Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 12

12.

પરમાણુ માટેના પ્રારંભિક મૉડેલમાં, Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત

બિંદુ વત્ ન્યુક્લિયસ તેની આસપાસ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ

વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મૉડેલ માટે

ન્યુક્લિયસથી r અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે ?


1.15 20 cm ની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર

રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.14 માં દર્શાવેલ વિદ્યુતક્ષેત્રનું ફૂલક્સ કેટલું હશે ?
16. એક બ્લૅક બૉક્સની સપાટી આગળના વિદ્યુતક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી

દર્શાવે છે કે બૉક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8.0 × 103 Nm²/C

છે .

(a) બૉક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે ?

(b) જો બૉક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ (Net) ફુલક્સ શૂન્ય હોત તો તમે

એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બૉક્સમાં કોઈ વિદ્યુતભાર નથી ? આવું હોય તો

કેમ અથવા ન હોય તો પણ કેમ ?


17. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 cm બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર

ઉપર 5 cm અંતરે +10 μC બિંદુ વત્ વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત

ફૂલક્સનું મૂલ્ય કેટલું હશે ?

(સૂચન : ચોરસને 10 cm ની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો.)


18. 9.0 cm ની ધારવાળા એક ઘનાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર 2.0 μC

વિદ્યુતભાર રહેલો છે. આ સપાટીમાંથી કુલ ફ્લક્સ કેટલું હશે ?


19. 10.0 cm ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગોસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા

બિંદુ વત્ વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી −1.0 × 103 Nm²/C નું ફલક્સ પસાર

થાય છે.

(a) જો ગોસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોત તો સપાટીમાંથી

કેટલું ફલક્સ પસાર થતું હોત ?

(b) બિંદુ વત્ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે ?


20. 10 cm ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી

20 cm દૂરના બિંદુ એ વિદ્યુતક્ષેત્ર -1.5 x 103 N/C ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ

હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે ?


21. 2.4 m નો વ્યાસ ધરાવતા એકસમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની

પૃષ્ઠઘનતા 80.0 μC/m² છે.

(a) ગોળા પરનો વિદ્યુતભાર શોધો.

(b) ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત લક્સ કેટલું હશે ?
22. એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 cm અંતરે 9 × 104 N/C વિદ્યુતક્ષેત્ર

ઉત્પન્ન કરે છે. રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો.


23. બે મોટી, પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની

અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17.0 × 10-22 C/m2 મૂલ્યની

વિદ્યુતભારની પૃષ્ઠઘનતા છે.

(a) પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં

(b) બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અને

(c) બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં, વિદ્યુતક્ષેત્ર E શોધો.

You might also like