીઓએ પૂર્તિ કરી.

‘તે એમને માથાં ગુંથવાં'તાં તે અમને લીલાબૂન રમવાય દેતાં નો'તાં.

‘અરે, પણ મેં કીધું કે માસ્તર સાબને કહી દઈશું. ત્યારે રમવા દીધાં!! મોહન સૌથી વધારે પરાક્રમશાળી દેખાયો. હું આસ્તેથી પાણી પીતો
જતો હતો.

‘છાનાં રહો, આપણે માસ્તર સાબને બીજી વાત કહી દઈએ. પછી પૂનમડીને ખબર પડશે કે કેમ ફૂલ ના અપાય! કહે, અલ્યા રવલા!' કહી
મોહને એક નવા જેવા દેખાતા, ટેબલનો ખૂણો પકડી ચૂપ ઊભા રહેલા છોકરાને કહ્યું.

‘એનો વર કેવો છે તે તમે જાણો છો, માસ્તર સાહેબ?' એમની યોજનાને ભાંગી પાડતાં એક છોડીએ શરૂ કર્યું અને પછી શરમથી મોં ઢાંકી
દઈ હસવા લાગી.

‘ના ભાઈ, મારે નથી જાણવું.' આ લોકોનું તોફાન અટકાવવાના ઇરાદાથી હું બોલ્યો; પણ એ તો પાણીના પૂર પેઠે ચાલ્યું. છોકરાં મોટા મોટા
અવાજે બોલતા હતા અને સાથે હસવાના, હાથ ઊંચાનીચા કરવાના અભિનયો ચાલતા હતા. રવલાની કહેવાની વાત બધાએ જાણે વહેંચી લીધી
હતી.
‘કાળો કાળો શીશમ જેવો.’

‘અને પૂનમડીથી એક વેંત તો નીચો, ઢીંગલા જેવો!'

‘ચૂપ રહો, તમે શું જાણો બધી વાત?’ હું વચ્ચે પડ્યો.

‘અરે, આ રવલો એને સાસરેથી જ કાલે આવ્યો છે. એ બધું જાણે છે. એલા, તેં પૂનમડીના વરને શું કર્યું હતું તે કહે ને?' મોહને મહારથી
પેઠે પૂનમડી સામે કેડ બાંધી હતી. અત્યાર સુધી રવલો ચૂપ હતો. તેણે હાથની મુક્કી વાળી અને આ કથાની પૂર્ણાહુતિ કરતો હોય તેમ અજાણ રીતે
વિધિના ઘાની ક્રૂરતાથી બોલ્યો

‘અરે શું? અમે કેટલીયે વાર એને રડાવ્યો છે. એક દહાડો તો મેં એકલે એને પાંચ ઢીંકા મારી પાડી નાંખ્યો હતો. ત્યારનો કોઈનું નામ જ
લેવાનું ભૂલી ગયો છે. એ શું કરતી હતી બિચારી?’

રવલો વાક્ય પૂરું કરે તે પહેલાં લીલા અંદરથી રાતી પીળી થતી આવી

‘ઊભાં રહો તમારી માનાં! શરમ આવે છે જરી?' લીલાના ધમકારથી એકદમ બીને છોકરાં દાદરા ભણી નાઠાં. અને ‘તમેય સાવ નફ્ફટ છો
ને?' કહી મારા તરફ આંખો કાઢતી અંદર જતી રહી.

હું બારીએ ગળું સાફ કરવા ગયો. ખૂણામાં બેઠેલાં લીલા અને પૂનમડી ત્યાંથી દેખાતાં હતાં. પૂનમડી અંદર અર્ધા ઊભા પગ ઉપર માથું
ઢાળી બેઠી હતી. તેના વાળ ત્રણ લટના જૂ ડામાં અર્ધાથી વધુ ગૂંથાયેલા જમીનને અડી રહ્યા હતા. લાલપીળી કરેણ, સફેદ ચંપો અને લાલ કેસૂડાંની
મનોરમ ગૂંથણી લીલાએ કરી હતી. એક ગૂંથેલો ગજરો કાને પડ્યો હતો. હું પાછો ખુરસી પર આવી. અંદરથી ડૂસકું સંભળાયું અને પછી લીલા
બોલતી સંભળાઈઃ

‘એમાં શું થઈ ગયું, બહેન? જો આરસામાં, સેંથી બરાબર પડી છે ને? લાવ હવે કંકુ ભરી આપું.’

અંદર વેણીમાં ફૂલ ગૂંથાતાં હતાં કે આંસુ એ વિચારે ઘડીભર મૂઢ જેવો બનીને એકીટસે હું બારી બહાર જોઈ રહ્યો અને એ વેળા એક વાર
બધું – છાપરાં, ઝાડ, ઊડતી ધૂળ – નજર આગળથી અલોપ થઈ કોઈ શૂન્ય પ્રદેશમાં શૂન્ય મન ભમવા નીકળી ગયું.

‘હવે આમ જુ ઓ.’ અંદરથી બહાર આવેલી લીલાએ મને જગાડ્યો. અને હું સ્વસ્થ થાઉં તે પહેલાં પૂનમડીએ મારા પગ ઉપર માથું મૂકી
દીધું હતું. કોઈ સ્ત્રીની ચરણવન્દના જિંદગીમાં મેં પહેલી જ વાર ઝીલી. હું આ અચાનક વંદનથી વિશેષ અવશ થયો અને એમ ને એમ મૂઢ બેસી
રહ્યો. પૂનમડીના માથેથી ઓઢણી સરી પડી હતી અને ફૂલ ભરેલું માથું મારા પગ ઉપર ટકી રહ્યું હતું.

‘જીવતી રહેજે, બહેન! ઊભી થા.’ બધા રસોના પિતા જેવો વાત્સલ્યરસ મેં ખરા સ્વરૂપમાં અનુભવ્યો. પૂનમડી ઊઠી. ઓઢણીમાં આંખો
સંતાડતી દાદર ઊતરી. છેલ્લે પગથિયે તે કહેતી સંભળાઈ

‘લીલાબૂન, ઘડી પછી આવજો હોં!' પૂનમડી શેરીના આદેના ખાંચામાં અદૃશ્ય થઈ.

ચિત્રવિચિત્ર લાગણીના અનુભવે હું મૂંઝાયો હતો. સ્ટવનો અવાજ અને કૉફીનું પાન એ બેમાં લાગણીને ડુબાવવાની ઇચ્છાથી હું બોલ્યો

‘લીલા, ચાલ કૉફી પા હવે. થાકયા બાપ આ જંજાળથી.’


‘હવે હજી તમારે તો કંઈ નથી ને? થાય છે હમણાં કૉફી, પૂનમડીને વળાવ્યા પછી. હું એને કપડાં પહેરાવી આવું જરા.’ લીલા દાદર ઊતરી.
પૂનમડીના ઘર ભણી જતી એને મેં આ પ્રથમ જ જોઈ. નીરસતાના દર્દના ઉપાય જેવું છજું મેં ફરી સેવ્યું અને કઠેડા ઉપર હાથ ટેકવી હું ઊભો
રહ્યો. પૂનમડીને સાસરે જવાનાં ચિહ્નો બધે દેખાતાં હતાં. છજા નીચે નૌતમ નારીમંડળ મળ્યું હતું. છોકરાં પણ ઓટલાને ખૂણે ભેગાં થયાં હતાં.
લીલાની પૂંઠ થઈ એટલે નારીમંડળે પોતાનું જગદુદ્ધારક નિંદાકાર્ય શરૂ કર્યું. જિન્દગીના ગમે તેવા માંગલિક-અમાંગલિક, નાનામોટા પ્રસંગે આ કાર્ય
નિર્વિઘ્ન પરમ આત્મસંતોષથી થાય છે. મને લાગે છે કે દુનિયાના મેલ આ નિન્દાજાહ્નવી જ ધોતી હશે. કારણ એના જેટલી પ્રબળ વેગીલી બીજી
નદી માણસની જીભમાંથી વહેતી હજી સાંભળી નથી.

‘આ છોડી પૂનમડી પહેલે આણે જ જાય સે ને?'

‘હાસ્તો, એ તો માશી હતી તે આણું વળાવ્યું. નહિ તો...'

‘પણ બળ્યું આ માસ્તરની વહુ તો જુ ઓ! આ શું ને મારી પૂનમડી! પૂનમડી પૂનમડી કરતાં એની જીભેય સુકાતી નથી.’

‘અને એય રાંડ નવરી તે કામધંધો મેલી માસ્તરને મેડે ભરાઈ રહે છે.’

‘હશે બા, પણ ધારાળાની છોડીને તે આવા શણગાર શોભે? અહીં છે તે એની ‘લીલાબૂન’ આમ લાડ કરે છે. સાસરે કોણ એને ગજરા
ગૂંથવાનો છે?

‘હાસ્તો બૂન, સાસરામાં ખાવાના વાખા અને શે'રના શોખ તે ચ્યમ ફાવે?'

‘બધુંય ઠીક. લીલાબૂનને એટલી બધી પૂનમડી વહાલી છે તો કોઈ ભણેલો મુરતિયો ખોલી આપ્યો હોત તો ઠીક થાત. સુખ દેખાડીને ઝૂંટવી
લેવું એના કરતાં ના દેખાડવું સારું!’ કોક ઠરેલ પણ કડવી સ્ત્રીનો અવાજ છેલ્લો આવ્યો અને ત્યાંથી એ નિન્દાયજ્ઞની પૂર્ણાહુતિ થઈ.

પૂનમડીના ખાંચામાંથી પાંચસાત ધારાળા માથે ફાળિયાં વીંટીને કંઈક ઊજળા વેશમાં બહાર નીકળ્યા. અને મારા છજા નીચે થઈ ભાગોળ
ભણી વહેતા થયા. તેમના ગયા પછી લીલા ઉતાવળે પગે આવતી દેખાઈ. તેને કને આવેલી જોઈ નારીમંડળમાંથી કોઈ બોલ્યું

‘ચ્યમ લીલાબૂન, ચેટલી વાર સે હવે? અમે તો થાકયાં વાટ જોઈ જોઈને!’ જો કે હમણાં જ મંડળ ભેગું થયું હતું, પણ પારકા માટે કંઈ કામ
કરતી વખતે દરેકને થાક ચડે છે.

‘આ તૈયારી હવે. હમણાં નીકળે છે.' – કહી લીલા ઉપર આવી.

‘અલી ચંદી, જા પેલા ભાડિયામેથી સોપારી કાઢ્ય ને તારા બાપના ખીસામેથી પૈસો કાઢ્ય.’ ચંચળબહેને નીચે એમની દીકરીને હુકમ કર્યો
અને આણે જતી પૂનમડીને આપવા સોપારી-પૈસો મેળવવાની ચિંતામાં બધું મંડળ પડ્યું.

પાંચેક મિનિટ થઈ અને સામેના ખાંચામાંથી બૈરાંનું ટોળું નીકળ્યું. નવાં કપડાંમાં પૂનમડી જુ દી તરી આવતી હતી; મોઢિયાની પહોળી કોરવાળું
નવું અંબર એના માથા પર ટકતું નહોતું. તેને વારંવાર તે સમું કરતી હતી. આખા અંબરમાં જ પૂનમડી ઢંકાઈ ગઈ હતી. પગમાં રાતી મોજડી
દેખાતી હતી. કાંડે ચાંદીનાં કલેયાં હતાં. અધું ખુલ્લું દેખાતું મોટું રડી રડીને ફૂલી ગયું હતું. રસ્તા પરનાં ઘરવાળાં બારણે નીકળી ઊભાં હતાં.
પૂનમડી દરેકને ઘેર જઈ પગે લાગી, સોપારી, પૈસો અને આશીર્વાદ લેતી લેતી આગળ આવતી હતી. છેવટે ઝરૂખા નીચે ચંચળબહેનને ઓટલે તે
આવી. બધાંએ સોપારી-પૈસો આપી ઓવારણાં લીધા. લીલાએ પણ ટાચકા ફોડ્યા. પૂનમડીનાં ડૂસકાં એકસામટાં બહાર નીકળી આવ્યાં. એની
માશીએ એને સોડમાં લીધી અને લીલા સામે આભારની નજર નાખી આગળ ચાલવા માંડ્યું. લીલા ઝડપથી ઉપર ચાલી આવી. હું અંદર ફર્યો.
‘હવે તો કૉફી પાઓ.'

‘બળી તમારી કૉફી! હું કાંઈ નથી મૂકતી.’ – લીલા પાછલી બારીએ જઈને બેઠી અને પગ ઊંચા કરી તે પર માથું ઢાળી દીધું.

હવે કૉફી પીવામાં રસ રહેવા જેવું નહોતું રહ્યું. ગામની ભાગોળ પાછલી. બારીથી દેખાતી હતી. હું ત્યાં જઈ બારીએ બંને હાથ પહોળા
ટેકવીને ઊભો. ત્યાં વડ પાછળ પૂનમડી ગાડામાં ચડતી દેખાઈ. એને વળાવીને ટોળું પાછું વળતું દેખાયું.

અને મારી આંખો આગળના પદાર્થો શૂન્યમાં ફરી પાછા અલોપ થવા લાગ્યા. વડ, ભાગોળ, ઉકરડા બધું અલોપ થયું...શકુન્તલા સાસરે
જતી હતી. કશ્યપ આશિષ આપી પાછા વળતા હતા. સખીઓથી છૂ ટી પડેલી શકુન્તલા દુઃખાર્ત નયને બ્રાહ્મણ બન્ધુઓને સંગે પતિગૃહે વિદાય
થતી હતી અને કશ્યપના મોઢા ઉપર શ્યામ છાયા બેઠી હતી. ભૂતભાવિનાં જાણનાર એમના મનશ્ચક્ષુ આગળ શકુન્તલાનું કરુણ ભાવિ તાદૃશ્ય થઈ
રહ્યું હતું. જુ ઓ, આ એમણે હતાશપણાનું ચિહ્ન સૂચવતો હાથ માથે અડાડી નીચે નાખી દીધો. ‘એનું ભાવિ ટાળવા હું જપ કરવા ગયો ત્યાં તો
વિધિએ પોતાનું કામ કરી લીધું. એ...’

મહાતપસ્વી પણ દૈવને ટાળી શક્યા નહિ તો આ તો જીવનનાં અશક્ત સોગઠાં! એક સ્ત્રીએ પોતાનું હતું તે આપ્યું, પણ વિધિના હાથમાંથી
ઝૂંટવવાની શક્તિ તેનામાં નહોતી. દેવના પ્રાબલ્યને વશ થઈ ઢીંચણ પર માથું ઢાળી તે અહીં બારીમાં બેઠી હતી. મારા હૃદયને એનું માથું અડી રહ્યું
હતું. વળાવીને પાછાં વળતાં બૈરાંના લાંબા રાગડાએ મને જગાડ્યો. એક જુ વાન ધારાળી. ગાતી હતી અને બધાં ઝીલતાં હતાં.

લીલૂડા વનની પોપટી, જા રે રણવગડામાં,


છોડીને મહિયર મીઠડાં, ભારે સાસરિયામાં
પૂનમ કેરી પાંદડી, જા રે અંધારા દેશે,
છોડીને માતાની છાંયડી, જા રે ધગધગતા દેશે!

લીલા એકદમ ઝબકી અને જીવનમાંથી તમામ મીઠાશ પૂનમડી સાથે વળાવી દીધી હોય તેવા રુક્ષ અવાજે બોલી ‘ચાલો હવે ઘરમાં. ત્યાં શું
જોવાનું છે તે તાક્યા કરો છો?'

[‘ગોપી'થી ‘હીરાકણી’]

←ગોપી ખોલકી→

Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?


title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/પૂનમડી&oldid=47516"
Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/


ખોલકી
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

ખોલકી
પછી ફળિયામાં કૂતરાં એકદમ ભસવા લાગ્યાં એટલે મને થયું કે બધા આવતા હશે. નિરાંતે જોવાય એટલા માટે હું મેડે ચડી ગઈ અને
બારીની ફાડમાંથી જોવા લાગી. બધા ભાયડા બીડીઓ પીતા પીતા આવ્યા અને આંગણામાં ઢાળેલા ખાટલા પર આડાઅવળા બેસી ગયા. પછી
બધાએ માથાનાં ફાળિયાં ધીરે ધીરે ઉતાર્યાં, અને કોકકોકે આંગળી વતી કપાળ પરથી પરસેવો લૂછ્યો. હું બધાય ભાયડામાં એમને શોધ્યા કરતી
હતી. પણ મને એકદમ જડ્યા નહીં. તે રાતે અમારા ફરી વાર વિવાહ થયા ત્યારે ઘૂમટામાં ને ઘૂમટામાં મારાથી એમને ધારીને જોવાયેલા ન હતા.
અને પછી ત્રીજે દહાડે મારી મા મરી ગઈ તે બાપાએ મને ના જવા દીધી, અને એ તેડવા આવ્યા ત્યારે મારી બહેનના વિવાહ થવાના હતા એટલે
બાપાએ કહી વાળ્યું કે, ‘વેવા પછી વાત.’ એટલે વિવાહ થઈ ગયા પછી એ તેડવા આવવાના હતા ત્યાં એમના માસા મરી ગયા તે એ બધાની ભેગા
કાણે આવ્યા. એટલે મારા બાપાએ બધાને ચા પીવા બોલાવ્યા ત્યારે મને થયું કે લાવ જોઉં તો ખરી. બધા ભેગા આવવાના હતા એ વાત તો
ચોક્કસ, પણ એ કિયા તે મને શી ખબર પડે? બારીની ઝીણી ફાટમાંથી મેં તો મારે જોયા કર્યું. બારી ઉઘાડવાની મારી હિંમત ન ચાલી.

એટલામાં મારી ભાભી કેડમાં છૈયાને ઘાલી દાદરો ચડીને આવી ને બોલી કે, ‘ચ્યમ ચંદનબા, આમ સંતાઈ સંતાઈને શું ભાળો છો?’ મેં કીધું:
‘કાંઈ નહીં.’ ત્યારે ભાભી બોલી: ‘કાંઈ નહીં ચ્યમ? આમ તાકી તાકીને તો જુ ઓ છો. પેલા તમારા આયા સે તે ઓળખ્યા કે નહીં તમે?’ મેં કીધું:
‘મૂઈ ભાભી, તુંય કેવી બળેલાને બાળે સે?’ ‘લ્યો લ્યો ત્યારે, બતાવું તમને,’ એવું બોલી ભાભીએ બારી ઉઘાડી નાખી. નીચે ભાયડા વાતોમાં પડ્યા
હતા એટલે કોઈએ અમારા ભણી ભાળ્યું નહીં. પછી આંગળી ચીંધી ભાભી બોલી: ‘જુ ઓ પેલા.’ મેં કીધું: ‘ચિયા?’ ત્યારે ભાભીએ કીધું: ‘પેલો
ગળાનો હૈડિયો મોટો ખારેક જેવો દેખાય સે ને તે. હાં, જુ ઓ, આ હમણેં ગડફો કાઢ્યો તે.’ મેં જોયું. એમણે ખોં ખોં કરીને મોટો ગડફો કાઢ્યો ને
પગ વતી તેના પર ધૂળ વાળી. એક કૂતરું પૂંછડી પટપટાવતું એમની કને આવ્યું તેને એમણે ‘હટ સાલા’ કહી પગના જોડાની અણી મારી. કૂતરું ચેંઉં
ચેંઉં કરતું નાઠું એટલે બધાય ભાયડા હસી પડ્યા.
પછી નરભો વાળંદ હુક્કા ભરી લાવ્યો અને બધા પીવા મંડ્યા. ત્યાં મારા બાપાએ બૂમ પાડી: ‘પાણી લાવજો, વહુ.’ એટલે ભાભી પાણી
આપવા નીચે ગઈ અને છૈયાને મારી કને મેલતી ગઈ. છૈયાને રમાડતાં રમાડતાં મેં બારીમાંથી જોયા કીધું. પીતળના પવાલામાંથી બધાને નરભે પાણી
આપ્યું. એ નવા જમાઈ કહેવાય એટલે એમને પહેલું પાણી ધર્યું. એમણે ઊંચે પવાલે પીધું ત્યારે એમના ગળાનો હૈડિયો ઊંદરડી પેઠે ઊંચોનીચો
થયો હતો. પાણી પી એમણે લાંબી સૂપડી જેવી મૂછો બેય ભીના હાથ વતી જરા જરા પલાળીને આમળી અને પછી ખોં ખોં કરવા લાગ્યા. વાળંદે
એમણે હુક્કો આપ્યો તે એમણે લીધો અને એક ઘૂંટડો પીને મોઢામાંથી ધુમાડો કાઢતા બોલ્યા કે, ‘અરે નરભા રાત, આજે તો તમારો હાથ જોવો છે
જરા. બપોરે બેસીશું આપણે.’ અને પછી નવરો હાથ એમણે ઊગી ગયેલી દાઢી પર ફેરવ્યા કીધો અને આંગળી વતી બાલ ખેંચવા લાગ્યા. હુક્કો
પીને એ ઊઠ્યા, કોટ ઉતાર્યો અને ધોતિયાનો કછોટો માર્યો હતો તે એક છેડો કાઢ્યો ને જોડા પહેર્યા અને નરભા વાળંદને પૂછ્યું કે, ‘રાત, પેશાબ
સારુ કેણી ગમ જવાનું?’ નરભે હસીને કીધું: ‘જાવ ભિયા, ઘર પાછળના વંડામાં.’

એ ગયા પછી ખાટલા પર એમનું ફાળિયું પડ્યું હતું તે નરભા વાળંદે ઉપાડ્યું. ફાળિયામાં એમણે રાતો પટ્ટો ખૂબીથી આડો ખોસ્યો હતો
તેના પર હાથ ફેરવતો નરભો વાળંદ બોલ્યો: ‘ભિયા તો જબરા શોખીન દેખાય છે.’ અને એમના કોટના ખિસ્સામાંથી જરા જરા દેખાતો લીલો
રૂમાલ તે કાઢવા જતો હતો ત્યાં મારા બાપાએ એને વાર્યો કે, ‘રહેવા દે નરભા, કોઈની ચીજો ફેંદાય ના.’ પછી મારા કાકા આવ્યા અને બોલ્યા કે,
‘ચાલો ઊઠો, મુખીને ત્યાં બધાને ચા પીવા જવાનું છે.’ અને હુડુડુડુ કરતા બધા ભાયડા ઊઠ્યા અને ચપોચપ ફાળિયાં માથે મેલી દીધાં અને હીંડવા
માંડ્યા. અને કોઈનેય યાદ તો રહ્યું ના કે એ તો પાછા રહી જાય છે.

એમનો ફેંટો અને કોટ ખાટલા પર પડ્યા હતા. હું મારે બારીએ બેઠી બેઠી જોયા કરતી’તી. પેશાબ કરી એ આવ્યા અને કોટ પહેરતાં
પહેરતાં એમણે બારી ભણી જોયું અને મેંય જોયું, અને મને કંઈ કંઈ થઈ ગયું. પછી એમણે પાછો બધો ફેંટો છોડી નાખ્યો અને સફાઈથી ધીરે ધીરે
બાંધવા માંડ્યો. અને ડોકું તિરકસ રાખી મારા તરફ જોતા જાય અને ફેંટો બાંધતા જાય. મને થયું કે લાવ નાસી જાઉં પણ કોઈ એટલામાં નહોતું
એટલે હું બેસી રહી અને ભાળ્યા કીધું.

પછી એમણે ફેંટો બાંધી લીધો અને કોટ પહેર્યો, ગજવા પરની ગડી હાથથી સાફ કરતાં કરતાં એમણે બટન બીડ્યાં અને ચાંદીની
સાંકળીવાળાં ખમીસનાં બટન જરા ઢંકાઈ ગયાં હતાં તે દેખાય એમ કર્યાં. ખિસ્સામાંથી લીલો રૂમાલ કાઢી મોઢું લૂછ્યું અને પીતળની ખોળીવાળી
લાકડી જમણા હાથમાં ઝાલી ડાબા હાથે રૂમાલ ગજવામાં ઘાલ્યો, અને ખોંખારો ખાઈ મારા ભણી જોવા ગયા, ત્યાં એમને ઠાંસો ચડ્યો. ઘડી વાર
ઊભા ઊભા એમણે ઠાંસ્યા કર્યું. પછી એકસામટા બેચાર વાર થૂંક્યા, અને તેના પર જોડા વતી ધૂળ વાળી. અને મારા ભણી જોવા માથું ઊંચું કર્યું
અને મેંય જોયું. એમની આંખમાં થોડુંથોડું પાણી આવ્યું હતું. પણ એમણે તો જોયા જ કર્યું અને પછી ચાલ્યા. એ દેખાતા બંધ થયા એટલે હું ઝબકી
અને બારી વાસી દઈ નીચે જવા મંડી.

ભાભીના છૈયાને કેડમાં ઘાલી હું દાદરાનાં બે પગથિયાં ઊતરી ત્યાં તો ભાભી પહેલે પગથિયે દેખાઈ. મને ઊતરતી ભાળીને તે બોલી: ‘ચ્યમ
ચંદનબા, ઊતર્યાં? ચાલો, ચાલો બેસીએ ઘડી વાર.’ મેં કહ્યું: ‘ભાભી તુંયે ચેટલી બધી મોડી થઈ?’ ભાભીએ કીધું: ‘ચંદનબા, જે થાય તે સારાને
સારુ!’ અને મારી કેડમાંથી એનો છૈયો એના ભણી અડધો લટકી પડ્યો હતો તે એણે લઈ લીધો અને પછી અમે બેય જણ બારીએ જઈને બેઠાં.

ભાભીનો છૈયો બારીનો કઠેડો ઝાલી, એક હાથની હથેલી પહોળી કરી, તાતા કરતો કરતો કાગડા બોલાવા મંડ્યો. ભાભીએ મને પૂછ્યું:
‘ચ્યમ ચંદનબા, ઓળખ્યાને તમે?’ મેં કીધું: ‘ઓખળ્યા, બુન.’ હું એકલી હતી ત્યારે તો મેં તાકીતાકીને જોયા કીધું હતું, પણ હવે કોણ જાણે કેમ
મને શરમ આવવા મંડી. હું આડુંઅવળું જોવા જતી હતી ત્યાં ભાભીએ પૂછ્યું: ‘ઓળખ્યા તો બરાબર ને? પહેલા મુરતિયા કરતાં સારા છે ને?’ મેં
કહ્યું: ‘એમાં આપણે વળી શું સારા-નરસા? જે મળ્યું તે ખરું!’ ભાભીએ કીધું: ‘તે પછી ના ગમ્યા તો?’ ત્યારે મારાથી હસી દેવાયું અને હું બોલી:
‘નહીં ગમે તો તું બદલાવી આપીશ?’ ત્યારે ભાભીય હસી પડી અને બોલી: ‘હવે હમણાં જે છે તેને તો વાપરી જુ ઓ. પછીની વાત પછી. સારા
ઘરનો મનીષ છે. એની પહેલી બાયડી ત્રણ છોકરાંની મા થઈને મરી ગઈ. અને બીજી તમારી જેવડી બાળરાંડ મળી.’ મેં કીધું: ‘પેલી છોકરાંવાળી
અને હું બાળરાંડ. તેમાં વધારે શું આવ્યું?’ એટલે ભાભી હસીને બોલી: ‘ચંદનબા, તમે કયે દહાડે સંસાર માંડ્યો છે તે તમને ખબર પડે? આ મારો
સો સો વાનાંનો, પરણ્યા કેડે દશ વરસ કેડેનો છૈયો.’ એમ બોલી એણે છૈયાને ગોદમાં લઈને દાબ્યો.

એવામાં પડોશણે બૂમ પાડી એટલે છૈયાને મૂકીને તે નીચે ગઈ. મેં એના છૈયાને ગોદમાં લીધો. એણે ભૂખ્યો થયો હોય તેમ મારી છાતીમાં માથું
મારવા માંડ્યું. એટલે મેં એને સામા પીપળા પરનો મોર દેખાડી છાનો રાખ્યો. હવે દીવાવેળા થવા આવી હતી, અને ભાભીનો છૈયો તો ઝાઝું ને
ઝાઝું રોતો હતો. એનું રોવું સાંભળી ભાભી નીચેથી બોલી કે, ‘એને રાખજો ચંદનબા, આ દીવો પેટાવીને હું આવી.’ પછી તરત નીચે દીવો
સળગ્યાનો ચમકારો થયો અને ભાભી ઉપર આવી, મારી કનેથી છૈયાને લેતાં લેતાં બોલી: ‘પારકું છૈયું રોવાડ્યા કરીએ તો ખવાડીએ ના?’ પછી
છૈયાને ધવડાવવા માંડી. અને ખૂબ તોફાનમાં આવી હોય એમ એણે આંખો નચાવવા માંડી અને બોલવા જાય અને વળી રહી જાય. પછી એમ
કરતાં કરતાં બોલી: ‘કહો એક વાત કહું તો શું આપશો?’ મને હસવાનું મન થયું: ‘જેવો માલ તેવું મૂલ.’ ‘ત્યારે તો હું કમાવાની.’ એમ બોલી
ભાભીએ છૈયાને એક થાનેથી બીજે થાને ફેરવ્યો અને કહ્યું: ‘આમ કને આવો ત્યારે.’ હું કને ગઈ ત્યારે એણે કીધું: ‘હજી કને, મારા મોઢા આગળ
કાન લાવો.’ મેં એમ કર્યું ત્યારે એણે છૈયાને માથે ટેકવેલો હાથ છૂ ટો કરી બેય હાથે માથું પકડ્યું અને ધીરેથી બોલી: ‘ભિયાએ તમને રાતે બોલાવ્યાં
છે.’ અને મારા ગાલ પર એણે ચચરે એવી ચૂંટી ભરી. મારું રૂંવેરૂંવે ઊભું થઈ ગયું. મને ગભરાયેલી જોઈ ભાભી જ બોલી: ‘જશો ને? અને હવે
મારું મૂલ. જે બને તે મને રજેરજ કહેવાનું.’

અને હું ગઈ. જનજનાવર જંપી ગયું ત્યારે ભાભીએ મને ઉઠાડી: ‘ચંદનબા, પાડોશણે વાડાનું બારણું ઉઘાડ્યું છે.’ અને અમે બેય જણીઓ
વાડામાં નીકળી. ભાભીનો છૈયો ઊંઘતો હતો તે જરા સળવળ્યો પણ પાછો ઊંઘી ગયો. અંધારી રાત હતી. પાડોશીનો અને અમારો વાડો સહિયારો
હતો. હરણીઓ આથમવા આવી હતી. બધાંય ઊંઘતાં હતાં. ભાભી આગળ થઈ ને બોલી: ‘તમે ચંદનબા, નસીબદાર. અમારે તો ઘરબાર માવતર
છોડી આટલે દૂર આવવું પડ્યું. તમારે તો ઘેર બેઠાં ગંગાજી આવ્યાં.’ અને અમે પાડોશીના બારણા કને ગયાં ત્યાં બારણું ઊઘડ્યું અને પાડોશણે
ડોકું બહાર કાઢ્યું, ને ધીરેથી બોલી: ‘આવો.’ પછી અમે અંદર પેઠાં.

પાડોશણનો ધણી પરગામ ગયો હતો અને એને છૈયુંછોકરું હતું નહીં. બે જણ એટલે ઘરમાં કચરોપૂંજો પડે નહીં અને કશું વેરણછેરણ થાય
નહીં. છોકરા વિના સિઝાઈ સિઝાઈને પડોશણ દૂબળી જેવી થઈ ગયેલી. બે જીવ એટલે ઘરમાં કશું ઝાઝું રાચરચીલું પણ રાખે નહીં. લીંપેલો
ઓરડો ચોખ્ખોચંદન જેવો હતો. ભીંત પર ચાડા પર દિવેલનું કોડિયું બળતું હતું. એક ખૂણામાં ખાટલો અને બીજા ખૂણામાં ઊભો દાદર હતો.
ખાટલા પર ભૂરું લૂંગડું પાથર્યું હતું. ‘આવ્ય ચંદન, આજે તો મને ઊંઘ જ આવતી નથી.’ એમ કહી એણે છીંકણીની દાબડી કાઢી અને ભાભી ને
એણે બેય જણે ફડાકા લેવા માંડ્યા. પછી પાડોશણ પાણી પીવા ઊઠી. મેડા પર કોઈ ખાંસી ખાતું સંભળાયું. ભાભીએ મને કહ્યું: ‘ચંદનબા, સવારે
વહેલાં આવજો.’ અને હું મૂંગી મૂંગી બેસી રહી. પાડોશણ પાણીનો લોટો અને પવાલું ભરીને લાવી અને મારી કને મેલ્યું: ‘આ લેતી જજે તારી
સાથે. ઉપર ખૂણામાં ચોકડી છે તે તો તને ખબર છે.’ ભાભીએ ઊંચા હાથ કરી આળસ મરડી: ‘ઊંઘ આવવા મંડી બળી. ચાલો, સૂઈ જઈએ.’ અને
ભાભી ઊઠીને ધીરે પગલે ચાલી ગઈ. પાડોશણે બારણું બંધ કર્યું અને ખાટલા ભણી વળીને બોલી: ‘બોન, તારેય ઉજાગરો થશે. સૂઈ જા બા,
એટલે દીવો ઓલવી નાખું.’ અને જાણે મને કોઈ એક મેરથી ધકેલતું હોય અને બીજી મેરથી ખેંચતું હોય તેમ હું ઊભી થઈ અને લોટો-પવાલું મેં
લીધાં અને દાદર પર ચડી. બે પગથિયાં મારે ચડવાનાં રહ્યાં એટલે લૂગડાની એક ઝપટ સંભળાઈ અને નીચે અંધારું થઈ ગયું અને ખૂણામાંથી
ધીરો અવાજ આવ્યો કે: ‘મારી વાંઝણીના ઘરનાં આવાં ભાયગ ક્યાંથી?’

પછી હું મેડા પર ચડી. સામી ભીંત પર તાકામાં ઘાસતેલનો ખડિયો ભખભખ ધુમાડા કાઢતો હતો. માટોડાથી ભુરાટેલી ભીંતો પર દીવાનું
રાતું અજવાળું લીંપાતું હતું. આખો મેડો ખાલીખમ હતો, ઉગમણી-આથમણી બબ્બે બારીઓ ઉઘાડી હતી. નીચલા જેવો ઉપલો ખંડ પણ
વાળીઝૂડીને સાફ હતો. સામે ભીંત કને ખાટલો પડ્યો હતો ને બારી ભણી મોઢું કરી એક પર બીજો પગ ચડાવી એ ખાટલા પર બેઠા હતા. મેં
ચોકડીની પાળી પર લોટો મેલી દીધો અને સોડિયું વાળી દાદર કનેની બારી કને જ હું ઊભી રહી ગઈ.
મને જોઈ ન હોય એમ તે ઊઠ્યા. ખીંટીએ ભરવેલા કોટમાંથી બીડી કાઢી અને સળગાવી. પછી જાણે કોઈ યાદ આવેલી ચીજ લેવા આવતા
હોય તેમ એ મારા ભણી ચાલ્યા આવ્યા અને મારી કને ઊભા. મને જાણે જોતા જ ન હોય એમ બોલ્યા: ‘ચાલ.’ અને એમને ખાંસી થઈ, અને
થૂંકવા એમણે બારીમાંથી ડોકું કાઢ્યું. ખોં કરીને થૂંક્યા તે ભોંય પર પડ્યું તે સંભળાયું. પછી એ બારીમાંથી ડોકું અંદર લેવા ગયા ત્યાં એમનું મોઢું
મારે માથે ઘસડાયું. મારા ભણી જોયા વગર એમણે, મેં સોડિયામાં ઘાલેલો મારો હાથ ઝાલ્યો અને વળી બોલ્યા: ‘ચાલ.’ પછી હું એમની સાથે ચાલી.
એમણે હાથની બે આંગળીઓએ પહેરેલી વીંટીઓ મારાં આંગળાંને કચડતી હતી. પછી બોલ્યા વગર અમે ખાટલા સુધી ગયાં, અને મને એમણે
ખાટલા પર એમની કને બેસાડી.

ત્યાં ફળિયામાં કૂતરાં ભસ્યાં અને બહાર કોઈ નીકળ્યું હોય એમ લાગ્યું. એમણે પૂછ્યું: ‘બારીઓ અડકાવી દઉં?’ મેં કહ્યું: ‘પરોઢનું
અજવાળું થાય એની ખબર પડે માટે ઉગમણી બારીઓ ઉઘાડી રાખજો.’ આથમણી બારીઓ બંધ કરી એ ખીંટીએ કોટ લેવા ગયા. કોટ લેવા જતાં
કોટ પર ભેરવેલો ફેંટો પડી ગયો તે એમણે ઠોકર મારી ખૂણામાં ધકેલ્યો અને મારી પાસે બેઠા. પછી કોટના ખિસ્સામાંથી એમણે સિગારેટની દાબડી
કાઢી, દીવાસળી સળગાવીને સિગારેટમાં ચાંપી અને દમ લીધો ત્યારે દીવાસળીની ભડક કરીને મોટી ઝાળ થઈ. એમનું મોઢું રાતું રાતું દેખાયું, અને
દાઢી તાજી મૂંડેલી દેખાઈ. મૂછોના આંકડા થોડા થોડા વળેલા હતા. અને મોઢાનાં હાડકાં ઊંચાં નીકળી આવ્યાં હતાં.

દસબાર ફૂંક લઈ એમણે સિગારેટ ફેંકી દીધી, પછી ખોંખારો કરીને થૂંકી આવ્યા. ડિલ પર પહેરેલી બંડી ઉતારીને એમણે ખૂણામાં ફેંટા પર
ફેંકી લીધી અને બેય હાથની કોણીઓ ઢીંચણ પર ટેકવી, આંગળાંથી દાઢી પંપાળતા બોલ્યા: ‘તમારા નરભા રાતનો હાથ તો સારો. સારી હજામત
બનાવી.’ હું મારે નીચું મોં ઘાલી સાંભળતી હતી. ત્યાં એમણે એકદમ મને બાથમાં લીધી. એમનું મોઢું મારા મોઢા સાથે ઘસાવા લાગ્યું. એમની
દાઢીમાં કોક કોક ઠેકાણે રહી ગયેલા ખૂંપરા મારે ગાલે ખૂંચતા હતા. એમના મોઢામાંથી ધુમાડાની છાક નીકળતી હતી.

પછી એમને ખાંસી થઈ અને એમણે ખૂણામાં થૂંક્યું. પછી મારા મોઢા સાથે મોઢું ઘસવા લાગ્યા. મારું કાળજું ધબકવા લાગ્યું. તોય હું એમ ને
એમ બેસી રહી. ત્યારે એ બોલ્યા: ‘બહુ શરમાય છે કંઈ?’ અને મને જોરથી એમણે દબાવી. એમની કોણીનાં હાડકાં મારાં પાંસળાંમાં દબાયાં અને
મને દુખ્યું. મારાથી બોલાઈ જવાયું: ‘ઓ!’ ત્યારે એમણે કહ્યું: ‘બરાબર છે.’ મેં કહ્યું: ‘મને ઊંઘી જવા દો સીધી. સવારે તો વહેલાં જવું પડશે મારે.’
ત્યારે એ બોલ્યા: ‘બરાબર છે. લાવ દીવો હોલવી નાખું.’ પછી એ દીવો હોલવવા ઊઠ્યા. મારું શરીર સહેજ દુખતું હતું એટલે હું ખાટલામાં આડી
પડી. એમણે દીવો એકદમ હોલવી ના નાખ્યો. એમણે બીજી સિગારેટ કાઢી અને દીવાની જોતમાં ધરીને સળગાવી, પછી મોઢામાં હોઠ વચ્ચે ઝાલી,
અને બેય હાથ કેડે દઈ દીવા સામું તાકતાં તાકતાં ઊભા રહી એમણે એમ ને એમ પાંચ-સાત દમ લીધા. બીડેલા હોઠના એક ખૂણામાંથી ધુમાડા
નીકળતા હતા. એમની કરોડ સહેજ વાંકી વળેલી દેખાઈ. એમનાં મોટાં પાંસળાં થોડાં થોડાં દેખાતાં હતાં. એ થૂંક ગળતા ત્યારે ગળાનો હૈડિયો જરા
જરા ઊંચો-નીચે થતો હતો. સૂપડી જેવી મૂછો હોઠ પર લટકતી હતી.

પછી એમણે હાથની ઝાપટ મારી દીવો હોલવી નાખ્યો અને બધું અંધારું અંધારું થઈ ગયું. તે ખાટલામાં કેણી ગમ આવીને બેઠા તેની મને
ખબર ન પડી. હું માથે હાથ નાખી સૂતી હતી. ત્યાં એમનું મોઢું કોઈ દિશામાંથી આવ્યું અને મારા ગાલ પર એમના દાંત બિડાયા. મારાથી જરાક
ચીસ પડાઈ ગઈ. હું એક તરફની ઈસને વળગી સૂઈ રહી હતી. એમનો હાથ મને ખેંચતો લાગ્યો. તોય હું ફરી નહીં એટલે એમણે જોરથી મને
ખેંચી. તોય મેં ઝાલેલી ઈસ મેલી નહીં. પછી એમણે ખૂબ જોરથી એક આંચકો માર્યો અને મારા હાથ ઈસથી છૂ ટી ગયા, અને એ બોલ્યા: ‘આમ
ફરને, ખોલકી!’

[‘ઉન્નયન’]

←પૂનમડી નાગરિકા→
Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?
title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/ખોલકી&oldid=47517"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/


નાગરિકા
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

નાગરિકા
‘રાત આઈ હૈ નયા રં ગ જમાને કે લિયે.’

મે માન્યું હતું કે એ પૂરેપૂરા નાગર હશે. પણ અમારા વિવાહ થયા પછી તેમને જમવા બોલાવેલા ત્યારે મને કંઈક જુ દું જ દર્શન થયું. એમણે
પોતાની થાળીમાંથી મસાલાવાળી દાળ, તળેલાં ભજિયાં અને પાપડ, ફદીનાની ચટણી અને પૂરી ઉપાડી લેવડાવ્યાં. ‘જમાઈરાજ, આ શું કરો છો?'
મારાં આકરાં દાદીમા બોલી ઊઠેલાં. પણ તે તો મૂંગા જ રહ્યા. મારી વિધવા માસી ગાંધીજીનું ‘મંગળપ્રભાત’ હમણાં રોજ વાંચતી હતી. તેણે
ઠાવકાઈથી કહ્યું કદાચ વ્રત લીધું હશે.’ મારી સમજુ બાએ જમાઈનું કોઈ અપમાન કરે છે એવા ભાસને રોકવાને, પરંતુ પૂરી ખાનદાન ચીડથી કહ્યું
‘મહારાજ, દાદાજી માટે ગોળનો શીરો કરેલો છે તે અને મોળી દાળ અને શાક લાવો.' મારી નાનકડી ચબાવલી બેન પ્રીતિ આ દરમિયાન એમનું
ક્યારની નિરીક્ષણ કરતી હતી. મને થયું એ જરૂર કંઈ અળવીતરું કરવાની. તે હસતી હસતી બોલી ‘ઓ, તમે તો ખાદી પહેરતા લાગો છો! તે
આવાં જાડાં ધોતિયાં તમે કેમ કિરીને પહેરી શકો છો?’ અને એમની નાજુ ક કાયા જોઈ બધા હસી પડેલાં. પોતાની મુદ્રાને સ્થિર ગંભીર રાખી તે
આવું કૈક બોલેલા ‘જીવનમાં આથીયે વધારે સંકટ વેઠવા તૈયાર રહેવું જોઈએ.’ તે દિવસે મેં કેટલી હોંશથી એમને માટે પાન તૈયાર કરેલું, હૃદયના
આકારનું જાણે. તેમાંથી તેમણે માત્ર લવિંગ જ ખેંચી લીધું અને ઉભરેલું પાન પાછું લઈને પ્રીતિ મારી પાસે આવી. હું તો સ્તબ્ધ જ થઈ રહી. મેં
પ્રીતિને કહ્યું ‘ખાઈ જા તું.’ તે નાકનું ટેરવું. ચડાવી બોલી ‘છી એવાં કોઈનાં તરછોડેલાં પાન કોણ ખાય?

મારું અભિમાની મન તો બોલી ઊઠ્યું ‘અરે, જે માણસ તળેલું શાક ને સોપારી ખાતાં વિચાર કરે તે કઈ વસ્તુનો વિચાર કરતાં પાછો ન
પડે?' પણ મારા અંતરાત્માએ કહ્યું ‘નહિ, મારો તો એ જ. આવો ઉત્તમ સ્વામી મને બીજે કયાં મળવાનો છે? આવો ઉદાર ભાવનાશાળી, હીરા
જેવી ચમકદાર બુદ્ધિવાળો, ચંપાના ફૂલ જેવો સોહામણો, શાંતપ્રશાંત, ધીર ગંભીર. અમે નાગરો માનવજાતિમાં રત્ન છીએ અને એ નાગરોમાં એ
રત્ન જેવા છે. એ રત્નને તો હું હૈયે ઝુલાવીશ.’
અમારા ચાલીસેક માણસના કુટુંબમાં એકાંત મળવું મુશ્કેલ છે. પણ તે દિવસે સત્યનારાયણની કથા અમારે ત્યાં નીચેના ચોકમાં થતી હતી.
એટલે બધાં ત્યાં જ ભેગાં થયાં હતાં. પણ એ ત્યાં ન હતા. માળે માળે તેમની શોધ કરતાં મેં તેમને અગાસીમાં શોધી કાઢ્યા. ચંદ્રમાને અજવાળે
તેઓ તકલી કાંતતા હતા. મેં તેમને કહ્યું ‘તમારી છબી મને આપશો?' તો હસ્યા અને બોલ્યા ‘હજી લગી તો પડાવી નથી. હવે આપણે સાથે જ
પડાવીશું. એટલે મારા ભટકાઉ જીવનમાં તમને પણ હું સાથે રાખી શકીશ. તમને એટલે કે, તમને નહિ તો તમારી છબીને.’

અને પછી એક નવાઈની વાત થઈ. ત્રીજે દિવસે પ્રીતિ એમની એક છબી લઈને મારી પાસે આવી. છબીમાં તે આરામ-ખુરશીમાં પડ્યા પડ્યા
ઊંઘતા હતા અને તેમની છાતી ઉપર ‘સત્યાગ્રહની મર્યાદા'નું પુસ્તક ઊંધું પડ્યું હતું. પ્રીતિને મેં પહેલાં તો એક તમાચ જ લગાવી દીધી. આવી
મશ્કરી?...પણ પ્રીતિ આબાદ સ્નૅપ લે છે તેમાં શંકા નથી. અને ટીખળ એને ક્યાં લેવા જવું પડે તેમ છે? સાહેબ જરા ઊંઘતા હશે ત્યાં આ
વાઘણના પંજામાં ઝડપાઈ ગયા. મને થયું, ‘શું ખોટું છે? જેવી આ સત્યાગ્રહની મર્યાદાને તેમણે હૃદય ઉપર ધારણ કરી છે તેમ હું પણ આ છબીને
મારે હૃદયે ધારણ કરીશ.’ અને મારું મનોગત જ જાણે ઉચ્ચારતી હોય તેમ મારી મીંઢી ઠાવકી વસુધા ભાભી બોલી, પરણેલી સ્ત્રી જ કરી શકે તેવું
સ્મિત કરીને, કે ‘મોટીબા, આ લાડકવાયાની પ્રતિમાનાં છાનાં પૂજન કરજો.’

અને હું તો પૂજન કરતી જ રહી. પણ તે મારી રીતે. આ ગાંધીમાં રંગાનારા આમ તો મઝાના માણસો હોય છે. પણ પાછા કેટલીક વાર
અક્કલ વેચીને કામ કરતા હોય તેમ પણ લાગે છે, એક બાજુ થી એમની ઠેકડી કરવાનું, ખાસડાંનો હાર પહેરાવવાનું મન થાય છે, તો બીજી બાજુ થી
તેમની ચરણરજ માથે લેવાનું પણ મન થાય છે. હા, હું એમનાં ખાદીનાં જાડાં જાડાં લૂગડાં ધોઈશ. તો હું એમની પાસે જઈને ઊભી ત્યારે એ હજી
અમે પરણ્યાં ન હતાં એટલે કે પછી બીજા કોઈ કારણે – હા, પગમાં કીડી બીડી પણ ચટકી ગઈ હોય. ભાઈ, બીજાના મનની વાત તો અમુક જ
હોય એમ માનવાથી પણ કેવું કેવું રામાયણ થઈ જાય છે! – તે દૂર હટી ગયેલા તો તે માટે તેમની એક દિવસે – અને દિવસે નહિ તો રાત તો ખરી
જ – ખરી ખબર લઈ કાઢીશ! અને ગમે તેમ ગણો, પણ માણસ ગમે ન ગમે તોય તે ભગવાનનું જ ઘડેલું હોય છે ને! અને આ આવા ગળે વળગી
પડીએ તેવા મીઠા છે, એમનો એક કટકો ખાઈ જઈએ તેવા ગળ્યા છે તે ભગવાને અમસ્તા જ બનાવ્યા હશે? અમારે લાડકોડ જોઈએ, પ્રેમ-આનંદ
જોઈએ, તો પછી કોઈ તપ કરાવે તેવા તપસી પણ ના જોઈએ? ભગવાનને જો આભાર માટેનો પત્ર લખી શકાતો હોય તો અબઘડી જ લખી દઉં!

પછી અમે પરણ્યાં. એ તો જોકે હજી લગ્ન માટે ઉતાવળમાં ન હતા. પણ પરણવામાં એકલું પરણાનારાઓને જ ઓછું લાગતું-વળગતું હોય
છે? એક લગ્નમાં અનેકનાં હિત સંડોવાયેલાં હોય છે, અનેકના અનેક રસોની તૃપ્તિ હોય છે. મને સૌ કોઈએ અભિનંદનોથી દાટી દીધી.

માણસને જીવન મળ્યું છે એ જ ઓછા આનંદની વાત નથી? એ જીવનમાં જ્યારે યૌવન મળે છે, અને યૌવનમાં સ્નેહ મળે છે ત્યારે તેથી
વધારે પ્રાપ્ત કરવા જેવું જગતમાં કાંઈ બાકી રહેતું લાગતું નથી. જીવનને ભરી દેતા કોઈ ધોધમાર પ્રવાહના અવતરણની પ્રતીક્ષામાં હું બેઠી હતી.
પણ એ પ્રતીક્ષામાં દિવસો ગયા, મહિનાઓ ગયા.. ઓહ, આજે વિચાર થાય છે કે કદાચ...ના, પણ એ તો નહિ કહું કોઈનેય. હું કદી દુઃખી રહી
છું? એ મને કદી દુઃખી કરે ખરા?

અમારે તો ‘ગામમાં સાસરિયું ને ગામમાં પિયરિયું’ની પેઠે ‘પોળમાં સાસરિયું ને પોળમાં પિયરિયું’ પણ ઘણી વાર હોય છે. જોકે મારું સાસરું
પાડોશની પોળમાં હતું. પાંચ મિનિટનો જ રસ્તો. એકાદ અર્ધા ફર્લાંગ પણ નહિ. પણ આ ઘેરથી તે ઘેર પહોંચવાને હૃદયને કેટલા જોજન ચાલવા
પડ્યા છે તે તો હું જ જાણું છું.

છોડને તો નાનો ધરુ હોય ત્યારથી જ એને ફળવાની જગા ઉપર લઈ જઈને રોપ્યો હોય તો વગર વિલાયે ઊછરી જાય. જે છોડને બીજી
જગાએ વાવવાનો છે તેને પહેલી જગાએ ઘણો મોટો થવા દીધા પછી બીજી જગાએ વાવો તો ત્યાંય ચોટે ખરો; પણ ચોંટવા પહેલાં તો ઘણો
વખત વિલાયેલો રહે છે. સ્ત્રીના હૃદયછોડની કૂંપળ પણ ચીમળાય નહિ તેવી કલમ કરવાની સંપૂર્ણ રીત, વનસ્પતિજગત માટે શોધાઈ છે તેવી,
હજી માનવજગત માટે શોધાઈ નથી. પણ બીજે ઠેકાણે હૃદયને રોપવાની એ વેદના પણ મીઠી હતી, બહુ મીઠી હતી. વેદનામાં પણ ઘણું સુખ હોય
છે, નહિ?
સદ્ભાગ્યે મારા પિયરની અને સાસરાની રહેણીકરણીમાં ઘણો ફેર ન હતો. સાસરિયાં પણ ખરાબ ન કહેવાય.

સાસુ એમની ભવ્ય રીતે સહેજ આંખ ઢાળીને મોગલની છટાથી મારા પર કૃપાદૃષ્ટિ રાખતાં હતાં. મારી બે નણંદો મારી સહિયર થવાનો
પ્રયત્ન કરતી હતી. પ્રીતિ પણ સાથે આવી હતી. એણે તો આખા ઘરને જીતી લીધું હતું. ઘણાંને એમ પણ થતું હશે કે આ પ્રીતિ મોટી હોત તો આ
મારા જેવી મોટી મૂંગી વહુને બદલે એને જ વહુ તરીકે લઈ આવત.

મારી નણંદો તો ભાઈનાં વખાણ કરવાનું જ કામ આખો દિવસ કર્યા કરતી. મારા વરને અનેક રીતે તેમણે મને ઓળખાવ્યો. ભાઈ તરીકે એ
કેટલા માયાળુ છે, પુત્ર તરીકે કેટલા આજ્ઞાંકિત છે, વિદ્યાર્થી તરીકે કેટલા હોશિયાર છે અને માણસ તરીકે કેટલા બધા પ્રિય છે તે મને જાણવા મળ્યું.
તેમણે વાંચેલાં પુસ્તકોનું એક આખું કબાટ મને નણંદોએ બતાવ્યું. ‘ભાભી, આ ચારસોક પાનાંની નવલકથા તો ભાઈ બે કલાકમાં પૂરી કરે.’ ટેબલ
પર પડેલી એક ચશ્માંની ડાબલી મેં ઉપાડી, ત્યારે નાની નણંદ બોલી ઊઠી ‘એ તો તડકાનાં ચશ્માં છે. ભાઈની આંખો તો બહુ જ સારી છે.’
મારાથી તેની સામે સહેજ કટાક્ષપૂર્વક જોવાઈ ગયું. મોં મલકાવીને મેં માત્ર એટલું જ પૂછ્યું, ‘એમ કે?’ અરે બિચારી એ મારું કહેવાનું શેની સમજી
હોય?

હા, એમની આંખો બહુ જ સારી છે. સુંદર છે. પણ ચોપડી વાંચવા માટે જ આંખનો ઉપયોગ કરનાર એ મહાનુભાવને એનું ભાન પણ નહિ
હોય. પણ હું તો મને પોતાને ધન્ય માનું છું કે નાગરી ન્યાતમાંથી મને ચશ્માં વિનાનો વર મળ્યો. ઓ બાપ, ચશ્માંના કાચ પાછળ લાંબી પહોળી
થતી આંખોવાળા માણસ પર કોઈને પણ હેત કેમ ઊપજી શકે? હું ધારું છું કે ઘણાખરાને પરણ્યા પછી જ ચમાં આવતાં હશે અને પરણ્યા પહેલાં
જેને ચશ્માં આવ્યાં છે તેઓને જોવાની પરણનારીઓને આંખ જ નહિ હોય.

આ તો લગ્ન પછીના શરૂઆતના દિવસોની વાત. હું વિધિપૂર્વક સાસરે તો થોડાંએક અઠવાડિયાં પછી ગઈ. આ ઘરથી તો હું પરિચિત થઈ
ગઈ હતી. ઘરમાં મારા આણાનો ઉત્સવ હતો. તેમાં એમને આજે નોકરી મળ્યાની ખબર હતી. બહુ મોટી નોકરી હતી. એ તો એની ચર્ચામાં જ
મિત્રો સાથે પડી ગયા હતા અને ઘણી બધી યોજનાઓ વિચારતા હતા.

બે ફૂટના વ્યાસવાળા, વાનીઓથી ખીચોખીચ ભરેલા જર્મન સિલ્વરના થાળમાંથી અમે નાના નાના કોળિયે, હળવે મરકતે મોઢે જમ્યાં.
જમવાનું કામ અમારે કરવાનું હતું, બાકીનાં બધાં કામ માટે તો નોકરો હોય જ. પાનબીડાં ખાઈને અમે જરા આડાં પડ્યાં. મને તો દિવસે ઊંઘ
આવતી નથી. મેં છાપાં વાંચવા માંડ્યાં. નાની નણંદ પણ મારી સાથે મારાં છાપાંમાં મોં ઘાલીને વાંચવા લાગી. ચિત્રો જોતી જતી, બોલતી જતી,
ભાભી આ શું, ભાભી તે શું એમ પૂછતી હતી. એ કેટલી મારી સાથે હળી ગઈ હતી! મારી પ્રીતિને પણ એ ભુલાવી દે તેવી ન હતી?

છાપાં પછી માસિકો જોયાં. પણ એમાં મને કંઈ બહુ રસ ન પડ્યો. ‘નવજીવન’ આખું ગાંધીજીએ અસ્વાદબ્રત અને કાચા ખોરાકના પ્રયોગોથી
ભરી દીધું હતું. ‘પ્રસ્થાન'માં પેલા કોક વૈદે પંદર પાનાં ભરી ખોરાકની ચર્ચા કરી હતી. અરે, સ્વૈરવિહારમાં પણ ખોરાકની જ ચર્ચા! કિશોરલાલનો
એક લાંબો લેખ ચીપિયો લઈને ઊભેલા ખાખી બાવા જેવો ડોળા ઘુરકાવતો મારી સામે પડ્યો હતો. ‘કુમાર'માં અખાડાવાળાની કેટલીક છબીઓ
છાપી હતી. દૈનિક છાપામાં પુસ્તકાલય પરિષદનાં ભાષણો, વ્યાયામ સંસ્થાઓનો અહેવાલ અને સેવાદળની યોજનાઓ ઊભરાતી હતી. બે ફૂટના
વ્યાસવાળો થાળ ભરીને ખાધા પછી આ ખોરાક હજમ કરવો મુશ્કેલ હતો. ગમે તેવા અનિદ્રાના રોગીને પણ ઊંઘ લાવે તેવી સમર્થ આ સામગ્રી ન
હતી? પણ હું ઊંઘી નહિ.

પ્રીતિ જમવા માટે મારી સાથે આવી હતી. એ અને મારી નણંદો ઠીઠિયાં. કર્યા કરતી હતી. પ્રીતિએ એમની કરેલી મશ્કરીઓનો ઇતિહાસ
અપાતો હતો. એક વાર આરામખુરશીના કપડાની લાકડી કાઢી લઈ તેમને કેવા લંબાસને બેસાડ્યા હતા, કોટના ખિસ્સામાં કેવી ટાંકણીઓ ખોસી
હતી વગેરે. આની સામે નણંદો પોતાના ભાઈનાં લક્ષણો, હોશિયારી બધું વર્ણાવતી હતી.
બપોર નમવા આવ્યો. પણ એ અને એમના મિત્રો ઉપરના ઓરડામાં હજીયે બમો પાડીને વાતો કર્યા કરતા હતા. એમની બપોરની ચા અમારે
ઉપર જ મોકલી આપવી પડી અને અમારે એકલા એકલાં જ ચા પી લેવી પડી. સાંજના પાંચેક વાગ્યે એ અને મિત્રો ધડબડ ધડબડ દાદરો ઊતરી
ફરવાને ચાલ્યા ગયા. હું ત્યાં બારણા પાસે ઊભી હતી. પણ મારા તરફ સહેજ નજર નાખવાની પણ એમને ક્યાં ફરસદ હતી! પણ એમને ફુરસદ
ન હતી. કેવા તો પોતાના કામમાં મગ્ન હતા એ જ કેવી મોટી વાત હતી!

એમના ગયા પછી ઘર સૂનું થયું. નાની નણંદો મને ઘર બતાવવા લઈ ગઈ. હા, મારા ભાવિ સામ્રાજ્યનું મારે નિરીક્ષણ કરી લેવું જોઈએ ને?
ત્રીસ ચાલીસ માણસો રહે તેવું, અનેક ઓરડાઓવાળું ત્રણ માળનું એ મકાન હતું. અનેક બારણાં ઓળંગતાં, બારીઓ ઉઘાડતાં નાનીમોટી સીડીઓ
ચડતાં, અમે ત્રીજે માળે આવ્યાં. ત્રીજે માળે અર્ધો ભાગ ખુલ્લી અગાસીનો હતો અને અર્ધામાં બે સુંદર ખંડ હતા. બંનેમાં પુષ્કળ હવા-અજવાળું
આવે તેવી બારીઓ હતી. બંને ઓરડા અત્યારે બંધ હતા. એકનું બારણું ખોલતાં નણંદ બોલી આમાં મોટાભાઈ વાંચે છે. કોઈને પણ તેમાં જવાની
રજા નથી. એટલે તો એ હંમેશાં ફર્સ્ટ ક્લાસમાં આવે છે.' ખંડમાં એક જ ખુરસી અને મોટું ટેબલ હતું. ભીંતને અડીને એક લાકડાની પાટ હતી અને
તેના ઉપર એક શેતરંજી પડેલી હતી. ટેબલ પાસે એક ઘોડા ઉપર પુસ્તકો ખડકેલાં હતાં. પુસ્તકોની પીઠ ઉપર સોનેરી તથા રાતાપીળા અક્ષરોમાં
લખેલાં નામ અનેક માણસોની આંખો પેઠે જાણે તાકી રહ્યાં હતાં. હા, એમની આંખો આ બધાંને માટે જ હતી.

બીજા ઓરડામાં પેસતાં નણંદ બોલી ‘આ ખંડ મને બહુ વહાલો. અહીં કદી બા કે બાપજી સૂવે. પણ આપણે તો રોજ સૂવાનાં. મને બીજે
ક્યાંય ઊંઘ ન આવે. પણ ભાભી, કોણ જાણે બાએ આજે મારી બધી ચીજ ઉપડાવી લેવડાવી છે. મેં પૂછ્યું તો કહે તારી ભાભી માટે. તે ભાભી
તમારે નીચેનો ઓરડો ન ચાલે?’ હું જરાક હસી ને મૂંગી જ રહી. મારા હસવાથી મુંઝાતી હોય તેમ તે જરા છોભીલી પડી ગઈ. પણ ઘડી વારમાં
એની વાતોનો પટપટાટ શરૂ થઈ ગયો. ઓરડામાં એક મોટો પલંગ હતો. ભીંત ઉપર કેટલાંક સરસ ચિત્રો હતાં. એક ખૂણામાં ગાંધીજીની છબી
હતી. પણ નણંદ તો પલંગની કથામાં જ મશગલ હતી. ‘એ ભાભી, આ પલંગ પરથી તો મેં કેટલાય ભસ્કા માર્યા છે... અને એ મારી ઢીંગલીની
આખી જાન બે રાત લાગી મેં અહીં સવાડી હતી... દસેક વરસની નણંદ હજી છોકરી જ હતી. તેની નજર એકદમ અગાસીમાં ગઈ. અગાસીની
પાળી ઉપર બે કબૂતર ગેલ કરતાં હતાં. બિલાડી ગુપચપ ખૂણામાં આ કબૂતર પર તરાપ મારવા બેઠી હતી જાણે. નણંદે બિલાડીને ‘મિયાઉ' કરીને
ભગાડી મૂકી. નીચેથી બૂમ પડી ‘ચાલો જમવા.’ નણંદ હરણની પેઠે છલંગતી દોડી. હું અગાસીમાં ઘડીક થંભી ગઈ.

બેય ઓરડાનાં બારણાં ખુલ્લાં હતાં. એકમાં એમની વિદ્યા હતી. બીજામાં જયાં એમની બેન હતી ત્યાં હવે હું આવવાની હતી.

સંધ્યાના રંગ દૂર હરિયાળી ક્ષિતિજમાં ફેલાતા હતા અને અનેક મકાનોનાં, સમુદ્રની તરંગિત સપાટી જેવાં છાપરાંઓ ઉપર સોનેરી કિરણો
વેરાતાં હતાં. નગરનો ઘોંઘાટ પણ શાંત થતો જતો હતો. રાત આવતી હતી. મારું હૃદય એને વધાવવા ઉલ્લસિત થયું. ત્રીજનો ચંદ્ર ઝળહળવાની
તૈયારીમાં હતો. એકાએક સંધ્યાએ રંગોનો પંખો સંકેલી લીધો. ત્રીજ ઝબકી રહી. ક્યાંક પાસેથી સંગીતની એક મહા તરંગિત તીવ્ર લહરી આકાશમાં
હવાઈની પેઠે ઊડી.

‘રાત આઈ હૈ નયા રં ગ જમાને કે લિયે.’

ઓરડાનાં બારણાં વાસી હું નીચે ગઈ.

તે રાતે મેં ન જેવું જ ખાધું. બપોરનું હજી પૂરું પચ્યું પણ ન હતું. એ તો ખાઈને ક્યારના ઉપર ગયા હતા. બધાં જમી રહે ત્યાં લગી હું
રસોડામાં જ રહી. એટલાં બધાંને જમતાં જમતાંય ઠીક ઠીક મોડું થાય જ. નોકરો ચોકમાં વાસણો માંજતા હતા ત્યારે અમે હીંચકા ઉપર પાનબીડાં
બનાવતાં હતાં. એક પાન ઉપાડીને નણંદ બોલી ‘ભાઈને આપી આવું છું ઉપર.’ તેના ફૉકની ચાળ પકડીને સાસુએ રોકી ‘રહેવા દે, ભાભી લઈ
જશે એ તો.’ અરે રામ, આ વળી કયારે પાન ખાય છે?
પાનનો કાર્યક્રમ ચાલતો હતો ત્યાં પેલી પાડોશણ આવી. મહા ખાધેલ એ આખા લત્તામાં જાણીતી હતી; પણ શી એની બોલીની મીઠાશ અને
એ ગજબની આંખો. જાણે જગતમાં એ જ એક છે. પણ મને જોઈને એ જરા ઢીલી પડી જતી હતી. સાસુએ તેને હોશિયારીથી વળાવી દીધી. ‘ચાલ
બાબી. તું વહેલી સૂઈ જાય તો કાલે તને ફરવા લઈ જાઉં.’ ‘હો હો' કરતી નણંદ ઊભી થઈ. સાસુ ઊભાં થયાં, હું ઊભી થઈ. પાડોશણને પણ
ઊભાં થવું પડ્યું. બેય ઢીંચણ પર હાથ ટેકવીને સાંધા દુખતા હોય તેમ મોં બગાડતી એ ઊભી થઈ. ‘કેમ, વા થયો છે કે શું?' સાસુજીએ પૂછ્યું.
‘હા, બળ્યું, ઓણ સાલ તો બહુ રસ ખાધો છે. હાડકાં મળે છે. પણ ખાધા વગર રહેવાતું નથી.’ ‘હા, હા, સમજયાં. તું તો એ જ લાગની છે.’
સાસુજીએ કહ્યું. પાડોશણ જરા લંગડાતા લહેકાતા પગે ચાલી. તેના મો પર એક વિષાદ દેખાયો. ‘ઓ રામ, મૂવું ઘડપણ કેટલું વહેલું આવે છે.
કોઈનેય અખંડે જુ વાની ન મળે. મધુ બેન?' કહી તે પગથિયાં ઊતરવા લાગી, બારણાં વાસતાં સાસુ બોલ્યાં ‘મેર તું, અખંડ જુ વાની મારી દુનિયાનું
નખોદ વાળવું છે તારે?' બારણાનો આગળો વાસી તે પાછા ફર્યા. નોકરો માંજેલાં વાસણો ખણખણાટ સાથે આઘાપાછાં કરતા હતા. સસરાજીના
હુક્કાનો ગુડગુડાટ ઉપરના માળેથી આવતો હતો.

