Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 52

2.

યોગ્ય પદાર્થોને ઘસવાથી વિદ્યુતભારિત થતા અપાકર્ષણ- આકર્ષણની સમજૂતી

આકૃતિ સહિત આપો.

ઐતિહાસિક રીતે ઊન કે રેશમી કાપડ સાથે ઍમ્બરને ઘસતાં તે હલકા પદાર્થોને આકર્ષે છે . આ

શોધનું માન ઈ.પૂ. 600 વર્ષે ગ્રીસનાં Thales of Miletus ને જાય છે. દ્રવ્યોની ઘણી એવી જોડી

જાણીતી હતી કે જેમને ઘસવાથી તે ઘાસના તણખલા, બરુની ગોળીઓ, કાગળના ટુકડા જેવા

હલકા પદાર્થોને આકર્ષી શકતા હતા.

રેશમ (કે ઊન)ના કપડાં સાથે ઘસેલા કાચના સળિયાને આકૃતિ (a) માં દર્શાવ્યા મુજબ રેશમની

દોરી વડે દૃઢ આધાર પરથી લટકાવેલ છે. સમાન રીતે રેશમના કાપડ સાથે ઘસેલા બીજા

કાચના સળિયાને તેની નજીક લાવતાં તેઓ એકબીજાને અપાકર્ષે છે. રેશમના કાપડના જે બે

ટુકડાઓ સાથે સળિયાઓને ઘસ્યા હતા તેઓ પણ એકબીજાને અપાકર્ષે છે . પરંતુ કાચનો

સળિયો અને રેશમી કાપડ એકબીજાને આકર્ષે છે.


આકૃતિ (b) માં દર્શાવ્યા મુજબ ફર (બિલાડીના ચામડા) સાથે ઘસેલા પ્લાસ્ટિકના બે સળિયાઓ

એકબીજાને અપાકર્ષે છે, પણ ફરને આકર્ષે છે.

આકૃતિ (c) માં દર્શાવ્યા મુજબ પ્લાસ્ટિકનો સળિયો કાચના સળિયાને આકર્ષે છે. પરંતુ કાચના

સળિયાને ઘસેલો તે રેશમના કાપડને અપાકર્ષે છે. કાચનો સળિયો ફરને અપાકર્ષે છે.

કાચ કે પ્લાસ્ટિકનો સળિયો, રેશમ અને ફર ઘસવાની ક્રિયા દરમિયાન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે.

3. સુવર્ણ વરખ વિદ્યુતદર્શક (Gold leaf Electroscope) ની રચના આકૃતિ દ્વારા

સમજાવો.

પદાર્થ પરના વિદ્યુતભારની પરખ કરવા માટેનું સાધન સુવર્ણ વરખ વિદ્યુતદર્શક (Gold leaf

Electroscope) છે. તેની રચના આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પેટીમાં રાખેલા ધાતુના ઉર્ધ્વ

સળિયાના નીચેના છેડે પાતળા સુવર્ણ વરખ ધરાવતી છે.


વિદ્યુતભારિત પદાર્થને સળિયાના છેડે ગોળા

સાથે સ્પર્શ કરાવતા વિદ્યુતભાર સળિયા પર

અને તેની સાથે જોડેલા વરખો પર સ્થાનાંતર

પામે છે અને તેઓ એકબીજાથી દૂર જાય છે.

વરખોનું દૂર જવાનું પ્રમાણ વિદ્યુતભારના

જથ્થા પર આધારિત છે.


4.દ્રવ્ય પદાર્થો વિદ્યુતભાર કેમ પ્રાપ્ત કરે છે તે ઉદાહરણ આપી સમજાવો.

બધા દ્રવ્યો પરમાણુ અને/અથવા અણુઓનું બનેલું છે. સામાન્ય રીતે દ્રવ્યો વિદ્યુતીય રીતે

તટસ્થ હોવા છતાં તેઓ વિદ્યુતભાર ધરાવે છે પરંતુ તેમના વિદ્યુતભારો બરાબર સમતોલિત

થયેલ છે.

કોઈ તટસ્થ પદાર્થને વિદ્યુતભારિત કરવા માટે આપણે એક પ્રકારનો વિદ્યુતભાર ઉમેરવાની કે

દૂર કરવાની જરૂર પડે છે. ઘન પદાર્થોમાં પરમાણુ સાથે ઓછા પ્રબળતાથી બંધિત હોય, તેમાંના

કેટલાક ઇલેક્ટ્રૉન એકથી બીજા પદાર્થ પર સ્થાનાંતર પામતા વિદ્યુતભાર છે. આમ, પદાર્થ

કેટલાક ઈલેક્ટ્રૉનને ગુમાવીને ધન વિદ્યુતભારિત બને છે તેવી જ રીતે પદાર્થ ઈલેક્ટ્રૉનને

મેળવીને ઋણ વિદ્યુતભારિત બને છે.

ઉદાહરણ : જયારે કાચના સળિયાને રેશમ સાથે ઘસીએ છીએ ત્યારે સળિયામાંથી કેટલાક

ઇલેક્ટ્રૉન રેશમ પર સ્થાનાંતર પામે છે. સ્થાનાંતર પામતા ઇલેક્ટ્રૉનની સંખ્યા, પદાર્થની

અંદરના ઇલેક્ટ્રૉનની કુલ સંખ્યાનો ઘણો નાનો ભાગ હોય છે.

દ્રવ્યમાં ઓછી પ્રબળતાથી બંધિત હોય તેવા ઇલેક્ટ્રૉન જ ઘસવાની ક્રિયામાં પદાર્થમાંથી

સ્થાનાંતર પામે છે. તેથી કાચનો સળિયો ધન વિદ્યુતભારિત અને રેશમ ઋણ વિદ્યુતભારિત બને

છે.

5. વાહકો અને અવાહકો ઉદાહરણ આપી સમજાવો.


કેટલાક દ્રવ્યો વિદ્યુતને તેમનામાંથી સહેલાઈથી પસાર થવા દે છે. જે દ્રવ્યોમાંથી વિદ્યુત

સરળતાથી પસાર થાય તેને સુવાહકો કે વાહકો (conductors) કહે છે.

વાહકોમાં ગતિ કરવા માટે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. ધાતુઓ, માનવ તથા પ્રાણી શરીરો અને

પૃથ્વી વાહકોનાં ઉદાહરણો છે.

જ્યારે કોઈ વિદ્યુતભાર સ્થાનાંતરિત થઈને સુવાહક પર જાય છે ત્યારે તે તરત જ સુવાહકની

સમગ્ર સપાટી પર વિતરિત થઈ જાય છે.

અધાતુઓ તેમનામાંથી વિદ્યુતના પસાર થવા માટે મોટો અવરોધ ધરાવે છે તેમને અવાહકો

(Insulators) કહે છે. કાચ, પોર્સેલીન, પ્લાસ્ટિક, નાયલોન, લાકડું જેવી મોટાભાગની અધાતુઓ

અવાહકો છે. જ્યારે અવાહક પર કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે તે, તે જ સ્થાને રહે છે,

તેનું વહન થતું નથી.

6. વિધુતભારનો બૈજિક સરવાળો શા માટે કરવો પડે છે ?

