10 S.S. - 1 - 2

You might also like

Download as odt, pdf, or txt
Download as odt, pdf, or txt
You are on page 1of 3

નારાયણ વિદ્યાવિહાર, ભરુચ

વર્ષ:2023-24 કુલ ગુણ: 50

ધોરણ : 10 ગુ.માં. વિષય: સામાજિક વિજ્ઞાન (010)G સમય:

તારીખ :

નોંધ:

 બધા જ પ્રશ્નો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો આપેલ છે.

 પ્રશ્નની જમણી બાજુના અંક તેના ગુણ દર્શાવે છે.

 પ્રશ્નોનાં જવાબ ક્રમમાં લખવા.

વિભાગ: અ

 નીચે આપેલ બહુવિક્લ્પ પ્રશ્નોનાં માંગ્યા મુજબ જવાબ લખો: (દરેકનો 1 ગુણ ) (10)

o જોડકા યોગ્ય રીતે જોડો.

વિભાગ- અ વિભાગ- બ

1. ભરતનાટ્યમ A. ગીરના જંગલો

2. નેગ્રીટો B. તમિલનાડુ

3. એશિયાઈ સિંહો C. આદિવાસીનું નૃત્ય

D. શ્યામ વર્ણ, વાંકડિયા વાળ

 નીચે આપેલી ખાલી જગ્યા પૂરો:

4. __________ કલામાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે.

5. __________ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ બની જાય છે.

6. ઉત્પાદનનું જીવંત સાધન__________ છે.

 નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

7. નીચેનામાંથી કયું એક જોડકું ખરું નથી તે શોધીને ઉત્તર લખો.

a) ઑસ્ટ્રેલૉઈડ - નિષાદ c) હબસી - નીગ્રો

b) આર્યો - આર્મેનૉઈડ d) મોંગોલૉઈડ - કિરાત

8. નીચેનામાંથી કયું સંસાધન રાષ્ટ્રીય સંસાધન છે?

a) જમીન c) લશ્કર

b) મકાન d) ખેતર

9. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય?

a) જમીનદાર c) ખેડૂત

b) ઉદ્યોગપતિ d) નિયોજક
10. વિકાસશીલ દેશોમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે?

a) વ્યાપાર c) સેવાઓ

b) ખેતી d) પરિવહન

વિભાગ: બ

 નીચે આપેલા પ્રશ્ન નં. 11 થી 16 ના માંગ્યા મુજબ ઉત્તર આપો. (પ્રત્યેકના 2 ગુણ) (12)

11. ભારતની વિશેષતાઓ જણાવો.

12. ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો.

13. પઢાર નૃત્ય અને કોળી નૃત્ય કેવી રીતે કરવામાં આવે છે?

અથવા

13. ભારતની એક કલા તરીકે જડતર કલાનો પરિચય આપો.

14. કાંપની જમીનના લક્ષણો જણાવો.

15. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો.

16. આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિનો અર્થ આપો.

અથવા

16. મિશ્ર અર્થતંત્ર એટલે શું? તેની ખામીઓ જણાવો.

વિભાગ: ક

 નીચે આપેલા પ્રશ્ન નં. 17 થી 20 ના માંગ્યા મુજબ ઉત્તર આપો. (પ્રત્યેકના 3 ગુણ) (12)

17. આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ ધરાવે છે એમ શાથી કહી શકાય?

18. ગુજરાતના ગરબા અને ગરબી વિશે ટૂંક નોંધ લખો.

19. સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે?

20. સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવો.

અથવા

20. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

વિભાગ: ડ

 નીચે આપેલા પ્રશ્ન નં. 21 થી 24 ના સવિસ્તાર ઉત્તર લખો. (પ્રત્યેકના 4 ગુણ) (16)

21. પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી. ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો.

22. ભારતની એક કલા તરીકે માટીકામનો પરિચય આપો.

અથવા

22. પ્રાચીન ભારતના કલા વારસામાં સંગીત ક્ષેત્રનું પ્રદાન જણાવો.

23. સંસાધનોના પ્રકારની સવિસ્તાર માહિતી આપો.

અથવા

23. ભારતની જમીનના પ્રકારો જણાવી. કાળી જમીન વિશે માહિતી આપો.

24. ભારતીય અર્થકારણનાં માળખાનો પરિચય આપો.

You might also like