Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 37

KABIR PRODUCTIONS

PRESENTS

EK RAAJA
EK RAANI
INTRODUCTION

Kabir Productions is A well known name in the Entertainment


Industry.
Kabir Productions is associated with many Gujarat Plays.

Kabir Production has Produced well known Gujarati TV show


SAAVAJ – Ek Prem Garjna. The Longest Running Gujarati Daily
Serial. 1056 Episodes Completed.
EK RAAJA… EK RAANI.
CONCEPT

માતા-પિતા અને દીકરીઓ વચ્ચે સંબંધોના


સમીકરણમાં થતાં બદલાવ અને બદલાતા
આકારનું કથાનક...
STORY
વલસાડ પાસેનું એક નાનકડું ગામ.. ઉદવાડા. કેરીઓથી મહેંકતા આ ગામમાં સંજીવની નામ ની નમણી યુવતીની કથા પણ
મહેંકી રહી છે..નારીમાંથી નારાયણી બનવાની તમામ ક્ષમતાઓ ધરાવતી સંજીવનીનું જીવન વિધિના વિવિધ લેખથી
લખાયેલું છે. ક્યારેક તે ભાગ્યની સાથે રમે છે તો ક્યારેક ભાગ્ય તેની સાથે રમે છે. મજાની વાત એ છે કે
ભાગ્ય સંજીવની થી જીતવા માટે છેલ્લામાં છેલ્લા દાવ અજમાવે છે પરંતુ સંજીવની જ વિજેતા બનીને બહાર આવે
છે. તેના જીવનની સૌથી મોટી કસોટી ત્યારે થાય છે જયારે સંજીવની, અજાણતા તે આઈપીએસ ઓફીસર, રણજીત તરફ
આકર્ષાય છે જેનું માગુ તેની મોટો બહેન- સ્વરા માટે છે. એ પોતાનું મન વાળી લે છે, પણ સંજોગો એવા તાણાવાણા
ગુંથે છે કે એણે રણજીત સાથે જ લગ્ન કરવા પડે છે અને એ વિવાહ પણ એ સત્ય છુપાવીને કે એ સગીર વયની છે અને
રણજીત કરતાં 10 વર્ષ નાની છે...પરંતુ કિસ્મતના આ કારનામાને પણ સંજીવનીનું સજીવ મન એક અદભુત કામયાબી
સુધી લઇ જાય છે.

સંજીવની મધ્યમ વર્ગીય પરિવારની સૌથી નાની દીકરી છે અને સ્વાભાવિકપણે લાડકી પણ છે. એના પિતા અનુપમ
પટેલ એક નાનકડી દુકાન ચલાવે છે જેનાથી એ કુટુંબનું માંડમાંડ ભરણ પોષણ કરી શકે છે, પણ પોતાને ખાનદાની
માને છે પરંતુ એ પોતાની દીકરીઓની ખુશી માટે બધું કરી છૂટે એમ છે. સંજીવનીની માતા ગૃહિણી છે. સંજીવની
પિતાને ખબર ન પડે એ રીતે ભરતકામ કરીને આવક ઉભી કરી રહી છે જેની ખબર ઘરમાં ફક્ત સંજીવનીના જીજાજી
વિશ્વાસ, જે સંજીવનીની સૌથી મોટી બહેન સંજરીના પતિને છે. વિશ્વાસ બેંકમાં કલર્ક છે અને વિશ્વાસ
પોતાના પરિચયમાં આવતા લોકો પાસેથી સંજીવનીને કામ અપાવે છે. વિશ્વાસ અને સંજીવની વચ્ચે સારો મનમેળ
છે. સંજીવનીની બીજી મોટી બહેન એટલે કે અનુપમની વચેટ દીકરી સ્વરા ભણવામાં હોશિયાર છે.
STORY
અનુપમ મધ્યમવર્ગીય છે અને ઘરમાં એક સાંધો ને તેર તૂટે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. સ્વરા
ભણવામાં વ્યસ્ત હોય છે. મોટી દીકરી અને જમાઈ સાથે જ રહે છે, જમાઈ નોકરી કરે છે. સંજીવની ઘરે ખબર
ન પડે એ રીતે પોતાનો નાનો વ્યવસાય કરતી હોય છે તેની એક મિત્ર સાથે મળીને. એ કારણે એ ઘણા લોકોના
સંપર્કમાં આવતી હોય છે. ઠાકુર પરિવાર ગામનો પ્રતિષ્ઠિત પરિવાર છે. ગામમાં એમનો દબદબો છે.
ઠાકુર કડક છે, એ પોતે સર્વે સર્વાં હોવાનું માને છે. ગામમાં પંચાયતમાં પણ એ છે અને પોતાનું કામ
કઢાવતા આવડે છે.
વાસંતી કુંડળીમાં માને છે પણ શિવાજી ને એમા વિશ્વાસ નથી. અને રણજીત પણ વિશ્વાસ રાખતો ન હોવાથી
કોઈ કુંડળી મેળવવામાં નથી આવતી. બાકી સૌથી નાનો દીકરો સુજીત એમના મત પ્રમાણે વંઠેલ છે જ્યારે
મોટો દીકરો અજીત પરિપકવ છે એની વહુ પોતાને સમય અને સંજોગો પ્રમાણે તરત બદલી પોતાનું કામ
કઢાવી લેવામાં નિપુણ છે.
અગાઉ બડાઈ મારવાની આદતને કારણે અનુપમ એક દિવસ આખા ગામ સામે એવી ઘોષણા કરી દીધી હોય છે કે
સ્વરા ભણવા માટે વિદેશ જઈ રહી છે, એમ બોલી બોલીને લોકો પાસે પૈસાની મદદ લીધી હોય છે. અને પછી
બધાથી છુપાતો ફરતો હોય છે. સ્વરા પણ વિદેશ જવાનું સપનું જોઈ જ રહી હતી પરંતુ પૈસાની કમીને
કારણે એ બોલી નહોતી શકી. હવે સ્વરા પણ પોતાની ઈચ્છા પોતાના પિતા પાસે જાહેર કરે છે. ઘરની
આર્થિક પરિસ્થિતિ વધુ કથળેલી હોય છે. કલ્યાણી પોતાના દાગીના વેચવાનું નક્કી કરે છે,પણ અનુપમ
ફરી ચકરી ચલાવે છે અને ગામના પ્રતિષ્ઠિત અને ગર્ભશ્રીમંત, એના મિત્ર શિવાજી ઠાકુર પાસે મદદ
માગે છે. શિવાજી ઠાકુર મદદ કરવાની હા તો પાડે છે પણ સાથે શરત પણ મૂકી દે છે કે અનુપમ એ મદદનાં
બદલામાં સ્વરાનાં લગ્ન શિવાજીના નાના પુત્ર રણજીત સાથે કરાવશે. અનુપમેં એ વખતે હા પાડી એક
કરાર કરેલ હોય છે. જેની કોઈને ખબર નથી હોતી. પણ રણજીત એ બાબતને પોતાની તરફેણમાં મેન્યુપીલેટ
પણ કરે છે. આમ અનુપમ મળી રહેલ તમામ તક પોતાની તરફેણમાં ફેરવતો હોય છે. અને બધાને બેવકૂફ
બનાવીને પૈસા ભેગા કરતો રર્હે છે.
STORY
સમય વીતે છે.
ઠાકુર પરિવારનો દીકરો પણ હવે ભણી ગણીને આઈપીએસ થઇ ગયો છે. એનો દીકરો રણજીત આઈપીએસ ઓફિસર છે.
ગામમાં એની ધાક છે. આજુબાજુના ગામમાં પણ એમનો દબદબો છે. સંજીવની રણજીતને ગામમાં જોતી હોય છે.
સંજીવની હજી સગીર છે અને યુવાની ને આરે છે પણ એ રણજીત તરફ આકર્ષાય છે. એ રણજીતમાં પોતાના ભાવી
રાજકુમારને જૂએ છે.પણ એ બાબત માત્ર એ અને એની મિત્ર જ જાણે છે.
સ્વરા હવે વિદેશથી ભણીને પાછી આવી ગઈ છે. પણ હવે સ્વરા પોતે પણ ફરી વિદેશ જઈ સ્થાયી થવાના સપના
જોવા લાગે છે. એ વિદેશમાં નોકરી ગોતે છે અને ઘરમાં પણ સૌની સાથે અંગ્રેજીમાં જ વાતો કરી
પોતાનો રૂઆબ દેખાડવાનો પ્રયાસ કરતી રહે છે. સ્વરાની આ આદતને લીધે સંજીવની સ્વરાની મશ્કરી પણ
કરતી હોય છે. સ્વરા હવે ઉમરલાયક છે એની કાબેલીયતને કારણે ઘણાં માગા આવવાની શરૂઆત થાય છે પણ
અનુપમ બધા માટે ના જ પડે છે. ઘરમાં કોઈને કારણ સમજાતું નથી અને અનુપમ કોઈને કારણ કહેવાની પરવા
પણ કરતો નથી. સંજીવનીને સ્વરા માટે સહાનુભુતિ છે. એ માનતા માને છે છે કે જે દિવસે સ્વરના લગ્ન
નક્કી થશે એ દિવસે ભગવાન ને ૧૦૧ રૂપિયાનો હાર ચડાવશે...પરંતુ સ્વરા ખુશ છે કે એના પિતાના વલણને
કારણે એના લગ્ન જલ્દી થાય એવી કોઈ શક્યતા નથી.  
અહીં, હવે અનુપમ ઠાકુર પરિવારને ફરી મેન્યુપીલેટ કરે છે અને રણજીત સાથે સ્વરાના વિવાહની વાત
શરુ થાય છે. પણ આ ઘટના અનુપમ દ્વારા અગ્રેસિત કરવામાં આવી હતી અને મેન્યુપીલેટ કરવામાં આવી
હતી એ બાબતની કોઈને જાણ નથી પણ એ બાબત ભવિષ્યમાં ખુલશે. શિવજી અને વાસંતી એ કરાર વિશે મોટા
દીકરા અજીતને જણાવે છે અને અનુપમની દીકરી સાથે વિવાહની વાત ચલાવવા કહે છે પણ રણજીતથી એ બાબત
છુપાવવાની તાકીદ કરે છે. વાત એવી રીતે રજૂ થાય છે કે જાણે ઠાકુર પરિવારે, માગું નાખ્યું હોય
સ્વરાં માટે. હવે શિવાજી ઠાકુરે કરેલા કરાર મુજબ અનુપમની દીકરી સ્વરા સાથે રણજીતના લગ્નની
વાત શરુ થાય છે પણ એ કરાર વાળી વાતથી રણજીત અજાણ છે પણ સ્વરા ભણેલી છે અને દેખાવે પણ સુંદર છે
એટલે રણજીત સ્વરાંને મળીને એની સાથે વાત કરી અને સ્વરાની સ્વીકૃતિ પછી જ આગળ વધવાની શરતે
તૈયાર થાય છે.
STORY
ઠાકુર પરિવાર અનુપમના ઘરે જાય છે. લગ્નની વાત માંડે છે. રણજીત સ્વરા સાથે વાત કરી લગ્ન માટે હા
પડે છે. લગ્નની વાત નક્કી થઇ જાય છે. અનુપમના ઘરે લગ્નની તૈયારી શરુ થઇ જાય છે.

