Download as docx, pdf, or txt
Download as docx, pdf, or txt
You are on page 1of 6

.. ભાડા કરાર ..

ગાંધીનગરના _____ ખાતે આવેલ ______ ના

___ નંબરની મિલકતનો ભાડા કરાર


ભાડા કરાર

ભાડે આપનાર : - Name

ઉ: પુખ્ત

Address.

ભાડે રાખનાર:- ______ ના ભાગીદાર

________ પટે લ

Address

જત અમો ભાડે આપનાર તે તમો ભાડે રાખનાર ને આ ભાડા કરાર કરી આપી જાહેર

કરીએ છીએ કે

જત અમો ભાડે આપનાર કબજા માલિકીની ભોગવટાની સ્વતંત્ર માલિકી મિલકત

____________ખાતે આવેલ છે. જે સદર હું મિલકત એ તમો ભાડે રાખનાર ને તા: 1/8/2020

ના રોજ થી 11 માસ સુધી ભાડા કરાર થી ભાડેથી આપેલ છે. જેની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.
શરતો

1. સદર મિલકત તમો ભાડે રાખનાર ને તા: 1/8/2020 ના

રોજ થી 11 માસ સુધી ભાડે આપેલ છે, સદર ભાડા કરાર ની સમય

મર્યાદા તેજ તારીખ થી શરૂ થયેલ ગણાશે.

2. સદર મિલકત તમોને માસિક ભાડુ રૂપિયા 8000/- અંકે રૂપિયા આઠ હજાર મા નક્કી

કરેલ છે. સદર હું મિલકત નું માસિક ભાડુ દર અંગ્રેજી માસની 1 થી 10 તારીખ સુધીમાં નિયમિત

પણે ચૂકવી આપવા નું રહેશે.

3. સદર હું મિલકત તમો ભાડે રાખનાર ને ભાડે આપતા સમયે તમો ભાડે રાખનાર

અમો ભાડે આપનાર ને રૂપિયા 8000/- ડિપોઝિટ પેટે અને એડવાન્સ માં એક ભાડું રૂપિયા

8000/- ચૂકવી આપેલ છે. જે સદર હું ભાડા કરાર ની સમય મર્યાદા પૂર્ણ થયેલી સદર હું મિલકત

નો કબજો જે તે સ્થિતિ પરત સુપ્રત કર્યેથી સદર હું મિલકતના ડિપોઝિટ અને એડવાન્સ ની રકમ

વગર વ્યાજે તમો ભાડે રાખનાર ને પરત કરવા હકદાર છીએ.

4. સદર હું મિલકત મા આવતા લાઇટ બીલ તમો ભાડે રાખનારે ભરપાઈ કરવાના

રહેશે. તેમજ તમો ભાડે રાખનાર અન્ય કોઈ કનેક્શન મેળવે તો સદર હું મિલકત મા આવતા તેવા

ભાડા પણ તમો ભાડે રાખનારે તમારા ખર્ચે અને જોખમે ભરપાઈ કરવાના રહેશે.
5. સદર હું મિલકત તમોને ફક્ત ________ ના હેતુસર જ ભાડેથી આપેલ હોઈ જેથી

મિલકત મા અન્ય કોઈ જ વેપાર ધંધો કે કોઈ જ અન્ય ગેરકાનૂની પ્રવૃતિઓ કે કોઈજ

ગેરકાયદેસરનો વેપાર ધંધો કરવાનો રહેશે નહી.

6. સદર હું મિલકત મા કોઈપણ જાતના જલદ પદાર્થો કે કોઈ જ સ્ફોટક પદાર્થો નો

ઉપયોગ કરવાનો રહેશે નહી.

7. સદર હું મિલકત તમોને ફક્ત માસિક ભાડા કરાર થી ભાડેથી આપેલ છે જેથી સદર

હું મિલકત તમો ભાડે રાખનારે કોઈ પણ વ્યક્તિ કે ઈસમ ને ભાડે પેટા ભાડૂઆત તરીકે આપવા

હકદાર રહેશો નહી. તેમજ જો આવું કોઈ કૃત્ય ભાડા કરાર ની સમય મર્યાદામાં જણાઈ આવશે તો

સદર હું મિલકત તમોને તાત્કાલિક ધોરણે ખાલી કરાવવા હકદાર રહીશું.

8. સદર હું મિલકત મા આજુબાજુના રહીશો ને કોઈ જ પ્રકાર ની મુશ્કેલી તકલીફ થાય

તેવું કોઈ જ કૃત્ય કરવાનું રહેશે નહી.

9. સદર હું મિલકત ના ભાડા કરાર ની સમય મર્યાદા પૂર્ણ થયેથી સદર હું મિલકત જે

તે કન્ડિશન મા પરત સુપ્રત કરવાની રહેશે.

10. સદર હું મિલકત જો આપણે બન્ને તરફવાળાઓની ની અંદરો અંદર સમજૂતી મુજબ

વધુ સમય માટે ભાડે આપવાનું નક્કી કરવામાં આવે તો સદર હું મિલકત ના ભાડાની રકમ 10

ટકાનો વધારો કરવાનો રહેશે.

11. સદર હું મિલકત સંજોગોવસાત અધવચ્ચે ખાલી કરવાની થાય અથવા ખાલી

કરાવવાની થાય તો સદર હું બંને પક્ષકારોએ એકબીજાને એકમાસ અગાઉ લેખિત યા મૌખિક રીતે

જાણ કરવાની રહેશે.


12. સદર હું મિલકત માં કોઈપણ જાતના સુધારા વધારા કે તેના રંગરોગાન મા કોઈજ

પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહી. તેમજ જો કરવા જરૂરી જણાય તો ભાડે આપનારની પૂર્વે

સમંતિ મેળવી પછીજ તેવા સુધારા વધારા કરી શકાશે.

આમ ઉક્ત મિલકત નો ભાડા કરાર અમો બન્ને પક્ષકારોએ સમજી, વિચારી કોઈપણ જાતના દાબ

દબાણમાં આવ્યા સિવાય, બિન કેફીણમાં અને સભાન અવસ્થામાં તેમજ મુક્ત મને કરેલ છે જે અમો બન્ને

પક્ષકારો ના વંશ, વાલી વારસો ઇત્યાદિ તમામને કબૂલ મંજૂર છે અને રહેશે. જે સહી.

તારીખ ૩૦ મી જૂન 2020 ના રોજ ગાંધીનગર મધ્યે આજરોજ

ભાડે આપનાર ની સહી ભાડે રાખનાર ની સહી

સાક્ષી ની સહી.
2

સાક્ષી ની સહી.

You might also like