વિદ્યુતભારને માન હોય છે પણ દિશા હોતી નથી એટલે કે તે અદિશ છે. વિદ્યુતભાર ધન કે ઋણ

હોઈ શકે છે તેથી તંત્રમાંના વિદ્યુતભારોનો સરવાળો કરતી વખતે તેના યોગ્ય ચિહ્નો ધ્યાનમાં

લેવા પડે છે.

જો તંત્ર n વિદ્યુતભાર q1,q2,q3 ,..., qn, ધરાવતું હોય તો તંત્રનો કુલ વિદ્યુતભાર Q = q1+q2 + q3 ...

+qn, થાય છે. ધારો કે કોઈ યાદચ્છિક એકમમાં તંત્રમાં +1, +2, −3, +4 અને—5 વિદ્યુતભારો હોય

તો તંત્રનો કુલ વિદ્યુતભાર તે યાદચ્છિક એકમમાં Q = (+1) + (+2) + (−3) + (+4) + (-5) = −1

થાય. ટૂંકમાં, વિદ્યુતભારોનો બૈજિક સરવાળો થાય.


7. વિદ્યુતભારનું સંરક્ષણ ઉદાહરણ આપી સમજાવો.

જ્યારે પદાર્થોને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે ત્યારે એક પદાર્થ જેટલો વિદ્યુતભાર મેળવે

છે તેટલો જ વિદ્યુતભાર બીજો પદાર્થ ગુમાવે છે પરંતુ કોઈ વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે

નાશ પામતો નથી.

ઘણા વિદ્યુતભારિત પદાર્થો અલગ કરેલા તંત્રમાં, પદાર્થો વચ્ચેની આંતરક્રિયાને લીધે

વિદ્યુતભારોનું પુનઃ વિતરણ થાય છે પરંતુ એવું જણાયું છે કે અલગ કરેલા તંત્રના કુલ

વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. વિદ્યુતભારનું સંરક્ષણ પ્રાયોગિક રીતે સ્થાપિત થઈ ચૂક્યું છે.

વિદ્યુતભાર ધરાવતા કણો કોઈ પ્રક્રિયામાં ઉત્પન્ન કે નાશ પામી શકે છે પણ કોઈ અલગ કરેલા

તંત્ર વડે ધરાવાતો કુલ વિદ્યુતભાર ઉત્પન્ન કે નાશ કરવાનું શક્ય નથી.

કેટલીકવાર કુદરત વિદ્યુતભારિત પદાર્થો ઉત્પન્ન કરે છે. એક ન્યુટ્રોન એ પ્રોટોન અને

ઇલેક્ટ્રૉનમાં રૂપાંતરિત થાય છે. આ રીતે ઉત્પન્ન થયેલા પ્રોટોન અને ઇલેક્ટ્રૉન સમાન અને

વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર ધરાવે છે અને તેમના સર્જન અગાઉ અને બાદ બંને સ્થિતિમાં કુલ

વિદ્યુતભાર શૂન્ય છે.

8. વિદ્યુતની દૃષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કયા પ્રકારની પ્રક્રિયાઓ થાય તે જણાવો.

વિદ્યુતની દૃષ્ટિએ અલગ કરેલા તંત્રમાં બહારથી કોઈ વિદ્યુતભાર તંત્રમાં પ્રવેશતો નથી કે

અંદરથી કોઈ વિધુતભાર બહાર જઈ શકતો નથી.

કોઈ પણ વિદ્યુતભાર વિહીન વસ્તુ તંત્રની અંદર—બહાર આવ-જા કરી શકે છે.
“વિદ્યુતની દૃષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુતભારોનો

બૈજિક સરવાળો અચળ રહે છે.”

અવકાશમાં વિદ્યુતભારનાં જોડકાં (pair production) ઉદ્ભવી શકતા નથી .

9. વિદ્યુતભારનું ક્વૉન્ટમીકરણ સમજાવો.

વિદ્યુતભાર હંમેશા e ના પૂર્ણાંક ગુણાંક હોય છે. આ હકીકતને વિદ્યુતભારનું ક્વૉન્ટમીકરણ કહે છે.

પ્રાયોગિક રીતે એવું સ્થાપિત થયું છે કે “બધા વિદ્યુતભારો e વડે દર્શાવાતા વિદ્યુતભારના

મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે.” પદાર્થ પરનો વિદ્યુતભાર q હંમેશા નીચે મુજબ

રજૂ કરાય.

q = ne, જ્યાં n એ કોઈ પણ ધન કે ઋણ પૂર્ણાંક છે.

વિદ્યુતભારનો આ મૂળભૂત એકમ એ ઈલેક્ટ્રૉન અને પ્રોટોનનો વિદ્યુતભાર છે.

વિદ્યુતભારના ક્વૉન્ટમીકરણનું સૌપ્રથમ સૂચન ફેરેડેએ તેણે શોધેલા વિદ્યુત વિભાજન

(electrolysis) ના પ્રાયોગિક નિયમો દ્વારા કર્યું હતું. તેને પ્રાયોગિક રીતે મિલિકાને દર્શાવ્યું હતું.

SI પદ્ધતિમાં વિદ્યુતભારના મૂળભૂત એકમ (e) નું મૂલ્ય નીચે

મુજબ છે

e =1.602192 × 10-19 C વ્યવહારમાં e = 1.6 X 10 -19 C લેવામાં આવે છે.


જો વિશ્વમાં માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રૉન મૂળભૂત વિદ્યુતભારો હોય તો જોવા મળતા અન્ય બધા

વિદ્યુતભારો e ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોવા જોઈએ.

જો કોઈ પદાર્થ n1 ઈલેક્ટ્રૉન અને n2 પ્રોટોન ધરાવતો હોય તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભાર

= n₂ x e + n₁ x (-e) = (n2 - n₁)e થાય.

n2 અને n1 પૂર્ણાંક હોવાથી તેમનો તફાવત પણ પૂર્ણાંક જ હોય છે. આમ, કોઈ પણ પદાર્થ

પરનો વિદ્યુતભાર હંમેશા e નો પૂર્ણાંક ગુણાંકમાં જ હોય છે અને તેમાં વધારો કે ઘટાડો પણ e

ના પદમાં જ થઈ શકે છે.

10. વિદ્યુતભારનો SI પદ્ધતિમાં એકમ અને સંજ્ઞા જણાવી તેની વ્યાખ્યા આપો. –1 C

વિધુતભારમાં કેટલા ઈલેક્ટ્રૉન હોય છે ?

SI પદ્ધતિમાં વિદ્યુતભારનો એકમ કુલંબ (coulomb) છે.

તેને C સંજ્ઞા વડે દર્શાવાય છે. તેની વ્યાખ્યા નીચે મુજબ અપાય છે:

“1 ઍમ્પિયર વિદ્યુતપ્રવાહનું વહન કરતા વાહક તારના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં

પસાર થતા વિદ્યુતભારના જથ્થાને 1 કુલંબ કહે છે.”

-1 C વિદ્યુતભારમાં લગભગ 6.25 × 1018 ઈલેક્ટ્રૉન હોય છે.

11. સ્થૂળ સ્તરે વિદ્યુતભારના ક્વૉન્ટમીકરણને શા માટે અવગણ શકાય ?