સંજીવની ને આ બાબતની જાણ થાય છે કે એ જે રણજીતમાં પોતાના સપનાના રાજકુમારને જૂએ છે એ રણજીતની
વાત તો એની બહેન સ્વરા સાથે થઇ રહી છે. એ અસમંજસમાં પડે છે. અને પોતાનું મન વાળી લે છે અને હવે
પોતે પણ સ્વરાનાં લગ્નની વાત સ્વીકારી લે છે. એ મંદિરમાં જઈને પૂજા કરે છે. અને બહેન સ્વરાનાં
લગ્નમાં કોઈ અડચણ ન આવે એ માટે પ્રાથના કરે છે પણ એ જેટલી વાર આરતી માટે હાર ચડાવવાનો પ્રયત્ન
કરે છે હાર પડી જાય છે અને સંજીવની ને ચિતા થાય છે કે લગ્નમાં કોઈ વિઘ્ન ન આવે. પણ લગ્ન નક્કી થઇ
જાય છે અને સઘળું નિર્વિઘ્ને પાર પડે છે એટલે એ ખુશ થાય છે. બન્નેની સગાઈ પણ થઇ જાય છે. હવે
સંજીવની નિશ્ચિંત થઇ જાય છે કે હવે કોઈ વિઘ્ન નહી આવે.

અહીં જગન્નાથ, રણજીતના ઘરે જઈ અનુપમની બડાઈ મારવાની આદત તેમજ તે કરજમાં ડૂબેલો હોવાની વાત
કરી દે છે, અનુપમ ઠગ પ્રકૃતિનો હોવાની વાત જાહેર કરે છે. રણજીતના ઘરે બધા ચિંતામાં પડે છે અને
ગામના બધાની વાતો ન માની ......રણજીત પોતે જાતે એ બાબતની તપાસ કરવાનું નક્કી કરે છે. રણજીત
અનુપમના ઘરે આવે છે અને વાતચીત કરે છે. હકીકત જાણવાનો પ્રયત્ન કરે છે. અનુપમ પોતાની આપવીતી
કહે છે અને રણજીત પીગળી જાય છે. રણજીત એને પૈસાની વ્યવસ્થા કરી આપે છે, કાળુભા- જગન્નાથને આપી
દેવા કહે છે. અને અનુપમ એ મુજબ કરે છે.
STORY
રણજીતનો મોટો દીકરો અજીત અને એની પત્ની આદિતી તો આ લગ્નની વિરુદ્ધ છે. એ લોકો ગરીબ લોકો સાથે
સંબંધ બાંધવામાં નાનપ સમજે છે એટલે એ લોકો આ સબંધની વિરુદ્ધ છે. પરંતુ શિવાજી અને રણજીત
પોતાની વાત પર અડગ છે.