‘બા, વાજુ વગાડું!’ નણંદીને તુક્કો સૂઝ્યો. ‘પેલી નવી રેકર્ડ ભાભીને સંભળાવીએ.’ ‘કાલે સંભળાવજે.’ કહી સાસુએ તેને રોકી. અંધારામાં
છતની પાસે છુ પાયેલા ઘડિયાળે ઘેરા મીઠે અવાજે દસના ટકોરા વગાડ્યા. સાસુજી મારા તરફ ધીમે પગલે આવ્યાં ને એમનામાં મેં કદી ન દીઠેલી
કોમળતાથી બોલ્યાં ‘જાઓ, સૂઈ જાઓ. એ વેદિયાને કહેજો કે આજે થોડું વાંચીશ તો ચાલશે. રોજ બાર વગાડવાના ન હોય.’ અને નણંદ બોલી
ઊઠી ‘બા, મને ઉપર સૂવા જવા દે ને. ભાભી સાથે સૂઈ જઈશ. મસ્તી નહિ કરું.’ કંઈ પણ બોલ્યા વગર વજ્જરની પકડથી તેનો હાથ પકડી
સાસુજી તેને લઈને સસરાજીના ઓરડામાં જવાને રસ્તે ચાલ્યાં ગયાં.

સૌથી ઊંચે મજલે બેઠેલા પતિ પાસે પહોંચવાને મેં ચડવા માંડ્યું. કેટલાંય બારણાં ઓ ગ્યાં, કેટલીય સીડીઓ ચડી. જાણે ચડવાનો પાર જ
નહોતો આવતો. ઓરડા પછી ઓરડા મારી નજર આગળ ઊઘડતા હતા. કહે છે કે એક વખત આ બધા વસ્તીથી ભરચક હતા. પણ આજે એ
એકલા જ કુળદીપક રહ્યા હતા. શું વળી એ ઓરડા પાછા ભરચક બનશે ખરા? મારા હૃદયમાં કોક અગમ્ય ધબકારો થઈ આવ્યો. મારા પગ કોક
ઝાલી રાખતું હોય તેમ મને લાગ્યું. અનેક યુગ વટાવીને જાણે હું ત્રીજે માળે પહોંચી. ઉપર આવવાને હઠ કરી રહેલી નણંદનો અવાજ નીચેથી
આવતો હતો.

એ પોતાના ખંડમાં બારણા તરફ પૂંઠ કરી ટેબલ પાસે ટેબલ-લેમ્પના પ્રકાશથી વાંચતા બેઠા હતા. એમનો પડછાયો આ તરફના બધા
ઓરડામાં વ્યાપ્યો હતો. મારો પગરવ સાંભળી તે સહેજ ચોંક્યા અને સફાળા ઊભા થવા ગયા. ‘આવો, આવો’ મને તે કાંઈ કહેવા જતા હતા ત્યાં
તો તેમના ખોળામાંની ચોપડીઓ ભરરર કરતી ભોંય પર પડી ગઈ. અને તે વાંકા વળી ભેગી કરવા લાગ્યા.

હું મૂંઝાતી મૂંઝાતી પાસે ઊભી રહી. નીચી વળી તેમને મદદ કરવા જાઉં છું ત્યાં તો એમણે વાંકી કમર પરનું મોં ઊંચું કરી મારી સામે જોયું
અને હસ્યા. એ અંધારામાં પણ એ મોં પર કેવું લોહી ચડી આવ્યું હતું, આટલું અમથું નીચે વળ્યા એટલામાં.

‘ના, ના, હું ભેગી કરી લઉં છું. અંદર બધી કાપલીઓ ગોઠવી છે તે આઘીપાછી થઈ જશે.’

‘પણ આ બધું છે શું? કંઈ પરીક્ષાની તૈયારી કરવા માંડી છે?' મારાથી પુછાઈ ગયું.

‘એવું સ્તો. એક રીતની પરીક્ષા જ સમજો ને?'

‘જીવન હૈ સંગ્રામ, એના જેવું કંઈ?' મને કહેવાનું મન થઈ આવ્યું. પણ તે બહુ ગંભીર રીતે કામમાં લાગી ગયા હતા. મામલો પણ
ગૂંચવાયેલો હતો. હું એમાં હાથ નાખું તો ઊલટું ગોટાળામાં વધારો જ થાય તેમ હતું.
અને ત્યાં સમસમોટ કરતો બહારથી પવન ધસી આવ્યો. અમને બેને એકલાં જોઈને એને જાણે અદેખાઈ ન આવી હોય. કાગળિયાં ઊડાઊડ
કરવા લાગ્યાં. એ એક પકડે ને બીજું ઊડે, બીજું પકડે ત્યાં ત્રીજું ઊડે!

‘જરા બારણાં વાસો ને!' એમના અવાજમાં એક કરણ વિનંતી હતી.

અને હું બારણું વાસવા ગઈ પણ એ વાણ્યું તેવું જ ઊઘડી ગયું. વૈશાખનો પ્રચંડ પવન ફૂંકાતો હતો. છાપરાંનાં નળિયાં મહામહેનતે છાપરાને
જાણે વળગી રહ્યાં હતાં. મેં ફરીથી બારણું વાચ્યું. પણ બહારથી પવન જાણે મારી સાથે હરીફાઈમાં ઊતર્યો હતો. હું વાસું વાસું ને ઊઘડી જાય.

પુસ્તકો-કાગળિયાં ભેગાં કરતાં કરતાં તે બોલ્યા

‘અંદરની પકડ પણ બહુ સારી નથી, તમે બહારથી વાસીને બાજુ ના ઓરડામાં બેસો જરા. આ તમને બોલાવું છું.’

અને હું બહાર ગઈ અને બારણાને બહારથી વાસીને ઊભી રહી.

મિલનની રાત – આ પણ ખરી! હું વિચારી રહી. વૈશાખના વાયરા ફૂંકાય છે. અમારા એ અંદર ચોપડાં ભેગાં કરે છે!

પુસ્તકો, પુસ્તકો! આજે પણ એ જ? પણ એ કેવા દયાજનક, ના ના પ્રેમજનક લાગતા હતા.

વૈશાખના પવનમાં ઊડી ઊડી જતા સાડલાને અને મને મુઠ્ઠીમાં બાંધીને ઊભી રહી.

થોડી વાર પછી અંદરથી ટકોરો આવ્યો, અવાજ આવ્યો. ગૂંગળાયેલો પણ પ્રસન્ન

‘આવો હવે.’

અને હું અંદર ગઈ.

તેમણે ટેબલ પાસે બીજી ખુરશી મૂકેલી હતી. ક્યાંથી આવી એ? પેલી શેતરંજીવાળી પાટ ખાખી બાવા જેવી ધૃણા ઉપજાવતી પડી હતી. મને
થયું. આવતી કાલે આના ઉપર મઝાનું ગાદલું પાથરી દઈશ. તેમણે ખુરશીને હું બેસી શકું તેવી રીતે સહેજ ખસેડી. કેટલી સાલસાઈ!

હું બેઠી. પહેલી વાર તેમની પાસે બેઠી, સામે બેઠી. પહેલી જ વાર અમે બે એકલાં, એકલાં તરીકે, એકલાં બેસવાના હક્ક તરીકે બેઠાં. ટેબલ
પર એક ટાઈમપીસ પડ્યું હતું. એલારામનો કાંટો તેમણે સાડા અગિયાર ઉપર મૂક્યો હતો.

મારું કુતૂહલ સમજી તે જાતે જ બોલ્યા

‘નવાઈ ન ખમશો. મારે સૂઈ જવાને એલારામ મૂકવું પડે છે. નહિ તો કેટલું મોડું થઈ જાય તેની ખબર નથી પડતી. બે-ત્રણ પણ વાગી જાય
છે. વહેલા ઊઠવા માટે ઍલારામ નથી જોઈતું.’ પછી કંઈક મારો વિચાર કરતા હોય તેમ બોલ્યા, ‘તમે ક્યારે ઊંઘી જાઓ છો રોજ? સંસ્કૃતમાં કાંઈ
રસ છે તમને? થોડુંક વાંચવાનું કાઢ્યું છે. સાડા અગિયારે સૂઈ જઈશું. જોકે મને તો હમણાં એક તો થાય છે જ. તમને ઊંઘ તો નથી આવતી ને?’

ઘેરાતી ઊંઘને પાંપણો પરથી મહામહેનતે ઉડાડતાં હું બોલીઃ ‘ના.’ અને તેમણે અત્યંત સંતોષ અને પ્રસન્નતાભર્યું એક સ્મિત કરી ટેબલ
પરથી પુસ્તક ઉપાડ્યું. ત્રણેક ચોપડીઓ અલગ તારવેલી હતી. અને દરેકમાં અમુક અમુક પાનાંઓમાં કાપલીઓ મૂકી રાખેલી હતી.
‘આ જુ ઓ.’ વિદ્વાન પ્રોફેસરની છટાથી તેમણે શરૂ કર્યું. ‘રસરાજ કાલિદાસમાંથી થોડું કંઈક વાંચીએ. તમે જાણતાં તો હશો જ કે ‘કાવ્યેષુ
નાટક રમ્ય તત્ર રમ્યા શકુન્તલા’ અને એમાંય ચોથો અંક અને એમાંય વળી ‘તત્ર શ્લોકચતુષ્ટયમ્' – એ ચાર શ્લોક આપણા આર્યજીવનનું પરમ
ખુશબોભર્યું ઉમદા અત્તર છે. સાસરે જતી કન્યાને પોતાને થતી વેદના અને તેનાં કુટુંબીજનોને, સહિયરોને, તેનાં પાળેલાં પશુઓને, અરે તેણે
ઉછેરેલાં ઝાડપાનને પણ થતી વેદના કેટલી અદ્ભુત રીતે મૂકી છે. મહાકવિ ગેટે શાકુન્તલને માથે મૂકીને અમથો નથી નાચ્યો.’

અરે, એમણે એ ક્યાં વાંચવા કાઢ્યું? ના, ના, એ વાંચીને તો હૃદય હાથ નથી રહેતું. દરેક કન્યાને સાસરિયે વિદાય કરવાની વેળાએ આ
શાકુન્તલનો ચોથો અંક ભજવાય છે. ઓહ, આ જન્મ્યાં ત્યારથી જ્યાં ઊછર્યા, મોટાં થયાં, રડ્યાં, પડછાયાં, કલ્લોલ્યાં, જ્યાં લાડ કર્યા, માબાપના ને
વડીલોના ખોળા ખૂંદ્યા, એ બધું મૂકીને ચાલવાનું, બધુંય ભૂલી જવાનું. અને તે કોને માટે? હૃદયને કોક નવો અનુબંધ ખેંચે છે. એ ગજગ્રાહમાં પેલો
એક નવો માણસ આ બધાંને ખેંચી જાય છે. ઘણું સુખભર્યું દુઃખ છે. એ વેદનાનો અંત પરમ આનંદમાં અથવા કહો કે આનંદની કલ્પનામાં હોય છે.
હું વિચાર કરતી બેસી રહી અને એ એ બધું વાંચી ગયા. એમની નિર્મળ આંખો સ્વચ્છ બુદ્ધિપ્રકાશ રેલતી હતી. મોતીના દાણા જેવા શબ્દોની માળા
તેમની જીભને ટેરવેથી ખરર ખરર સરતી હતી. એમના શબ્દ શબ્દ મારી વેદના પાછી જાગૃત થતી હતી. ના, ના, પણ જીવનમાં એક વાર એ
વેદના અનુભવી લીધી તે ઓછું હતું? હજી પણ એ મારો કેડો નહિ મેલે? પણ એ વેદના અનુભવવા હૃદય વારંવાર તલપતું હતું.

‘બસ, બસ.’ પોકારવાનું મને મન થઈ આવ્યું. ત્યાં તો તેમણે કાશ્યપના છેલ્લા શબ્દો સમજાવ્યા. ‘જુ ઓ, જતી જતી શકુન્તલા પિતાને કહે છે
બાપા, તમે થાકી જશો. પાછા જાઓ હવે.’ ત્યારે નિઃશ્વાસ નાખી ડોસા બોલે છે બેટા, જા, આપણી ઝુંપડીને આંગણે તે વાવેલા નીવારને જોતાં મારું
મન ઠારીશ. હવે જા, દીકરી, શિવાસ્તે પત્થાનઃ સન્તુ.’

‘બાપા, બાપા!' મારું હૃદય રડી રહ્યું અને બોર બોર આંસુ ડબકાવતી મારી મા નજર આગળ આવી. ‘બાપા તો આટલુંય બોલે છે. પણ આ
મૂંગી મા!’ બિચારી શકુન્તલા! એને વિદાય આપવા મા ન હતી!

કવિ! કવિ! મનુષ્યહૃદયની આ અમર વેદના જગતમાં તારા વિના બીજું કોણ આટલી અદ્ભુત રીતે કહી શક્યું હોત? એ એક જબરી
અકળામણ અનુભવી જાણે મારું મન અને હૃદય થાકી ગયાં. એમણે બીજી ચોપડી ઉઘાડી અને સ્થિરતાથી બોલ્યા ગયા

‘સ્ત્રીના હૃદયનું સંવેદન એણે અદ્દભુત રીતે ગાયું છે, તેથી તમે સ્ત્રીઓ ફુલાઈ ન જશો. પુરુષહૃદય ઓછું નથી હોતું હોં!’ કહી તેમણે મારી
સામે નજર નાખી, પણ તે મારી ઘેરાતી આંખ ભાગ્યે જ જોઈ શક્યા હશે. તેઓ બોલ્ટે ગયા

‘આ પુરુરવા, કેટલાક એને ગાંડિયો કહે છે. કદાચ કાલિદાસે એકલાએ જ પુરુષહૃદયનો સાગરઘેરો પ્રેમ વર્ણવ્યો છે. શું દુષ્યન્ત ઓછો દુઃખી
થાય છે? અને આ બાપડો પુરુ ઊર્વશી પાછળ ગાંડો થઈ વન વન ભમે છે. પેલો અજ! અરરર. જગતમાં વિલાપ તો અજ જ કરી ગયો! પણ
જુ ઓ આ પુરૂરવા. કેટલી અલૌકિક રમણીયતા કાલિદાસે મૂકી છે! પુરૂરવા હંસને રોકે છે, કે ઊભો રહે અલ્યા!

‘દઈ દે દયિતા મારી, ચોરી છે ચારુ ચાલ તેં.’

તું તારી ચાલ તો મારી ઊર્વશી પાસેથી ચોરી લાવ્યો છે.’

અને એમ અનેક ચિત્રો એમના સુરેખ શબ્દોથી ઊભાં કરતા ગયા. મારી અર્ધી ઊંઘમાં બીજાં અનેક દૃશ્યો સાથે એ ચિત્રો વણાતાં ગયાં. આ
જ મિસ્ટર મારે ખાતર પુરૂરવા પેઠે ગાંડા થઈ દોડે તો કેવું લાગે! એ ચંપલ, ને એ ધોતિયું ને એ આ વીસમી સદીની સાથે ઊડતી બાબરી ને હાથમાં
એકાદ ચોપડી!

‘કુસુમો પણ અંગ સ્પર્શતાં શકતાં જનપ્રાણ જો હરી,


નહિ શું હથિયાર તો બને હણવા ચઢનાર દૈવનું?’
પણ એ કોમળ ફૂલ જેવી પ્રિયાનો પ્રાણ વિધિએ ફૂલ વડે જ હર્યો એમાં પણ વિધિનું ડહાપણ જ છે. અરે વાહ, કવિ વાહ, શું તારી કોમળ
ભાવના!

અરે પણ, ઊંઘ ઘેરાય છે અને એ તો વાંચ્યું જ જાય છે!

કરુણાના હૃદય પિગળાવતા પ્રસ્તાવને એ વિસ્તારે છે. આહ, એ જાનકીજીનો વિયોગ, એ રામની વેદના, જાનકીજીનો સંદેશ

નાથ હું એવું તપ કરીશ કે,

‘ભૂયો યથા મે જનનાન્તરેડપિ ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ.’

(જેથી બીજા જન્મ વિષે ય ભર્તા તમે જ હો ના કદી યે વિયોગ)

અરે સીતા! આવા ધણીને પણ તું ફરીથી બીજા જન્મમાં પાછી માગે છે! ના, ના. પણ માગે જ. જો પ્રેમ હોય છે તો તે શું એક જન્મમાં પૂરો
થઈ જાય? ચાર દહાડા ચાલતી લાગણીને કોણ પ્રેમ કહેશે? પણ એવો તો પ્રેમ જ ન હોય એમ આજે ઘણાં કહે છે. ભલે કહે. પણ એવી એક
સીતા તો થઈ ગઈ, જેનો પ્રેમ પતિનાં નિષ્ફર લાગે તેવા કર્મો છતાં ઘટ્યો નહિ; કારણ એ પતિનાં સત્કર્મોને કે સગુણોને વરી ન હતી. પતિના
હૃદયને વરી હતી અને એ હૃદય હમેશાં સ્નેહભર્યું ને અચળ હતું. સીતાને છોડ્યા પછી રામ કદી હસ્યા હશે? ના. ના. હું પણ મારું કે

‘તમે જ ભર્તા મુજ જન્મે જન્મે.'

અરે ગાંડાઈ! આવતો જન્મ છે કે નહિ તેની જ આજે કોઈને ખાતરી નથી ત્યાં વળી એ વાયદાના સોદા!

પણ એ અર્ધી ઊંઘમાં હું કેટલાય જન્મોમાં જાણે ફરી આવી.

એમની ધારા અસ્મલિત ચાલતી હતી. વચ્ચે વચ્ચે ‘સમજ્યાં ને?, કેવું સરસ છે!’ એવા તેમના ઉદ્દગારો નીકળતા હતા.

હું મૂંઝાતી હતી. મિલનની નિશ્ચિતતા થઈ ગયા પછી, મળવાની એ ક્ષણ જેટલી દૂર લંબાય તેટલી મધુર બને છે. હજી જરા થોડી વાર પછી,
હજી જરા થોડી વાર પછી. સહજપ્રાપ્ય વસ્તુને ઘડી વાર અપ્રાપ્ય રાખવાનો પણ કેવો આનંદ છે! એમનાં ચોપડાં-બોપડાં ફેંકીને એમને ગળેથી
ખેંચી જવાનું મને મન થયું પણ હું રોકીને બેસી રહી.

હા. હવે અગિયાર તો થઈ ગયા. માત્ર અર્ધો કલાક જ. એ તો રઘુવંશના, કમારસંભવના સર્ગ ઉપર સર્ગ, શ્લોક ઉપર શ્લોક ઉથલાવ્યે જ
જાય છે! વીસ મિનિટ, પંદર મિનિટ, દસ મિનિટ, શંકર-પાર્વતીનો સ્નેહ વર્ણવ્યો. ઉમાનું તપ! અરે બિચારાં, સારો પતિ મેળવવા આ દેવલોકોને પણ
કેટલું વેઠવું પડે છે! અને આજે સારો પતિ નથી મળતો માટે જાણે સમાજને ગુનેગાર, ગણીને ગાળો દઈએ છીએ અમે!

હાશ! હવે આ ઍલારામની ઘંટડી ધણેણશે. ત્યાં તો તેમણે રઘુવંશમાંથી કાંઈક કાઢ્યું

‘બસ, હવે આપણે છેલ્લું વાંચી લઈએ. કાલિદાસની જેમાં બધી ખૂબી ખીલી છે તે આ ઈન્દુમતીનો સ્વયંવર વાંચીએ. આ વેદનાઓનાં
કાંતારોમાં ભમી આવ્યા પછી ભારતની મનોરમ સુહરિત રાજયલક્ષ્મીઓનાં નિતાત્ત રમણીય દર્શન કરીએ. પહેલાં તો સ્વયંવર વાંચવો જોઈતો
હતો, પણ નહિ. આપણે એ પતિપ્રાપ્તિનો ઉલ્લાસ છેવટે જ વાંચીએ.’

અને અદ્ભુત કલ્લોલમાં તે આવી ગયા. મેં ધાર્યું કે ગેટેની માફક એ પણ નાચવા માંડશે અને એક પછી એક રાજવીનાં લક્ષણો, સમૃદ્ધિ,
રાજ્યશ્રીનું નિરૂપણ કરતી એમની વાણી કાલિદાસ પેઠે વહેવા લાગી.
બે સખીઓની વચ્ચે ઇન્દુમતી ચાલી રહી છે, અને સસ સસ કરતી સખી દરેક રાજાનું વર્ણન આપે છે. શું લક્ષણવૈવિધ્ય, શું ગુણવૈશિસ્ત્ર,
શી પ્રકૃતિની ને રાજ્યલક્ષ્મીની સમૃદ્ધિ! પણ બધાય સરસ હતા. અને એ પણ ચકોર હતી છતાંય કેમ કોઈ પસંદ ન પડ્યો? ભિન્નરુચિહિ લોક .

તે બોલ્યા ‘આ જગવિખ્યાત ઉક્તિ, જુ ઓ કાલિદાસે અહીં વાપરેલી છેઃ

‘નાસૌ ન કામ્યો ન ચ વેદ સમ્ય દ્રખું ન સાઃ ભિન્નચિહિ લોક .’

મને થયું ‘હવે આ બંધ કરશે? મારે હવે સ્વયંવર કરવાનો નથી રહ્યો!' આ ઊંઘ તો મને ઘેરી રહી છે.

ત્યાં તે એકદમ ચોંકીને બોલ્યા

‘કવિ, તમેય જમાનાથી પર તો ન જ થઈ શક્યા. તમારો જમાનો જ સપત્નીઓનો હતો. શોક્ય શોક્ય ને શોક્ય. બે શોક્યને ભેગી કર્યા
વગર ચેન નથી પડતું. તે વિના તમને રસ જ હાથ આવતો નથી. આ બિચારો તદ્દન કુંવારો છે તોય એને ઓળખાવતાં તમે કહેવડાવો છો

‘વરી મહા આ કુળવાનને તું, પૃથ્વી સમી હે પૃથુ અંગવાળી! રત્ન ખચ્યા અબ્ધિની મેખલાવતી તું શોક્ય થા દક્ષિણ તે દિશાની!’

‘જોયું? કઈ શોક્ય ખોળી કાઢી? દક્ષિણ દિશાની શોકરા થા? અરે રે કવિ તું!’

અને તે એકદમ શાન્ત થઈ ગયા. બેય હાથ ઉપર માથું મૂકી તે સૂનમૂન બેઠા. મને થયું હવે પૂરું થશે. પણ તે જાણે કશાને ન જોતા હોય તેમ
આંખને દૃષ્ટિહણ કરીને બોલ્યું ગયા

‘કવિ કાન્તદર્શી ખરો, પણ એને ગળથુથીમાંથી મળ્યું હોય તેને બિચારો કેવી રીતે છોડી શકે? પણ એ શું ખોટો હશે? ખરેખર? ના. ના. એ
સાચો છે. સપત્ની વિનાની સ્ત્રી જગતમાં હોઈ જ ન શકે. મોનોગેમી ભલેને ગમે તેટલી ઊભી કરો, પણ પુરુષોને સ્ત્રીપ્રિયાઓ નહિ તો
ચિત્તપ્રિયાઓ તો એક કરતાં વધુ હોવાની જ. એણે દક્ષિણ દિશાને સપત્ની તરીકે ઓળખાવી. આજે શું અમારે સપત્નીઓ નથી? આ કોકને વિદ્યા,
કોકને કળા, કોકને વેપાર, કોકને આ ને કોકને તે! તમે શું ધારો છો?' એ પ્રશ્ન સાથે તેઓ મારા તરફ ફર્યા. મારી ઊંઘની સામે લડવાની છેલ્લી
શક્તિ વાપરતાં મેં કહ્યું, ‘શું?’ અને મારી આંખ ઢળી. આંખ મીંચાતાં મને ઘડિયાળનો કાંટો સાડા અગિયારની નજીક આવેલો દેખાયો. આંખો ફાડી
ફાડીને હું જાગવાનો પ્રયત્ન કરવા લાગી. મનમાં સપત્ની શોક્ય શબ્દ વિકરાળ નૃત્ય કરી રહ્યો હતો. મારે શોક્ય? મારે પણ શોકય હોય?
પરણ્યાની પહેલી રાતે? અને એ વિચારતાંડવથી મુંઝાતી તેમના શબ્દોને માત્ર અર્થહીન બબડાટ બની જતા સાંભળી રહી. મારી ઘેરાતી આંખોએ
છેલ્લે છેલ્લે કશુંક આવું જોયું હોય એમ યાદ આવે છે કે એમનો હાથ એલારામની ચાવીને બંધ કરવા જતો હતો.

એમની બેય હાથ પર માથું ટેકવી બેઠેલી, એમ ને એમ ચોપડી સામે તાકી રહેલી મૂર્તિ મારી સાથે ઊંઘમાં ચાલી આવી એ...ય પાનાં ઉપર
પાનાં મૂંગા મૂંગા ઉથલાવ્યે જાય છે. ઘડિયાળનું ચકચક ચાલ્યા કરે છે. એક મૂકી બીજી, બીજી મૂકી ત્રીજી ચોપડી ઉપાડ્યું જાય છે...

ઝબકીને જાગું છું. સુંવાળા વિશાળ પલંગમાં પડી છું એમ ભાન થાય છે. પણ એ કયાં? બાઘી બની હું બેઠી થઈ જાઉં છું. પલંગમાંથી નીચે
ઊતરું છું. બહારનું તારાનું અજવાળું આછું આછું અંદર આવતું હતું. પાસેના ખંડમાં પેલી ખાખી પાટ ઉપર તે સૂતા હતા. ઘડિયાળના રેડિયમના
આંકડા ઉપર અઢીનો વખત ચિતરાયેલો હતો. અંધારી રાતે જાણે એ મારી મશ્કરી ન કરતું હોય ‘લેતી જા! કોણ જીત્યું? એણે તને ખાટલામાં
સુવાડી, અને પોતે તો સૂતા આ ઓરડામાં એમની વિદ્યાની સાથે, તારી સપત્ની સાથે?'

ખરેખર, પાટની પાસે એક નાની ટિપોઈ ઉપર બુઝાયેલો ટેબલ-લૅમ્પ હતો અને તેમના પડખામાં ચોપડી પડેલી હતી!

કેટલો પ્રેમાળ માણસ!


‘ત્વમેવ ભર્તા, ન ચ વિપ્રયોગઃ!’

અરે, એટલું મેળવવા કેટલાં તપ કરવાં પડ્યાં હશે?

અકથ્ય મૂંઝવણની મારી હું બે ઘડી એમને જોઈ રહી. મને એમણે જ પલંગમાં સુવાડી હશે અને મારી ઊંઘ ન ભાગે એટલા માટે...

પણ મારું હૃદય હાથ ન રહ્યું. હું અગાસીમાં નીકળી ગઈ. લાખો તારાઓ અગાસીમાં ઊભેલી મને એકલીને જોઈ પલકી રહ્યા હતા. એ તો
મારી મશ્કરી હતી કે વધામણી?

હજી નાની નણંદ ઊંઘમાં કણકણી રહી હતી. તેનો અવાજ ઉપર આવતો હતો. અરે બિચારી! દાદરાઓ ખખડે નહિ એમ સંભાળી સંભાળી
હું નીચે ગઈ અને એને ખભે ઉપાડીને ઉપર લઈ આવી. બે જણને સુવાને માટે બનાવેલા એ પલંગમાં અમે બેય નણંદ-ભોજાઈ ઊંઘી ગયાં. ઓહ,
એ નાની નણંદની મીઠી કોમળ હૂંફ એ અધવારી ગયેલી રાત માટે ઓછી ન હતી!

←ખોલકી માજા વેલાનું મૃત્યુ→

Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?


title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/નાગરિકા&oldid=47518"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/માજા


વે લાનું મૃત્યુ
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

માજા વેલાનું મૃત્યુ


પ્રાચીન કાળના કોઈ કુલપિતાની અદાથી માજો વેલો બેઠો હતો. તેના માથે આકાશમાં અદૃશ્ય થતી ડાળીઓવાળા, કોઈ એક તપોવનના વૃક્ષ
જેવા ઊંચા ઊંચા ટાવરની છાયા ઢળી રહી હતી. તેની આસપાસ તેનો ત્રણ ત્રણ, ચાર ચાર પેઢી સુધીનો પરિવાર ફેલાઈને પડ્યો હતો. તેની
દીકરીની દીકરીનાં બે જોડિયાં બાળક તેના બે ખભા પર ટીંગાયાં હતાં. તેનો સાઠ વરસનો દીકરો તેની પડખે જ ઊભા પગ પર માથું ઢાળી બેઠો
હતો. તેના પચાસ વરસન બીજા છોકરાના બે છોકરાની વહુઓ થોડેક છેટે તેમનાં બચ્ચાંને ધવરાવતી ધવરાવતી દોણીઓમાંથી કંઈક વસ્તુઓ
તાંસળીમાં કાઢતી બેઠી હતી. અને એવાં બીજાં અનેક સ્વજનો, જેની સંખ્યા ગણતાં કે યાદ રાખતાં માજા વેલાને આવડતું ન હતું તે બધાં નક્ષત્રના
તારાઓની પેઠે આમતેમ ફેલાતાં બેઠાં હતાં.

સાંજનો શિયાળાનો સાતેકનો વખત હતો. અને તપોવનના યજ્ઞના ધુમાડાની પેઠે કારખાનાનો ધુમાડો સર્વત્ર વ્યાપેલો હતો. યજ્ઞના ધુમાડાની
પેઠે તે પણ આંખોને બાળતો હતો. યજ્ઞના ધુમાડાની પેઠે તેનામાં પણ ગંધ હતી. પણ તે માત્ર ગટરની, સુગંધિત હવિની નહીં. શહેરના કોટ બહાર
મોટરોના એક અડ્ડા પાસે એક ઊંચા ટાવરની પડખે, ફૂટપાથ ઉપર રોજની પેઠે આજે પણ માજા વેલાની સંતતિ ભેગી થયેલી હતી.

સાંજ વેળાએ, પોળના લોકો ખાઈ પરવારવાની તૈયારીમાં હોય ત્યારે માજા વેલાની સંતતિ માથે એક નાનકડું દોણું મૂકી મીઠા તીણા રણકતા
અવાજે ‘માબાપ, કંઈ આલજો કે...’ ના ટહુકા કરતી ગલીએ ગલીમાં ફરી વળતી. અને પોતાનું દોણું ભરાયે પેલા ટાવર પાસેના અડ્ડા તરફ
લહેકાતી ચાલે રવાના થતી. આદમીઓ પોતપોતાના શાકના કે પ્યાલા-બરણીના ટોપલા સાથે કે ખાલી હાથે ક્યારના આવીને બેસતા. જેમ જેમ
દોણાં આવતાં થતાં તેમ તેમ તેમાંની વસ્તુઓને ઇન્સાફ અપાયે જતો. અને છેવટે થોડુંઘણું વધે તે વાસમાં પડી રહેતાં ડોસાંડગરાં માટે લઈ જવાતું.
આજે માજા વેલાને થોડો તાવ આવેલો એટલે ઘણાંએ ના કહેલી છતાં તે આવવા તૈયાર થયો. ગઈ કાલે એક લગ્નમાંથી જે વસ્તુઓ આવેલી
તે પરથી લગન માટે તેનો અભિપ્રાય ઊંચો બંધાયેલો. અને એ લગન, નાત, જમણ બધું જોવા માટે તેની ઉત્સુકતા વધેલી.

‘માજાદાદા, તમને બરાગત ચડી છે ને શું કરવા આવો છો?’ નીકળતાં નીકળતાં તેમના ભત્રીજાએ કહ્યું.

‘અરે બરાગતની મા પરણે!’ માજા વેલાએ ખૂંખારીને કહી નાખેલું અને લાકડીને ટેકે મોટરોથી ભરેલા રસ્તા ઓળંગતો, હોટેલોના ભપકાદાર
દીવા જોતો, માજો વેલો આવીને ટાવરની ભીંતે બેસી પડ્યો. તેને સહેજ હાંફ ચડી, પણ તે થોડી વારમાં બેસી ગઈ.

તેની દીકરીની દીકરીનાં જોડિયાં બાળક તેની આસપાસ બે ગલૂડિયાંની પેઠે વીંટળાઈ તેની મૂછો ખેંચતાં, તેને ખભે ચડી જતાં, તેનો ખોળો
ગૂંદતાં ગેલ કરવા લાગ્યાં. આજે તેને કોણ જાણે કશો ઉત્સાહ ચડી આવ્યો અને ફરીથી એક વાર શહેર જોવાનું એને મન થઈ આવ્યું.

માજો વેલો છોકરાંઓને રમાડતાં, આસપાસ છોકરા-વહુઓની વાતો સાંભળતાં સાંભળતાં, માણસોની ભરાઈને જતા ખટારા, સાઇકલો,
મોટરસાઇકલો, મોટરો વગેરેને જોઈ રહ્યો.

મોટરના અડ્ડા ઉપર એક માણસ સિગારેટ પીતો ઊભો હતો. તેની મીઠી ધુમાડી માજા વેલાના નાકમાં આવી. તેની જીભ સળવળી. પેલા
માણસને ફૂંક લેતો તે તાકીને જોઈ રહ્યો. સિગારેટ પીનારે તે થોડીક પીને નાખી દીધી. માજા વેલાએ તરત એક છોકરાને દોડાવ્યો:

‘જા, લલિયા, પેલી બીડી લઈ આવ.’

‘સિગારેટ, દાદા!’

‘હા, શીગરેટ, માળા શહેરી થઈ ગયા તે બહુ!’ માજા વેલાએ પોતાનો મીઠો અસંતોષ જણાવ્યો અને છોકરો સિગારેટ લઈ આવ્યો તેને, વચ્ચે
વચ્ચે છોકરાને એકાદ દમ ભરવા દઈ, પોતે પીવા લાગ્યો અને આસપાસનાંને કહેવા લાગ્યો:

‘હજી વીજી ન દેખાઈ!’ ‘મકલાને ક્યાં મોકલ્યો છે?’ ‘વા’લડી, તું તો જાણે નકરી વાણિયણ જેવી લાગે છે.’ ‘અરે, ભાણકી, તારી છોડી કેમ
આટલી બધી રોવે છે?’ ‘કલી ડોસી માંદી પડી છે?’ ‘હેં, પેલો મગિયો ઇસ્પિતાલમાં મરી ગયો?’

તેનાં સાઠેક વરસની ઉંમર સુધીનાં ‘છોકરાં’ઓ તેના પ્રશ્નોના ખપજોગા જવાબ આપી વળી પાછાં પોતાની વાતમાં ઢળી જતાં હતાં. છેવટે
માજા વેલાએ એક સવાલ કરી બધાંને ચોંકાવી મૂક્યાં: ‘અને પેલા ધાડમાં ગયા છે તેમની તો તમે કોઈ મને વાતેય નથી કરતા!’

માજા વેલાની પાસે બેઠેલો તેનો પળિયાંવાળો છોકરો એકદમ કાન સરવા કરી બોલ્યો: ‘બાપા, જરા ધીરે બોલો કે! આ પોલીસવાળો અહીં
આંટા મારે છે.’

એવામાં જ અડ્ડા ઉપર આવીને ઊભેલી મોટી ઘર જેવડી મોટરમાંથી એક ઊંચો પોલીસ ઊતર્યો અને કેડ પરનો ડંડો હલાવતો ચાલ્યો ગયો.
તેની પાછળ તુચ્છકારની નજર નાખતો માજો વેલો ધીરેથી બોલ્યો:

‘હવે જોઈ તારી પોલીસવાળી! આ એવા તો સત્તરને ગૂંજામાં ઘાલીને અમે ફર્યા છીએ.’

‘દાદા, એક વખત કહો ને, પેલી તમારી ધાડની!’ તેમનો એક પ્રપ્રૌત્ર આવીને તેમને વળગ્યો. અને માજા વેલાએ પોતે શહેરમાં ધાડ પાડી
હતી તેની વાત કેટલામીય વાર કહેવા માંડી. મોટા માણસોને તો એ વાત જૂ ની થઈ ગઈ હતી એટલે તેઓ પોતાની વાતમાં મચ્યાં રહ્યાં. માત્ર તેમણે
ડોસાને કહ્યું: ‘ડોસા, હળવેથી બોલો, હળવેથી.’
માજા વેલાએ વાત ધીરેથી કહેવા માંડી પણ તેની કહેવાની છટા એવી હતી કે બીજી વાતો કરનારનો એક કાન તો તેના તરફ જ રહેવા
લાગ્યો.

અને માજા વેલાએ ભૂતકાળ ઉખેળવા માંડ્યો: ‘ગામડેથી શહેરમાં અમે આવેલા ત્યારે આ કોટ બહાર દરવાજા કને પડી રહેતા. દાતણ
વેચતા, એંઠ માગી લાવતા, અને રાતને પહોર એકલદોકલ કોઈ મળે તો તેને ખંખેરી લેતા. પણ તે આ દરવાજા આગળ નહીં, હોં કે! આ શહેરને
તો સત્તર દરવાજા છે ને? તે બીજા કોક દરવાજે. અહીં તો ગરીબ ગાય થઈને જ રહેવું પડે ને? અને આ જ્યાં ટાવર છે ત્યાં તો કશુંય નહોતું! –
હા, કશુંય નહીં. એક ઊંડો ખાધરો હતો. તેમાં લોક ઝાડે ફરવા આવે, એંઠ નાખી જાય, પતરાળાં નાખી જાય. અમે તો ઠેરવેલું કે આ દરવાજે કશુંય
ન કરવું. પણ એક વાર લગનગાળો હતો અને તારી દાદી એંઠ લઈને આવતાં ખબર લાવી કે એક ઘાંચણ હજારેક જેટલાના દાગીના પહેરીને
પતરાળાં નાખવા આવે છે. તે મેં તો ઘણોય વાર્યો પણ માળો પેલો નગુડિયો ઝાલ્યો ન રહ્યો અને ઘાંચણને ખંખેરી લીધી. પણ એ તો બહુ બુમાટા
કરવા લાગી. પછી શું થાય? એની ગળચી દાબી દીધી અને ખાડામાં નાખી દઈ નાસી ગયા. હા, પછી એના ભાગનાં ઘરેણાં વેચતાં અમારામાંથી
એક પકડાયો હતો. પણ મારા ભાગનાં તો મેં ગાળી જ નાખ્યાં હતાં. તોય અમને બબ્બે વરસની સજા થયેલી. એ તો અમારી પહેલી મોટી થાપ.’
અને પછી માજા વેલાએ બીજી, ત્રીજી, ચોથી એમ પરાક્રમકથાઓ કહેવા માંડી.

છોકરાંઓ નવાઈભરેલે મોંએ સાંભળી રહ્યાં: ‘હેં દાદા. તે અહીં ટાવરેય નહોતું?’ ‘ના.’ ‘અને દાદા, આ પેલી મોટી બત્તીયે નહોતી?’ ‘ના,
ભાઈ. આવા રસ્તાય નહોતા, અને હાથહાથની ધૂળ, અને કૂતરાંય કેટલાં બધાં, ભસભસ કર્યાં કરે. પણ અમને ઓળખે, હાં કે! અને લોક તે વેળા
તો ખાઈ જાણતા. ઓઢી-પહેરી જાણતા. ભાઈલા, હવે તો એ ખાય છેય શું? હવે તો ઘી વગરના વરા અને તેય મહીં શું મળે? અને હવે બાયડીઓ
ઠાઠવાળી શણગારેલી તો ભારે હોય છે પણ એ તો બધાં ખોટાં ઘરેણાં. ખાલી શોભાનાં. કોઈને ખંખેરીએ તોય માંડ દસ રૂપિયાનો માલ હાથ
આવે!’

‘તે દાદા સિગારેટોય નહોતી?’

‘ના ભાઈ, પહેલે તો લોક હુક્કા પીતા. ને હું ને મારો ભાઈ એક લુવાણાને ઓટલેથી હુક્કો ઉઠાવી લાવેલા. આખી રાત વાસમાં બેસી પીધા
કર્યો. દહાડે તો કાંઈ આપણા વાસમાં બેસી પીવાય? સાતેક સાત અમે હુક્કો પીધો, પછી હુક્કો વહેંચવાની તકરાર થઈ અને અમે પછી ભાંગી
નાખ્યો!’

‘તે દાદા, કહે છે તમે રૂપિયા બનાવતા?’

‘હા!’ માજો વેલો બોલવા જતો હતો પણ એના છોકરાએ તેને રોકી રાખ્યો: ‘બાપા, મૂંગા રહો કે. એ વાત અહીં ના કાઢશો.’

માજો વેલો ઘડીક ચૂપ રહ્યો. વાતો સાંભળવામાં મગ્ન એવું એક છોકરું બોલી ઊઠ્યું: ‘મા, મને ભૂખ લાગી છે.’ અને ઊઠીને મા તરફ જતું
જતું બોલ્યું: ‘દાદા, રૂપિયાની વાત ઘેર જઈને કહેજો, હોં કે?’

‘હા, બેટા! જા, જો કે તારી મા શું લાવી છે?’

‘તે દાદા, તમે કેટલા બધા રૂપિયા બનાવેલા?’ એક બીજા છોકરાએ પૂછ્યું.

‘આટલા બધા!’ હાથને માટલી માય તેવડા પહોળા કરી માજો વેલો બોલ્યો, અને એ પહોળા કરેલા હાથમાં તે છોકરાને તેણે ઉપાડી લીધું.

‘દાદા, તમારી મૂછો રૂપિયા જેવી ધોળી છે, નહીં?’ છોકરાએ માજા વેલાના થોભિયા જોડે રમતાં કહ્યું. ‘માજો વેલો હસ્યો અને મૂછને
હથેળીની પૂંઠથી ઊંચી ચડાવતાં બોલ્યો:
‘ના, બેટા. એ તો સૂતરફેણી જેવી છે, ખંભાતની સૂતરફેણી જેવી!’

‘એ શું દાદા?’ છોકરાની જિજ્ઞાસા વધી.

‘અરે બાપ, તેં હજી સૂતરફેણી નથી ખાધી?’ માજો વેલો જમાના પર અફસોસ કરવા લાગ્યો. ‘અરેરે, અમે જેટલું ખાધું છે તેટલું તેમને
જોવાનુંય નહીં મળે, હવેના લોક શું ખાઈ જાણે?’ અને દૂર બેઠેલા ટોળા તરફ જોઈને બોલ્યો:

‘અલ્યો, કોઈનામાં સૂતરફેણી આવી હોય તો લાવજો આંહી!’

સ્ત્રીઓ જરાક રણકતું હસી. પુરુષોમાંથી કોક ધીમેથી બોલ્યું: ‘ડોસાનેય શું મરતેમરત ભસકા થાય છે!’

‘અલ્યો, કોઈ સાંભળો છો કે નહીં?’ માજો વેલો ફરી બોલ્યો.

‘એ આવશે તો આપશું, દાદા. આ હજી તો દાળભાત આવ્યાં છે.’ કોકે કોમળ અવાજે કહ્યું.

‘એ સારું સારું. ભાઈ, મારે નથી ખાવી, આ તો છોકરાને જરા બતાડવી હતી.’

અને ખરી સૂતરફેણી આવે ત્યાં લગી તેનું વર્ણન કરવાનો છોકરાંઓએ આગ્રહ કરતાં માજો વેલો સમજાવવા લાગ્યો:

‘છે તે તમે છાણાં થાપો છો ને છાણાં, તેવું નાનકડું છાણા જેવું હોય હોં કે.’

‘છી: છી:!’ છોકરાં બોલી ઊઠ્યાં,

‘અરે સાંભળો તો ખરાં! પણ તે ધોળું, સાવ ધોળું, નકરું દૂધ જેવું!’

‘હેં!’ બાળશ્રોતાઓની આંખો આશ્ચર્યથી પહોળી બની.

‘અને ગળી ગળી! અને અંદર કેસર હોય તો પીળી હોય.’

‘પીળી? ખીચડી જેવી?’

‘હા, એવીક. અને અંદર એલચી, બદામ, પિસ્તાં, જાવંત્રી, એવું એવું બધું હોય!’

‘દાદા, એ બધું શું?’ છોકરાં બોલી ઊઠ્યાં.

‘અરે તમે એ બધું નથી ભાળ્યું હજી?’ માજો વેલો નવાઈ પામ્યો. તેને પોતાના છોકરાઓ ઉપર તિરસ્કાર આવ્યો કે આ નાનાં છોકરાંઓને
તેમણે હજી લગી કાંઈ ખવડાવ્યું નથી; બતાવ્યું નથી. તેને કોક ગાંધીની દુકાન ફોડીને બધો સૂકો મેવો છોકરાંઓ માટે લઈ આવવાનું મન થયું.

‘કોક દી દેખાડીશ, બેટા, જીવતો રહ્યો તો!’ તે બોલ્યો.

‘તે દાદા, તમારી મૂછો કેમ ધરૂજે છે?’ એક છોકરું બોલ્યું.

‘અરે દાદાના ખભા પર ધરૂજે છે!’ બીજું બોલ્યું.


‘દાદા, સૂતરફેણી ખાઓ તો મટી જાય?’ ત્રીજું બોલ્યું. ‘રહો કે, હું લઈ આવું.’ અને એમ કહી પોતાના બાપા પાસે જઈ તેને વળગી કહેવા
લાગ્યું: ‘બાપા, દાદાને સૂતરફેણી ખવાડી હોય તો? દાદા ધરૂજે છે!’

તે મોટો માણસ, માજા વેલાનો પુત્ર માજા વેલા તરફ ફર્યો:

‘ડોસા, બરાગત ચડી છે કે શું વળી? મેં ના નહોતું કીધું?’

‘કંઈ નથી, બેટા! એ તો સહેજ ટાઢ વાય છે!’ માજો વેલો બોલ્યો: ‘તમે તમારે કરતા હોય એ કરો; બાપા!’ પણ ડોસાની પાસે આવીને તેના
ભત્રીજા વનાએ ડોસાને હાથ અડાડી જોયો. ડોસાને તાવ ચડવા માંડ્યો હતો. પોતાના શરીર પરની લીલી કામળ ડોસાને તેણે ઓઢાડી ને કહ્યું:

‘લો હવે. બહુ બોલશો મા!’ અને તે છોકરાંને દૂર ભગાડી મૂકવા લાગ્યો. ત્યાં માજા વેલાએ કહ્યું: ‘છો બેઠાં એ મારા કને!’

દાદાની કામળના છેડા રમાડતાં છોકરાં બોલવા લાગ્યાં: ‘દાદા, પેલી રૂપિયાની વાત તમારે કહેવાની છે, હોં! તમે બનાવો ત્યારે અમને એકેક
આપજો, હોં કે? અમારે જોઈએ છે. અને પેલું ખાવાનું પણ, દાદા, અમારે જોવું છે. શું એનું નામ? ઉત્તર... ઉત્તર...’

માજો વેલો હસી પડ્યો: ‘સૂતરફેણી! ખાધી તમે હવે. નામ તો પાધરું બોલતાં નથી આવડતું.’

તે ટાવરની ભીંતને અઢેલી જરા વધુ ઢળ્યો. અને પોતાની આસપાસનાંની હિલચાલો તરફ જોઈ રહ્યો. તેની વહુદીકરીઓ વારેવારે ઊઠબેસ
કરતી હતી. કોક એક દોણું ઠાલવી વળી ફરી દરવાજા ભણી જતી હતી. દૂર દૂરથી બૅન્ડવાજાં સંભળાતાં હતાં. દરવાજાની અંદર આઘે બત્તીઓનો
મોટો ઉજાસ દેખાતો હતો. લોકોનો કોલાહલ રોજ કરતાં વિશેષ હતો.

માજા વેલાને અહીં આવતાં રોકનાર ભત્રીજાને દાદા તરફ વિશેષ વહાલ હતું. તે દાદા પાસે આવ્યો અને બોલ્યો: ‘દાદા, કંઈ ખાવું છે?’

‘ના ભાઈ, આવશે તે ખાઈ લઈશું.’

‘ના, ના. તમે કંઈ સૂતરફેણીની વાત કરતા હતા ને!’

‘ના ભાઈ, એ તો આ છોકરાંને દેખાડવી હતી જરા!’

‘સારું. બીજું કાંઈ જોઈએ છે?’ અને તે પાસે પડેલું બોચિયું ઉપાડી, માથાનું ફાળિયું ઠીક કરતો, હાથમાં લાકડી લઈને ઊપડ્યો. તેને જતો
જોઈ માજો વેલો ચોંક્યો. છોકરો ભરાડી હતો. અને ક્યાંક હાથ લગાવીને ઉપાડી તો જરૂર લાવશે. પણ ઝલાઈ ગયો તો? માળા પોલીસવાળા
હવેના બહુ હોશિયાર થઈ ગયા છે. ના, ના, આજનો દહાડો એણે ખમી જવું જોઈએ, અને માજા વેલાએ જોરથી બૂમ પાડી:

‘વના, એ વના, પાછો આવ, પાછો.’

પણ વનાને તેનો અવાજ પહોંચ્યો નહીં.

દરવાજા પાસેની બત્તીના અજવાળામાં તેની પડછંદ પીઠ માજા વેલાને દરવાજામાં દાખલ થતી દેખાઈ... માજા વેલાને એકદમ થાક ચડી
આવ્યો. એ જરાક ટૂંટિયું વળી વિશેષ લંબાયો.

તેનાથી બેએક હાથ છેટે છોકરાં, તેની પાસેથી આઘાં હટી, આવેલ દોણીઓની સામગ્રી ઉપર ઝૂકતાં હતાં. બેએક તાંસળીમાં દોણીમાંના
પદાર્થો ઠાલવવામાં આવતા હતા. તેમને બેય હાથે લઈ તેઓ ખાતાં હતાં અને ખાતાં ખાતાં કશુંક પોતાને ન ઓળખાય એવું નીકળે કે તરત બોલી
ઊઠતાં હતાં: ‘અલ્યા, ઉતરફેણી! ઉતરફેણી!’

ટાવરમાં દસના ટકોરા પડ્યા. સામેના દરવાજા પાસે પહેરા પર ઊભેલો પોલીસ હટી ગયો. પોલીસને ગયેલો ભાળી માજા વેલાને ક્યાંકથી
એકદમ નિરાંત વળવા લાગી. માજો વેલો પોતાની જાત પર ચિડાયો. સિપઈડાંની બીક લાગે છે ડોસા તને? ના, ના, હજી તો પોતે ધાડમાં જાય એવો
છે! પણ એને વનો યાદ આવ્યો. એ પેલા દરવાજામાં ઘડી વાર ઉપર દાખલ થયો ત્યારે એની પીઠ કેવી દેખાઈ હતી! એ પોલીસના હાથમાં
ઝડપાઈ ગયો તો? એય હજારને ભારે પડે તેવો તો છે. પણ આજે એમ થાય છે કે છોકરો પોતાની કને જ રહે તો કેવું સારું!

‘અલ્યો, કંઈક ઓશીકે મૂકવાનું છે કે?’ થોડી વારે માજા વેલાએ પૂછ્યું.

‘દાદા, આ ટોપલાનો ટેકો કરો.’ કહી એક પ્યાલા-બરણીવાળી છોડીએ ડોસાના માથા નીચે પોતાનો ટોપલો ગોઠવી આપ્યો.

માજો વેલો ‘હાશ’ કરી લાંબો થયો. ‘પથરા માળા ટાઢા લાગે છે, કોઈ દી નહીં ને આજે જ જરા વધારે!’ તેને મનમાં થયું. પણ તે શાંત
પડ્યો પડ્યો પાસે છોકરાં ઉમંગભેર ખાતાં હતાં તેમને જોવામાં મન પરોવવા લાગ્યો.

એક જુ વાન છોડી ઢળકતી ચાલે માથે દોણી લઈને આવી પહોંચી. એ વનાની છોકરી હતી. માજા વેલાને ખાસ વહાલી હતી. તેણે દોણી નીચે
મૂકી ન મૂકી તેટલામાં છોકરાં તેની આસપાસ ફરી વળ્યાં: ‘શું લાવી, ખુડી?’ ‘ખુડી, મને!’ ‘ખુડી, મને!’

‘રહો કે, બહુ સારું સારું લાવી છું. ખમો જરા.’ અને દોણી પર હાથ ઢાંકી બધાંને તે દૂર રાખવા લાગી. છોકરાં ખાવાની વસ્તુઓથી
ખરડાયેલાં તાસળાં હાથમાં લઈ તેની આસપાસ ભમવા લાગ્યાં. રાણીની છટાથી ખુડી બોલી:

‘જુ ઓ, એમ લેનબંધ બેસો જાઓ. દરેકને થોડું થોડું મળશે! હાં, બરાબર, બેસો હવે, આપું છું હોં કે!’ અને તે તેના વહાલા દાદા પાસે
પહેલાં ગઈ.

‘દાદા, ઊંઘી ગયા કે? કંઈ ખાવું છે?’

માજો વેલો સહેજ ઝબક્યો. ખુડીને જોઈ તેની આંખમાં હેત આવ્યું. ઝાંખા અજવાળામાં તે છોડીને જોતો બોલ્યો ‘ખુડી કે? બેટા, શું છે? શું
લાવી છે?’

અને દાદાના કાન પાસે મોં લઈ જઈ ખુડી બોલી:

‘આઇસક્રીમ!’

‘આવી રતે આઇસક્રીમ!’

‘હા, દાદા, એક કલપમાં જઈ ચડી હતી. તે પડિયાના પડિયા મેં ભરી આણ્યા છે. એવો તો સારો છે, દાદા. એક લગીરેક ખાઓ ને!’

‘ના, ના, મને ઠીક નથી.’

‘એ તો મટી જશે દાદા, લગીરેક, તમને મારા સમ!’

અને માજો વેલો ખુડીના આગ્રહથી, થોડોક બેઠો થઈ પડિયો મોઢે વળગાડી આઇસક્રીમ પીવા લાગ્યો. પીતાં પીતાં પોતાની ધોળી મૂછો
પલળતી તેને તે હથેળી વતી સાફ કરતો જતો હતો.
આઇસક્રીમ પીતાં પીતાં છોકરાંઓનું ધ્યાન દાદા તરફ ગયું અને બોલી ઊઠ્યાં: ‘જુ ઓ, જુ ઓ, ’લ્યો, દાદાની મૂછો કેવી લાગે છે!’

અને ખડખડાટ હસવા લાગ્યાં.

આઇસક્રીમનો પડિયો પૂરો કર્યા પછી માજા વેલાને નીચેના પથરા વધારે ટાઢા લાગવા માંડ્યા. તેણે પૂછ્યું:

‘છોડીઓ! કોઈ કને પાથરવાનું છે?’

ખુડી તેની પાસે આવી. દાદાને ધ્રૂજતા જોઈ તેમને ડિલે હાથ અડાડી તે બોલી:

‘માડી રે! દાદા, કેવીક બરાગત તમને ચડી છે! ચાલો વાસમાં જઈએ.’

‘એ તો ઊતરી જશે, બેટા! તારો બાપો હમણાં આવે પછી સૌ ભેગાં જઈએ.’

બીજા આદમીઓ ડોસાની વધારે નજીક આવ્યા અને ‘કાકા, કેમ કંઈ ઠીક નથી વળી?’ ‘આવા ડિલે શું કરવા આવ્યા?’ ‘અરે કેવું ડિલ ધીકે
છે!’ એમ બોલતા તેની આસપાસ બેઠા અને વળી પોતાની વાતોએ વળગ્યા તથા જે જે ખોરાક આવતો જતો હતો તેને ઇન્સાફ આપવા લાગ્યા.

ખુડીએ પ્યાલા-બરણીઓવાળી પાસેથી આવેલાં લૂગડાં ઝૂંટવી લાવીને દાદાની નીચે પાથરી આપ્યાં.

માજા વેલાને હૂંફ વળી: ‘દીકરી, સો વરસની થજે. બેસ બેટા, મારી પાસે ઘડીક બેસ.’ અને તે તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો. અને
મનમાં મનમાં બોલવા લાગ્યો: ‘ખોડિયાર મા! મારી ખોડિયાર મા!’

ખુડી ખોડિયાર માતાની આપેલી હતી. એની બાધાઆખડીઓ માની ડોસાએ છોકરીને જીવતી રાખી હતી. ડોસાને પોતાનાં સગાં
છોકરાંછોકરીઓનાં છોકરાં કરતાં પણ ખુડી પર વધારે વહાલ હતું.

‘બેટા, જો કે તારો બાપો ક્યાંક દેખાય છે?’ માજા વેલાએ પૂછ્યું. એની બેચેની વધવા લાગી.

ખુડી ઊભી થઈ દરવાજા ભણી નજર નાખવા લાગી.

બધાંએ લગભગ ખાઈ લીધું હતું. છોકરાં હજી એક તાંસળીમાં બબ્બે ત્રણ ત્રણ ભેગાં મળી થોડું થોડું બટકાવતાં હતાં. અને દોણીમાંથી
નીકળતી વસ્તુઓનાં નામ બોલતાં જતાં હતાં. માજો વેલો તે સાંભળતાં મનમાં હસતો હતો. ‘ભૂખડીઓ સાવ, છોકરાંય તે કેવાંક! કશું જ લાવતાં
નથી!’

વસ્તીની અવરજવર ઓછી થવા લાગી હતી. આસપાસની દુકાનો બંધ થવા લાગી. દુકાનોના દીવા ઓલવાતા ગયા. દૂર માત્ર એક રસ્તા
વચ્ચે બત્તી સળગતી રહી. જાણે હવે જ રાત પડી હોય એમ લાગતું હતું.

માજા વેલાની નજર એકાએક ટાવર ભણી ગઈ. અધધધ, કેવડોક ઊંચો બાંધ્યો છે! આ જરાક થથરે ને ટૂટી પડે તો? માજા વેલાને ટાવર
થથરતો લાગ્યો. ‘ઘડપણ દેખાવા લાગ્યું તને, માજા વેલા!’ ડોસો મનમાં બબડ્યો. ‘અરે આટલે ઊંચેથી તો અમે ભૂસકા મારીને નાઠા છીએ. આ
દોડતી રેલગાડીમાંથી નીચે કૂદી પડ્યા છીએ.’ અને તેની નજર આગળ પોતાના રોમાંચક જીવનના પ્રસંગો ખડા થવા લાગ્યા. પોતાની આ નવી
પ્રજા પોતાની સરખામણીમાં કેવીક કાયર હતી! ‘આ ઘર ફોડ્યું કે કોકનું ખિસ્સું કાતર્યું, કે ક્યાંક પડેલી ચીડ ઉપાડી આણી! બસ. હા, વનો એક
હતો. ખરો ભરાડી. કંઈક મારું નામ રાખે એવો!’
અને વનો પોતાની પાસે નથી તે તેને યાદ આવ્યું. તે બોલી ઊઠ્યો: ‘વનો હજી ના આવ્યો?’

‘આવતો હશે, ચાલો આપણે હવે જઈએ બધાં.’ કરી કેટલાક આદમીઓએ ઊઠવા કર્યું: ‘ઊઠો દાદા, તમને ઘેર પહોંચાડીએ. કેવાક ધરૂજો
છો!’

‘જાઓ તમારે જવું હોય તો! હું ને વનો જોડે આવીશું!’ કહી ડોસો ટાવર ભણી પડખું ફરી ગયો.

‘લો આવ્યા, આવ્યા, મારા બાપા આવ્યા!’ ખુડી બોલી ઊઠી. ડોસાએ ડોકું ફેરવ્યું. સામેના દરવાજામાંથી વેગભેર પણ સાવધાનીથી લપાતો
વનો આવતો હતો. બધાં આતુરતાથી તેની રાહ જોવાં લાગ્યાં.

વનાએ પાસે આવી લૂગડામાં વીંટેલો એક કંડિયો નીચે મૂક્યો. છોકરાં કંડિયાની આસપાસ ‘શું છે?’ કરતાં વીંટળાઈ વળ્યાં.

‘બધુંય છે!’ વનો થોડુંક ચિડાઈને બોલ્યો.

‘ઉતરફેણીય છે?’ પેલા નાના જોડિયામાંથી એક બોલ્યું.

‘હા!’ કહી વનો હસ્યો. અને કંડિયો ખોલવા લાગ્યો.

‘ધોળા છાણા’ જેવી એક મઘમઘતી વસ્તુને તેણે કંડિયામાંથી બહાર કાઢી. અને તેને ભાંગી ભાંગી વહેંચવા માંડી.

‘અલ્યો, તમે દાદાને કંઈ ખવાડ્યું કે નહીં? ખવાડ્યું? આઇસક્રીમ ખવાડ્યો? ખુડીએ? અરે વાહ રે વાહ. લાવો, દાદાને એક તાસળી
આપો.’ એક તાંસળી લઈ તેમાં કંડિયામાંથી આણેલી બધી વસ્તુઓ થોડી થોડી મૂકી તે ડોસા પાસે લઈ ગયો: ‘દાદા, થોડુંક ચાખશો કે?’

માજો વેલો બેઠો થઈ ગયો. હંમેશની ખાવાની ટેવ પ્રમાણે તે બેય પગે ઊભો બેઠો. જમણા હાથમાં તાંસળી લીધી અને ડાબા હાથથી અંદરની
વસ્તુઓને અડવા લાગ્યો.

‘બધે અંધારું થઈ ગયું છે. કશું દેખાતું નથી. શું શું લાવ્યો છે?’

‘તમે ઓળખો ને દાદા!’ વનો સહેજ હસીને બોલ્યો.

‘એમ કે?’ માજા વેલાએ સામે હસીને કહ્યું અને દરેક ચીજમાંથી એકેક બટકું લેતાં તે બોલવા લાગ્યો: ‘આ તો જલેબી, આ તો હલવો છે, હેં,
આ મેસૂર છે. આ કળીનો લાડવો? આ શું મગસ કે મોહનથાળ? અને અરે આ, હેં, શું સૂતરફેણી પણ લાવ્યો છે?’ અને તેણે વનાને પાસે બોલાવી
કાનમાં પૂછ્યું: ‘ક્યાંથી ઉપાડી લાવ્યો બધું? હેમખેમ છે ને બધું?’

‘ખોડિયાર મા બધું હેમખેમ રાખે છે, દાદા! તમે તમારે ખાઓ ને!’ અને ઊઠીને તેણે કંડિયાની વસ્તુઓ બધાને વહેંચી દીધી અને કંડિયાને
દૂર એક કચરાપેટીમાં નાખી આવ્યો.

ઊભે પગે બેઠો બેઠો માજો વેલો પરમ સંતોષથી ખાવા લાગ્યો. ખાતાં ખાતાં તેની ટેવ પ્રમાણે તે મૂછોને હથેળી વતી ઊંચી ચડાવતો જતો
હતો. સૂતરફેણી ખાતાં ખાતાં તેને ખંભાત યાદ આવ્યું. દરિયાની ભરતી તેને દેખાવા લાગી. હા, એ તો જિંદગીની મોટામાં મોટી થાપ હતી.
ખંભાતમાંથી હાથ મારી સીધા એક હોડકામાં બેસી કાઠિયાવાડમાં ઊતરી પડ્યા હતા. અને દરિયામાં એકલી સૂતરફેણી જ ખાયા કરી હતી! છેવટે
છોકરાંને ઉદ્દેશી માજો વેલો બોલ્યો:
‘અલ્યાં, ખાધી કે સૂતરફેણી?’

‘હા, દાદા, આ કે?’ એમ બોલતાં બોલતાં બેચાર છોકરાં તેની પાસે આવ્યાં અને સૂતરફેણીનું એકેક બટકું દાદાને ધરતાં બોલ્યાં: ‘લ્યો દાદા,
ખાઓ, ખાઓ! ખાઓ દાદા!’

‘બહુ ખાધું, બેટા! હવે તમે ખાઓ, ખાવા જેવાં થયાં છો!’ અને તે એકદમ બોલી ઊઠ્યો:

‘વના!’

તેનો અવાજ બદલાઈ ગયો હતો. વનો સફાળો તેની પાસે આવ્યો.

‘શું છે દાદા?’

‘મને પકડ જોઈએ, બેટા! મને કંઈક થાય છે!’

વનો ડોસાની પાસે બેસી પડ્યો.

‘મને અઢેલવાનું કંઈક દે તો!’ ડોસો બોલ્યો. તેનું આખું શરીર કાંપવા લાગ્યું.

વનાએ માજા વેલાના શરીરની આસપાસ કામળને ચબદીને લપેટી અને કહ્યું, ‘દાદા, મારા પર આડા પડો.’

‘ખુડી ક્યાં છે, મારી મા, ખોડિયાર?’

‘આ આવી દાદા!’ કહેતી ખુડી દૂર ઊભી હતી તે નજીક આવીને બેઠી.

માજો વેલો બોલ્યો: ‘આવ, મારા દીકરા, સો વરસની થજે.’ કહી તેણે ખુડીને માથે હાથ મેલ્યો: ‘વના, મારી ખુડીને સારો વર પરણાવજે, હોં
કે!’ અને ‘ખોડિયાર! ખોડિયાર મા મા!’ બોલતાં ડોસાએ ભત્રીજાના ખોળામાં માથું ઢાળી દીધું.

વનાએ માજા વેલાના હાથમાંથી તાંસળી લઈને નીચે મૂકી. ડોસાએ લગભગ બધું ખલાસ કર્યું હતું. ડોસાની મૂછો વનાએ હાથ ફેરવી ચોખ્ખી
કરી.

‘શું થયું? શું થયું?’ કરતાં બધાં તેની આસપાસ ભેગાં થઈ ગયાં.

‘કંઈ નથી થયું!’ વનો દૃઢ અવાજે બોલ્યો: ‘કોઈએ રડવાનું નથી. ખબરદાર. ડોસા સુખી થઈને ગયા છે!’

બધાં ઉપર એક શાંતિ છવાઈ રહી. બેએક જણે ભેગા મળી માજા વેલાને ઉપાડવા પ્રયત્ન કર્યો. પણ છેવટે વનો બોલ્યો: ‘નહીં ફાવે એમ
તો.’ અને છેવટે તે એકલો જ ડોસાને પોતાને ખાંધોલે નાખી ચાલવા લાગ્યો.

તેની સાથે ધીરે ધીરે ચાલતી માજા વેલાની ત્રીસેક જણની સંતતિ અંદર અંદર ધીરેથી વાતો કરતી ચાલવા લાગી: ‘માજો વેલો બહુ સારું
મોત પામ્યા. બહુ સુખી મોત. બહુ સારું મોત!’

[‘પિયાસી’]
←નાગરિકા પની→

Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?


title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/માજા_વેલાનું_મૃત્યુ&oldid=47519"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/પની


< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

પની
ફડ! ફડ! ફડ!

એ સંત તુલસીદાસનું રામાયણ જ ભજવાતું હતું.

ઝીણિયો ખરો તુલસીભક્ત હતો. ચારેક તુલસીની માળાઓ પહેરતો, કાળા કપાળમાં ગોપીચંદનનું ટીલું કરતો અને સામેના મંદિરના બાવાજી
તલસીરામાયણ વાંચતા હોય ત્યારે સૌ કરતાં વધારે ભક્તિભાવથી તે સાંભળતો. આજે વહેલા પ્રભાતે જ તેણે તુલસીદાસને યાદ કર્યા હતા કે ‘ઢોર
ગમાર શુદ્ર અરુ નારી, યે સબ તાડન કે અધિકારી!'

