Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 8

1.7 (a) સ્થિત વિદ્યુત ક્ષેત્રરેખા એ સળંગ વક્ર છે.

એટલે કે ક્ષેત્રરેખાને અચાનક

ભંગાણો

(ગાબડાં, વિચ્છેદ) ન હોઈ શકે. આવું શા માટે ?


(b) બે ક્ષેત્રરેખાઓ કોઈ બિંદુ એ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવો.

(a) વિદ્યુતક્ષેત્રના સમગ્ર વિસ્તારમાં વિદ્યુતક્ષેત્રની રેખાઓ હોય છે. વિદ્યુતભારનું ક્ષેત્ર

તેનાથી દૂર જતાં ક્રમશઃ ઘટતું જાય છે અને અનંત અંતરે શૂન્ય થાય છે એટલે કે

વિદ્યુતક્ષેત્ર અચાનક અદૃશ્ય થઈ જતું નથી (નાશ પામતું નથી). તેથી વિદ્યુતક્ષેત્રની

રેખાઓ સતત હોય છે અને અચાનક વિરામ પામતી નથી.

(b) આપેલ ક્ષેત્રરેખા પરના કોઈપણ

બિંદુ પાસે, ક્ષેત્રરેખાને દોરેલ સ્પર્શક તે

બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે. બે

ક્ષેત્રરેખાઓ કોઈપણ બિંદુ એ છેદતી નથી

કારણ કે જો કોઈ બિંદુ પાસે બે ક્ષેત્રરેખાઓ છેદે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ

છેદનબિંદુ પાસે બંને વક્રોને દોરેલ સ્પર્શક તે જ બિંદુ પાસે વિધુતક્ષેત્રને બે દિશા

હોવાનું સૂચન કરે છે, જે શક્ય નથી.


1.8. બે બિંદુ વત્ વિદ્યુતભારો qA = 3 μC અને qB = -3 μC એકબીજાથી શૂન્યાવકાશમાં

20 cm દૂર રહેલા છે.

(a) બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે ?

(b) જો 1.5 × 10-9 C માન ધરાવતો એક ઋણ પરિક્ષણ વિદ્યુતભાર આ બિંદુ એ

મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે ?


13. આકૃતિ સમાન વિદ્યુતક્ષેત્રમાં ત્રણ વિદ્યુતભારોનાં ગતિપથ દર્શાવે છે. ત્રણ

વિદ્યુતભારોના ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હશે

કણો 1 અને 2 ઋણ વિદ્યુતભાર ધરાવે છે કારણ કે તેઓ ધન પ્લેટ તરફ વળે છે . કણ

3 ધન વિદ્યુતભાર ધરાવે છે કારણ કે તે ઋણ પ્લેટ તરફ વળે છે.

જો આપણે ત્રણેય કણોને સમાન વેગથી ક્ષેત્રમાં દાખલ થતા ધારીએ તો વળાંક

(deflection) એ કણના વિદ્યુતભાર અને દળના ગુણોત્તર (e/m) ના સમપ્રમાણમાં હોય

છે. કણ 3 માટે વળાંક વધારે હોવાથી કણ 3 માટે (e/m) સૌથી વધુ હશે.

You might also like