હવે રણજીત અને સ્વરાનાં લગ્નની તૈયારી શરુ થઇ જાય છે. સમય મળે રણજીત સ્વરાને મળવાનો પ્રયત્ન
પણ કરે છે ત્યારે પ્રથમ તો સ્વરા એ પ્રસ્તાવને ટાળવાનો પ્રયત્ન કરે અથવા તો બધાનાં આગ્રહને
લીધે જો જવું પડે એમ હોય તો સ્વરા, સંજીવનીને સાથે લઇ લે, અને જ્યારે સંજીવની સાથે ન હોય
ત્યારે એ રણજીતની સાથ નહી પરતું અળગી અળગી જ રહેતી હોય. રણજીતને નવાઈ લાગે છે પણ એ સ્વરા
પાસેથી જો કોઈ કારણ હોય તો એ જાણવાનો પ્રયત્ન કરે છે પણ સ્વરા કોઈ ગડમથલ ન હોવાનું જણાવે છે.
રણજીત એનું કારણ એ સમજી નથી શકતો. પણ એવું વિચારે છે, ઘટનાઓ ઝડપભેર ઘટી રહી છે. એટલે સ્વરાને
કદાચ એ બદલાવને સ્વીકારતા વાર લાગી રહી છે પણ સમય જતા બધું સારું થઇ જશે. પણ આ આ દરમિયાન રણજીત,
સંજીવનીને ઓળખતો થઇ જાય છે. આમ ધીરે ધીરે સંજીવની અને રણજીત વચ્ચે મનમેળ ગાઢ થતો જાય છે. મોટી
બહેનને સ્વરાનું વર્તન અજુગતું લાગે છે, એ ખુલાસો માગે છે. પણ સ્વરા એને પણ કાઈ જણાવતી નથી.

લગ્ન ના દિવસો નજીક આવી રહ્યા છે પરંતુ શિવાજીનું એક અક્સમાતમાં મૃત્યુ થાય છે. બધા ચિતામાં
પડી જાય છે. અજીત અને અનુપમના ઘરે બધા ડરે છે કે હવે લગ્ન પાછળ ઠેલાઈ જશે. પણ રણજીતની માતા
વાસંતી લગ્ન પાછળ નથી ઠેલાતી કારણકે જો લગ્ન પાછળ ઠેલાયા તો આવતા ત્રણ વરસ સુધી રણજીતના લગ્ન
થઇ શકે એમ નથી..લગ્ન ની તૈયારી શરુ થાય છે..રણજીતને એક વાત સમજાતી નથી કે સ્વરા ક્યારેક ખુશ હોય
છે તો ક્યારેક ઉદાસ.. રણજીત એને પૂછે પણ છે તોય સ્વરાં વાતને ટાળી દે છે.. રણજીત વધારે કઈ કરી શકે
એમ નથી..
STORY
હવે શિવાજીનું મૃત્યુ થઇ ગયું છે અને કેમકે અજીતને એ કરાર વિશે ખબર છે એટલે એ હવે અનુપમને
દબાવવાનો પ્રયત્ન કરે છે કે જો એ કરજ નહિ ચુકવે તો એ વિવાહ આ તબક્કે તોડી નાખશે. અનુપમ ગભરાઈ
જાય છે કેમકે ઠાકુર પરિવાર સાથે સંબંધ બંધાવાનો છે એમ કહી કહીને ગામમાં ઘણા પાસેથી પૈસા લઇ
લીધા છે, જો વિવાહ તૂટશે તો ગામમાં બદનામી થશે અને બધા પૈસા પાછા માગશે. એટલે એ સમય માંગે છે.
 
ફરી એવા સંજોગો ઊભા કરે છે અને રણજીતને મળીને મદદ માંગે છે. અને સાચું કારણ પણ જણાવી દે છે કે
એણે એ પૈસા અજીતને આપવાના છે અને જો નહિ આપે તો એ વિવાહ તોડી નાખશે. રણજીત ફરી એને મદદ કરે છે
અને પૈસા આપે છે અને કહે છે કે જઈને અજીતને આપી દે એટલે એ કરજ મુક્ત થઈને વિવાહ સંપન્ન કરી શકે.
અનુપમ એ પૈસા લઈને અજીતને આપવા જાય છે પરંતુ કરજ ચૂકવવાને બદલે અજીતને એકલામાં મળીને હકીકત
કહી દે છે કે એ પૈસા રણજીતે આપ્યા છે. અનુપમ ફરી ચકરી ચલાવે છે અને અનુપમ કરજ ચૂકવતો નથી પરંતુ
અહીં પણ એની એક બીજી રમત રમેં છે. અને અજીતનું મો બંધ કરી દે છે. અહી અનુપમ વિચારે છે કે આટલી
રકમ લઈને શું ફાયદો..એક વાર રણજીત જમાઈ થઇ જશે પછી વાર તહેવારે રણજીત પાસેથી પૈસા મળતા રહેશે ..
રણજીતે અનુપને પૈસાની મદદ બાબતે, અજીત, અનુપમે જણાવેલી હકીકત વિશે અને અનુપમ જે રમત રમી
રહ્યો છે એ વિષે બધા એ ચુપ્પી સાધી છે.

હવે લગ્નનો દિવસ આવી જાય છે..જાન આંગણે આવી રહી છે અને સંજીવની જયારે સ્વરાને બોલાવવા જાય છે
ત્યારે ખબર પડે છે કે સ્વરા ઘર છોડીને જતી રહી છે અને ચીઠી લખીને ગઈ છે કે એને વિદેશમાં નોકરી
મળી ગઈ છે અને એ ત્યાં જઈ રહી છે.. અનુપમને માથે પહાડ તૂટી પડે છે. સંજીવનીને યાદ આવે છે કે ભગવાન
ને હાર ચડી જ નહોતી રહ્યો.. અને એ સાચે જ અપશુકન હતું.. સંજીવનીને અફ્સોસ થાય છે કે એને આ વાત પર
ધ્યાન આપ્યું હોત તો આજે આવું ના થાત..અનુપમ અને કલ્યાણી વિચારે છે કે હવે શું કરીએ..અનુપમની
હિમત નથી થતી કે વાસંતી સામે જઈને ઉભો રહે.
STORY
એમને એ નથી સમજાતું કે હવે એ લોકો બધાનો સામનો કેવી રીતે કરશે. અનુપમ જાણે છે કે જો અજીત ને તક
મળશે તો એ અનુપમને ઉઘાડો પાડવામાં એક મિનિટનો સમય નહિ લગાડે અને અત્યારે આ છેલ્લી ઘડીએ હવે
કોઈ ચકરી પણ ચલાવી શકે એમ નથી.

ઘરમાં બધા જ ઠાકુર પરિવારનો સામનો કરવાની નાં પડે છે પણ અનુપમને અને ઘરમાં બધાને એ બાબતની ખબર
છે કે રણજીત સંજીવની નજીક છે અને સારી દોસ્તી છે. આ જવાબદારી પણ સંજીવનીના માથે જ આવે છે અને
સંજીવની વાસંતી ને કહેવાને બદલે રણજીતને કહેવાનું વધારે યોગ્ય માને છે. એને વિશ્વાસ છે કે
રણજીત સમજી શકશે. એ રણજીતને બધું કહે છે. રણજીતને આઘાત લાગે છે.. વિચારે છે કે સ્વરા એ લગ્ન
નહોતા કરવા તો એને કહી દેવું હતું..પણ હવે તો બે ખાનદાન ની આબરૂ નો સવાલ ઉભો થઇ ગયો છે..જો હવે
આંગણે આવેલી જાન લગ્ન વગર પછી જશે તો બંને ખાનદાન પર થું થું થશે.. રણજીત જ વાસંતીને આ વાતની
જાણ કરે છે. અજીત સાંભળી જાય છે અને અનુપમનું ગળું પકડી લે છે અને મારી નાખવાની ધમકી આપે છે.
રણજીત, અજીતને શાંત કરે છે. રણજીત, સંજીવનીની નજીક છે, એ સંજીવની ને ઓળખે છે એટલે એ વસતીને
સમજાવે છે કે એ સંજીવની સાથે વિવાહ કરવા તૈયાર છે. વાસંતી ખાનદાનની ઈજ્જત બચાવવા ત્યારે બીજો
કોઈ રસ્તો નથી મળતો એટલે હા પાડે છે. અજીત વિરોધ કરે છે પણ રણજીત મક્કમ છે. અનુપમની સામે
પ્રસ્તાવ મુકે છે એટલે અનુપમ હા જ પાડે છે કેમકે અનુપમને પણ બીજો કોઈ રસ્તો મળતો નથી.

