Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 22

મકરસંક્રાંતિ આ

વર્ષે ૧૫ જાન્યુઆરી
એ શા માટે??

જ્યોતિષાચાર્ય
રોહિત જીવાણી 94264
71470
આગામી તારીખ ૧૪ જાન્યુઆરી,૨૦૧૯
ને સોમવાર ના રોજ ઉત્સવો અને દાન
ધર્મનું પર્વ મકરસંક્રાંતિ આવી
રહ્યું છે. સૂર્ય મહારાજના મકર
રાશિના પ્રવેશ ને આપણે ઉત્તરાયણ
એટલે કે મકરસંક્રાંતિ તરીકે
ઉજવીએ છીએ. આ વર્ષે સૂર્ય મહારાજ
દિવસ આથમી જાય પછી સાંજે ૭.૫૦ મકર
રાશિ માં પ્રવેશ કરે છે.
આથી સંક્રાંતિનો પુણ્યકાળ ૧૫ જાન્યુઆરીના
સૂર્યોદયથી સૂર્યાસ્ત નો રહેશે. આમ આ વર્ષે ૧૪
અને ૧૫ બંને તારીખે મકરસંક્રાંતિ ઉજવવામાં
આવશે.દાન ધર્મ માટેનો શ્રેષ્ઠ સમય ૧૫ તારીખે
સૂર્યોદયથી સૂર્યાસ્ત રહેશે. મકરસંક્રાંતિ
વખતે અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિ આવી રહી છે
સિદ્ધ યોગ છે, સંક્રાંતિ પર સર્વાર્થસિદ્ધિ યોગ
પણ બને છે.
મકરસંક્રાંતિ કુંડળીમાં ગુરુ અને મંગળ નો
પરિવર્તન યોગ રચાય છે, જે સારી નિશાની બતાવે
છે પરંતુ સૂર્ય મહારાજના મકરમાં પ્રવેશ
સાથે જ કેતુ સાથે તેમના ગ્રહણયોગ ની શરૂઆત
થશે, જે મધ્યમ પરિણામ આપનાર બને છે. આ વખતે
સંક્રાંતિનું આગમન દક્ષિણ દિશામાંથી છે
તેનું ગમન ઉત્તર તરફ છે અને પશ્ચિમ દિશામાં
તેનું મુખ છે, દ્રષ્ટિ ઇશાન તરફ છે
સંક્રાંતિ નું વાહન સિંહ છે તથા ઉપ વાહન હાથી
છે
સંક્રાંતિએ સફેદ વસ્ત્ર ધારણ કર્યું છે,
અને કસ્તુરીનું તિલક છે અને અનાજનું ભક્ષણ
કરે છે. સંક્રાંતિ સોના ના પાત્રમાં ભોજન
કરે છે અને બેઠેલી દશામાં છે. સંક્રાંતિ ની
કુંડળી માં રાહુ-કેતુનો પ્રભાવ જોવા મળે છે
માટે આગામી વર્ષમાં કળિયુગ નો વધુને વધુ
પ્રભાવ પડતો જોવા મળે. લોકો ભૌતિક સુખ પાછળ
વધુ ને વધુ દોડતા જોવા મળે. વળી સારા લોકોને
વધુ શોષવાનું આવે. સંક્રાંતિનું
ઊંડાણપૂર્વક અધ્યયન કરીએ તો આ વર્ષ મધ્યમ
ઉપરાંતનું ગણી શકાય.
બે દેશો વચ્ચે ખટરાગ થતો જોવા મળે,
મહાસત્તા ઓ તેમની નીતિ ઓ ધરમૂળ થી બદલતી
જોવા મળે. બે દેશો વચ્ચે ઘર્ષણ વધતું જોવા
મળે. આતંકી ઘટના ઓ નો સિલસિલો ચાલુ રહેતો
જોવા મળે. વિશ્વ ના અનેક દેશો આતંકી
ગતિવિધિ થી પરેશાન જોવા મળે. ભારત ની વાત
કરીએ તો ભારત ના ઈશાન ભાગ ઈશાન ના રાજ્યો
માં માં તકલીફ અને સંહાર જોવા મળે, અશાંતિ
જોવા મળે
ઉત્તર ના ભાગ માં પણ અશાંતિ ને રાજકીય
પરિવર્તન દેખાય.પાડોશી દેશ પાકિસ્તાન ની
વાત કરીએ તો હજુ પણ તેને આંતરિક પરેશાની
અને આર્થિક પરેશાની ભોગવવી પડે. ચીન તેની
વિસ્તારવાદી નીતિ ઓ ને અમલ માં મુકવા
પ્રયત્ન કરે અને ભારત સાથે હજુ સારા સબંધ
દૂર ની વાત ગણી શકાય. શ્રીલંકા માં પણ
રાજકીય સ્થિરતા આવતા સમય લાગશે
બાંગ્લાદેશ જેવા દેશો બીજા દેશ ની
કઠપૂતળીની જેમ વર્તન કરતા જોવા મળે.
૨૦૧૯ માં અમેરિકા માં લોકો માં રોષ જોવા
મળે તથા સત્તાધારી પક્ષ સામે ખુબ વિરોધ
થાય અને તેની નીતિઓ ની કરી ટીકા થતી જોવા
મળે. જો કે આ વર્ષ માં ભારત વધુ ને વધુ
પ્રગતિ કરતું જોવા મળશે અને વિજ્ઞાન અને
સંશોધન ક્ષેત્રે પણ ઘણા સીમાચિહ્નો
સ્થાપશે પરંતુ આ વર્ષે હજુ પણ આર્થિક મંદી
સરકાર માટે મોટો પ્રશ્ન બની રહેશે વળી
બેરોજગારી નો પ્રશ્ન વધુ વિકટ થતો જોવા
મળે.
સૂર્ય કેતુ નો ગ્રહણ યોગ ગ્લોબલ વૉર્મિંગ અને
પ્રદુષણ ના પ્રશ્નો આગામી વર્ષે વધુ વકરશે તે
સૂચવી રહ્યા છે. અગાઉ કહ્યું તેમ
મકરસંક્રાંતિ પર દાન ધર્મ નો વિશેષ મહિમા છે
વળી આ વખતે ૧૫ જાન્યુઆરી ના પુણ્યકાળ ધરાવતી
મકરસંક્રાંતિ હોય વિશેષ મહત્વ ધરાવે છે. કઈ
રાશિ ના મિત્રો એ શું દાન કરવું એ અત્રે જણાવું
છું
જ્યોતિષાચાર્ય શ્રી રોહિત
જીવાણી 94264 71470
સંક્રાંતિનો પુણ્યકાળ ૧૫ જાન્યુઆરીના
સૂર્યોદયથી સૂર્યાસ્ત

