Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 6

1.

મંદિરીયું સુનું રે ઓ શિવજી તારા વિના

અંતરરિયું તરસે રે...ઓ.શિવજી તારા વીના

મારું કે સર ભીનું ચંદન રે પ્રભુજી તારી વાટ જુએ

જોજે આવતા મોડું(2) થાય ના રે ચંદન મારુ સુકાય જાય

મંદીર્યું સુનું રે.

મારી ફૂ લડાં કે રી માળા રે પ્રભુજી તારી વાટ જુએ..જોજે આવતા મોડું(2) થાય ના રે ફૂ લો મારા કરમાય જાય

મંદિરિયું સુનું રે...

મારો ભાવ ભીનો પ્રસાદ રે પ્રભુજી તારી વાટ જુએ

જોજે આવતા મોડું(2) થાય ના રે પ્રસાદ મારો ઠંડો થઇ જાય

મંદિરીયું સુનું રે...

અંતરીયું સુનું રે...

2. એવી છે કુ દરતની કળા, અણધાર્યું તે આગળ થાય

રાજા દશરથે એના મનમાં વિચાર્યું,

વ્હે લી સવારે રામને ગાદીએ બેસાડું,

વ્હે લી સવારે રામ વનવાસ જાય... અણધાર્યું તે આગળ થાય

રાજા અભિમન્યુએ મનમાં વિચાર્યું,

સાતે કોઠા મારે જીતી લેવા છે,

સાતમે કોઠે વહાલો રણમાં રોળાય... અણધાર્યું તે આગળ થાય

રાજા રાવણ તો અતિ મહા બળિયો,

સીતા માતાનું હરણ કરી ગયો,

સોનેરી લંકામાં લાગી છે લહાય... અણધાર્યું તે આગળ થાય

3.
માનવ તું વિચારી લે તારા રામ ને ભજી લે સીતા રામ ને ભજી લે…

જનમ જનમ ના બંધન તારા પલ માં તૂટી જશે… માનવ તું વિચારી લે તારા રામ ને ભજી લે…

સ્વાર્થ ભર્યાં સંસાર માં તું અટવાઈ જાશે, માયા ની મહે ફિલમાં તું અટવાઈ જશે

રાજા રંક ભિખારી એ તો પલ માં રવાના થાશે


માનવ તું…

જીવન ની તારી આશા પલ માં તૂટી જાશે…હરિ ભજનમાં રેહશે તો ભવસાગર તરી જાશે

મનાવ તું..

ખિલેલી તારી કાયા પલ માં કરમાઇ જાશ,ચાર દિવસ ની જિંદગી તો કાલે પુરી થશે

આ કાયા ની રાખ એ તો પલ ઉડી જાશે..

માનવ તું...

4.

બંધાય છે વ્હાલો મારો શ્રધ્ધા ને તાંતણે બંધાય છે (2)

શ્રધ્ધા ની સાંકળે મીરા બાઈ એ બાંધ્યો વ્હાલો મારો

ઝેર ને અમૃત કરી જાય છે... વાલો મારો… શ્રધ્ધા ને તાંતણે

નરસૈયાએ બાંધ્યો વ્હાલો મારો હૂંડી સ્વીકારી રાજી થાય છે... વાલો મારો..

શ્રધ્ધા ને તાંતણે દ્રૌપદી એ બાંધ્યો વ્હાલો મારો ચીર પૂરી રાજી થાય છે...વાલો મારો...

શ્રધ્ધા ને તાંતણે ધ્રુવજી એ બાંધ્યો વ્હાલો મારો અવિચળ પદવી આપી જાય છે... વાલો મારો...

શ્રધ્ધા ને તાંતણે નંદબાવા એ બાંધ્યો વ્હાલો મારો ગાયો ચરાવવા જાય છે... વાલો મારો…

શ્રધ્ધા ને તાંતણે યશોદાજી એ બાંધ્યો વ્હાલો મારો ખોળામાં બેસી માખણ ખાય છે…બંધાય છે વાલો મારો…

5.
મને મુશ્કે લી જયારે પડે ત્યારે તને યાદ કરું

અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું

મને મુશ્કે લી જયારે પડે ત્યારે તને યાદ કરું(2)

મૂડી હોય જયારે બે પૈસાની

બની જાઉં હું ત્યારે બહુ અભિમાની

જયારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું(2

મને મુશ્કે લી જયારે પડે ત્યારે તને યાદ કરું

અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું...