વિદ્યુતભાર e ખૂબ નાનો છે. સ્થૂળ (macroscopic) સ્તરે આપણે કેટલાક μC વિદ્યુતભારો સાથે

કામ કરવાનું હોય છે. આ માપક્રમ પર પદાર્થ પરનો વિદ્યુતભાર e ના એકમમાં જ વધારી કે

ઘટાડી શકાય છે તેવી હકીકત જોઈ શકાતી નથી.

વિદ્યુતભારનું કણ જેવું સ્વરૂપ અદશ્ય થઈને ફક્ત સતત સ્વરૂપમાં જણાય છે . નાના નાના ઘણા

વિદ્યુતભારો એકસાથે સતત વિદ્યુતભાર વિતરણ તરીકે જણાય છે.

સ્થૂળ સ્તરે આપણે વિદ્યુતભાર e ના માનની સરખામણીએ ખૂબ મોટા વિદ્યુતભારો સાથે કામ

કરવાનું હોય છે.

1 μC વિદ્યુતભાર, ઇલેક્ટ્રૉનના વિદ્યુતભાર કરતાં લગભગ 1013 ગણો છે. આ માપક્રમ પર

વિદ્યુતભાર માત્ર e ના એકમમાં જ વધી કે ઘટી શકે છે તે હકીકત વિદ્યુતભાર સતત મૂલ્યો

ધારણ કરી શકે તેમ કહેવા કરતા પણ ખાસ કંઈ અલગ નથી.

આમ, સ્થૂળ સ્તરે વિદ્યુતભારના ક્વૉન્ટમીકરણનું કોઈ પરિણામ નથી અને તેને અવગણી શકાય

છે.

12. સૂક્ષ્મ સ્તરે શા માટે વિદ્યુતભારના ક્વૉન્ટમીકરણને અવગણી શકાતું નથી ?

સૂક્ષ્મ (microscopic) સ્તરે જ્યાં વિદ્યુતભારો e ના કેટલાક દશકો કે શતકો ગણા હોય એટલે કે

તેમને ગણી શકાય તેવા હોય તો તેઓ અલગ અલગ જથ્થાઓમાં જણાય છે. આ સંજોગોમાં

વિદ્યુતભારના ક્વૉન્ટમીકરણને અવગણી શકાતું નથી.

13. કુલંબનો નિયમ સમજાવો.


કુલંબનો નિયમ એ બે બિંદુ વત્ વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ માટેનું માત્રાત્મક વિધાન છે.

કુલંબે બે બિંદુ વત્ વિદ્યુતભારો વચ્ચેના બળનું માપન કર્યું અને જણાવ્યું કે “બે બિંદુ વત્ સ્થિર

વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું બળ તે વિદ્યુતભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને

બે વિદ્યુતભારોના મૂલ્યો ના ગુણાકારના સમપ્રમાણમાં ચલે છે અને તે બે વિદ્યુતભારોને જોડતી

રેખા પર લાગે છે.”

14. કુલંબ તેના પ્રયોગો પરથી નિયમ પર કેવી રીતે પહોંચ્યો હતો ?

કુલંબે ધાતુના બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચેનું બળ માપવા માટે વળતુલા (Torsion

balance) નો ઉપયોગ કર્યો હતો. જ્યારે બે ગોળાઓ વચ્ચેનું અંતર દરેક ગોળાની ત્રિજ્યા

કરતાં ઘણું મોટું હોય ત્યારે વિદ્યુતભારિત ગોળાઓને બિંદુ વત્ વિદ્યુતભાર તરીકે લઈ શકાય છે.
શરૂઆતમાં ગોળાઓ પરના વિદ્યુતભારો અજ્ઞાત હતા. કુલંબે વિચાર્યું કે ધારો કે ધાતુના એક

ગોળા પરનો વિદ્યુતભાર q છે. જો તેને બીજા સમાન (identical) પણ વિદ્યુતભારવિહીન ગોળાના

સંપર્કમાં લાવવામાં આવે તો વિદ્યુતભાર બે ગોળાઓ પર ફેલાઈ જશે.

સંમિતિ પરથી દરેક ગોળા પરનો વિદ્યુતભાર q/2 થશે. આ પ્રક્રિયાને પુનરાવર્તન કરીને q/2,q/4

વગેરે વિદ્યુતભારો મેળવી શકાય.

કુલંબે વિદ્યુતભારોની નિશ્ચિત જોડી માટે અંતર બદલીને જુદા જુદા અંતર માટે બળનું માપન

કર્યું. ત્યારબાદ જોડીમાંના વિદ્યુતભારો બદલ્યા અને દરેક જોડી માટે અંતર અચળ રાખ્યું હતું.

જુદી જુદી જોડી માટે અને જુદા જુદા અંતરો માટે લાગતા બળોની સરખામણી કરીને કુલંબ

સમીકરણ

F=

ના નિયમ પર પહોંચ્યો હતો.

15. કુલંબના નિયમની સદિશ સ્વરૂપમાં રજૂઆત સમજાવો. તેની નોંધપાત્ર બાબતો જણાવો.
16. કુલંબના નિયમનું સૂત્ર લખો. તે પરથી બળના સંદર્ભમાં 1 C ની વ્યાખ્યા આપો.
કુલંબના નિયમનું સૂત્ર નીચે મુજબ છે :

F=

સૂત્રમાં q1 = q2 = 1 C, r = 1 m લેતાં F = 9 × 109 N થાય.

આ પરથી વિદ્યુતભારના એકમ કુલંબને બળના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરાય.

વ્યાખ્યા : “1 C એ એટલો વિદ્યુતભાર છે કે જે તેટલા જ મૂલ્યના બીજા વિદ્યુતભારથી

શૂન્યાવકાશમાં 1 m અંતરે મૂકતાં 9 × 109 N નું અપાકર્ષણનું વિધુતબળ અનુભવે છે.”

17. સંપાતપણાનો સિદ્ધાંત ઉદાહરણ આપી સમજાવો. તે પરથી વ્યાપક સૂત્ર મેળવો.
બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ શોધવા માટે કુલંબનો નિયમ વાપરી શકાય છે . પરંતુ જ્યારે

બે કરતાં વધારે વિદ્યુતભારો (ધારો કે 91, 92, 9) હાજર હોય તો તેમાંના કોઈ એક વિદ્યુતભાર

પર બાકીના વિદ્યુતભારો વડે લાગતું બળ શોધવા માટે કુલંબના નિયમ ઉપરાંત સંપાતપણાનો

સિદ્ધાંત જરૂરી છે.

પ્રાયોગિક રીતે એવું ચકાસવામાં આવ્યું છે કે “કોઈ વિદ્યુતભાર પર બીજા સંખ્યાબંધ

વિદ્યુતભારોને લીધે લાગતું બળ, તે વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભારોને લીધે એક જ સમયે

દરેકને લીધે લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય છે.” વ્યક્તિગત બળો બીજા બળોની

હાજરીને લીધે અસર પામતાં નથી આને સંપાતપણાનો સિદ્ધાંત કહે છે.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિદ્યુતભારો q1, q2 અને q3 ના તંત્રને ધ્યાનમાં લો.

18. બિંદુ વત્ વિદ્યુતભારનું વિદ્યુતક્ષેત્ર સમજાવો. તીવ્રતાનું સૂત્ર મેળવો.