મેષ (અ,લ,ઈ) : મેષ રાશિ ના જાતકો એ લાલ


વસ્ત્ર,ગાયનું ઘી ,શેરડ
ી,ગોળ,સુવર્ણ,મસૂર,કાળાતલ,સાબુદાણા ,સુખડી
નું દાન કરવું.
વૃષભ (બ,વ,ઉ) : વૃષભ રાશિ ના જાતકો એ
ક્રીમ,સફેદ કે ચળકતું વસ્ત્ર, શેરડી, દહી
ં,બદામ, તાજા ફળ, ચાંદી, સફેદ
તલ,વાલ,અખરોટ,ચંદન-સુખડનું દાન કરવું.
મિથુન (ક,છ,ઘ) : મિથુન રાશિના જાતકોએ લીલું
વસ્ત્ર,મગ,ઘાસચારો, શાકભાજી,શેરડી,કાળા
તલ,ફટકડી,તાંબા ના વાસણ,મહેંદી,બદામ નું દાન
કરવું.
કર્ક (ડ,હ) : કર્ક રાશિના જાતકો એ સફેદ કે
ક્રીમ વસ્ત્ર,ચાંદી ,ચાંદી ના વાસણ,આમળ
ા,કાજુ,તાજા ફળ,મોતી, મોતીના આભૂષણ,
દૂધ,દહીં,ઘી સફેદ તલ,ચોખા નું દાન કરવું.
સિંહ (મ,ટ) : સિંહ રાશિના જાતકોએ તાજા ફળ,
નારંગી વસ્ત્ર,સુવર્ણ, મકાઈ, મરચા, ,ઘઉ
ં,સુખડી,ગોળ,શેરડી સફેદ તલ,સૂર્ય પ્રતિમા
નું દાન કરવું.
કન્યા (પ ,ઠ ,ણ ) : કન્યા રાશિના જાતકોએ લીલું
વસ્ત્ર,મગ,ઘાસચારો, શાકભાજી,શેરડી,કાળા
તલ,ફટકડી,તાંબા ના વાસણ,મહેંદી,બદામ,ચણોઠીનું દાન
કરવું.
તુલા (ર,ત) : તુલા રાશિ ના જાતકો એ ક્રીમ,સફેદ
કે ચળકતું વસ્ત્ર, શેરડી, દહીં,બદામ ફળ,
ચાંદી, સફેદ તલ,વાલ,અખરોટ ચંદન-સુખડ,હીરા નું
દાન કરવું.
વૃશ્ચિક (ન ,ય ) : વૃશ્ચિક રાશિના જાતકો એ
લાલ વસ્ત્ર,ગાયનું ઘી,શેરડી,ગોળ,સુવર્ણ
,મસૂર,કાળાતલ,સાબુદાણા ,સુખડી નું દાન
કરવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : ધન રાશિના જાતકો એ પીળું
વસ્ત્ર,સુવર્ણ, વિદ્યાર્થી ને નોટબૂક
પુસ્તકો, પપૈયું, બદામ,શેરડી,ચણા,ચણાની
વસ્તુઓ, તાજા ફળ,શ્રીફળ,દેવની પ્રતિમા,તુલસી
માલાનું દાન કરવું.
મકર (ખ ,જ ) : મકર રાશિના જાતકોએ કાળું
વસ્ત્ર,કાળા તલ,અડદ,સ્ટીલના વાસણ,કાળી
દ્રાક્ષ, પગરખાં, ધાબળો, મહેંદી, તલ નું
તેલ,ફાનસ નું દાન કરવું.
કુંભ (ગ ,સ,શ ) : કુમ્ભ રાશિ ના જાતકોએ
કાળું વસ્ત્ર,કાળા તલ,અડદ,સ્ટીલના
વાસણ,કાળી દ્રાક્ષ, પગરખાં,ધાબળો, મહેંદી,
તલ નું તેલ, પથારી નું દાન કરવું.
મીન (દ ,ચ ,ઝ ,થ) : મીન રાશિના જાતકો એ
પીળું વસ્ત્ર,સુવર્ણ, વિદ્યાર્થી ને
નોટબૂક પુસ્તકો, પપૈયું, બદામ,શેરડ
ી,ચણા, ચણાની વસ્તુઓ, તાજા
ફળ,શ્રીફળ,દેવ ની પ્રતિમા ,ધાર્મિક
પુસ્તકનું દાન કરવું
જ્યોતિષાચાર્ય શ્રી રોહિત જીવાણી 94264
71470
Subscribe our channel to watch astrology and vastu videos

You might also like