સાથે હોય જયારે બે સંગાથી

ગજ-ગજ ફૂ લે ત્યારે મારી છાતી

જ્યારે એકલડા રોવુ પડે ત્યારે તને યાદ કરું


મને મુશ્કે લી...

યૌવન જ્યારે અંગ માં છલકે (2)

પાપો કરતા કદી મુખડું મલકે (2)

જ્યારે કાયા માં કીડા પડે તત્યારે તને યાદ કરું

મને મુશ્કે લી જ્યારે પડે ત્યારે તને યાદ કરું અને સુખ માં હું વિસરૂ તને દુઃખ માં હું યાદ કરું…

6.
મને મુશ્કે લી જયારે પડે ત્યારે તને યાદ કરું

અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું

મને મુશ્કે લી જયારે પડે ત્યારે તને યાદ કરું

અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું

મૂડી હોય જયારે બે પૈસાની

બની જાઉં હું ત્યારે બહુ અભિમાની

મૂડી હોય જયારે બે પૈસાની

બની જાઉં હું ત્યારે બહુ અભિમાની

જયારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું

જયારે ખાવાના સાંસા પડે ત્યારે તને યાદ કરું

મને મુશ્કે લી જયારે પડે ત્યારે તને યાદ કરું

અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું...

સાથે હોય જયારે બે સંગાથી

ગજ-ગજ ફૂ લે ત્યારે મારી છાતી

સાથે હોય જયારે બે સંગાથી

ગજ-ગજ ફૂ લે ત્યારે મારી છાતી...

જયારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું

જયારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું

મને મુશ્કે લી જયારે પડે ત્યારે તને યાદ કરું

અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું

યૌવન જયારે હવે અંગમાં છલકે

પાપો કરતાં કદી મુખડું મલકે


યૌવન જયારે હવે અંગમાં છલકે

પાપો કરતાં કદી મુખડું મલકે

જયારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું

જયારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું

મને મુશ્કે લી જયારે પડે ત્યારે તને યાદ કરું

અને સુખમાં હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું

દુઃખમાં હું યાદ કરું

દુઃખ...

6.
પુષ્પ બની પ્રભુ તારા બાગ માં ખીલીશુ સૈનિક બની તારા કામો કરીશું

નાના છીએ છતાં નથિ ડરવાના,અગ્નિ ના સ્તંભ ને બાથ ભરવાના

પ્રહલાદ ની જેમ અમે પ્રભુના થઈશું સૈનિક બની તારા કામો કરીશું

પુષ્પ બની…

અભિમન્યુ બની અમે બીડું ઝીલનારા કૌરવ સામે સદા યુદ્ધ કરનારા

અંતરના અભિમાન પ્રભુના થઈ શું સૈનિક બની તારા કામો કરીશું

માનવ બનાવ્યા અમને કામ એના કરવા પર્વત ઓળંગવા પગલા રે ભરવા

વિચારો પ્રભુ તારા વિશ્વને દઈશું સૈનિક બની તારા કામો કરીશું પુષ્પ બની..

ઋષિઓની રાહ પર જીવન વિતાવું ભક્તિના મોગરે જીવન ખીલાવું

પાંડુરંગ પ્રેમ સદા લૂંટવા રહે શું સૈનિક બની તારા કામો કરીશું

પુષ્પ બની…

7.
મારા ચિતડાનો અલબેલો ચોર હો નંદજીનો કામણગારો કાન

યશોદાએ લાડ એને લડાવી લડાવી કાળા કાળા કાન ને દીધો છે ચઢાવી

તેથી દે ખાડે સઘળે એનું જોર હો નંદજીનો કામણગારો કાનો (૨)

યમુના ને તીરે તીરે ગાયોને ચરાવી માથે મુકુ ટ મોર પીછાનો ધરાવી

જાણે વનનો કરાયેલો મોર હો નંદજીનો કામણગારો કાન હો નંદ જી નો..