હું ચોકીને પથારીમાં બેઠો થઈ ગયો. કમળા ‘વસન્તવિજય' ભણી નહોતી. નહિ તો જરૂર બોલી ઊઠત કે, ‘નહિ નાથ! નાથ! ન જાણો કે
સ્હવાર છે.’ તેણે તો બરછટ લોટ જેવા કરડે અવાજે મને સુણાવી દીધું કે, ‘સૂઈ રહો છાનામાના! વારવા ગયા તો બિચારીને વધારે માર પડશે.'

અને હું ચુમાઈને પથારીમાં પડ્યો પડ્યો અમારા દખણાદા કરાની અડોઅડ પતરાંના ઊભા કરેલા ઓરડામાં તુલસીપ્રસાદનું થઈ રહેલું
વિતરણ સાંભળી રહ્યો.

રોજ તો હું અમારા મેડા નીચે, મેડા પર ચડવાના રસ્તામાં જ બંધાતી ભેંસને દોહવાનો સણણણ ચણણણ અવાજ થતો ત્યારે જાગતો. પણ
આજે તો ઝીણિયાએ જ એલારામ વગાડી મેલી. જય રઘુવીર!

ફડફડ અવાજ થોડી વાર ચાલુ રહ્યો અને પછી તે દબાવેલા છતાં કાળજું વીંધી નાખે તેવાં ડૂસકાં સંભળાવા લાગ્યાં. હું ઊઠીને બે હાથની
પહોળાઈના અમારા છજામાં જઈને ઊભો. ઝીણિયો ખૂંખારતો બહાર નીકળ્યો. એના એક હાથમાં બીડી હતી, બીજામાં કળશે જવાનો લોટો. જાણે
કંઈ જ ન બન્યું હોય તેમ બીડી ફૂંકતો તે ચાલ્યો ગયો. ભીંત પાછળનાં ડૂસકાંને વારતી કમળા બોલી

‘પની! પની! લે બેન, છાની રહે હવે.’ અને માનો હાથ ફરતાં બાળક છાનું રહે તેમ ડૂસકાં અટક્યાં.
હજી વાદળ લાલ થયું ન હતું. ભેંસ દોહવાવાનો અવાજ સાંભળવા હું ઉત્સુક હતો. સામેના મંદિરમાં બાવાજીએ હજી પરભાતિયાં શરૂ
નહોતાં કર્યા. ત્યાં તો થોડી વાર ઉપરનો અવાજ લાઉડસ્પીકરમાંથી આવતો હોય તેમ ફટાફટ! ફટાફટ! તથા ‘તારી બૂનને હાહુ કરું'નાં સુભાષિતો
સંભળાવા લાગ્યાં. સમજાયું, તુલસીદાસજી! ભેંસ દેતી ન હતી એટલે આ મંત્રતંત્રપ્રયોગ અજમાવતો હતો. મારો, બાપુ અમારે તો દૂધનું કામ. ઠીક.
આ એલારામની અસરથી તો હવે બપોરે છોકરાં ભણાવતાં પણ ઊંઘ નહિ આવે.

‘આટલા બધા વહેલા ઊઠ્યા છો પણ દહાડે નહિ સૂવા દઉં, હોં! રામનવમીની રજા છે ને?' કમળાનો ચાદરમાંથી ગોટપોટ થતો અવાજ
આવ્યો.

હો! હો! રામનવમી! કેટલો ભુલકણો! જેને આખી નિશાળ યાદ રાખવા તલસે તે રજાનો તહેવાર જાહેર કરનાર હું પોતે જ તેને ભૂલી જાઉં!
કળજુ ગનો જ પ્રતાપ!

અને આજે રામનવમી છે એ હકીકતથી જ આજનો દિવસ આમ તાડનસંગીતથી શા માટે શરૂ થયો તેનો ખુલાસો મળી ગયો. તાડનનાં ચાર
અધિકારીમાંથી બને તો તુલસીપ્રસાદ મળી ગયો હતો. શૂદ્ર અને ગમાર બે બાકી હતા. જોઈએ તુલસીદાસ ખરેખર કાંતદ્રષ્ટા હતા કે નહિ તે આજે
રામનવમીએ જ સમજાશે.

અને સમજાયું કે તે હતા જ. થોડી જ વારમાં ગામના મુખી એક અંત્યજનને ખાસડે ખાસડે મારતા કનેના રસ્તેથી નીકળ્યા. ‘સાલી જાત વંઠી
છે! તે ખેતરમાં નહિ આવું! તે તું નહિ આવે તો તારો બાપ આવશે!’

અને હવે ચોથો અધિકારી કોણ થશે? થડ દઈને મારા માથામાં કશું અફળાયું. કમળાએ ફેંકેલું એ દાતણ હતું. માથું ચંચવાળતાં મેં દાતણ
મોંમાં ખોલ્યું.

મંદિરની ધજાને સૂરજ ભગવાનના હાથ સૌથી પહેલાં અડ્યા અને હાર પાઠાન્તર ‘ઢોલ' પણ હોય તો તેના ઉદાહરણ રૂપે રોજના કરતાં
વિશેષ કડેડાટીથી મંદિરમાં નોબત વાગી. ધન્ય પ્રભુ!

તુલસીદાસે રામનવમીએ ગાવાનું ગીત લખ્યું હોય તો તે શોધવા હું આશ્રમ ભજનાવલિ' લેવા ઘરમાં ઊપડ્યો. આવ્યું, આવ્યું હાથ.

શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન

હરણ ભવભય દારુણં

નવકંજલોચન કંજમુખ...

હું મોમાં દાતણ સાથે ગણગણવા લાગ્યો. ત્યાં દાદર પર ખખડાટ થયો. સાગરમાંથી નીકળતી લક્ષ્મી પેઠે પની દૂધનો વાટકો લઈ ઉપર
ચડતી હતી. મને જોઈ તે ખમચાઈ, મલકી અને તરત જ પોતાના મરકતા હોઠને લૂગડાના છોડાથી ઢાંકી લઈ દાદરો ચડી રસોડામાં ચાલી ગઈ.

આજે પર્વને દિવસે વિશેષ શુચિતા પ્રાપ્ત કરવા મેં પોણો-એક કલાક દાતણ ચલાવ્યું. સૂરજ નારાયણ ઠેઠ મંદિરને છાપરે ચડી આવ્યા. મંદિર
અને અમારા ઘરની વચ્ચે આવેલા કૂવાની દોઢેક હાથની પાળ પર તેમનાં તેજ પથરાયાં. એકેક બબ્બે સ્ત્રીઓ પાણી ભરી ભરીને જતી હતી અને
તેમનાં બેઢાનાં ખાલી પારણાંમાં પાણી નહિ પણ તેજથી ભરેલાં કચોળાં જાણે મૂકી જતી હતી.

એ કૂવા ઉપર પની પણ અમારું પાણી ભરતી હતી. પાણી ખેંચતી પનીને હું તો જગતનું શ્રેષ્ઠ કહું. આટલો માર પડ્યા પછી પણ સ્ફૂર્તિથી
અને સ્વસ્થતાથી એ કામ કરતી હતી. તે કમરથી ઝૂકી સરસરાટ ઘડો મુકતી અને હાથને ઠેઠ માથા સુધી ઊંચો લઈ જઈને ચારેક લાંબે લસરડે ઘડો
ઉપર થઈ આવતી. જોનારની આંખ તેના હાથની ગતિ સાથે કૂવામાં ઝબકોળાતી અને આકાશમાં ઊછળતી.

‘પાણી થઈ ગયું છે. પહેલાં નાહી લો. પછી જ ચા મળશે!' કમળાની થઈ અને નહાતાં નહાતાં જ મોં ધો લોઈ લેવાનું વિચારી, સાબુ અને
ધોતિયુંટુવાલ લઈ દાદરો ઊતરી અમારા દશદિશાથી ઘેરાયેલા ઓટલિયા બાથરૂમ ઉપર હું પહોંચ્યો.

પની ગરમ પાણી લઈ ગઈ હતી.

‘નહાવ માસ્તર સાબ, હું ટાઢું આપું છું.' કહી પાણીનો ભરેલો ઘડો લઈ પની કને ઊભી રહી. આ સહેજ રમતિયાળ છોકરી કોક કોક વાર
કહેતી કે, ‘માસ્તર સા'બ, ચાલો, તમારા નહાવાનો રેલો ઠેઠ ભાગોળે મોકલું!' અને આજે જાણે એવા જ ચડસે તે ચડી ગઈ.

ગરમ પાણીથી શરૂ કરેલું જ્ઞાન છેવટે કૂવાના હૂંફાળા પાણીનું સ્નાન જ બની રહ્યું અને નહાતાં નહાતાં મારી દૃષ્ટિ સામે કુવા ઉપર પાણી
ખેંચતી. પનીના શરીરના ગતિ-કાવ્યને જોવામાં મગ્ન થઈ ગઈ. તેનું ઓઢણું કલ્લી થઈ એક બાજુ એ ખેસની પેઠે લટકતું હતું. કાપડાની કસને છેડે
ફૂમતું ઝૂલતું હતું. કેળના પાન જેવો તેનો વાંસો કુમળા પ્રકાશમાં તગતગતો હતો અને કંઠી પહેરેલી ડોક પર ગોઠવાયેલા ઘાટીલા અંબોડામાંથી
થોડાક બહાર રહી ગયેલા વાળને વાંકડિયું છોગું તેની ડોક સાથે ઊંચુંનીચું થતું હતું.

‘અરે, ગમાર છો કે શું તમે? નહાવાનું બંધ રાખો કે હવે કચરો નાખું!’ કમળાનો છજામાંથી અવાજ આવ્યો ને આપણે ઝટ લઈને માથે ટુવાલ
ઓઢી લીધો. કારણ કચરો પડ્યો તો મારે જાતે જ પાણી ખેંચીને તે સાફ કરવો પડે તેમ હતું.

અને રામનવમીના લગભગ નવ વાગ્યે હું, કમળા અને પની તુલસીપ્રતાપે પ્રાપ્ત થયેલા દૂધવાળી ચા પીવા બેઠાં. સોડિયામાંથી હાથ કાઢી
પનીએ કપ લીધો. મારી સામે મલકી અને ટેવ પ્રમાણે લૂગડાથી હોઠ ઢાંકવા ગઈ; પણ એમ તો ચા પીવાનું અટકી પડશે જાણી વધુ મૂંઝાઈ. છેવટે તે
હસીને મારી તરફ પૂંઠ કરીને બેઠી. એ પૂંઠ જોતાં મને આજે સવારમાં સૌથી પહેલાં સાંભળેલો અવાજ યાદ આવ્યો. હું કમકમી ઊઠ્યો. પણ પની
પૂરી સ્વસ્થતાથી ચા પીતી હતી.

(૨)

એક નાનકડા ગામમાં આમ દહાડા ગુજરે છે. આપણે ‘નેહાર્યો’માં ભણાવવા જઈએ છીએ. કમળા બેઠી બેઠી રોફ લગાવે છે. પની અમારું
પાણીછાણી કરે છે. અમારા ઘરનો ધણી ભેંસ ઉપર દહાડા ગુજારે છે. સામે મંદિરમાં આરતી થાય છે. ઘર કને થઈને રસ્તા ઉપર આખા ગામનું
લોક પસાર થાય છે અને ફળિયાની વચ્ચે આવેલા કૂવા ઉપર પાણી ભરનારીઓની ઠઠ જામે છે ને કવાની આસપાસ મઝાનો કાદવ તૈયાર થાય છે.

ગામડાગામમાં સૌથી વધુ આબરૂદાર કોઈ હોય તો તે નિશાળનો માસ્તર. પછી ભલેને તેનો પગાર પંદર કે પચીસ રૂપરડી હોય – એવા
આબરૂદારની ધણિયાણી કમળા આમ ફળિયામાં કહો કે આંગણામાં કૂવો હોય છતાં કાંઈ જાતે પાણી ભરવા જાય? અમારા પાડોશમાં જ એટલે કે
આ દખણાદા કરાની પાસે ઊભા કરેલા પતરાના ખોરડામાં રહેતા એક ઠાકરડાની વહુને અમે, ના ના કમળાએ કામ કરવા બાંધી. પણ એ નોકર
હતી કમળાની, મારી નહિ. હું કંઈક કામ ચીંધું અને કમળાનો મિજાજ ઠેકાણે ન હોય તો તરત તેને હુકમ મળી જતો ‘રહેવા દે પની. થશે એ તો.
જા. આટલું કરી આવ.'

પણ કમળામાહાત્મ્ય અહીં લંબાવવા ઇચ્છા નથી. પની ભારે કામઢી હતી. અમારા જેવાં બીજાં પાંગળાં બૈરાંવાળાંને ત્યાં પણ તે કામ કરતી
હતી. સીમમાંથી ઘાસ વાઢી લાવતી હતી અને ઝીણિયાનું ઘર સંભાળતા હતા. ચામડાના સાટકા જેવી એની બાવીસેક વરસની કાયામાં કદી થાક
દેખાતો ન હતો. તેના શામળા પણ નમણા મોં પર હંમેશાં મારે માટે એક મિત રહેતું. મને જોઈને એ પહેલાં તો શરમાતી; પણ પછી તો એની
લાક્ષણિક રીતે તે મરડાતા હોઠ પર લૂગડાની કિનાર ઢાંકી લેતી અને તેની એકલી હસતી આંખો તે પહેલાં કરતાં પણ વધારે આકર્ષક લાગતી.
પનીની અમારે ત્યાંની ડ્યૂટી વહેલી સવારથી શરૂ થઈ જતી. નીચેથી પટેલને ત્યાંથી દૂધ લઈને તે ઉપર આવતી. અમારી સાથે ચા પીતી
અને પછી પાણી ભરીકરીને તે સીમમાં ચાલી જતી. બપોરના વાસણમૂસણ તો હું ‘નેહાર્ય’માં ગયો હોઉં ત્યારે પતતાં.

કામવાળી આટલી પડોશમાં જ મળી ગઈ એથી ગણતરીબાજ કમળા બહુ પ્રસન્ન રહેતી. ભવિષ્યમાં ચોવીસે કલાકની શેઠાણી થવાની
આવડત તે બરાબર કેળવતી જતી હતી. પણ એક સગવડ ઊભી કરીએ છીએ ત્યાં બીજી અગવડ ભગવાન મોકલી જ આપે છે!

અમે થોડા જ દિવસમાં જોઈ લીધું કે પનીને એનો ધણી ઝીણિયો ઢોર માર મારે છે. અમે ખાવા બેઠાં હોય ને સમમમ થડ કરતો એક અવાજ
કરા પાછળથી આવે ને મારા હાથમાં કોળિયો થંભી જાય. આડી ભીંત હતી એટલે આંખોને તો દેખાતું ન હતું. પણ આ અમારાથી ચારેક ડગલાં પર
જ આ તુલસીપ્રસાદ વહેંચાઈ રહ્યો છે એ ખ્યાલ આવતાં મારા હોશકોશ ઊડી જતા. કમળા દાળનો સબડકો ચસચસાવીને મોંમાં ઠેલતી અને
આથેલું મરચું કરડતાં બોલતી, ‘સીધેસીધા ખાઈ લો હવે.’

ગામડાગામમાં મહેતાજીને રહેવા જેવાં બહુ ઘર હોતાં નથી; નહિ તો અમે ઘર બદલી નાખ્યું હોત. પહેલાં એક-બે વાર દયાથી પ્રેરાઈ હું
પનીને બચાવવા ગયો હતો. પણ પછી જણાયું કે મારી એ દખલગીરીને લીધે પનીને રાહતને બદલે વિશેષ માર જ મળ્યો હતો. એ ગુજરતા
ત્રાસની પાડોશમાં બને તેટલો જીવનનો લહાવ લેતાં અમે રહેતાં હતાં.

ઝીણિયો લગભગ આધેડ હતો. કેડેથી જરા વાંકો વળેલો હતો. માટી જેવો રંગ અને કરડકણી આંખો અને પાતળી મૂછોમાં તેનો ચહેરો ઘણો
અળખામણો લાગતો. તે એક મોટા બાગમાં રાતે રખેવાળીનું કામ કરતો અને દિવસે કનેના શહેરમાં જઈ વખત બગાડતો અને કારણ હોય કે ન
હોય તોય બૈરીને મારઝડ કર્યા કરતો. સાંભળ્યું હતું કે તે ઘણો વહેમી હતો. તેની પહેલી વારની સ્ત્રી તેને મૂકીને નાસી ગઈ હતી. એટલે આ
નબાપી, મામાએ પરણાવીને વેઠ ઉતારેલી, સોહામણી પની ઉપર તે બરાબર કબજો રાખવા મથતો હતો. રાતે તે ઘેર એક બે આંટા ખાઈ જતો
અને પની પેશાબપાણી માટે ઘડી બહાર ગઈ હોય તોય વહેમાઈને મારતો.

પણ એ તો હોય. એમ જ ચાલે. શરીર પર સોટા પડે તે વાગે તો દરેકને જ. પણ ભગવાને જગતમાં હજી પૂરો સામ્યવાદ સ્થાપ્યો નથી તે
સદ્ભાગ્ય છે. પનીની શક્તિ અજબની હતી. આ માર પણ ભૂખ પેઠે જ ભગવાને આપેલી વસ્તુ છે એમ માની તે શાંતિથી દહાડા કાઢતી હતી.
આંખનાં આંસુ લૂછતી તે થોડી વારમાં જ કામે ચડી જતી અને મને જોતાં પહેલાંના જેવું જ પણ સહેજ વિષાદભર્યું સ્મિત કરતી.

(૩)

ઉનાળો ગયો. આષાઢ બેઠો. ચોમાસું આવ્યું. અને અમારા માથા પરનાં તથા પડોશના ઓરડાનાં છાપરાં પરનાં પતરાં પર વર્ષોનું તડાતડ
સંગીત શરૂ થયું. પનીના છાપરાનાં પતરાં જૂ નાં અને કાણાં પડેલાં હતાં. જેવી ઉપરથી વર્ષાની ધારાઓ પડતી તેવી જ એના ઓરડામાં પણ પડતી
હતી. ચોમાસામાં પની મોટે ભાગે ભીંજેલી જ રહેતી. એના માથા પર ઓઢણું લગભગ ચોટેલું જ રહેતું. મોં પર આડાંઅવળાં બે-ચાર પાણીનાં ટીપાં
બાઝેલાં જ હોય અને કાપડાની બહારના હાથ તથા પોયણા જેવી પાતળી ચામડીવાળું, ઘેરદાર ઘાઘરાના નેફામાં અર્ધી ઢાંકેલી અને અર્ધ ઉઘાડી
નાભિવાળું તેનું પેટ પાણીથી ભીંજાઈને આછી ચળક માર્યા કરતાં.

કોણ જાણે કેમ. હમણાંહમણાંની મારઝૂડ ઓછી થઈ લાગતી હતી. મને કંઈ કારણ ન સમજાયું, એક દિવસ સાંજે જમી કરીને અમે બેઠાં હતાં
ત્યારે કમળાએ વાત ઉપાડી.

‘આપણે બીજી કામવાળી શોધવી પડશે!'

હું ચમક્યો. પનીનું કામ તો બરાબર હતું: પણ કમળાને મારા સવાલના જવાબ આપવાની ટેવ ન હતી. તે સત્તાશીલ અવાજે પોતાનું
કથિતવ્ય બોલી નાખતી. તેમાં તમારે સવાલ કરવાનો હોય જ નહિ. માત્ર અમલ જ કરવાનો હોય.
‘પની છે તે બેજીવસોની છે. હવે બેચાર મહિનામાં એને સુવાવડ આવશે. અને અહીં તો ધાર્યા નોકરેય મળે તેમ નથી; માટે ભાળમાં રહેજો.
બેએક મહિના માટે તો જોઈએ જ. એ લોક તો દસ દહાડામાં ઊભાં થઈ જાય. પણ આપણાથી કાંઈ સવા મહિનો પૂરો થયા વગર રખાય નહિ.'

‘ભલે!' કહી મેં માથું ઝુકાવ્યું. મને વાંચતો મૂકી કમળાદેવી પોઢી ગયાં.

હા, હવે મને સમજાયું. પનીના મોંની રેખાઓ વધારે પુષ્ટ થવા માંડી હતી અને એના ખુલ્લા રહેતા પેટ પર ચણિયાનો નફો નાભિને ઢાંકી
ધીરે ધીરે ઊંચો ચડ્યો જતો હતો. ખરેખર પનીમાં જાણે નવો જીવ આવ્યો હતો.

બીજે દિવસે મેં કહ્યું, ‘નોકર તો શોધી લાવીશ પણ પનીને આપણે પગાર તો આપવાનો ચાલુ રાખીશું ને?'

‘શું કહ્યું તે?' જાણે મારો સવાલ જ અશકય હોય તેમ કમળાએ પૂછ્યું અને પછી ઉમેર્યું, ‘એ તમારે જોવાનું નથી. હું કહું તેટલું કરો.’

અને મારી કનેથી ઊઠીને તે ચાલી ગઈ.

નોકરની શોધમાં મને બહુ સફળતા ન મળી.

શ્રાવણ બેસી ગયો હતો. છજામાં ઊભો ઊભો હું સોમવારની અર્ધી રજાનો લહાવો લેતો હતો. કમળા અંદર ઓટલા આગળ માથે ગૂંથતી
બોલતી હતી

‘યાદ રાખજો, નોકર વગર હું હેરાન થવાની નથી. બધું કામ તમારે માથે ના નાખી દઉં તો! પાણી ભરાવીશ અને વાસણેય મંજાવીશ! આ
નોકર જાતનો શો ભરોસો? કાલે ઊઠીને ક્યાંયે હોય! આ છાપરીનું ભાડું નથી આપ્યું તે કઈ ઘડીએ ઘરવાળો ખાલી કરાવશે તે શું કહેવાય? અને
વળી હમણાં હમણાં તો ઝીણિયો કહેવાય છે કે જુ ગારની લતે ચડ્યો છે. વળી પોલીસને લાંચ આપીને છૂ ટ્યો તો છે; પણ..અને બળ્યું એ જાત તો
બહુ ખરાબ. કહે છે પોતાની બૈરીય વેચી દે! શું કરું? બીજો મળતો નથી તે આવા નોકર રાખવા પડે છે!...લો, આજે તો શહેરમાં જાવ ત્યારે મારે
સારું વેણી લાવજો, હોં!’

મને થયું આ બાઈસાહેબને વાણિયાબામણ નોકર જોઈએ છે કે શું?

કમળાને ચાટલામાં તાકતી મૂકી હું ફરવા નીકળ્યો. શહેરને રસ્તે એક ગરનાળા પાસે ઝીણિયો છાકટા જેવો ચાર-પાંચ જણ ભેગો બેઠો હતો.
જુ ગાર જ રમાતો હતો. મને જોઈને તે પીધેલા અવાજે બોલ્યો, ‘એ માહિતર શાબ, આવો આવો! બે હાથ રમતા જાઓ!’ હું તો ચાલ્યો જ ગયો,
પણ પાછળથી તેનો ઘેનમાં લહેરાતો અવાજ સંભળાયો ‘આ મોટા શાહકાર જોયા! દમડી તો છૂ ટતી નથી. અરે જરૂર પડે તો બૈરી વેચી દઈએ,
બૈરી! આપણી જ છે ને?'

જન્માષ્ટમી આવી, આજે આખા જગતનું દુ:ખ મોચન કરનાર પ્રભુ જન્મવાના હતા. પણ મારું દુ:ખ દૂર થવાનો સંભવ મને જરાયે ભાસતો
ન હતો. મારે બીજી કામવાળી કે કામવાળો લાવવો ક્યાંથી? જો મને પ્રાર્થના કરવાની આદત હોત તો એમ જ કરત કે, હે પ્રભુ! આ ફેરા તો તું
અમારો – ના ના કમળાનો નોકર થઈને અવતરજે!

કોઈ કહે છે કે હવે ચમત્કારનો જમાનો ગયો, તો કોઈ કહે છે કળિયુગમાં શ્રદ્ધા વહેલી ફળે છે. આર્દ્ર હૃદયની બધી પ્રાર્થનાઓ ફળતી હશે કે
કેમ તે તો મને ખબર નથી; પણ કોણ જાણે મારી તો એકાએક ફળી ગઈ. | આજના ઉપવાસનું ફરાળ તૈયાર કરવા માટે હું બટાટાને છોલતો હતો
અને કમળા સ્ટવ પેટાવતી હતી ત્યારે પની દાદરો ચડીને આવી. મને જોઈને સહેજ મલકી. તેણે પાછા હોઠ હમેશની પેઠે ઢાંકી લીધા અને ઊભી
રહીને બોલી
‘કમુબેન, છે તે મેં એક જણને કહ્યું છે તે આવશે હવે. જરા ઘરડી છે પણ કામ ચોખ્ખું કરે છે ને હાથની ચોખ્ખી છે. લાવો, પાણી ખાલી થયું
હોય તો ભરી આપું.’

‘પાણી તો ખાસ નથી. પણ જા, માસ્તરને નવાડ.' કમળા બોલી અને પછી મારા તરફ નજર ફેરવી ‘અરે, અર્ધો કલાકથી છોલવા બેઠા છો ને
હજી બે જ બટાકા છોલ્યા છે! જાવ, નાહી આવો.’ જોકે મેં લગભગ દસેક બટાકા છોલ્યા હતા. જેની ગણિતની શક્તિ આટલી બધી મંદ હોય તેની
સાથે વાત જ શી કરવી? થોડી વારે પનીનો અવાજ આવ્યો.

‘હેંડો ક.. માસ્તર સા'બ, નવાડું. ચાલો.’

હું મનમાં જ હસ્યો. આ બે સ્ત્રીઓને મન જાણે હું છોરુ જ છું!

હું નીચે જઈને દશ દિશાઓથી રક્ષાયેલા એવા અમારા બાથરૂમ-ઓટલા ઉપર બિરાજ્યો અને પનીએ ઘડે ઘડે મને નવાડ્યો. આજે એની
ગતિ જરા મંદ હતી, પણ એ જ હાથનો વેગવંતો ઊંચો લસરકો, ઢળકતું ઓઢણું, કાપડાની કસનું ફૂમતું અને અંબોડાનું છોગું! ઝળહળતા
આકાશની ભૂમિકા ઉપર એક રમણીય ગતિચિત્ર બની મારી આંખમાં ઝિલાયે ગયું.

ટુવાલને મારી ટેવ મુજબ આખા મોં પર નાંખીને માથું કોરું કરતાં મેં પૂછ્યું ‘પની, કાં? આજે તો મેળામાં જવાની ક ને!’

‘જવાની, માસ્તર સા'બ!’ બહુ મંદ સ્વરે તે બોલી અને એક આછો નિસાસો તેના મોંમાંથી નીકળતો મેં સાંભળ્યો. તેનું મોં જોવા મેં મારું મોં
ખુલ્લું કર્યું. પણ એટલામાં તો તે ઘરમાં ચાલી ગઈ હતી. કોક દૂર પ્રાંતમાં ખેચાઈ જતા પક્ષીના આર્ત અવાજ જેવો તેનો શબ્દ મારા કાનમાં રણકી
રહ્યો.

‘જવાની!’

(૪)

અને અમેય ધણીધણિયાણી જન્માષ્ટમીનો મેળો જોવા નીકળ્યાં. કમળાએ જરિયાન કોરની સાડી અને કબજો ચડાવ્યાં. કાને પેલાં લટકણિયાં
અને કાંડે ઝગારા મારતા પાટલા ચડાવ્યા અને જગતને નવાજવા માટે દેવીજી નીકળી પડ્યાં.

મેળો! માણસોમાં મેળો અને મેળામાં માણસો! મેળામાં માણસો જાય છે કે માણસોમાં મેળો આવે છે? હું કોક યુક્લિડની પ્રૌઢિથી ડગલાં ભરતો
વિચાર કરી રહ્યો હતો.

એ મોટો માનવસાગર લહેરાતો હતો. હજારો માથાં, હજારો જીભો, હજારો આંખો કોણ જાણે કોક અદૃશ્યના આદેશને અનુસરતાં અહીં
વ્યાપૃત થઈ રહ્યાં હતાં. લોકોનો કોલાહલ, ધક્કાજક્કી બધુંય ખૂબ આકર્ષક લાગતું હતું.

અને તેમાં બાળકો, પગે ચાલતાં, કેડે તેડેલાં કે ખંધોલે બેઠેલાં, અને તેમનાં મોં જેવા પ્રફુલ્લ રંગનાં રમકડાં, ફક્કી, દડા, ફિરકીઓ,
ચકરડીઓ!

લોકોના પ્રવાહમાં અટવાતાં, ઠેલાતાં, રોકાતાં, ધકેલાતાં અમે મેળાને આ છેડેથી પેલે છેડે ગયાં અને આવ્યાં. કમળા જાણે કોકને શોધતી હતી.
‘પની, પની આવી છે કે નહિ?'

પનીના ભાવિ બાળક માટે તેણે થોડાંક રમકડાં પણ લીધાં. મારો એ દિવસ ઘણો સુખરૂપ ગયો. કમળાએ રમકડાં લીધાં પછી મેં તેને કહ્યું.
‘આ તો બહુ સારું થયું. પણ તારી પનીને પોયરું આવે ત્યાં લગી મને આ રમકડાં રમવા દઈશ કે?’

કમળાએ લાકડાનો ઘૂઘરો મારા હાથમાં માર્યો. જાવ હવે, તમેય તે!' અને તેના મોં પર વિષાદની છાયા ઘડીક ચડી આવી.

રમકડાની પોટલીને બાળકની પેઠે છાતી સરસી ચાંપી કમળા મારાથી આગળ ચાલી ગઈ.

દિન ઊતરતે અમે ઘર તરફ વળ્યાં. ઢળતા સૂરજનાં કિરણો લોકનાં મોં ઉપર પથરાતાં હતાં. દરેક જણ કંઈક આનંદની પ્રસાદની ખરીદી
વળતું હતું. કમળા પણ પ્રસન્ન હતી.

ગામની ભાગોળે પેસતાં મને થયું, આજે પ્રભુ અવતર્યા હોય કે ન અવતર્યા હોય પણ પ્રભુનો આનંદ તો આજે જગત પર અવતર્યો જ છે.
આ સૃષ્ટિ! આ સોનેરી કિરણો, આ લોકોનાં પ્રફુલ્લ વદનો, આ પક્ષીઓ, આ મહોરેલી કુદરત!'

અને કોક સુંદર પિરોજી રંગનો હવામાં આમતેમ ઊડતો, તેજમાં તગતગતો ફુક્કો આપોઆપ જ ફૂટી જાય તેમ એ પ્રભુનો આનંદ ફૂટ્યો!

સામેથી જ નિશાળના બે છોકરા અમારા તરફ દોડતા આવતા હતા. બંને મારા હોશિયાર વિદ્યાર્થીઓ હતા. મેં ધારેલું કે આજે કશી
ખુશાલીની કહાણી લઈ આવતા હશે, પણ તેમના મોં પર એક જાતનો ગભરાટ હતો.

‘સાહેબ, સાહેબ!' કરતા બંને મારી બે પડખે થઈ ગયા અને એકબીજાની પૂર્તિ કરતા બોલ્યા ગયા.

સ્વપ્નમાં કંઈ સંભળાતું હોય, ઓથારમાં હૃદય ઉપર કોઈ પથરા ઠોકતું હોય તેમ મને સંભળાયું.

‘સાહેબ, પની કૂવામાં પડી છે. આપણા ફળિયાના કૂવામાં જ. તે કાઢીને આપણા ઓટલા પર જ સુવાડી છે. છે ને તે સાહેબ, એને લઈ જવા
ચાર જણા આવ્યા હતા. દારૂ પીધેલા હતા અને કહેતા હતા કે ઝીણિયાએ પૈસાને બદલે બૈરી આપવાની કહી છે તે ચાલ આપી દે હવે. ઝીણિયો
કહે, આ બૈરી લઈ જાઓ આવે તો, અને ચારે જણા પનીને ખેંચીને લઈ જવા મંડ્યા. પની તો કહે છે મેળામાં જવા નીકળી હતી. પણ ફળિયામાં તો
કોઈ હતું નહિ. આ અમે મંદિરમાં પાંચેક જણ હતા. તે ગાળાગાળી ને ઝપાઝપી થતી સાંભળી બહાર નીકળ્યા. ત્યાં તો પેલાઓના હાથમાં છટકીને
પનીએ કુવામાં ભૂસકો માર્યો. પેલા તો ઝીણિયાને બેચાર ડાંગો લગાવી નાસી ગયા અને અમે છોકરા તો શું કરીએ? બેપાંચ મોટા માણસ આવ્યા
ત્યારે તેને કાઢી.’ અને પછી એકે ઉમેર્યું

‘સાહેબ, હજી થોડો થોડો જીવ છે, હોં!'

અને બીજો બોલ્યો, ‘ચાલો! ચાલો!'

અને અમે ચાલ્યા.

નાનકડું ટોળું અમારા ઘર આગળ ભેગું થયું હતું. કૂવાની પાસે ઝીણિયો કાદવમાં અર્ધો બેભાન પડેલો હતો. ટોળામાં થઈને અમે ઓટલા કને
પહોંચ્યા. મારી નહાવાની જગા ઉપર પનીને સુવડાવેલી હતી અને તેની પાસે એક ડોસી બેઠી બેઠી તેનાં કપડાં ઠીકઠાક કરતી હતી. કૂવામાંથી
કાઢયા પછી પનીને બચાવવા માટે કોઈએ કશું જ કર્યું નહોતું. બેચાર જણ સિવાય બાકીનું ટોળું નર્યા કુતુહલથી આ સ્ત્રીના શરીર તરફ તાકી રહ્યું
હતું. થોડી થોડી વારે કોઈ કંઈક બબડીને ચાલ્યું જતું હતું.

અને અચાનક કાદવમાં ખરડાયેલો ઝીણિયો ભૂત જેવો એક ભયાનક ચિત્કાર કરીને ઊઠ્યો અને ટોળામાં ધસ્યો ‘ક્યાં છે? ક્યાં મરી ગઈ?
કૂવામાં પડીને તું ક્યાં છટકવાની છે? તારું મડદુંય હું તો આપી દઈશ. ચાલ ઊઠ, મોટી સૂતે છે તે!'
અને આગળ ધસતો ઝીણિયો પોતે જ પોતાના આવેશનો માર્યો ભોંય પર પટકાયો, કોકે તેને એક ઠોકર મારતાં કહ્યું, ‘ખરો બહાદુર, બૈરીનો
વેચનાર!’

હું પની પાસે ગયો. તેનામાં કશું ખાસ રહ્યું ન હતું. કમળાએ, પેલી ડોસીએ અને બીજાં એકબે જણે મળીને પનીને ઊંચકી. અને તેને તેના
ઓરડામાં લઈ ગયાં. ડોસીએ તેને માટે છાણથી ભોંય લીપી સાથરો કર્યો. કમળા ઉપર જઈને દહીં, ઘીનો દીવો તથા પોતાનું એક કોર લગડું પણ
લઈ આવી.

નાનકડા બારણાની અંદર લોકોનાં માથાંની ભીંસ હતી. તેમાંથી રસ્તો કરી ધીરે ધીરે ગામનો મુખી અંદર આવ્યો. તેણે પંચાતનામું કર્યું.
કમળાએ લોકોને જરા બહાર કાઢી પનીને કોરું લુગડું, નવું કપડું વગેરે પહેરાવ્યાં.

પનીના મોં પર કશી વિકૃતિ નહોતી. ત્યાં હમેશની પ્રસન્નતા હતી. તેના હોઠ સહેજ ખુલ્લા હતા અને તેમાંથી તેના મોતી જેવા દાંત દેખાતા
હતા. મને થયું આ હમણાં પની આંખ ઉઘાડશે અને મને જોતાં શરમાઈને લુગડાની કોરથી હોઠ ઢાંકી લેશે!

ત્યાં તો કમળા એકદમ આકળવિકળ થતી દેખાઈ. તેની નજર પનીને ફૂલેલા પેટ પર ગઈ હતી. તેને કંઈ યાદ આવ્યું હોય તેમ તેનું શરીર
કમકમી ઊઠ્યું અને તે છૂ ટી પોકે રડી પડી. ડોશી ધીરે રહી પનીના પેટ પર લૂગડું બરાબર ઢાંકી લીધું.

સંધ્યાકાળ થયો હતો. ડોસીએ ઘીનો દીવો સળગાવી પનીના માથા પાસે મૂક્યો અને એ દીવો જોતાં જ મને અંધારાં આવ્યાં.

સામેના મંદિરમાં રોજની પેઠે આરતી શરૂ થઈ અને પ્રભુનાં નગારાં ગાજી ઊઠ્યાં. ધન્ ધન્ ધન્! કડડધન્! કડડધન્!

આરતી ગાતા ભક્તોમાં બાવાજીનો અવાજ નોખો તરી આવતો હતો અને એ અવાજમાં સંત તુલસીદાસની બાની સંભળાતી હતી

સિરી રામચંદ્ર કપાળુ ભજ મન

હરણ ભવભયદારુણે...

[‘પિયાસી']

←માજા વેલાનું મૃત્યુ માને ખોળે→

Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?


title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/પની&oldid=47520"
Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/માને


ખોળે
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

માને ખોળે
નદીને કિનારે ઊંચી ભેખડો પર આવેલા એક ગામના છેવાડાના ફળિયામાંથી ત્રણ જણ નીકળ્યાં. બે પુરુષો અને એક સ્ત્રી. પુરુષો સહેજ
આગળ ચાલતા હતા.

‘આવજે, શબૂ!’ ‘આવજે, બૂન!’ ‘જાળવીને જજે!’ ‘શરીર જાળવજે, બા!’ ફળિયાની સ્ત્રીઓએ વિદાય આપતાં કહ્યું.

શબૂ પોતાનો વર અને સસરો તેડવા આવ્યા હતા તેમની સાથે સાસરે જતી હતી. પિયરની વિદાય લેતાં તેનાં પગલાં જાણે ઊપડતાં ન હતાં.
પિયરિયાં, ફળિયાના માણસો, સહિયરો વગેરેની વિદાય લેતાં તે જરા પાછળ પડી ગઈ. તેનો વર અને સસરો રસ્તાના વાંક પાછળ અદૃશ્ય થયા.
તેમની સાથે થઈ જવાને તે જરા ઉતાવળે ચાલી.

તેની એક સહિયર તેની સાથે વાંક લગી ચાલી અને ત્યાં આગળ થોભી જઈને ‘આવજે, આવજે!’ કહેતી હાથ ઊંચો કરી તેની પાછળ જોતી
ઊભી રહી. થોડી વારે તેના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ:

‘માડી રે!’

ફળિયાના માણસો ચોંક્યા:

‘શું થયું? શું થયું?’

‘બિલાડી આડી ઊતરી શબૂને.’


શબૂને પાછી બોલાવાય કે ઘડી થોભી જવાનું કહેવાય તેમ હતું નહીં. ‘અંબા મા સારું કરશે!’ એમ બોલતાં સૌ પોતપોતાને કામે લાગ્યાં.

શબૂ ઝડપથી ચાલવા લાગી. ગામની પરવાડેથી જ રસ્તો કોતરમાં ઊતરી પડતો હતો. કોતરમાં નીચે બાપદીકરો ઊભા હતા. તેઓ ચુંગી
પીતા હતા. તેના ધુમાડા તેમનાં મોંમાંથી નીકળતા દેખાતા હતા. તેમને જોઈને શબૂ ધીરી પડી.

બપોર થયા હતા. કોતરની ટોચેથી નદીનાં પાણી ઝગારા મારતાં દેખાતાં હતાં. નદીમાં ઝાર ઊતરવા લાગ્યો હતો. પાણી ઊતરી જવાથી
ખુલ્લો થયેલો કિનારાનો કાદવ આરસી માફક તગતગતો હતો. કોક એકાદ માણસની પગલી એમાં તડ પાડતી ચાલી જતી હતી. શબૂએ આંખ
ઉપર હથેળી ઢાળી સૂરજનાં અજવાળાંમાં ઝંખાતી તેની આંખ સામી પારના ગામની લીલીઘેરી સીમ જોવા લાગી.

સાસરું? તેને સહેજ કમકમાં આવ્યાં. તેણે આંખ મટમટાવી. નીચે સસરા ઊભા છે એમ ભાન થતાં ફૂલવંતી ચૂંદડીનો ઘૂંઘટો મોં પર ખેંચ્યો.
તેની નજર તેના પગની આસપાસ રમવા લાગી. રસ્તાની પાસે જ વાડ ચાલુ હતી. વાડમાં કંથાર, બોરડી અનૂરીનાં જંગલી કાંટાળાં જાળાં હતાં.
કંથાર પર કાળાં રતૂમડાં કંથારાં ઝૂલતાં હતાં. અનૂરી પર અનુરાં હજી કાચાં હતાં. એ તો ઘેર પાકશે એમ વિચારી અનૂરું તોડવા એણે હાથ
લંબાવ્યો. ત્યાં નીચેથી એના વરનો અવાજ આવ્યો:

‘લે હેંડ હવે!’

તે ચોંકી. કંથારનો કાંટો તેને કોણી આગળ વાગ્યો. તેણે ધીરેથી હાથ બહાર ખેંચી લીધો.

તે થોડુંક ચાલી અને વાડ પર ચણોઠીઓની લૂમો મરક મરક હસતી તેની નજરે આવી.

‘છો બરાડા નાખે. ચણોઠીઓ લીધા વિના તો નહીં જ જાઉં.’ કહી તેણે વાડના જાળામાં હાથ નાખ્યો. ચણોઠીઓ છીપમાં મોતી ગોઠવ્યાં હોય
તેમ તેમના કુદરતી પડામાં ગોઠવાયેલી હતી. બેએક પડા તોડીને તેણે લૂગડાને છેડે બાંધ્યા. ફરીથી નીચેથી બૂમ આવી.

‘એ આવું છું સ્તો. રાડ્યો શેની નાખો છો?’ તેણે સામે જવાબ આપ્યો. અને ઝડપથી પગ ઉપાડ્યા. પગમાં પહેરેલી જોડીઓ ધૂળ ઉડાડવા
લાગી. પગમાંનાં નક્કર કલ્લાં સહેજ ખણખણ્યાં. નવાનકોર ઘેરદાર ચણિયાનો તથા કોરી ચૂંદડીનો સડસડ અવાજ થવા લાગ્યો. ચૂંદડીનો છેડો ઠીક
કરવા તેણે હાથ ઊંચો કર્યો. હાથ પરનાં બલૈયાં કાચની બંગડી સાથે રણક્યાં. તેના કાપડાની અતલસ કડકડી. કાપડાની બાંયનું મોઢિયું સૂરજના
તેજમાં ઝગી ઊઠ્યું. તેની મેંશ આંજેલી આંખ આમતેમ જોવા લાગી. તે થંભી ગઈ.

રસ્તામાં એક પોદળો પડ્યો હતો. કેવો મજાનો! ધાનની ઢગલી જેવો. ‘કોઈની એકલવાયી ભેંસે કર્યો હશે, નહીં તો મારી શોક્યો એને બોટ્યા
વગર રહે કે?’ તે મનમાં બોલી. પોદળો ઘેર મૂકી આવવાનું તેને મન થયું. આ રસ્તે કેટલા પોદળા તેણે ભેગા કર્યા હતા! આજેય તે પોદળાને
બોટ્યા વગર રહી ન શકી. પગની જોડી વતી તેણે પોદળાને એક બાજુ થી ચબદ્યો અને ઉપર ધૂળ વાળી. તેને ખાતરી હતી કે એનો બોટેલો પોદળો
કોઈ લે નહીં. થોડે ગયા પછી તેને થયું કે મેં ફોગટનો પોદળો બોટ્યો. કોકનેય કામ આવત.

ફરી નીચેથી બૂમ આવી. તેણે પગમાં ઝડપ આણી અને કોતરમાં ઊતરતા રસ્તા પર, ધૂળ ઉડાડતી તે ઊતરી પડી. તેના ઊતરવાથી ઊડેલી
ધૂળ કોતરના મથાળે પહોંચી અને ‘શબૂ ગઈ’ એમ કહેતી હોય તેમ હવામાં ઊડી રહી.

કોતરમાં ઊતર્યા પછી રસ્તો સપાટ ભોંય પર ચાલતો હતો. નદીનો ભેજ રસ્તાની ધૂળને દાબેલી રાખતો હતો. બાપદીકરો માથેનાં
ફાળિયાંના છેડા સહેજ આગળ ખેંચી છતરી જેવું બનાવી આગળ આગળ ચાલતા હતા. શબૂની જોડીઓ ટપૂસ ટપૂસ અવાજ કરતી હતી. શબૂએ
આસપાસ નજર નાખી. બેય બાજુ કોતરની ઊંચી ઊંચી ભેખડો હતી. ભેખડો પર ક્યાંક એકાદ બકરું ચરતું હતું. વચ્ચે વચ્ચે ભેખડમાં બીજું
કોતર આવતું અને લીલા ઘાસમાં એકાદ પગદંડી વાંકીચૂકી થતી દૂર દૂર અલોપ થઈ જતી. આ પગદંડીઓ પર, આ ભેખડો પર, કેટલાં વરસ
પોતે ઢોર ચાર્યાં હતાં! એકાદ ઝાડને છાંયે બેસી જાળાંમાંથી વીણેલાં બોર કેવાં ખાધાં હતાં! સાસરે જવાનું ન હોય તો કેવું સારું! ઘાઘરી અને કાપડી
પહેરી આખો દહાડો ફર્યા કરીએ!

શબૂને એકદમ પોતાનાં નવાં કપડાંનો અને ચાંદીનાં વજનદાર ઘરેણાંનો ભાર લાગી આવ્યો.

‘જરા ધીરા હેંડો ક...’ તેણે ટહુકો કર્યો. બાપદીકરો કંઈ સાંભળ્યું ન હોય તેમ આગળ આગળ ચાલ્યે જ ગયા.

બેએક ખેતરવા જેટલાં કોતર વટાવ્યા પછી નદીનું ભાઠું શરૂ થયું. એકદમ રેતી આવી. તેના પગની ગતિ ઓછી થઈ ગઈ. તેણે માથેથી
ઘૂમટો ઊંચો કર્યો. નદી તરફથી આવતો ઠંડો પવન તેના મોં પરના પરસેવાને સૂકવવા લાગ્યો. તેના મોં પર પ્રસન્નતા આવી. તેનું મોં મલક્યું. અને
તેના નાક પરના કાંટાનાં છયે નંગમાં સૂરજ પોતાનાં પ્રતિબિંબ જોઈ રહ્યો.

તેણે આસપાસ નજર ફેરવી. કોતરમાંથી નીકળ્યા પછી બેય બાજુ નજર પહોંચે ત્યાં લગી રેતી હતી. રેતીમાંથી ઢોરનાં અને માણસનાં
પગલાંએ સરખા આકારનાં બની જઈ નાનાં નાનાં ખાબડાં પાડી એક નાનકડી મોજાંની દુનિયા ઊભી કરી હતી. આ રેતી! અજવાળી રાતે અહીં
ઝાલણિયું દાન રમવા બધાં આવતાં. અને કેટલું દોડતાં! કેટલું દોડતાં!

તેની આંખમાં પાણી આવી ગયાં. બળ્યું આજે આ બધું કેમ યાદ આવે છે? તેનો જીવ મૂંઝાવા લાગ્યો. સાસરે જવાનું ગમતું નથી એટલે?
કેટલે વરસે પોતે સાસરે જાય છે!

રેતીમાં તેના પગ ઢીલા પડવા લાગ્યા. પગની ગરેડીઓ જાણે વછૂ ટી જવા લાગી. આવું તો પહેલાં કદી નહોતું થતું. વેંતવેંતની રેતીમાં પણ
પોતે સહિયરો સાથે ઘોડી જેમ કૂદતી હતી. તેણે પગમાંથી જોડીઓ કાઢી લીધી. તેમને પોટલીમાં ખોસી દીધી અને પોટલી માથે મૂકી.

રેતી તપી હતી. પગ સહેજ બળતા હતા, પણ એથીય વધારે એનું મન બળવા લાગ્યું. આ પેલું પાણી રહ્યું. હમણાં પગને ટાઢક વળશે. પણ
આ ભૂંડા હૈડાને?

રેતીને કચડતી તે આગળ ચાલી.

આ પેલું પાણી! આ પેલું પાણી! તેનું મન ઝંખી રહ્યું. પાણી આટલું ઢૂંકડું દેખાય છે તોય કેમ હજી આવતું નથી? આ નાનાં હતાં ત્યારે તો
હડી મૂકતાં ને ઠેઠ પાણીમાં પહોંચી જતાં.

બાપદીકરો પાણીની છબમાં જઈને ઊભા રહ્યા અને એના તરફ જોવા લાગ્યા. એ બેય જણ કાદવમાં ચાલતા હતા ત્યારે પેલા ગારો ગૂંદતા
કુંભારની પેઠે તેમનાં શરીર કેવા આંચકા લેતાં હતાં!

ખુલ્લે ઘૂંઘટે ચાલી આવતી શબૂએ મોં પર ઘૂંઘટો ખેંચ્યો. આંખોની દુનિયા જાણે કે ઘડીક બંધ થઈ ગઈ. કાદવનો કાળો ઉજાસ, પાણીના
ઝગારા, બધું ઘડીક વસાઈ ગયું. હાશ. તેના પગને ટાઢું ટાઢું લાગ્યું. પગ નીચેની જમીન જરા અસ્થિર બનતી લાગી. કાદવ શરૂ થતો હતો.

શબૂએ આંખ ઉઘાડી. રખે ક્યાંક લપસી જવાય તો! આઠ-દસ આંગળના ચીકણા કાદવની નક્કર ભોંયનો આશરો શોધી આગળ ચાલવાનું
હતું. હા, નાની હતી ત્યારે ગામનાં છોકરાં ભેગી પોતેય લપસતી હતી. અરે ઝાર ઊતરી ગયો હોય અને કિનારા પરનો કાદવ અકબંધ પડ્યો હોય
ત્યારે તેમાં પહેલી પગલી પાડે એની કેવી ચડસાચડસી છોકરાંઓમાં થતી! અને આજેય આ જેણે પહેલી પગલી પાડી હશે તેને કેવી મજા પડી
હશે! આ પોતે તો!... અને આ બાપદીકરાએ તો કાદવને ગૂંદીને બગાડી નાખ્યો! તેને કશોક તિરસ્કાર વછૂ ટ્યો. મારો કાદવ બગાડી નાખ્યો! એ
ઘરનાં લોક જ એવાં છે, કાયટિયાં!
‘અને મૂઆ! મહીસાગરનાં પાણીય માથે મૂક્યા વગર પાણીમાં પેઠા!’

બાપદીકરો ઢીંચણ લગીનાં પાણી ડખોળતા નદીમાં અર્ધેક જેટલે પહોંચી ગયા હતા.

શબૂ પાણીની પાસે આવીને ઊભી રહી. વાંકી વળીને ખોબામાં પાણી લઈ તેણે માથે મૂક્યું. ‘મહીસાગર મા! સારું કરજે, મારી માડી!’ બોલી
તેણે પાણીમાં ડગલું દીધું.

ખળળળ! ખળળળ! પાણી તેના પગમાં રમતાં રમતાં વહેવા લાગ્યાં. શો ટાઢો સ્પર્શ! કેવી ગલીપચી! મહીસાગર મા! મરું તો તારા જ
ખોળામાં. એક દહાડો તારા ખોળામાં આમ ચાલી આવીશ, ચાલી આવીશ. તારે ઘેર મને લઈ જજે! અરે બળ્યું, આજે આવા વિચાર કેમ આવ્યા
કરે છે! તેનું હૃદય ઘડીક ધબકી ઊઠ્યું.

ડહોળાયેલાં પાણીમાં તેનો આછો પડછાયો પડતો હતો. તેણે વાળેલો કાછડો, મોઢિયાવાળું કાપડું, ઓઢેલી ચૂંદડી, અને તેની શ્યામ રેશમ
જેવી તગતગતી કાયા, એ બધું નદી સ્પષ્ટ જોઈ શકતી ન હતી તેથી જાણે દિલગીર થઈને વહી જતી હતી. હા, પાણી નીતરેલાં હોય ત્યારે તેમાં
પોતે સહિયરો સાથે કેવાં મોઢાં જોયાં હતાં!

એને બાળપણની સહિયરો યાદ આવવા લાગી. તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો. એક સહિયરને પોતાના સાસરાના ફળિયામાં જ
પરણાવી છે. અને હવે તો તેને છૈયો પણ છે! તેને થઈ આવ્યું – ક્યારે જઈને તેને રમાડું? અને તે સાથે જ તેને પોતાના ઉદરમાં કશુંક સ્ફુરતું
લાગ્યું. થોડાક વિકસેલા પેટ ઉપર હાથ મૂકી તે ઘડીભર પાણીમાં થંભી ગઈ.

ક્યાંકથી બાળકના રડવાનો અવાજ તેને સંભળાયો. તેણે કાન માંડ્યા. આજુ બાજુ વેરાન વેરાન હતું, નદીના પાંચ ગાઉના સપાટ ભાઠામાં,
ઝાડ, પાન, ઘર, ખોરડું કશાનું નામનિશાન ન હતું. છતાંય બાળકનું રડવું સંભળાયે જ ગયું.

‘શું હશે? સારું કરજે અંબા મા!’ બોલી તે આગળ ચાલી.

પાણી ઊંડાં થવા લાગ્યાં. પાણીની તાણ વધવા લાગી. તે ચણિયાને ઊંચો કરવા લાગી અને પગને વધારે દાબીને મૂકવા લાગી. નીચે કશુંક
આવ્યું અને તેનો પગ જરાક લપસ્યો. ઓ પડી! ઓ ખેંચાઈ! અને મૂઆ પેલા તો સામે કાંઠે જઈને ઊભા છે! એમને ઘેર જવા કરતાં આ
મહીસાગરમાં તણાઈ જવું શું ખોટું છે? અને હમણાં જ ઘોડો ચડી આવે તો કેવું! તેનું હૃદય ઝંખી રહ્યું.

પણ તેના હૃદય કરતાં તેના પગમાં વધારે આવડત હતી. પાણીના જીવ પેઠે તે દૃઢ બનીને ચાલવા લાગ્યા. એકાએક તેને ગળે સોસ બાઝવા
લાગ્યો. મહીસાગરનું એક ટીપું તેનાથી મોંમાં મૂકી દેવાયું અને તે તરત તેણે થૂથૂ કરી થૂંકી નાખ્યું. ખારું ખારું ઊસ! પણ પાણી! ઓ રામ! ભાઠામાં
તરસ! એ તો જીવલેણ બની જતી. આટલી પાણીથી ભરીભાદરી નદી પણ કામમાં ન આવે. ફરતા પાંચ ગાઉમાં મીઠા પાણીનું ટીપુંયે ન મળે.
ભાઠામાં તરસનાં માર્યાં પણ કેટલાંય મરી જાય છે, પણ હવે તો પરબ મંડાય છે. એટલે સ્તો કોઈએ પાણી સાથે લેવા ના દીધું. હીંડીને જવાનું છે,
માટે ભાર શું કરવા કરવો? બાકી માએ તો બતક ભરીને તૈયાર પણ રાખી હતી. બધાં જ કહેવા મંડેલાં કે આ ઘડી વારમાં તો પહોંચી જવાશે.
હશે.

તે કાંઠે આવીને ઊભી રહી. અને તેની નજર પાછળ ફરી.

નદીનો પટ, પેલી બાજુ નો કાદવ, તે પછીની રેતી, તે પછી કોતર, ગામની ભાગોળ, ફળિયું, ઘર. જાણે એક ડગલામાં જ પોતાનો દેહ મૂકીને
પરદેશમાં પહોંચી ગઈ હોય એમ તેને લાગ્યું. તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો.
આ તો પરભોમ છે! ‘મારું પિયર તો ત્યાં રહ્યું!’ નદીમાં હતી ત્યાં લગી એને ધીર હતી કે પોતે પોતાના જ પિયરમાં છે, પિયરની શીળી
છાંયમાં છે. પણ કાંઠે આવીને ઊભા પછી તરત જ જાણે પરાયાંના હાથમાં પડી છે એમ તેને થઈ આવ્યું. આ કાંઠો અજાણ્યો છે, કાદવ અજાણ્યો
છે, રેતી અજાણી છે. અને પેલા બાપદીકરો! એ તો જમ જેવા લાગે છે!

તેના પગમાંથી ચાલવાનું જોર જતું રહ્યું. કેટલે વરસે પોતે આ કાંઠે ડગલું દીધું હતું?

નાની હતી ત્યારે પરણ્યા પછી પહેલી વાર વળાવી હતી તે જ. તે વેળા તેને ગાડામાં ઘાલીને લઈ ગયા હતા. હા, આ રેતીમાં રમવાનું બહુયે
મન થયું હતું પણ નીચે ઊતરવા દે તેવું કોઈ ન હતું. જાણે ગયા જનમની વાત જેવું બધું લાગે છે!

પોતાના બાપા જીવતા હોત તો ક્યાંક બીજે ઠેકાણે ઠામ પાડી દેત. પણ રાંડીરાંડ મા બિચારી, અરે બિચારી! વરસો લગી તે કોણ રાખે? એ
તો બાપે જ આજ લગી વટ રાખીને દુખિયારી દીકરીને સાસરાના ત્રાસમાંથી બચાવી લીધી હતી.

બાકી સસરો તો કેવો! સાવ રાખસ જેવો! માણસને મારી નાખતાં એને વાર ન લાગે! કહે છે કે એમનો મોટો છોકરો મરી ગયો ત્યાર પછી
તેની વહુને–કોણ જાણે બળ્યું લોકોય કેવી વાતો લાવે છે? મને તો તે ઘડી કશી ગતાગમેય ન હતી–હાં તે વહુને એમના જ હમેલ રહેલા ને પછી
કંઈ ન નીવડ્યું તે ગતે કરી દીધેલી. અને વાત ઉડાડી કે નદીમાં તણાઈ ગઈ. મેર, હશે. એ રાખસ તેનું મારે શું? શું? એવાથી બીઉં તો હું મારા
બાપની છોડી નહીં! પણ જ્યાં ખીલો જ ઢીલો ત્યાં હું તે જોર કેટલું કરું? એ અમારા પરણેત... હશે જવા દો એ વાત.

સુખી થજો બાપા કે તમે મને આટલાં વરસ બચાવી રાખી. અને એમ તો આટલામાં ક્યાંક બીજે મને ઠામ પાડી દીધી હોત. પણ બાપા તો
બિચારા ધાડમાં ખપી ગયા. એ ધાડમાં જવાના હતા તે પહેલાં પેલા ભિયા તેને તેડવા આવ્યા હતા. અને ત્યારે બાપાએ કેવું સંભળાવી દીધું હતું!
‘બાપ આગળ તો કશું બનતું નથી ને મારી દીકરી પર શૂરવીર બનવું છે? ચાલો, જોર હોય તો મારી જોડે ધાડમાં. બતાવો બહાદુરી! મારી બીજી
દીકરીય તમને આપું.’ પણ બાપડો બાપડિયો! સાવ બાપડિયો! ‘મને તો બાપાએ તેડવા મોકલ્યો છે!’ કહી તે નીચે મોંએ બેઠેલા. જાણે હજીયે
અંગૂઠો ધાવવાની ટેવ ન હોય! અને પોતાના બાપે તેને કેવા ધુતકારી કાઢેલા. ‘બાપાએ તેડવા મોકલ્યા છે! ત્યારે તમે જાતે તો તમારી ઘરવાળીને
તેડવા નથી આવ્યા ને? જાવ, જાવ, ઢોરાં ચારી ખાઓ. મારી દીકરી નહીં આવે તમારા જેવાને ત્યાં. શી ખબર કે તમે આવા...’ અને તે બિચારો
કેવો થથરતો હતો! બાપાએ ધાડમાં જવાનું તેમને કહ્યું પણ ખરું, પણ એ ભિયા જાય તો પછી ભિયા શેના? એમાંય વળી બાપને પૂછવું તો પડે ને?

તે રાતે બાપા ધાડમાં ગયા. અને ભિયા રાત રહી પડ્યા...

કેટલાં વરસ પછીની રાત... પોતેય બધું ભાન ભૂલી ગઈ. અરે ભૂંડી! એવો બાપડિયો, તોય એ આદમી! અને પોતે અસ્ત્રી તે અસ્ત્રી! ઓ
ગોઝારી રાત! બીજે દહાડે ખબર પડી કે રાતે બાપા મૂઆ અને આ ભિયાએ પોતે ક્યારે જતા રહ્યા તેની ખબરેય ન પડવા દીધી. અરે ભલા,
ઘડીક વાડામાંય બોલાવી મને વાત કરી હોત તો! પણ તો તો પછી મને ક્યારનાય લઈ ગયા ના હોત?

અને વાઘ જેવા બાપા ગયા એટલે તો બીજાનું જોર વધે જ ને? દીકરીની કોણ વારસ કરે? અને પોતાને માટે કેવી કેવી વાતો અદેખા
લોકોએ ઉડાડવા માંડી! અને બિચારી માય શું કરે! દીકરી જેવી દીકરી! અને તેય પાછી ભારે છેડે! આવતા-જતા જોડે સાસરે કહેણ મોકલાવ્યું કે
તમારી વહુને તેડી જાવ, અમે વળાવીશું. અને જાણે ઇડરિયો ગઢ જીતવા આવ્યા હોય તેમ બાપદીકરો આવ્યા. પણ અરે એમનાં મોઢાં! અને એ
ભિયા!... મારું બીજું કશું કરવાનું માને ના સૂઝ્યું...? અને એ તો હું ઠરીને બેસી રહી. મેંકુ એમનામાં ક્યારેય કશો જીવ આવશે અને સારું થશે. પણ
એ તો દર વરસે પણ એવા જ બાપની બાંય ઝાલીને ફરનારા રહ્યા. નહીં તો આટલાં વરસ હું બેસી રહેત શું કામ? શું મને બીજા નહોતા મળતા?
અને આમેય મેં મહીના પાણી પીધાં છે. માડી મહીસાગર...!
તેના પેટમાં વળી બાળક સ્ફુર્યું! અંબામાનું નામ લેતી તે આગળ ચાલી. થોડે દૂર કોરી રેતીમાં બેય બાપદીકરો ઊભા હતા. તેમનાં મોંમાંથી
ધુમાડા નીકળતા દેખાતા હતા. અરે, બાપદીકરાના ધુમાડામાંય કેટલો બધો ફેર!

તેને આવતી દેખી તેઓ ચાલવા લાગ્યા. તે ઘડીભર થંભી ગઈ. તેની આંખે તમ્મર આવ્યાં. તેણે આંખો ઉઘાડી. દૂર દૂર ઝાંઝવાં દેખાતાં
હતાં. અને એ ઝાંઝવાંમાં બાપદીકરો મળી જતા હતા! તેણે બૂમ પાડવા પ્રયત્ન કર્યો. ‘મારે પાણી પીવું છે!’ પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો.

તે પગનું બધું જોર ભેગું કરી ચાલવા લાગી.

બાપદીકરો સહેજ પાછી નજર કરતા આગળ ચાલ્યે જ જતા હતા.

તેની નજર વળી પાછી ફરી. જાણે તેને કોઈ પાછળથી ખેંચી ન રહ્યું હોય! ‘દીકરી, પાછી આવ.’ ‘બેટા, પાછી આવ.’ એ પિયરનાં ઝાડવાં,
નદીનાં કોતર, નદીની રેતી, અરે! નદીનાં પાણી પણ આઘાં ને આઘાં થતાં જતાં હતાં. ડગલે ડગલે જાણે તેના પગમાંથી જોર હરાતું હતું.

અને પેલા બે જણા તો જાણે સડસડ હીંડ્યા જ જાય છે.

‘ઊભા રહો કે... મારે પાણી પીવું છે.’ તેણે બૂમ પાડી, સામી દિશાથી આવતો પવન તેની બૂમને પિયરની દિશામાં જ લઈ ગયો.

ગળામાં તેને સોસ પડવો શરૂ થયો. તેણે પગમાં જોડીઓ પહેરી લીધી. જોડીઓમાં રેતી ભરાઈ જવા લાગી. તે ઘડીક થોભી. સૂરજના
ઝળહળતા તાપમાં તેની આંખો ઘડીક મીંચાઈ ગઈ. તેણે આંખો ઉઘાડીને જોયું તો ચારે કોર ઝાંઝવાં જ ઝાંઝવાં દેખાય છે. નદી પણ ઝાંઝવાં ભેગી
ભળી ગઈ છે. આસપાસ નજર જાય ત્યાં લગી ઝાડપાન, જનજનાવર કશું જ દેખાતું નથી. ઊનો પવન સૂસૂ કરતો રેતીની વાછંટો મારતો વાય છે.
આમ એક કોર દૂર સાસરિયાની કાળી ઘેરી સીમ દેખાય છે, આણી કોર પિયરની કાળી ઘેરી સીમ દેખાય છે.

જાણે પોતે રણની વચ્ચે ઊભી છે! એકલીઅટૂલી! હા, પેલા બે જણ છે. પણ એ તો હીંડ્યા જ જાય છે. પાછું ભાળીને જોતાય નથી. આ
ઉજ્જડ વેરાનમાં એનો જીવ જાય તોય કોણ પૂછનારું છે?

‘તારો જ એકલીનો જીવ?’ એને સવાલ કરતું હોય તેમ ઉદરમાં બાળક સ્ફુર્યું. કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાયો. અરે, આ રણમાં
બાળક ક્યાંથી? કેવી ધખના! પોતાની ગોઠણનો છૈયો તેને યાદ આવ્યો. જાણે એ જ ના રડતો હોય! પોતે જઈને એને રમાડશે. અને બેચાર મહિના
પછી પોતાનેય છૈયો, હા છૈયો સ્તો! બેય ભેગા મળી રમશે. તેના હૃદયમાં એક ઉમળકો આવ્યો. તેની છાતીમાં પાનો ચડ્યો. તેણે કોમળ હાથે
પોતાનાં ભરાવા લાગેલાં બેય સ્તન દાબ્યાં. ધબક! ધબક! ભૂંડું કાળજુંય કેવુંક છે! તેની આંખમાં હરખનાં બે આંસુ આવ્યાં. તેને લૂછ્યા વગર જ તે
ચાલી.

બાપદીકરો એકાએક ઊભા રહેલા દેખાયા. તેને ધ્રાસકો પડ્યો. બેય જણા ઊભા ઊભા બીડીના ધુમાડા કાઢતા હતા. અચાનક તેને પોતાની
પાછળ કોઈક આવતું લાગ્યું. તેણે નજર ફેરવી. જાણે બાપનાં જ પગલાં હતાં! અરે રામ! આ શું? પણ કોઈ દેખાતું ન હતું. તે ચાલવા લાગી. વળી
પાછાં પગલાં સંભળાય છે! તેનું હૃદય ભયથી કંપવા લાગ્યું.

બાપદીકરા પાસે આવીને તે ઊભી રહી. એનો વર તેના તરફ ઘડીક જોઈ રહ્યો. સસરો પૂંઠ કરીને ઊભો હતો. વર કંઈક બોલવા જતો હતો
પણ તે બોલી ન શક્યો અને તે બોલી:

‘પાણી પીવું છે. મારે ગળે કાચકી બાઝે છે.’