રણજીત સંજીવનીને મળે છે.. સંજીવનીને સમજાતું નથી કે હા પડે કે નાં. એ પોતાના પિતા પર બધું છોડી
દે છે..કલ્યાણી અનુપમને વઢે છે કે સંજીવની હજુ વયસ્ક નથી..એને હજુ અઢાર થયા નથી તો કેવી રીતે
લગ્ન કરી શકે.. અનુપમ કહે છે કે એ હકીકત કોઈને કહેવાની જરૂર નથી.. ૬ મહિનામાં સંજીવની વયસ્ક થઇ
જશે એટલે બધી માથાકૂટ એમને એમ ખતમ થઇ જશે....સંજીવની આ વાત છુપાવવા માંગતી નથી..એ રણજીત ને
કહેવાનો પ્રયાસ કરે છે પણ અમુક સંજોગો ઉદ્દભવતા એ નથી કહી શકતી. એ એક ચિઠ્ઠી દ્વારા એ મેસેજ
રણજીત સુધી પહોંચાડે છે. જયારે અનુપમને બધી વાત ની ખબર પડે છે તો અનુપમ સંજીવનની સામે રડી પડે
છે કે જો લગ્ન તૂટી ગયા તો એ જીવ આપી દેશે. અને સંજીવની પિતાની વાત માનીને જેમ થઇ રહ્યું છે એમ
થવા દે છે.
STORY
પણ એને ભય છે કે હવે રણજીતે જો ચિઠ્ઠી વાંચી લીધી હશે તો એ લગ્ન નહીં કરે. અનુપમ માંડ માંડ એ
પત્ર રણજીત સુધી પહોચતા રોકે છે. લગ્ન થઇ જાય છે. અને એ બાબતનો ખુલાસો નથી થઇ શકતો કે રણજીતે એ
ચિઠ્ઠી વાંચી છે કે નહિ . ગામવાળાને નવાઈ લાગે છે કે આ શું થયું..લગ્ન તો સ્વરા સાથે થવાના હતા
સંજીવની ક્યાં આવી ગઈ. પણ ગામવાળા ઠાકુર પરિવારને પૂછી નથી શકતા અને અનુપમ મનમાં આવે એમ જવાબ
આપી દે છે.. એટલે વાત ત્યાં જ પતિ જાય છે.
પરંતુ હવે સંજીવનીનું નવું જીવન શરુ થાય છે.. લગ્ન પછી ની વિધિ રમત બધું એ હસતા હસતા પર પાડી દે
છે.. પણ જયારે એ અને રણજીત એકલા પડે છે ત્યારે સંજીવનીના મનમાં થઇ આવે છે કે રણજીતે પત્ર
વાંચ્યા બાદ પણ લગ્ન કર્યા એ એની મહાનતા છે..પરંતુ વિધિની વક્રતા છે એ છે કે રણજીતે પત્ર
વાંચ્યો જ નથી અને એને ખબર પણ નથી કે સંજીવની ઉમરલાયક નથી.. અને આ વાતની સંજીવની ને ખબર નથી..
સંજીવની આ રણજીતને આ બાબત માટે વાત કરવા માંગે છે પણ અવસર નથી મળતો..રણજીત સંજીવનીને કહે છે કે
જે રીતે એનાં લગ્ન થયા છે એ યોગ્ય નથી..પણ હવે પતિ પત્ની પૂરી રીતે બનતા પહેલા એક બીજાને થોડો
સમય આપીએ.. સંજીવની ને રણજીતની વાત યોગ્ય લાગે છે.
જયારે સંજીવની એની માતા ને મળે છે ત્યારે એની માતા એને કસમ આપે છે કે હવે એ જ ઘર તારું છે કોઈ પણ
કારણસર તારે હવે આ ઘરે પાછા ફરવાનું નથી.. નહીંતર આ નાલેશી હું સહન નહીં કરી શકું.. સંજીવની
કસમથી બંધાઈ જાય છે.. વિશ્વાસ ના માતા પિતા તો બીજા ગામડે રહે છે..અહીં અનુપમન નો બીજો ઈરાદો એ
પણ છે કે વિશ્વાસની નોકરી સારી છે તો એ ઘર ચલાવવામાં મદદરૂપ થશે..
અનુપમે ઠાકુર પરિવાર સાથે સંબંધ બંધાયો હોવાની બાબતને ફેલાવી ફેલાવી અને રણજીત પાસે અનેક
કામ કઢાવી આપવાનું વચન આપી અનેક લોકો પાસે થઇ પૈસા લીધા હોય છે. અનુપમને હવે જુગારની પણ આદત
પડી ગઈ છે. પણ એ બધા પૈસા ખર્ચાઈ જાય છે અને હવે એ સાવ કંગાળ થઇ જવાની તૈયારીમાં છે કેમકે કોઈના
પિસા ચુકવવાની હવે એનામા તાકાત નથી. સંજીરીને આ વાત ગમી નથી કે એ પિયર માં રહે પરંતુ વિશ્વાસ
એને સમજાવે છે કે માતા પિતા એકલા રહે એના કરતા સાથે રહે તો શું તકલીફ છે..
STORY
સંજીવની અને રણજીત વચ્ચે ધીરે ધીરે સંબંધ મજબુત બનતા જાય છે. પ્રેમ પાંગરવા લાગે છે.. ત્યારે
સંજીવનીને હવે એ જાણ થઇ જાય છે કે રણજીતને પોતે 10 વર્ષ નાની છે અને સગીર હોવા વિશે કશી જ ખબર
નથી. વાસંતીને પણ સંજીવની ગમવા લાગે છે..કેમકે સંજીવની ઘરમાં વાસંતીને પણ માતા સમાન ગણે છે
અને સન્માન આપે છે એનો પડ્યો બોલ ઝીલે છે. અદિતિને આ વાત પસંદ નથી પડતી કે એ જેઠાણી હોવા છતાં આ
ઘર માં એના કરતા વધારે હવે દેરાણીનું નામ બોલાય છે. એટલે એ તક ગોતતી જ હોય છે સંજીવની ને બદનામ
કરવા અને એનું નીચા જોણું થાય એ માટે દરકે પેંતરા અજમાવતી હોય છે.
અજીને પણ આ સઘળું પસંદ નથી. લગ્ન પૂર્વે રણજીતને કરેલી મદદની બાબતે ઘરમાં તનાવ તો છે જ અને એ
બાબત તો વાસંતીને પણ નથી ગમી પણ રંજીતની મક્કમતા સામે કોઈનું નથી ચાલતું. અજીત પોતાના
વ્યવસાયમાં ગળાડૂબ રહે છે. એનું કાન નાણા ધીરવાનું અને રોકવાનું છે.. એ પોતાના પૈસા પણ રોકે છે
અને બીજા પાસેથી લઈને એમની તરફથી પોતે રોકાણ કરે છે... અજીત હવે વધારે પડતું ધિરાણ ફિલ્મોમાં
કરે છે કારણકે એને લાગે છે કે અહીં કમાઈ ની કોઈ સીમા નથી અને સાથે સાથે એને અય્યાશી પણ કરવા મળે
છે.. એ વધારે પડતો અમદાવાદ કે મુંબઈ માં જ રહે છે.. આમ અદિતિ નું જીવન એકાકી જેવું છે અને આ એકલતા
એને ખટકતી હોય છે એટલે એનું ધ્યાન વધારે સંજીવની તરફ જ ખેંચાય છે.. રણજીત અને સંજીવની
વચ્ચેનું પ્રેમભર્યું જીવન એનાથી સહન નથી થતું કારણકે એ પોતે પણ આ જીવનને જીવવા માંગે છે પણ
મળી નથી રહ્યું.. અજીત એની વાત સંભાળતો નથી. જ્યારે જ્યારે સંજીવની અદિતિનાં પેંતરા માં ફસાય
છે એ પોતાની બુદ્ધિ અને ચાતુર્યથી હેમખેમ બહાર આવી જાય છે.
અચાનક એક બદનસીબ દિવસે અદિતિનાં હાથમાં હુકુમનો એક્કો આવી જાય છે..એને ખબર પડી જાય છે કે