વિદ્યુતભારની આસપાસ રહેલા અવકાશમાં વિદ્યુતભારને લીધે એક જાતની અસર ઉત્પન્ન થાય

છે. વિદ્યુતભારની આજુબાજુ જેટલા વિસ્તારમાં તેની અસર પ્રવર્તમાન હોય તે વિસ્તારને

વિદ્યુતક્ષેત્ર કહે છે. આ વિદ્યુતક્ષેત્ર તેમાં મૂકેલા બીજા કોઈ વિદ્યુતભાર 9 પર પ્રક્રિયા કરી શકે છે

અને તેના પર બળ લગાડે છે.

વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય નક્કી કરવા માટે વપરાતા વિદ્યુતભાર 90 ને પરીક્ષણ વિદ્યુતભાર

(test charge) અને વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભાર ) ને સ્ત્રોત વિદ્યુતભાર (source) કહે છે.

SI પદ્ધતિમાં વિદ્યુતક્ષેત્રનો એકમ NC -1 અથવા Vm -1 છે.


19. વિદ્યુતક્ષેત્ર અંગેના નોંધપાત્ર મુદ્દાઓ ચર્ચો.

વિદ્યુતક્ષેત્ર અંગે નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે :

(1) સમીકરણ F= q0E માં જો q0 = 1 C હોય તો E = F થાય


આમ, q0 એક એકમ હોય તો Q ને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર તેના વડે લાગતા બળના મૂલ્ય જેટલું છે.

વિદ્યુતક્ષેત્ર: વિદ્યુતભાર Q નું વિદ્યુતક્ષેત્ર એટલે અવકાશમાં કોઈ બિંદુ એ મૂકેલા એકમ ધન

વિદ્યુતભાર પર લાગતું બળ

(2) પરીક્ષણ વિદ્યુતભારને ક્ષેત્રમાં લાવતાં (મૂકતાં) સ્ત્રોત વિદ્યુતભારનું સ્થાન બદલાય નહિ

એટલે કે તે મૂળ સ્થાને જ રહેવો જોઈએ. આ માટે પરીક્ષણ વિદ્યુતભાર q0 શક્ય તેટલો નાનો

હોવો જોઈએ.

(3) વિદ્યુતભાર Q વડે ઉદ્દભવતું વિદ્યુતક્ષેત્ર E એ પરીક્ષણ વિદ્યુતભાર q0 થી સ્વતંત્ર છે. કારણ

F એ q0 ના સમપ્રમાણમાં છે. તેથી E = F/ q0 ગુણોત્તર q0 પર આધારિત નથી. Q વિદ્યુતભાર વડે

q0 વિદ્યુતભાર પર લાગતું બળ q0 ના સ્થાન પર આધાર રાખે છે.

સમગ્ર અવકાશમાં q0 ના જુદા જુદા સ્થાનોએ વિદ્યુતક્ષેત્ર E ના મૂલ્યો જુદા જુદા મળે છે.

(4) ધન વિદ્યુતભાર માટે વિદ્યુતક્ષેત્ર, વિદ્યુતભારથી ત્રિજયાવર્તી દિશામાં બહાર તરફ છે અને જો

વિદ્યુતભાર ઋણ હોય તો તેના વિદ્યુતક્ષેત્ર સદિશ દરેક બિંદુ એ ત્રિજયાવર્તી દિશામાં અંદરની

તરફ હોય છે જે આકૃતિ (a) અને (b) માં

દર્શાવેલ છે.

(5) વિદ્યુતભાર Q ને લીધે q0 વિદ્યુતભાર પર

લાગતા બળનું મૂલ્ય Q વિદ્યુતભારથી q0 ના

અંતર પર આધારિત છે. તેથી E એ પણ


અંતર r પર આધારિત છે. તેથી Q વિદ્યુતભારથી સમાન અંતરોએ આવેલા બિંદુ ઓ પર

વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય સમાન છે. ગોળાના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભારને લીધે સમગ્ર ગોળા પર

વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય સમાન હોય છે એટલે કે તે ગોળીય સંમિતિ ધરાવે છે.


20. વિદ્યુતભારોના તંત્રને લીધે ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રની ચર્ચા કરી વ્યાપક સૂત્ર

મેળવો.

જો વિદ્યુતભારનું તંત્ર એક કરતાં વધારે વિદ્યુતભારોનું બનેલું હોય તો તેના કારણે ઉત્પન્ન થતાં

વિદ્યુતક્ષેત્રમાંના કોઈ બિંદુ એ વિદ્યુતક્ષેત્ર એ કુલંબના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતની

મદદથી મેળવી શકાય છે.


21. વિદ્યુતક્ષેત્રનો ભૌતિક અર્થ સમજાવો.

(1) વિદ્યુતક્ષેત્ર એ વિદ્યુતભારોના તંત્રની આસપાસ વિસ્તારમાંના કોઈ બિંદુ એ મૂકેલા એકમ ધન

વિદ્યુતભાર પર (તંત્રને ખલેલ પહોંચાડયા વિના) લાગતું બળ આપે છે.

(2) વિદ્યુતક્ષેત્ર એ તેનું મૂલ્ય નક્કી કરવા માટે મૂકેલા પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત નથી.

(3) વિદ્યુતક્ષેત્ર એ સ્થાન પર આધારિત છે અને એકથી બીજા બિંદુ એ બદલાય છે. વિદ્યુતક્ષેત્ર એ

સદિશ ક્ષેત્ર છે કારણ કે બળ સદિશ રાશિ છે.

(4) વિદ્યુતક્ષેત્રનો ખ્યાલ સૌપ્રથમ ફેરેડેએ આપ્યો હતો.

22. બિંદુ વત્ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્રરેખાઓ કેવી રીતે મેળવાય તે સમજાવો. તે

પરથી ક્ષેત્રનું માન અને તીવ્રતા ક્ષેત્રરેખાની ઘનતાના સંદર્ભમાં રજૂ કરો.

ફેરેડેએ ચિત્રાત્મક સ્વરૂપે વિદ્યુતક્ષેત્રને દર્શાવ્યું. ફેરેડેએ તેમને બળરેખાઓ કહી હતી.

વિદ્યુતક્ષેત્ર રેખાઓ એ વિદ્યુતભારોની ગોઠવણીની આસપાસના વિદ્યુતક્ષેત્રનો ચિત્રાત્મક નકશો

બનાવવાની એક રીત છે.

ધારો કે, એક બિંદુ વત્ ધન વિદ્યુતભારને ઊગમબિંદુ એ મૂકેલ છે. હવે વિદ્યુતક્ષેત્રની દિશામાં જ

હોય તેવા સદિશો એવી રીતે દોરો કે જેમનાં મૂલ્ય દરેક બિંદુ એ ક્ષેત્રની પ્રબળતાના

સમપ્રમાણમાં હોય. આપેલા બિંદુ એ E= kQ/r2 સૂત્ર મુજબ ક્ષેત્રનું મૂલ્ય વિદ્યુતભારથી તે બિંદુ ના

અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી, જેમ ઉદ્ગમથી દૂર જઈએ તેમ સદિશ નાના થતા

જાય છે અને હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોય છે.