‘આટલામાં પરબ તો ક્યાંથી હોય?’ તેનો વર ગણગણ્યો.


અને તરત એક બાળકનું રડવું સંભળાયું. તેના સસરાએ ખૂંખારો ખાધો: ‘હા, છે પરબ. ચાલો!’

શબૂને પોતાના વરના મોં પર એક રીતની મૂંઝવણ દેખાઈ. તેને તે ન સમજાયું. અને સસરા ચાલવા લાગ્યા તેની પાછળ વરે ચાલવા માંડ્યું.
અને તે પણ ચાલવા લાગી.

તેઓ થોડુંક ચાલ્યાં. તેને લાગ્યું કે તેઓ બધાં અવાજથી ઊલટી દિશામાં જઈ રહ્યાં છે. છોકરાનું રડવું આઘું ને આઘું જતું જાય છે.

‘આમ ક્યાં જઈએ છીએ? આમ ક્યાં જઈએ છીએ? પરબ તો આણી કોર છે!’ તે બોલી.

‘પરબ તો આણી કોર છે, વહુ! એ તો તમને સંભળાય છે એવું.’ સસરાએ જે દિશામાં જતાં હતાં તે મોર હાથ કરી કહ્યું.

અને તેઓ ચાલ્યે ગયાં. બાળકનું રડવું તમરાના એક આછા અવાજ જેવું બની ગયું.

પાણી! પાણી! પાણી! તેને ગળે ડૂમો ભરાવા લાગ્યો. ‘મારાથી હવે નહીં હીંડાય. મને પાણી લાવી આપો.’ કહી તે બેસી પડી.

તેની આગળ ચાલતા બાપદીકરો અટક્યા. બાપે ચારે કોર એક નજર નાખી. બધેય સૂનકાર હતો. એકલો પવન રેતીની વાછંટો ઉડાડતો
વાતો હતો.

‘નહીં હીંડાય?’ તેના સસરાનો અવાજ આવ્યો, ‘અલ્યા, શું જોઈ રહ્યો છે?’ તે દીકરાને ઉશ્કેરતો લાગ્યો.

તેનો વર તેની પાસે આવ્યો. તે માથે હાથ દઈને ઘૂંઘટો ઢાળીને બેઠી હતી. વરનો પડછાયો પોતાના પર પડતો તેણે જોયો. તે ઘૂંઘટો ઊંચકી
વર સામે જોવા ગઈ ત્યાં વર તેના પર તૂટી પડ્યો અને બેય હાથે તેની ગળચી પકડી લીધી.

તે ચોંટી. બેફામ બની ઢળી પડી, પણ તરત જ તેણે વરને પેઢામાં લાત મારી. વર દૂર જઈને પડ્યો. તે ધીરે ધીરે ઊભો થતો હતો ત્યાં
સસરાની ખુન્નસભરેલી આંખો તેને પોતાના માથા પર ઝઝૂમતી દેખાઈ.

સસરાના ગાંઠાળાં આંગળાંવાળા વરુના પંજા જેવા હાથ તેના ઘોઘરાની આસપાસ ભિડાયા અને દાંત કચકચાવી તેનું ગળું ભીંસતાં તે
બોલ્યો:

‘નહીં હીંડાય? નહીં હીંડાય? આટલાં વરસ નથી હીંડી તે હવે કેમ કરી હીંડવાની છે? ચરી ખાવું છે, ચરી. તું મારા ઘરમાં ન હોય! છિનાળ!
એ તો હવે અહીં જ... અલ્યા એ હીજડા! શું જોઈ રહ્યો છે? પકડ, પકડ એના પગ!’

તેના ગળા પર ભીંસ વધતી જતી હતી. તેના પગ પછાડા મારવા લાગ્યા. તેનો વર તે પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેના ગળામાં સોસ
વધવા લાગ્યો. મહીસાગરનાં પાણીમાં પોતે ડૂબકી મારતી હોય તેવું તેને ઘડીક લાગ્યું. તેની આંખો ખેંચાવા લાગી. તે ઘડીક એકદમ ખૂલી ગઈ. તેના
મોં પર સસરાનું વરુ જેવું મુછાળું મોં ઝઝૂમી રહ્યું હતું. તેમાંથી બીડીની ગંધ આવતી હતી. તે મોંની પાછળ જે થોડું આકાશ દેખાતું હતું તેમાં તેને
દેખાયું કે એના બાપ જાણે હવામાં આમતેમ આંટા મારી રહ્યા છે – પોતાના બચ્ચાને પીંખી નાખતું જોતો કોઈ ગીધ ઊડતો હોય તેમ.

‘બાપા!’ તેના ગળામાંથી છેલ્લો અવાજ નીકળ્યો. અને પછી જાણે કોઈ પેટીમાં પોતે પુરાતી હોય તેવા ભાવ અનુભવતાં અનુભવતાં દૂર
દૂરથી બાળકના રડવાનો અવાજ સાંભળતાં સાંભળતાં તેની આંખો મીંચાઈ ગઈ.

સસરો તેના ગળા પર છેલ્લી જોરાવર ભીંસ દઈને ઊભો થયો. દીકરાને લાગ્યું કે પોતે પકડેલા પગ હવે જરાયે જોર નથી કરતા, એટલે તે
પગ મૂકીને ઊભો થયો. શબૂની આંખો અને જીભ બહાર નીકળી આવ્યાં હતાં.
‘બાંધી દે એનું મોઢું.’

છોકરો એમનો એમ ઊભા રહ્યો.

‘મરે તું, રાંડવા!’ કહી બાપ ઊભો થયો. અને એક અનુભવીની દૃઢતાથી – સ્વસ્થતાથી તેણે દીકરાની વહુના મોં પર તેની ચૂંદડી વીંટી દીધી.

થોડી વાર પછી રેતીમાં સ્ત્રીના શરીરને ઠાવું પાડી બંને જણ, જે દિશામાંથી બાળકનું રડવું સંભળાતું હતું તે દિશા તરફ ચાલવા લાગ્યા.

પરબે પહોંચી તેમણે પાણી પીધું. બાપે પરબવાળીને પૂછ્યું: ‘કેમ, છૈયું આટલું બધું રોવે છે?’

‘એને કોગળિયું થાય, આજ સવારનું રડે છે, રૂપા હોણ.’ અને પછીથી બોલી, ‘કેમ, વહુને તેડી આવ્યા કે નહીં?’

રૂપા હોણ ચુંગી ભરતાં બોલ્યા: ‘ના મોકલી! બૂન!’

‘એ તો મૂઆં એવાં જ છે! કેટલાં વરસથી ઘાલી રાખી છે. એમને માતા ભરખે!’

‘હશે, બૂન! એવું ના કહીએ.’ કહી રૂપા હોણ ઊઠ્યા અને જતાં જતાં પરબવાળીના હાથમાં એક રૂપિયો મૂક્યો.

‘લે, છૈયાને ખાવાનું આપજે.’

આ ડોસા પાસેથી ગાડાના પૈડા જેવો આખો રૂપિયો મળવાથી પરબવાળી બાઈ ઘણું અચરજ પામી અને કંઈક મૂંઝાતી આંખે તેમની પાછળ
તાકી રહી.

થોડે દૂર ગયા પછી મોંમાંથી ધુમાડાનો મોટો ગોટો કાઢતાં બાપે દીકરાને કહ્યું: ‘મેઘા, તેં ભાળ્યું’તું ને?’

‘શું, બાપા?’ થથરતે કાળજે છોકરો બોલ્યો.

‘એના પેટમાં હમેલ હતા તે?’

‘હા, બાપા! પણ...’ છોકરો બોલ્યો. તે કંઈક વિશેષ બોલવા ઇચ્છતો હતો પણ કોક અદૃશ્ય બીકનો માર્યો તે કશું બોલી ન શક્યો. અને
બાપની પાછળ પગ ઢસડતો અર્ધો મુડદા જેવો તે ચાલવા લાગ્યો.

[‘પિયાસી’]

←પની મીન પિયાસી→


Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?
title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/માને_ખોળે&oldid=47521"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/મીન


પિયાસી
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

મીન પિયાસી
સાંજને વખતે શહેરના સરિયામ રસ્તા ઉપર રોજ ફરવા નીકળનારાંઓને માટે ફૂટપાથ પરના તમાશબીનો અને તેમના તમાશા અજાણ્યા
નથી હોતા. પણ આજે તેમને કાને કોઈ નવા જ પ્રકારનો અવાજ પડ્યો. લોકો એ અવાજ તરફ જેમ જેમ નજીક જતા ગયા તેમ તેમ તે અવાજ
વધારે સ્પષ્ટ થતો ગયો.

ધીન ધગિન તિનક, તીન ધગિન તિનક, ધીન ધીન ધીન ધીન, ધીન તિનક તિનક ધીન, ધગિન તિનક ધીન, ધગિનક ધગિનક ધીન ધીન...

તબલાંની રમઝટ ધૂન મચી હતી અને ભેગો ટનનન રણણણ ટનનન ટનનન રણણણ મંજીરાનો અવાજે ગુંજતો હતો.

એકતારો ઘેરું ઘુનનન મચાવતો હતો.

અને ગાનારાંઓના મુખમાંથી કોક ભજનના ન સમજાય તેવા શબ્દો નીકળતા હતા. લોકો ઘડીભર આ નવો તમાશો જોઈ રહ્યા.

વીજળીના અનેક તારોના જટાજૂ થને માથા પર ધારણ કરીને ઊભેલા ચાર લોખંડી થાંભલાની છત્ર વિનાની છત્રછાયામાં, ચોખ્ખાં કપડાં
પહેરેલાં ચાર જણની એક મંડળી બેઠી હતી. એક ડોસાના હાથમાં ટોચે મોરપીંછ મઢેલો, દાંડી પર પીતળની ખોળીઓ બેસાડેલો, ઘડા જેવા
તૂમડાવાળો તંબૂરો શોભી રહ્યો હતો. તેની આધેડ વયની કાયા હજી ટટાર હતી, પણ તેની કાળી ધરતી જેવા મોં ઉપર કાળના હળે ખેડેલા ચાસ
કરચલીઓ રૂપે દેખાઈ આવતા હતા. તેના તાજા હજામત કરેલા મોં પર પરસેવો વળ્યો હતો. અને કાળી માટી પર તાજો વરસાદ પડતાં જે ચમક
આવે છે તેવી ચમક તેમાંથી આવતી હતી. તેના બીજા હાથમાં મંજીરાની જોડ હતી અને તાલમાં હાલતા હાથની સાથે તે મીઠો રણકાર કરતી હતી.
તેની પાસે બેઠેલા જુ વાનના હાથ તબલાની એક નવી જોડ પર ચપળતાથી ફરતા હતા. તેની ચામડી ડોસા કરતાં વધારે ગોરી હતી.
એ બંનેની પાસે, તેમણે પોતા આગળ બિછાવેલા, એક ચાદર, એક ધોતિયું અને એકાદ સાડીના ટુકડાના ચોરસના આ બાજુ ના બે છેડા પર
બે નાનકડી છોકરીઓ બેઠી હતી. નાની આઠેક વરસની હતી અને બીજી તેનાથી બેએક વરસ મોટી લાગતી હતી.

બંને છોકરીઓએ બેય હાથે મંજીરાની એકએક જોડ બાંધી હતી અને બેય હાથને વારાફરતી કે એકીસાથે આંદોલિત કરતી, મંજીરાને ગતિથી
જ રણકાવતી હતી.

તંબૂરો, તબલાં અને મંજીરાના ભેગા અવાજે જોતજોતામાં મજાનું વાતાવરણ જમાવી દીધું. ડોસાનું ભજન બહુ જ આછું આછું સંભળાતું
હતું. તેની લીટીઓને છોકરીઓ તથા જુ વાન વચ્ચે વચ્ચેથી ઉપાડી લેતાં હતાં.

કેટલીક વાર સુધી તો સાંભળનારાઓને શું ગવાય છે તે કશું જ સમજાયું નહીં. તંબૂરો, તબલાં ને મંજીરાના અવાજની તરવેણીમાં ડૂબતા
ભજનની લીટીઓમાંથી ધ્રુવપદના થોડાક શબ્દો કંઈક સ્પષ્ટ સંભળાવા લાગ્યા:

...પાની મેં મીન પિયાસી

એ...પાની મેં મીન પિયાસી...

લોકો જામતા ગયા તેમ તેમ ભજનમંડળીએ આવેશમાં આવવા માંડ્યું. તબલાં પર થપ્પીઓ જોરદાર પડવા લાગી. તંબૂરાનું મોરપીંછ વધારે
લહેકા લેવા લાગ્યું. તંબૂરાનો ગાનાર ગાતાં ગાતાં પોતાના ધડને પણ હલાવવા લાગ્યો. છોકરીઓ પલાંઠી વાળીને બેઠી હતી તે પગ ઊંધા કરી
બેસી ગઈ. સંગીતનાં ફૂલની મોરેલી મંજરીઓવાળી ડાળી જેવા તેમના મંજીરા બાંધેલા હાથ શરીરની આસપાસ ફરવા લાગ્યા.

પ્રારંભમાં ચારે જણની નજર જાણે કે ઊંડા ધ્યાનમાં ગાઢ ધૂનમાં પડેલી હોય એવી રીતે નીચે ઢળેલી હતી. પણ જેમ જેમ મેદની જામતી ગઈ
તેમ તેમ દરેકની નજર થોડી થોડી ઊઘડીને મેદનીને નજરમાં લઈ પાછી મીંચાવા લાગી. ડોસાની આંખો ચોરીછૂ પીથી ખૂલતી હોય તેવું લાગતું હતું.
છોકરો વધારે નફટતાથી પ્રેક્ષકો તરફ જોતો હતો. છોકરીઓએ આંખો મીંચવાનો પ્રયત્ન મૂકી દીધો અને પ્રેક્ષકોની ઘાટઘૂટ વેશભૂષા તરફ તેમની
નજર દોડવા લાગી. તેઓ વચ્ચે વચ્ચે તાલ ચૂકવા લાગી. જુ વાને ખૂંખારો ખાધો અને છોકરીઓ પ્રયત્નપૂર્વક આંખોને ઢાળેલી રાખવા લાગી.

ડોસાએ બીજું ભજન ઉપાડ્યું. બિછાવેલી તિરંગી જાજમ પર ધીરે ધીરે પૈસા પડવા લાગ્યા. ગાનારાંએ વધારે જોશ બતાવવા માંડ્યું.
જુ વાનના હાથમાં ઝડપ આવી. તંબૂરો વધારે ગુંજવા લાગ્યો. મંજીરાની પાંચ જોડો પાંચ હાથમાં ઘેલી બની રણઝણવા લાગી. અને છોકરીઓનાં
શરીર સ્થિર બેસી ચારે કોર ઝૂલતાં ઝૂલતાં છેવટે બેઠાં બેઠાં ગોળ ફરવા લાગ્યાં.

ભજનનું ધ્રુવપદ પણ હવે તો સંભળાતું ન હતું. કાંઈક ગવાતું હતું, મંજીરા રણઝણતા હતા, તંબૂરાની મોરપીંછી ડોલતી હતી, અને તબલાં
લહેકે ચડ્યાં હતાં એટલું જ જોનારાંઓ માટે બસ હતું. ઉપરાઉપરી પૈસા પડવા લાગ્યા:

‘સિયારામચંદ્ર કી જે!’ બોલી ડોસો અટકી પડ્યો. તંબૂરો અટક્યો. જુ વાનના મોં પર સહેજ ચીડ દેખાઈ. ગોળ ફરવા લાગેલી છોકરીઓ
અટકી. ડોસાએ હાથ જોડી સૌને ‘રામ રામ!’ કર્યા. લોકોને એ વિચિત્ર લાગ્યું. જુ વાને નીચે મોંએ પૈસા ભેગા કરવા માંડ્યા.

લોકોને માટે આવું ભજનશ્રવણ પ્રથમ જ હતું. ગાનારાંઓને પૈસા વીણતાં જોઈ લોકો વીખરાવા લાગ્યા. બેએક જુ વાનિયાઓ તેમની પાસે
જરા વધારે વાર ઊભા રહ્યા. તેમને ઊભેલા જોઈને છોકરીઓ શરમાઈ. એટલે તેમણે ચાલવા માંડ્યું. જતાં જતાં તેઓ વાતો કરવા લાગ્યા:

‘સ્નૅપ લઈ લેવા જેવો હતો. આવતી કાલે કૅમેરા લઈ આવીશ.’

‘સરસ છે. આપણાં ગામડાંમાં કેટલી બધી કળા છુ પાયેલી પડી છે!’
‘એ કળાનો ઉપયોગ થવો જ જોઈએ. જુ ઓ ને કેટલું સરસ કામ આપ્યું!’

‘હવે કોણ કહેશે ગુજરાતની પાસે સંગીત નથી? એને જોવાની અને સાંભળવાની ફુરસદ કોને છે? ધૂળમાં ઢંકાયેલા એ સોનાને બહાર
આણનાર કોણ છે?’

અને બંને જણ, પોતે કળાના રસિક ઉદ્ધારકની કૃતાર્થતાના ભાવો અનુભવતા પાસેના બગીચામાં દાખલ થયા.

પેલા બે યુવાનોની તેમના તરફ પીઠ થઈ કે જુ વાન તબલાં લઈ ઊભો થઈ ગયો. ડોસાએ તંબૂરો બાજુ એ મૂક્યો અને છોકરીઓએ લૂગડાની
ગડી કરી દીધી. યુવાને આવેલા પૈસા ફાળિયાના છેડામાં બાંધી કમરે ખોસી દીધા અને ચારે જણ શહેરના એક ઓછી વસ્તીવાળા ભાગ તરફ
ચાલવા લાગ્યાં.

સરિયામ રસ્તે દૂર જઈને તેઓ બેઠાં. જુ વાને પૈસા ગણવા કાઢ્યા. આખા દહાડામાં ભેગા થયેલા પૈસાને તેમણે કમરે રૂમાલમાં બાંધી રાખ્યા
હતા તે પણ કાઢ્યા.

પૈસા ગણી છોકરાએ ડોસા સાથે કશી જ વાતચીત કર્યા વગર બાંધી લીધા. ડોસાએ પૂછ્યું:

‘કેમ ભાઈ, કેટલા થયા?’

‘તમારે શું કામ છે?’ છોકરાના અવાજમાં ચીડ હતી. ‘તમે તો હવે ભગત બની ગયા! કેવો સરસ રંગ જામ્યો હતો અને તમે બંધ કર્યું. બીજા
સહેજે આઠ-દસ આના મળી ગયા હોત!’

‘દીકરા, બહુ લોભ ન રાખીએ. રામજી માથે બેઠો છે!’

‘હા બાપા!’ છોકરો મરડમાં બોલ્યો, ‘રામજી માથે છે એટલે સ્તો ઘર, ગામ, ખેતર, વાડી ગયાં અને અહીં શહેરમાં આ ભીખવાનું માથે
આવ્યું!’

પોતાના બાપને અને દાદાને ચિડાઈને વાતો કરતા જોઈ છોકરીઓ ગભરાવા લાગી. નાની છોકરીને ભૂખ લાગી હતી અને મોટી બહેન તેને
દિલાસો આપતી હતી કે હમણાં બાપા ખાવાનું લઈ આવશે. ત્યાં તેમનો બાપ બોલ્યો:

‘જુ ઓ બાપા, આજે તો દોઢેકનો આસરો થયો. આ તબલાંવાળાને એમાંથી સવાએક આપી દઈએ. અને બાકીનામાંથી થોડા કાલને સારુ
રાખી થોડુંક ફાકો ખાવાનું લઈ આવીએ.’

‘બાપુ, તબલાંવાળાને તો અપાશે, પણ છોડીઓને ભૂખે ના મારતો.’ ડોસાએ કહ્યું, આજ પહેલો દહાડો છે. મને તો ભૂખ નથી. જાઓ, હું
બેઠો છું. તમે કંઈ ખાઈ આવો. આવતી કાલ રામજી ગમે તેવી દેખાડે. આજે જે છે તેમાં બાળજીવને દુ:ખી ના કરીશ. જાઓ બેટા, ખાઈ આવો.
અને મારે સારુ થોડી ચા લઈ આવજો.’

અને જુ વાન પોતાની બે છોકરીઓને લઈ દૂરની હોટેલ તરફ રવાના થયો.

ડોસાએ પોતાને માથેથી ફાળિયું ઉતાર્યું. ભીખ માગવા પાથરેલા લૂગડાને સહેજ પહોળું કરી, તે પર આડું પડખું ફેરવ્યું અને ઓશીકા નીચે
ફાળિયું મૂક્યું.
પાસેના તારટેલિફોનના થાંભલા પર તેની આંખ ગઈ. થોડે દૂર વીજળીનો દીવો બળતો હતો. ડોસાનો એક છોકરો ખેતરમાં વીજળી
પડવાથી મરી ગયો હતો. આજે આખો દહાડો જ્યાં જ્યાં તેઓ બેઠાં હતાં ત્યાં પાસે વીજળીનો થાંભલો નીકળતો જ હતો. છેલ્લે બાગ આગળ
બેઠાં ત્યારે તો કને ચાર થાંભલા નીકળ્યા અને ઉપર કેટલાય બધા આડાઅવળા તાર! એમણે ‘ખેલ’ કર્યો ત્યાં લગી ડોસો મન વારવા ઘણુંય કરતો
હતો છતાં તેનું મન વારે વારે ચમકી ઊઠતું હતું. અને વળી વળીને પોતાના મૃત પુત્રને યાદ કરતું હતું. કેવો ભગવાનનો માણસ હતો! એ હોત તો
આ દહાડા જોવા ન પડત!

‘રામજી મારા!’ બોલી તેણે પડખું ફેરવ્યું. તેને છાતીમાં ડાબી બાજુ દુખી આવ્યું. તે બેઠો થયો. છાતી પર તેણે હાથ મૂક્યો. શ્વાસ લેવામાં
સહેજ મુઝારો લાગવા માંડ્યો. ‘રામ!’ તેના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો. તેણે ઊંડા શ્વાસ લેવા માંડ્યા. આ શું થવા માંડ્યું છે? હમણાં હમણાં તેને
કદીક કદીક છાતીમાં આમ દુખી આવતું હતું. બેત્રણ સણકા પછી દુખાવો બંધ થયો. છાતી પર હાથ ફેરવતાં તેની નજર ઊંચે ગઈ અને તે
બોલ્યો:

‘રામજી! તું જે ખેલ કરાવીશ તે કરશું, બાપા! પણ આવા ખેલ તું કરાવશે એમ તો નહોતું ધાર્યું. બાપ! તારા નામના ખેલ! એના કરતાં તો
થાય છે કે આ માથે તારમાં દોડાદોડ કરતી વીજળીઓમાંથી એકાદી પડે તો તારે ચરણે વહેલો આવી જઉં, મારા રામ! પણ આયે તારી મરજી
હશે, તું કરે તે ખરું!’

તે જાળવીને પડખું દબાવી સૂતો. આખા દહાડાની અથડામણથી થાકેલા ડોસાની આંખ મળી ગઈ. આછી ઊંઘમાં પણ તેને આખા દિવસના
બનાવોના ધમકારા વાગી રહ્યા. ખેલ પૂરો થયા પછી છોકરો પોતાને ધમકાવે છે: ‘બાપા, બરાબર ભગતના જેવું ધ્યાન રાખો ને? જાણે પૈસા તરફ
આપણી નજર જ નથી એવું દેખાડવાનું!’ વળી છોકરાની આંખો જાણે વઢી રહી છે. અને મારી ફૂલ જેવી છોડીઓ, બચારીઓ પાસે કેવા નાચ
કરાવે છે એ છોકરો! નાટકના જેવું આપણાથી ક્યાંથી થાય? ત્યાં છોકરો પાછો તડૂકે છે. અને પોતે જાણે ભજનની ધૂન જમાવતો હોય તેમ બોલી
પડે છે: ‘ગાઉં છું, ભાઈ! ગાઉં છું, ભાઈ!’

‘બાપા, શું ગાઓ છો? શું બબડતા હતા?’ છોકરાનો અવાજ આવ્યો.

‘હેં, ભાઈ!’ ડોસો ઝબકી બેઠો થઈ ગયો, ‘મેં શું કહ્યું? કંઈ નહીં!’

‘હશે બાપા, લો, આ લોટીમાં ચા છે તે પી લો.’ છોકરાએ ચાની લોટી આપી.

‘ચા લાવ્યો છે, બેટા! આ છોડીઓને ખવાડ્યું ને?’

‘હોવે!’ જુ વાન બોલ્યો અને છોકરીઓ તરફ ફરી તેણે કહ્યું: ‘જાવ કે, છાપાંના કાગળ જડે તો વીણી લાવો, પાથરવા જોઈશે.’

નાની બહેનનો હાથ પકડી મોટી છોકરી ચાલવા લાગી. જતાં જતાં નાની છોકરી ડોસાના હાથમાંની ચાની લોટી તરફ તાકવા લાગી. ડોસો તે
જોઈ ગયો. તેણે છોડીને બોલાવી અને છોકરાના વિરોધ છતાં તેને ચા પીવડાવી, પોતે થોડી પીધી અને પછી માળા કાઢી ફેરવવા લાગ્યા.

છોકરાએ દૂર બેસીને બીડી પીવા માંડી. થોડી વારે છોકરીઓ થોડા કાગળના ડૂચા અને છાપાંના કકડા વીણીને આવી, તેની પથારી કરી બેય
છોકરીઓને વચ્ચે સુવાડી બાપદીકરો બે બાજુ સૂઈ ગયા.

અને થાકની નિદ્રા લેતાં ચારેયના શરીરના જીવ પોતાના ગામડામાં રમવા પહોંચી ગયા.
બેય છોડીઓ માથે નાનકડી ટોપલીઓ લઈ ગામની બીજી છોડીઓ ભેગી ભેંસો પાછળ છાણ લેવા દોડે છે. જેમ ભેંસો પોદળા કરતી જાય
છે તેમ તેમ પોતે પોદળા બોટતી જાય છે. કદીક મીઠી લડાઈ થાય છે. અને પછી બધી ભેગી થઈ ફળિયાના ટેકરા પર છાણાં થાપવા બેસે છે. થોડું
છાણ બાકી રાખી તેમાંથી મોટી બહેન નાની બહેનને છાણનાં રમકડાં બનાવી આપે છે. નાનકડી ઘંટી, નાનકડા રોટલા અને હોળી માતા માટે નાના
હોળૈયા. અહોહો, હથેળી જેવડાં હોળૈયા તો તેમણે કેટલા બધા બનાવ્યા હતા! એ મોટો લાંબો લાંબો હારડો થાય તેવાં. અને મા તો હતી નહીં
એટલે કાકી સાથે મોટી છોડી સેવો પણ વણવાની હતી. પણ નાની એના હોળૈયા થાપવાનું મૂકતી નથી. મોટી તેને થથડાવીને લઈ જાય છે. તેના
હાથનું છાણ આમતેમ ઊડે છે. અને મોટીને તેનો બાપ થથડાવે છે: ‘દાદા સારુ સેવો વણનારીઓ ના જોઈ! મૂકો બધું પડતું!’ અને સેવનો બાંધેલો
લોટ મોટીના હાથમાંથી પડી જાય છે. અને બાપા બેય બહેનોને બાવડાંથી પકડી ખેંચી લઈ જાય છે. તેમનાથી ખૂબ આગળ આગળ તેમના દાદા
ચાલતા લાગે છે, બેય જણ ‘દાદા, દાદા!’ની બૂમ મારે છે. પણ દાદા તો પાછું જોતા જ નથી. છોડીઓ ઢસડાતી ઢસડાતી ચાલે છે. અને એકદમ
મોટો રસ્તો અને મોટરો સાથે લોક લોક થઈ રહે છે.

જુ વાનની આસપાસ ધુમાડાના ગોટેગોટા થઈ રહ્યા છે. સિગારેટની ડબી ઉપર પાડેલાં એકલાં મોઢાં જેવાં કેટલાં મોઢાં તેમાં તરતાં દેખાય છે.
એ બધા એના જુ ગારી ભાઈબંધો છે... આ એના ફસલના પાકના રૂપિયા ગયા... આ એની બૈરીનાં ઘરેણાં ગયાં... આ વાણિયો ભેંસ છોડી ગયો...
આ મુસલમાન વહોરાએ એનું ઘર મંડાવી લીધું. હજીય દેવું બાકી છે. ‘છોડીઓ વેચીને આપ,’ લેણદાર બોલે છે. કોક કહે છે: ‘ડોસા પાસે છે તે
કઢાવ ને?’ ખરી વાત. તે ધસે છે. છોડીઓએ લીંપેલા તાજા ઓટલા પર બેઠેલા ડોસા કશું બોલતા જ નથી. ‘બાપા, કંઈ રૂપિયા છે? કશુંય છે?’ તે
પૂછે છે. બાપા કહે છે, ‘ભાઈ મારા, જે છે તે હું છું.’ ‘હા. તમે છો ત્યારે હીંડો હવે.’ અને પોતે જુ સ્સામાં આવી ડોસાને થથડાવી ઓટલેથી હેઠા
ઉતારે છે. નમ્ર ડોસા ઊભા થઈ ચાલવા માંડે છે. અને પોતે પેલાં મોઢાં પોતાની પાછળ પડ્યાં છે તેને પછેડીની ઝાપટથી વારતો વારતો નાસે છે,
નાસે છે. હાશ, આ પોલીસ દેખાયો... હવે મને કોઈ નહીં પકડે... શહેરની ઝગમગતી રોશનીમાં તે ઊભો રહે છે... આ મેરથી મોટર, પેલી મેરથી
મોટર, ઉપરથી મોટર, નીચેથી મોટર, પોં પોં, પોલીસની સીટીઓ...

ડોસાની આસપાસ આછા અજવાળાવાળી તારલિયાળી રાત છે. પાસે તુલસીક્યારો છે. દીકરાની દીકરીઓએ ઓકળી પાડીને લીંપેલી ભોંય
ચારે કોર છાણમાટીની મીઠી વાસથી મહેકે છે. તુલસીક્યારામાં દીવો છે, અને પાસે બે અગરબત્તીઓ ધૂપની સેર કાઢતી તગતગે છે. ડોસો નિરાંતે
તંબૂરો ઉપાડે છે. દીકરો ઢોલક લે છે અને દીકરાની બે ગંગાજમના જેવી દીકરીઓ તેની આસપાસ આવીને બેસે છે: ‘દાદા, અમને મંજીરા
શિખવાડોને!’ અને દાદા એ કૂણી આંગળીઓ ઉપર મંજીરાની દોરી વીંટી આપે છે. કૂણા કૂણા હાથમાં મંજીરા કૂણું કૂણું રણકે છે અને ભગવાનનું
ભજન ડોસો માંડે છે:

“એ આ રે કાયામાં સંતો નવલખ તારા,

ડગલે ડગલે મારા પરભુના ઉતારા... રે.”

ફળિયાના, ગામના, પરગામના લોક ડોસાનાં ભજનો સાંભળવા આવે છે. ડોસો એક ગૂણિયા ઉપર બેઠો બેઠો રાતભર ગાયા કરે છે. છોકરો
અને તેના જેવા જુ વાનિયા ડોસાની પાસેથી ભજન શીખે છે. તેમના સાદ પણ ધીરે ધીરે ઘૂંટાતા જાય છે, કંઈક ડોસાની લહેક આવે છે. પણ ડોસો
તે તો ડોસો જ. કોક અજબ લહેક આવતાં સાંભળનારાં બોલી ઊઠે છે: ‘વાહ, ભગત!’ ભજન પૂરું થયે પરસાદ વહેંચાય છે. દાદા દીકરીઓને
ઉઠાડે છે, ‘ઊઠો બા, પરભુનો પરસાદ લો.’ અને સાકર અને લીલા ટોપરાના પરસાદથી મોઢાં ભરી તે ખાતી ખાતી છોકરીઓ પાછી ઊંઘમાં ઢળી
પડે છે. બેયનાં ફૂલ જેવાં સુંવાળા મોં પર ડોસાનો હળકોદાળાના આંટણોવાળો હાથ કોમળતાથી ફરે છે.

એમ ડોસાની ભગતાઈ ચાલે છે. કેટલાય છોકરા એમની પાસેથી તૈયાર થઈ ગયા. બેય છોડીઓ મોટી થઈ અને ડોસાની બે પડખે બેસી
બબ્બે હાથે મંજીરા ચગાવવા લાગી. બે જુ વાન દીકરા ખેતી કરતા હતા. રામજી મહારાજને ચરણે માથું મૂકી ડોસા નિરાંતે સૂતા અને ભજનનું અમી
પોતે પીતા ને અગણિત લોકોને પિવડાવતા.
ત્યાં એક ચોમાસામાં આભની વીજળીએ ખેતરને ખોળેથી મોટા છોકરાને ઉપાડી લીધો. હા, એને તો ફરીથી મંડાવાની બધી ગોઠવણ પણ
કરી હતી. પાટડા જેવી પડછંદ કાયાનો છોકરો ખેતર વચ્ચે પડ્યો પડ્યો હજીય હસતો હતો. છોકરાના માથા પાસે બેસતાં ડોસો માત્ર એટલું જ
બોલ્યો: ‘મા વીજળી, તું તો મારા કરસનની બહેન. પણ મારા પર પડી હોત તો શું ખોટું થાત, મા!’

અને ચોમાસું ગયું ને નાના છોકરાની વહુ ગુજરી ગઈ. છોકરો બેબાકળો બન્યો. બે છોડીઓ હતી તે ઘરમાં આડુંઅવળું કરે તેવી હતી.
છોકરો ખરાબ લતે ચડ્યો. આમ તો કેવાં રૂપાળાં ભજન ગાતો હતો! બધા કહેતા કે ભગતની ગાદી આ સાચવશે. પણ એય રામજીનું કરવું હશે
તો જુ ગારની અંદર કેટલુંય હારી આવ્યો. થઈ રહ્યું. ઘરબાર વગેરે બધું વીણી વીણીને આપી દીધું: ‘બાપ, મારે દેવું માથે ના જોઈએ,’ ડોસાએ
લેણદારોને કહ્યું, ‘આ જે છે તેમાંથી બેચાર આની જે આવે તે સમજી લો.’

પણ હવે? છોકરો બોલ્યો: ‘બાપા, શહેરમાં જઈએ અને ભજનમંડળી કાઢીએ.’

‘ભીખ માગવાની, બેટા?’

‘ના, ના. બાપા. આપણે તો ભજન ગાવાનાં. અને જે મળે તે ખરું.’

‘ભલે ભાઈ એય કહેવાય તો ભીખ જ ને? પરસેવામાંથી કમાઈએ તે જ ધરમનું!’

અને છોકરાએ હસીને જવાબ દીધો: ‘બાપા, ભજન ગાતાંય ઓછો પરસેવો નહીં વળે!’

ડોસા ચોંક્યા. તારલિયાળી શીતળ રાતોમાં રામનાં ભજન ગાતાં તેને પરસેવો કદી બાઝ્યો ન હતો. એ તો પરભુની અમી ઊતરતી હતી.
ડોસાએ ઝઘડો ન કર્યો, પણ છોડીઓને લઈને જવું તેને કાળ જેવું લાગ્યું. પણ શું થાય?

છોકરો શહેરની બાબતોથી બહુ જાણકાર હતો. એક ઓળખીતા ડબગરને ત્યાંથી નવી તબલાંની જોડ ઉધાર લાવ્યો. ચારેય જણને માટે
ગુજરીમાંથી કપડાં લાવ્યો. શહેરની બૈરીઓનાં ઊતરેલાં ભાતીગળ કપડાંમાં છોડીઓ કેવી વરવી લાગતી હતી! અને ચારે જણે શહેરના ચકલામાં
ભજન ગાવા માંડ્યાં.

અરે રામ! આ તે કેવાં ભજન! ડોસાનો જીવ ઊકળવા લાગ્યો. આના કરતાં તો મરી જવું સારું. ડોસાને થયું. પણ વળી વિચાર આવ્યો કે
મરવાનું હોત તો મોટા છોકરાને બદલે પોતાના પર જ વીજળી ના પડી હોત? પણ આ ભજનના ખેલ!

ધોળે દહાડે ભજન! પાસે થઈને ભોં ભોં કરતી મોટરો જાય, આમ રસ્તાની ધૂળ ઊડે, આમ લોક થૂંકતા જાય, કચરો નાખતા જાય, રસ્તો
ધીખતો જાય. ખરું ભાઈ, પરસેવો તો પડે જ છે હવે! અને આ છોકરો, એ તો આ છોડીઓને નાચવાનું પણ કહે છે!

પણ દીકરાના કહેવા પ્રમાણે ડોસાએ વેશ કરવા માંડ્યો. તંબૂરો, તબલાં અને છોડીઓના મંજીરાનું આકર્ષણ અજબ હતું. લોકો પાથરણામાં
પૈસા ફેંકવા લાગ્યા. છોકરાએ તો જાણે પૈસાનું ઝાડ ઝૂડવા માંડ્યું. હા, પોતે તો ખોળામાંથી કણ કણ વીણીની રામને ભરોસે દહાડા કાઢ્યા હતા.
પણ આ છોકરાએ તો પૈસા વેડવા માંડ્યા. છોકરો કહે છે: ‘જુ ઓ બાપા, કમાઈ તો શહેરની જ ને?’ ‘હા ભાઈ, તું મારી કને રામનો વેપાર કરાવવા
નીકળ્યો છે. પૈસો ગમે તેટલો આવે પણ તે મારો રામ વેચીને ને?’ ‘અરે બાપા!’ છોકરો ખડખડાટ હસે છે: ‘ભગત થઈને ભૂલી ગયા? તમે જ
ગાઓ છો ને કે અમે રે વેપારી સંતો રામનામના. પછી?’ ડોસાથી આ રામની મશ્કરી વેઠાતી નથી. તે સમસમીને ચૂપ રહે છે.

પહેલે દહાડે બપોર લગી રાગડા ખેંચીને ચારે જણે કાંઈ ખાધું. વળી પાછા બપોર ઢળવા આવ્યા ને બીજે કંઈ જમાવ્યું. ડોસાના ગળામાંથી
ભજનો નીકળતાં બંધ થવા લાગ્યાં. મગજમાં ધુમાડો પેસી જતો લાગ્યો: ‘ઓ રામ, આ ટોળું વળીને ઊભા રહે છે એમાંથી કોને તારું નામ સાંભળવું
છે?’ ભજનનો જૂ નો લહેકો લાવવા પ્રયત્ન કરતાં તેને મનમાં થતું. ડોસાએ જોયું કે જોનારાને શું ગવાય છે તેની કશી પડી નથી. એમને તો અવાજ
જોઈએ, ચાળા જોઈએ, ‘જમાવટ’ જોઈએ. ભજન ચાલતું હોય ત્યારે છોકરો ધીરે પડતા ડોસાને વારંવાર ટોકતો હતો. છોકરીઓને શરીરના ચાળા
કરવા ઉશ્કેરતો હતો. ડોસાને તે માથાવાઢ જેવું લાગતું. પણ ભરબજારે ઝઘડો કેમ શોભે? સાંજ લગીમાં તો ડોસો થાકી ગયો. બાગની પાસે બેસીને
છેલ્લો ‘ખેલ’ કર્યો ત્યારે તો ડોસો સાવ લોથ થઈ ગયો હતો. પણ તોય કેડને ટટાર રાખી તેણે કામ કર્યા કર્યું.

ડોસાના નિદ્રિત મનમાં ભજનની લીટીઓ આડીઅવળી દોડવા લાગી. તેના માથા પર જાણે કોક મોટો કરોળિયો વીજળીના તારનાં જાળાં
ગૂંથ્યે જાય છે. છોકરીઓ કહે છે: ‘દાદા, જુ ઓ કેવી સેવો ચળાય છે!’ અને ભજનની એકેય લીટી આખી હાથ નથી આવતી. જાણે મીઠી
મઘમઘતી ધૂપસળીઓને કોઈ ભાંગી નાખતું હોય તેમ ભજનની લીટીઓ ભાંગી જાય છે. તંબૂરાના તાર તૂટી તૂટી છેડેથી સાપની જીભ જેવા બની
ડંખે છે. તબલાંના કાળી શાહીવાળા ડોળા કોઈ રાક્ષસની જેમ ઘૂરકે છે. અને છોડીઓ રામજણી જેવી થઈને ઘૂઘરા બાંધી નાચે છે. રામ, રામ!...
ડોસાને ગળે સોસ પડે છે.

‘બેટા!’ કહી ડોસાએ પડખું ફેરવ્યું. તેની આંખ સહેજ ખૂલી. વીજળીના દીવા હોલવાઈ ગયા હતા. સવાર થવા આવ્યું હતું. આભમાં હરણાં
આથમણે ઢળવા લાગ્યાં હતાં: ‘અમને હસો છો, મારા બાપ! હસો, બાપા, હસો!’ તારાઓને જોઈ ડોસો મનમાં બબડ્યો. હા, ઘણીયે વાર આમ
સવાર થવા આવતી ત્યાં લગી ભજન ચાલતાં. પણ આજે? ડોસાને ગળામાં ફરી સોસ લાગ્યો.

‘બેટા! મને તરસ લાગી છે, ક્યાંક પાણી!’

‘પાણી? જાવ આટલામાં ક્યાંક નળ હશે, શોધી કાઢો!’ કહી છોકરાએ પડખું ફેરવ્યું.

ડોસાએ થૂંક ગળવા પ્રયત્ન કર્યો. ગળું સૂકું લાકડા જેવું હતું. ડોસો બેઠો થયો. આસપાસ બધું કાળું કાળું અજાણ્યું લાગતું હતું: ‘આમાં મને
નળ ક્યાં જડે, બાપ!’ ડોસો બબડ્યો.

‘ના જડે તો બેસી રહો. જરા ઊંઘવા દો કે!’ છોકરો ચિડાઈને બોલ્યો.

ડોસો મૂંગામૂંગ બેઠો અને બેય છોકરીઓનાં મોઢાં જોવા લાગ્યો. બેય ઊંઘતી હતી. થોડી વારે મોટી છોડી બબડી: ‘અલી, ગા કે બરાબર.
બાપા વઢશે. ગા કે ‘પાની મેં મીન પિયાસી’. અને બેત્રણ વાર ‘મીન પિયાસી’ બોલી તેણે પડખું ફેરવ્યું.

‘ઊંઘી જા, બેટા!’ કહી ડોસાએ તેને માથે હાથ ફેરવ્યો અને પોતે બબડ્યો, ‘ગા બેટા,’

પાની મેં મીન પિયાસી!

‘મીન પિયાસી’ કરતાં કરતાં કેટલાક મહિના વીતી ગયા. ડોસો આ નવા જીવનથી ટેવાતો ગયો. પણ તેમની ભીખની કમાણી ખાસ વધી નહીં.
ડોસાનું જોઈને બીજી પણ અનેક હરીફ મંડળીઓ નીકળી. અને તેઓ વધારે ઠઠેરાથી તમાશાપ્રિય લોકોને પોતાના તરફ ખેંચી જવા લાગી. છોકરો
એ હરીફોને ટપી જવા માટે ડોસાને અને છોકરીઓને તૈયાર કરવા લાગ્યો. પણ ડોસા તાડૂકી ઊઠ્યા: ‘મારું તારે જે કરવું હોય તે કર, પણ
છોડીઓને નચાવવાની નથી. ભલે ભૂખે મરી જવાતું.’

તે પછી છોકરાએ પૈસા મેળવવા બીજી બાજુ નજર દોડાવવા માંડી. જે થોડી મૂડી ભેગી થઈ હતી તેમાંથી એકાદ ફેરી કરી હોય તો? તેણે
ડોસાને અને છોકરીઓને માથે મન ફાવે તેમ ભજન ગાવાનું નાખી દીધું ને પોતે ફેરી શરૂ કરી. અને આ ભજનમંડળીઓને સાંભળવા જામતી
મેદની જ એને ઠીકઠીક કમાણી કરાવી આપવા લાગી.
ડોસાની હરીફ મંડળીઓએ ભજનોનો વાયરો શહેરમાં વહેતો મૂકી દીધો. ડોસાના શ્રોતાઓ સંખ્યામાં આમ થોડાક ઘટ્યા, પણ બીજી રીતે
ડોસાને તેનો બદલો મળી રહેવા લાગ્યો. હવે ડોસા પાસે જેઓ સાંભળવા આવતા તે સાચા ભજનપ્રિય હતા. ડોસાનાં ભજનોની સાત્ત્વિકતા પેલી
બીજી મંડળીઓમાં ન હતી. હવે તમાશાખોરીની જરૂર બહુ રહી ન હતી. એટલે ડોસાને હૃદયે ઘણી નિરાંત રહેતી. રાંજના વખતના અમુક નિશ્ચિત
સ્થળે અમુક વખત જ ડોસો ભજન ગાતો. શિષ્ટ સંસ્કારી લોકો તેની પાસે આવીને બેસતા. વારતહેવારે ભજનો લાંબે સુધી ચાલતાં. તબલાંની
ઢબાઢબ છોકરો જવાથી આપોઆપ જતી રહી હતી. છોકરીઓ શાંત સ્વચ્છ ભાવે મંજીરા વગાડતી વગાડતી દાદાને ભજનમાં સાથ આપતી. તેઓ
પણ કેટલાંક ભજન તો બહુ સારી રાતે ગાતાં શીખી ગઈ.

આમ સંસ્કારી મંડળોમાં ડોસાની ભજનિક તરીકે ખ્યાતિ વધવા લાગી. સાંજે તેમનાં ભજન ચાલતાં હોય ત્યારે છોકરો પણ પોતાની લારી
એટલામાં જ રાખતો.

એક સાંજે ડોસા ભજન ગાતા હતા ત્યારે ત્યાં આગળ એક ચમકદાર મોટરને ઊભી રહેતી જોઈ છોકરો નવાઈ પામ્યો. પોતાની લારી ઠેલતો
ઠેલતો તે મોટરની પાછળ જઈને ઊભો રહ્યો. મોટરમાંથી તેણે કદી ન જાણેલી એવી બહુ જ મીઠી સુવાસ આવતી હતી. અંદર બેત્રણ સ્ત્રીઓ અને
પુરુષો બેઠાં હતાં. તેઓ ડોસાનાં જ ભજન સાંભળતાં હતાં અને ભજન વિશે વાતચીત કરતાં હતાં. છોકરાને રોમાંચ થયો. છેવટે
સાંભળનારાંઓમાંથી એક જણ બોલ્યું: ‘જઈએ હવે, સુશી! તું ધરાઈ ન હોય તો એને ઘરે બોલાવીશું.’ અને છોકરામાં આશાનો એક તીવ્ર ઉત્પાત
મચાવીને મોટર ચાલી ગઈ.

તે રાતે છોકરાએ બાપાને બધી વાત કરી. ડોસાને તો હવે કદરની કે ધનની એવી કશી ઝંખના રહી ન હતી. પણ છોકરાએ તો એમાંથી
કેટલાય હવાઈકિલ્લા ચણી લીધા. પૈસા મળશે, નોકરી મળશે કે ક્યાંક વેપારી થઈ જવાશે. એ મોટરવાળાને ત્યાંથી નિમંત્રણ આવે તેની આશામાં તે
હવે સાંજના ક્યાંય બીજે ફેરી કરવા ન જતો. એથી એની સાંજની મોટી આવક ઓછી થવા લાગી. પણ ભાવિની આશાનો તંતુ તેના હૃદયને બળ
આપી રહ્યો. ડોસો એને કહેતો: ‘ભાઈ, તું તારે તારું કામ સંભાળ. બાપા! આપણે તો રામજી આધાર છે. એવા લોકની શી આશા?’

અને જ્યારે છોકરાએ આશા મૂકી દીધી ત્યારે એક સાંજે પેલી જ મોટર, જે ત્યાંથી રોજ પસાર થઈ જતી હતી, અને તેના હૃદયને ઘડીક
વાર આશાની ટોચે ચડાવી પાછી નીચે ફેંકી દેતી હતી, તે ત્યાં ઊભી રહી. એક સાદો ધોળી ટોપીવાળો માણસ તેમાંથી ઊતર્યો અને ડોસા તરફ
વળ્યો. રખે ડોસો ના પાડી દે એ બીકે લારીને સૂની મૂકી છોકરો જલદી બાપા પાસે પહોંચી ગયો અને શેઠ સાહેબનું આમંત્રણ તેણે ડોસાની
આનાકાની છતાં ઝીલી લીધું.

પેલા ભાઈએ અત્યંત નમ્રતાથી અને મીઠાશથી કહ્યું: ‘ત્યારે તમને કાલે રાતે નવ વાગ્યે લેવા આવીશું. તમારું રહેવાનું ઠેકાણું આપો.’

‘રહેવાનું ઠેકાણું?’ ડોસો ધીરુંક હસ્યો, ‘બાપલા, રામ રાખે ત્યાં રહીએ છીએ. અહીં જ આવજો ને, અમે અહીં બેઠાં હઈશું.’

છોકરો ચિડાયો. ડોસાએ બાફી માર્યું. એટલી બધી ગરીબાઈ દેખાડવી? તેણે બીજું એક ઠેકાણું આપ્યું અને ત્યાં તેડવા આવવાને પેલા
ભાઈને કહ્યું.

પેલા ભાઈએ જતાં જતાં પૂછ્યું: ‘બીજી કંઈ સામગ્રી તમારે જોઈશે?’

ડોસાએ કહ્યું: ‘ના ભાઈ, છેવટે પ્રભુ માટે પરસાદ કરાવજો!’

‘હા, હા, એ તો થશે!’ કહી પેલા ભાઈ ગયા. પ્રભુનો પ્રસાદ! ડોસાને મોટી તૃપ્તિ થઈ. આ શહેરમાં આવ્યા પછી તો ભજનને અંતે ભીખ
માગવાની જ રહી હતી.
બીજે દિવસે છોકરાએ અને છોકરીઓએ મળી પોતાનાં અને ડોસાનાં કપડાં ધોઈ નાખ્યાં. મંજીરા માંજીને ઊજળા કર્યા. તંબૂરામાં નવાં
મોરપીંછ ઘાલ્યાં. ડોસાને છોકરાએ ટીલાં વગેરેનો બરાબર ઠાઠ કરાવ્યો. અને અર્ધોએક ગાઉ જેટલું ચલાવી એક ગરીબ વાસની પાસે જઈને કોકના
એક ઘર પાસે ઊભાં રાખ્યાં.

અને ચારે જણ મોટરની રાહ જોવા લાગ્યાં. પોતાને તેડવા આવનારી મોટરને ઓળખવાનો તેમની પાસે કશો કીમિયો ન હતો. ડોસો તો થોડી
વાર પછી આંખ મીંચીં ઓટલા પર બેસી ગયો. તેનું જાડું અંગરખું હજી પૂરું સુકાયું નહોતું તે તેને કઠતું હતું. અને વચ્ચે વચ્ચે છાતીમાં ડાબી કોર
દુખી પણ આવતું હતું. કેટલા બધા વખતે તે આટલું ચાલ્યો હતો. અને આ દુખાવો તો હમણાં હમણાં ઘણી વાર થઈ આવતો હતો.

જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ છોકરીઓને પોતાનાં કપડાંમાં જે થીગડાં હતાં તેનું ભાન વધારે ને વધારે થવા લાગ્યું. અને જાણે તેમને
કોઈ જોતું હોય તેમ તે થીગડાં ઢંકાય તેમ પોતાની સાડીને આમતેમ ઢાંકવા લાગી. છોકરો દરેક આવતી કે જતી મોટર તરફ તાકીતાકીને જોવા
લાગ્યો. કઈ બાજુ થી મોટર આવશે તે તેને ખબર ન હતી. સામેથી આવતી મોટર તેના ઝળહળતા અજવાળામાં દેખાતી નહીં અને આ બાજુ થી
આવતી મોટરની પૂંઠ દેખાતી તો તે ઘડીકમાં સરકી જતી. પેલા શેઠના જેવી તો કેટલીય મોટરો ચાલી ગઈ! આવતી અને જતી મોટરો તેના હૃદયને,
સાળના કાંઠલાની જેમ આમથી તેમ અને તેમની આમ અફાળી રહી. છેવટે તેમની આગળ એક નાની મોટર ઊભી રહી. પેલી તે દિવસે જોઈ હતી
તેનાથી તદ્દન જુ દી જ!

ચારે જણ જ્યારે મોટરની પાછલી બાજુ માં બેઠાં ત્યારે તેમનાં મગજમાં ઘડીક ચક્કર આવી ગયાં. આવી રીતે તેઓ પહેલી જ વાર બેઠાં
હતાં. અને મોટર એટલી ઝડપથી ચાલતી હતી કે તેની ગતિએ જ તેમના બધા વિચારોને થંભાવી દીધા.

મોટર એક ઊંચા ઝાંપામાં દાખલ થઈ, મોટા બગીચામાં વાંકીચૂકી ચાલતી, એક મોટા ચણેલા માંડવા જેવાની નીચે જઈને ઊભી રહી. ચારે
જણની આંખો પહેલપ્રથમ તો આજુ બાજુ ની વસ્તુઓ જોઈ ચકળવકળ થઈ ગઈ. ડોસાએ પોતાની ઝંખવાઈ ગયેલી આંખને ઘડીક વાર પછી ઢાળી
દીધી: ‘લખમી છે, પછી શું શું ન હોય?’ છોકરો આ બધામાં કેટલા પૈસા વપરાયા હશે તેના વિચાર કરવા લાગ્યો. તેને છોકરીઓ બાળસહજ
મુગ્ધ ભાવે બધું જોવા લાગી. અધધધ, કેવાં પગથિયાં, કેવાં બારણાં, આ ફૂલનાં કૂંડાં અને છાપરું તો કેટલે બધે ઊંચે અને અહાહાહા, આ શું
પૂતળાં અને વાસણો અને ગાલીચા અને બેસવાનાં, અને... અને... તેમની નજરે એવું કેટલુંયે પડ્યું જેનું નામ પણ તેમણે સાંભળ્યું ન હતું. પોતાનાં
લૂગડાંનાં થીગડાં ન દેખાય તેમ પહેરેલી સાડીઓને લપેટી તે બાપની પાછળ ચાલવા લાગી. ડોસો ત્રણેયની પાછળ ‘રામજી, રામજી’ બોલતો
ચાલતો હતો.

એક ખુલ્લા વરંડામાં બેઠક હતી. ભાતીગળ કપડાંમાં સ્ત્રીપુરુષ છૂ ટી છૂ ટી ખુરસીઓ સોફા વગેરે પર બેઠાં હતાં. છોકરીઓ પેલી શેઠાણીઓ
તરફ જ જોઈ રહી: ‘શાં એમનાં મોઢાં! કેવા વાળ ઓળ્યા છે! અને કેવાં કેવાં લૂગડાં!’

ચારેય જણને ગાદી બિછાવેલી લાકડાની એક મોટી પાટ પર બેસાડ્યાં. બીજા લોકો પોતાની વાતોમાં મગ્ન હતા ત્યારે ડોસાએ છોકરાને
કાનમાં કહ્યું: ભાઈ, આપણે ના આવ્યાં હોત તો સારું. અહીં મને નથી ગોઠતું. ‘ગોઠ્યાં હવે!’ છોકરાથી જરા તાણીને બોલી જવાયું. તેનો અવાજ
સાંભળી પેલા લોકમાંથી એકે પૂછ્યું: ‘તમારે કંઈ જોઈએ?’ છોકરો છોભીલો પડી ગયો. ડોસો બોલ્યો: ‘ના, બાપુ, બધું અમારી કને છે.’ અને
છોકરાએ બાપાને કહ્યું: ‘બાપા, બીજા વિચાર કર્યા વગર ગાજો છાનામાના.’ ‘ગાઈશ, ભાઈ, મારા પરભુનું નામ તો ગાઈશ. તારે કહેવાની જરૂર
નહીં પડે.’ ડોસાએ કહ્યું અને તંબૂરો મેળવવા માંડ્યો.

તંબૂરો મેળવતાં મેળવતાં ડોસાની નજર છત પર ગઈ. પેલા ફૂલગુલાબી લોકોના માથા પર વીજળીનો પંખો ફરતો હતો! ડોસાને બેચેની થવા
લાગી. આ ઉનાળામાં ટાઢ કેમ વાતી હતી તે તેને સમજાયું. હા, અને અંગરખું હજી થોડુંક ભીનું પણ હતું. અને હૈયા આગળ તો હજી દુખાવાનો
સણકો વળી વળીને ઊપડી આવે છે!
તેને પોતાનો મોટો છોકરો કરસન યાદ આવ્યો. ડોસાએ શહેરમાં આવ્યા પછી, ઠેર ઠેર માથા પર તારમાં સંતાઈને દોડાદોડી કરતી વીજળીને
પોતે કેટલીય વાર કહ્યું હતું કે મારા કરસનને તું લઈ ગઈ તો મનેય કેમ નથી લઈ જતી? પણ કરસન તો સુખથી ગયો, જોતજોતામાં. મારે માટે એવું
મોત ક્યાંથી? ક્યાંય રિબાતાં રઝળતાં મરવાનું હશે! હશે. રામજીએ ધાર્યું હશે તેમ જ થવાનું છે ને! અને ડોસાએ આંખ ઢાળી રામનામની સાખી
ઉચ્ચારી ભજન શરૂ કર્યાં. વચ્ચે વચ્ચે એને થતું હતું કે પંખો બંધ થાય તો સારું. પણ એ કોને કહેવું?

અને જાણે પોતે શિયાળાની રાતે ભજન ગાય છે એવું અનુભવતાં અનુભવતાં ડોસાએ પોતાના રામની લીલા ગાવા માંડી. સંગીતકારોના
સંગીત કરતાં ભજનની રંગત કોક જુ દી હતી. તાલનું અને લયનું પૂરતું વૈવિધ્ય હતું. ડોસાનો અવાજ બરાબર સૂરમાં રહેતો હતો. ક્યાંય તાલ
ખંડિત નહોતો થતો. જાણે વનનાં તદ્દન અજાણ્યાં પણ અદ્ભુત ફૂલ વીણી વીણીને આપતો હોય તેમ ડોસાએ એક પછી એક ભજનો સંભળાવ્યાં.
ગુરુમહિમા, અલખની સમજ, અવળવાણી, વિરોધાભાસો ઉપર રચાયેલી ચમત્કારિક શબ્દાવલિ ઇત્યાદિને બહુ જ સરળતાથી રજૂ કરતાં
ભજનોએ સાહિત્યપ્રિયોને પણ મુગ્ધ કર્યા. અને ડોસાએ એનું નગરીમાનીતું થયેલું ‘પાની મેં મીન પિયાસી’નું ભજન પણ ગાયું. શ્રોતામંડળ ખૂબ
પ્રસન્ન થયું. કુટુંબના સાહિત્યકારો અને સંગીતકારોને લાગ્યું કે આવી વસ્તુની તો જાહેર કદર થવી જોઈએ, એને સંરક્ષવાને કંઈ કરવું જોઈએ,
એની પરંપરા ચાલુ રાખવી જોઈએ. અને તેઓ ડોસાનો એકાદ જાહેર સત્કાર-સમારંભ ગોઠવવાનો વિચાર કરવા લાગ્યા.

ડોસાએ તંબૂરો હેઠે મૂક્યો, આંખ ઉઘાડી. છોકરીઓએ ડોસા તરફ જોયું. છોકરો પાછળ ગુપચુપ બેઠો હતો. તે આજના કામથી ઘણો સંતોષ
પામ્યો હતો. ડોસાએ રાત કેટલી ગઈ તે જોવા આકાશ ભણી નજર નાખી. પણ વરંડાના અજવાળાએ આકાશના તારાને ઝંખવી નાખ્યા હતા.

છેવટે પ્રભુનો પ્રસાદ વહેંચાયો. છોકરીઓ જ્યારે પોતાને મળેલા બબ્બે કોળિયા જેટલો પ્રસાદ ખાઈ ગઈ અને તેમની ભૂખ જાગી ત્યારે જ
તેમને ખ્યાલ આવ્યો કે આજના ઉમંગમાં તેમણે સાંજે ખાધું જ નથી! પ્રસાદની થાળીની પાછળ પાછળ તેમની મુગ્ધ આંખો ફરવા લાગી. છોકરોય
ભૂખ્યો હતો પણ તેની દ્રવ્યપ્રાપ્તિની આશાની ભૂખ તેથીય વધુ તીવ્ર હતી. ડોસાએ પોતાને મળેલા પ્રસાદમાંથી થોડોક ખાઈ બાકીનો છોડીઓને
આપી દીધો. દાદા કેવા સારા છે! બેય છોડીઓને થયું. અને પછી પાણી પીરસાયું! લાંબી લાંબી થાળીઓમાં મૂકેલા પ્યાલા, અને તે કેટલા બધા
ચોખ્ખા! પ્યાલાને હાથ અડાડતાં છોકરીઓને સંકોચ થયો અને કેવું ટાઢું ટાઢું બરફ જેવું! ડોસાએ પાણીનો પ્યાલો મોઢે માંડ્યો. કેટલું બધું ટાઢું! કશા
સ્વાદ વગરનું. તેણે બેએક ઘૂંટડા લઈ પ્યાલો મૂકી દીધો. છોકરીઓ તરસની મારી પ્યાલો પ્યાલો પાણી પી ગઈ. દાંત જરા કડકડવા લાગ્યા, પણ
હજી તેમની તરસ છિપાઈ ન હતી. અને બીજો પ્યાલો લેવાય કેમ કરીને? મહાન પ્રશ્નો મહાન માણસોના જ જીવનમાં આવે છે એમ નથી. અને
છોકરાને પણ તેવો જ મહાન પ્રશ્ન થયો કે જ્યારે તેઓ નીકળતાં હતાં ત્યારે કારકુને તેમને પાંચ રોકડા રૂપિયા આપ્યા તેને ખખડાવીને લેવા કે એમ
ને એમ જ?

શેઠસાહેબ અને શેઠાણી વગેરે ડોસાને પગથિયાં લગી વળાવવા આવ્યાં, નમસ્કાર કર્યા અને ફરી આવજો એમ કહી અંદર જતાં રહ્યાં.
ચારેય જણ પગથિયાં ઊતરીને એક થાંભલાની આડશમાં ઊભાં રહ્યાં. તેમને માટે મોટર હજી કેમ ન આવી તેની તલાશમાં એક નોકર દોડ્યો. પેલા
એમને લેવા આવેલા ભાઈ એમની સાથે જ હતા.

ડોસાએ ઊંચે નજર નાખી. હા, હજી તો માંડ અધરાત વીતી છે. આછા અજવાળામાં ડોસો બગીચાની શોભા નીરખી રહ્યો. અહા, આ લીલી
લીલી ધરો, આ પાણીથી તર એવા ક્યારા, પેલો પાણીભરેલો હોજ, અને એમાંનાં કમળ! અને આ ડગલે ડગલે આભના તારા જેવાં ફૂલ! શું
લીલુંકુંજાર છે! નંદનવન જાણે! મારો રામજી આવા જ નંદનવનમાં રહેતો હશે? ડોસાને પ્રશ્ન થયો.

જવાબમાં સામેના ખૂણામાંથી અજવાળાની બે સોટીઓ વીંઝતી મોટર આવી. ડોસો મનમાં બબડ્યો: બાપ, આ અજવાળાંય હવે તો પથરાતાં
નથી પણ આમ લાકડીઓ પેઠે વાગતાં આવે છે. મારા રામનું તેજ તો કેવું ચંદ્ર જેવું શીતળ છે!

ચારેયને મોટરમાં બેસાડી પેલા ભાઈએ શોફરને કહ્યું: ‘આમને જ્યાં કહે ત્યાં લઈ જજો.’ અને પોતે પણ પગથિયાં ચડી અંદર ગયા.
મોટર ચાલી. અંદર બેઠેલાંને બેસવાનું ફાવતું ન હતું. તંબૂરો બરાબર ગોઠવાતો ન હતો. છોકરો ગજવામાં નાખેલા રૂપિયાને વારે વારે
સંભાળતો હતો. બંગલાના કંપાઉન્ડમાંથી નીકળી સરિયામ રસ્તા ઉપર આવ્યા પછી શોફરે કહ્યું: ‘કઈ બાજુ લઉં?’

‘અમે આવ્યાં હતાં ત્યાં.’ છોકરો બોલ્યો.

શહેર ભણી મોટર ચાલી. થોડેક ગયા પછી શોફરે કહ્યું: ‘ઊતરવાની જગા આવે ત્યારે કહેજો. હું જરા ભૂલી ગયો છું.’

‘વારુ.’ કહી છોકરાએ જવાબ આપ્યો.

ડોસો અંદર આંખ મીંચીને બેઠો હતો. મોટરમાં આવતી પવનની વાછંટ તેની આંખોને વાગતી હતી. છોકરીઓ આસપાસ કુતૂહલભરી નજરે
અંધારામાં જોવા પ્રયત્ન કરતી હતી. પગપાળા ચાલતાં વીજળીના જે થાંભલા કેટલીય વારે આવતા હતા તે તો હવે આંખ મીંચીને ઊઘડે એટલામાં
આવી જતી હતા.

મોટર ખૂબ વેગથી ચાલવા લાગી. છોકરો પાસે થઈને પસાર થતી જગાઓને ઓળખવા પ્રયત્ન કરવા લાગ્યો, પણ તેને કશું ઓળખાયું નહીં.
તે મૂંઝાવા લાગ્યો. બાપને તો પુછાય તેમ ન હતું. પોતે જે ઠેકાણેથી બેઠા હતા ત્યાં તો જવું જ જોઈએ. ‘આપણે ઘેર!’ નહીં તો આ લોક સાવ
ભિખારી માની લેશે! મોટર તો ચાલ્યે જ જતી હતી. પણ ક્યાં, ક્યાં જવાશે? તેણે છોકરીઓને ધીરેથી કહ્યું: ‘આપણે જ્યાંથી બેઠાં હતાં તે જગા
યાદ આવે તો કહેજો.’ જવાબમાં છોકરીઓ બોલવા લાગી: ‘હા, આ જ. ના, ના, આ નહીં. ના, ના, આ જ.’ જેનો કશો જ અર્થ ન હતો.

છોકરાની મૂંઝવણ વધવા લાગી. મોટરને ધીરે ચાલવાનું કેમ કહેવાય? આ મોટરનો હાંકનારો જ કેવો ભપકાબંધ હતો! છેવટે દૂરથી થોડાંક
છાપરાં જેવું દેખાતાં ત્યાં છોકરાએ મોટર ઊભી રખાવી અને ચારે જણ ઊતરી પડ્યાં. મોટર તેમને ઉતારી પૂંઠ ફેરવી વાંકાચૂકા રસ્તા પર
બત્તીઓના અજવાળાથી પટાબાજી કરતી ચાલી ગઈ. તેની દૂર દૂર જતી લાલ બત્તી છોકરીઓએ આંખો ખેંચી ખેંચીને જોયા કરી. બેય જણીઓ
એકીસાથે બોલી ઊઠી: ‘આપણે મોટરમાં બેઠાં હેં!’

‘હા, હેંડો હવે મોટરની બેસનારીઓ!’ છોકરો ચિડાયો હતો. તેણે આસપાસ નજર નાખી તો બધું અજાણ્યું હતું. જે છાપરા જેવું દેખાતું હતું
તે તો થોડાંક ખજૂ રીનાં ઝાડ વચ્ચે એક ખાલી પતરાંનું ખોખું જ નીકળ્યું.