સંજીવની ને વયસ્ક થવામાં સમય છે અને આ લગ્ન ગેરકાયદેસર છે. એક તરફ સંજીવની આ વાત ખુલીના જાય
એના ફફડાટમાં જીવતી હોય છે ત્યારે અદિતિને આ વાતની ખબર પડતા હવે એ કોઈને કહેતી નથી પરંતુ એ
પોતાના સ્વાર્થ માટે આ રહસ્યનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. આદિતી સંજીવની ને બ્લેક મેઈલ
કરતા કહી દે છે કે એને રહસ્ય વિષે ખબર પડી ગઈ છે..
STORY
સંજીવની સામે એ શરત મુકે છે કે જો એના કહ્યામાં નહીં રહે તો એ ભાંડો ફોડી નાખશે અને રણજીત એને
છોડી દેશે, કારણકે સગીરના લગ્ન કાયદેસરના નથી કહેવાતા.. એ દિવસથી સંજીવની આદીતીના હાથની
કઠપુતલી બની જાય છે..સંજીવની હવે રણજીત સાથે કે વાસંતી સાથે સરખો વ્યવહાર નથી કરતી. બંનેને
નવાઈ લાગે છે કે અચાનક શું થઇ ગયું છે એ સંજીવની ને. ..બંને વાત કરવાની કોશિશ કરે છે પણ જાણી નથી
નથી શકતા. અને સંજીવની કહી શકતી નથી. પરંતુ સંજીવનીને બહુ દુખ થઇ રહ્યું છે.. એ ઘણી વાર વિચારે
છે કે રણજીત ને દુખ આપવા કરતા હકીકત કહી દે અને પછી ભલે રણજીતે જે સજા આપવી હોય એ આપે.. પરંતુ
ત્યારે મન માં ડર બેસી જાય છે જો એમ થશે તો એના પિતા અનુપમ પણ બદનામ થશે. તે રણજીતને પ્રેમ કરવા
લાગી છે એને એ ઘટના યાદ આવે છેજ્યારે એક પોલિસ તરીકે રણજીતે સગીર વયની એક કન્યાના લગ્ન
રોકાવ્યા હતા. એટલે સંજીવની ડરી રહી છે ..અને ઉપરથી માતાની કસમ કે ઘરે પાછી આવતી નહીં. એટલે
સંજીવની ઘેરાઈ ગઈ છે. એ આદીતીના કહેવા મુજબ કરતી હોય છે પણ તક મળતા જ બધું બરાબર કરવાની કોશિશ
પણ કરી લે છે..પણ આવું ક્યાં સુધી ચાલશે એ વાતે સંજીવની દુખી થઇ રહી છે..
હવે શિવાજી ની નાની બહેન ઘરે પાછી આવે છે.. શીવાજી ની નાની બહેને પર નાત માં લગ્ન કરી લીધા હતા
એટલે શિવજીએ એની સાથે સંબંધ તોડી નાખ્યા હતા..અને ઘરમાં પગ મુકવાની મનાઈ કરી હતી. જયારે
સંજીવનીને બધી ખબર પડે છે તો એ ફરીથી ફોઈ સાથે સંબંધ જોડવાનો પ્રયાસ કરે છે..અને એમાં સફળ થાય
છે.. ફોઈ આવે છે તો વાસંતીને પણ ગમે છે..બંને વચ્ચેના ભુસાયેલ સંબંધ ફરી ઉભરે છે.. સંજીવની ફરી
વાર ઘરમાં સૌને પોતાના કરે છે તો અદિતિને ફરી અસલામતીની ભાવના જાગૃત થાય છે. સંજીવનીના
મનમાંથી ફફડાટ દુર નથી થતો. અને એ કોઈને કહી શકે એમ પણ નથી. કોઈને કારણ ખબર પણ નથી..
અદિતિ વાસંતીને કહે છે કે કદાચ સંજીવનીને એનું પિયર યાદ આવી રહ્યું છે એટલે એ આજકાલ ચિંતામાં
રહે છે. રણજીત સંજીવાનીને થોડા દિવસ માટે પિયર મૂકી આવે છે. અને પિયરમાં તો ઘણું થઇ રહ્યું
હતું જેની સંજીવનીને આવ્યા બાદ ખબર પડે છે. વિશ્વાસ અને સંજીરી વચ્ચે ઝગડા થવા લાગ્યા છે
પૈસાને લઈને..કારણકે વિશ્વાસને એવું લાગે છે કે અનુપમ એના પૈસા ઉડાવી રહ્યો છે..ત્યારે
સંજીરી આ વાત માનવા તૈયાર નથી..
STORY
સંજીવનીને ખબર પડે છે કે અનુપમ જુગાર રમવા લાગ્યો છે અને એમાં પૈસા ઉડાવી રહ્યો છે..ત્યારે
સંજીવનીને યાદ આવે છે કે બે ત્રણ વાર પિતાજીએ એની પાસેથી પૈસા લીધા હતા..સંજીવની અનુપમને
સમજાવે છે.. અનુપમ જુગારની લત છોડી દે છે. વિશ્વાસ ઘર છોડીને જવાની વાત કરે છે..સંજીવની એને પણ
રોકે છે કે થોડા દિવસ પછી એ પણ સાસરે જતી રહેશે પછી માતાપિતા પાસે કોણ રહેશે.
અહીં અદિતિ આ કારસો ગોઠવે છે કે જેનાથી સંજીવનીની હકીકત બહાર આવી જાય..પરંતુ નસીબ હમેશા
સંજીવાનીને સાથ આપે છે.. રણજીતને સમજાય છે કે એન સંજીવની વગર એક દિવસ પણ રહી શકે એમ નથી..અહીં
સંજીવનીને પણ લાગે છે કે રણજીત વગર જીવી નહીં શકે..એ પણ સાસરે પાછી આવવા તરસી રહી છે.. પરંતુ
અદિતિ એને ના પડી દે છે..સંજીવની આવતી નથી તો વાસંતી રણજીતને લેવા જવાનું કહે છે.. સંજીવની એ
આવવું પડે છે..બંને વચ્ચે પ્રેમનો એકરાર થાય છે અને એ રાત્રે લાગે છે કે બંને વચ્ચે પતિ
પત્નીનો અધુરો સંબંધ આજે પૂરો થશે..
પરંતુ સંજીવની અદિતિ ફરી ગભરાવી દે છે કે રણજીત સાથે એ અંતર રાખે કેમકે જો રણજીત ને જાન થઇ જશે
કે એ નાની વયની છે તો રણજીત એને છોડી દેશે અને ઘરના બધાએ જેલમાં જવું પડશે. રણજીતને
સંજીવનીનું વર્તન અજુગતું લાગે છે પણ સંજીવનીને, રણજીત ને બધું કહેવાનું નક્કી કરે છે પણ પણ એ
કહી શકતી નથી કેમકે અમુક એવા સંજોગો ઉદ્ભવે છે કે જેટલી વાર એ પ્રયત્ન કરે છે એ સફળ નથી થઇ
શકતી.
સંજીવની બધું કહી દેવાનો પ્રયત્ન કરે છે પણ નથી કહી શકતી , એજ પ્રમાણે અદિતિ એનો ભાંડો ફૂટે
એવા સંજોગો ઊભા કરવાનો પ્રયત્ન કરે છે પણ એ સફળ નથી થઇ શકતી. અદિતિ હવે અકળાઈ ગઈ છે અને નક્કી
કરી લે છે કે સમય આવી ગયો છે કે આ ભાંડો ફૂટી જાય.. અદિતિની યોજનાથી ભાંડો ફૂટી જાય છે પરંતુ
રણજીતની સામે નહીં વાસંતી સામે. વાસંતીને ધક્કો લાગે છે.. એ સંજીવની સાથે કરે છે.. અદિતિ ખુશ
છેકે હવે વાસંતી એને ઘરની બહાર કાઢી નાખશે. પરંતુ વાસંતી એવું કરતી નથી..એ સંજીવનીને ઓળખી ગઈ