→ આકૃતિમાં દરેક તીર વિદ્યુતક્ષેત્ર દર્શાવે છે

એટલે કે તીરના પુચ્છ આગળ મૂકેલા એકમ ધન

વિદ્યુતભાર પર લાગતું બળ દર્શાવે છે. એક જ

દિશામાં રહેલા તીરોને જોડીએ તો મળતી આકૃતિ

ક્ષેત્રરેખાઓ દર્શાવે છે.

ક્ષેત્રનું માન ક્ષેત્રરેખાઓની ઘનતા (ગીચતા) દ્વારા

દર્શાવાય છે. વિદ્યુતભારની નજીક ક્ષેત્ર પ્રબળ

હોવાથી ક્ષેત્રરેખાની ઘનતા (ગીચતા) વધારે હોય છે અને ક્ષેત્રરેખાઓ નજીક નજીક છે.

વિદ્યુતભારથી દૂર ક્ષેત્ર નબળું પડે છે અને ક્ષેત્રરેખાઓની ઘનતા (ગીચતા) ઓછી છે અને

રેખાઓ સારા પ્રમાણમાં દૂર દૂર છે.


23. વિદ્યુત ક્ષેત્રરેખાઓના ખ્યાલ સાથે બિંદુ વત્ વિદ્યુતભારનું વિદ્યુતક્ષેત્ર 1/ r2 પર

અવલંબન ધરાવે છે તેમ દર્શાવો.

જો ક્ષેત્રરેખાઓની ઘનતાનો અંદાજ મેળવવો હોય તો, આપણે ક્ષેત્રરેખાને લંબરૂપે એકમ

આડછેદના ક્ષેત્રફળ દીઠ રેખાઓની સંખ્યા ધ્યાનમાં લેવી પડે.

આકૃતિમાં ક્ષેત્રરેખાઓનો એક સમૂહ દર્શાવેલ છે. R

અને S બિંદુ ઓ આગળ ત્યાંની ક્ષેત્રરેખાને લંબરૂપે બે

સમાન અને નાના ક્ષેત્રફળ ખંડો મૂકેલા ધ્યાનમાં લો.

આકૃતિમાં ક્ષેત્રફળ ખંડોને લંબરૂપે પસાર થતી

ક્ષેત્રરેખાઓની સંખ્યા તે બિંદુ પાસેના ક્ષેત્રના સમપ્રમાણમાં હોવાથી R પાસેનું ક્ષેત્ર એ S

પાસેના ક્ષેત્ર કરતા વધારે પ્રબળ છે.

આથી, ER > Es

ક્ષેત્રરેખાઓ ક્ષેત્રફળ પર કે ક્ષેત્રફળ દ્વારા બનાવેલા ઘનકોણ પર કેવી રીતે આધાર રાખે છે તે

સમજવા માટે આપણે ક્ષેત્રફળને ઘનકોણ સાથે સંબંધિત કરીએ.


24. વિદ્યુત ક્ષેત્રરેખાઓના ગુણધર્મો જણાવો.

(1) વિદ્યુત ક્ષેત્રરેખાઓ ધન વિદ્યુતભારથી શરૂ થઈ ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે. જો એક જ

વિદ્યુતભાર હોય તો તે અનંતથી આરંભ કરે કે અંત પામે છે.

(2) વિદ્યુતભારવિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રરેખાઓ વચ્ચે કયાંય તૂટ્યા વિના સતત વક્રો તરીકે

લઈ શકાય છે.

(3) બે ક્ષેત્રરેખાઓ કદી એકબીજાને છેદતી નથી. જો તેઓ છેદતી હોય તો છેદનબિંદુ એ ક્ષેત્રને

કોઈ એક ચોક્કસ દિશા ન હોત, જે અસંગત છે.


(4) સ્થિતવિદ્યુત ક્ષેત્રરેખાઓ કોઈ બંધ ગાળા રચતી નથી.

(5) ક્ષેત્રના કોઈ વિસ્તારમાં યોગ્ય રીતે કરેલું વિતરણ તે વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ

આપે છે.

(6) આપેલ ક્ષેત્રરેખા પરના કોઈ પણ બિંદુ પાસે, ક્ષેત્રરેખાને દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની

દિશા દર્શાવે છે.


(7) સમાન વિદ્યુતક્ષેત્ર દર્શાવતી ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન

અંતરે હોય છે.

25. જુદા જુદા વિદ્યુતભાર તંત્રોની વિદ્યુત ક્ષેત્રરેખાઓ સમજાવો.


આકૃતિમાં કેટલાક સાદા વિદ્યુતભાર વિતરણની આસપાસ ક્ષેત્રરેખાઓ દર્શાવી છે. ક્ષેત્રરેખાઓ

ત્રિ-પારિમાણિક અવકાશમાં છે. આકૃતિ તેમને સમતલમાં જ દર્શાવે છે.

→ આકૃતિ (a) માં દર્શાવ્યા મુજબ ધન વિદ્યુતભાર (q > (0) ની ક્ષેત્રરેખાઓ ત્રિજયાવર્તી

બહારની તરફ જયારે આકૃતિ (b)

મુજબ ઋણ વિદ્યુતભાર (q < 0) ની

ક્ષેત્રરેખાઓ ત્રિજયાવર્તી અંદરની

તરફ હોય છે.

આકૃતિ (C) બે સમાન ધન

વિદ્યુતભારો (q, q) ના તંત્રની

આસપાસ ક્ષેત્રરેખાઓ તેમની વચ્ચેના

અપાકર્ષણની સ્પષ્ટ ચિત્રાત્મક

રજૂઆત દર્શાવે છે.

આકૃતિ (d) બે સમાન અને વિજાતીય વિદ્યુતભારો (q,-q) ના તંત્રની આસપાસ ક્ષેત્રરેખાઓ

તેમની વચ્ચેના આકર્ષણને સ્પષ્ટરૂપે દર્શાવે છે.


26. ક્ષેત્રફળના સદિશની સમજૂતી આપો.

ક્ષેત્રફળ ખંડનું માત્ર મૂલ્ય જ નહિ પણ તેનું નમન (Orientation) પણ મહત્ત્વનું હોય છે. આ

દર્શાવે છે કે ક્ષેત્રફળ ખંડને સદિશ તરીકે ગણવો જોઈએ.

સમતલને દોરેલો લંબ, તે સમતલનું નમન દર્શાવે છે તેથી સમતલનો ક્ષેત્રફળ સદિશ તેને

દોરેલા લંબની દિશામાં છે.

કોઈ વક્ર સપાટી માટે સપાટીને ખૂબ મોટી સંખ્યાના

ખૂબ નાના નાના ક્ષેત્રફળ ખંડોમાં વિભાજિત કરેલ

કલ્પો. દરેક નાનો ક્ષેત્રફળ ખંડ સમતલ પૃષ્ઠ લઈ

શકાય.ક્ષેત્રફળ ખંડની દિશા પૃષ્ઠને લંબ હોય છે

પણ લંબ બે (અંદર તરફ કે બહાર તરફ) દિશામાં

હોઈ શકે છે. આથી કઈ દિશા આપણે ક્ષેત્રફળ

ખંડના સદિશ માટે પસંદ કરવી જોઈએ ? આ

પ્રશ્નનો ઉકેલ, આપણે કોઈ બંધ સપાટીનો સંદર્ભને

ધ્યાનમાં લઈએ.