તેઓ રસ્તા પર આગળ ચાલવા લાગ્યાં. મધરાત પછી રસ્તા પરના દીવા અર્ધા થઈ ગયા હતા. કેટલુંય ચાલે ત્યારે બીજો દીવો આવે. તેઓ
થોડુંક આગળ ચાલ્યાં ત્યારે રસ્તો એકદમ ઝગારા મારવા લાગ્યો. ડામરની સડક ધોવાતી હતી. છોકરાને થયું, ‘ચાલો, વસ્તી છે.’ થોડેક દૂરથી
માણસોના અવાજ આવવા લાગ્યા.

પણ તેઓ જેમ જેમ ચાલતાં ગયાં તેમ તેમ પેલા અવાજ દૂર જતા લાગ્યા. રસ્તો ધોનારાની ટોળી કામ પરવારીને જતી હતી.

થોડેક ચાલતાં રસ્તાની પડખે જે ઠેકાણેથી રસ્તો ધોનારાઓએ જમીનમાંથી પાણી લીધું હતું તે આવ્યું. તેટલા ભાગની આસપાસ પાણી
ઢોળાયેલું હતું. તેની પાસે જ એક ઊભાં ઊભાં પિવાય તેવો નળ એક નાનકડી દેરી બનાવી ઊભો કર્યો હતો. ડોસો એ કરામતથી બહુ ખુશ હતો:
‘શહેરના લોકો કેવી સરસ પરબ માંડે છે.’

તેઓ આગળ ચાલ્યાં. થોડેક ગયા પછી ડોસાએ પૂછ્યું: ‘ભાઈ, આ આપણે ક્યાં છીએ? હું તો આણીગમ આવ્યો જ નથી!’

‘ચાલો બાપા, હવે ઢૂંકડું જ છે.’ છોકરો જૂ ઠું બોલ્યો. હવે તે આ ભાગનો પણ ભોમિયો થઈ ગયો હતો. હજી તો તેમને સૂવાની જગા ગાઉ
દોઢ ગાઉ જેટલી દૂર હતી. અને પોતે સૌને ખોટી જગાએ ઉતારી પાડ્યાં હતાં. તે મનમાં જરા પસ્તાવા તો લાગ્યો.
થોડુંક ચાલ્યા પછી ડોસો બોલ્યો:

‘ભાઈ, જરાક આપણે બેસીએ તો?’

‘ભલે, બેસો, બાપા!’ છોકરાના અવાજમાં કોમળતા આવી. ડોસો ભીના રસ્તા પરથી ઊતરી દૂર ધૂળમાં જઈને બેઠો. તેની પાસે બેય
છોકરીઓ બેઠી. છોકરો દૂર ઊભો રહ્યો. ડોસાએ બેય છોકરીઓને માથે હાથ મૂક્યા ને કહ્યું: ‘મારી દીવડીઓ! બહેન, તમે મારું અંગરખું તો ધોયું,
પણ બરાબર નિચોવ્યું નહીં, દીકરી. હજીય ટાઢું ટાઢું લાગે છે!’

છોકરીઓ બોલી: ‘બાપા, કાલે સારું કરીને નિચોવીશું.’ અને ડોસાના ખોળામાં ઢળવાનું કરવા લાગી તે જોઈ છોકરો બોલ્યો: ‘ચાલો હવે,
અહીં ઊંઘી જશો પાછા. આપણે મુકામે જઈએ.’

છોકરીઓ ઊભી થઈ. ડોસો ઊભો થવા ગયો પણ તેના પગ લથડ્યા. તેને છાતીમાં દુખાવો થઈ આવ્યો. છોકરીનો ટેકો લઈ તે પડતાં પડતાં
બચી ગયો.

‘હાં, હાં, બાપા!’ છોકરો બોલ્યો.

નાની છોકરી એકાએક બોલી ઊઠી: ‘દાદાના હાથ કેવા કંપે છે!’

‘કંઈ થયું છે, બાપા?’ છોકરો પાસે આવીને બોલ્યો.

‘ના ભાઈ, સહેજ છાતીમાં દુખે છે. એ તો મટી જશે.’ ડોસો બોલ્યો.

‘બાપા, એવું તો થયા કરે. જરાક ચાલો ને, હમણાં આપણો મુકામ આવી જશે.’

‘હા ભાઈ, મુકામ આવી જશે. ચાલો રામજી મારા!’ કહી ડોસાએ પોતાની શક્તિ ભેગી કરી ચાલવા માંડ્યું. પણ એ દસ-પંદર ડગલાં જ
ચાલી શક્યો. અરે, આ રસ્તો પણ કેવો ભીનો છે! અને રસ્તો ‘ના, હું તો ચોખ્ખો છું!’ એમ કહેતો પોતાની અંદરના તેજના કાળા ઝગારાથી હસી
રહ્યો.

થોડેક જઈને ડોસો રસ્તાની પડખે સરી બેસી પડ્યો અને છાતી દબાવતાં બોલ્યો: ‘ભાઈ, મારાથી નથી ચલાતું હવે.’

છોકરો ડોસાની પાસે આવ્યો. છોકરીઓ દાદાની પાસે ગઈ. છોકરાએ ડોસાને શરીરે હાથ અડાડ્યો. શરીર કેવું ટાઢું હતું! ડોસાના મોં પર
સહેજ બેચેની જણાતી હતી.

‘બાપા, અહીં જ સૂવાનું કંઈ કરીએ ત્યારે.’ કહી છોકરાએ થોડી જમીન સાફ કરી, આસપાસથી થોડા કાગળ વીણી લાવી તેને પાથરી તે પર
ડોસાને સુવાડ્યા. તે હરતોફરતો હતો ત્યારે પેલા રૂપિયા તેના ગજવામાં અવાજ કર્યા કરતા હતા. તેને બીક લાગી. કોક બદમાશ ચડ્યો તો!

એમનાં બેએક લૂગડાંનાં પાથરણાં પણ આજે તો તેમને પડી રહેવાને ઠેકાણે પડ્યાં હતાં. છોકરાએ એક છોકરીની સાડી કાઢી ડોસાને ઓઢાડી
અને બીજી સાડીમાં બેય છોકરીઓ વીંટળાઈને બેઠી: ‘દાદા, હજી ટાઢ વાય છે? બીજું લૂગડું કાઢી આપીએ?’ છોકરીએ પૂછ્યું.

‘ના, બાપા, તમે ઓઢો, મારે નથી જોઈતું.’ ડોસાએ સ્વસ્થ અવાજે કહ્યું.
છોકરો તો હવે ટોપી પહેરતો થયો હતો, નહીં તો એની પાસેનો ફેંટોય કામમાં આવત. તે પોતાના ખિસ્સામાંના પૈસા સંભાળતો ડોસાની પડખે
આડો પડ્યો. બેયની વચ્ચે હંમેશની પેઠે બેય છોકરીઓ સૂતી. ડોસાનું શરીર વચ્ચે વચ્ચે કમકમી ઊઠતું હતું. ડોસાની પડખે જઈને બેસતાં છોકરાને
કોણ જાણે આજે સંકોચ, શરમ લાગવા માંડ્યાં.

ડોસાના શરીરનો કંપ બંધ થયો જોઈ છોકરાને નિરાંત વળી અને તેણે ઊંઘવાને આંખો મીંચી.

કોણ જાણે કેટલોય વધુ વખત ગયો હશે. તેને કાને ધીમો અવાજ આવ્યો:

‘બેટા!’

છોકરો બેઠો થયો. પોતે નાનો હતો ને બાપ બોલાવતા હતા તેવો હેતભર્યો અવાજ જાણે હતો. શહેરમાં આવ્યા પછી બાપા એને માનવંતા
‘ભાઈ’ શબ્દથી બોલાવતા, અને તેય જાણે બીતાં બીતાં. તે ઊઠીને બાપા પાસે ગયો:

‘શું છે, બાપા?’

‘ભાઈ, પાણી મળશે ક્યાંય? ગળું સુકાય છે!’

‘જાઉં, બાપા!’ કહેતો છોકરો ઊભો થયો.

છોકરીઓ બેઠી થઈ ગઈ. નાની છોકરી બોલી:

‘દાદા, પાણી પીવું છે?’

‘હા, માડી; ગળું સુકાય છે, બેટા તારો બાપો લઈ આવશે હમણાં. બેસો તમે.’ કહી ડોસાએ શરીરની આસપાસ લૂગડું દાબીને લપેટ્યું.

‘દાદા, પાણીનો નળ ત્યાં કને જ છે! હું લઈ આવું.’ કહી મોટી છોકરી દોડી.

‘પણ બહેન, શેમાં લાવીશ?’ દાદાએ ક્ષીણ અવાજે કહ્યું. પણ છોકરીને તે સંભળાયું નહીં. તે થોડી વારમાં જ પાછી આવી:

‘દાદા, નળમાં પાણી નથી આવતું.’

‘ના આવે, બેટા! આટલી રાતે આપણા જેવું કોણ તરસ્યું હોય કે તેને સારુ પાણીના નળ ઉઘાડા રહે! બેસ, બેટા. તારા બાપાને જવા દે.’

છોકરો મૂંગો મૂંગો શહેર ભણી ચાલવા લાગ્યો. જંગલનો રખડનારો તે આજે બીતો હતો. ગજવામાંના રૂપિયા બહુ અવાજ કરતા હતા,
નહીં? તેણે પાંચેને મુઠ્ઠીમાં પકડ્યા. આટલામાં કશે હોટેલ કે દુકાન કે ઘર દેખાતું નથી. હજી દરવાજો તો કેટલેય આઘે છે! જતાં-આવતાં કલાક થઈ
જાય. અને પાણી આપનારોય શેમાં આપે! અરે, પણ ડોસાને કંઈ થયું તો? ડોસાને તરસે મરવા દેવાય? પાંચ રૂપિયા ખરચી નાખતાંય પાણી મળે
તો લઈ જવું. તેના હૃદયમાં શહેરમાં આવ્યા પછી બાપ પ્રત્યે ઓસરવા માંડેલો ભાવ ફરી જાગ્રત થયો. પણ પાણી ક્યાંથી મળે? તેના પગની
નીચેનો રસ્તો હજી ભીનો ભીનો ઝગારા મારતો હતો. વળી બીજો એક નળ ગયો. નળ બંધ છે તેમ જાણતો છતાં તે તેની પાસે ગયો. સહજ ચકલી
દબાવી જોઈ. પાણીનાં બેએક ટીપાં પડ્યાં. તે હસ્યો અને રસ્તા પર આવીને ઊભો. આગળ જવું કે ન જવું? ડોસાને કંઈ થયું તો? તેણે દૂરથી
ઝીણી બૂમ સાંભળી:

‘બાપા, એ બાપા, પાછા આવો.’ નાની છોડીનો અવાજ હતો.


છોકરાએ શહેર ભણી જવું માંડી વાળ્યું અને પાછો વળ્યો. તેના પગ તેને ખબર ન પડે તેમ દોડવા લાગી ગયા હતા.

તે બાપા પાસે આવ્યો ત્યારે ત્યાં મોટી છોડી ન હતી. બાપા સ્વસ્થ શાંત બેઠા હતા. તે બોલી ઊઠ્યા:

‘ગાંડી થઈ ગઈ છે મોટી તો. મેં ના કહ્યું તોય પાણી શોધવા ગઈ છે. ક્યાંક ભૂલી પડી ગઈ તો?’

છોકરાને બીજી ચિંતા થઈ. તેણે છોકરીને બૂમ પાડી:

‘એ આવી.’ રસ્તાની હેઠવાસથી મોટી છોડીનો જવાબ આવ્યો. અને થોડી વારે હાથમાં એક પલળેલો દદડતો ડૂચો લઈ તે આવી પહોંચી.

‘આ શું?’ બધાં ચોંકી ઊઠ્યાં.

‘છે ને દાદા, ત્યાં આગળ પેલો રસ્તો ધોનારાઓએ નળ ખોલ્યો હતો ને? ત્યાં સહેજ ખામણામાં પાણી હતું ચોખ્ખું નીતરેલું, દાદા, તે આ
બોળી લાવી છું.’

‘અરે દીકરી,’ દાદા બોલ્યા, ‘પણ આ તો તારું લૂગડું છે. તને ટાઢ વાશે, બેટા.’

‘નહીં વાય, દાદા, તમે ખોબો ધરો કે હું નિચોવી દઉં.’

દાદાએ ખોબો કર્યો. દીકરીએ એમાં લૂગડું નિચોવ્યું. રામે અમૃત મોકલ્યું હોય તેવા ભાવથી ડોસો તે પી ગયો.

‘હાશ, બેટા. જીવતી રહે, મારી દીકરી.’

‘દાદા, બીજું જોઈએ?’

ડોસાએ જોયું કે આ એક ઘૂંટડા પાણીથી તો તરસ ઊલટી વધી હતી. પણ તેણે ના પાડી દીધી: ‘બેટા, હવે બેસો મારી કને, ક્યાંય પાણી
શોધવા જવું નથી.’

છોકરો પાસે ઊભે પગે બેઠો. નાની છોકરી દાદાના હાથની નસો સાથે રમવા લાગી. નસો કેવી પોચી પોચી લાગે છે! પોતાના હાથ પર તો
એવી છેય નહીં!

થોડી વાર બધાં સૂનમૂન બેસી રહ્યાં. છોકરો બોલ્યો: ‘બાપા, ત્યારે આડા પડો, જરા કળ વળે, ઊંઘી જાઓ તો!’

‘ઊંઘી જાઉં?’ ડોસો હસ્યો. તેની નજર ઊંચે આકાશમાં ગઈ: ‘ના ભાઈ, હવે ઊંઘવું નથી. હવે કેટલી રાત હશે? આ જોને! વહાણ તો ઢળી
જવા આવ્યું છે. ઘડી પછી સવાર થશે. ભાઈ, યાદ છે કે આટલી રાત લગી આપણે ભજન કરતા?’

‘હા બાપા, અને પછી હું સીધો ખેતરમાં જતો.’ છોકરો બાપાને પ્રસન્ન મને વાત કરતા જોઈ આનંદિત થયો.

ડોસાને ગયા જન્મની થઈ ગઈ હોય એવી પોતાની ગામડાની જિંદગી યાદ આવી. ‘પ્રભુ, તુંય શા દહાડા દેખાડે છે! મારી ભક્તિમાં કંઈ
કચાશ હશે તે મને પાકો કરવા તેં આ બીજી ભઠ્ઠીમાં નાખ્યો.’ ડોસાના હૃદયમાં ઉમળકો આવ્યો. શહેરમાં કાઢેલા આ કેટલાક મહિનામાં એવો
ઉમળકો કદી આવ્યો ન હતો. તેને ભજન ગાવાની ઇચ્છા થઈ.

‘બેટા, ભજન ગાઈએ તો કોઈ વઢેકરે ખરું?’


‘ના રે બાપા, ગાઓ તમે.’ છોકરો બાપને ઉમંગમાં આવતાં જોઈ વધુ પ્રસન્ન થયો.

ડોસાએ ઊંચે આકાશમાં નજર નાખી. નવલખ તારાથી મઢેલી રાત. કેવો મજાનો ચંદરવો છે! ઠેર ઠેરથી જાણે ભગવાન હસી રહ્યો છે,
ડોસાને ગળામાં ફરી સોસ પડવા લાગ્યો. તેણે મોઢામાં જીભ ફેરવવા પ્રયત્ન કર્યો. લુખ્ખું લુખ્ખું! શું જિંદગીમાંથી અમી સાવ ચાલી ગઈ? ડોસાની
નજર ચોમેર ફરવા લાગી. મારા પરભુ, આ ચારેય કોર આટલું બધું તો પાણી પાણી ભર્યું છે! આ રસ્તા ધોવાયા છે, પરભુ તારે માટે. આ ધરતીના
પેટમાં ટાંકાંનાં ટાંકાં ભર્યાં છે, મારા રામ! આ પણે હોજના હોજ ભર્યા છે. પણ...? ડોસો મૂંઝાવા લાગ્યો. તેનું હૃદય પ્રશ્નને સ્પષ્ટ ન કરી શક્યું. અને
બાળકરૂપે તેનો પ્રભુ જવાબ આપતો હોય તેમ નાની છોડી મંજીરાનો રણકાર કરી બોલી ઊઠી:

‘દાદા, ગાઉં? પાની મેં મીન પિયાસી?’

‘મીન પિયાસી?’ ડોસાને એકાએક પોતાનો પ્રશ્ન અને તેનો ઉત્તર બેય સ્પષ્ટ થઈ ગયા લાગ્યા. તે છોકરીને માથે હાથ ફેરવી બોલ્યો: ‘હા,
બેટા, મારા રામ ગાઓ, પાની મેં મીન પિયાસી.’ અને મનમાં બોલ્યો: ‘આમ સમજો કે તેમ, સંત કબીરની દેવવાણી ચારે યુગમાં સાચી જ છે.’

અને તંબૂરાને રણકાવતાં ડોસાનો, મહિનાઓ લગી રૂંધાયેલો કંઠ પિંજરમાંથી છૂ ટતા પંખી પેઠે કલકલ કરતો વહેવા લાગ્યો:

“પાની મેં મીન પિયાસી રે...

મોહે દેખત આયે હાંસી...”

ડોસાએ ભજન શરૂ કર્યું ત્યારે ગળું સાવ સુક્કું હતું. ભજનના શબ્દો જીભ ઉચ્ચાર્યે જતી હતી અને તેનું મન ઈશ્વરની લીલાના વિચારમાં
પડ્યું:

‘દુનિયાને હું શરાપ દઉં? અમને તું કહે છે બાપ તે કંઈ અમારા ભલા ખાતર જ હશે ને? નહીં તો તારા ભગતને પાણીમાં બેસાડી તરસે
મારવાનું તેં શા માટે નક્કી કર્યું હશે?’

અચાનક તેને કંઈક નવો અનુભવ થવા લાગ્યો. તેની છાતીમાં દુખવા લાગ્યું. જાણે કોઈ તેના અંતરનો તાર ચડાવતું ન હોય! કોક હાથ
આવી જાણે તેને બીજી દુનિયામાં ખેંચી રહ્યો ન હોય! તેની વાચા અટકી પડી. એનો શ્વાસ ઘડીક કપાઈ ગયો. મનમાં ને મનમાં રામ ઉચ્ચારી તેણે
ઊંડો શ્વાસ લીધો અને તેનો અવાજ રિસાઈને ઊડી ગયેલો હંસો મનાઈને પાછો આવે તેમ પાછો આવ્યો. ડોસાના અંતરમાં કોક અગાધ શાંતિ
પ્રગટી અને તે ગાવા લાગ્યો.

છોકરીઓના કોમળ અવાજમાં ડોસાનો ઘેરો સાદ આછો આછો ભળવા લાગ્યો. ડોસો જેમ જેમ ભજન ગાતો ગયો તેમ તેમ તેને ગળામાં
કોક અમી ઊંજી જતું હોય તેમ લાગવા લાગ્યું.

ડોસાએ બીજું ભજન ઉપાડ્યું. સૂર્યોદય થતાં સરોવરમાં કમળો ખીલી ઊઠે તેમ ડોસાના ચિત્તમાં વીસરાઈ ગયેલાં ભજનો ખીલી ઊઠવા
લાગ્યાં હતાં. છોડીઓ અટકી પડી. આ તો દાદા પહેલી વાર જ ગાતા લાગે છે. છોડીઓ વચ્ચે વચ્ચેથી તૂટક શબ્દો, પાણીમાં નાસાનાસ કરતી
માછલીઓને પકડવા મથતી હોય તેમ બોલવા લાગી:

નાભિકમલ કી ખોજ પકડ લો


અમૃતબુંદ વરસે ઝીણી,
સુગુર હોય સો ભર ભર પી લો,
એક અખંડિત ધારા હૈ.
અને ‘ભર ભર પી લો’ શબ્દોની ત્રણે મોંમાંથી ધૂન જામવા લાગી.

છોકરો મૂંગો મૂંગો સાંભળતો હતો. આજે એને પોતાનો ભૂતકાળ યાદ આવતો હતો. પોતે બાપને કેટલા રંજાડ્યા છે! પોતાના કરમે ડોસાને
આ શહેરમાં ધૂળ ખાવી પડે છે. અને શહેરમાંયે પોતે ડોસા ઉપર કેવા કેવા તગાદા કર્યા છે! તેના હૃદયમાં થયું: બાપા, પેલું ભજન ગાય તો? ‘પાપ
તારાં પરકાશ જાડેજા...’ ત્યાં તો ડોસાએ બીજું ભજન ઉપાડ્યું. અને છોકરાને રૂંવેરૂંવે જાણે આગ સળગી ઊઠી. અરે, જે રાતે આ ભજન ગવાતું
હતું, તે વેળા પોતે પાસેના ફળિયામાં બેઠો બેઠો જુ ગાર રમતો હતો. અને ચડસમાં આવી ઉપરાઉપરી દાવ મૂકી બધું ગુમાવી બેઠો હતો. ભજનનો
શબ્દેશબ્દ પલીતો બનીને એને ચંપાવા લાગ્યો. અને એ બળતરાના દવમાં એના હૃદયનો તમામ મેલ બળવા લાગ્યો, પિતા પ્રત્યે તેના હૃદયમાં એક
નિર્મળ ભાવ ફેલાઈ રહ્યો. થોડી વારે તેણે જોયું તો બાપાનું ભજન જાણે અમૃતની ઝીણી બુંદો બનીને વરસી રહ્યું છે અને પોતે પણ બાપાની સાથે
વચ્ચે વચ્ચે ગાવા લાગ્યો:

...જોગી જ્વલાને પાયા જી. વણ રે ધૂણી ને વણચીપિયે,


બાવે જગત રચાયો જી, એવા જોગીઓને ઢૂંઢતાં કેટલા જુ ગ ગયા,
કેટલા ભવ ગયા, થોડા દિન રહ્યા રે, જોગી જવલાને પાયા જી.
ચાર ચાર જુ ગોની સંતો ગોદડી બાવો ઓઢીને બેઠા જી,
ત્રણસેં ને સાઠ દીધાં થીગડાં દોરો એકલ ભરીઓ જી,
બાવાની ઝોળીમાં હીરલા
ભરિયાં માણેક મોતી જી.
કોઈને આલે ને કોઈનાં લઈ લેશે
બાવો દલડાના ભોળા જી.
કોઈ રે બતાવે રમતા જોગીને
આલું લાખ વધાઈઓ જી,
ગુરુને પરતાપે ગોરખ બોલિયા
જૂ ની ભોમિકા સંભાળો જી.

અને એ ભજનનું અમૃત ઝીલતો છોકરો ઊભે પગે બેઠો બેઠો જ ઢીંચણ પર માથું ઢાળી ઊંઘી ગયો.

ભજન ચાલતું રહ્યું. છોકરીઓને આ ભજન પણ નવું હતું. ભજનનો લાવો બરાબર મળતો ન હતો. તૂટક તૂટક શબ્દો તે વચ્ચે વચ્ચે
બોલતી હતી. તેઓ પણ થોડી થોડી ઊંઘમાં ઘેરાવા લાગી. અને અચાનક તેમનું ઘેન ઊડી ગયું. દાદા કેમ ગાતા બંધ થઈ ગયા?

બંનેએ દાદા ભણી જોયું. દાદાનું મોં સહેજ ઉઘાડું રહી ગયું છે. આંખો ઢળી ગઈ છે અને તંબૂરાના તાર પર આંગળી અટકી પડી છે.

‘દાદા!’ મોટી બોલી.

‘દાદા!’ નાની બોલી, ‘ગાઓ કે? કે ઊંઘી જવું છે?’ તેને એકાએક બીક લાગવા માંડી. તે બોલી ઊઠી: ‘બાપા!’

‘હેં!’ કરીને છોકરો જાગ્યો. મોટી છોકરી બીધી. બાપો વઢશે. તે બોલી ઊઠી: ‘કંઈ નહીં બાપા! તમે ઊંઘો કે એ તો આ અમથી...’

પણ બાપાના મોં પર જરાકે રોષ ન દેખાયો. મોટી છોડીને નવાઈ થઈ. છોકરાએ પોતાની નજર સામે જ સમાધિમાં બેઠી હોય તેવી બાપાની
કાયા જોઈ. અને એ બહુ સંભાળથી ભક્તિભાવપૂર્વક ઊઠ્યો.
‘શું થયું દાદાને?’ નાની છોકરી બોલી પડી.

તેને આંગળીથી ચૂપ રહેવાનું કહી છોકરો બાપ કને ગયો. બાપાના નાક આગળ હથેળી ધરી જોઈને ખૂબ ધીરેથી બોલ્યો:

‘અવાજ ના કરશો. દાદા ઊંઘી ગયા છે, હોં!’

નાની છોકરી વધારે મૂંઝાવા લાગી, અને ‘દાદા દાદા’ કરતી દાદાની પાસે જવા લાગી. છોકરાએ તેને કોમળતાથી પોતાની સોડમાં લીધી.

તેને આશ્વાસન આપતાં આપતાં તેણે મોટીને પણ પોતાને પડખે બોલાવી અને બેય દીકરીઓને પડખામાં લઈને તે બાપનું સ્થિર ધ્યાનસ્થ
ઋષિ જેવું મુખ જોતો બેઠો.

પૂર્વદિશામાં કિરણનાં ઝરણ ફૂટવા માંડ્યાં અને ત્યાં બેઠાં બેઠાં સપ્તરંગી વાદળોનાં પીંછાં તંબૂરામાં ખોસી બાપ દૂર દૂરથી ધૂન લગાવતા તેને
સંભળાયા:

...અમૃતબુંદ વરસે ઝીણી,


સુગુરુ હોય સો ભર ભર પી લો,
ભર ભર પી લો,
અમૃતબુંદ વરસે ઝીણી!

[‘પિયાસી’]

←માને ખોળે ઊછરતાં છોરુ→

Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?


title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/મીન_પિયાસી&oldid=47522"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/


ઊછરતાં છોરુ
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

ઊછરતાં છોરુ
નારસિંહ ઠાકોર વટથી જતા હતા. એમણે એક હાથમાં એનેમલનું ધોળું ચા ભરેલું ટૅબ્લર, તેના ઉપર ઢાંકેલી રકાબી અને બાકી રહેલી
આંગળીઓ ઉપર સિફતથી ટીંગાવેલા ત્રણેક પ્યાલા કોક કુશળ નટની અદાથી લીધા હતા, અને બીજા હાથે બે આંગળી વચ્ચે બીડી પકડી લહેરથી
ફૂંક લેતા હતા. એમની બાપદાદાની ઠકરાતમાંથી એમને જે કાંઈ વારસો મળ્યો હતો તે માત્ર આ એમની સોટા જેવી અને વરસે વરસે ઝડપથી
છટકતી જતી કાયાનો જ હતો. અર્ધી ચડ્ડીમાં અંદર ખોસી દીધેલું પહેરણ, તથા શહેરી ઢબે કપાવેલી બાબરીને લીધે એમને બીજા શહેરી છોકરાથી
જુ દા પાડવા જરા અઘરું થઈ પડે; પણ એ ઠાકોરને એમના અસલ રજવાડાશાહી પોશાકમાં – ચોરણો, કેડિયું ને ફાળિયામાં જુ ઓ તો ઠાકોર
ખરેખર ઠાકોર હતા એમ લાગ્યા વિના ન રહે. શહેરીપણું તેમની અંદર ઊતરતું જતું હતું છતાં ઘોડી ઉપર બેસનાર કાઠીની ચપળતા તેમની
ચાલમાં હતી. ખુલ્લી પિંડીઓ, અર્ધા ખુલ્લા હાથ, ડોકનો વળાંક, અણિયાળું નાક, નાના નાના હોઠ, સહેજ અણીદાર દાઢી અને ભાલના ઘઉંનો રંગ,
એમને સોહામણા તરીકે જરૂર પાસ કરી દે. પણ એ બધી ઠકુરાઈને હૉટેલના કાતરિયામાં પડી રહેતી પોતાના ચોરણા-કેડિયાની પોટલીમાં બાંધી
રાખીને ઠાકોરે હમણાં તો આ હૉટેલમાં વરધીઓ પૂરી પાડવામાં જ ખત્રીવટ દાખવવાની હતી.

તેઓ અત્યારે એક હેરકટિંગ સલૂનમાં ચાની વરદી પૂરી પાડવા જતા હતા.

‘અરે વાહ, ઠાકોર, તમે જાતે કંઈ આવ્યા ને!’ હેરકટિંગ સલૂનના સ્વામીએ તેમને જોઈને આનંદભર્યો ઉદ્ગાર કર્યો.

ઠાકોરે અર્ધી પીધેલી બીડીને પગથિયા પર ફેંકીને પગથી મસળી નાખી. તેઓ એક પિચકારી લગાવીને થેંકયા અને માથાની બાબરી હાથથી
ઉછાળીને, જાણે બોલતા જ ન હોય તેવી રીતે બોલ્યા

‘હા!’
અને સલૂનની અંદરનાં ચિત્રો મૂંગા મૂંગા જોઈને થોડી વારે ઉમેર્યું આપણે શું? જયાં કહે ત્યાં આ ચાલ્યા!' અને તેમણે પ્યાલાઓમાં ચા
કાઢવા માંડી.

‘ઠાકોર, બરાબર લાવ્યા છો ને? પેલા કબાટ પાછળથી બીજો એક કપ કાઢીને એક વધારે બનાવજો!’

‘હા, રાજા, તમે કહો તેટલા બનાવું.’ અને ચા ભરતાં ભરતાં બોલ્યા આપણે કસર કરનારા નહિ. વરદી કરતાં અરધો કપ આપણે તો વધારે
જ નાખી લાવવાના!'

સલૂનમાં અત્યારે ખાસ ઘરાકી નહોતી. એકાદબે ઘરાકની દાઢી બની રહી હતી. સલુનના માલિક તથા તેના મહેમાનો ચા પીતા હતા તે
દરમિયાન નારસિંહજી ભીંત ઉપરની ભાતભાતની છબીઓ જોવામાં વળી રોકાયા. આવી છબીઓ તો અનેક વાર જોઈ હતી. હૉટેલમાંય ક્યાં
ઓછી હતી? પણ તેમનો રસ ઘટવાને બદલે રોજબરોજ વધતો જતો હતો. એક અર્ધનગ્ન ગૌરાંગીની છબી ઉપર તેમની નજર મંડાયેલી જોઈને
સલુનના સ્વામીએ પૂછ્યું

‘કેમ ઠાકોર? પસંદ આવે છે?’

ઠાકોરે કંટાળાથી હોઠ ભીડ્યા, પિચકારી લગાવીને બહાર થંક્યા અને બોલ્યા, ‘છી, પતલી કમરિયાંવાલી નથી!'

અને બધા ખડખડાટ હસી પડ્યા.

‘વાહ ઠાકોર, તમે કહેતા હો તો તેવીની વરદી આપીએ!... લો જરા. ચાર કાતરછાપ લઈ આવો ને?' કહી સલુનસ્વામીએ એક આનો
આપ્યો.

નારસિંહજી સિગારેટો લઈ આવ્યા. ત્રણ સિગારેટો મહેમાનોએ સળગાવી. વધેલી ચોથીને સળગાવવાનું નારસિંહને કહેવામાં આવ્યું.

ઠાકોર સિગારેટ વટથી સળગાવી, તેનો છેડો મૂઠીમાં પકડી ચલમની પેઠે દમ લેવા લાગ્યા. અને કપ-રકાબીઓને ભેગાં કરતાં કરતાં બોલ્યા

‘સારંગભાઈ, જરા કટ લઈ આપો ને?’

‘હો!’ સલૂનના સ્વામીએ પૂછ્યું, ‘કાં, કંઈ તૈયારી કરી છે કે શું?’

‘સહેજ, જરા ‘ચાબુકવાળી’ જોવા જવાનો વિચાર છે.’

‘અરે મગના, જો આ ઠાકોરની કટ બનાવી દે બરાબર,' હુકમ છૂ ટ્યો, ‘ઠાકોરનો જરા વટ પડે એવી!’

મફતમાં કટ બનાવડાવીને તથા રકાબી, પ્યાલા અને ટૅબ્લરને એક હાથમાં લઈ નારસિંહજી બીજો હાથ કટ ઉપર ફેરવતા પગથિયાં ઊતરવા
લાગ્યા.

રસ્તા ઉપર જરા ભીડ હતી. સ્ત્રીઓનું એક રમણીય ટોળું જતું હતું. ઠાકોરની નજર તેમાં ભૂલી પડી. તે પગથિયું ચૂક્યા, પડછાયા. ખણંગ
કરતાં રકાબી-પ્યાલા પગથિયાના પથ્થર પર અફળાયાં. પડતાં પડતાં પણ ઠાકોરે બહુ સિફત વાપરી. માત્ર એક જ પ્યાલો ફૂટ્યો. પ્યાલો ફૂટ્યો પણ
તેનો કાન તો તેમની આંગળી પર વળગી રહ્યો.

‘હાં હાં, સંભાળો, ઠાકોર!' સારંગભાઈ બોલ્યા. ‘બરાબર રસ્તા પર ઊતરીને પછી જુ ઓ.’ અને સલૂનની અંદર આછું હસવું ગુંજી રહ્યું.
કાંઈ જ ન બન્યું હોય તેમ નારસિંહજી પેલા ટોળાની પાછળ પાછળ આંગળી પર લટકી રહેલા કપના કાનને નીરખતાં નીરખતાં ચાલવા
લાગ્યા. રસ્તામાં આવતી કચરાપેટીમાં તેમણે કપનો કાન એક ગાળ બોલીને ફેંકી દીધો, અને ઝડપથી હૉટેલ તરફ ચાલવા માંડ્યું.

હોટેલમાં પેસતાં જ ગલ્લા ઉપર બેઠેલા માણસે તેમને ટોક્યા, ‘કેમ અલ્યા? કયાં રવડ્યા કરતો હતો? સુવર, વરદી આપવા જાય છે કે
રખડવા?' ઠાકોરની જીભ પર શબ્દો આવી ગયા ‘સુવ્વર તારો બાપ!’ પણ મોઢેથી તેને કાંઈ જવાબ આપ્યા વિના ઠાકોર રસોડાની અંદર ચાલ્યા
ગયા. અંદરથી જમ પડતી હતી ‘ઠાકોર, ઠાકોર, ચાલો જલદી. બીજી વરદી ઉપર જવાનું છે , બહારથી મહેતાની બૂમ પડી. અને ઠાકોરને નામે
એક પ્યાલો લખી નાખજો. ફોડી નાખ્યો છે!'

ઠાકોર કાઠિયાવાડના વતની હતા, અને વખાના માર્યા શહેરમાં આવી વ્યા હતા. અફીણ ખાતાં ખાતાં મરી ગયેલા, નારસિંહજીના પિતા
વાઘુભાએ જમીનજાગીર બધી દેવામાં ખલાસ કરી હતી; એક ખોરડું રહ્યું હતું. તેમાં મા અને બેન રહેતાં હતાં. બેનનાં લગન ઊકલી ગયાં હતાં.
થોડા વખત પછી એને સાસરે વળાવવામાં ઘરની જે કાંઈ બચત હતી તે ભેગી કરીને વાપરી નાખવી પડી હતી. હવે ઓઝલમાં રહીને કરી શકાય
એવો છીંકણી વાટવાનો ગૃહઉદ્યોગ મા કરતી હતી. પણ છોકરાનું શું કરવું? છેવટે એક ઓળખીતાએ કહ્યું

‘ચંદનબા, તમે કહેતાં હો તો છોકરાને ઠેકાણે પાડી આપું. આ શહેરમાં કાંઈ ગોઠવી દઉં.’

અને તેણે નારસિંહજીને શહેરની એક હૉટેલ અને વીશી જેમાં ભેગી હતી તેવા ‘મહાલક્ષ્મીવિલાસ'માં ગોઠવી દીધા.

ચોરણો, કેડિયું, માથે ઓડિયાં, ગામડિયા જોડા એવા વેશમાં દસ વરસના નારુભા હૉટેલના છોકરાઓને કુતૂહલનો વિષય થઈ પડ્યા.
નારૂભાને પણ આ દુનિયા એટલી જ કુતૂહલભરી લાગી. સર્કસમાં, જંગલમાંથી પકડી આણેલા પ્રાણીને સર્કસનાં બીજાં પ્રાણી જેવા લાગે તેવું
નારસિંહજીને લાગતું હતું. હૉટેલનો ભપકો, ટેબલો, દીવા, પંખા, અરીસા, જાતજાતની વાનીઓ, ચમકતો ગલ્લો અને તે પર ખણખણનતા પડતા
પૈસા અને અત્યંત સ્વસ્થ રીતે બિલો તારમાં ભેરવ્ય જતો ગલ્લા પર બેસનારો; બીજી બાજુ ટેબલ ટેબલે ફરતા મહેતાઓ. વાનીઓ આપી જતા
છોકરાઓ, તેમની અંદરોઅંદરની ચપળ વાતચીત અને ત્રીજી બાજુ અનંત વૈવિધ્યવાળા, અનેક જાતના સ્વભાવવાળા ઘરાકો એ બધું નાગુભાને
કોક અગમ્ય, મોહમયી અને છતાં ભયજનક સૃષ્ટિ જેવું લાગવા માંડ્યું.

‘અરે મહેતા, આને – શું તારું નામ અલ્યા?' ગલ્લા પર બેઠેલા માણસે નારુભાને પૂછવું. પેલા ઓળખીતા એને જ નારુભાને જાળવી ગયા
હતા.

‘નારસિંહજી!’ છોકરાના મોમાંથી કોમળ મંદ અવાજ આવ્યો.

‘ઓહો!’ પેલો જરા હસ્યો અને એક યંત્ર જેવા અવાજે બોલ્યો

‘અરે, આ નવા ઠાકોરને લઈ જાઓ. અને કંઈક બતાવો.’ અને ઠાકોર તરફ ફરીને તે બોલ્યો, ‘જાઓ ઠાકોર.’ અને વળી બૂમ પાડી બોલ્યો
‘અને આ પેલો દલિયો જતો રહ્યો છે તેનાં લૂગડાં પણ ઠાકોરને આપજો.’

મહેતાએ હાથમાંની પેન્સિલ હલાવી ઠાકોરને પોતાની પાછળ આવવા જણાવ્યું. અરીસાનો પાછળનો ભાગ જેવો ખાલી, લુખ્ખો, અપારદર્શી,
અંધ. ગંદો હોય છે તે જ પ્રમાણે હૉટેલોના, હેરકટિંગ સલૂનોના, દુકાનોના અને મોટાં થિયેટરોના અંદરના ભાગ હોય છે. ચમકતા પડદા પાછળ
આકૃતિહીન રંગનાં ધાબાં અને અંધારું જ હોય છે. એક અર્ધી અંધારી ઓરડીમાં એક ખૂટી પરથી ચડ્ડી અને ટૂંકું ખમીસ મહેતાએ ઠાકોરને આપ્યું
ને કહ્યું, ‘આ પહેરી લો. અને તમારી પોટલી અહીં મૂકજો અને જાવ પણે નળ આગળ રકાબી-પ્યાલા ધોવા લાગો. જો જો, ફૂટે ના હોં!’
અને તે ચાલ્યો ગયો. ઠાકોર ચડ્ડી ખમીસ પકડીને કેટલીય વાર ઊભા રહ્યા. એ અંધારું, પાસેના એ ચૂલાઓનો ધુમાડો, એ વાસણોનો
ખખડાટ, નારુભાના મગજમાં જાણે કે કાંટાની પેઠે વાગવા લાગ્યાં. તે રોઈ પડ્યા અને ખૂણામાં લપાઈને ઊભા રહ્યા.

એ ઘર, એ મા, એ લીંપેલા આંગણામાં આવતો તડકો, એ પાદર, એ વડલો, એ ધણ, એ તળાવ, એ વાછરાં અને એ પાવા વગાડવાની મઝા!

‘ક્યાં છે પેલા ઠાકોર?' કોઈકે ઠાકોરને ઢંઢોળ્યા.

‘અલ્યા ઊંઘી ગયો છે કે? ઊઠ, ચાલ ખાવા.' કોક છોકરાએ તેમને બાવડું પકડી ઊભા કર્યા.

ખાવાનું ઘર કરતાં તો ઘણું સરસ હતું, પણ ઠાકોરને તે ન ભાવ્યું. તેમના મનમાં એક જ શબ્દ રમી રહ્યો હતો ‘મા, મા!' અને લુખ્ખો રોટલો
પીરસતી મા તેમની નજર આગળ આવી રહી.

છૂ ટું ઢોર ખીલે બંધાતાં હિજરાય તેમ ઠાકોર હિજરાવા લાગ્યા. પણ ધીરે ધીરે એમને બધું સદવા લાગ્યું. પેલો ઓળખીતો એમની ખબર
કાઢી જતો, માની ખબર આપી જતો અને ઠાકોરના પગારમાંથી થોડો ભાગ માને પહોંચાડવા લઈ જતો.

હૉટેલના જગતમાં તેમનું સ્થાન ધીરે ધીરે નક્કી થતું ગયું. તેમનાથીય નાની ઉમ્મરના છોકરાઓ ત્યાં હતા. મોટા તો હતા જ. એ બધાનું
ખાવાનું તથા સૂવાનું હૉટેલમાં જ રહેતું. મોટા છોકરા નાના છોકરા પર તો રોફ કરતા જપણ આ નવા છોકરા પર તો નાના પણ રોફ કરી જતા.
શરૂઆતમાં તો થોડા દિવસ નાગુભાએ એ વેઠી લીધું. પણ એક દિવસ એક નાનું ગટિયું છોકરે બીડી પીતું પીતું ઠાકોરની મશ્કરી કરવા લાગ્યું.
નાભાએ એ ગટિયાને બાવડેથી પકડ્યો અને તેના જ મોંમાંથી બીડી ખેંચી કાઢીને તેના ગાલ પર ચાંપી દીધી. છોકરું ચીસો પાડવા અને ઘડાયેલી
ગાળો દેવા લાગ્યું. પણ તેનું કોઈએ સાંભળ્યું નહિ.

કંતાયેલા શરીરવાળા એ છોકરાઓ કરતાં નારૂભામાં બળ તો બેશક વધારે હતું, પરંતુ શહેરના છોકરાઓની પટુતા તેમનામાં ન હતી. પણ
તેય ધીરે ધીરે આવવા લાગી. તે સફાઈથી બીડી પીતાં, ગાળ દેતાં, ઉઠાઉગીરી કરતાં, દાટી દેતાં શીખ્યા. તેમનાથી નાની ઉમ્મરના બધા છોકરા
તેમનું કહ્યું માનતા, અને એક વાર તેમની ફરિયાદથી એક છોકરાને રજા આપવામાં આવેલી ત્યાર પછી મોટી ઉમ્મરના છોકરાઓ પણ ઠાકોરને
નારાજ ન કરવામાં પોતાની સલામતી માનતા, ઘણી વાર ઠાકોરનું કામ પણ બીજા કરી આપતા. રાતે ત્રણ વાગ્યે ઊઠવાનું હોય ત્યારે તે થોડો
વખત સૂઈ પણ રહેતા. એ નાના જગતમાં ગાઢ મિત્રતાઓ પણ બંધાતી અને કાતિલ શત્રુવટો પણ રચાતી.

એક વાર હૉટેલમાં રાત્રે બારેક વાગ્યે ઘરાકી બંધ થયા પછી એક સંપૂર્ણ નગ્ન સ્ત્રીની એક મોટા કદની છબી ટીંગાવાઈ રહી હતી. ખીલીઓ
ચોડનારાઓ લહેરથી કામ કર્યે જતા હતા. વચ્ચે વચ્ચે ગરમાગરમ ખુશબૂદાર વાતો પણ ચાલતી હતી. ધીરે ધીરે હૉટેલના બધા છોકરાઓ પણ
ત્યાં ટોળે વળ્યા. એકબીજા સામે આંખમીંચામણાં ચાલતાં હતાં, તેવામાં એક મોટો માણસ બોલ્યો

‘જાવ રે, છોકરા, સૂઈ જાઓ, બધા. શું જોવા ભેગા થયા છો?'

રસોડાની પાસેના એક કાતરિયામાં જ્યાં એક બાજુ લાકડાં, એક બાજુ ચોકડી અને એક બાજુ અનાજ પડી રહેતું તેમાં છોકરાઓ સૂતા હતા.
વીજળીનો એક ઝાંખો દીવો તેમાં બળતો રહેતો. નારૂભાને ઊંઘ ખૂબ જ આવતી. સૂતા પછી ધરતીકંપ થાય તોય તે જાગે તેમ ન હતા. ઊંઘમાં
તેમને વિચિત્ર પ્રકારના અવાજો, સીસકારા સંભળાતા, પણ જાગ્યા પછી સ્વપ્નની પેઠે એ બધું ઊડી જતું.

આજે બધા છોકરાઓ ધીરે ધીરે ઓરડા તરફ ગયા. બેત્રણ ગંદી ગોદડીઓ લાંબી પાથરી તેમાં બધા ઝુકાવતા હતા. એ શયનગૃહ તરફ
જતાં જતાં દરેક જણ પેલી છબી તરફ નજર નાખતો જવા લાગ્યો. એ બધાની નજરથી પ્રેરાઈ નારુભાની નજર પણ પેલી છબી તરફ વિશષ
કુતૂહલથી ગઈ. તેમના મનમાં કંઈક ન સમજાય તેવો સળવળાટ થયો. તેમની આગળ બે છોકરા એકબીજાના ખભા પર હાથ નાખીને ચાલતા હતા.
જેને ઠાકોરે બીડી ચાંપી દીધી હતી. તે છોકરો ધીરે ધીરે ઠાકોર તરફ અહોભાવથી જોતો થયો હતો. તેણે આવી ઠાકોરના હાથમાં હાથ નાખ્યો અને
બોલ્યો ‘ઠાકોર, મને પેલો લખમણ બહ સતાવે છે.’

ઠાકોરે કંઈ જવાબ ન આપ્યો.

બધા સૂઈ ગયા, પણ ઠાકોરને કોણ જાણે કેમ ઊંઘ ન આવી, સૂતા સૂતા બધા ઘુસપુસ વાતો કરતા હતા.

‘અલ્યા, હવે લાઇટ હોલવી નાખું છું.' કહી લખમણે ઊભા થઈને લાઈટ હોલવી નાખી.

નારૂભા ઊંઘમાં સરવા લાગ્યા, પણ પેલી છબી તેમને વિચિત્ર રીતે બેચેન કરવા લાગી.

દરેક જણાની સૂવાની જગ્યા લગભગ મુકરર હતી.

‘ઓ! મારો પગ ચબદાયો!’ પેલા ગટિયાએ બૂમ પાડી.

‘હવે સૂઈ રહે, વહુ!' લખમણનો ગુંડો અવાજ સંભળાયો. બધા છોકરાઓમાં એ સૌથી વધારે ગુંડો હતો.

ઠાકોર એક બાજુ છેલ્લા સૂતા હતા. થોડી વારે તદૃન શાંતિ થઈ ગઈ. કોણ જાણે કેટલોય વખત ચાલ્યો ગયો. ઠાકોરને સ્વપ્નો આવવા
લાગ્યાં. જાણે કે કોઈ મોટી મોટી, ગાડાના પૈડા જેવડી, લાલ પીળી જલેબી ઉતારતું હતું. એકદમ કોઈએ ચીસ પાડી ‘ઓ બાપ રે!’

અને પછી છૂ ટથી ગાળો સંભળાવા માંડી. અવાજ ગટિયાનો જ હતો.

નારુભા એકદમ જાગી ગયા અને કૂદકો મારી ઊભા થઈ તેમણે લાઇટ કરી. ઝાંખો દીવો પણ તેમની આંખને ઝંખવાવી રહ્યો. અને એકદમ
બેચાર અવાજો આવ્યા

‘એ સુવ્વર, કોણે લાઈટ કરી? હોલવી નાખ! હોલવી નાખ!'

અવાજોમાં એક જાતની ભયાનકતા હતી. નારુભાએ આંખો ચોળી. તેમણે બહુ જ વિચિત્ર દૃશ્ય જોયું. તેમના મનમાં કંઈક પ્રકાશ ફુર્યો. તેમણે
તરત લાઇટ બંધ કરી દીધી અને પોતાની જગાએ આવીને સૂઈ ગયા. તેમનું શરીર થરથર કાંપતું હતું.

અંધારું. ફરીથી ગટિયાનો અવાજ ‘ઠાકોર, મારો પગ ચગદ્યો તમે!’ ફરીથી શાંતિ. થોડી વારે તેમણે તેમની નજીકમાં ગટિયાનો અવાજ
સાંભળ્યો.

‘ઠાકોર, તમારી જોડે મને સૂવા દો.’ અને તે કાંઈ બોલે તે પહેલાં ગટિયો તેમની પાસે આવીને સૂઈ ગયો.

‘ગટિયા!' ઠાકોરે ધીરે રહીને કહ્યું.

‘ઠાકોર ચૂપ! પેલો લખમણ...’ ગટિયાનો અવાજ શાંત બડબડાટ બની ગયો.

ઠાકોરને પોતાના મગજ ઉપર જાણે ચૂનાનો કૂચડો ફેરવાતો હોય તેવું લાગ્યું. જાણે કોઈ તેમના શરીરને ચાવીઓ આપતું હતું.

‘ગટિયા, જતો રહે!' તે ધીરેથી બોલ્યા.


‘ના ભાઈસા'બ, તમારી ગાય...’

ઠાકોરે આંખ ઉઘાડી. બધે અંધારું હતું. તેમની આંખ મીંચાઈ. ગટિયો એક કુરકુરિયાની પેઠે તેમની સોડમાં લપાતો ગયો. અંધારું જ અંધારું.
કેટલું ભયાનક!

તે રાતથી નારૂભા અને લખમણ વચ્ચે વેર બંધાયાં. લખમણ ઊંચો સળિયા જેવો હતો. એના ગાલનાં, કોણીનાં અને ઘૂંટણનાં હાડકાં
ખૂણાદાર હોઈ એના ઊંચા શરીરને કોક રાક્ષસી વાતાવરણથી ઘેરી લેતાં હતાં. એના પહોળા મોઢાના હોઠમાં હમેશાં બીડી રહેતી અને તેના
માથાની બાબરી હમેશાં અડધા કપાળ પર વેરવિખેર પડેલી રહેતી. વારે ઘડીએ તેના મોંમાંથી ગાળો નીકળ્યાં કરતી. કોક બાદશાહની છટાથી તે
ઘરાકોને વાનીઓ પીરસતો. ચાના ભરેલા પાંચ પાંચ કપ તે એકીસાથે ઘરાકોને પહોંચાડતો. લાંબા ડગલે તે હોટેલમાં જોતજોતાંમાં ફરી વળતો.
આજ લગી બધા છોકરાઓનો એ રાજા હતો અને કોઈ છોકરાની દેન ન હતી કે એની માગણીને નકારી શકે. નવો આવેલો છોકરો પોતા ઉપર શું
થઈ રહ્યું છે એ સમજે તે પહેલાં જ લખમણ પોતાનું કામ કરી નાખતો અને પછી એ દુનિયામાં એ વસ્તુ તેને સ્વાભાવિક બની જતી. બલકે ધીરે
ધીરે છોકરાઓને જીવનની એ જ એક મોજ બનતી.

માબાપો વિહોણા, સમાજના અનેક થરોમાંથી આવેલા, ભણેલા-અભણ. કશાય સારા સંસ્કાર વિનાના વાતાવરણમાં જીવતા, ઉશ્કેરી મૂકનારી
છબીઓથી ભરેલા અને જીવનમાં જેનો કયાંય મેળ ન ખાય એવી ગાયનની ચીજોને ઘૂંટ્યા કરતા તથા સિનોમાનાં ગલીચ દૃશ્યોને વારંવાર
વાગોળતા આ છોકરાનું એક જુ દું જ જગત રહેતું. એમને મહિને જે બે-ત્રણ રૂપિયા પગાર મળતો તેમાંથી ભાગ્યે જ કંઈ તેઓ બચાવી શકતા.
ફૂટેલા કપ-રકાબી જોડવામાં, સિનેમા વગેરે જોવામાં, અને પોતાના ‘છોકરાને રીઝવવામાં તેમની કમાણી ખરચાઈ જતી. હૉટેલમાં આવીને પાઅર્ધા
કલાકમાં કશોક નાસ્તોપાણી કરીને બાર આના રૂપિયાનું બિલ કરી ફટ લઈને રૂપિયો ગલ્લા ઉપર ફેંકનાર કે કડકડતી નોટ ગલ્લા ઉપર ધરી દેનાર
ઘરાકો તેમના કુતૂહલનો અને અહોભાવનો વિષય બની રહેતા અને ઘણાઓની એવી મહેચ્છા રહેતી કે આપણે પણ આવાં કડકડતાં કપડાં પહેરી
ફટ દઈને રૂપિયો ફેંકી દેતાં ક્યારે થઈએ.

આખો દિવસ વરદીઓમાં કે ટેબલો ઉપરથી દોડાદોડીમાં વીતતું તેમનું જીવન ખરેખરું તો રાતે શરૂ થતું. અને એક વાર એ કાતરિયામાં
પોતાની પથારીમાં ગોઠવાઈ ગયા પછી અમુક સ્થિરતાથી ચાલ્યા કરતું. પણ એ કાતરિયામાં પણ ક્રાન્તિઓ આવતી, હુલ્લડો મચતાં અને લોહી પણ
કદીક રેડાતું.

તે રાત પછી નારુભા બદલાઈ ગયા. બીજાને રક્ષણ આપવાથી માણસમાં જે પ્રૌઢપણું આવે છે એ તેમનામાં દેખાવા લાગ્યું. હૉટેલના
છોકરાઓ લખમણથી ત્રાસી ગયા હતા અને તેને ભોયે પાડવાની કોઈ પણ રીત જડે તો તેમાં મદદ કરવા તૈયાર હતા. પણ ઉઘાડે છોગે તેની સામે
થવું મુશ્કેલ હતું. હૉટેલનો માલિક તેના ઉપર ઘણી રહેમ-નજર રાખતો. છોકરાઓ કહેતા કે લખમણની મા અને હૉટેલના માલિકને કંઈક છે. કોક
કહેતું કે લખમણની બેનને અને હૉટેલના માલિકને કંઈક છે. તો કોક કહેતું કે તેની મા અને બેન બેય માલિક સાથે છે. પણ એ ગમે તેમ હોય,
લખમણની ચપળ સર્વિસ હૉટેલવાળાને બહુ કામમાં આવતી હતી અને એટલે એની સામે સફળ રીતે ફરિયાદ કરવી ઘણું અઘરું હતું.

ગટિયો શરીરે નાનો હતો, પણ તેનું મગજ બહુ ચાલાક હતું. તેણે લખમણની બધી પોલો અને નિર્બળતાઓ નારુભાને કહેવા માંડી અને
આજ લગી નારૂભાને અપરિચિત રહેલા હૉટેલના પ્રપંચો અને બગાડની વાતો ગટિયા પાસેથી તેમને ધોધમાર મળવા લાગી. ફલાણો ફલાણાની વહુ
છે, અને ફલાણો ફલાણાની અને એવું એવું ઘણું.

લખમણ હવે નારૂભા તરફ કતરાતો રહેવા લાગ્યો. તે નારૂભા પાસે થઈને પસાર થાય ત્યારે ખૂંખારો ખાતો અને ખભા ચડાવી હાથની મુકી
વાળી દાંત કચકચાવતો.
નારૂભા જોતા ગયા કે છોકરાઓ પોતાના તરફ અમુક માનભરી રીતે જુ એ છે. તેમનામાં એક નવી હિંમત આવી. વળી ગટિયાનું ચપળ
મગજ પણ તેમને ઘણી વસ્તુઓ સમજાવી દેતું. લખમણની એક નબળાઈ હતી તે લગભગ બધા જ જાણતા હતા પણ બે-ત્રણ છોકરાઓને
લખમણે હૉટેલમાંથી. કઢાવી મૂક્યા પછી તેનો કોઈ ઈશારો કરતું નહિ.

લખમણે રૂપિયા બનાવવાનો ઇલાજ મેળવવા એક ફકીર પાછળ ભાગવા માંહ્યું હતું અને તે ફકીરની જાળમાં સપડાયો હતો. ફકીર એનો
ઉપયોગ કરી, ચાર-છ આનાના પૈસા આપી ઈલમ બતાવવાની વાત ટાળ્યા કરતો હતો. છેવટે ફકીરે બીજા છોકરાઓની માગણી કરવા માંડી.
લખમણ આ નવા આવેલા ગટિયાને ફોસલાવીને લઈ ગયો. અને એક અંધારી રાતે મસીદના કોક અંધારા ખૂણામાં લખમણે પોતાની જિંદગીની
મોટામાં મોટી બીક વહોરી લીધી.

‘તું બૈઠ યહાં,' કહી ફકીર ગટિયાને લઈને ઓથમાં ગયો. અને થોડી જ વારમાં ગટિયાની ચીસોએ હવાને ભરી દીધી. ગટિયાને કાંડેથી
થથડાવતો લઈને ફકીર બહાર આવ્યો અને ‘સાલા સુવ્વર! યે કૈસી નાદાન લડકી લે આયા હૈ?' કહી ગટિયાને એક તમાચો મારી બેસાડી દીધો.
અને ઉશ્કેરાયેલી હાલતમાં લખમણનું કાંડું પકડી તેને તો ઓથમાં ખેંચી ગયો.

ગટિયાએ ધીરે ધીરે જઈને એ બધું જોઈ લીધું અને બીજે દિવસે બધાને પોતે જોયેલું કહેવા માંડ્યું. લખમણે પોતાની વાત છુ પાવવા ગટિયાને
લાલચો આપવા માંડી અને તેમાં ન ફાવતાં ધાકધમકી પણ વાપરવા માંડી. પણ એ વાત તો છેવટે બધે ફેલાઈ જ ગઈ અને છોકરાઓ જ્યારે
લખમણને ચીડવવા માગતા હોય ત્યારે ગુપચુપ ગુપચુપ ‘ફકીર' ‘ફકીર' એમ બોલતા. ટોળામાંથી કોણ બોલે છે તે તો પારખી શકાતું નહિ અને
લખમણ લાચાર બની કોક એકાદને ધોલધાપટ કરી શાંત થઈ જતો. પણ ધીરે ધીરે ‘ફકીર' શબ્દ એની નાલેશીનો સૂચક બનતો ગયો.

એક દિવસ સવારના પહોરમાં ઘરાકીની લગભગ ન જેવી શરૂઆત થઈ હતી ત્યારે લખમણ એક મોટા આરતા આગળ ઊભો રહી બાબરી
સમારતો હતો, ત્યાં પાછળથી નારુભાની આકૃતિ અરીસામાં દેખાઈ. નારૂભાના મોં પર ખંધું હાસ્ય હતું અને તેમણે એક ખૂંખારો ખાઈ મૂછ પર
હાથ નાખ્યો. લખમણ ઝડપથી પાછો ફર્યો અને નારૂભા ઉપર ત્રાટક્યો.

‘એ બહાદુરના બેટા!' લખમણે ત્રાડ નાંખી. ‘મૂછ તો છે નહિ ને શેનો હાથ ફેરવે છે? મરદના ખેલ જોવા હોય તો આવી જા.’

નાગુભાએ એક લુચ્ચાઈભર્યા સ્મિતથી કહ્યું ‘જોયા જોયા હવે, ફકીરવાળી!

અને લખમણનો પિત્તો છટક્યો. તેણે એક કાચનો કપ ઉપાડીને ઝીંક્યો. નારુભા ધીરેથી સરકીને ગલ્લાની પાસે જઈને ઊભો રહી ગયો.
લખમણનો ઝીંકલો કપ ખણણણ કરતો ગલ્લા પાસે આવીને કકડા થઈ ગયો. ગલ્લા પર બેઠેલા માણસે ત્રાડ નાખી

‘કોણ છે એ?’

ધૂંવાંપૂવાં થતો લખમણ આવ્યો ને બોલ્યો ‘મહેતાજી, આને કહેવું હોય તો કહેજો, નહિ તો જોયા જેવી થશે.’

‘પણ બેટમજી, કપ બાપના છે તમારા? અલ્યા, લખમણને નામે એક કપ માંડી દેજો. અને હવે મિજાજ જરા ધ્યાનમાં રાખજો. મામાને ઘેર
નથી રહેતા તમે, સમજયા ને?'

ડોળા તતડાવતો લખમણ અંદર ચાલ્યો ગયો. અને ત્યારથી ઠાકોર સામે તેના પેતરા શરૂ થઈ ગયા.

બીજે કે ત્રીજે દિવસે જ્યારે પગાર ચૂકવાયો ત્યારે નારુભાને પોતાના પગારમાંથી આઠેક આના ઓછા મળ્યા. કારણ પૂછતાં જણાયું કે એ તો
એમણે ફોડી નાખેલા કપના હતા, જે એમણે કદી ફોડ્યા ન હતા. નાભાનો વિરોધ કોઈએ સાંભળ્યો નહિ અને લખમણ ખંધાઈથી હસતો તેમને
જોઈ રહ્યો.

થોડાક દિવસ ગયા અને નારૂભા એક વરદી આપીને લહેરથી હાથમાં કપ લટકાવતા પાછા આવતા હતા. રાતના અગિયાર વાગી ગયા
હતા. પેલા હેરકટિંગ સલૂનવાળાએ આજે પોતાની લગ્નની ખુશાલીમાં તેમને પોતાને નવો રેશમી રૂમાલ આપ્યો હતો. તે રૂમાલને બંડીની બાંયમાં
ખોસીને મોંથી સિસોટી વગાડતાં રોફથી તે પગથિયાં ચડતા હતા. હૉટેલમાં પગ મૂકતાં જ તે થંભી ગયા.

આખી હૉટેલના છોકરાઓને ભેગા કરવામાં આવ્યા હતા. બધે ભયનું વાતાવરણ હતું. હૉટેલ-માલિકની કડક આંખ જાણે ઠાકોરની જ રાહ
જોઈ રહી હોય તેમ તેમના ઉપર તૂટી પડી.

‘કેમ અલ્યા, મોટો બાદશાહ બનીને ફરે છે તે કયાં રવડ્યા કરતો હતો?'

‘ભાઈશાબ વરદી આપવા ગયો હતો, સલૂનમાં.'

‘એ તો સમજ્યા, મોટા વરદીવાળા, ચાલ બોલ, ગલ્લામાંથી કેટલા પૈસા આજે ઉપાડ્યા છે?'

ઠાકોર પોતાને શું પુછાઈ રહ્યું છે તે સમજી શક્યા નહિ. હૉટેલમાં ચોરી થઈ હતી અને બધા છોકરાઓની ઝડતી લેવાઈ રહી હતી. ઠાકોરના
લીલા રેશમી રૂમાલ ઉપર માલિકની નજર ગઈ. તે ખેંચી કાઢીને તેણે પૂછ્યું ‘બોલ સુવર, આ ક્યાંથી લાવ્યો?'

‘એ તો મને પેલા ભગવાને આપ્યો.' ઠાકોર નરમાશથી બોલ્યા.

હવે જરા વિચારીને બોલ, મોટી! તને ભેટ આપશે તો પછી થઈ રહ્યું!' માલિકે ઠાકોરને તિરસ્કારી નાખ્યા. ‘ચાલ બોલી દે, કેટલા ઉપાડ્યા
છે પૈસા?'

પણ ઠાકોર શું બોલે?

‘ચાલો, બધાની ઝડતી લો.’ માલિકે હુકમ કર્યો. દરેક છોકરાનાં ખિસ્સાં, ઓટી તપાસાવા માંડ્યાં. વચ્ચે વચ્ચે ધમકીઓ પીરસાતી જતી હતી.
‘સીધેસીધા કહી દેજો, નહિ તો જે હાથમાં આવ્યો છે તેની ખેર નથી, હા! વારેઘડીએ માલિકની નજર ઠાકોર તરફ ફરતી. ‘ઠાકોર, સાચું બોલી
જજે અલ્યા. હું જાણું છું બધું, આ બધા કહે છે કે તે લીધા છે. તને લેતાં નજરોનજર જોનાર પણ છે!’

‘મેં લીધા હોય તો કાઢી લો મારી કનેથી.’ ઠાકોર મૂંઝાઈને બોલ્યા.

‘ચાલો કાતરિયામાં, બધાના બિસ્તરા તપાસો.’

અને બેએક મહેતાને લઈને માલિક કાતરિયામાં ગયો. દરેકનો સામાન પીંખતાં પીંખતાં નારૂભાની પોટકીમાંથી પાંચેક રૂપિયાનું પરચૂરણ
હાથમાં આવ્યું. નારુભાને પોતાને જ આ વાતની ખબર ન હતી. તેઓ અચંબો પામીને જોઈ રહ્યા.

‘નહોતું લીધુંને આ ક્યાંથી નીકળ્યું?' ડોળા તતડાવતા માલિકની સામે નારુભા કશો જવાબ ન આપી શક્યા. ‘ચાલો, સવારે તમારી વાત છે.
પોલીસને જ સોંપી દેવો પડશે. કહેવડાવે છે પોતાને ઠાકોર, પણ છે તો ગોલાની જાતનો જ?’

‘ગોલો' શબ્દ સાંભળી નારૂભાને હાડોહાડ વ્યાપી ગઈ. પણ તે મૂંગા ઊભા રહ્યા. આ બધું કેમ બન્યું તે તેમને એકદમ ન સમજાયું. રાતે
ગટિયાએ તેમને કહ્યું ‘ઠાકોર, એ બધું લખમણે કર્યું છે. મહેતો આડોઅવળો થયો ત્યારે ગલ્લામાંથી પૈસા ઉપાડી તમારી પોટલીમાં મૂકતાં મેં એને
ભાળ્યો હતો.'
સવારે પોલીસને સોંપાતાં, પોતાની થવાની ભયાનક દશા કલ્પતાં નારુભાએ પથારીમાં તરફડિયાં માર્યા કર્યા.

પણ સવાર ધારી હતી તેટલી ભયાનક ન નીવડી. માલિક કશાક કામે બહારગામ ચાલી ગયો હતો. માલિકની ગેરહાજરીમાં લખમણ હૉટેલનો
અડધો માલિક ગણાતો. હવે તેનો અમલ થયો. પણ એવામાં એક નવો મહેતો આવ્યો. કયાંક આફ્રિકામાં એ અત્યાર લગી કામ કરતો હતો. મોટા
થોભિયાવાળી મૂછો તે રાખતો હતો. મોટા મોટા બરાડા પાડી તે વાતો કરતો. છોકરાઓને મમ્મો ચચ્ચો વાપર્યા વગર તે બોલાવતો જ ન હતો. તેના
કડપથી હૉટેલના છોકરા ત્રાસવા લાગ્યા. તે કોઈની શરમ ન રાખતો. મોટો લપતંગ લખમણ પણ એના પંજામાંથી છટકી ન શકયો. મહેતો એક
લાંબી હાથેકની જાડી પેન્સિલ પોતાની પાસે રાખતો અને ગમે ત્યાંથી આવીને એકદમ ઘચ દઈને એનો ગોદો મારીને પછી જ છોકરા સાથે
વાતચીત શરૂ કરતો અને વાત કરતાં છોકરાની ગળચી પકડી તેને ચબદ્યા કરતો અને ગળચી છોડ્યા પહેલાં એક ચૂંટી ભરી લેતો.