છે. વાસંતી અદિતિને ચેતવણી આપે છે કે એ બાબત રણજીત સામે ઉઘાડી ન પડે. રણજીતને કોઈએ કહેવાનું
નથી..
STORY
જો અદિતિ કોઈ પણ ગરબડ કરવાનો પ્રયત્ન કરશે તો એનું પરીનમાં સારું નહિ આવે, અને અદિતિએ કર્યું
હોવાની ખબર પડશે તો એ દિવસે અદિતિ આ ઘરમાંથી બહાર હશે..અદિતિનું મોઢું સિવાઈ જાય છે.. એના સપના
તૂટી જાય છે. ..પણ અદિતિ એમ હાર મને એમ નથી..
અહી રણજીતને આ વાતની ખબર પડે છે કે એના પિતાનો અકસ્માત કુદરતી ન હતો એ કરાવવામાં આવ્યો હતો.
અર્થાત એ હત્યા હતી. જેમાં પિતા બીજા કોઈકની કારમાં હતા..અને એ કારના બ્રેક ફેલ થઇ ગયા હતા..
રણજીતને સમજાતું નથી કે કોણ એમને મારવા માગતું હતું. .એ તપાસ શરુ કરે છે જોકે એમાં તકલીફ એ થાય
છે કે એ અકસ્માત એની હદની બહાર થયો હતો એટલે તપાસ કરવામાં થોડી અડચણ પણ થઇ રહી છે..અહીં આ વાત થી
અજિત જરા બેચેન થઇ જાય છે.. શિવાજી જેની કારમાં બેઠા હતા એની પાસથી અજીતે ૨ કરોડ રૂપિયા લીધા
હતા..પરંતુ સમય પ્રમાણે અજીત આપી શક્યો નહતો. એટલે એ માણસ અજીતને ધમકી આપીને જતો રહ્યો હતો. .પણ
એના ખૂનમાં અજીત નો કોઈ હાથ નથી..એ ખૂન એ વ્યક્તિના ભાગીદારે કરાવ્યું છે જેમાં બદનસીબે
શિવાજી પણ મરી ગયો..રણજીત તપાસ ચાલી રહી છે એમાં અજીતને ડર લાગી રહ્યો છે કે એ પુરવાર નહીં કરી
શકે કે એણે ખૂન કર્યું નથી..કારણકે એ વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા અને બધાની સામે ધમકી આપી
હતી.. અહીં અદિતિ પોતે હવે કશું કરી શકે એમ નથી..એટલે કારસો રચે છે .સંજીવનીના જન્મદિવસે એટલે
કે જે દિવસે સંજીવની ને અઢાર થવાના છે એ જ દિવસે અનુપમના મોઢે આ હકીકત સામે આવી જાય છે અને
રણજીતથી વાત સહન નથી થતી કે એણે એક નાની છોકરી સાથે લગ્ન કર્યા.
વાસંતી એને સમજાવે છે કે જે થઇ ગયું એ થઇ ગયું..હવે તો વયસ્ક થઇ ગઈ છે ને.. રણજીત સંજીવનીને
સ્વીકારતો નથી.. સંજીવનીને ઘરે જતી રહેવા કહે છે કારણકે એ લગ્ન કાયદેસરના લગ્ન નથી.. વાસંતી
રણજીતને મનાવી લે છે કે વાત બહાર જશે તો આપણા ખાનદાન પર કલંક લાગી જશે.. અદિતિ હજુ પણ ધરાઈ નથી ..
એ આખી વાત ને છાપે ચડી જાય એવું કરે છે અને એમાં પણ પોતે છુપાયેલી જ રહે છે.. સંજીવની ને પોલીસ
મીડિયા સવાલ પર સવાલ કરે છે અને સંજીવની ને સમજાતું નથી કે શું કહે. કેમકે એક ખોટું નિવેદન અને
રણજીતને દોશી બનાવી દેવામાં આવે. રણજીત ન્યાયનિષ્ઠ છે જે ગુના માટે એ બીજાને સજા આપે છે એ જ
ગુના માટે પોતે પણ સજા ભોગવવી જોઈએ. રણજીત પોતે જ કાનૂનને હવાલે થઇ જાય છે..અને ગુનો કબુલ કરે
છે કે એણે એક ઉમરલાયક ના હોય એવી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે..
STORY
સંજીવની ભાંગી પડે છે..રણજીત હવે સંજીવની માટેનો પ્રેમ દબાવી દે છે.. એ પૂરી રીતે તૂટી ગયો છે..
સંજીવની પછી પિયર આવી જાય છે અને ત્યાં પણ એની તકલીફ વધતી જ રહે છે..કલ્યાણી અને અનુપમ વચ્ચે
ઝગડા થતા જ રહે છે કારણકે અનુપમે જ ભાંડો ફોડી નાખ્યો હતો... 
અજીત વાસંતીને ઘણું સમજાવે છે કે ગરીબ લોકો હમેશા અમીરથી નફરત કરતા હોય છે.. અદાલત માં અંતે
રણજીત નિર્દોષ સાબિત થાય છે કે એને ખબર જ નહોતી..સંજીવની કહી દે છે કે એણે જ છુપાવ્યું હતું..
અદાલતમાં વાસંતીના કહેવાથી રણજીત સંજીવની વિરુધ કોઈ કાર્યવાહી કરતો નથી.. રણજીત હવે પોતાની
નોકરી માટે ફરી પ્રયાસ કરે છે.. એને નોકરી મળી જાય છે.. એ એના પિતાના ખૂન ની ફરી તપાસ શરુ કરે છે..
રણજીત ના જીવનમાંથી જીવન જતું રહ્યું છે..એનાથી વાસંતીને બહુ દુખ થઇ રહ્યું છે..એ ફોઈ જોડે વાત
કરે છે.. ફોઈ સંજીવનીને લઈને ઘરે આવે છે કે જો બંને એક જ જગ્યાએ હશે તો ફરી મનમેળ થઇ શકે છે..
અદિતિ રણજીતના મનમાં વિચાર નાખે છે કે જો સંજીવની જેવી દગાબાજ થી પીછો છોડાવવો હોય તો બીજા
લગ્ન કરી લે.. રણજીત અનુપમને મળે છે , સંજીવની સાથે છૂટા છેડા લઇ લેશે અને તે લોકો સંજીવનીનાં
લગ્ન બીજે કરાવી દે. અનુપમ પૈસાની લાલચે હા પડી દે છે અનુપમ સંજીવાનીને પોતાની ઘરે લઇ આવે છે.
ફોઈ સાથે ઝગડો કરીને..સંજીવનીનાં લગ્ન નક્કી કરે છે.. સંજીવની ની ઉમર એટલી પણ નથી કે એ વિરોધ
કરી શકે અને કોની માટે કરે. રણજીત પણ એને સાથ આપી નથી રહ્યો.. રણજીત હવે નિરાંત અનુભવે છે.
પણ અહી ઘરે હવે રણજીત પણ એકલો પડી જાય છે. ધીરે ધીરે એ સંજીવનીને યાદ કરવા લાગે છે..અહીં લગ્નનો
દિવસ નજીક આવી જાય છે.. લગ્ન ના દિવસે ફોઈ અને વાસંતી એક નાટક કરે છે અને સંજીવની સુધી ખબર
પહોંચાડે છે કે રણજીત નો અકસ્માત થઇ ગયો છે સંજીવની જવા તૈયાર થાય છે પણ અનુપમ એને રોકી લે
છે..એનું જે થવાનું હોય એ થાય તારે શું છે.. એણે તો તને છોડી દીધી છે..શું એ લગ્ન કરવાનો છે તારી
સાથે, નહીં ને. અનુપમ ફરી ચાકરી ચલાવી કહી દે છે કે તારા લગ્ન રણજીતે જ ગોઠવ્યા છે.
SYNOPSIS