બંસીના સુર મીઠા મધુરા વગાડી વગાડી.. સઘળા જીવો કે રી મોહિની લગાડી

વ્હાલો માયાવી વ્રજનો કિશોર ..હો નંદજીનો કામણગારો કાન હો નંદજીનો કામણગારો કાન..
પ્રેમીઓની લીલાને જાણવા નથી દે તો ભીતરનો ભેદ કાળો કોઈને

નથી કે તો કે વો દુનિયાનો નાથ છે ચકોર હો નંદજીના કામણગારો કાન(૨)

મારા ચિતડાનો.....

8.

ભોળા રે તમેં ભોળવાઈ ગયા (2)

ભોળવાઈ ગયા તમે છેતરાઈ ગયા

ભોળા રે...

બ્રહ્માસ્ત્ર હતું તે બ્રહ્મા એ લીધું

સ્વર્ગ હતું તે વિષ્ણુ એ લીધું

તમને દીધા છે પેલા કૈ લાશ ના ડુંગરા

ભોળા રે તમે છેતરાઈ ગયા..

ધોળા વસ્ત્રો તે બ્રહ્મા એ લીધા

પીળા પીતાંબર વિષ્ણુ એ લીધા

તમને દીધા છે પેલા વાઘ ના ચામડા

ભોળા રે...

દૂધ હતું તે બ્રહ્મા એ લીધું

અમૃત હતું તે વિષ્ણુ એ લીધુ

તમને દીધા છે પેલા ઝેર ના કટોરા

ભોળા રે તમે ભોળવાઇ ગયા..

9.
સોનાનું મંદિર બંધાવું મહાદે વ આવો અમારા બાગ માં

અમારા બાગ માં તુલસી નો છોડ છે

તુલસીના પાંદડા ચઢાવુ મહાદે વ આવો અમારા બાગ માં

સોનાનું મંદિર…

અમારા બાગ માં ગુલાબ નો છોડ છે.. ગુલાબ ના ફૂ લડા ચઢવું મહાદે વ આવો અમારા બાગમાં

સોનાનું મન્દિર…

અમારા બાગ માં મોગરા નો છોડ છે મોગરા ના ફૂ લડાં ચઢવું મહાદે વ.. આવો અમારા બાગ માં
સોના નું...

અમારા બાગ માં ચંપા નો છોડ છે.. ચંપા ના ફૂ લડાં ચઢાવું મહાદે વ આવો અમરા બાગ માં..

સોનાનું મન્દિર...

અમારા બાંગમાં બીલીનો છોડ છે..

બીલીના પાંદડા ચઢાવું મહાદે વ આવો અમારાં બાગ માં

સોનાનું મંદિર બંધાવું....

10.
નંદલાલાને માતા યશોદાજી સાંભરે

મમતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુ ળમાં…નંદલાલાને

હીરા માણેકના મુગુટ ધરાય છે,

મોરપીંછ પાઘ મારી રહી ગઈ ગોકુ ળમાં…….નંદલાલાને

તબલા સારંગીના સૂર સંભળાય છે,

નાનકડી બંસી મારી રહી ગઈ ગોકુ ળમાં … નંદલાલાને

છપ્પન ભોગના થાળ ધરાય છે,

માખણ ને મીસરી મારી રહી ગઈ ગોકુ ળમાં … નંદલાલાને

રાણી પટરાણી અહીં મહે લે સોહાય છે,

ગોપીઓ ને રાધા મારી રહી ગઈ ગોકુ ળમાં … નંદલાલાને

રાધાજીને એટલું કહે જો ઓધવજી

અમીભરી આંખ્યું મારી રહી ગઈ ગોકુ ળમાં ….. નંદલાલાને

You might also like