કોણ જાણે કેમ લખમણ આ મહેતા સામે ફાવી શક્યો નહિ. એણે મહેતાને ‘છોકરા’ આપવાનો પ્રયત્ન પણ કરી જોયો અને તેના ઉપર
મહેતાની આંખ વધુ વિફરી. નાસીપાસ થયેલ લખમણની ચીડ નારૂભા સામે એકઠી થતી ગઈ. બીજા છોકરાઓ પણ એની સામે ‘ફરન્ટ' થઈ જઈ
પેલા ‘ગોલા’ સાથે ભળી જતા હતા. કોઈક જ હવે તેને રાતે કોઠું આપતું હતું. તેણે હૉટેલમાં ચાલાકીથી બગાડ શરૂ કરવા માંડ્યો અને જાતે જ
તેની ફરિયાદ કરી, મહેતાનો વહાલો થઈ કોક નિર્દોષ છોકરાને માથે તે ચડાવી દેવા લાગ્યો. ઝનૂની મહેતો તેનું સાચું માની લઈ પેલા નિર્દોષ
છોકરાને ધીબી નાખતો, ગાળો દેતો ને દંડ કરતો. એક વાર લખમણે યુક્તિથી એક કેળાની છાલ ફરસ પર ગોઠવી રાખીને ગટિયાને તે પર
લપસાવી પાડી તેના હાથમાંના કપ ફોડાવી નાખ્યા. વળી કોક છોકરાને ઉતાવળે ઉતાવળે જતાં જતાં ધક્કો લગાવી તેના હાથમાંની વાની તે ઢોળાવી
નાખતો. હૉટેલમાં બગાડની ફરિયાદો વધતી ગઈ. એક દિવસ મીઠાઈના કબાટના કાચ ફૂટ્યા. એક બીજે દિવસે છબીમાંના કાચ ફૂટ્યા. વળી કોક
ત્રીજે દિવસે અરીસો ફૂટ્યો અને લખમણ તે ચોરી પકડી આપનાર ડિટેક્ટિવ તરીકે મહેતાનો માનીતો થવા લાગ્યો.

એક દિવસ નાગુભાને માથે એક મોટું આળ આવ્યું. કબાટમાંની જલેબીનો કોઈએ ભુક્કો કરી નાખ્યો હતો. મહેતાએ નારૂભાને બોલાવી,
પેન્સિલનો ગોદો મારીને, ગળચી કચડીને ગાળો દેતાં કહ્યું, ‘અલ્યા એ ગોલકા! તું શું સમજે છે તારા મનમાં? બાપનું છે આ બધું?'

‘પણ, મેં તો આમાંનું કશું જ કર્યું નથી.’

‘હવે જા નથી કર્યાવાળી?’ મહેતાએ બીજો ગોદો લગાવી કહ્યું, ‘આ નજરોનજર જોનાર સાક્ષીઓ છે ને? કેમ અલ્યા લખમણ?'

લખમણે હા કહી અને નારૂભા સામે કુટિલતાથી ભરેલી આંખ મારી.

‘તમારે મારી નાખવો હોય તો મારી નાખો. પણ મેં ઈ નથી કર્યું.’ નારુભાએ દૃઢતાથી કહ્યું.

‘એમ કે?' મહેતો કરડાઈને બોલ્યો. ‘મારી નાખશું ત્યારે કોઈ બચાવવા નહિ આવે! જા હવે, આ ફેરા જતો કરું છું. અલ્યા, આ નારિયાને
નામે તમે બે રૂપિયા લખી કાઢો.’

નારુભાના એ મહિનાના પગારનો મોટો ભાગ દંડમાં ખેંચાઈ ગયો. શટિયો તેમની પાસે સિયાવિયા થઈને ઊભો રહ્યો હતો. તે એકદમ રડી
પડ્યો. લખમણ ખૂંખારા ખાતો ચાલ્યો ગયો. ગટિયાને ખભે હાથ નાખી નટુભાએ તેને કહ્યું, ‘ચાલ ભાઈલા, રડ નહિ. એ તો જોઈ લેવાશે.'

રાતે ગટિયો નારૂભા પાસે આવ્યો. બહુ જ ધીરેથી પણ ઉત્સુકતાથી તે બોલવા લાગ્યો ‘ઠાકોર!'

‘શું છે?’ આવતી ઊંઘને ઠેલતાં ઠાકોર બોલ્યા. ઊઠો ઊઠો. કંઈક બતાવું. જોજો અવાજ ન થાય હોં!'
અને બિલ્લી પગલાંએ ચાલતા બંને જણ હૉટેલના નીચલા માળે પહોચ્યા.

હૉટેલ હમણાં જ બંધ થઈ હતી. ગ્રામોફોનોની રાડ્યો બંધ થવાથી ચકલું અજબ રીતે શાંત લાગતું હતું. ઓરડામાં તદન અંધારું હતું. માત્ર
ગલીમાં પડતી ભીંત પાસેની એક બારી સહજ ઉઘાડી હતી. અને તેમાં લખમણની ઊંચી આકૃતિ ઊભેલી હતી. તે કોકની સાથે કશીક વાત કરી
રહ્યો હતો. નારુભા તે સાંભળીને સહેજ કમકમી ઊઠ્યા.

થોડી વારમાં બારી બંધ કરી લખમણ સ્વસ્થ પગલે ઉપરને માળે જવા લાગ્યો. નારુભા અને ગટિયો શ્વાસ થંભાવીને એક બાજુ એ દબાઈ
રહ્યા. લખમણ દાદરને ઉપરને પગથિયે પહોંચ્યો તેવામાં ગટિયાને એક છીંક આવી. પાસેના કેબલ પાસે પડેલા કપ ઉપર તેનો હાથ પડ્યો. અવાજ
થયો. લખમણ જરાક થંભ્યો. એને બિલાડી માની ‘છીડે!' કહી ચાલ્યો ગયો.

થોડી વાર પછી જ્યારે નારુભા ને ગટિયો કાતરિયામાં આવ્યા ત્યારે લખમણ કાતરિયાની એકની એક કમાડ વગરની બારી પાસે ઊભો રહી
બીડી પીતો હતો. પગરવ સાંભળી તેણે તેના તોછડા સ્વરે પૂછ્યું ‘કોણ છે ત્યાં એવડો એ?'

જવાબમાં નારુભાએ લાઈટ કરી, ને સામો જવાબ વાળ્યો ‘કેમ? શું છે?'

‘વાહ રે ઠાકોર સાહેબ, આમ મોડી રાતે કયાં રવડો છો? કહી દેવા દો મહેતાને. અને એ ગટલી! તું ટૂંકી થઈને આ લાંબા જોડે ખેંચાય છે તે
જીવતી રહેવાની નથી હોં! આ લખમણ જૂ ઠું નથી કહેતો તે યાદ રાખજે.’

‘હવે જા, થાય તે કરી લેજે. જોઈ તને મોટી!' નારુભાએ તેને નારીજાતિમાં મૂકીને જવાબ વાળ્યો. ‘છેવટે તો ફકીરવાળી જ ને!'

લખમણના ગળામાંથી બિલાડાના જેવો એક ઘુરકાટ નીકળ્યો. પણ નજીકના ભવિષ્યમાં જ ધરાઈને વેર વળી શકવાનું હોવાથી તે શાંત રહ્યો.
લાઇટ હોલવીને કાતિલ ગાળો બોલતો તે ઊંઘી ગયો.

મહેતાએ પહેલાં તો નારુભા કે ગટિયાનું કહેવું માન્યું જ નહિ, પણ જ્યારે બધી હકીકત ખૂબ ખાતરીપૂર્વક તેની આગળ રજૂ કરવામાં આવી
ત્યારે તે કંઈક પલળ્યો, અને નાગુભાએ આપેલી માહિતીની ખાતરી કરવા તૈયાર થયો.

નક્કી કરેલા દિવસે નારુભાએ અને ગટિયાએ વારાફરતી લખ તેમ મહેતાની પાસેથી સાંજે બહારગામ જવાની રજા લીધી. મહેતો પણ પોતે
એક દિવસ બહાર જવાનો છે. માટે હૉટેલને સંભાળવાનું લખમણને સોપીને ગયો. લખમણ ઘણો રાજી થયો. પોતાની યોજના આમ સહેલાઈથી
સફળ થશે એમ તેણે નહોતું ધાર્યું. હવે આ નારૂભાની ગેરહાજરી તેમની સામે મોટા પુરાવા રૂપે પણ લઈ શકાશે.

હોટેલ બંધ થવાનો વખત થાય તે પહેલાં મહેતો, નારૂભા તથા ગટિયો પાછલે બારણેથી છાનામાના દાખલ થઈ નીચેના સોડાવૉટરની રૂમમાં
છુ પાઈને બેસી ગયા. મહેતાએ એક ટૉર્ચ અને સીસાના ગઠ્ઠાવાળી સોટી પાસે રાખી હતી.

તેઓએ કલાકેક મૂંગાં મૂંગાં ગાળ્યો. એકનો ટકોરો થયા પછી દાદર ઉપર કોકનાં પગલાં સંભળાયાં. એક ખૂંખારો થયો. લખમણ જ હતો.
મહેતાએ નારુભા અને ગટિયાને સોડાની ખાલી બાટલીઓ હાથમાં રાખવાનું ઇશારાથી સચવ્યું તથા બીજી કેટલીક સૂચનાઓ આપી.

અંધારા ઓરડામાં માત્ર પગલાંના અવાજથી પ્રેત જેવા લાગતા લખમણે જઈને બારી ઉઘાડી. બહારનું ઊજળું આકાશ એકદમ નજરે આવ્યું
અને તેમાં લખમણનું વિચિત્ર બાબરીવાળું માથું દેખાયું. તેણે એકાદ-બે ટકોરા માર્યા, બહાર જોયું.

નારુભા તથા ગટિયાને લઈને મહેતો બારીની નજીક આવ્યો. થોડી વારમાં ધારીમાં એક બીજું ડોકું દેખાયું. ત્રીજું દેખાયું અને તરત જ તેમના
શરીર બારીમાં ઊભાં થઈ ગયાં. તેઓ નીચે ઊતરે તે પહેલાં મહેતાએ ટૉર્ચ ફેંકી અને સીસાના ગઠ્ઠાની સોટી લખમણની ગરદન ઉપર ઝીંકી.
નારૂભા અને ગટિયાએ પેલા બે જણ ઉપર બાટલીઓ ફેંકી,

ટૉર્ચના અજવાળાથી ઝંખાઈ જઈ, એ ત્રણે જણ કંઈ પણ વિચારી શકે તે પહેલાં આ બની ગયું. એકેક બાટલીનો ઘા લઈને પેલા બેય જણ
બારીએથી કુદી પલાયન થઈ ગયા.

ગરદનમાં ચોટ પામેલો લખમણ બેશુદ્ધ જેવો ભોંયે પડ્યો હતો, તેને મહેતાએ ગળચીમાંથી પકડીને ઊભો કર્યો અને તેની આંખો ઊઘડતાં બે
સમસમતા તમાચા મોં પર ચોડી દીધા. નારૂભા અને ગટિયાને તથા મહેતાને ત્રણેને સાથે જોઈ લખમણ અચંબો પામ્યો. અને એક નિરાધારી-ભરી
દૃષ્ટિ નાખી કંઈ પણ બોલ્યા વગર મારના દર્દથી કણકણવા લાગ્યો.

‘તને ઓળખ્યો, કૂતરા!' બોલી મહેતાએ નાગુભાને કહ્યું ‘જા અલ્યા, પોલીસને બોલાવી લાવ.'

લખમણના હાંજા એકદમ ગગડી ગયા. એક બાળકની પેઠે ઢગલો થઈ તે મહેતાના પગમાં ઢળી પડ્યો ને કરગરવા લાગ્યો.

ભાઈશા'બ, મને કાઢી મૂકવો હોય તો કાઢી મૂકો. પોલીસને ના સોંપશો.’

મહેતો પણ આ મામલાને લંબાવવા માગતો ન હતો. ‘જા, અત્યારે ને અત્યારે અહીંથી ચાલતો થા.’ કહી તેણે બારણું ખોલી લખમણને
બહાર ધકેલી દીધો. મહેતાને વિદાય કરી બારણાં વાસી ગટિયો અને નારૂભા કાતરિયામાં જઈને સૂઈ ગયા અને એકબીજાની પડખે ઘસઘસાટ
ઊંઘી ગયા.

લખમણના ગયા પછી હૉટેલનું વાતાવરણ બદલાયું. લખમણની બધી સત્તા હવે નારૂભાના હાથમાં આવી પડી. અને છોકરાઓમાં એક
જાતની શાંતિ અને સંતોષ ફેલાવા લાગ્યાં. નારૂભાને થવા લાગ્યું કે મને હવે વહેલી મૂછો ઊગે તો સારું. અને તે માટે હેરકટિંગ સલૂનના માલિકની
સલાહ લેવા લાગ્યા અને મૂછ ઊગી ન હતી છતાં તેની સલાહ પ્રમાણે મૂછ ઉપર અસ્ત્રો ફેરવાવા લાગ્યા. હવે તેમને સલૂનમાં વરદી આપવા
જવાનું રહ્યું ન હતું. હૉટેલની ઘરાકી ઓછી થાય ત્યારે મઝાનાં કપડાં પહેરી તે સલૂનની બહાર મૂકી રખાતી ખુરશી ઉપર જઈ બેસતા, ગપ્પાં
મારતા અને હૉટેલનો બીજો છોકરો વરદી લઈ આવતો તે શેઠની અદાથી ઉડાવતા. લખમણના ત્રાસથી મુક્ત થયેલા છોકરાઓ આભારવશ થઈ
કદી કદી કહેતા, ‘નારુભા, તમે ઈ બહુ સારું કર્યું. તમારો ગુણ નહિ ભૂલીએ. કહેશો તો તમારી પાસે આવી જઈશું.’ પણ તેને નારૂભા, ‘છટ્ છટ્.’
કહીને ખાનદાન રીતે ઉડાવી દેતા અને બોલતા તમે મને કેવો ધારો છો? ખરી વાત એ હતી કે પહેલેથીય છોકરાઓમાં એમનું ધ્યાન બહુ હતું જ
નહિ. કદીક છોકરાઓની પોતાની માગણીને લીધે એ વશ થયા હશે, પણ હવે તો તેમની નજર બીજે જ દોડતી હતી. તેમને ઓરત જોઈતી હતી.
અને ઊગવા પ્રયત્ન કરતી મૂછ ઉપર હાથ નાખી તે વિચારતા ‘શું હું મરદ નથી હવે?'

પણ એમની મરદાનીની બીજી જ રીતે કસોટી થવાનું નિર્માયું હતું.

બહારગામ ગયેલો માલિક પાછો આવી ગયો હતો. મહેતાએ ચોરીનો બનાવ અને લખમણને કાઢી મુકવાની બિના બધું તેને કહ્યું. કોણ જાણે
કેમ મહેતાના એ પગલાથી માલિક બહુ પ્રસન્ન ન થયો. મહેતો પણ જરા અચંબો પામ્યો. પેલી લખમણની મા-બેનની વાત સાચી નહિ હોય? પણ
માલિક ચૂપ રહ્યો. હોટેલ બરાબર ચાલતી હતી એટલે એને બહુ ચિંતા ન હતી.

એક દિવસ એક વિચિત્ર સરઘસ હોટેલ પાસે થઈને પસાર થયું. અને હૉટેલના એકએક છોકરાએ જે માળ પર તે હતો ત્યાં ત્યાંની
બારીએથી ઝકીને જોયું. ત્યાં જ પાસે સભા થઈ અને એક ઊંચી પડછંદ કાયાવાળા અડધા કપાળ ઉપર ઝૂકેલી અણીદાર ટોપીવાળા માણસે
ભાષણ કર્યું. હૉટેલના છોકરાઓના દુઃખો સામેના સંગઠનની એમાં શરૂઆત હતી. સભાને અંતે પત્રિકાઓ આવી અને કેટલાય ઘરાકો એ પત્રિકા
લઈ હોટેલમાં આવ્યા ને પત્રિકાઓ ત્યાં મૂકીને ચાલ્યા ગયા.

હોટેલના છોકરાઓને હવે હૉટેલ જુ દા જ રૂપે દેખાવા લાગી. એ એમને મનથી સ્વર્ગભૂમિ મટવા લાગી. કાતરિયું એમને ખરેખરી ઘોર જેવું
લાગવા લાગ્યું. હૉટેલનો એમનો મળતો મસાલેદાર છતાં વાસી, ઊતરેલો ખોરાક ઢોરોને નિરાતા નીરણ જેવો લાગવા માંડ્યો. એમનાં કપડાં હવે
ગંદાં છે તે એમને સમજાવા લાગ્યું. હૉટેલની નોકરી એ પોતાનું પરમ ભાગ્ય સમજાવાને બદલે હવે પોતાના શરીર પીસતી એક ઘાણી જેવી તેમને
દેખાવા લાગી. રોજ બસો ત્રણસોનો ગલ્લો ઠાલવનાર દુકાનમાલિક આગળ તેમને મહિને દહાડે મળતા પાંચસાત રૂપિયા કૂતરાને નખાતા ટુકડા
જેવા લાગ્યા. તેમની ગંદકી, અપમાન. ઓછો પગાર, ખરાબ ખોરાક, નોકરીને બેહિસાબ કલાકો અને માણસાઈનો અભાવ તેમને સમજાવા લાગ્યો.
હૉટેલ તેમને માટે બદલાઈ ગઈ. હૉટેલમાં પાવનાર લોકો પણ કોક જુ દી અળખામણી દુનિયાના માણસો દેખાવા લાગ્યા.

નારુભા ઊંડા વિચારમાં પડી ગયો. પોતે જ્યારે પહેલવહેલા અહીં આવેલા તે દિવસિ યાદ આવ્યો. હજી એમની આંગડી ને ચોરણો
ફાળિયાના એક છેડામાં કાને પડ્યાં હતાં. તે દિનથી આજ લગીનો પોતાનો વિકાસ તે જોઈ રહ્યા. આજે બધા છોકરા તેમનું માનતા હતા. તેમની
ક્ષત્રીવટ ઊછળી આવી. શા માટે અમે બધા અમારા હક્ક માટે ન લડીએ? આ ખોરાક, આ કપડાં, આ શાર આ રહેવાનું! અને આ બદબોઈ
ભરેલી રાતની જિંદગી, આ અસંસ્કારિતા એ તો માણસનું જીવન છે કે ઢોરનું? અને ઢોર કરતાંય નપાવટ જીવન છે આ તે! કુમળાં કૂમળાં કાચાં
બચ્ચાં અહી રોજબરોજ આવતાં જાય છે અને તેમના ઉપર આ હીન જીવનનો કસાઈ-છરો રોજ ફરી રહે છે. અત્યારે જ્યારે ઉલ્લાસમય
વાતાવરણમાં જીવનની તૈયારી કરવાની હોય છે ત્યારે આ બિચારા આ ખાળકુંડીમાં રગદોળાઈને કીડાના જીવન માટે પલોટાય છે. હૉટેલમાં નામ
માત્ર છોકરો ન જોઈએ!

આવી આવી વિચારમાળા એમનું મગજ વિચારી શકે તેવી રીતે તેમને આવવા લાગી. ‘સળગાવી મૂકો આ કાતરિયું,’ એને થઈ આવતું. અને
આ બધા છોકરાઓને માટે કંઈક કરવું જોઈએ. પેલા વાંકી ટોપીવાળાને મળવું જોઈએ એમ એમને વિચાર આવ્યો.

અને નારુભા વાંકી ટોપીવાળાને મળ્યા. હૉટેલનો માલિક આ પલટાતા ઠાકોરને જોઈ રહ્યો.

એક દહાડો હૉટેલ પાસેથી પસાર થતા સરઘસમાં ઠાકોરને જોઈ માલિકની આંખ કરડી બની. તેમણે ઓટલા ઉપર જઈને બૂમ પાડી ‘એલા
એ, આમ આવ જોઉં. પણ ઠાકોર તો ચાલ્યા જ ગયા.માલિક હાથ મસળતો ઉકળાટ અનુભવતો બેસી રહ્યો. એને થયું કે આ ઠાકોર જરૂર કાંઈ
ધમાલ કરવાનો. ઠાકોરને રજા આપવાનો તેણે નિર્ણય કર્યો.

બીજે દિવસે નારુભા ઉપર ટપાલમાં માનો કાગળ આવ્યો. એમને અહીં મૂકી જનાર પેલા માણસે તે લખ્યો હતો. કાગળમાં હતું કે
નારસિંહજીને માલમ થાય કે જે તમારાં લગન લેવાયાં છે માટે દિન સાતની અંદર ઘરે આવી જજો, ને આટલાં આટલાં વાનાં ક્ષેત્રમાંથી સસ્તાં મળે
માટે ખરીદીને લેતા આવજો.

ગલ્લા પાસે ઊભા રહી ઠાકોરે કાગળ વાંચ્યો. પેલો મહેતો ગલ્લા ઉપર બેઠો હતો. ‘કેમ, ઠાકોર શું આવ્યું છે?’ તેણે સહાનુભૂતિથી પૂછ્યું.
ઠાકોરે કાગળ આપ્યો. કોક વિચિત્ર વિષાદથી તેણે કાગળ પાછો આપ્યો. ‘કેમ?' નારુભાએ પૂછ્યું. ‘ભલે, જાઓ.' મહેતાએ ટૂંકો જવાબ આપ્યો.
મહેતાનો ચહેરો જોઈ નારુભાના દિલમાં એક દિલગીરી છવાઈ. તે તૈયારી કરવા ઉપર ચાલ્યા ગયા.

ઠાકોરને હોટેલમાંથી રજા આપવાનું કામ માલિકે મહેતાને સોંપ્યું હતું. મહેતાની એ હિમ્મત ન ચાલી. થોડી વારે માલિક આવ્યો ને ગલ્લો
સંભાળી લેતાં બોલ્યો, ‘કેમ, પતી ગયું કે?' મહેતાએ નારુભાએ ગલ્લા પર રાખી મૂકેલો કાગળ બતાવ્યો. વાંચીને માલિકે એક વિચિત્ર ચાળો કર્યો.
‘કેમ. તે તમારે જાતે ઉઘલાવવો છે એને? પરણવાનો હશે તો પરણશે. નહિ તો ઊંઘી જશે...

‘શેઠ, જરા વિચાર કરો. સારું નથી થતું. પરિણામ નહિ સારું આવે.' મહેતાએ શાંતિથી કહ્યું અને ત્યાંથી ચાલી ગયો.

ઘરાકને પરચૂરણ આપવાને ગલ્લો ફંફોળતાં માલિક બોલ્યો

‘હવે શું થઈ જવાનું છે?' અને એક જણને બૂમ પાડી, ‘અલ્યા પેલા ઠાકોરને કોઈ બોલાવો જોઈએ.’

જવાબમાં ઠાકોર જાતે જ હાજર થયો. માલિક બોલ્યો

‘લ્યો, ઠાકોર આજથી તમારી નોકરી હવે બંધ થાય છે. સાંજે હિસાબ કરી પગાર લઈ જજો. અને તમારો સરસામાન અત્યારે જ લઈ
જાઓ.’

નારુભા વજ્ર પડ્યું હોય તેમ મૂઢ બની ગયા. આવી ઘટનાની કલ્પના તેમને આવી ન હતી એમ નહિ. પણ તે સ્થિતિ આટલી જલદી આવશે
એમ નહોતું ધાર્યું. તે ટટાર થયા ને પૂછ્યું

‘કેમ મને રજા આપો છો?'

‘મરજી અમારી.’ માલિક બોલ્યો.

‘વારુ, ચલાવશે ત્યારે હૉટેલ.'

‘તું જા હવે, મોટી!’ માલિક ત્રાડુક્યો. પણ તે પહેલાં નારૂભા હૉટેલનાં પગથિયાં ઉતરી ગયા હતા.'

નારુભા પગથિયાં ઊતરીને સામે એક બંધ રહેતી દુકાનને ઓટલે જઈને બેઠા.

જમવાની વેળા થઈ ગઈ હતી. નારૂભાને રજા આપ્યાની વાત હૉટેલમાં પળ વારમાં ફેલાઈ ગઈ. જમી કરીને આવેલા માલિકનું ધ્યાન ગલ્લા
ઉપર છે તો બેઠાં મીઠાઈના કબાટ પાસે એક પ્લેટમાં મીઠાઈ, ભજિયાં અને ચેવડો દાબીદાબીને ભરતા એક નાના છોકરા તરફ ગયું. તે ગટિયો
હતો. માલિકને ના મોં પર કશુંક વિચિત્ર દેખાયું. ખીચોખીચ ભરેલી પ્લેટ તથા ચાનું એક મોટું ટંબ્લર લઈ તેને બહાર નીકળતો જઈ માલિકે પૂછ્યું

‘ક્યાં જાય છે અલ્યા?'

‘વરદી ઉપર.’ કહી ગટિયો પગથિયાં ઊતરી ગયો. અને માલિકની અજાયબી વચ્ચે સામે ઓટલા ઉપર બેઠેલા નારુભા પાસે પહોંચી ગયો.
નકામા થવા સાથી કાયર એવો માલિક સમસમીને બેસી રહ્યો અને તેની નજર સામે જ નારુભા અને ગટિયો હૉટેલનો માલ ઉડાવી રહ્યા.

દરમિયાન હૉટેલમાં છોકરાઓએ વારાફરતી જમી લીધું હતું. ગટિયો ખાલી પ્લેટ તથા ટેબ્લરને લઈને હૉટેલમાં આવ્યો ત્યારે માલિકે પૈસા
માગ્યા.

‘શેના પૈસા?’

કેમ કયા તારા દાદાને ખવાડી આવ્યો?'


‘તમારા દાદાને. મોં સંભાળીને બોલો. શેઠ થયા તે શું થઈ ગયું?' આટલા નાના છોકરાને મોંએથી કદી ન સાંભળેલી એવી વાણી સાંભળી
માલિક ચોંકી પડ્યો. ક્રોધના આવેશમાં તે મૂઢ બની ગયો. થોડી વારે શાંત થઈ તેણે મહેતાને કહ્યું

‘આ પેલા વેંતિયાને રજા આપો, ને એના પગારમાંથી આ બિલના બાર આના વસૂલ કરી લો.’

મહેતો બધું સમજતો હોય તેમ મરકતે મોઢે બોલ્યો ‘વાર.’ અને ગટિયાને કહ્યું ‘જા ભાઈ, આજથી તને રજા છે.’

ગટિયો મેડા ઉપર ગયો અને થોડીક વારે નીચે આવી સડસડાટ પગથિયાં ઊતરીને સામેને ઓટલે પહોંચી ગયો.

માલિકના હૃદયમાં મુંઝવણ વધવા લાગી. કંઈક અમંગળ શંકાઓ તેને થવા લાગી. થોડી વારમાં જે બન્યું તેનાથી તે દિમૂઢ થઈ શીંગડા જેવો
બની ગલ્લા ઉપર ચોંટી ગયો.

ગટિયાના ગયા પછી થોડીક વારે એક છોકરો આવીને ગલ્લા પાસે ઊભો રહ્યો.

‘કેમ અલ્યા?' માલિકે તેને તતડાવ્યો.

‘મારે તમારી નોકરી નથી કરવી. હું જાઉં છું.’

‘હેં?' માલિકનો સાદ અચંબાથી ફાટી ગયો. છોકરો પગથિયાં ઊતરી સામેના ઓટલા ઉપર ચાલ્યો અને અર્ધા કલાકમાં તો લગભગ બધા
જ છોકરાઓ. હું જાઉં છું. શેઠ!' ‘હું જાઉં છું, શેઠ!’ એમ કહી કહી હોટેલ છોડી સામે ઓટલા પાસે એકઠા થઈ ગયા. આખી હૉટેલ રસોઇયા અને
મહેતા સિવાય ખાલી થઈ ગઈ. ઘરાકો માલિકને તતડાવતા થોડી વાર થોભી ઊઠી ઊઠીને ચાલતા થયા. અર્ધા જણ તો અધું ખાધેલું તેનું બિલ પણ
આપ્યા વિના ચાલી ગયા. ‘પૂરું ખવડાવ્યું છે ક્યાં તે પૈસા આપ?' ગ્રામોફોન ઉપાડીને રેકર્ડ મકવા જેટલી સ્થિરતા પણ માલિકમાં ન રહી. છેલ્લી
રેકર્ડના અટકવા સાથે હૉટેલમાં કારમી શાંતિ વ્યાપી રહી.

સામેના ઓટલા ઉપરથી એકસામટા અવાજો આવ્યા. ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’ ‘હૉટેલ બૉયઝ સંગઠન!’ અને છોકરાઓ સરઘસના આકારે
નારુભાની આગેવાની હેઠળ ત્યાંથી કૂચ કરી ગયા.

માલિક ચિડાયો. તેને મહેતાનો પણ આ કાવતરામાં હાથ લાગ્યો. મહેતા, હવે તમે પણ અહીંથી છૂ ટા છો.' અને ગલ્લો વાસીને તે ઊતરી
પડ્યો. મહેતાએ કોટ પહેરીને નીકળતાં નીકળતાં મજાકમાં ‘સાહેબજી!’ કર્યા. નવા નોકરીની શોધમાં માલિક નીકળ્યો અને સીધો લખમણની મા પાસે
પહોંચ્યો.

પણ માલિકને નોકર ન મળ્યા. લખમણને સાથે લઈ તે ઘણું ઘણું ફર્યો. એક નહિ પણ અનેક હૉટેલોમાં છોકરાઓએ હડતાળ પાડી હતી.
આખા શહેરમાં હો હો થઈ રહી. ત્રણ દિવસની સજ્જડ હડતાલથી ઘરાકો અને માલિકો બંને ગભરાયા. પેલો વાંકી ટોપીવાળો છોકરાઓને ભેગા
કરી સરઘસો કાઢતો હતો અને સભાઓ ભરતો હતો. છેવટે એક સ્થાનિક આગેવાને વચ્ચે પડી સમાધાન કરાવ્યું.

તે જ હૉટેલની સામે ચકલામાં સભા મળી. જે ઓટલા ઉપર જઈને નોકરીમાંથી છૂ ટેલા નારૂભા બેઠા હતા તે જ ઓટલા પરથી પેલી વાંકી
ટોપીવાળાએ અને આગેવાનોએ ભાષણ કર્યા. નારુભા રાષ્ટ્રીય વાવટો ઝાલીને ત્યાં પાસે આખો વખત ઊભા હતા. સમાધાનની શરતો સમજાવતાં
વાંકી ટોપીવાળો બોલ્યો

‘આજે નહિ તો કાલે, હૉટેલના છોકરાઓને આ જીવતા નરકમાંથી આપણે બચાવવાના છે. એમ નથી થયું ત્યાં લગી આપણી કેળવણીને
માથે એ જ રહેવાની છે. ગરીબાઈથી પાયમાલ થતાં કુટુંબોનાં કાચાં કુમળાં બાળકો આવીને અહીં આ હોટેલની કઢાઈઓમાં હોમાય છે. આપણે
નિરાંતે તળેલાં ભજિયાં પૂરી હૉટેલમાં ઝાપટીએ છીએ પણ એ ભજિયાંની સાથે છોકરાઓનાં જ જીવન પણ તેલમાં તળાયેલા છે તે જાણતા નથી.
પણ હવે એ અટકવું જ જોઈએ અને આજથી એ અટકે છે. છોકરાઓને સભ્ય રીતે પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. અમુક કલાક જ કામ લેવાવું
જોઈએ. તેમને રહેવાની આરોગ્યમય સગવડ થવી જોઈએ, તેમનો પગાર ધોરણવાર ઠરવો જોઈએ. તેમને કેળવણી મળવી જોઈએ અને તેમને છેવટે
માબાપનું હેત મળવું જોઈએ. શહેરના હૉટેલવાળાઓ આજથી આ બધું કબૂલે છે. જો તેઓ વચનભંગ નહિ છે તો આજથી હૉટેલવાળા
છોકરાઓના જીવનમાં નવો તબક્કો શરૂ થાય છે. બોલો. ઇન્કિલાબ ઝિન્દાબાદ, હૉટેલ બૉઝ ઝિન્દાબાદ!’

સભા પૂરી થઈ. વાવટો પકડીને બધા જ છોકરાઓ અને મહેતાને સાથે લઈ નારુભાએ હૉટેલપ્રવેશ કર્યો. માનભંગ છતાં પ્રસન્ન માલિકે તેમને
બોલાવ્યા ને હૉટેલ સોંપી.

લખમણ પણ ચોરીછૂ પીથી એક બાજુ લપાઈને ઊભો હતો. આજે બધું બની ગયું હતું તેથી તેનામાં કંઈક નવી સમજણ આવી હતી. પણ
તેને ભય હતો કે આ લોકો મને તો હૉટેલમાં નહિ જ રાખે. અચાનક નારુભાએ કહ્યું ‘શેઠ, આ લખમણને પણ રે રાખી લેવો પડશે.'

શેઠે કહ્યું: ‘ભલે!’ અને લખમણ તરફ જોઈ નારૂભાએ કહ્યું: ‘કેમ લખમણ આવીશ ને? પણ હવે ફકીરવાળી નહિ ચાલે. હો?'

પણછ તોડી નાખેલા બાણ જેવો ઢીલો થયેલો લખમણ માત્ર જરાક શરમિંદુ હસ્યો. ‘ફકીરવાળી'નો અર્થ સમજતા માત્ર બે-ચાર છોકરા જ
હસ્યા. અને બીજા ઘડીક મૂંઝાઈને એ વાત ભૂલી ગયા.

અને સાતમે દિવસે નારૂભા લગન કરવાને ખરેખર નીકળ્યા. માએ કહ્યા પ્રમાણેનું બધું હટાણું તેમણે કરી લીધું. અને નવી ખરીદેલી મોટી
પેટીમાં તે ભર્યું. ઠાકોરના લગનમાં જવાને દરેક છોકરો ઉસુક હતો; પણ માત્ર ગટિયાને અને સૌની અજાયબી વચ્ચે લખમણને જ પસંદગી મળી.
હેરકટિંગ સલૂનવાળાએ ત્રણેના બાલ અફલાતૂન કાપી આપ્યા. પેલા વટાણાની પેટીને બે બાજુ થી બે કડીઓએ પકડી નારુભા ને લખમણ સ્ટેશને
જવા નીકળ્યા. ગટિયો તેમની આગળ આગળ તેમના પગમાં અટવાતો ચાલતો હતો.

ચાલતાં ચાલતાં પેલી સલુન રસ્તામાં આવી. સલૂનનો–માલિક સિગારેટ પીતો બહારની ખુરશી ઉપર બેઠો હતો. તે હસીને બોલ્યો

‘કેમ ઠાકોર, ચાલ્યા?' અને ઉમેર્યું, ‘સીધેસીધું ભાળીને હાલજો. નહિ તો આ પેટીનો સામાન ગયો ને તો લગન અટકશે.'

ઠાકોર હસીને બોલ્યા

‘અરે હવે શું અટકે? આ હવે તો ત્રણ જણા છીએ. સીધેસીધા ઘરે જ પહોંચવાના. સીધા ઘરે.'

‘હા, હા, અને વહેલા આવો ઠકરાણી લઈને.’ કહી સલુન માલિક ઊઠ્યો અને દુકાનમાં પેઠો. દુકાનનું કાચનું બારણું દૂર દૂર જતા ત્રણે
જણનું પ્રતિબિંબ પાડતું ઝગઝગારા કરતું કેટલીયે વાર લગી જાણે આનંદમગ્ન હોય તેમ આમતેમ ડોલી રહ્યું.

[‘ઉન્નયન’]

←મીન પિયાસી દુનિયાનું મોં→


Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?
title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/ઊછરતાં_છોરુ&oldid=47523"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/


દુ નિયાનું મોં
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

દુનિયાનું મોં
હું બરાબર સ્પષ્ટ જોઈ શકતો હતો તેમ મને યાદ આવે છે. માથે ફાળિયાં ઓઢીને દયારામ કાકા, જીવા મોટા, શિવનાથ દાદા, ઉત્તમરામભાઈ
અને શિવજીભાઈ એક પછી એક ભીતને અડી અડીને બેસી ગયા. દરરોજ ગામ ગજાવે તેટલો ઘાંટો પાડતી મારી માતા પણ ચૂપ થઈને હરતી
ફરતી હતી. જે ઘરમાં એક મિનિટ પણ વાસણના ખખડાટ, છોકરાંના ધમધમાટ અને મોટેરાંના બડબડાટ અને ચડભડાટ વગર ન જાય, ભલે ને ઘેર
મહેમાન આવ્યા હોય, ભલે ને ઘેર સાજુંમાંદું હોય, ભલે ને દિવાળી કે હોળી હોય, ભલે ને સવાર હોય કે સાંજ હોય, કે બળબળતા બપોર હોય;
કાળની અનાદિ અનંત લીલા પેઠે એ કુટુંબ – મારું કુટુંબ ઘડી પણ આનંદ સિવાયની બધી જ લાગણીઓ પ્રગટાવે તેવું કાર્ય કર્યા વગર રહી શકતું
ન હતું, તે પણ અણધારી રીતે શાંત થઈ ગયું. જગતમાં નવો બનાવ બન્યો કે મારા ઘરમાં શાંતિ પધારી. મારી માતા મારા ઓશીકા આગળ ઢળી
પડી અને આ શાંતિની ભૂમિકા ઉપર તેણે પ્રાણપોક પાડી.

‘ઓ મારા દીકરા રે...'

મારા પિતાએ પણ અવાજ કાઢ્યો. ઓરડામાં બેઠેલી મારી એ પત્ની – જમના રવિને ખોળામાં લઈ તેના માથાને પકડી ચૂપચૂપ રડી રહી.
પાંચ વરસનો મારો શંકર બારણાને કોલ લપાઈને આંગળી મોંમાં ઘાલીને આંખમાંથી આંસ રેલાવી રહ્યો હતો.

‘ઓ માડી...દીકરો ફાટી પડ્યો રે...' મારી માની સાથે મદદમાં પાડોશીનાં ડોશીડગરાં, સોનાસણો, વિધવાઓ ભેગી થઈ હતી. તેમણે રીતસર
બધી તૈયારી કરવા માંડી. તેમનો વિલાપ ઘરને ભરી વળ્યો.

પુરુષો, મારા મિત્રો અને મુરબ્બીઓ ઉદાસ થયેલાં મોઢાં સાથે, અને કોક કોક આવતાં આંસુને લૂછી નાખીને સ્વસ્થ થવા પ્રયત્ન કરતા
તૈયારીઓ કરવા લાગ્યા.
હવે સાંજ પડી જશે. રણછોડભાઈ (મારા પિતા), રડવાનું તો નસીબમાં લખાયું જ; આપણે નીકળવાની ઉતાવળ કરો.' શિવજીભાઈ ઠરેલ
રીતે બોલ્યા. ઉછાંછળો અંબાલાલ (મારો મિત્ર) શાંત ને ડાહ્યો થઈને શેઠને ત્યાં ખાંપણ લેવા ગયો. દરમિયાન વાંસડા પણ આવી ગયા હતા.

‘મંછાબા, વહુને તૈયાર કરો ત્યારે. પડોશણ અંબા રોતાં રોતાં મોઢા પર પ્રગટેલાં આંસ, લીંટ વગેરે ઘૂંઘટમાં જ સમેટી લેતાં બોલ્યાં. લગ્નના
સમારંભ જેટલી તૈયારીઓ થવા લાગી. પટારો ઊઘડ્યો. રાતું અંબર, કિનખાબનું કાપડું, હાથીદાંતના ચૂડા, મશરૂનો ઘાઘરો બહાર કઢાયાં.

‘વહુ, લાવો રવિને મારી કને. આ પહેરી લો.’ એ ઊઠી અને વસ્ત્રના તે ઢગલા કને ગઈ.

‘પહેરી લે, બે'ન, છેલ્લવેલું બધું પહેરી લે.’ એની સહિયર બોલી ને એ બંને હૈયાફાટ રડી પડી.

‘વહુ, દીકરી, આખો જનમારો રોવાનું છે. છાનાં રહો, ટાણું વહ્યું જાય છે. જલદી કરો.' અંબાએ રવિને પોતાની કને લીધો. તે પોતાની હજી
વળેલી રહેતી મુઠ્ઠીઓવાળા હાથ હલાવવા લાગ્યો. ‘દીકરા, દીકરા.’ એણે હસી રહેલા છોકરાને છાતીએ બઝાડી ફરી રડવા માંડ્યું. પછી તે
અચાનક ચૂપ થઈ ગઈ. ‘લો, માશી.’ તેનું મોટું કોરું થઈ ગયું દેખાયું. તેણે સ્વસ્થ થઈ રવિને અંબાને આપ્યો. તેણે વસ્ત્ર પહેર્યા.

‘ઓ મા, કયાં જાય છે તું? મને લેતી જજે.’ બારણાને કોલ લપાયેલો શંકર એકદમ દોડીને એને વળગી પડ્યો. અચાનક ધોધ તૂટી પડે તેમ
ધોધમાર આંસુ સાથે એ ભોંય પર ઢળી પડી.

‘ઓ ગાંડાં, દહીં મોંમાં મૂક્યું કે નહિ? ધૂપ કરો. ઠાકોરજીના ગોખલામાં દીવો કરો. લાડ વાળો. બજારમાંથી જલેબી લઈ આવો.' બધી વિગત
યાદ કરતાં અને કરાવતાં ઘરડાં ચંપા માશી બોલતાં હતાં.

‘માશી, બધુંય કરું છું. મારી મા કહેતી અને તૈયારીઓ થઈ.

‘શંકા, તારાથી હાંડલી ઝલાશે કે? જો પાછું વળીને જોવાનું નહિ, હોં?' ઉછાંછળાનો શાંત થયેલ અંબાલાલ શંકરને સમજાવતો હતો.

‘અરે એ તો છોકરું, તું સાથે રહેજે એની?' જીવણ મોટાએ આ પ્રથમ ક્રિયાની, ચાલનારની ચોકસાઈ કરી.

ધુમાતાં છાણાંની હાંડલી લઈને આગળ શંકર ચાલ્યો અને પાછળ પુરુષો અને તે પાછળ સ્ત્રીઓ ચાલી. બધાં ફળિયા બહાર નીકળ્યાં.

અંબા રવિને લઈને ઘેર રહ્યાં હતાં.

મારે પ્રવાસ શરૂ કરવો જોઈએ. એ છેલ્લું પ્રાણી, મારાથી દુનિયામાં અવતાર પામેલું બાળક જોવા હું થંભ્યો. અંબાના હાથમાં તે રમતો હતો.
બધાં નીકળી ગયા પછી હવે રડવાની જરૂર ન રહી હોય તેમ અંબા હસતા રવિ સાથે હસતી હતી. તેને પારણામાં નાખીને તે દોરી ખેચતી ઊમરા
પર બેઠી અને કંઈક ગણગણતી સંભળાઈ.

‘બાપડું નબાપુ બાળક, મા કેવોયે ઉછેરશે હવે? મારે ઘેર પડ્યું હોત તો ફૂલાંપાનાંમાં રાખત. દીકરા, તારા જેવા તો ચાર ડોસાએ મરવા
દીધા. પણ એક દમડી વૈદ દાક્તરને, માતા મહાદેવ ખાતે ન ખરચી. નહિ તો આમ વાડી ઊજડ થાય? રણછોડભાઈ, ખાનાર મલ્યાં તોય મહિને
શેરનું બશેર ઘી ખાવાનું ના થયું. કોટે બાંધીને લઈ જજો હવે તમારા ધનના ઢગલા.’

આ...હ. મારે આગળ ચાલવું જોઈએ.

ચકલામાં સ્ત્રીઓનું ટોળું કૂટતું હતું. ચીંથરાંની ઢીંગલીને કપડાં પહેરાવ્યાં હોય તેમ એ ચાલતી હતી. એની જુ વાનીનું જોર ક્યાં ગયું?
‘ઓ મા, ધણી જેવો ધણી મરી ગયો, પણ આ બાઈ ફૂટે છે જરીકે?' એક પછી એક એમ ત્રણેક કુંડાળાની બે સ્ત્રીઓ વાત કરતી હતી.

‘ઓવ, આજકાલનીઓની વાત જવા દે. ગરબે રમવા આવી હોય જાણે.’ માડી હવે હેતપ્રીત પરવાર્યા. બીજી હોત તો છાતી તોડી ના
નાખે?'

‘મારી ચંચળ રાંડી ત્યારે એટલું કૂટેલી કે એને ચોપાડેથી ખાટલામાં ઘાલીને લઈ જવી પડેલી.’

‘બા, હૈયે તે હોઠે. એક ગયો તો કાશ ગઈ. એનાં માબાપાંનો ગયો ભાયડા ખૂટી પડવાના છે દુનિયામાં? દેહને કષ્ટી શું કામ દેવી?'

‘હા, મા, અને કેમ જાણ્યું, નહિ હોય.'

‘હા, મા, કોને નથી હોતા?'

આડોશીપાડોશીએ એને વચલા કુંડાળામાં લીધી. રાંડેલી અને સોવાસણોના બોડા અને ચુડીઓવાળા હાથ ઊંચાનીચા થતા હતા. વાળંદણે
મીઠો લહેકે રાજિયો ઉપાડ્યો હતો.

‘વહુ, જરા હાથ ઊંચા કરો, ઝીલો રાજિયો. એની પડખે ઊભેલી એક ઊંચા ઊંચા હાથ કરી કૂટતી બોલી. મને થયું આ ઊડતી સમડીમાં
મારાથી પેસી શકાય તો તેના કાળજાને કોચી ખાઉં.

ભારે ચૂડા એના હાથ ઉપર ઊંચાનીચી ખટખટ થતા પડતા હતા. તે ઢીલા હાથે ચીંથરાંની ઢીંગલી જેવી કુટવા પ્રયત્ન કરતી હતી.

‘બાઈ, આ તે વહુ છે કે કોણ?' પહેલાં કૂંડાળામાંથી ફૂટતાં કૂટતાં ખસી જતી એક સ્ત્રી બોલી.

‘એ ખભો આપો, ખભો આપો.’ વાંકા વળેલા દયારામ કાકા જુ વાનિયાઓને કહેતા હતા. ઉપાડવાની હરીફાઈ કરતા જુ વાનો ડોસાને નકામી
ટકટક માટે ગાળો દેતા દેતા રહી ગયા.

ગામનો ઝાંપો ગયો.

તળાવની પાળ આવી.

‘રણછોડભાઈ, છાના રહો. પરભુની મરજી. થાય તે વેઠી લેવાની.’ જીવણ મોટાએ મારા પિતાને રડતાં રોક્યા.

‘જાવ છોકરાઓ, તમે જાવ. રણછોડભાઈ, બેસો આપણે અહીં.’

‘હવે મારે ઘડપણમાં કેડ બાંધવાની આવી, ભાઈ!’ જીવણ મોટાને ખભે ઢળીને મારા પિતા રડી પડ્યા. બેચાર ઘરડેરા ત્યાં જ બેઠા.

જુ વાનિયા અને બીજા આગળ વધ્યા.

બીજા ઓવારા ઉપર બૈરાં ચૂડાકરમ કરવા ગયાં. વાળંદણે એક પથરો લીધો. ‘નાહી લો, વહુ' એણે તળાવનાં સફેદ ભૂખરાં પાણીમાં
પગથિયા પર બેસી ડૂબકું ખાધું.

‘રતન વહુ, કેટલા ચૂડા ભાંગ્યા આ જનમમાં?' કોને પૂછ્યું.


‘ઓ, માડી, એ શું પૂછ્યું. ભગવાન ભાંગે છે ને માંડે છે. મારોય માડી, ભાંગી ગયો.’

એના હાથમાં કંકણ–સૌભાગ્યચિહ્ન ભાંગી ગયાં. બધાં બૈરાં નાહવા લાગ્યાં. આડાંઅવળાં જઈ વસ્ત્ર બદલવા લાગ્યાં. એ પલળેલ લુગડે
બેસી રહી.

‘દીકરી, બે દીકરા આપ્યા છે. ભગવાનને ગમ્યું તે ખરું. કાલે મોટા થશે.’ એને એક જણ આશ્વાસન આપતું હતું. એ સાંભળી દૂર બેઠેલી બે
સ્ત્રીઓ બોલવા લાગી.

‘દીકરા ન આપ્યા હોત તોય કેમ જનમારો ના નીકળત? ઊલટો મારગ ખુલ્લો રહેત.’

‘અને તેય કોના દીકરા લાવી છે તેય કોણ જાણે છે?' એનો વાંક ના કહેવાય. ધણી એવો હોય તો શું કરે? છોકરામાંય શા રામ બળ્યા'તા?’

‘શંકરની મોરછા તો પેલો આફ્રિકા ગયો છે એના જેવી.

‘મા, મેલો પડતી વાત. સૌ સૌનું ભોગવશે. ધણી મરી ગયો છે ને આંખમાંથી આંસુ તો પડતું નથી. જાણે વિવાહ મહાલવા નીકળી ન હોય.'

‘મરશે બા, હવે કંઈ સતીઓના જગ છે? બીજી હોય તો તલાવમાંય ડબી મરે.’ રાંડેલી સ્ત્રીઓ કાપડાની ગજવીમાંથી ડાબડી કાઢી બોડી
હાથે છીંકણીના ચપટા સુંઘતી બોલતી હતી.

મારી પત્ની, મારાં બાળકો અને મારી વાતો કરતા જગતને મેં સાંભળી લીધું. ઠીક. આ જ, આવું જ એને કહેવાનું છે? આવું જ...

હશે. મારે વિલંબ કર્યો પાલવે તેમ નથી.

તળાવની પાળે વડ હેઠળ મારા પિતા અને તેમના સમોવડિયા બેઠા હતા.

‘ભાઈ, ઘરેઘડપણ આ શું તમારે!’

‘હવે પાછું ના જોશો, રણછોડ મોટા. દીકરાનું નામ રહે તેવું કરજો.’

‘રામના પોકાર સાથે આગળ વધતી તે મંડળીનો સંઘ મારે લેવો જોઈએ.

‘હવે ધીમા ધીમા ચાલો.’ ઉતાવળે ચાલતા ડાઘુઓને કેટલાક પાછળ પછી જનારા રોકતા હતા.

‘એ તમે આવો ધીમે ધીમે. અમે જઈએ છીએ વહેલા. નકામો ભાર શું કામ વેઠવો? જેમણે ઊચકવાની જવાબદારી લગભગ વહોરી લીધલી
તે જુ વાનોમાંથી એક બોલ્યો.

પણ આ બધાંથી મારે ખરેખર વિદાય લેવાની આવી શું? પેલું ઘર, પલું ફળિયું...પેલું ચૌટું... પેલી દુકાન... પેલો ક્વો, તળાવ... પેલા મિત્રો...
પલાં પાડોશી. મારી એ. શંકર... રવિ... મા-બાપ... એ બધાથી હવે વિદાય લેવાની? ખરેખર? ના... ના... હું તો આ રહ્યો...

આ તળાવ, આ એમાં ભેંસો નહાય... આ વડ ઝૂકે... પેલા બે પોપટ ઊડ્યા... આ બધાં મને ભલી જશે? ... ભુલવાની તૈયારી જ કરે છે... એ
ભૂલશે પણ હું કયાં ભૂલી શકવાનો છું? આ જગતની હકીકત તો મારે દરેક સ્થળે કહેવાની રહેશે જ. મારે શું એમ કહેવું પડશે જગત એટલે
થોડોઘણો પ્રેમ, ઘડીકની લીલી વાડી, બાકી ઊજડ વેરાન, ઈર્ષા અને અપ્રેમ, દુષ્ટતા અને સ્વાર્થ, શિરજોરી અને બળજોરી?
એ વાત હમણાં નહિ...મારે વખત ન ગુમાવવો જોઈએ.

હાં, અર્ધ સુધી આવી ગયું. અંબાલાલ ચિતા સંકોરે છે.

‘લાકડાં ખૂટશે તો નહિ ને?’ માધવ કણબી બોલ્યા કે શું?

‘અરે બિચારાને, મૂઠીભર હાડકાંને બળવા કેટલું જોઈએ?'

‘ના, ના, એમ હોય તો જાઓ. આ ખળામાંથી ભરી લાવો થોડાં.’

‘અરે, કોઈને શિયાળે તાપવા એક કરાંઠું ન લેવા દે તે લાકડાં આપે?'

‘જીવતાને તાપવા તો નહિ પણ મૂઆંને બાળવા તો કેમ ના આપે? આખી દુનિયા મરી જતી હોય તો એના ઘરનું માળિયું પણ કાઢીને આપે.’

‘મરશે ભાઈ, હશે.’

ચિતાની જવાળાઓ વાયરાથી જેમ દિશાઓ બદલતી હતી તેમ વાર્તાલાપ પલટાતો હતો.

‘હવે મારને બે ગોદા વધારે, જલદી બળે તો પંચાત મટે અને તો ઘરભેગા થઈએ. હમણાં અંધારું થશે.'

‘પંચાત મટવાની શી વાત? હવે તો ડોસા કનેથી બધી કંજૂ સાઈનો બદલો પડાવવાનો છે.’

‘મારે છોકરા, મારે વાપરનારા છોકરા’ કર્યા કરતો હતો. તે હવે જુ ઓ કોણ રહ્યું છે વાપરનારું!’

‘એમ કેમ બોલો છો. મરનારેય બે દીકરા મૂકી ગયો છે. કાલે સવારે મોટા થશે.’

‘ઓ ભાઈ, કાલે તેની શી વાત? કાલે શું થયું?'

‘આ ડોસાનો પૈસો જ અધરમનો છે. એના પાંચ છોકરાને ભરખી ગયો તોય ડોસાની આંખ ઊઘડતી નથી. મેં કહ્યું કે ડોસા, ચાર છોકરા
ગયા એમને એમ, હોં, કંઈ કાશી જાઓ, ગયાજી જાઓ, કાંઈ વાપરો, પણ ડોસો દમડી છોડે! અરે ભાઈ, આ મરી ગયો તે શું અમથો મરી ગયો?
અલ્યા પચીસ રૂપિયા નથી વાપર્યા, પચીસ રૂપિયા દવા કરાવવા. આકડાના ફૂશ્રી પેઠે બધું ઊડી ન જાય તો સંભારજો કે હું શું કહેતો હતો.'
ચંપકલાલ, અમારી પેઢીના હરીફ, કહેતા હતા. પાંચ-છ જણ ટોળું વળી સાંભળતા હતા.

‘એલા, દેવતા લાવો, જરા.' તેમણે બીડી સળગાવવા દેવતા માગ્યો

‘ઓ ભાઈ.’ વાત આગળ ચાલી, ‘આ છોકરાને કન્યા ક્યાંથી મળવાની હતી? એ તો મેં વચ્ચે પડીને કાંટું કરાવ્યું અને પછી બાયડીને ઉપાડી
જવા આવ્યા'તા તેય મેં પાછા વાળ્યા. મારો ગુણ કોણ સમજે છે?'

‘કાકા, કહે છે વૈદે ધીમું ઝેર આપ્યું હતું – ખરી વાત?'

‘એ ભા, મને કંઈ ખબર નથી.’

‘સાચી વાત, ના શું? પેલા ઉમરાવાળાઓએ વૈદને સાધેલો.’


‘અરે, એની બૈરીએ ઝેર અપાવેલું.'

‘બૈરી ના અપાવે. કોઈકેય શું કામ અપાવે?’

‘એ તો હવે ખબર પડશે. બૈરી કેવી રહે છે તે તો જોજો!’

‘બે દીકરા છે એને મૂકીને ક્યાં જશે?'

‘જેના દીકરા હશે તેને ત્યાં.' જગતની જીભ અદૃશ્ય રીતે ચાલ્યા કરતી હતી.

‘એ હવે અંધારું થયું, ચાલો. ઊઠો.’

‘આજથી બારમે દહાડે લાડવા-પાણી. નાતમાં રમઝટ ઉડાડવી છે.’ અમારો પાડોશી બોલતો હતો.

‘તું ફાવ્યો હવે, હોં. બધીય મોકળાશ મળી.’ એક જણે તેને આંખ મચકારી કહ્યું.

‘નહિ તોય ક્યાં નહોતી મોકળાશ?'

‘હવે તે વેળા તો મરનાર જમ્મ જેવો હતો. જીવતોજોધ. ફાડી ન ખાય.’

‘હવે મેલો માથાકૂટ, મરી ગયું તેનું શું બોલવું હવે?'

‘મરી ગયો તો ઓછો થયો. વાત હોય તે કરવી જ પડે.’

‘હા ભાઈ, નાતવહેવાર છે, નીતિ-રીતિની વાત છે. માણસનાં કરમ અકરમની વાત છે. જેવું દેખે તેવું સૌ બોલે. ચાલો ભાઈ ચાલો. બધુંય
ભૂલી જવાશે. દુનિયાનું મોં કાળું.’

બધાય ઊડ્યા. દુનિયાનું કાળું મોટું મને સ્પષ્ટ દેખાતું હતું. દૂર ક્ષિતિજ નીચેથી વાદળાં ઉપર ચડતાં હતાં. જગતને કાળું કરવા સૂર્ય પોતાનાં
કિરણો સંકેલી લેતો હતો. રાત ચડતી હતી. મને રડવાનું મન થયું. ખરેખર, મારી આંખમાં પાણી તો નહિ આવી ગયાં હોય એમ માની મારા હાથ
આંસુ લૂછવા વળ્યા.

અરે, પણ ભૂતને વળી આંસુ આવતાં હશે?

હું સ્પષ્ટ જોઈ શકતો હતો. મારી ચિતાની અંદર છેલ્લો અંગારો પણ હોલાવાની તૈયારી કરતો હતો.

[‘તારિણી']

←ઊછરતાં છોરુ ‘ઇવનિંગ ઇન પૅરિસ’→


Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?
title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/દુનિયાનું_મોં&oldid=47524"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ


વાર્તા ઓ/‘ઇવનિંગ ઇન પૅ રિસ’
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

‘ઇવનિંગ ઇન પૅરિસ’
શરણાઈ વધારે ને વધારે ઘૂંટાતી હતી અને તેની સાથે સાથે તેનું દરદ પણ વધારે ને વધારે ઘૂંટાતું જતું હતું.

વસંત પુરબહારમાં ખીલી હતી. ડોલરની માદક મીઠી મહેક આખી હવાને તરબતર કરી દેતી હતી. દૂર નીચે રોશનીથી ઝળહળતા
લગ્નમંડપમાં લગ્ન મહાલી રહેલાં સ્ત્રીપુરુષો અને બાળકોનો કલ્લોલ રસના કટોરા પેઠે છલકાતો હતો અને એ માનવવૃંદમાં પાણીમાં તરતા કોઈ
રમણીય પરપોટા જેવી એક વ્યક્તિ તરફ તેની નજર વળી વળીને જતી હતી. એ પરપોટાની આસપાસ તેના જીવનની કથા અને વ્યથા રચાઈ
હતી.

નીચે માંડવાની ગૂંગળામણ અસહ્ય બનતાં, પોતાના મિત્રોથી છૂ ટો પડીને મકરંદ અગાસીમાં ચાલ્યો આવ્યો હતો. અહીં ઘણી શાંતિ હતી,
શીતળતા હતી. બગીચામાં વસંતની કેવી બહાર હતી, અને આકાશમાં તારાની કેવી મજલિસ હતી તે માંડવામાં બેઠાં બેઠાં જાણી શકાય તેમ ન હતું.
ડોલરિયા ભપકાથી જાણીતા બનેલા આ શહેરમાં ડોલર જેવો ખીલતો હતો એવો બીજે ક્યાંય ખીલતો ન હતો. શહેરની બહાર આવેલા આ
બંગલામાં ડોલર જ બગીચાનો રાજા હતો અને પોતાનો પ્રભાવ પુરદમામથી ફેલાવતો હતો. આકાશમાં સુદ પાંચમનો ચંદ્ર પશ્ચિમ દિશાના એક
ખૂણામાં સ્પષ્ટ પણ આછો પ્રકાશ વેરતો હતો, અને છતાં આખા આકાશના બીજા તારાઓની છટાને જરા પણ આંચ આવવા દેતો ન હતો.

મકરંદ પગથિયાં ચડીને અગાસીમાં આવ્યો ત્યારે એના હૃદયે મુક્તિનો એક અકથ્ય ઉચ્છવાસ લીધો. કપાળે બાઝેલો પરસેવો લૂછવા તેણે
ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો. હળવેથી મોં પર ફેરવ્યો અને રૂમાલ મોં પર ફરતાંની સાથે જ એ રૂમાલમાંની ખુશબો જેવી મીઠી અને વેધક વ્યથા
પાછી તેના હૃદય પર ફરી વળી.
એ ખુશબો એના પ્રણયજીવનની પહેલેથી છેલ્લે સુધી સાક્ષી હતી, સંગાથી હતી, દૂતી હતી અને અત્યારે તો એ જ એકમાત્ર તેના ઘવાયેલા
હૃદયને હૂંફ કહો કે જેને અનુભવવાનું વારે વારે મન થતું એવી વ્યથા આપનારી જીવનસંગિની હતી. તેણે રૂમાલમાં મોં દાટી દીધું. શાહમૃગ રેતીમાં
કરે છે તેમ...પણ એમ કંઈ જીવનમાં જે ઝંઝાવાત ઘૂમી રહ્યો હતો તે ઓછો શાંત થવાનો હતો?

કોક શક્તિની આરાધના કરતો હોય તેમ તેણે મોં ઊંચું કરી શરીરને ટટાર કર્યું. નીચે મંડપમાં તેની નજર ગઈ. હા, એ જ, એ જ કે જેની
આસપાસ તેની જિંદગી, દીવાની ફરતે ભમતા પતંગિયા પેઠે ભમતી બની ગઈ હતી તે ત્યાં હતી, એની પ્રિયતમા એની પત્ની અને હવે...

તેનું ચિત્ત આગળ વિચાર ન કરી શકવું. અને ‘હવે’માં જ બધી કથા સમાયેલી હતી. અગાસીની કોર પાસેથી તે હઠી ગયો અને દૂરના એક
ખૂણા તરફ વળ્યો.

અહીં વધારે શાંતિ હતી. અગાસી નીચેની સૃષ્ટિ જાણે લુપ્ત થઈ ગઈ. મંડપ દેખાતો ન હતો, માત્ર તેની રોશનીનો ઉજાસ આકાશ તરફ
ધૂપની પેઠે ઊડતો હતો, મંડપમાંના કોલાહલની કર્કશતા લુપ્ત થઈને તેમાંથી એક 'આછો ગુંજારવ બનતો હતો. ઉપર વિશાળ આકાશ હતું, તારા
હતા. વિકસતા પ્રણયના મધુર બિંબ જેવો ચંદ્રખંડ હતો અને પોતે હતો. પોતે...પોતે...

તેણે નિરાશાથી દાંત કચડ્યા. આ ‘પોતે' તે શું? નિષ્ફળતાનો એક નાદર નમૂનો! પ્રેમ કરતાં આવડ્યો, જીરવતાં ન આવડ્યો. નભાવતાં ન
આવડ્યો.

કોણ જાણે કયાંથી એકાએક શરણાઈ ગુંજી ઊઠી. ચંદનના લેપ જેવા તેના સૂર મકરંદના હૃદયને શીતળ સ્પર્શ કરવા લાગ્યા. તેના જીવનમાં
પ્રેમ પછી બીજું આશ્વાસક તત્ત્વ સંગીત જ હતું. તેનું ચિત્ત બીજા બધા વિચારો ભૂલી શરણાઈના સૂરની પાછળ પાછળ જવા લાગ્યું.

શરણાઈએ બિહાગ ઉપાડ્યો હતો. વિલંબિત લયમાં ગતિ કરતા તેના સૂરી પોતાનું રૂપ પૂર્ણપણે વિસ્તારથી પ્રગટ કરતા હતા. એક જ
છોડના એક પુષ્પથી બીજા પુષ્પ ઉપર ગતિ કરતી મધુમક્ષિકા પેઠે મકરંદ બિહાગના રસને પીવા લાગ્યો.

અને એ રસમાંથી તરસ જન્મી. બિહાગ ખીલતો ગયો. તેની તરસ વધતી ગઈ. બિહાગ ઘૂંટાતો ગયો, તેની વ્યથા ઘૂંટાતી ગઈ.

રતિયાં અંધેરી,
રતિયાં સુનહરી, રતિયાં રૂપથરી,
રતિયાં અંધેરી,
તુમ બિન મેરી રતિયાં અંધેરી.

‘ઇવનિંગ ઇન પૅરિસ.’ એ સન્ધ્યા અને એ ખુશબો. મકરન્દે ત્યારે પ્રથમ વાર પોતાની પ્રિયતમાનું મુખ ચૂમેલું. એ વર્ણવી ન શકાય તેવો
અનુભવ હતો. જીવન આટલું બધું મધુર હોઈ શકે તે તેણે ત્યારે જ અનુભવ્યું.

કશુંક એને ખેંચતું હતું. એના અણુએ અણુને, એના ઊર્મિતંત્રના ઊંડામાં ઊંડા મર્મને જાણે બહાર ખેંચીને લઈ જતું હતું; પણ તે ક્યાં? તેની
ખબર તેણે અંજનાના મુખની બે હથેળીઓમાં લઈ ચૂમ્યું ત્યારે તેને પડી.

એ યુવાન રમણીના કમળ જેવા સુંવાળા અને કોઈ અકલિત પદાર્થોથી ઊભરાતી સૃષ્ટિ જેવા ગૌર ચહેરાને તેણે સ્પર્શ કર્યો અને જગત
બદલાઈ ગયું. પોતાથી બહાર રહેલી આખી દુનિયા તે જાણે આ સ્ત્રી જ હતી. જગત જાણે એની પાસે આવી ગયું, એક છલકતો જામ બનીને.
અંજનાએ મકરન્દના પ્રેમવર્ષણને બંધ નયનોથી ઝીલ્યું. એ રીતે જ જાણે એ વધારેમાં વધારે જોતી હતી. અને એક નવી સૃષ્ટિમાં જઈ આવી
હોય તેવા એક અલૌકિક પ્રસન્ન ભાવે તેણે આંખો ખોલી. એ આંખોમાં મકરન્ટ આમંત્રણ જોયું. તેણે ફરી વાર અંજનાને ચુંબન દીધું. અંજના એક
અકંપ સ્થિરતાથી મકરન્દના હાથમાં ઢળી રહી. તે ન હલી, ન ચાલી. મકરન્દ કોઈ નવી જ લાગણી અનુભવી. આ બીજું ચુંબન તેનું પોતાનું નહિ,
અંજનાનું હતું.

બંનેએ આંખો ખોલી ત્યારે તેમની આસપાસનો કુંજ જાણે મઘમઘી રહ્યો હતો. તેમની બદલાયેલી આંખો ઊંચે ચડી, પોતાની આસપાસ જોવા
લાગી. આખી હવા, આખો સમુદ્રતટ, આખું આકાશ એક નવી સુગંધથી જીવનની નવી ઝલકથી ઊભરાતું હતું.

બંને એકબીજા તરફ જોઈ રહ્યાં અને આખા જીવનને સમજી ગયાં હોય તેમ હસ્યાં. મકરન્દને પોતાના કપાળ પર પરસેવો થતો લાગ્યો. તેણે
અંજના સામે જોયું. એના પાતળા કમાનદાર ઓઠ ઉપર પણ પરસેવાએ જાણે ઝીણાં મોતીની સેર ગોઠવી દીધી હતી.