 શું થશે જ્યારે એ બાબત છતી થશે કે રણજીતના સ્વરા સાથે નાં વિવાહનો
પ્રસ્તાવ, શિવજી અને અનુપમ વચ્ચેના માત્ર એક કરારને લીધે છે .

શું થશે જ્યારે મરજી ન હોવા છતાં પણ ઠાકુર પરિવારે અનુપમના પરિવાર
સાથે સંબંધ બાંધવો પડે છે ?

શું થશે જયારે સંજીવનીને એ બાબતની જાણ થશે કે એ જેની તરફ આકર્ષાઈ છે
એ રણજીત માટે બહેન સ્વરાનાં લગ્નની વાતચીત થઇ રહી છે?

 શું થશે જ્યારે વિવાહની ઘડીએ સ્વરાં ઘરેથી ભાગી જાય છે?
SYNOPSIS

 શું થશે જ્યારે સગીર વયની સંજીવનીને પોતાનાથી 10 વર્ષ મોટા આઈપીએસ ઓફિસર – રણજીત
સાથે લગ્ન કરવા પડે છે?

 શું સંજીવનીને ઠાકુર પરિવાર વહુ તરીકે સ્વીકારી શકશે?

શું થશે જ્યારે રણજીત અને સંજીવનીને એ બાબતની જાણ થશે કે એમના વિવાહનો ખર્ચ ગોરા
દરબાર કરી રહ્યા છે?

 શું થશે જ્યારે રણજીતની મિત્ર વિભા, રણજીત અને સંજીવનીના લગ્નમાં આવી ચડે છે ?

 શું જિંદગીભર સંજીવનીને એ ભાર સતાવતો રહેશે કે એણે રણજીત થી પોતાની ઉમર છુપાવી
છે?
SYNOPSIS

 શું થશે જ્યારે ઠાકુર પરિવારને એ બાબતની જાણ થઇ જશે કે રણજીતે વિવાહ
થાય એ પૂર્વે જ અનુપમને કોઈ પણ કરાર કર્યા વિના જ ખૂબ મોટી રકમ મદદ રૂપે
આપી છે?

 શું થશે જયારે સંજીવનીને એ બાબતની જાણ થશે કે એના પિતા અનુપમ ના
સંબંધો ગુંડા તત્વો સાથે છે અને એ ઠાકુર પરિવાર સાથે પણ રમત રમી રહ્યા
છે?

શું થશે જ્યારે રણજીત ને અને સંજીવની ને એ બાબતની ખબર પડશે કે એના સસરા
-શિવજી નું કુદરતી મૃત્યુ નહિ પણ હત્યા હતી અને એ પાછળ પણ કદાચ અનુપમ નો
જ હાથ છે.
FAMILY TREE –
SANJIVANI

 અનુપમ  કલ્યાણી
 (50)  (45)

 સ્વરા (24)
 અનીલ (27)

 સંજરી (27)  રણજીત (27)


 વિશ્વાસ  સંજીવની
(૩૨) (17)
CHARACTER -
SANJIVANI
 સંજીવનીઃ (૧૭ વરસ)
 સુંદર, મધ્યમ વર્ગીય પરિવારની
નાજુક અને નમણી સંજીવની, કાયાથી ઉમર
કરતા વધારે મોટી દેખાય છે પરંતુ
એવું નથી.. ઉમરથી અને મન થી એ તરુણી
અને ચંચલ જ છે..અને બુદ્ધિ ચાતુર્ય
અને સમજદારી એનામાં વયસ્ક સ્ત્રી
કરતા પણ વધારે છે.. જેટલી મીઠી છે એના
કરતા વધારે એ લાગણીશીલ અને પ્રેમલ
છે..બધાનું સંન્માન જાળવે છે. ગુસ્સો
પણ થાય તોય એની મર્યાદા તોડતી
નથી..હસતા રહો અને હસાવતા રહો એવી એની
આદત છે..પરિવાર માટે કઈ પણ કરી છૂટે
છે.. શ્રી અંબે માતાજીમાં અખૂટ
શ્રદ્ધા છે..દસમાં સુધી જ ભણી
છે..ભરતકામમાં માહેર છે..ગુજરાતી
ભાષાનું ગૌરવ છે અને બીજી ભાષાને પણ
તરછોડતી નથી..અંગ્રેજી બહુ આવડતું
નથી.
CHARACTER –
S A N J I VA N I ’ S PA R E N T S

 અનુપમ: (૫૦ વરસ)


 જોતા જ દેખાઈ આવે કે સંજીવનીનો
પિતા બડાઈ મારનાર અને તકવાદી અને
સ્વાર્થી છે..મીઠું બોલીને કામ
કઢાવે છે તો ક્યારેક ગુસ્સાથી પણ
કામ કઢાવે છે.. પૈસાનો પણ લાલચુ છે
અને દુનિયા સામે પોતાની તંગડી ઉંચી
રાખવામાટે હાથ પણ: કાપવા
કલ્યાણી પડે
(૪૬ વરસ) તોય એ
બહુ વિચારતો નથી..
 સંજીવનીની માતા સાધારણ પરિવારથી
સાધરણ પરિવારમાં આવી છે..સારી
ગૃહિણી, સારી પત્ની અને સારી માતા
છે..૫ ધોરણ જ ભણી છે..પતિનો આદર જાળવે
છે..સમય આવ્યે એ પતિ સાથે દલીલ પણ કરે
છે પરંતુ અંતે એ પતિની સામે નમવું જ
પડે છે..સ્વમાન અને સ્વાભિમાન
જાળવીને જીવતા આવડે છે..
CHARACTER - બહે ન-
બને વી