બં ધ સપાટી: ઘનફળ ઘેરતી સપાટીને બંધ સપાટી કહે છે .

બં ધ સપાટીના દરેક ક્ષેત્રફળખંડ સાથે સંકળાયેલા

સદિશની દિશા બહાર તરફના લંબની દિશામાં લેવાય

છે. આકૃતિમાં આ પધ્ધતિ વાપરેલ છે. આમ, બંધ સપાટી


પર આપેલ બિંદુ એ ક્ષેત્રફળ ખંડનો સદિશ ΔS = ΔS n̂ છે, જ્યાં ΔS ક્ષેત્રફળ ખંડનું માપ છે અને

n̂ એ તે બિંદુ એ બહાર તરફના લંબની દિશામાંનો એકમ સદિશ છે.

27. વિદ્યુત ફ્લક્સની સમજૂતી આપો. તે વિદ્યુતક્ષેત્ર અને ક્ષેત્રફળ સિદેશનો અદિશ ગુણાકાર છે

તેમ દર્શાવો.

વિદ્યુત ફ્લક્સ: વિદ્યુતક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળની સપાટીમાંથી પસાર થતી

ક્ષેત્રરેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે.

ક્ષેત્રરેખાઓની આ સંખ્યા તે બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા (પ્રબળતા)નું માપ છે.

આથી જો આપણે, આપેલા બિંદુ એ વિદ્યુતક્ષેત્ર E ને લંબ એક ΔS ક્ષેત્રફળનો નાનો સમતલ ખંડ

મૂકીએ તો તેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા E ΔS ના સમપ્રમાણમાં છે.

ધારો કે આપણે ક્ષેત્રફળ ખંડને θ કોણે નમાવીએ છીએ. હવે, ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી

ક્ષેત્રરેખાઓની સંખ્યા ઓછી થશે.

ક્ષેત્રફળ ખંડનો E ને લંબ પ્રક્ષેપ ΔScosθ છે. આમ, ΔS માંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા

E ΔS cosθ છે

જ્યારે વિદ્યુતક્ષેત્ર ક્ષેત્રફળ સદિશને લંબ હોય ત્યારે θ = 90° થશે અને ક્ષેત્રરેખાઓ ΔS ને

સમાંતર (પૃષ્ઠને સમાંતર) હશે અને તેમાંથી પસાર થશે નહિ.

ક્ષેત્રફળ ખંડ ΔS માંથી પસાર થતા વિદ્યુત ફૂલક્સ (ΔΦ) ને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં

આવે છે.
ΔΦ = E . ΔS = E ΔS cosθ

વિદ્યુત ફ્લક્સએ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે. અહીં,

θ એ E અને ΔS વચ્ચેનો ખૂણો છે.

ΔΦ = E . ΔS = E ΔS cosθ ને બે રીતે લઈ શકાય .

(i) ΔΦ = E( ΔS cosθ) એટલે કે E ગુણ્યા ક્ષેત્રફળનો Ẻ ને લંબદિશામાંનો પ્રક્ષેપ ΔS cosθ

(ii) ΔΦ = (E cosθ) ΔS એટલે કે Ẻ નો ક્ષેત્રફળ ખંડને લંબદિશામાંનો ઘટક (E cosθ) ગુણ્યા

ક્ષેત્રફળ ખંડનું માન ΔS.

વિદ્યુત ફૂલક્સ એ અદિશ રાશિ છે. તેનો એકમ NC-2 m2 છે.

28. વિદ્યુત ફ્લક્સ ધન, ઋણ, શૂન્ય કયારે મળે તે જણાવો. કોઈ સપાટીમાંથી કુલ વિદ્યુત લક્સ

કેવી રીતે મેળવાય તે સમજાવો.


29. વિદ્યુત ડાયપોલ અને ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા આપીને સમજાવો.

વિદ્યુત ડાયપોલ: એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય સમાન મૂલ્યોના

વિદ્યુતભારોની જોડને વિદ્યુત ડાયપોલ કહે છે.

ધારો કે આ વિદ્યુતભારો +q અને —q છે તથા તેમની વચ્ચેનું અંતર 2a છે.

ડાઈપોલની દિશા: –q થી +q વિદ્યુતભારો તરફની દિશાને ડાયપોલની દિશા કહે છે.

-q અને +q ના સ્થાનો વચ્ચેના મધ્યબિંદુ ને ડાયપોલનું કેન્દ્ર કહે છે.

તંત્રની ડાયપોલ મૉમેન્ટ p નીચે મુજબ વ્યાખ્યાયિત કરાય છે.

P=qX2a

ડાયપોલ મૉમેન્ટનું મૂલ્ય p = q(2a)

આમ, ડાયપોલ મૉમેન્ટ એ સદિશ રાશિ છે અને તેની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર

તરફની લેવામાં આવે છે.

વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય (-q + q = 0) છે.


પરંતુ તેનું વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોતું નથી કારણ કે બંને વિદ્યુતભારોનાં સ્થાનો અલગ અલગ છે.

ડાયપોલ મોમેન્ટ p નો એકમ Cm (coulomb meter) છે.

30. વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ એ વિદ્યુતક્ષેત્રનું સૂત્ર મેળવો.


31. વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ એ વિદ્યુતક્ષેત્રનું સૂત્ર મેળવો.
32. વિદ્યુત ડાયપોલનું ભૌતિક મહત્ત્વ સમજાવો.

અધ્રુવીય અણુઓ: મોટાભાગના અણુઓ માટે ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું

કેન્દ્ર એક જ સ્થાને હોય છે. તેથી તેમની વિદ્યુત ડાયપોલ મૉમેન્ટ શૂન્ય છે. તેમને અધ્રુવીય

અણુઓ કહે છે.

દા.ત. CO2, અને CH4. આ પ્રકારના અણુઓને વિદ્યુતક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે તેમાં

ડાયપોલ મૉમેન્ટ ઉત્પન્ન થાય છે.

ધ્રુવીય અણુઓ: કેટલાક અણુઓમાં ધન અને ઋણ વિદ્યુતભારનાં કેન્દ્રો સંપાત થતા નથી તેમ

છતાં વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં પણ તેઓ વિદ્યુત ડાયપોલ મૉમેન્ટ ધરાવે છે . આવા અણુઓને

ધ્રુવીય અણુઓ કહે છે.

દા.ત. H2O, NaCl, HCl વગેરે .


33. સમાન વિધુતક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂંક સમજાવો.

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર

પાનાના સમતલમાં રહેલા

સમાન તીવ્રતા Ẻ વાળા બાહ્ય

વિદ્યુતક્ષેત્રમાં એક કાયમી વિદ્યુત

ડાયપોલ મૂકેલ છે. ડાયપોલની

ડાયપોલ મૉમેન્ટ p અને È

વચ્ચેનો કોણ ધારો કે θ છે .

ડાયપોલની પ્રતિકૃતિ તરીકે

આપણે 2a લંબાઇના એક હલકા

અને પાતળા સળિયાના છેડાઓ પર +q અને-q વિદ્યુતભારો મૂકેલા કલ્પીશું. ડાયપોલના કેન્દ્ર

પર યામપદ્ધતિનું ઉગમબિંદુ O છે.