મકરન્દે પોતાનો રૂમાલ કાઢ્યો. કોઈએ હવામાં સુગંધની છડી વીંઝી હોય તેમ ખુશબોની એક લહર મહેકી ઊઠી. તેણે હળવેથી પોતાનું
કપાળ લૂછ્યું અને અંજનાના ઓઠ તરફ જોઈ રહ્યો.

‘શું જુ ઓ છો?' અંજનાએ હસીને પૂછ્યું. ‘લુચ્ચા!' અને હાથ લંબાવીને બોલી.

‘લાવો રૂમાલ.’

અંજનાના ઓઠ પરથી દૃષ્ટિ હઠાવ્યા સિવાય જ મકરન્દ મૂગાં મૂગાં પોતાનો રૂમાલ આપ્યો. અને અંજનાને ઓઠ લૂછતી જોઈ રહ્યો.

‘ઓહોહો, શી સુગન્ધ છે! શું છે આ?' અંજના બોલી ઊઠી. અને પોતાનું મોં તેણે રૂમાલમાં દાટી દીધું.

‘જાણે ખબર ન હોય! પોતે તો લાવી આપ્યું છે!’ મકર હસીને કહ્યું. અને થોડી વાર થંભીને પછી બોલ્યો

‘ઇવનિંગ ઇન પૅરિસ!'

અંજનાએ રૂમાલમાંથી મોં ઊંચક્યું. તેણે માત્ર આંખોનો ભાગ ખુલ્લો કર્યો. એમાં એક મીઠી મસ્તી રમતી હતી. તે બોલી,

‘આઈ સી!’ (એમ?)

રૂમાલની અંદર છુ પાયેલા અંજનાના ઓઠ પર ફરકી રહેલું સ્મિત મકરન્દની આંખો પામી ગઈ.

એ હસતા ઓઠને ચૂમવાની મકરન્દને પ્રબળ વૃત્તિ થઈ. તે ઊભો થયો, અંજના તરફ વળ્યો. પણ...

પણ એ ઓઠ અણગુમાયા જ રહ્યા.

શરણાઈ એકાએક થંભી ગઈ. મકરન્દ ઝબક્યો. જાગ્યો. તેના પગ ચાલવા લાગ્યા. અગાસીના આ બાજના છેડે તે આવ્યો. હવે નીચેનો ચોક
વધારે દેખાતો હતો. માંડવાની રોશની વધારે ઝળકતી હતી. સંગીત વિનાના બનેલા વાતાવરણમાં માણસોનો કોલાહલ વધારે કર્કશ લાગતો હતો,
અને મનને સંગીતના સ્વપ્નજગતમાંથી ખેંચીને વાસ્તવિકતાની વધારે નજીક લઈ જતો હતો. તેની નજર નીચે ગઈ.
માંડવાના એક દરવાજામાં અંજના ઊભી હતી, દરવાજાની કમાનમાં ટિંગાયેલો દીવો પોતાની બધી રોશની એના પર ઠાલવી રહ્યો હતો.
હાથમાં એક ગુલાબી રૂમાલને રમાડતી તે ચારે બાજુ નજર દોડાવતી હતી.

શરણાઈએ અડાણાની એક હળવી તરજ ઉપાડી. અનેક પ્રકારના છણકા, મનામણાં અને રિસામણાં કરતા તેના સૂર પાછા બાળકની પેઠે
જાણે હસી પડતા હતા.

‘શું એ કશું શોધે છે? મને શોધે છે?'

મકરન્દના મનમાં પ્રશ્ન થયો. તેની ઊર્મિઓએ એક વળ ખાધો. તે ઊભો હતો ત્યાંથી હટી ગયો. તે જોઈ શકયો હતો કે અંજનાના હાથમાં
રમતો રૂમાલ તેનો પોતાનો જ હતો.

એકબીજાને ખૂબ ચાહતાં હોવા છતાં મેળ નહિ પામેલાં એ બે હૃદયો હતાં. આશ્ચર્યની વાત એ હતી કે પરસ્પરની ખૂબ ચાહવાની વૃત્તિમાંથી
જ એમની મુશ્કેલીઓ ઊભી થઈ હતી. અને જેમ જેમ એ મુશ્કેલીઓને ઉકેલવા તે મથતાં ગયાં તેમ તેમ ઊલટી એ વધારે ગૂંચવાતી ગઈ.

મકરન્દ દૂરના પ્રાન્તમાં નોકરીના બહાને ચાલ્યો ગયો. અંજના એના પિતાને ઘેર રહી. વરસો પછી વરસો વીત્યાં. રામના વનવાસ જેવાં
બાર વરસ મકરન્દ પરદેશમાં કાઢ્યાં. પત્રોથી સમાધાન શોધવાના પ્રયત્નો થયા, પણ તેમાંય કંઈ ન વળ્યું. બંનેનાં મિત્રો બંનેને સલાહ આપવા
લાગ્યાં. બીજું લગ્ન કરી લો; પણ એમને માત્ર લગ્ન કયાં જોઈતું હતું? પ્રેમનો ક્યાં અભાવ હતો? બંને એકબીજાને જ માગતાં હતાં.

‘હા, હજી એની પાસે રૂમાલ છે!’ મકરન્દની બંધ આંખો આગળ પેલો ગુલાબી રૂમાલ તરવરી રહ્યો.

તેના કપાળ પર પરસેવો છાઈ ગયો. કશીક બેચેની તેને થવા લાગી. પોતાના રૂમાલને તેણે કપાળે ફેરવ્યો. રૂમાલની ખુશબો તેના ચહેરા
ફરતે વીંઝણાની માફક ઝૂલી રહી.

‘શાંતિ હોય તો આમાં જ છે. આ સુગન્ધમાં, આ રૂમાલમાં, આ રૂમાલની...' એ પછીનો શબ્દ તેના મનમાં સ્પષ્ટ થતાં મકરન્દ પાછો વ્યગ્ર
બન્યો.

એની પાસે હતો એ અંજનાનો રૂમાલ હતો. રુદનના દોરામાં વચ્ચે વચ્ચે હાસ્યનાં ફૂલ પરોવતી અંજનાએ તે દિવસે મકરન્દને તેનો રૂમાલ
પાછો નહિ આપ્યો. મકરન્દ બહુ વિનવણી કરી. અંજનાની કેડ પરનો ગડીદાર રૂમાલ તેના મોં પર પટકાયો. એ રૂમાલ અને એમાંની ખુશબોને, એ
મધુર સ્વર્ગસંધ્યાને તેણે આજ લગી જાળવી રાખી હતી, જીવતી રાખી હતી. એકાન્તમાં બેઠાં બેઠાં એણે એ રૂમાલની સાથે, હા, એ રૂમાલની રાણી
સાથે...

‘રાણી!' એ જ શબ્દમાં તેની બધી મુશ્કેલીઓનો સાર તેણે જોયો.

‘એવો મિજાજ કેમ ચાલે?' એ બધો ભૂતકાળ યાદ આવતાં મકરન્દનો પણ જૂ નો મિજાજ વળ ખાઈને ઊભો થયો.

લગ્ન થઈ ગયા પછી તેમનો પ્રેમ ઓશિયાળો બની તેમના બંનેના મિજાજ નીચે છૂંદાવા લાગ્યો. ચા પીતાં પીતાં કીટલીઓ ફટોફટ ફૂટતી.
પુસ્તક વાંચતા વાંચતાં ટેબલના લેમ્પ તૂટતા. શયનખંડનાં બારણાં ફટોફટ વસાતાં અને ધમધમતાં. બંને બેકાબૂ બની જતાં.

મકરન્દને થતું, આમ વધુ ચાલશે તો કદાચ હું એવું કે એ મારું ખૂન કરી બેસશે! તે હઠી ગયો, ચાલી નીકળ્યો. in જ્યાં લગી અંજનાના
મિજાજનો અને એથીયે વિશેષ તો પોતાના મિજાજનો કોઈ ઈલાજ ન જડે ત્યાં લગી બંનેએ મળવામાં, સાથે રહેવામાં કશો અર્થ ન હતો.
પણ એ ઇલાજ શો? હજીયે એને સમજાતું ન હતું.

નિષ્ફળતાની એક લાચારી તેનામાં ફેલાઈ રહી. અગાસીમાં ફરતાં તેનાં પગલાં મંદ બનવા લાગ્યાં. તેનું હૃદય પીગળવા લાગ્યું. તેની
આંખમાંથી આંસુ ટપકવા લાગ્યાં. ટપ, ટપ, ટપ...

તેને લાગ્યું કે જાણે કોઈ તેનાં આંસુ ઝીલી રહ્યું છે. સ્ફટિકની બનેલી હોય તેવી એક નાનકડી કટોરીમાં આંસુ ઝિલાય છે. અરે, એ કંઈ કટોરી
નથી, કોઈની આંખ છે. અંજનાની આંખ છે. પોતાનાં આંસુ એમાં ઝિલાઈ રહ્યાં છે, એ છલકાઈ રહી છે અને પાણીને તળિયે રતન તગતગે તેમ એ
આંસુની પાછળ એની આંખ તગતગી રહી છે. એક સ્થિર ભાવે તેના તરફ જોઈ રહી છે, અને જાણે કહી રહી છે

‘તમે કહેશો તે કરીશ. હવે કશું નહિ માગું.’

મકરન્દના હૃદય પરથી જાણે ધુમ્મસ હઠવા લાગ્યું. નિર્મળ ફાળો પ્રકાશ ફેલાતો હોય તેવો ભાવ તે અનુભવી રહ્યો.

‘એ જ, એ જ.’ મુઠ્ઠીમાં જાણે મોતી આવ્યું હોય તેમ હર્ષથી તે બોલી ઊઠ્યો.

‘મારે કશી માગણી નથી કરવી હવે. અંજનાને જે આપવું હોય તે આપે. એમ જ થવું જોઈએ.'

હૃદય પરથી એક મોટો બોજો ઊઠી ગયો હોય તેમ તેણે એક ઊંડો શ્વાસ લીધો.

નીચે ચોકમાં કોલાહલ વધતો દેખાયો. શરણાઈ વાગતી બંધ થઈ હતી એટલે લોકોના અવાજો વધારે સંભળાવા લાગ્યા. કેટલી રાત વીતી
હતી?

આ સપ્તર્ષિ આમ પશ્ચિમમાં ઢળી ગયા છે. તેણે નીચે નજર નાખી. વરકન્યા પરણીને મંડપની બહાર નીકળ્યાં હતાં. ગોર મહારાજ તેમને
ધ્રુવનું દર્શન કરાવતા હતા. એક નાનકડું ટોળું તેની આસપાસ ભેગું થયું હતું. આનંદનો કિલ્લોલ બધે વ્યાપી રહ્યો હતો.

ચોકમાં લોકો એક કામ પતી ગયા પછીની નિરાંત અનુભવતા હોય તેમ હળવાશથી ફરતા હતા.

‘હવે કોઈ કાંઈ પિવરાવે તો સારું. કોઈ બોલતું સંભળાયું.

‘બધું તૈયાર જ છે.' કોઈએ જવાબ આપ્યો.

થોડી વારમાં શેરડીનો રસ ભરેલા પ્યાલા બધે ફરતા થઈ ગયા.

‘અરે, પણ મકરંદ ક્યાં છે?’

ચોકના એક ભાગમાં ઊભેલા પાંચ-છ જુ વાનિયાઓમાંથી કોઈક બોલ્યું. તેઓ આમતેમ નજર દોડાવવા લાગ્યા.

‘અરે ભાઈસાહેબ ક્યારનાય છટકી ગયા છે. ખબર ન પડવા દીધી.’

‘અરે ત્યાં અગાસીમાં ઊભા દેખાય છે.’

‘એ ભાઈસાહેબ, નીચે આવો હવે. આવો, રસ પીએ.'


નીચેથી પરિચિત અવાજો મકરન્દ પાસે આવવા લાગ્યા. અગાસીનો કઠેડો પકડી તે ઊભો હતો. હવે હઠી જવું હોય તોપણ હઠાય તેમ ન
હતું.

મહેમાનોને રસ પીરસનારાંઓમાં અંજના પણ હતી.

‘અરે ભાભીસાહેબ, તમે તે શું? અમારા ભાઈનો કંઈ ખ્યાલ રાખો છો કે નહિ?

‘જાઓ જાઓ, રસ પિવડાવી આવો.’ કોક હસીને બોલ્યું. રાતની શાંતિમાં ઝીણામાં ઝીણા અવાજ પણ સંભળાતા હતા. અને કોક જરા
ટોળામાં હળવેથી બોલતું સંભળાયું, અંજનાની આસપાસની યુવતીઓમાંથી

‘અને પીતાં પણ આવજો.’

અને શેરડીના રસ કરતાંયે મધુર હાસ્ય બધાંના મોં પર રેલાયું.

ખરેખર, અંજના અગાસી ભણી આવતી હતી. તેના હાથમાં નાનકડી ટ્રેમાં બેત્રણ પ્યાલા હતા. નીચેના લોકો તેને ભૂલી ગયા હોય તેમ પાછા
પોતપોતાની વાતોમાં મશગૂલ થઈ હરતાફરતા દેખાયા.

મકરન્દ અગાસીની પાળી પાસેથી હઠી ગયો.

અંજના આવે છે.

પ્રણયના મુગ્ધ આરંભમાં પણ અનુભવી ન હતી તેવી મીઠી મૂંઝવણ તે અનુભવવા લાગ્યો. નાસી જવાનું, ક્યાંક સંતાઈ જવાનું તેને મન થયું.
પણ આ અગાસી તેની મદદે આવે તેમ ન હતું.

તેનું હૃદય ધબકી રહ્યું. અગાસીના છેલ્લા પગથિયા ઉપર એક માથું દેખાયું, છાતી દેખાઈ, એક આખી આકૃતિ દેખાઈ. મકરન્દની આંખ
મીંચાઈ ગઈ.

બાર વરસ બાદ અંજના મકરન્દ પાસે જતી હતી. અગાસીના પહેલા પગથિયા પર તેના પગ થંભી ગયેલા.

‘જાઉં કે ન જાઉં?'

તેનું આખું અભિમાન ડુંગર જેવું બનીને તેના માર્ગમાં ઊભું.

‘ભલે ના જતી. અને પછી?'

આ પ્રસંગની તે કયારની રાહ જોતી હતી. હાથમાં આવેલો કટોરો તે છેલ્લી પળે પણ શું હડસેલી દેશે?

‘કોની ખાતર જીવવાનું છે? કોની ખાતર પ્રેમ કરવાનો છે?’

અંજનાનું આખું ઊર્મિતંત્ર એક અવાજે રણઝણી રહ્યું.


‘એમને ખાતર.’

‘તો પછી મૂંગી વણા બની જા. એને જે સૂર વગાડવો હોય તે વગાડવા દે.’

અંજનાના હૃદયમાં કંઈક નવો પ્રકાશ થયો. પોતે જાણે એક કર્કશ અવાજ કરતા વાસણ જેવી હતી, તેણે દાંત વચ્ચે જીભ લીધી.

હવે કશું નહિ બોલું. જીભને કચડી ખાઈશ પણ...’ અને તે સડસડાટ પગથિયાં ચડવા લાગી.

અજવાળામાંથી આવેલી તેની આંખોને પ્રકાશ વગરની અગાસીમાં મકરન્દ એકદમ ન દેખાયો. તેણે ઘડીક આંખો મીંચી લીધી અને પછી
ખોલી. અગાસીને સામે છેડે છાતી પર માથું ઢાળીને એક આકાર ઊભો હતો.

પગનાં ઝાંઝરને મહામહેનતે મૂંગાં રાખી અંજનાએ ડગ ભરવા માંડ્યાં.

સમાધિમાં ઊભો હોય તેમ, પોતાના સિવાયની આખી સૃષ્ટિ લોપ થઈ ગઈ હોય તેમ, મકરન્દ શાંત સ્થિર એકલો અટૂલો ઊભો હતો.

અંજના એની સામે આવીને ઊભી રસના પ્યાલાવાળી ટ્રે તેના હાથમાં પૂજાપાની થાળી પેઠે રહી ગઈ.

સમય વહેવા લાગ્યો. એક પળ, બે પળ, ત્રણ પળ...

કોક તોફાનીએ નીચેથી સ્વિચ દબાવી. આખી અગાસીમાં પ્રકાશ પથરાઈ ગયો.

મકરન્દની આંખ ખૂલી. મીંચેલી આંખે તે જોતો હતો તે કરતાંયે વધારે સુંદર મનોહર અને ચાહવાને લાયક અંજના તેની ખુલ્લી આંખો સામે
ઊભી હતી. તે ધીમું હસ્યો અને બોલ્યો

‘રસ આપવા આવ્યાં છો. કોઈના કહેવાથી ને?'

તેની આંખ અંજના સામે મંડાઈ રહી, અંજનાએ આંખ ઢાળી લીધી. તેના પગ નખથી જમીન ખોતરવા લાગ્યા. ઝાંઝર આછું ઝણક્ય.
મકરન્દને લાગ્યું અંજના રડી પડશે, રડી રહી છે.

‘લાવો.' તે પુરુષની સ્વસ્થતાથી અને ગૌરવથી બોલ્યો.

અંજના મૂંગી પૂતળા જેવી સ્થિર જ ઊભી રહી.

મકરન્દે એક હાથ વડે અંજનાના હાથમાંથી થાળી લઈ લીધી અને બીજો હાથ અંજનાની કમર ફરતે વીંટાળ્યો.

તે દિવસે બાકી રહેલા ત્રીજા ચુંબનની પૂર્ણાહુતિ આજે થઈ.

અને આખી રાતની મજલિસની સમાપ્તિ કરતી શરણાઈએ મધુર ભૈરવી ઉપાડી, એના કોમળ મધુર સૂરો ફૂલની માળા પેઠે ગૂંથાવા લાગ્યા

પિયા ઘર આયે, પિયા ઘર આયે,


ફલનકો હાર, મોતિયનકી માલા
પિયા લેઈ આયે, પિયા ઘર આયે.
[‘તારિણી']

←દુનિયાનું મોં ઊભી રહીશ→

Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?


title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/‘ઇવનિંગ_ઇન_પૅરિસ’&oldid=47525"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/ઊભી


રહીશ
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

ઊભી રહીશ
આજે તો આમ જ ઊભી છું, આમ જ ઊભી રહીશ.

કોણ જાણે શું થયું છે તે મન આજ કહ્યું નથી કરતું. ક્યારનીયે આમ ઊભી છું, લાકડાની પૂતળી થઈને, આ ઉંબરા ઉપર, આ બારસાખને
ટેકે. આ બારસાખ, આ લાકડું, લાકડાનો આ ટુકડો, કોઈનેય ખબર નથી કે મારા જીવનમાં એ કેવો તો શાતાદાયક બનેલો છે. આ ચંચલ જીવનમાં
એક અચંચલ વસ્તુ તો મેં આ જ એક જોઈ છે. અને એક બીજી પણ...પણ એની કોની આગળ વાત કરવી? હશે, જે થયું તે થયું. જા.ઓ ભાઈ,
આટલાં બધાં ગયાં તેમ જેને જવું હોય છે. તમે પણ જાઓ, ચાલ્યાં જાઓ. હું પણ એક દિવસે ચાલી નીકળીશ, પાણીનાં ચક્કરમાં એક ચક્કર જેવી
ખેંચાતી ખેંચાતી.

પણ આજે નથી જવાની. બરાબર વખતે જઈશ. પગલે પગલે તપાસતી તપાસતી જઈશ. પણ આજે તો ઊભી છું. અને આમ જ ઊભી
રહીશ.

બધું ભૂલી જવાય છે. જ્ઞાન, ડહાપણ, શાણપણ, અનુભવ ઝાકળનાં બિંદુ જેવાં ઘડીક તો તગતગી રહે છે. પણ જ્યાં વૈશાખનો બળબળતો
વાયરો વાય છે ત્યાં તરત જ ઊડી જાય છે. મન ઠંડું થઈ જાય છે. કશું કરવાનું દિલ થતું નથી. ‘આમ જડ જેવી થઈને? આ લાકડા જેવી થઈને?
આ ઊમરાના પથ્થર જેવી થઈને?'
જો ચંચળ, હવે એવા સવાલો પૂછી મને ડરાવીશ ના. તું બહુ શાણી છે તે જાણું છું. હા, આ લાકડા જેવી, પથ્થર જેવી થઈશ. પણ તે ઠંડી ને
સ્થિર સ્થાવર નહિ, તેમ તારા જેવી ચંચળ પણ નહિ. શું આ માત્ર લાકડું છે? શું આ માત્ર પથ્થર છે? તું તે શું આવું જ ભણી છે? આ લાકડું, આ
બારસાખ એ તો સ્થિરતા છે. આ પથ્થર તે કોઈ ટાઢીહિમ ચીજ જ નથી. એ તો અચલતા છે. આ બે તો મારાં બાળપણનાં ગોઠિયાં છે. એમણે તો
મારા ગુરુનું કામ કર્યું છે.

જો ને, જ્યારથી સમજ આવી છે ત્યારથી આ કમાડને હું જોતી આવી છું. એ અહીંનું અહીં જ છે. કેટલાયે વાયરા વાઈ ગયા, કેટલીયે
વાદળી વરસી ગઈ. કેટલાંયે ફૂલ ઝરી ગયાં પણ એ મારી સાથે અહીં જ રહેલું છે, બરાબર. નાનાં હતાં અને રમતાં રમતાં અમે નાસાનાસ કરતાં.
હું ચડપ લઈને, એક નાનકડી નેતરની સોટી જેવી એની પાછળ લપાઈ જતી. એ પણ બધાં છોકરાં ભેગા દોડતા દોડતા આવતા અને ચડપ દઈને
મને પકડતા.

‘સંતાઈ જાય છે કે? નીકળ, બહાર નીકળ.’

અને એ એમ ખેંચે ને હું આમ. બારણાનો કોલો પકડું તે છોડું જ નહિ ને. અને એ મને પડતી મૂકીને નાસી જતા.

‘ચોંટી રહે ત્યાં, બીકણ બિલાડી!’

હું એકલી પડી જતી, સુમ્મ થઈ જતી. સૌ કોઈ મને ભૂલી જતું અને પોતપોતાની રમતે ચડી જતું. ત્યારે આ બારણું જાણે બોલતું – ‘શું કામ
ગભરાય છે? હું તો છું ને? આવ, આપણે બે રમીએ. ચાલ, શેની વાત માંડું?'

હું કહેતી, ‘લાકડામાં ચણો પેસી ગયો’તો ને? એ કહો.’

અને હું પોતે જ એ વાત કહેવા માંડતી.

અને મા આવીને મારો કાન પકડી મને ઊભી કરતી. કાન આમળતી, ચૂંટલા ભરતી. ‘શું માંડ્યું છે આ? કોને સંભળાવે છે તારા...ઊઠ તો,
કંઈ કામધંધો કરીશ કે નહિ? મોટી થઈશ ત્યારેય કંઈ વાતો કર્યા કર્યો ચાલશે કે?'

હું કહેતી, ‘લકડદાદાની વાત મારે પૂરી કરવી છે. તે વગર નહિ ઊઠું.’

‘લાકડામાં જાય તારા લકડદાદા!' કહેતી માં જતી રહેતી અને મને એકદમ રડવું આવી જતું. એ મારા લકડદાદાને આમ કેમ કહે છે?
એમની માને બહુ બીક લાગતી લાગે છે. જુ ઓ ને, મને મારતી મારતી એ બધે ફેરવે છે, પણ હું આવીને આ કોલો ઝાલી લઉં છું કે રાડું પડતું મૂકી
જતી રહે છે. લકડદાદાની તેને બીક લાગતી હશે એટલે જ ને?

કેમ ન લાગે? લકડદાદાને કેવી કેવી વાતો આવડે છે! વાતોમાં વાઘ, વરુ, ચોર, લૂંટારા એવું એવું કેટલું બધું આવે છે! તે પછી એમને કોની
બીક લાગે? એટલે જ મને રડતી જોઈને તે જરા હસે છે. ‘લે, એમાં રડવા શું બેઠી? હું તો લાકડામાં જ છે ને? એ લાકડામાં જશે ત્યારે ખબર
પડશે!’

કોણ જાણે એમણે શું કહ્યું તે તો મને ત્યારે સમજાયું પણ નહિ. પણ એ આછું આછું હસતા હતા તે મને યાદ છે. પછી તે કહેતા,

‘ચાલ, હવે આંખો લૂછી નાખ જોઉં. તો બીજી વાત માંડું.’


અને મારી આંખો લૂછતી લૂછતી મારાં ભીનાં આંગળાં આ બારસાખ પર હું ઘસતી. અહીં આ લાકડા પર એ ભીનાં આંગળાંના ડાઘા પડતા,
સુકાતા. મારી આંખોમાં આંસુ સુકાતાં ને આ બારણાની પાછળથી કોઈ જાણે બોલતું, રડીએ ના, બેટા. કોઈથી બીએ ના, હું છું ને? લે ચાલ, કંઈ
આપું.’

અને આંખો ફેરવીને જોઉં તો પાસે બાપુજી ઊભા જ હોય.

‘કાં છોડી, શું કરે છે આ? બારણે લપેડા કરે છે કે?’ અને એમની અને લકડદાદાની વચ્ચે જાણે કંઈ વાતચીત શરૂ થતી હોય તેમ તે
બારણા ઉપર જોઈ રહેતા અને મને ઉપાડી લેતા.

‘માએ મારી છે કે? લે ચાલ, જો આ તારે માટે કાજુ લાવ્યો છું.’

અને બાપુજી મારા ગજવામાં કાજુ સીંગ ભરી દેતા, વધે તે મારી ચૂંદડીના છેડે બાંધી આપતા. હું રાજી થઈ નાચવા લાગતી. બાપુજી મને એક
ટપલી માથે મારતા, બીજી ગાલે મારતા અને મારી માને ત્રાડો પાડતા ઘરમાં ચાલ્યા જતા, ‘કેવીક છોકરાંને મારે છે તે. હીબકી જાય ત્યાં સુધી.’

મને થતું હવે માને ખબર પડશે કે બીજાને મારીએ તે કેવું થાય. પણ અંદરથી તો ખડખડાટ હસવાનો અવાજ આવતો. લકડદાદા પણ જાણે
હસતા અને મને કહેતા,

‘દીકરી મારી, મને બે દાણા નહિ આપે!’

અને દાદાની વારતા ચાલુ થતી.

‘તે લાકડામાં ચણો પેસી ગયો તે નીકળે જ નહિ. ચકલી કહે..પણ લે જો, પેલો તારો દાણો પણે ફાટમાં જતો રહ્યો. કાઢી લે તો, નહિ તો
પાછો સુતાર કુહાડો લઈને આવશે.’

‘અને તમને કાપ મૂકે એમ ને, દાદા? ના, ના. આ લઈ લઉં.’

‘બહુ ડાહી દીકરી.’ કહી આ બારણું હતું. અને મને હસવું આવતું. દાદાજીની વાતો, બાપુજીના કાજુ અને મા અંદર હાલરડું ગાતી હોય,
મારા નાના ભાઈને...

કેવા તો હાલા! સાંભળ્યા જ કરીએ. એ ગાય એટલા માટે તો હું રડ્યા કરતી. મા પારણું હીંચોળે અને ગાય. હું રડતી રહી જાઉં ને એ ગાતી
બંધ પડે. અને એવું ખાલીખમ્મ લાગે કે એમાંય રડી પડાય. મા..મા... બહુ મારતી, બહુ ગાળો દેતી, પણ ગાતી ત્યારે કેવું મીઠું! મા બધું જ ગાય,
એવું તો મીઠું મીઠું. અમને હાલરડાં ગાય, લગનનાં ગીતો ગાય...

હા, અહીં સામે જ મારી ચોરી મંડાઈ હતી, અહીં જ માંડવો બંધાયો હતો અને માએ અહીં આ ઉંબરા ઉપર બેઠાં બેઠાં ગીતો ગાયેલાં. અહીં
માથે ટોડલા પરથી લીલાં તોરણ લટકતાં ને એમનો વરઘોડો આવેલો, આ સામેને તોરણે. અને મા પોંખવા ગયેલી અને હું અહીં આવીને ઊભી રહી
ગયેલી. હું કેટલી તો નાની! બધા કહે, અલી તારા વર કેવા છે તે જોયા છે કે? ભાઈ, વર તે કોઈએ જોયા હોય છે? એ તો પરણ્યા પછી જોવાના,
પછી જોગવવાના. પણ વરરાજા આવ્યા, આવ્યા એમ થઈ રહ્યું કે હું અંદરથી નીકળી અહીં ઉંબરા પર આવી ગયેલી. બારણાની વચ્ચોવચ્ચ ઊભી
રહી ગયેલી. સામે વરરાજા પોંખાતા હતા. લોક તો બસ આમ તેમ, હરફર હરફર, અંદર બહાર આવે જાય, જાય આવે અને હું તો બારણા વચ્ચે
જ ઠોયા જેવી ઊભી રહી ગયેલી. મારી ગોઠણ બોલી પડી, ‘અલી, કેવી આ તે તું! જા, અંદર જા. અહીં કેમ આવી ગઈ? અંદર જા.’

અંદર જા, અંદર જા! બાપ રે, અવાજ જાણે ત્યારથી સંભળાતો રહ્યો છે. બહાર જાણે કે કોઈ ભૂતાવળ છે, અંદર જાણે કે કોઈ દેવ છે એમ
કહેતી દુનિયા મને અંદર ધકેલે છે. અને મારે બહાર જવાનું મન છે. અંદર તો અત્યાર લગી હતી જ ને! એમાંથી શું મળ્યું તે હું જાણું છું. પણ
બહાર તો મને કોઈએ બતાવ્યું નથી, કોઈ લઈ ગયું નથી. બધા પોતે ચાલ્યા જાય, મને અહીં જ મૂકી રાખે.

તે હું પણ એક દિવસ જઈશ. આ જ બારણામાં થઈને સો ચાલ્યાં ગયાં છે તેમ હું પણ જઈશ. નાનો ભાઈ ગયો. બાપાએ બાથમાં ઉપાડેલો,
અને હું એમની આંગળીએ વળગવા જતી હતી, ત્યાં માએ રડતાં રડતાં મને પકડી લીધી અને અહીં જ ઊભી રાખી દીધી.

‘પણ મારે જવું છે, ભાઈને લઈ જાય છે ને?'

મને ના ખબર પડી કે માએ મને ત્યારે કેમ ભાંડી નહિ, કેમ મારી નહિ. હું રડતી હતી, તેવી એય રડતી હતી.

અને પછી ભાઈની જોડે રમવાને જાણે બાપુજી પણ ચાલ્યા ગયા. એમને તો ઠાઠડીમાં સુવાડ્યા ત્યારે મને બધીય ખબર હતી. આ જ
બારણામાં થઈને એમને સ્મશાન લઈ ગયેલા. બાપુજીની પાછળ તો મને રડતી જોઈ મા પણ ઘડીક પોતે રડવાનું ભૂલી ગઈ. મને લઈને એ અહીં જ
ઊભી રહી ગઈ. હા, આ બારસાખ પકડીને જ હું રડતી હતી અને મા મૂંગી મૂંગી મારે માથે હાથ ફેરવતી હતી. પણ મા ગઈ ત્યારે એમણે, હા,
એમણે માત્ર મને આંખના ઇશારાથી જ અહીં ચોંટાડી દીધી. મારી આંખો નીચે ઢળીને એમના પગમાં જ જડાઈ ગઈ. માના જવાનું દુઃખ હતું, પણ
એ મને કેવી ધારશે, કેવી તો દુર્બળ, પોચી, ઢોલી ધારશે એની બીક મને ઝાઝી હતી. અને જ્યારે પતિ ગયા...

પતિ ગયા ત્યારે મને આ બારણાએ જ રોકી રાખી. ઘરમાં એના વિના હવે કોઈ રહ્યું ન હતું.

‘શું મને આમ ઉઘાડું મૂકીને ચાલી જઈશ?' એની આંખો મૂંગી મૂંગી મને કહેતી હતી.

‘ના, લકડદાદા, તમને ઉઘાડા કે વાસેલા મૂકીને નથી જવાની.’

તો શું ભૂંડી, તારા પતિને તેં એમ ને એમ જ જવા દીધા? પણ તમે શું સમજો છો? એમણે કહ્યા મુજબ જ મેં કર્યું છે. એમાં મારો ગુનો નથી,
ઊલટો ગુણ છે. એમણે કહેલો એકેએક અક્ષર હું પાળતી રહી છું. એમણે કહ્યું કે મારે કોઈને કહેવું નહિ કે હું ક્યાં ગયો છું. મારે ખભે હાથ રાખીને
તે ઊભા. મારી આંખો તો બરફનાં ચોસલાં ઓગળે તેમ ઓગળતી હતી. એમના પગ મૂકીને મારી આંખોથી બીજે કયાંય જવાતું ન હતું. એમના મોં
સામું જોવાની મારી હિંમત ન હતી. ત્યાં જોતી અને જાણે બધું ભૂલી જવાતું. મારું દરદ પણ ઘુમ્મ થઈ જતું અને એ દરદ તો જાણે દિલનું દોસ્ત
હોય તેમ એને ગળે વળગાડી હું ફર્યા કરતી. હું નીચે જોતી રહી અને એ કહેતા રહ્યા, મારા ખભા પર પોતાનો હાથ રાખીને ‘કોઈને કશી વાત ન
કરીશ. કોઈ સમજવાનું નથી. અને તું હેરાન થઈ જઈશ. હું આવીશ અને તને લઈ જઈશ. તારે અહીં જ રહેવાનું. તને બધું મળતું રહેશે. મોકલતો
રહીશ. પણ તને જે આપવા આવે તેને પણ પૂછતી નહિ. જે આવે ને જે કંઈ લઈ આવે તે લઈ લેજે, અને મારી રાહ જોજે. હું આવીશ, અને તને
લઈ જઈશ. સમજી ને?'

અને મારી હડપચી પકડી મારું મોં ઊંચું કરી, મારી આંખમાં એમણે જોયું. ધીરે ધીરે એમની આંખ સામે મેં આંખ માંડી...
કોણ જાણે કેમ મારો ભાર એકદમ ચાલ્યો ગયો અને ગાડા જેટલું કામ તો મેં ઘડીના છઠ્ઠા ભાગમાં પતાવી દીધું. કેટલી બધી તૈયારીઓ
કરવાની હતી! મોડી રાત સુધી તો લોક પર લોક આભે જ ગયા. આ ફળિયું, પેલું ફળિયું, આ ગામ, પેલું ગામ એમ આવનારનો તો સુમાર નહિ
અને એય જાણે નિરાંતે બેઠા બેઠા વાતો કર્યે જાય. બાર પર એક થયો અને એ આવ્યા. લે લાવ ત્યારે મારો સામાન બાંધી લઉં અને બીજું પણ
કેટલું બધું બાકી છે!’

કપડાંલત્તાં, ચોપડા, કાગળપત્તર, દસ્તાવેજ, હિસાબ, લેવડદેવડ બધું ગોઠવી ગોઠવીને ઠીક કરવા માંડ્યું. એમનું ભાથું બનાવીને હું એમનો
બિસ્તર બાંધતી હતી ત્યાં એ મારી પાસે આવીને બોલ્યા

‘લે હવે તો સૂવાનો વખતેય ક્યાં રહ્યો છે!' તેમની ઊંચી સોહામણી કાયામાંથી ઊંડી ઊંડી ઘેરી ઘેરી આંખો મને જોતી હતી. મેં તેમના તરફ
માથું ઊંચું કરીને જોયું.

‘આ શું? રડતી તો નથી ને?' એ બોલ્યા, અને તે જ ક્ષણે હું રડી પડી.

‘ગાંડી રે ગાંડી!' કહેતાં તેઓ મારી પાસે બેસી ગયા. મને ખબર નથી પછી શું થયું. મારી આંખમાં ભાન આવ્યું ત્યારે તેમનો કોમળ હાથ તે
મારા લલાટ પર ફેરવતા હતા. અને બહુ મીઠા અવાજે તે બોલ્યા

‘ચાલ, ઠીક થઈ જા. હવે વખત થઈ ગયો છે. લોકો રાહ જોતા હશે.’

એ બોલે છે ને બધું તરત જ થઈ જાય છે જાણે. મારી દુઃખની પોટલી જાણે કયાંય ઊડી ગઈ. એમનો સરસામાન, ભાથું, પાણી બધુંય મેં
તૈયાર કરી દીધું, મજૂ રને માથે બધું ચડાવ્યું, એમના ગજવામાં ઘડિયાળ મૂકી આપી– એ કેવા ભુલકણા છે એ તો હું જ એક જાણું છું. બહારગામ
નીકળે ત્યારે ઘડિયાળ તો ભૂલી જવાની જ હોય... અને મારે દોડતાં દોડતાં પહોંચાડવાની હોય...અને એ હાથ લંબાવીને ઘડિયાળ લે, અને મને
જોઈને સહેજ હસે...

અને એમ એમની સવારી પણ અહીંથી નીકળી, આ બારણામાંથી. માથું સહેજ ઝુકાવીને તેમણે બહાર પગ મૂકયો – એમને તો એમ જ કરવું
પડે છે. બાપદાદાનાં આ નીચાં ઘર, નીચાં બારણાં, અને એમના જેવા ઊંચા માણસ! બાપદાદાઓને કોઈનેય ખબર ન હતી કે કુટુંબમાં આવો કોઈ
ઊંચો માણસ આવશે... અને બહાર નીકળીને મારી તરફ ફર્યા, બોલ્યા

‘તું અહીં જ રહે હવે. હજી તો બહુ અંધારું છે.’

હા, તે વેળાએ અંધારું હતું, બહુ અંધારું હતું. એમની પાછળ પાછળ, પણ હું ક્યાં સુધી જાત? હું અહીં જ અટકી ગઈ, આ જ બારસાખ
પકડીને, એના પર માથું ઢાળીને. અને એ દાદાનો મીઠો ભરેલો અવાજ મને સંભળાયો

‘દીકરા, કાં ગભરાય છે? હું તો છું ને? આપણે બે છીએ, પછી શો ભય છે?’

અને કમાડ વાસી હું અંદર જતી રહી. અંદર જઈને મેડે ચડી. અમારી પથારીઓ એમ ને એમ જ પડી હતી. કોઈ એને અડ્યું સરખું પણ ન
હતું. પૂરવની બારી ઉઘાડી હતી. એમાંથી આછો ઉજાસ આવતો હતો. આજે જ મને પૂરેપૂરું ભાન આવ્યું કે ઘરની અંદરથી પણ બહારની દુનિયા
દેખાય છે. અંદર જઈને, કદાચ અંદર જઈને જ બહારની દુનિયા જોવાની બારી જડે છે. બારીમાં ઉજાસ વધતો જતો હતો. ત્યાંથી સ્ટેશને જવાનો
રસ્તો દૂર દૂર સધી દેખાતો હતો. મારી નજર એ રસ્તા પર ચાલવા લાગી.

પૂરવની દિશા ઊજળી ને ઊજળી થતી જતી હતી. કાળાં વાદળને સોનેરી કિનારો મઢાતી હતી.
એ સોનું ધરતી પર પણ વરસતું હતું. ધાનનાં ભર્યા ખેતરો ડોલી રહ્યાં હતાં. અને એમની વચ્ચેથી મારગ જતો હતો, બ્રાહ્મણની સફેદ
જનોઈ જેવો, લાંબો લાંબો, ક્યાંય સુધી. એ મારગ પર માણસો ચાલતા હતા. એમાં પતિ પણ હતા. ખેતરમાંનાં માથાવડ ધાન કરતાં પણ એ ઊંચા
હતા. એ બધાંય માણસોમાં, એ ખેતરોમાં, ઊંચા ઊંચાં ધાનમાં એમની ઊંચાઈનું કોઈ ન હતું.

એમનું ઊંચું મસ્તક સ્થિર કદમ આગળ ને આગળ વધતું ગયું અને પૂરવમાં પ્રકાશ પણ વધુ ને વધુ વિસ્તરતો ગયો.

અને એમ એ ગયા.

એ ગયા... એ ગયા... આંખો દેખાયું ત્યાં લગી જોતી રહી. ઓ દેખાય... ઓ દેખાય...

અને એમ ને એમ ને એમ જોતાં જોતાં જ બારીની અંદર મારું માથું ઢળી ગયું. એમ જ એમના પગમાં માથું મૂકી કેટલીયે વાર સૂતી છું, અને
જાગી છું.

અને એમ ફરીથી પણ જાગી. પણ જાણે હવે ફરી કદી ઊંઘ જ ન આવવાની હોય એમ થઈ ગયું છે. એમના ગયા પછી ઊંધ્યું છે જ કોણ?
ઊંઘ પણ જાણે એમના નામથી ડરતી હોય તેમ બીતી બીતી સહેજ ડોકિયું કરી જાય છે અને ચપટી વગાડતાં ચકલી ઊડી જાય તેમ પાછી ઊડી
જાય છે.

એમ રાત તે દિવસ, દિવસ તે રાત. આ ઝાડનાં પાંદડાં ખરે છે, ને નવાં આવે છે, આકાશમાં વાદળાં ચડે છે ને નીચે ઊતરે છે.

આ પેલો પીપળો એ ગયા ત્યારે નાના છોકરા જેવો હતો. આજે તો તે મંદિરથી પણ ઊંચો થઈ ડોલી રહ્યો છે. આ પેલી આમલી લોઢા જેવી
નક્કર દેખાતી હતી તેય પડી ગઈ છે.

અને હું તો એવી ને એવી જ ઊભી છું. લોકો ભાતભાતનું બોલવા લાગ્યા છે. ભાતભાતની સલાહ આપવા લાગ્યા છે. જાતજાતની વાતો
લોકો લઈ આવે છે અને દરિયાનાં મોજાં કિનારે પછડાઈને પાછાં જાય તેમ અહીંથી પાછાં ફરે છે. કોઈ કહે છે, તારા પતિ હવે નહિ આવે. એ તો
પાયમાલ થઈ ગયા છે. પણ હું કહું છું, તમને શી ખબર, ભલા માણસ, એમનાં ચરણોમાં મેં લક્ષ્મીનો વાસ જોયો છે, તે તમે કાંઈ જોયો છે? કોઈ કહે
છે, એમણે તો સંસાર છોડી દીધો છે. પણ હું કહું છું, ભલે ને સંસાર છોડ્યો પણ પોતાનું વચન તો છોડ્યું નથી ને? કોઈ કહે છે, અરે શી ખબર
ભાઈ, એ જીવતા પણ હશે કે નહિ? હવે ગાંડી, કંઈ બીજે જીવ લગાડ. પણ હું કહું છું, તમને શી ખબર? યમરાજાને લઈને એ અહીં આવે એવા
છે. ધરમરાજાને હાથે પણ એ અધરમ કેવી રીતે થવા દે? જેને પોતે રાહ જોવાનું કહીને ગયા છે તેને એક વાર આવીને લઈ જવી તો પડશે જ.
એવાંને કંઈ બેસાડ્યાં છે ત્યાં ને ત્યાં જ ના બેસાડી રખાય. જાઓ તમે, એ આવે ત્યારે જોજો.

માત્ર આ એક જ જીવ મને ઊલટસૂલટી વાત કહેતો નથી. આ કમાડ, આ લકડદાદા હજી ટટાર ઊભા છે. બધાંની ટકટક સામે એ એક મીઠા
અવાજે બોલતા રહે છે. હું થથરી જાઉં છું તો મને પડખામાં લઈ સાબદી કરી દે છે.

હવે સાંભળવા જેવી કોઈની વાત રહી હોય તો એમની જ છે. એટલે હું પણ અહીં બેઠી બેઠી એમની વાતો સાંભળું છું. વાત કહેતાં કહેતાં
દાદાને ઝોકું આવી જાય છે ત્યારે એમને કહું છું, લો હવે દાદા, જરા જપી લો. હું મારે મેડીએ જાઉં.

દાદા ઝબકીને જાગે છે. ‘ના દીકરા, મારે જંપવાનું ના હોય. તું ઊંઘી જા, હું જાગતો બેઠો છું. આપણે બેય ઊંઘતાં હોઈએ ને ભાઈ આવે તો
કેવું ખોટું દેખાય!’
એમ દાદા જાગે છે નીચે, ત્યારે હું મેડીએ સૂવા જાઉં છું. પણ ત્યાંયે સૂવાનું ક્યાં છે? એ પૂરવની બારીમાંથી અજવાળું આવ્યું જાય છે.

અજવાળું આવ્યે જાય છે. અજવાળું, અજવાળું, ઊજળા દૂધ જેવું, સોનાની રેલ જેવું. પણ હજી આંખનો ભરોસો નથી. સૂવાનું હોય ત્યારે
એ જાગ્યા કરે છે. જાગવાનું હોય ત્યારે એ ઊંઘી જાય છે. આમે તે કાંઈ ચાલે? કોઈકે અખંડ જાગનાર જોઈએ; નહિ તો અમે ઊંઘતાં હોઈએ ને એ
આવી જાય તો કેવું લાગે!

એટલે જ પેલો પીપળો પૂછવા લાગ્યો કે તમે બે જણાં શી વાતો કર્યા કરો છો, ત્યારે અમે બધું એને કહ્યું. એ તો રાજી રાજી થઈ ગયો. તે
તમે નિરાંત રાખો. મારે બીજું શું કામ છે? અને આટલો બધો ઊંચો છું તે શા કામમાં આવવાનો છું? તમારા કરતાં તો હું કેટલેય દૂરથી સાધુ
મહારાજને આવતા જોઈ શકીશ?’ મને થયું, ચાલો, બેથી ત્રણ ભલા. પછી એક દહાડો પીપળો કહે, આ સમડી તો હવે બહુ પજવે છે. પૂછી
પૂછીને થકવી નાખે છે. પીપળાભાઈ, તમારાં પાનમાં આ નવી ચમક શેની છે? આ નવી સુવાસ શેની છે? તે એ ફરદીને શું કહેવું એમાં? ત્યાં તો
એ કરગરી પડી એટલે પછી મેં કહ્યું છે. એ તો તરત જ ખુશ થઈ ગઈ. ‘લો, આ જ વાત છે ને? તે હું તો કેટલુંય ફરફર કરું છું. તમારા કરતાં તો
ગુરુ મહારાજની આવવાની ખબર હું બરાબર કાઢતી રહીશ.’

પછી સમડીએ પર્વતને વાત કહી. એ ધ્યાની મુનિરાજ તો આવા જ કોઈ કામની શોધમાં હતા. કહે, આટલો બધો આકાશમાં પહોંચી ગયો
છું, પવન પણ થંભી જાય તેટલે. તે મારી આંખો મારે શું કરવાની છે? દેવ મહારાજનો રસ્તો તો હું બરાબર જાળવીને બેસીશ. રાતદહાડો હું તો
જાગતો જ બેઠો છું.

અને પછી નદીએ, ડુંગરદાદાની દીકરીએ પણ દાદાની વાત ઉપાડી લીધી. ‘દાદાજી, તમે ઊંચા તે તો સાચું, પણ જંગલની ઝાડીમાં,
વનવગડાની ગલીકૂચીઓમાં તમને કશું દેખાય નહિ ને? તે એવું આગળ પાછળનું, ઉપર નીચેનું કામ મને કરવા દો ને? જોજો ને, એમની ચરણરજ
સૌથી પહેલી હું જ ધોઈશ તો!'

અને આમ હવે જાગનારાંઓનું એક ખાસું મંડળ થઈ ગયું છે, લાંબી લાંબી એક વણજાર બની રહી છે.

હવે તો એમને આવવું જ પડશે.

ગમે ત્યાં હશે ત્યાંય અમારો પોકાર તેમને પહોંચી જશે, અમારા અંતરનો. શ્વાસ એમને અડી આવશે. આ અમારી સેના તો ધરતીને છેડે
અડી આવે એવી થઈ જવાની છે. પણ બધું આવી આવીને મારા પર ઠલવાય છે.

આટલું બધું છતાંય આંખમાં આંસુ આવી જાય છે, મન ઉદાસ થઈ જાય છે. કોણ જાણે હવે શું થવાનું હશે? ત્યારે આ લકડદાદા મારાં
આંસુ લૂછે છે, મને પીઠનો સહારો આપે છે અને કહે છે, ‘દીકરી, તું રડીશ તો પછી બીજાનું શું થશે? તું જ જો ઢીલી થશે તો બીજા...’

અને દાદા બોલતા બંધ થઈ જાય છે. હું સમજી જાઉં છું.

હું સજગ થઈ જાઉં છું.

એ આવ્યા અને અમે ઊંઘણશી રહ્યાં, રોતલ રહ્યાં તો એમને શું લાગશે? એમનાં પગલાં અહીં થાય ત્યારે અમે બધાં હોશિયાર, ખુશખુશાલ
હઈશું, જાગતાં, જુ વાનજોધ હોઈશું. અમે એમને પજવવાનાં નથી. તેઓ એમનું કામ પૂરું કરીને અહીં આવો. ભલે, ગમે ત્યારે, ગમે ત્યારે...
અમે અહીં બેઠાં છીએ. એમના સ્વાગતની સામગ્રી તૈયાર કરીએ છીએ. એટલે આજે તો, હવે તો હું અહીં જ ઊભી છું, અહીં જ ઊભી
રહેવાની છે, અહીં જ ઊભી રહીશ.

[‘તારિણી']

←‘ઇવનિંગ ઇન પૅરિસ એઇ દિકે (આ બાજુ )→

Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?


title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/ઊભી_રહીશ&oldid=47526"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/એઇ


દિકે (આ બાજુ )
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

એઇ દિકે (આ બાજુ )
અમે ભમતા હતા, ભમતારામ, ચાર પાંચ જણા, વરાળના કોક વાદળા જેવા. આજે અહીં તો કાલે કયાંક. નહિ લક્ષ્ય, નહિ ઉદેશ્ય. ન કોઈ
ઇચ્છા, ન કોઈ માગણી.

ભમવું છે, ભટકવું છે. બસ એટલી જ વાત હતી.

અને વાત પણ એમ જ હતી કે ભટકવા સિવાય હવે કાંઈ બાકી પણ રહ્યું ન હતું!

એક નાનકડા જીવનમાં, એક ટકડા જેવી જુ વાનીમાં માણસ જેટલું કરી શકે તે બધું અમે કરી ચૂકયા હતા, બધાથી પરવારી ચૂક્યા હતા અને
બધાનો સાર હવે આટલો જ હતો

ભમો, ભમો, ભમતા રહો.

બેસી નહોતું રહેવાતું, અને એટલે ભમતા હતા. જડ થઈ શકાતું નહોતું, અને એટલે ચંચળને માર્ગે ચાલી નીકળ્યા હતા.

ખબર નથી, કોનો વાંક હતો, દુનિયાનો કે અમારો.


ક્યાંય ઠરવાનું કામ મળતું નહોતું. કયાંક પણ ઠરવાનો પ્રયત્ન કરતા, સ્થિર થવા માગતા, ત્યાં તો તરત ત્યાંથી ફટ ઊઠી જવાનું થતું, ચાલી
નીકળવાનું બનતું, ચાલી જવું પડતું.

અને એમ અમે ભમતા હતા, ભટકતા હતા.

ભટકાઉ તો અમે હતા જ. રખડુ, ભામટા, ભટકતા, ઘૂમતા, પરિવ્રજતા. જુ ઓ ને, આ અમારામાંનો એક તો સંન્યાસી થઈ ચાલ્યો ગયેલો,
અમને પડતા મૂકીને, ‘જગત મિથ્યા'નો ચીપિયો પછાડીને. અને છ વરસે એ પાછો આવી ગયો. કેમ ભાઈ, શું થયું તે પાછા પધાર્યા? કહે, શું કરું?
હું કાંઈ થોડો જડ પથ્થર છું કે પડ્યો હોઉં ત્યાં પડ્યો જ રહું? સંન્યાસ બિચારો હવે આગળ ચાલતાં અટકી ગયો. એટલે પછી મેં જ કહી દીધું,
ભલે ભાઈ, તો પછી અમે જ ચાલીએ છીએ ત્યારે.

અને આ અમારા બીજા બંધુની કથા તો તમે સાંભળી છે જ કયાં? પ્રેમનો પુકાર ઝીલી એણે પ્રિયતમા સાથે પરિણય કર્યો. ત્યારે અમને થયેલું
કે આ પગે ભમરાવાળાનું હવે કાંઈ ઠેકાણું પડશે. પણ એમ ઠેકાણું ના જ પડ્યું. અને કયાંથી પડે? હા, પગ ભાંગી ગયા હોય, આંખ ફૂટી ગઈ હોય
તો જુ દી વાત. ભાઈબંધે આવીને આ મહામૂલું જ્ઞાન અમને એક પ્રભાતે સુણાવી દીધું. હવે કાંઈ પોતે પ્રેમના મંદિરમાં પાછો જવાનો નથી. એ
ખાડાનો પ્રેમી ન હતો. એને તો દોડવા માટે ખુલ્લું મેદાન જોઈતું હતું.

અને એમ અમે ભમીએ છીએ, જગતમાં મેદાનોમાં, ઘાસનાં બીડોમાં, રેતીનાં રણોમાં. આ અમારા ત્રીજા મિત્ર, ચોથા મિત્ર અને અમારામાંનો
આ પાંચમો નંબર સેવક પોતે–એમ બધાયે પોતપોતાના ઠેકાણાં મુકીને પાછા ભેગા થઈ ગયા છીએ. પેલા પ્રિય મિત્રે ધનનો મહા ઢગ કર્યો અને
પછી એને દેખાયું કે આ ડુંગર પર બેસી રહીશ તો ઝાડ બની જઈશ. આ હાથપગ સાજા છે ત્યાં લગી કાંઈ ન કરી લીધું તો પછી નકામો થઈ
જઈશ. અને બીજા પ્રિય બંધુએ ઉચ્ચાર્યું, મારી આ તમામ વિદ્યાએ મને ચંદ્રકો તો બહુ બતલાવ્યા પણ એ બિચારી મને સૂરજ બતાવી શકતી નથી,
અને જેને આપણે પ્રકાશ ગણીએ છીએ તેમાંનું અંધારું જ્યારે દેખાઈ જાય છે ત્યારે તો કહેવું જ પડે કે આ પ્રકાશને છોડી ચાલો શુદ્ધ અંધકારમાં
જ ચાલી જઈએ. ત્યાં એ ભ્રાંતિ તો નહિ જ રહેશે કે અજવાળામાં છીએ.

અને હું?– જગતનો ઘણો ડાહ્યો માણસ. પૂરો સંસારી, ડાહ્યોડમરો, શાણો, બધી રીતે આદર્શ માણસ, પત્નીનો પ્રેમી, બાળકોનો ભક્ત,
માલિકનો વફાદાર સેવક, પ્રાણીમાત્રનો મિત્ર – મને જ્યારે આ વાત જણાઈ ગઈ કે આખા જીવનના સારમાં માત્ર આટલું જ છે ત્યારે હું મૂઢ થઈ
ગયો. ખરેખર, આમ જ હોય તો તો પછી જીવનને પડતું મૂકી મૃત્યુની શોધખોળ કરવામાં કશી જ હાનિ નથી થવાની. અને કહો, આવો મારા જેવો
તમે કોઈ જોયો છે–પોતાની હર ચીજ ઉડાવી દેનાર, દુનિયાદારીના ડહાપણનો તંબૂ તોડીફોડીને તેના ચીરચીરા કરી મૂકનાર – મૂર્ખાનો
મૂર્ખશિરોમણિ?

આવી પાગલોની ટોળી ભટકતી હતી, ભમતી હતી, પણ સંસારના આકાશમાં, જાણે કે એક વરાળનું વાદળ, ધૂળની આંધી.

આજે અહીં તો કાલે ક્યાંક.

ન કોઈને કાંઈ પૂછતા હતા, ન સલાહ લેતા હતા, ન આદેશ માગતા હતા, ન કોઈનાં ચરણ છૂ તા હતા. ન લાજ ન શરમ, ન રોક ન ટોક, ના
કશું ઠેકાણું, ન ગાણું ન ઉખાણું. એમ જ, ઉઘાડે પગે, ઉઘાડે અંગે, ખુલ્લે માથે, ખુલ્લે દિમાગે, ખુલ્લે દિલે, ખુલ્લે ખુલ્લા પાગલ.

અને એમ ભમતી ભમતી અમારી વરાળની આંધી, ધૂળનું વાદળ એક જગાએ આવી પહોચ્યું.

અને વરાળ વરસી ગઈ, ધૂળ ખુશબૂ થઈ ગઈ.


અમે એ સ્થળની ધૂળને માથે ચડાવી, એ મહામેઘની વર્ષાને હૃદયમાં ધરાવી.

એ શું હતું? શું હશે?

ન તો એ મહેલ હતો, ન તો મકાન હતું. ન બાગ હતો, ન ફૂલ હતું. ન પહાડ હતો, ન ઝાડ હતું. ન મંદિર હતું, ન દેવ હતા, ન સ્વર્ગ હતું, ન
ભૂમિ હતી.

અમે પહોંચ્યા ત્યારે ન હતો દિવસ, ન હતી રાત, ન સાંજ હતી, ન સવાર હતી. ન કોઈ બોલાવનાર હતું, ન કોઈ પિછાણનાર હતું.

એમ જ, અમે જઈને ત્યાં ખડા થઈ ગયા.

અને એ, એ તો ત્યાં જ હતા.

એ કોણ હતું? કોણ હતા?

અને પછી અમે જોયું એ કોણ હતું, કોણ હતા.

જાણે કે આખું જગત મટી ગયું હતું અને તોપણ એક જગત ત્યાં હતું. અને એ નવા જગતમાં અમે ગામડિયા જેવા હતા. અમારી આજ
સુધીની વિદ્યા. અમારો અનુભવ, બુદ્ધિ, કશું કામનું ન હતું. જાણે કે અમે ફરી પાછા બાળક બની ગયા છીએ. અમારા જીવનનો આખોયે ભાર જાણે
કે મન પરથી ઉઠાવી લેવાયો હતો. અને બાળક જેવા અમે નીકળી પડ્યા.

નીકળ્યા અને જોઈએ છીએ તો બધા જ રસ્તા એકસરખા છે. ન ક્યાંય વળાંક છે, ન કયાંય ગલીકુંચી છે. રસ્તામાં નથી ઝાઝી સંકડાશ, નથી
ઝાઝી મોકળાશ, એક સીધી લીટી ચાલી જાય છે. લીટીઓ જ લીટીઓ. એકબીજીને મળતી, કાપતી, ઓળંગતી ચાલી જાય છે.

અને અમે ઊભા રહી ગયા.

આ શું કોઈ સંકેત છે? કે માત્ર સંયોગ જ છે? આવું શહેર કેમ બનાવ્યું હશે? એકે જૂ ની રીતરસમ રહી નથી. ક્યાંય ભૂલા પડવાનો ભય
નથી, કયાંય ગુમ થવાનો હવે ડર નથી. સીધા રસ્તે ચાલ્યા જાઓ, નથી કોઈ અંધારગલી. નથી કોઈ ઊંડા ખાડા. નથી ક્યાંય ઊંચા ઢાળ, ન નીચાં
ઉતરાણ. બધા જ માર્ગ સૂર્યના ખુલ્લા પ્રકાશમાં ચોખેચોખ્ખા પડેલા છે. ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. હવે યાત્રા બહુ સહેલી બની ગઈ છે. સરળ
બની ગઈ છે.

અને આ સરળતાએ જ અમને મૂંઝવી દીધા. ગલી કૂંચીઓથી ટેવાયેલાને માટે આ સીધા માર્ગ વસમા નીવડ્યા. આ તો બધું જ સરખું લાગે
છે. જવું છે ત્યાં કઈ રીતે જવાશે? મૂંઝાઈને અમે એક મકાનના ખૂણા આગળ અટકી ગયા.

કોઈ આવતું ન હતું, જતું ન હતું. શું જનારા બધા જતા રહ્યા હશે? અમે મોડા પડ્યા છીએ? રામ રામ! અને એટલામાં જ ખૂણા પાછળથી
એક સ્ત્રી નીકળી.
અમે પૂછીએ ન પૂછીએ એ પહેલાં તો એ બોલી ઊઠી

‘એઇ દિકે!'

એ શું બોલી તે અમને કાંઈ સમજાયું નહિ. કાંઈ બોલ્યા વિના એની પાછળ પાછળ અમે ચાલવા લાગ્યા. વગર પૂજ્યે જ અમને થઈ ગયું હતું
કે એ જ્યાં જાય છે ત્યાં જ અમારે જવાનું છે. અને એને જોતાં જોતાં, એનો વિચાર કરતાં અમે ચાલવા લાગ્યા.

એ શું બોલી હતી? એ કઈ ભાષા હતી? એ કોણ હતી? ક્યાંની રહેનારી હતી? કાંઈ સમજાયું નહોતું. તોય એની પાછળ પાછળ અમે જઈ
રહ્યા હતા. કોઈ ઊંડો સાદ કહેતો હતો, ચાલ્યા આવો. અને અમે ચાલવા લાગ્યા હતા.

અને એ અમારી આગળ આગળ ચાલતી હતી. હાથમાં સફેદ ફૂલોનો એક હાર લટકતો હતો અને એ જતી જતી પાછળ ચમેલીની મીઠી
લહર મૂકતી જતી હતી.

એ ચાલ્યે ગઈ, ચાલ્યું જ ગઈ. એક રસ્તો મૂક્યો, બીજો મૂક્યો, ત્રીજો મળ્યો. અરે ક્યાં સુધી, ક્યાં સુધી?

અને એકાએક ઓચિંતી તે રસ્તાના એક ખૂણા પાછળ વળી ગઈ. અને વળતાં વળતાં એણે પાછળ એક નજર નાખી. ઘડીક અટકી અને
અમારા ભણી જોઈને બોલી

‘આશુન, એઈ દિકે.’

અને અમે કાંઈ વિચારીએ તે પહેલાં તો તે અલોપ થઈ ગઈ.

દિઙ્‌મૂઢ થઈ અમે અટકી પડ્યા.

હવે?

બેચાર ક્ષણ ઉદાસ જેવા ઊભા રહ્યા. બેચાર ક્ષણ પછી ચાલવા લાગ્યા. અને જોયું તો ત્યાં ખૂણાની પાસે જ દરવાજો હતો.

દરવાજામાં અમે પેઠા ને તરત જ તે બંધ થઈ ગયો. આવનાર બધા આવી ગયા હતા.

અમે પણ આવી ગયા હતા. દરવાજો બંધ થયો અને એક નવી જ સૃષ્ટિ અંદર શરૂ થઈ.

નવી સૃષ્ટિ.

જૂ ની સુષ્ટિની બધી વસ્તુઓ અહી હતી, તોપણ આ નવી સૃષ્ટિ હતી. અહીં પણ માણસો હતાં, વસ્ત્રો હતાં, આભૂષણ હતાં, હાસ્ય હતું,
ફૂલ હતાં, ગગંધ હતી, હવાની લહરી હતી, પ્રકાશની વર્ષા હતી, આકાશની ગભીરતા હતી, આંખોની આતુરતા હતી, હૃદયની જવાલા હતી.

અને છતાં અહીં કોઈ નવી ચીજ હતી. માણસો હતાં પણ તે નવાં માણો હતાં, વસ્ત્ર નવાં હતાં, ફૂલ નવાં હતાં, સુગંધ નવી હતી. હવા નવી
હતી, નવી આતુરતા અને નવી જવાલા હતી.

લોકોનો એક પ્રવાહ એક મહા ગાંભીર્યથી ચાલતો હતો. અમે પણ એમાં પ્રવેશ્યા, ચાલવા માંડ્યા, વહેવા માંડ્યા.
આ બધા ક્યાં જાય છે?

ન કોઈ બોલે છે, ન કોઈ પૂછે છે. બધા જાણે કે પોતે ક્યાં જાય છે.

ક્યાં, ક્યાં?

અહીં તો કોઈ મંદિર નથી, દેવ નથી, પૂજા નથી, આરતી નથી. નથી પ્રવચન, નથી ઉપદેશ. નથી, ભજન, નથી કીર્તન. નથી તપ, નથી જ૫.
નથી મંત્ર, નથી તંત્ર.

અહીં કેવલ એ જ છે...

કેવલ એ જ છે...

શાંત પ્રશાંત, ગભીર સુગભીર, પ્રસન્ન સુપ્રસન્ન એ માનવ-સરિતાના પ્રવાહમાં અમે પણ ચાલતા હતા, વહેતા હતા. સૌના હાથમાં હાર હતા.
ફૂલ હતાં. જાણે કે એક ફૂલોની, રંગોની નદી વહી રહી છે અને એ નદીમાં દૂર દૂર આગળ એ પણ હતી, પેલી ચમેલીની લહરવાળી. સફેદ ફૂલની
માલા એના હાથમાં ઝૂલતી હતી. એણે મોઢું ફેરવ્યું. અમને જોયા, ઓળખ્યા અને આંખો ઝુકાવી લીધી, એવી કે જાણે અમને કદી જોયા જ નથી.
અને એ પણ ચાલવા લાગી. એની પોતાની લગનીમાં...

અને સૌ કોઈ પોતાની લગનીમાં, પોતાની લગનમાં મગન હતું. પાસેનું પાસેનાને જોતું ન હતું. સૌ કોઈ બીજાને જ જતાં હતાં.

અને અમે પણ એ ‘કોઈ બીજા’ને જોયા...

અને અમે જોયું કે અમારી વરાળ વર્ષની ધારા બની તેમનાં ચરણોમાં ધસી રહી છે, અમારી આંધીની ધૂળ ફૂલોની સુગંધ બની છવાઈ રહી
છે. ફેલાઈ રહી છે, ઊડી રહી છે.

અને હવે અમે જોયું, જાણ્યું કે અમારા સંન્યાસી મિત્રે સંન્યાસનો ન્યાસ શા માટે કરી લીધો હતો, અમારા પ્રેમી મિત્રે શા માટે પ્રિયાનો પરિહાર
કર્યો હતો, શા માટે અમારો ધનવાન મિત્ર ધનથી ભાગી નિર્ધન બની ગયો હતો. શા માટે હું ડાહ્યો માણસ પાગલપણાનું ગાન ગાતો હતો...

અમારો અપૂર્ણ કુંભ હવે અમૃતથી ભરાઈ રહ્યો હતો...

અમારા સંન્યાસના વિરાગને એક મહા અનુરાગ ભરી દીધો હતો. અમારા પ્રકાશના અંધકારને એક પરમ પ્રકાશ સળગાવી દીધો હતો.
અમારા ધનની દરિદ્રતાને એક મહાલક્ષ્મીએ ફિટાવી દીધી હતી. અમારા પ્રેમની પામરતાને એક મહા પ્રેમિકાએ પલટાવી દીધી હતી. અમારા
જીવનની નિષ્ઠુરતાને એક કરુણામયીએ ઓગાળી નાખી હતી.

ત્યાં હતી એક જગને જગાવનારી જ્યોતિ, સૃષ્ટિને સજાવનારી લક્ષ્મી, અંધકારને ઓગાળનારી આગ.

ત્યાં એક નવી સૃષ્ટિ હતી, અને એ સૃષ્ટિના સરજનહાર બ્રહ્મા હતા.


અને અમે એ જ રસ્તા ઉપર પાછા ચાલતા હતા.

પણ હવે અમે એકલા ન હતા. અનેક હતા. અને એ અનેકોમાં પેલી પણ હતી, ચમેલીવાળી.