વિશ્વાસ: (૨૫
વરસ)

સંજીરી: (૨૪
વરસ)
CHARACTER - બહે ન-
બને વી

અનીલ (25)

સ્વરા: (૨૨
વરસ)
FAMILY TREE - RANJIT
 શિવાજી
ઠાકુર
 વાસંતી

(50) (45)

 સુજીત:
(૩૦)

 અજીત: (૩૦)  રણજીત (27)


 અદિતિ:  સંજીવની
(૨૫) (17)
CHARACTER - RANJIT
 રણજીત: (૨૭ વરસ)
 સુંદર અને ઉંચો અને મજબુત કાઠીનો
રણજીત ફરજનિષ્ઠ બહાદુર પોલીસ ઓફીસર
છે..ન્યાય માટે જાનની બાજી લગાવે
છે..પરિવાર પ્રેમી છે..ન્યાય માટે એ
પિતાની પણ વિરુદ્ધ ઉભો રહી શકે છે..
સ્વભાવે શાંત અને સાલસ છે..પણ
ગુનેગાર માટે એ શયતાનથી પણ ભયંકર
છે..સ્પષ્ટ વક્તા છે..પણ તોછડો
નથી..સામેવાળા પાસેથી પણ એવી જ આશા
રાખે છે કે વાત ને સીધી અને સરળ રીતે
કહે અને સત્ય કહે..લાગણીમાં કે સંબંધ
માં કોઈ રમત સહન કરી નથી શકતો..પછી એ
પિતા હોય કે પત્ની..
CHARACTER –
R A N J I T ’ S PA R E N T S

 શિવાજી ઠાકુર: (૫૨ વરસ)


 રણજીતના પિતા ગામમાં દબદબો
છે..ગર્ભશ્રીમંત અને ખાનદાની
વ્યક્તિ છે.. જમીન માંથી ઘણી
આવક મળી રહે છે..ઘમંડ નથી પણ
રૂઆબ છે.. કોઈની સાથે તોછડાઈથી
વાત નથી કરતો..પરંતુ ગુસ્સો
આવે તો કોઈથી ડરતો પણ
નથી..પરિવારને પોતાની મરજીથી
ચલાવે છે..સંબંધ માટે પૈસા
નહીં પણ ખાનદાન જોવાય એવું
માને છે..કોઈને મદદ કરે તો સામે
કીમત પણ વસુલ કરી લે છે.. પણ
જબરદસ્તી કે ચાલાકીથી નહીં.
CHARACTER –
R A N J I T ’ S PA R E N T S

 વાસંતી: (૫૦ વરસ)


 રંજીતની માતા ઠાકુરની પત્ની
હોય એવી જ છે..ગરિમાથી ભરેલી
ઠરેલ સમજદાર ઓછું બોલનારી
છે..સમાજમાં કેમ રહેવાય એ જાણે
છે..પતિના નકશેકદમ પર ચાલે છે
પણ પતિ જેવી કઠોર નથી..સારી
ગૃહિણી છે.સારી માતા છે..બહુ
ભણી નથી..ગણતરીમાં કાચી ઉતરે
એવી પણ નથી..
CHARACTER –
RANJIT’S BROTHER

 અજીત: (૩૦ વરસ)


 રણજીત નો મોટો ભાઈ સુંદર છે..પૈસાનો
ઘમંડ છે..ચાલક તકવાદી અને તક મળે તો
અય્યાશી પણ કરી લે એવો છે.. પિતાથી ડરે છે
પણ પોતાની ઈચ્છા પિતાથી છુપાઈને પૂરી
જરૂર કરે છે..પ્રમાણિકતા બેઈમાની એવા
શબ્દો એની માટે નથી..એની માટેએક જ શબ્દ છે
સફળતા..જે એ મેળવીને રહે છે..પત્ની ને
પ્રેમ કરે છે કે નથી કરતો એવું કહેવું
મુશ્કેલ છે એની માટે..પત્ની ની ઈચ્છા પૂરી
કરે છે..પણ જો એ પોતે ચાહે તો જ .. પરિવાર
પ્રત્યે બહુ લાગણી નથી.. સંબંધ સરકે સરખા
અમીર વચ્ચે જ થાય એવું ચોક્કસપણે માને
છે.. પિતા સાથે ઘણી વાર દલીલ પણ થાય છે અને
એ જીતી નથી શકતો એનો અફસોસ એને હમેશા રહે
છે..સાથે એવું સપનું પણ સેવે છે કે એક દિવસ
એ પિતા કરતા પણ ઉંચો થઈને દેખાડશે..
CHARACTER –
RANJIT’S BHABHI

 અદિતિ: (૨૫ વરસ)


 સુંદર ભણેલી અને અમીર પરિવારની દીકરી છે અને
રણજીત ની ભાભી અને અજીત ની પત્ની છે..અજીતને
પ્રેમ કરે છે ..પણ અજીત બહુ સમય નથી આપતો એનો
અફસોસ હમેશા રહે છે. એકાકી જીવનને કારણે થોડી
ખિજાયેલી રહે છે..અને પછી એનું બધું ધ્યાન
સંજીવની પર રહે છે. એની અસલામતીની ભાવના એને
બધા સંબંધ માં બધી જગ્યાએ ખોટી બુધિ સુઝાડે
છે.. એ પોતાની દેરાણી એટલે કે સંજીવની એ બધી
ખુશી માણતા જુએ છે જે એને નથી મળી રહી તો
અફસોસની સાથે એને સંજીવનીની ઈર્ષ્યા પણ ઘણી
થાય છે. હમેશા સંજીવની થી પોતે વધારે superior છે એ
બતાવવા બધું કરી છૂટે છે. આ ઘરમાં એ જેઠાણી છે
એટલે સાસુ પછી એનું ચાલવું જોઈએ એવું માને
છે..સાસુ સસરાનો આદર કરે છે..પણ ઘણીવાર એ બંડ પણ
પોકારે છે.. મીઠુંપણ બોલી શકે છે અને એટલી જ
સરળતાથી પોતાના શબ્દોથી બીજાને કાપી પણ શકે
છે.
CHARACTER –
RANJIT’S BROTHER

 સુજીત: (૩૦ વરસ)


C R E AT I V E & T E C H N I C A L T E A M

 Creative Director : Hemant Divecha


 Writer: Manbhavee

Satish Chheda

Rashmin Shah
 Director: Sanjay Zaveri
 Music: Bittu Merchant
C R E AT I V E & T E C H N I C A L T E A M

 Production : Yogesh Dave


 Cinematographer : Bimal dave
 Editor : Nitesh More
 Art Director : Prakash Nar
LOCATIONS
 Shooting Location City - Ahemdabad / Vadodara
 Main Location - Real Location

( 2/3 Bed Villa / Farm House / Row House )


 Secondary Location – As and When required
TECHNICAL DETAILS
Camera : P2  Panasonic Camera  17" LCD
Monitor :  9" Monitor
Audio Mixer :
• Composer HA14  J
• 11  Lance  K6  Boom Mic
•  G3  Cordless Mic 6

Edit System: FCP


EK RAAJA… EK RAANI.

You might also like