+q વિદ્યુતભાર પર લાગતું બળ F_= q E અને

−q વિદ્યુતભાર પર લાગતું બળ F+ = -qE છે.

આ બળોનું પરિણામી બળ શૂન્ય હોવાથી ડાયપોલ રેખીય સંતુલનમાં છે.


આ બળો જુદા જુદા બિંદુ એ લાગે છે અને વિદ્યુતભારો વચ્ચે અંતર હોવાથી બળોની કાર્યરેખાઓ

જુદી જુદી છે. આથી ડાયપોલ પર ટૉર્ક લાગે છે.

ટૉર્કનું માન દરેક બળ F અને બળયુગ્મના ભુજ (બે પ્રતિસમાંતર બળો વચ્ચેનું લંબ અંતર) 2a

sinθ ના ગુણાકાર જેટલું છે.

ટૉર્ક = બળનું માન x બે બળો વચ્ચેનું લંબ અંતર

= qE x 2a sinθ

=2qaE sinθ

= pE sinθ ( p = 2qa)

=pxE

આ ટોર્ક ની દિશા પૃષ્ઠને લંબ અને બહારની દિશામાં છે. ટૉર્ક ડાયપોલને ક્ષેત્ર E ને સમાંતર

બનાવવાનો પ્રયત્ન કરે છે.

જેથી ટૉર્ક ને લીધે ડાયપોલનો ખૂણો θ ઘટે તે રીતે વિષમઘડી દિશામાં ભ્રમણ થાય છે.

જયારે ડાયપોલ વિદ્યુતક્ષેત્રની દિશામાં ગોઠવાય ત્યારે ટૉર્ક શૂન્ય થાય છે.

વિદ્યુતક્ષેત્રમાં ડાયપોલની આ સામાન્ય સ્થિતિ છે.


34. અસમાન વિદ્યુતક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂંક સમજાવો. સૂકા વાળમાં ઘસેલો કાંસકો શા માટે

કાગળના ટુકડાઓને આકર્ષે છે?

જો વિદ્યુતક્ષેત્ર સમાન ન હોય તો ટૉર્ક પરનું પરિણામી બળ શૂન્ય નહિ હોય. પરંતુ ડાઇપોલ

ક્ષેત્રને સમાંતર કે પ્રતિસમાંતર ના હોય તો તેના પર ટૉર્ક પણ લાગતું હોય છે.

આપણે ડાયપોલ ક્ષેત્રને સમાંતર કે પ્રતિસમાંતર હોય ત્યારની સ્થિતિમાં કુલ ટૉર્ક શૂન્ય થાય

ત્યારની સરળ પરિસ્થિતિ ધ્યાનમાં લઈએ તો વિદ્યુતક્ષેત્ર અસમાન હોવાથી કુલ બળ શૂન્ય

નથી.

આકૃતિ (a) માં દર્શાવ્યા પ્રમાણે વધતા ક્ષેત્રની દિશામાં ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય તો

ડાયપોલ પરનું પરિણામી બળ વધતા જતા ક્ષેત્રની દિશામાં લાગે છે.


આકૃતિ (b) માં દર્શાવ્યા પ્રમાણે વધતા ક્ષેત્રની દિશામાં ડાયપોલ ક્ષેત્રને પ્રતિસમાંતર હોય ત્યારે

ડાયપોલ પર પરિણામી બળ ઘટતા ક્ષેત્રની દિશામાં લાગે છે.

વ્યાપક રૂપે બળ એ p ના E ની સાપેક્ષે નમન (orientation) પર આધાર રાખે છે.

સૂકા વાળમાં ઘસેલો કાંસકો ઘર્ષણ વિદ્યુતથી વિદ્યુતભાર મેળવે છે. આવો વિદ્યુતભારિત કાંસકો

કાગળના ટુકડાનું ધ્રુવીભવન કરે છે એટલે કે કાગળના ટુકડામાં ડાયપોલ પ્રેરિત કરે છે , જે

વિદ્યુતક્ષેત્રની દિશામાં હોય છે. કાંસકાનું અસમાન વિદ્યુતક્ષેત્ર કાગળના ટુકડા પર પરિણામી બળ

લગાડે છે તેથી કાગળ કાંસકા તરફ આકર્ષાય છે.


35. વિદ્યુતભારોના સતત વિતરણની ઉદાહરણ દ્વારા સમજૂતી આપો.
36. રેખીય વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા સમજાવો.
37. અવકાશમાં સતત વિદ્યુતભાર વિતરણને લીધે ઉદભવતું વિદ્યુતક્ષેત્ર કેવી રીતે શોધી શકાય?
38. ગોળાના કેન્દ્ર પરના વિદ્યુતભારથી ગોળામાંથી પસાર થતું ફ્લક્સ મેળવી ગોસનો નિયમ

આપો.
39. આકૃતિમાંના +Q અને –Q વિદ્યુતભારો સાથેના જુદા જુદા પૃષ્ઠો સાથેના લક્સ જણાવો.

S1 પૃષ્ઠ સાથે સંકળાયેલ ફૂલક્સ Φ1 = + Q/ε0

S₂ સાથે સંકળાયેલ ફ્લક્સ Φ2= - Q/ε0

S3 સાથે સંકળાયેલ ફૂલક્સ Φ3 = 0

S4 સાથે સંકળાયેલ ફૂલક્સ Φ4 = 0


40. કોઈ પૃષ્ઠ વડે વિધુતભાર ઘેરાતો ના હોય તો બંધ પૃષ્ઠ વડે ઘેરાતું વિદ્યુત ફલક્સ શૂન્ય

હોય છે તેમ દર્શાવો.


41. આકૃતિમાં દર્શાવેલ પૃષ્ઠ સાથેનું વિદ્યુત ફૂલક્સ જણાવો.
42. ગૉસનો નિયમ લખીને તેના અગત્યના મુદ્દાઓ જણાવો.

ગૉસનો નિયમ : કોઈ બંધ પૃષ્ઠ (સપાટી) સાથે સંકળાયેલ વિદ્યુત ફૂલક્સ (Φ) એ પૃષ્ઠ વડે

ઘેરાયેલા કુલ વિદ્યુતભાર (q) અને ε0 ના ગુણોત્તર જેટલું હોય છે.

ગૉસના નિયમ અંગેના અગત્યના મુદ્દાઓ નીચે મુજબ છે :

(1) ગૉસનો નિયમ બંધ સપાટી માટેના કોઈ પણ આકાર કે પરિમાણ (size) માટે સત્ય છે.

(2) ગૉસના નિયમના સમીકરણમાં દર્શાવેલ જમણી બાજુનો વિદ્યુતભાર q એ સપાટી વડે

ઘેરાયેલા બધા વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારો સપાટીની અંદર ગમે તે

સ્થાને હોઈ શકે છે.

(3) ગૉસના નિયમના સમીકરણમાં ડાબી બાજુ આવતું વિદ્યુતક્ષેત્ર É એ વિદ્યુતભાર તંત્રના

વિદ્યુતભારો વડે ઉદ્ભવતું પરિણામી વિદ્યુતક્ષેત્ર છે પછી તે વિદ્યુતભારો સપાટીની અંદર હોય કે

બહાર બધા વિદ્યુતભારોને પરિણામી ક્ષેત્ર માટે ધ્યાનમાં લેવાના છે.