અમને જોઈ તે ચમેલી જેમ હસી અને બોલી

‘ક્યોં બાબૂજી, અપને મકાનકા રાસ્તા અબ તો મિલેગા ન?’

‘હાં, મિલેગા.’ અમે જવાબ આપ્યો અને જ્યાંથી સૌ કોઈ આવી રહ્યું હતું તે દિશા તરફ હાથ બતાવીને અમે બોલ્યા. હસતા હસતા

‘એઈ દિકે?'

અને એ પણ હસી, અને બોલી

‘સેઇ દિકે...'

[‘તારિણી']

←ઊભી રહીશ તારિણી→

Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?


title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/એઇ_દિકે_(આ_બાજુ )&oldid=47527"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/


તારિણી
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

તારિણી
(૧)

બરાબર બપોર હતા.

મધ્યાહ્નનો સૂર્ય એના લાખ લાખ જોજન દૂરના અનંત આકાશની ગેબમાંથી એકાગ્ર બનીને પૃથ્વી ઉપર પોતાનો પ્રકાશ અને અગ્નિ
એકત્રિત કરી રહ્યો હતો, અને એ પરમ દેવતાની પ્રસાદીને ઝીલવા માટે સજ્જ બનીને પૃથ્વી પોતાની આખીયે જાતને ઊંચી કરી ટેકરી બની જઈને,
પર્વતની એક ટોચ બની જઈને સૂર્યની એ નજર સામે ગોઠવાઈ ગઈ હતી.

અને એ ટોચ ઉપર તારક હતો, હારિણી હતી અને પાસે નાનકડું એવું એક મંદિર હતું. આકાશમાંથી જોતા સૂરજને તો એ જાણે થાળીમાં
ગોઠવાયેલાં વિવિધ આકૃતિનાં, વિવિધ રંગનાં ફૂલ જેવું લાગે.

અને ખરેખર અહીં ખૂબ જ રંગબેરંગી હતું.

હારિણી પલાંઠી વાળીને કોઈ પદ્માસને બેઠેલી દેવી જેવી બેઠેલી છે. એના ખોળામાં તારકનું મસ્તક છે, અને એ મસ્તકના લલાટ પરથી વહી
વહીને એના ચહેરા પર પથરાઈને થીજી ગયેલું લોહી કોઈ રંગોળીની જેમ અવનવી રેખાઓ રચી રહ્યું છે.

તારકનો દેહ લગભગ ઊંધો પડી ગયેલો છે અને એમાંથી એના મસ્તકને ફેરવીને, ઊંચકીને, છતું કરીને હારિણીએ પોતાના ખોળામાં લઈ
લીધું છે. એનો એક હાથ તારકના વાળમાં હળવેથી ફરી રહ્યો છે, અને બીજો હાથ એના પાલવ વડે તારકને આછો આછો પંખો નાખી રહ્યો છે.
અને હારિણી કોઈ અકલિત ભાવથી તારકના ચહેરાને, કોઈ અવનવી વિટ પામેલા એ મુખને જોઈ રહી છે. આખીયે હારિણી આંખો બનીને
તારકમાં પ્રવેશ કરવાને મથી રહી છે.

આ શું થઈ ગયું? ઓહ...

બીજો કોઈ વખત હોત તો હારિણીએ ચીસ નાખી દીધી હોત. પણ અહીં તો તારક જયાં ભોંય પર પટકાઈ પડ્યો ત્યાં તરત જ અસાધારણ
સ્વસ્થતાથી, જાણે કોઈએ તેને કરેલી આજ્ઞાને પાળતી હોય તેમ તે તેની પાસે આવી ગઈ. અને તેની સારવારમાં લાગી ગઈ.

પર્વતની આ ટોચ પર જોઈએ તેટલા પથ્થર હતા અને જોઈએ તેટલા ઘાટના હતા, અને તારક આકાશ સામે નજર કરીને, પોતાના બેય હાથ
તેની સામે એકદમ ફેલાવી દઈને, કોઈની અંદર પોતાને ઝુકાવી દેતો હોય તેમ જમીન પર પટકાઈ પડ્યો ત્યારે એક તીક્ષ્ણ અણીદાર પથ્થરે તેના
લલાટને બરાબર પોતાના ઉપર ઝીલી લીધું, આખા પર્વતની ટોચ આ અણીદાર પથ્થર બનીને તેને આવી મળી. એ પછી તારકની સૃષ્ટિ બંધ થઈ
ગઈ.

અને હારિણીની શરૂ થઈ.

તારકથી એ ત્રીસેક કદમ દૂર હતી ત્યાંથી એણે ઝડપથી પાસે આવીને તારકની આ નવી પરિસ્થિતિને પોતાના હાથમાં લઈ લીધી. જોયું કે
તારકના પળની બરાબર વચ્ચે ઘા થયો છે, ચોટ લાગેલી છે, લોહી વહી રહ્યું છે. કોઈ ઉમંગથી બહાર વહી આવતા ઝરણાની માફક. એની
સારવાર હવાને હારિણીનું મન કામે લાગી ગયું. પણ એની પાસે સારવારની સામગ્રી ન જેવી જ હતી. ઘેરથી નીકળતી વખતે ઉતાવળમાં ઝડપી
લીધેલી તેની પર્સ અને એક વૉટર-બેગ. એમાં પાણી હતું, પર્સમાં રૂમાલ હતા, બીજું બીજું હતું. અહીં એના વિચાર થંભી ગયા. ઘડીભર તે
તારકના ચહેરાને જ રહી. એની સાથે વાત કરવાને તેનું અંતર તલપાપડ થઈ ગયું. તારકની મીંચાઈ રહેલી આંખોની પાછળ જઈ જઈને એની
આંખો કાંઈક શોધવા મથી રહી. અને જાણે કોઈ તેની સાથે વાત કરતું હોય અને તે તેને સાંભળી રહી હોય તેમ તે ઘડીભર સ્તબ્ધ થઈ ગઈ,
નિષ્ક્રિય બની ગઈ. તારકના કેશમાં ફરતો હાથ, તારકને પાલવ પડે પવન નાખતો હાથ બંને હારિણીને ખબર ન પડે તેમ થંભી ગયા, મસ્તકને
ધારણ કરતા તેની નીચે આપોઆપ ગોઠવાઈ ગયા. તારકની અંદર જઈને જોવા મથતી આંખ ઊંડે ઊતરી જઈને મીંચાઈ ગઈ. એનું શરીર
તારકના જ શરીરનો ભાગ બની જઈને હતું તેમ સ્થિર ટટ્ટાર બેસી રહ્યું.

અને એ બંનેને પંખો નાખવા આવ્યો હોય તેમ પવન વાવા લાગ્યો. એ બંનેને જોઈ રહેલા સૂર્યના તેજે તારકના લોહીને, ઘાને થીજવી દીધાં.
ઘડીભર આખી સૃષ્ટિ કાંઈ અવનવું જોતી હોય, અનુભવતી હોય તેમ, કોઈ નવી વસ્તુને ઝીલવા માટે આતુર અને સજ્જ બની ગઈ.

વાત ઘણી ટૂંકી થઈ ગઈ હતી, સરલ થઈ ગઈ હતી, પણ તેથી કાંઈ તેની તીવ્રતા, તીક્ષ્ણતા, વેધકતા ઓછી થઈ ન હતી.

તારકનાં પગલાં સંભળાતાં બંધ થયાં ન થયાં ત્યાં તો હારિણી તે ઢળી પડી હતી ત્યાંથી સફાળી બેઠી થઈ ગઈ. અને તારકની પાછળ પાછળ
નીકળી પડી. બેની વચ્ચે કરાર હતા તે માત્ર એટલો જ કે તારકે પાછા વળવાનું ન હતું, પાછા ફરીને જોવાનું ન હતું. હારિણી પોતે ગમે તે કરવાને
સ્વતંત્ર હતી. તેની સાથે પણ જઈ શકે તેમ હતી. પણ એ રીતે બધું ગોઠવાયું ન હતું. તારકે નીકળી જવું–માત્ર એટલું જ ગોઠવાયું હતું. તારકે
એકલા જવાનું હતું, પણ પોતે તેને છોડવા માગતી ન હતી. તારકની પગલી પગલી તે પકડી રાખવા માગતી હતી અને તારકને આગળ ને આગળ
વધવા દેવા માગતી હતી.

તારકની ટ્રેન ચાલતી થઈ અને એ ચાલતી ટ્રેને હારિણી ટ્રેનમાં બેસી ગઈ. લીલી ઝંડી ફરકાવી રહેલો ગાર્ડ એને એક ડબામાં ચડાવી દઈને
આસ્તેથી પોતાના છેલ્લા ડબામાં ચડી ગયો. ભારે છોકરી લાગે છે એમ વિચારતો તે પોતાના કામમાં ડૂબી ગયો.
અને પછી હારિણીની મહાયાત્રા શરૂ થઈ, પ્રેમગતિ શરૂ થઈ, કસોટી શરૂ થઈ કે અગ્નિપરીક્ષા શરૂ થઈ. પોતે તારકને પ્રત્યક્ષ થવા માગતી
ન હતી તો તેને પોતાની નજરથી સહેજ પણ છટકવા દેવા પણ માગતી ન હતી.

તારક ક્યાં જશે? ક્યાં ઊતરશે? ચાલતી ટ્રેન પોતાનું કર્તવ્ય બજાવતી વેગથી આગળ વધે અને યોગીની સ્થિરતાથી થંભે ત્યારે તે એક
પછી એક આવ્યે જતાં સ્ટેશનોના નીચે ઊતરતા જતા ઉતારુઓ પર નજર નાખતી રહેતી. સ્ટેશને સ્ટેશને એની આતુરતા અંજલિનું એક એક ફૂલ
જાણે વેરતી હતી. છેલ્વે સ્ટેશને તારક ઊતરેલો દેખાયો ત્યારે તે ઊતરી પડી. જાણે તેની સંભાળ રાખી રહ્યો હોય તેમ ગાર્ડ વગર ટિકિટની એ
ઉતારુને, સ્ટેશનની બહાર હેમખેમ મોકલી આપી, કોઈ દીકરીને વળાવતો હોય તેમ.

અને હવે તો રાત પડી ગઈ હતી. તારક સ્ટેશનથી બહાર નીકળી ઓ વાહનમાં બેઠો, ઓ ઠેકાણે પહોંચ્યો, ઓ ઠેકાણે રાતવાસો કર્યો, ઓ
ઠેકાણે જમવા ગયો, નહાવા ગયો, હારિણીનો દોર અતૂટ રહ્યો... હારિણીનું વાહન તારકના વાહનને વળગી વળગીને ચાલતું રહેતું. ઉતારા ઉપર
હારિણી એવી તો ગોઠવાઈ જતી કે જતો કે આવતો તારક નજરમાં રહે. એ જમતો હોય ત્યારે તે પણ દૂર બેઠી બેઠી તેને જોતી હોય અને જમતી
હોય. પણ એ ભોજન તે ઉપવાસ કરતાંય કપરું રહેતું. જેને પાસે બેસીને દૂધના કટોરા પિવરાવ્યા છે તેની પાસે ન ફરકવું એ જાણે પેલા મિલનના
ઉત્તરાર્ધ જેવું બનવા લાગ્યું. એ સૂતો હોય ત્યારે હારિણીએ તો જાગવાનું જ રહ્યું. આ સંતાકૂકડી ન હતી. આ અભિસાર પણ ન હતો. જેનાથી પોતે
કદી વિછોડાવા નથી માગતી એ તો તેની નજર આગળ જ છે, આમ તે આગળ આગળ ચાલ્યો જાય છે, અને પોતે પાછળ પાછળ. પણ એ તેનો
પડછાયો પણ નથી, એના તેજની એ પાછળ લંબાતી લકીર છે, એની અભીપ્સાની એ પાદપૂર્તિ છે. આ અનુસરણ પણ નથી. એ અનુ-જીવન, અનુ-
પ્રાણન છે.

તારક ઉતારેથી બહાર નીકળતો અને હારિણીના હૈયે ધડક વધવા લાગતી. ક્યાં જશે એ હવે? કોઈ આશ્રમમાં, કોઈ મઠમાં કે જ્યાં સ્ત્રીને
પ્રવેશબંધી હોય? કોઈ ગુફામાં કે ઘોર વનમાં, કે જયાં એ સગવડ ગુમાવી બેસે કે એના પગ કંટકથી ચિરાઈ જાય?

એક દિવસે એણે જોયું કે તારક પર્વત તરફ જઈ રહ્યો છે. પર્વતની તળેટીમાં પહોંચી પર્વત ઉપર ચડી રહ્યો છે. યાત્રીઓના સંઘ ભેગો એ
પણ પથ્થરો ચડતો-ઊતરતો, આગળ વધી રહ્યો છે. પણ યાત્રીઓના સંઘમાં હતો છતાં તેની નજર કોઈ નોખી રહેતી હતી. એ સર્વની સાથે હસતો
કરતો છતાં સર્વથી તે અલગ દેખાતો. એની નજર આડીઅવળી, ઉપરનીચે એવી તો ફરતી કે જેને જવાબ આપનાર પૃથ્વી ઉપર કોઈ નહોતું.

અને એ યાત્રામાં તે એક જુ દી દિશામાં નીકળી ગયો. એ બાજુ કોઈ એક નાનકડું મંદિર હતું, પણ ત્યાં કોઈક જ જતું. મોટા ધામનાં દર્શન
કરી, પાવન અને પ્રસન્ન થઈ સૌ પાછાં ફરતાં. તારક એ મહા ધામને મૂકી પેલા નાનકડા સ્થાન તરફ વળ્યો. થાકેલી હારિણી જરા એક પથ્થર
ઉપર પગ ટેકવી થંભી હતી, અને આરામ લેતાં એની ઢળી ગયેલી આંખ ઊંચી થઈ ત્યાં તો તેણે તારકને એક નાનકડી કેડીના વળાંકની પાછળ
અદૃશ્ય થતો જોયો. બધો શ્વાસ ભેગો કરી તેણે એ કેડીની વાટ લીધી.

કેડી આગળ વધતી ગઈ. તારક દેખાતો ન દેખાતો આગળ વધ્યે જતો હતો. પણ કેડી ખંડિત થતી ન હતી. તારક એ કેડી પર જ છે એ
વિશ્વાસથી તે પાછળ ચાલતી રહી.

દિવસ ચડી ગયો હતો. તડકો તપવા લાગ્યો હતો. પવન વાતો હતો, પણ ડુંગરો ગરમ હતા. ઝાડ હતાં પણ તેમની છાયા મદદ કરતી ન
હતી. એ તો હતી ત્યાં જ રહેતી, અને છાયા વિનાનો માર્ગ એના તપને વધારી દેતો હતો.

અને પછી કેડી ઉપર ચડતી બંધ થઈ ગઈ. તારક એ ચડાવ ચડ્યા પછી અદૃશ્ય થવા લાગ્યો. હારિણી ઠીક ઠીક નીચે હતી. તારકનું મસ્તક
વધુ ને વધુ એ ઉપરની ક્ષિતિજની નજીક ઊતરવા, સરવા લાગ્યું અને પોતાના પર સૂર્યનો તડકો ઝીલતું નાનકડા છાયાબિંબ જેવું તે મસ્તક દેખાતું
બંધ થઈ ગયું. જ હારિણી આગળ ચચ્ચે ગઈ. ચડાવની ધાર આગળ આવી ત્યારે ત્યાં એક નાનકડું મેદાન દેખાયું, ખરબચડું, ખાડાટેકરાવાળું.
મેદાનની મધ્યમાં એક માણસની ઊંચાઈનું મંદિર હતું. નાનકડું, માથું નમાવીને પ્રવેશ કરી શકાય તેવું દ્વાર હતું. મંદિર ઉપર એક લાલ ધજા ઊડતી
હતી.

હારિણી મેદાનમાં આવીને શ્વાસ લેવા થંભી. તારક મંદિર પાસે પહોંચી ગયો હતો. હવે તો તે એ મંદિરમાં દાખલ થયો. એ દેખાતો બંધ
થયો. અચાનક હારિણીનું હૃદય ફફડી ઊઠ્યું. હવે શું થશે? એ બહાર જ નીકળશે ને? ન નીકળે તો? એ પોતે આગળ વધવું જોઈએ? નીચે
સરીને છુ પાઈ જવું જોઈએ? પોતે આ મેદાનમાં પહોંચી જાય તો તેને છુ પાવી શકે તેવું કાંઈ ન હતું અને તે વધુ વિચાર કરે ત્યાં તો મંદિરમાંથી એક
ઘંટારવ સંભળાયો અને તારક માથું નીચું રાખીને બહાર નીકળ્યો. જમીન તરફ ઝૂકેલી એની દૃષ્ટિ હારિણીને જોઈ ન શકી. હારિણી તારકને જોતી
રહી.

તારક બહાર નીકળ્યો તે જાણે કે કોઈ એક વંટોળને સાથે લઈને આવ્યો હોય તેમ લાગ્યું. એકાએક બધી બાજએ પવન ગતિ કરતો થઈ
ગયો હતો. નાનાંમોટાં બધાં ઝાડ ડોલવા લાગ્યાં હતાં. તારકનાં વસ્ત્રો ઊડતાં હતાં. તારકના ખુલ્લા માથા પરના વાળ ઊડી રહ્યા હતા. એ વાળને
તો પોતે કેવા કેવા હોળ્યા હતા, તેમાં કેવાં કેવાં તો આંગળાં પરોવ્યાં હતાં. આ ઊડતાં વસ્ત્રો સાથે તો એણે કેવાં કેવાં લાડ કર્યા હતાં. એ મસ્તક
સાથે, એ ગરદન સાથે, એના આખા દેહ સાથે પાસે બેસીને પોતે એ દેહમાં રહેનારી થઈ ગઈ હોય તેમ કેવું કેવું ઊંડે ઊંડે એની ગુફાઓમાં વસી
આવી હતી.

અને મંદિરમાંથી બહાર નીકળી તારક ટટ્ટાર થયો. આખી ક્ષિતિજને નજરમાં લેતી હોય તેમ તેની આંખો સીધી હારિણીની ર્દિશામાં મંડાઈ.
હારિણી જોઈ રહી. પણ તારકની આંખો જાણે એને જોતી ન હતી. એ આંખો સ્પષ્ટ દેખાતી હતી, પણ એની પાછળનો જોનાર કોઈ અન્ય તો
પોતાનું જાણે અસ્તિત્વ જ નથી એવો ભાવ હારિણીએ પ્રથમ વાર અનુભવ્યો. એ વ્યાકુળ થઈ ગઈ.

સામે દેખાતો તારક થોડાં ડગલાં ભરીને સ્થિર થઈ ગયો. એની આંખો ધીરે ધીરે ઉપર ચડવા લાગી. એનું મસ્તક બધી દિશાઓમાં કાંઈ
જોઈ રહ્યું હોય તેમ ફરવા માંડ્યું. ધીરે ધીરે કોઈ નવી પરિસ્થિતિમાં પોતે ગોઠવાતો હોય. ઊંચકાતો હોય તેમ તારક પોતાને સ્વસ્થ કરતો દેખાય
અને જાણ કે કોઈએ તેને ઉપાડ્યો હોય, કોઈ તેને ઉપાડવા માગતું હોય અને પોતે તેના હાથમાં, તેના બાહુમાં મુકાઈ જવા માગતો હોય, મુકાઈ
જતા હોય તેમ તારકે પોતાના બેય હાથ એકદમ ઊંચે ફેલાવી દીધા અને કોક અંદષ્ટમાં તે ધસી જતો હોય તેમ તે જમીન પર પટકાઈ પડ્યો.

અને હારિણી તેની પાસે આવી ગઈ.

હવે તો બંનેની આંખો મીંચાયેલી હતી. હારિણી બેઠેલી હતી અને તારક ધરતી પર ઢળેલો હતો. અને બંનેને ખોળામાં લઈને જાણે ડુંગર
ડોલી રહ્યો હતો. આસપાસનાં ઝાડ પવનમાં ઝુલી રહ્યાં હતાં. બપોર વધારે ને વધારે ઊજળો થઈ રહ્યો હતો. અને આકાશમાંથી સૂર્યની નજર આ
આખીય સુષ્ટિ ઉપર, એ સૃષ્ટિની ટોચ જેવા એ પર્વત ઉપર એકાગ્ર થઈ રહી હતી.

અને તારકની આંખ ખૂલી અને એ ખૂલેલી આંખોને જોવા માટે જ જાણે હારિણીની આંખો ખૂલી અને એ ચાર આંખો એવી તો મળી કે
એવી રીતે તે કદી મળી ન હતી. તારક હારિણીને જોઈ રહ્યો હતો. હારિણીને? હારિણી તારકને જોઈ રહી હતી. તારકને? આ તે હારિણી હતી .
આ તે તારક હતો? હવે હારિણી કોણ હતી? હવે તારક કોણ હતો?

કોઈ આખા જગતનું માતૃત્વ-સ્ત્રીત્વ એકત્ર થયું હોય તેમ હારિણીએ તારકના કપાળ ઉપર હાથ ફેરવ્યો. તારકે જાણે કોઈ દૂર દૂરના
પદાર્થને ભેટવા માગતો હોય તેમ બેય હાથ ઊંચક્યા અને હારિણીના ખભા ઉપર ઢાળી દીધા.

‘આ શું થઈ ગયું?' કદી બોલી ન હતી તેવી રીતે હારિણી બોલી.

તારક તેની આંખો સામે જોઈ રહ્યો.


‘શું થયું છે?' જાણે બોલતો જ ન હોય તેમ તારક બોલ્યો. અને તેના મોંમાંથી શબ્દો નીકળી રહ્યા ‘શું? શું? શું?...'

હારિણી જોઈ રહી કે તારક જાણે કોઈ બીજી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે. એની આંખો તેને જોતી નથી, કોઈક બીજાને જુ એ છે, કંઈક
બીજી વસ્તુને શોધે છે.

‘તું? તું?’ અને તારકની આંખો મીંચાઈ ગઈ.

હારિણી બેસી રહી.

આખીય સૃષ્ટિ જાણે રાહ જોવા લાગી. હવે શું?

અને તારકની આંખો ખૂલી. એમાં પહેલાંનો તારક આવી ગયો હતો.

‘ઓ! તું આવી છે ત્યારે.' એના મોં પર સ્મિત આવ્યું અને તેણે હારિણીના ખભા પરથી હાથ ખેંચી લીધા.

‘આવી જ છું તો, આવવાની જ હતી તો.’

‘પણ...'

‘પણ બણ પછી. આ શું થઈ ગયું છે તેની ખબર નથી પડતી?' કોને?

‘કોને? આ જુ ઓ....’ કહી હારિણીએ તારકના મોં પર હાથ ફેરવ્યો. સકાઈ ગયેલા લોહીના થોડા કણ હાથ પર ચોટાડી લઈ તેને બતાવ્યા.

‘આ જુ ઓ. દુખતું નથી કાંઈ?’ તે બોલી.

તારક હારિણીના લાલ બનેલા હાથ જોઈ રહ્યો. અને પોતાનો હાથ મોં પર ફેરવવા ઊંચક્યો. હારિણીએ તે પકડી લીધો.

‘એમ ન કરશો. આ કેવો ઘા થયો છે, કેવું તો લોહી વહ્યું છે, કશી ખબર નથી પડતી? કશું દુખતું નથી? હારિણી બોલ્યે ગઈ.

તારક ફાટી આંખે જોઈ રહ્યો, સાંભળી રહ્યો.

‘ઓહ, ઓ મા! મને લાગ્યું છે? મને...હમણાં નહિ દુખતું હોય તો હવે દુખશે.’

તારક શું બોલે છે તે હારિણીને સમજાવું મુશ્કેલ લાગ્યું.

‘ઊભા રહો. હાલશો નહિ.’ અને હારિણીએ વૉટર-બૅગ ખોલી તેમાંથી પાણી કાઢી તે વડે રૂમાલ ભીંજવ્યો અને તારકના મોં પરથી લોહી
લુછવા માંડ્યું. લોહી લુછાતું ગયું તેમ રૂમાલ વધુ ને વધુ લાલ થવા લાગ્યો. તારક એકીટસે વિસ્ફારિત નેત્રે એ જોઈ રહ્યો. હારિણીએ હળવે હાથે
તેનો આખો ચહેરો સાફ કરી લીધો અને કપાળની વચ્ચે જ્યાં ઘા પડ્યો હતો અને જે ભાગ ફૂલ્યો હતો તેટલો ભાગ એમ ને એમ રહેવા દીધો,
ત્યાં થીજી ગયેલા લોહીને એમ ને એમ રહેવા દીધું. કપાળ ઉપર જાણે એક ખાસ્સો મોટો ચાંદલો થઈ ગયો હતો.

‘વાહ, કેવા લાગો છો હવે, ખાસ્સા વરરાજા જેવા!' હારિણી હસીને બોલી, પણ તેનું મોં તરત જ પડી ગયું. તારકે પોતાનો હાથ કપાળ ઉપર
અડાડ્યો અને ઘા ઉપર તેનો હાથ અડતાં જ તેને વેદના થઈ અને તે બોલી ઊઠ્યો
‘વાહ રે, કેવું તો વાગ્યું છે!'

‘તે કશી ખબર નથી પડતી?'

હારિણીના પ્રશ્નની સામે તારક મૂંગો થઈને તેને જોઈ રહ્યો.

કંઈ અગણિત સમય વહી ગયો..

અને તારક સ્વસ્થ થઈને બેઠો થયો. પોતાના શરીરને તેણે કુશળતાથી સંકેલી લીધું અને બોલ્યો

‘ચાલો, જઈએ હવે. અને તેની વૉટર-બૅગ સામે જોઈને બોલ્યો ‘કાંઈ પાણી રહ્યું છે. હવે?’

હારિણીએ મૂંગાં મૂંગાં તેના હાથમાં બૅગ આપી દીધી. તારકે તે હાથમાં લીધી અને તેમાંથી એક ઘૂંટડો ભર્યો, અને હારિણી સામે જોયું. આ
‘તારે નથી પીવું? તરસ નથી લાગી?’ અને આજુ બાજુ ના બળબળતા બપોર તરફ નજર નાખીને, આખોયે પર્વત હાથ ફેલાવીને બતાવીને બોલ્યો
કેવો તો તાપ પડે છે!'

‘પડે જ છે તો!'

‘તો તરસ નથી લાગી? લે...' કહી તારકે તેને વૉટર-બૅગ આપી.

‘ના, તમે જ પીઓ.'

‘હું પીશ. તું પણ પી.’

હારિણીએ પાણીનો ઘૂંટડો ભર્યો, અને તારકને પાછી બૅગ આપી.

‘લો પી જાઓ હવે.'

તારકે એક ઘૂંટડો પી તેને બૅગ આપી. બૅગમાં હજુ થોડું પાણી હતું.

‘તો ચાલો હવે.’ કહી તે ઊભો થયો. હારિણી ઊભી થઈ, અને બોલી

‘હા ચાલો. જલદી જઈ આ વાગ્યું છે તેનું કાંઈ કરીએ.’

અને બંને ચાલવા લાગ્યાં.

પણ તારકના પગ થંભી ગયા.

‘ઊભી રહે.' કહી તે મંદિર તરફ ફર્યો અને ત્યાંના બારણા પાસે જઈને ઊભો રહ્યો. મંદિર અંદરથી સ્વચ્છ હતું. એક આછો દીવો તેમાંના
એક ગોખને અજવાળી રહ્યો હતો. બહારથી આવતા અજવાળાના ઉજાશ પર તે એક લાલ ચંદ્રક જેવો ગોઠવાઈ ગયો હતો.

હારિણી આવીને તારકની પાસે ઊભી રહી ગઈ. અને તારકની અંદરથી ઉષ્માનો એક તરંગ તેણે તેના તરફ વહી આવતો અનુભવ્યો. તારક
માત્ર આટલું બોલ્યો
‘જા, અંદર જઈ પ્રણામ કરી આવ.'

અને કોઈ દેવની આજ્ઞાને માથે ચડાવતી હોય તેમ ગુપચુપ હારિણી મંદિરમાં ગઈ.

તારક બહારથી બધું જોતો રહ્યો. અંદર દીપક હતો, હારિણી હતી, અને.. જીવનમાં તે જે શોધી રહ્યો હતો તે હતું. એની વાણી, એનું મન
મૂકી બની ગયાં હતાં.

હારિણી પ્રણામ કરીને બહાર આવી, જાણે કે આખા મંદિરની પ્રસાદી જેવી.

તારક સ્મિત ભરેલા ચહેરે તેને જોઈ રહ્યો. સહેજ હસ્યો અને બોલ્યો

‘માથું સંભાળીને આવજે.’

હારિણી મંદિરના બારણામાં ઊભી. એની નીચી કાયા વધુ ટટ્ટાર થઈ અને કોઈ મોટું રક્ષણ અનુભવતી હોય તેમ બોલી

‘લો જુ ઓ, આ માથું સંભાળ્યું. મંદિરના બારણાનો ઉપરનો ભાગ તેના માથાથી હજી ખાસ્સો ઊંચો હતો.

તારકે એક કદમ આગળ આવી તેને હાથથી પકડી લીધી. ખાલી થયેલા. ખુલ્લા થયેલા મંદિરની અંદર એક નજર નાખી લીધી અને આખા
આકાશ સાથે વાત કરતો હોય તેમ ઊંચે દૃષ્ટિ ફેરવી લઈને તે ચાલવા લાગ્યો હારિણીનો હાથ તેણે બરાબર પોતાના હાથમાં લઈ લીધો હતો.

અને બંનેએ પર્વત પરથી નીચે ઊતરવાનું શરૂ કર્યું. આખો પર્વત. પર્વત પરનું મંદિર તેમને વિદાય આપતાં હોય તેમ પાસેના ઝાડ પરથી
એક પક્ષી ટહુકી ઊઠ્યું. એની સાથમાં જોડાતું બીજું પક્ષી ટહુક્યું. પોતે વિદાય આપવામાં મોડો પડ્યો હોય તેમ પવન ઝડપથી વાવા લાગી ગયો
અને આકાશમાંના સૂર્યદેવતા પણ મધ્યાહ્નનું મહાકાર્ય પૂર્ણ થયું હોય તેમ પશ્ચિમ તરફ ઢળવા લાગ્યા. બળબળતા બપોર શીતળ થવા લાગ્યા હતા.
એના પ્રખર સફેદ પ્રકાશમાં કોમળતા ઉમેરાવા લાગી હતી.

તારક અને હારિણી મંદિરની આસપાસની એ સપાટ ભૂમિને મૂકીને હવે સીધા નીચે ઊતર્યે જતા ઢાળ ઉપર થઈને ઉતરવા લાગ્યાં. રસ્તો
ખરબચડો તો હતો જ. જાળવી જાળવીને ડગલાં ભરવાં પડતાં હતાં.

તારક હારિણીનો હાથ પકડીને ચાલતો હતો અને તેના હાથને બીજા હાથથી વળગીને હારિણી ચાલતી હતી. પણ એમ ચાલવું હવે મુશ્કેલ
બનવા લાગ્યું. બંનેનાં નાનાં મોટાં ડગલાં સાથે પડી શકતાં ન હતાં. તારકે હારિણીનો હાથ પોતાના હાથમાંથી ઢીલો કર્યો, એને પોતાનાથી સહેજ
અળગી કરીને રસ્તા ઉપર, તે પરના પથરાઓ ઉપર બરાબર પગ ગોઠવાવીને ચલાવવા માંડી.

અને તેઓ થોડુંક ઊતર્યા હશે ને હારિણી એકદમ ફસડાઈ પડી. આસપાસના પર્વતને જોવામાં ઘડીક લીન થયેલી તારકની આંખો ઝડપથી
પાછી ફરી.

અને ‘ઓ મારા તારક' બોલી હારિણી મૂછમાં ઢળી ગઈ.

એણે કઠોર નિશ્ચયબળથી અત્યાર સુધી સાચવી રાખેલી એની શક્તિ હવે શૂન્ય બની ગઈ હતી.

તારક તેની પાસે નીચે બેસી ગયો. તેને જોઈ રહ્યો. તેના મસ્તક પર હાથ મૂકી તેને આશ્વાસી રહ્યો. હારિણી તો જાણે વધુ ને વધુ ઘેનમાં
ઊતરતી જતી હતી.
એક મોટા બાળકને ઊંચકતો હોય તેમ તારકે હારિણીને પોતાના બેઉ 'બાહુથી ઉપાડી લીધી અને એ વિષમ પર્વતનો વિષમ ઢોળાવ ઊતરી
રહ્યો.

બપોર ઢળવા લાગ્યા હતા.

(૨)

આજે હવે તારક રસોઈના ચાર્જમાં હતો. રસોઈના, રસોડાના અને રસોડાવાળીના ચાર્જમાં.

રસોડામાં રસોઈ માટે ગોઠવેલા ટેબલ પાસે ઊભો ઊભો તે વાનીઓ બનાવી રહ્યો હતો.

અને પાસે સ્ટૂલ ઉપર હારિણી બેઠી હતી, કહો કે તેને ત્યાં બેસાડવામાં આવી હતી. વધારે કહેવું હોય તો, એને ત્યાં જડી દેવામાં આવી
હતી.

આજે તેનો જન્મદિવસ હતો.

એટલે તારકે રાંધવાની બધી પ્રવૃત્તિ એક ડિક્ટેટરની અદાથી પોતાને હાથ કરી લીધી હતી.

‘જો પાછી ઊઠી છે તો...’ એણે હસતાં હસતાં કહ્યું.

પણ હારિણી તો ઊઠી જ. પ્રેમીઓની દુનિયામાં એકબીજાનું કહ્યું કરવું એ ઓછામાં ઓછું બનતું હોય છે. પોતે પ્રેમ કરે છે એ મુદા પર
માણસને પોતાના પ્રેમી પાસેથી બધું માગવાનો, મેળવવાનો, કરાવવાનો હક મળી જાય છે. પ્રેમ મંડાઈ ગયા પછી હક્કોની પરબ મંડાઈ જાય છે.

હારિણી જે સ્કૂલ પર બેઠી હતી તેના પરથી ધબ લઈને નીચે કૂદી પડી. સ્કૂલ તેને માટે જરા વધારે પડતું ઊંચું હતું.

‘આ તો કોઈ આવ્યું દેખાય છે એટલે ઊઠું છું, ભાઈસાહેબ!' કહી તે પાસેના મોટા ઓરડા તરફ વળી. તારક એની રળિયામણી પીઠને,
સાડીથી અડધી ઢંકાયેલી અર્ધી ખુલ્લી કાયાને જોઈ રહ્યો. એના મનમાં શબ્દો ઊપસી આવ્યા ‘ભગવાને ઘડી છે તો બરાબર જ, ખાસ ઘડી છે!'

અને થોડી વારમાં હારિણી ફૂલનો બાંધેલો પડો લઈને પાછી આવી.

‘આ તો ફૂલવાળો ચૂપચાપ ફૂલો મૂકી ગયો.'

‘તે બહુ સારું. પણ હવે અહીં જ તે ખોલવા ન માંડતી. જા અંદર જઈને બધું ગોઠવ.’

પણ હારિણી હવે તેના કહેવાથી ઊલટું જ કરવા જાણે લાગી હતી.

હાથમાંનો ફૂલનો પડો પકડી રહીને તે તારક સામે જોઈ રહી. હાથમાં પકડેલી સાણસી સાથે તારક એને જોઈ રહ્યો. હવે તો આવાં તારામૈત્રક
કેટલાંયે થતાં હતાં, કહો કે માત્ર તારામૈત્રકો જ થતાં હતાં.

પોતાને જોઈ રહેલી હારિણીની આંખને જોઈ તારક બોલ્યો

‘જો હવે પાછી રડવાનું શરૂ ના કરતી.’


પણ એ જ શરૂ થઈ ગયું હતું. કોઈની પણ રજા લીધા વિના આંસુ એની આંખોના બંને ખૂણામાં આવીને ભરાઈને બેસી ગયાં હતાં. તારક
શાંત સ્મિતથી તે જોઈ રહ્યો.

ડબક ડબક કરતાં એ આંસુ હારિણીના હાથમાંના ફૂલના પડા ઉપર પડવા લાગ્યાં. અને એ બંધ પડો જ, ખોલ્યા વિનાનાં એમાંનાં ફૂલોને
તારકને ચડાવતી હોય તેમ સહેજ ઊંચો કરી તે પાસેના ઓરડામાં ચાલી ગઈ.

અને થોડી વારમાં પાછી આવી મૂગી મૂગી તે સૂલ ઉપર ગોઠવાઈ ગઈ. તેના નાનકડા શરીરના પગ એ ટૂલ પર બેસતાં નીચે જમીનને અડી
શકતા ન હતા. ઝૂલતા રહેતા પગને ઝુલાવતી હારિણીને જાણે બાળપણ પાછું મળવા માંડ્યું હતું. આજના જન્મદિને એ જાણે પોતાના ભૂતકાળમાં
પાછી સરકતી જતી હતી.

તારક કાંઈ બોલ્યા વિના એને જોઈ રહ્યો.

આખા ઓરડામાં એક મૌન ઊતરી આવ્યું હતું. બનાવવાની વાનીઓ વિના વિઘ્ને તૈયાર થઈ ગઈ હતી. તારકના દિગ્દર્શન હેઠળ હવે દૂધ
ઊભરાયું ન હતું. સ્ટવ બંધ પડી ગયો ન હતો. તારકનો તામ્ર જેવો ચહેરો જરા પણ વધુ લાલ થયો ન હતો. તારકે જાણે આખા રસોડાને
ઍરકન્ડિશન્ડ કરી દીધું હતું. રસોઈની ક્રિયાઓ ખૂબ વ્યવસ્થિત રીતે, શાંત અને પ્રસન્ન રીત, હાસ્યના અને વિનોદના ફુવારાઓ વચ્ચે થતી રહી
હતી, તો વચ્ચે વચ્ચે હારિણી છાની છાની એક બે ડૂસકાં પણ લઈ લેતી હતી. ડૂસકું તૈયાર થઈને બહાર આવે તે પહેલાં તેને અંદર જ ઓગાળી
નાખતી હતી.

આજે પોતાને માટે આ કોઈ સાચા આનંદનો દિવસ છે કે કોઈ આવી પડનારી આપત્તિની પૂર્વતૈયારી રૂપના આભાસમય આનંદનો દિવસ છે
એ તે સમજી શકતી ન હતી. તે અકળાતી હતી તો વળી ઘણું આશ્વાસન પણ અનુભવતી હતી હવે તો તારક પોતાની પાસે જ છે ને!

પર્વતની યાત્રાએથી પાછા આવ્યા પછી એ બંનેની સૃષ્ટિ બદલાઈ ગઈ હતી.

તારકની અકળામણ સાવ ચાલી ગઈ હતી. તો હારિણી બીજી અકળામણમાં ઊતરતી જતી હતી. આ પર્વત ઉપર તારકને થઈ શું ગયું?
અને તો પોતાને પણ શું થઈ ગયું? અને અત્યારે શું થઈ રહ્યું છે? તો તારકને પણ શું થઈ રહ્યું હશે? એ કાંઈ કશું બોલતો જ નથી, કશી વાત
કહેતો નથી.

અને કાંઈ કરતો પણ નથી. પોતાને વરી ચૂકેલી આ નમણી નાર પાસેથી એ કશું માગતો નથી, તેને કશું કહેતો નથી. અને હારિણીના
અંતરના ખૂણામાંથી કોક છણકો ઊઠતો: ‘તું એને વરી છે, એ તને કયાં વર્યો છે?' અને તારકે ઘણી વાર કહેલા શબ્દો તેને પાછા સંભળાતા, કોક
બરાબર રેકર્ડ થયેલી ટેપ પેઠે ‘આ કાંઈ ઘરસંસાર માંડીને રહેવાની વાત નથી.'

‘બાપ રે, તો પછી શી વાત છે એ તો કાંઈ કહો ને!' હારિણીનું મન પોકારી ઊઠતું. તે સીધો પ્રશ્ન કરતી તો તારક ટાળતો ‘કહીશ, અને પછી
ધીરેથી ઉમેરતો, ‘કોઈ વાર.’ અને તેની સામે જોઈ રહેતો અને જાણે એવું કહેવા માગતો હોય તેમ લાગતું કે, ‘તમે લગનની દુનિયામાં રહેનારાંને એ
ન પણ સમજાય.’

હારિણી પાસે મૂંગા રહેવા સિવાય કોઈ બીજો રસ્તો ન હતો. ‘કહેશે, કોઈક દિવસ તો કહેવાના જ છે. તેના મનમાં એક આશ્વાસન ઊગતું
અને આજના જન્મદિવસે તેને એકાએક થયું, ‘એ દિવસ આજનો પણ કેમ ન હોય?'

કોઈ અવનવા આનંદની ઝલક તેના ઉપર પથરાઈ વળી.


એકબીજા ઉપર કશી સરસાસરસી કર્યા વિના બંનેએ, જાણે એકબીજાની વાત આપોઆપ સમજાઈ જતી હોય, ગમી જતી હોય તેમ, તૈયાર
થયેલી વાનીઓ રસોડામાંથી લઈ જઈને પાસેની નાનકડી ખુલ્લી અગાસીમાં ગોઠવી.

ત્યાં એક નાનકડું ટેબલ મુકાયું હતું, બેત્રણ ખુરસીઓ હતી. ટેબલ પર હારિણીએ ગૂંથીભરીને તૈયાર કરેલું એક ટેબલ ક્લૉથ હતું. સહેજ
દૂર એક બીજું નાનું ટેબલ હતું. એના પર એક આસમાની વસ્ત્ર પથરાયેલું હતું. એના પર પેલો ફૂલોનો પડો બંધ પડેલો હતો. એને બતાવીને તારક
બોલ્યો

‘તારાં ફૂલ હવે ત્યાં ગોઠવ. અગરબત્તી લઈ આવ. અને તારા કંઈ ભગવાન હોય તો તે પણ લઈ આવ.'

હારિણી તેની સામે જોઈ રહી અને હસીને બોલી

‘આ ઘરમાં વળી ભગવાન ક્યારે હતા?’

‘એમ કે?’ તારક તેની સામે આંખ સ્થિર કરીને બોલ્યો.

‘હાસ્તો વળી!’ આખા ભગવાનને જ જાણે પડકારતી હોય, પુકારતી હોય તેમ હારિણી બોલી.

તારક એકદમ ઊભો થઈ ગયો.

‘હું તે કેવો માણસ છું?' બોલીને તે અંદરની બાજુ એ ચાલ્યો ગયો અને થોડી વારમાં એક સુંદર કાગળમાં વીટેલું કશુંક લઈને આવ્યો, અને
તે હારિણીના હાથમાં મૂકતાં બોલ્યો, ‘લે, આ તો ભુલાઈ જ ગયું હતું. તારા જન્મદિન માટેની આ ભેટ છે.’ અને ફરી વાર ‘લે બોલતાં તેણે
હારિણીના હાથમાં રહેલી એ વસ્તુને ઊંચકીને તેના હાથમાં ફરી વાર આપતો હોય તેમ સહેજ ભાર દઈને મૂકી.

હારિણીએ જોયું કે તેના છેક અંદરના ભાગ સુધી કાંઈ ઊતરી ગયું છે. તેણે કંપતા હાથે પેલી વસ્તુ ખોલવા માંડી.

‘એમ નહિ, આ ટેબલ પર મૂકીને ખોલ.' કહી તારકે હારિણીને ટેબલની પાસે બેસાડી. ત્યાં ગોઠવાયેલી વાનગીઓને સહેજ હઠાવીને પેલી
વસ્તુ ત્યાં મૂકી આપી. અને હારિણીએ તે ખોલવા માંડી. પાસે ઊભેલો તારક એ ઉદ્ઘાટન-ક્રિયાને નિહાળી રહ્યો, કોઈ નવા જગતને ખૂલવાની રાહ
જોતો હોય તેમ.

ઉપર વીંટળાયેલો કાગળ હારિણીએ કાળજીથી ઉકેલવા માંડ્યો. કશુંક ઉતાવળે બાંધી દેવાયું હોય તેમ લાગતું હતું. કાગળનાં પડ પર પડ
ઊકલતાં ગયાં. અંદરની વસ્તુનો આકાર હારિણીની આંગળીઓ અનુભવવા લાગી. કાગળ ઊકલી ગયો અને એ ખૂલીને પથરાયેલા કાગળ ઉપર
એમાંની વસ્તુ પ્રગટ થઈને બિરાજી રહી.

‘ઓ!' હારિણી બોલી પડી. એની આંખો આશ્ચર્યથી અને આનંદથી છલકાઈ પડી.

‘ઓ મારા...' અને પછીનો બીજો શબ્દ તે બોલી શકે તે પહેલાં તે તેની અંદર ઊતરી ગયો.

શ્યામસુંદરની એ પ્રતિમાને હારિણી પોતાના હૃદય સાથે જડીને બેસી ગઈ.

થોડી ક્ષણો એમ પસાર થઈ. મીંચાઈ ગયેલી હારિણીની આંખો ખૂલી અને તે ઊભી થઈને પાસે ઊભેલા તારકને ભેટી પડી. તારકને ભેટી
રહેલા હાથની વચ્ચે કૃષ્ણની મૂર્તિ બરાબર ભીંસાઈને પકડાઈ રહી હતી, બંનેના મિલન ઉપરના આશીર્વાદ જેવી.
તારકે ધીરેથી હારિણીના હાથ છૂ ટા કર્યા. એમાંની કૃષ્ણમૂર્તિને, રખે તે પડી જાય, એવી સાવધાનીથી પોતાના હાથમાં લઈ લીધી, અને બોલ્યો

‘લે આવ, આને જ હવે ગોઠવીએ.’

અને પેલા આસમાની વઢવાળા ટેબલ પાસે જઈને એ પ્રતિમાને ત્યાં મૂકી, ફૂલનો પડો ખોલીને તેમાંનાં ફૂલોને તેની આસપાસ બંનેએ ગોઠવી
લીધાં.

‘ચાલ, હવે ભોજન પૂરું કરીએ.’ તારક બોલ્યો અને બંને જણ ટેબલ પાસે આવીને બેઠાં. તારકની વાનીઓ તેમની આતુરતાથી રાહ જોતી
હતી. આ હતું, તે હતું અને તેમાં પેલું કેસરવાળું દૂધ તો હતું જ.

‘લે, આ દૂધ તો ભગવાનને જ પહેલું ધરાવવું જોઈએ.’ તારક બોલ્યો. હારિણી દૂધનો કટોરો લઈને ઊભી થઈ અને કૃષ્ણની સામે જઈને
ઊભી રહી. તારક આવીને તેની પાછળ ઊભો.

‘લે, હવે જોયા ન કર, ધરાવી દે.’

જાણે કે જીવનમાં જોવાની એક જ ક્રિયા કરવાની હોય તેમ હારિણીએ માથું ફેરવી તારક સામે જોયું. એના હાથમાંનો કટોરો કંપવા લાગ્યો
હતો.

‘આવું છે, ભાઈ!' કહી તારકે એ કટોરો પોતાના હાથમાં લઈ લીધો.

‘લે આવ, અહીં બેસ. આમ બરાબર પકડ.’

અને બંનેએ નીચે બેસીને પોતાના ચાર હાથ વડે એ કટોરાને પકડી કૃષ્ણની પાસે મૂક્યો.

બંને ચૂપચાપ ઊભાં થયાં અને જમવાના ટેબલ પાસે આવ્યાં.

‘જા, હવે રેડિયો શરૂ કરી આવ.' તારકે કહ્યું. ‘હમણાં અહીં કોઈએ બોલવાનું નથી. જમવું પડશે ને?'

રેડિયોના રેલાતા સૂરોની વચ્ચે બંને જણે મૂંગાં મૂંગાં ભોજન શરૂ કર્યું.

અને થોડી વારમાં અચાનક વીજળી બંધ થઈ ગઈ. બધા દીવા ચાલ્યા ગયા. રેડિયોના સૂર સંકેલાઈ ગયા. ટેબલ પરની વાનીઓ દેખાતી
બંધ થઈ ગઈ.

અગાસીની નીચે આખું શહેર રોશની વિનાનું બનીને પથરાયેલું હતું. સાંજ આગળ વધીને રાત બનવા લાગી હતી. તારાઓએ પોતાની
ગોઠવણ જાહેર કરવા માંડી હતી. પૃથ્વી ઉપર ગમે તેટલી રોશની હોય પણ તેમનો દરબાર તો પોતાના ઠાઠપૂર્વક ભરાતો જ રહેતો હતો. આજે એ
દરબારની ઝલક વધી પડી. આખી પૃથ્વી જાણે તેની અંદર સમાઈ ગઈ હતી, ઘડીભર ઓગળી ગઈ હતી.

ટેબલ પરનું ભોજન પણ હવે જાણે ભોજન મટી ગયું હતું. આખા વિશ્વમાં પથરાયેલા અનેક પદાર્થોની જેમ તે સ્વતંત્ર પદાર્થો જેવું બનીને,
ખવાવાને માટે નહિ, પોતે સ્વતંત્ર રીતે રહેવાને માટે, કોઈકને આખુંયે અર્પણ થવા માટે જાણે અર્ણ રૂપ બની ગયું હતું. આ અને એ આકાશી
ચંદરવા હેઠળ બેઠેલાં એ બે જણમાંથી એક જણ બોલ્યું: ‘આજ તમે મને પેલી વાત કહેશો ને?'

સામેથી જવાબ આવ્યો


‘હા, કહીશ.’

અને આખું જગત જાણે તેની વાત સાંભળવાને આતુર બનીને બેસી ગયું.

નીચે શેરીઓ ઉપર લોકોની અવરજવર, વાહનોની ગતિ, તેમનાં અજવાળાંના અટાપટા ચાલુ હતાં, પણ તે બધું એક વિશાળ મૌનના ભાગ
જેવું બની ગયું હતું.

તારક બોલવા લાગ્યો

‘તને શું કહ્યું, હારિણી? મને થાય છે તને કહ્યા વિના હું તે સમજાવી દઉં તો બહુ સરસ થાય, એને બોલ્યા વિના હું તને બતાવી શકું તો કામ
થઈ જાય, પણ હું કહીશ, હું બોલીશ.

જો સાંભળ. આ અંધારામાં પણ જેટલું દેખાય તેટલું જોતી રહેજે.

લાવ, તારો હાથ મારા હાથમાં આપી દે તો, તું વળી કાંઈ પાછી સરકી ન જાય.

હારિણી, મારે જે જવાબ જોઈતો હતો તે મને ત્યાં મળ્યો, મારે જે જોવું હતું, જાણવું હતું તે મને એ પર્વત પર મળી આવ્યું. હું થાકેલો હતો,
હું હારેલો હતો, હું ભૂખ્યો હતો, હું તરસ્યો હતો, હું ઉદ્ધગમાં હતો, હું ખેદમાં હતો, હું ખાલીખમ હતો, શૂન્ય થઈ ગયેલો હતો.

મને જવાબ આપવા માટે એ જાણે ત્યાં રાહ જોતું બેઠું હતું. તે જો, એ મને જાણે કહેવા લાગ્યું. મૂળ વસ્તુ તો આ છે. એ હું છું. એક ક્ષણમાં
એણે મને એની યુગ યુગની વાત કહી દીધી.

મને એણે ઊંચક્યો. પોતામાં લઈ લીધો.

એ એવું તો હતું, એટલું બધું તો હતું, એટલું તો સભર હતું, એવું તો રણઝણતું હતું, કે મારે કશું કહેવાનું ન રહ્યું, કશું માગવાનું ન રહ્યું. એ
બધું મારામાં આવીને ઊતરી ગયું, સમાઈ ગયું. મારામાં એ જ બની રહ્યું. હું ત્યાં રહ્યો નહિ એ જ... એ જ... એ જ...

પછી હારિણી, શું કહું? તને શું કહ્યું?

પછી શું થયું? શું થયું તને ખબર છે?

પછી તારક ન રહેલો તારક, તારક બનવા ગયો. એ થોડુંક આમતેમ ચાલ્યો અને ધરતી પર રહેવું ન હોય તેમ હાથ ઊંચા કરી આકાશમાં
ઊડવા નીકળ્યો. ખરેખર, એમ જ, હાથ ઊંચા કરીને પાંખો જેવા પહોળા કરીને.

એણે જાણે મારા હાથ ઝાલ્યા, પણ તરત મૂકી દીધા. મને ધરતી પર જ રાખવો હશે.

આપણે ભાઈ ધરતી પર આવી ગયા...ધબાક...ધબ્બ....

હારિણી, પણ એ કોણ હતું? કેવુંક હતું? એ તો તને દેખાય તો જ તને ખબર પડે. મને દેખાય છે તેવું તને દેખાય, તે જ તને દેખાય તો
કામ થઈ જાય.

તારે જોવું છે? જોવું છે ને? લે આંખ મીંચી જો જોઈએ. આ અંધારામાં તો ઉઘાડી પણ ચાલશે.
જો, કંઈક અજવાળું દેખાય છે ને? અજવાળું, નર્યું અજવાળું, નકરું અજવાળું, ચારે કોર, ચારે મેર, બધે.. બધે... શીતળ, ભૂરું, જાંબલી,
ધવલ...

જુ એ છે ને? એમાં હવે કંઈ આંખો દેખાય છે? હા, આંખો દેખાય છે. અને ચહેરો દેખાય છે. કોણ દેખાય છે? કેવો ચહેરો દેખાય છે? એ
હસે છે ને? ઓ હારિણી, તને એ ન દેખાય તો સારું – હારિણી, તારું શું થશે પછી?

તું મટી જઈશ તો પછી તારું શું થશે? તું તરી જઈશ તો પછી તારું શું થશે? હારિણી, હારિણી!’

તારક બોલતો બંધ થયો. એના સવાલનો હારિણી તરફથી કશો જવાબ ન આવ્યો. હુંકારો પણ ન આવ્યો.

પછી ત્યાં કોઈ કશું બોલ્યું નહિ.

આકાશમાંથી એકલા તારા જ બોલતા હતા. પણ પૃથ્વી ઉપર તે સાંભળવા કોણ તૈયાર હતું, કોણ નવરું હતું? એમની ભાષા જુ દી હતી,
માણસની ભાષા જુ દી હતી.

ઝબાકા સાથે પાછી વીજળી ચાલુ થઈ ગઈ.

આખું શહેર અજવાળાઈ ગયું. તારકે જોયું તો હારિણી આંખો મીંચીને બેઠેલી હતી.

અને આપોઆપ બંધ થઈ ગયેલો રેડિયો પાછો ચાલુ થઈ ગયો હતો. ધીરે ધીરે પુષ્ટ થતા એના સૂરો હવાને ભરી દેવા લાગ્યા.

‘હારિણી!' તારકે હળવા અવાજે તેને બોલાવી.

‘હં!' કહેતી હારિણીએ આંખો ખોલી.

પણ એ એની પહેલાંના જેવી આંખો ન હતી. તારકે તે દિવસે પર્વત ઉપર તેની આંખમાં જોઈ હતી તેવી એ આંખો હતી.

‘તારક! કોણ હતું એ?’ હારિણીએ કોઈ બીજી દુનિયામાંથી પૂછતી હોય તેમ પ્રશ્ન કર્યો.

‘શી ખબર?' તારક બોલ્યો, તેને ગૂંચવતો હોય તેમ.

‘એ ફરી દેખાશે ને?'

‘શી ખબર? એને જ પૂછજે ને?'

તું મને નહિ કહે?’

તારક મૂગો મૂગો તેની સામે જોઈ રહ્યો.

બંનેને બંનેની આંખોમાં પોતે જે જોવા માગતાં હતાં તે દેખાયું.

પૃથ્વી ઉપર કશુંક એક આખી હવાને ભરી દેતું ઊતરી આવ્યું. એક અવનવો અકલિત રોમાંચ, ઝંકાર મૂકી ગયું, અને ખબર ન પડે તેમ
ઓસરી ગયું.
જાણે હાથમાંથી ચાલી ગયેલી પૃથ્વી પાછી મળી હોય, એનો ભાર જાણે અનુભવાતો હોય તેમ બંને જણ પોતાની આસપાસ જોવા લાગ્યાં.
અને તારક બોલ્યો ‘અરે, આજે તારા જન્મદિવસે તે.... આપણે ભગવાનને પ્રણામ કરવાના તો હજી બાકી છે.'

‘હાસ્તો.’ કહી હારિણી ઊઠી. અને પેલી ગોઠવેલી કૃષ્ણ-પ્રતિમા સામે જઈને બેઠી. તારક તેની પાસે જઈને બેઠો.

કોઈને કહ્યા વિના બંનેએ એકી સાથે પ્રણામ કર્યા. અને એટલામાં રેડિયો પરથી કોઈએ ગીત શરૂ કર્યું

ઓ મન મનની તું મોહિની, મનહારિણી,


ઓ ઉર ઉરની સંજીવની, તું તારિણી! હે હારિણી, તું તારિણી!
તું તારક, તું તારિણી!...
[‘તારિણી']

←એઇ દિકે (આ બાજુ ) સુન્દરમ્ : જીવનક્રમિકા→

Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?


title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/તારિણી&oldid=47534"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki
Ekatra Wiki

સુ ન્દરમ્ ‌ની શ્રેષ્ઠ વાર્તા ઓ/


સુ ન્દરમ્ : જીવનક્રમિકા
< સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ

સુન્દરમ્ : જીવનક્રમિકા
૧૯૦૮ : ૨૨મી માર્ચ જન્મ, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાં-માતર ગામે.
જન્મનામ : ત્રિભુવનદાસ.
પિતાનું નામ : પુરુષોત્તમદાસ લુહાર. માતાનું નામ ઊજમબહેન.

૧૯૧૭ : લગ્ન મંગળાબહેન સાથે.


અભ્યાસ: મિયાં–માતરમાં ગુજરાતી સાત ધોરણ સુધી.
આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી, ભરૂચમાં
છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં એક વર્ષ.

૧૯૨૫–૨૭ : ભરૂચમાંથી ‘વિનીત’ થઈ, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં.


ત્યાંના માસિક ‘સાબરમતી'માંના ઉત્તમ લેખ માટે તારાગૌરી ચંદ્રક

૧૯૨૬ : ‘સાબરમતી'માં ‘મરીચિ' ઉપનામથી ‘એકાંશ દે' – એ પ્રથમ કાવ્યની પ્રસિદ્ધિ.

૧૯૨૮-૨૯ : ‘સાબરમતીમાં ‘બારડોલીને– એ કાવ્ય ‘સુન્દરમ્'ના નામથી પ્રસિદ્ધ


સાબરમતી'ના તંત્રી.
૧૯૨૯ : સંસ્કૃત-અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ'.
સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક.

૧૯૩૦ : ઉમાશંકર સાથે મૈત્રી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા.


એમની કાવ્યદીક્ષા જેવું કાવ્ય ‘બુદ્ધનાં ચક્ષુ'નું સર્જન.

૧૯૩૩ : પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં


ગીતો'નું પ્રકાશન. બીજા કાવ્યસંગ્રહ 'કાવ્યમંગલા'નું પ્રકાશન

૧૯૩૪ : જ્યોતિ સંઘમાં શિક્ષક. ‘કાવ્યમંગલા' માટે રણજિતરામ સુવર્ણચંદ્ર


વર્ષના અંતભાગમાં દક્ષિણ ભારતની યાત્રા.

૧૯૩૭ : ૩ એપ્રિલ, પુત્રી સુધાનો જન્મ.

૧૯૩૮ : ‘ત્રિશૂળ' ઉપનામથી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ


હીરાકણી અને બીજી વાતો'નું પ્રકાશન.

૧૯૩૯ : કાવ્યસંગ્રહ ‘રંગ રંગ વાદળિયાં' (બાળકાવ્યો)નું પ્રકાશન. બીજા વાર્તાસંગ્રહ ખોલી
અને નાગરિકા અને ચોથા કાવ્યસંગ્રહ 'વસુધા'નું પ્રકાશન.

૧૯૪૦ : ત્રીજા વાર્તાસંગ્રહ ‘પિયાસી'નું પ્રકાશન. પોંડિચેરીમાં શ્રી અરવિંદ દર્શન.


બોધાયનકૃત ‘ભગવદજજુ કીયમ્'નો અનુવાદ પ્રકાશિત.

૧૯૪૧ : ‘દક્ષિણાયન’ પ્રવાસગ્રંથનું પ્રકાશન.

૧૯૪૩ : પોંડિચેરીમાં શ્રીઅરવિંદ દર્શન (બીજી વાર)

૧૯૪૪ : શુદ્રકકૃત ‘મૃચ્છકટિકમ’ના અનુવાદનું પ્રકાર...

૧૯૪૫ : ચોથા વાર્તાસંગ્રહ ‘ઉન્નયન'નું પ્રકાશન. ‘ખોલકી અને નાગરિકામાં


નવી પાંચ વાર્તાઓ સાથે સંવર્ધિત આવૃત્તિ રૂપે પ્રકાશન. બુધસભા,
મિજલસ, પ્રગતિશીલ સાહિત્ય મંડળ, લેખક મિલન જેવી સંસ્થાઓના
સંસ્થાપન – સંચાલનમાં સહાય,
શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર નિવાસ.

૧૯૪૬ : પ્રથમ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતાનું પ્રકાશન.


અર્વાચીન કવિતાને મહીડા પારિતોષિક.

૧૯૪૭ : ૧૫મી ઓગસ્ટથી શરૂ થયેલ સૈમાસિક ‘દક્ષિણા'ના તંત્રી.

૧૯૫૦ : ‘શ્રીઅરવિંદ મહાયોગી’(જીવનચરિત્રોનું પ્રકાશન.


૧૯૫૧ : પાંચમા કાવ્યસંગ્રહ ‘યાત્રા'નું પ્રકાશન.

૧૯૪૮-૧૯૫૨ :આ ગાળાનો નર્મદ સુવર્ણચંદ્રક યાત્રાને.

૧૯૫૪ : ચિદમ્બરમ્ ખાતે પી.ઈ.એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય


લેખક પરિષદમાં ભાગ લીધો.

૧૯પ૯ : ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં


સાહિત્ય વિભાગના પ્રમુખ.

૧૯૬૧ : જર્મન નાટ્યકાર, અનસ્ટ ટોલરના ‘ટ્રાન્સફિયુરેશન’ના ‘કાયાપલટ’


નામના અનુવાદનું પ્રકાશન.

૧૯૬૫ : ટોલરના ‘માસિઝ ઍન્ડ મૅન' નાટકના ‘જનતા અને જન' નામના
અનુવાદનું પ્રકાશન. બીજા વિવેચનગ્રંથ ‘અવલોકના'નું પ્રકાશન.

૧૯૬૭ : ‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’માં મુંબઈ યુનિ.માં વ્યાખ્યાનો.

૧૯૬૮ : ‘ચિદંબરા’ લેખસંગ્રહનું પ્રકાશન.

૧૯૬૯ : ‘અવલોકનાન માટે સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક.


બીજી સપ્ટેમ્બરે મંગળાબહેનનું અવસાન.
ડિસેમ્બરમાં જૂ નાગઢ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પચીસમા અધિવેશનના પ્રમુખ. ‘તપોવન' ગ્રંથનો અર્પણ-
સમારંભ.

૧૯૭૪ : શ્રીઅરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિદ્યાનગર,


ઝામ્બિયા(આફ્રિકા)માં શ્રી અરવિંદ શિબિર.
‘ઐસી હૈ જિન્દગી'(અનુવાદ)નું પ્રકાશન.

૧૯૭૭ : ‘તારિણી’ અને ‘પાવકના પંથે વાર્તાસંગ્રહોનું પ્રકાશન.


વાસંતી પૂર્ણિમા નાટ્યસંગ્રહનું પ્રકાશન.

૧૯૭૮ : ‘સાહિત્ય ચિંતન (સાહિત્યલેખો), ‘સમર્ચના’ (ચારિત્ર્યપ્રધાન લેખો).


સા વિધા' (તત્ત્વચિંતનના લેખો)નું પ્રકાશન.

૧૯૭૯ : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાં શ્રી અરવિંદ વિશે પાંચ વ્યાખ્યાનો.

૧૯૮૩ : પુરી નગરનું માતર પાસે વાત્રક-તટે ખાતમુહૂર્ત ૧૧-૧૧-૧૯૮૩.

૧૯૮૪ : અમૃત મહોત્સવની ઉજવણી અંબાજી તથા મિયાં-માતરમાં.

૧૯૮૫ : ‘પદ્મભૂષણ' ઍવૉર્ડ એનાયત (૧૬-૩-૧૯૮૫).


૧૯૮૭ : દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ.
પૅરિસમાં શ્રી અરવિંદ શિબિર
લંડનમાં શ્રી અરવિંદ હાઉસનું નિર્માણ (૨૩-૯-૧૯૮૭).

૧૯૮૯ : લંડનમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રીમાતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું અનાવરણ.
સુન્દરમ્‌ની પ્રતિનિધિ વાર્તાઓ (સં. રમણલાલ જોશી)

૧૯૯૦ : ગુજરાત સરકાર તરફથી ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’


(૨૫-૧-૧૯૯૦). ‘વરદા' કાવ્યસંગ્રહનું પ્રકાશન.

૧૯૯૧ : દેહોત્સર્ગ (૧૩-૧-૧૯૯૧). ‘મુદિતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.

૧૯૯૨ : ‘ઉત્કંઠા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન

૧૯૯૩ : ‘અનાગતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.

૧૯૯૫ : ‘લોકલીલા' (આખ્યાનકાવ્ય), ‘ઈશ’ (કાવ્યસંગ્રહ), સાવિત્રીન,


કાવ્યખંડો'(કાવ્યાનુવાદ), ‘પલ્લવિતા’ (કાવ્યસંગ્રહ) અને
‘મહાનદી (કાવ્યસંગ્રહ)નું પ્રકાશન.

૧૯૯૭ : ‘પ્રભુપદ’, ‘અગમ નિગમ' અને ‘પ્રિયંકા' કાવ્યસંગ્રહોનું તેમ જ નિત્યનો (કાવ્યગ્રંથ)નું પ્રકાશન.

૧૯૯૮ : ‘નયા પૈસા’ તેમ જ ‘વરદા' કાવ્યસંગ્રહોનું પ્રકાશન.


(‘વરદા'ની બીજી આવૃત્તિમાં ‘વરદા', ‘મુદિતા', ‘ઉત્કંઠા અને ‘અનાગતા સમાવિષ્ટ છે.)

૧૯૯૯ : ‘ચક્રદૂત’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.

૨૦૦૦ : ‘લોકલીલા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન.

૨૦૦૨ : ‘દક્ષિણા-૧’ તથા ‘દક્ષિણા-૨'નું પ્રકાશન.


ચૂંટેલી કવિતા: સુન્દરમ્’ (ચયનકાર ચંદ્રકાન્ત શેઠ)
ચંદ્રકાન્ત શેઠ સંપાદિત ‘સુન્દરમ્‌ની શ્રેષ્ઠ વાર્તાઓ'નું પ્રકાશન,

૨૦૦૩ : ‘મનની મર્મર', ‘ધ્રુવયાત્રા’

૨૦૦૪ : સુન્દરમ્-સુધા (સં. સુરેશ દલાલ)

←તારિણી
Retrieved from "https://wiki.ekatrafoundation.org/index.php?
title=સુન્દરમ્‌ની_શ્રેષ્ઠ_વાર્તાઓ/સુન્દરમ્_:_જીવનક્રમિકા&oldid=49457"

Last edited 1 year ago by MeghaBhavsar

Ekatra Wiki

You might also like