(4) ગૉસનો નિયમ લગાડવા આપણે જે સપાટી પસંદ કરીએ તેને ગૉસિયન સપાટી કહે છે . ગમે

તે ગૉસિયન સપાટી પસંદ કરી શકાય અને ગૉસનો નિયમ લગાડી શકાય.
(1) જયારે તંત્રને કંઈક સંમિતિ હોય છે ત્યારે ગૉસનો નિયમ વિદ્યુતક્ષેત્રની વધારે સરળતાથી

ગણતરી કરવા માટે ઉપયોગી છે. આવું ગૉસિયન સપાટીની યોગ્ય પસંદગી દ્વારા થઈ

શકે છે.

(2) ગૉસનો નિયમ એ કુલંબના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર છે. જો

ગૉસના નિયમનું ખંડન થતું હોય તો તે વ્યસ્ત વર્ગના નિયમથી કંઈક જુદું પડવાનું

સૂચવે છે.
43. અનંત લંબાઈના સુરેખ વિદ્યુતભારિત તારથી મળતા ક્ષેત્રનું સૂત્ર મેળવો.

આકૃતિ (a) માં દર્શાવ્યા મુજબ સમાન રેખીય

વિદ્યુતભાર ઘનતા (λ) ધરાવતા એક અનંત

લંબાઈના પાતળા સુરેખ તારનો વિચાર કરો.

દેખીતી રીતે તાર સંમિતિની અક્ષ છે.

ધારો કે આપણે થી P નો ત્રિજ્યા સદિશ લઈ તેને તારની આસપાસ ઘુમાવીએ તો આ રીતે

મળતા P, P', P" જેવા બિંદુ ઓએ વિદ્યુતક્ષેત્રનું માન સમાન છે.

તાર પરના કોઈ બિંદુ P પાસે ક્ષેત્ર શોધવા યાદચ્છિક રીતે લીધેલા ઊગમબિંદુ O ની બંને બાજુ

સમાન અંતરે રેખાખંડો P1 અને P2 ની જોડને ધ્યાનમાં લો.

આ જોડના બંને ક્ષેત્રોના ત્રિજયા સદિશને લંબ ઘટકો સમાન અને વિરુદ્ધ દિશાના હોવાથી

એકબીજાની અસરો નાબૂદ કરે છે આથી પરિણામી ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે.
આકૃતિ (b) માં દર્શાવ્યા મુજબ એક નળાકાર ગૉસિયન સપાટી

ધ્યાનમાં લેતાં,

(1) નળાકારની વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ :

(2) નળાકારની વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ:

(3) નળાકાર સાથે સંકળાતુ કુલ ફ્લક્સ:


જો (λ) ધન હોય તો E ની દિશા બહાર તરફ અને (λ) ઋણ હોય તો E ની દિશા અંદર તરફ

હોય છે.

44.વિદ્યુતભારિત અનંત સમતલથી ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું સૂત્ર મેળવો.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ પર વિદ્યુતભારની

પૃષ્ઠઘનતા (σ) છે. આપણે સમતલને લંબ x અક્ષ લઈશું. સંમિતિ પરથી વિદ્યુતક્ષેત્ર y અને z

દિશામાં નથી અને દરેક બિંદુ એ તેની દિશા x અક્ષને સમાંતર છે .

આડછેદનું ક્ષેત્રફળ A ધરાવતો લંબ સમાંતરબાજુ

ચતુષ્કલક (લંબઘન ) ગૉસિયન સપાટી તરીકે લો.

(ગૉસિયન સપાટી તરીકે નળાકાર પણ લઈ શકાય.)

આકૃતિ પરથી સ્પષ્ટ છે કે લંબઘનની માત્ર બે બાજુઓ 1 અને 2 વડે જ ફ્લક્સ મળી શકે છે.

બીજી સપાટીઓ વિદ્યુત- ક્ષેત્ર રેખાઓને સમાંતર છે તેથી તેની સાથે સંકળાતુ ફ્લક્સ શૂન્ય છે.

સપાટી-1 સાથે સંકળાતુ ફ્લક્સ:

સપાટી-2 સાથે સંકળાતુ ફ્લક્સ:

લંબઘન સાથે સંકળાતુ કુલ વિદ્યુત ફ્લક્સ:


જો σ ધન હોય તો Ẻ ની દિશા સમતલથી દૂર તરફ અને σ ઋણ હોય તો E ની દિશા સમતલ

તરફ હોય છે. E એ અંતર x પર આધારિત નથી.

45. વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચના બહારના અને અંદરના બિંદુ એ ક્ષેત્રની ચર્ચા કરો

અને તેના સૂત્રો મેળવો.

આકૃતિ (a) માં દર્શાવેલ R ત્રિજયાની પાતળી

વિદ્યુતભારિત ગોળાકાર કવચ (shell) પરની વિદ્યુતભાર

પૃષ્ઠઘનતા σ છે. કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર

ત્રિજયાવર્તી હોય છે. વિદ્યુતતંત્ર વડે કવચની અંદર અને

બહારના બિંદુ ઓએ વિદ્યુતક્ષેત્ર શોધવું છે

(a) કવચની બહારના બિંદુ એ ક્ષેત્ર :

કવચની બહારના અને ત્રિજ્યા સદિશ r ધરાવતા બિંદુ P પાસેનું વિદ્યુતક્ષેત્ર મેળવવા માટે r

ત્રિજયાના બિંદુ P માંથી પસાર થતા ગોળાને ગૉસિયન સપાટી તરીકે લો.

ગૉસિયન સપાટી પર P બિંદુ એ એક ds ક્ષેત્રફળનો પૃષ્ઠખંડ ધ્યાનમાં લો.

આ પૃષ્ઠખંડ સાથે સંકળાતુ વિદ્યુત ફ્લક્સ =


જો q > 0 હોય તો વિદ્યુતક્ષેત્ર બહારની તરફની દિશામાં અને q < 0 હોય તો વિદ્યુતક્ષેત્ર અંદર

તરફની દિશામાં હોય છે. આ ક્ષેત્ર વિદ્યુતભાર q ને કેન્દ્ર O પર મૂકવાથી મળતા વિદ્યુતક્ષેત્ર

જેટલું જ છે.

આમ, કવચની બહારના બિંદુ ઓ માટે સમાન રીતે વિદ્યુતભારિત કવચને લીધે મળતું ક્ષેત્ર, જાણે

કે કવચનો સમગ્ર વિદ્યુતભાર તેના પર કેન્દ્રિત થયો હોય ત્યારે મળતા ક્ષેત્ર જેટલું છે.

(b) કવચની અંદરના બિંદુ એ ક્ષેત્ર :

આકૃતિ (b) માં દર્શાવ્યા મુજબ કવચની અંદર બિંદુ P

લઈ, કવચના કેન્દ્ર પર જેનું કેન્દ્ર સંપાત થાય તેવો P

માંથી પસાર થતો ગોળો ગૉસિયન પૃષ્ઠ તરીકે લો. હવે r

ત્રિજ્યાની

ગોળાકાર ગૉસિયન સપાટી સાથે સંકળાતુ ફ્લક્સ


આમ, સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચને લીધે કવચની અંદરના બધા

બિંદુ ઓએ વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.

You might also like