Dr. Gayatri Rameshbhai Patel Assistant Professor, Shrirang Shikshan Mahavidyalay, Bilimora

You might also like

Download as pptx, pdf, or txt
Download as pptx, pdf, or txt
You are on page 1of 21

શંકરાચાર્યનો અદ્વૈતવાદ

Dr. Gayatri Rameshbhai Patel


Assistant Professor,
Shrirang Shikshan Mahavidyalay, Bilimora
ચૈતન્ય એ બ્રહ્મનું સ્વરુપ છે.
• ચૈતન્ય એ આત્માનું સારભૂત તત્વ છે.
• આ સાબિત કરવા માટે આપણા જીવનની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાની
સરખામણી કરવી જરુરી છે.
1. જાગ્રત અવસ્થામાં આપણને બાહ્ય વિષયો (ટે બલ, પુસ્તક વગેરેનું) જ્ઞાન થાય છે.
2. સ્વપન અવસ્થામાં આપણને માત્ર આંતિરક વિષયોનું સ્વપ્નરુપે જ્ઞાન થાય છે.
3. સુષુપ્ત (સ્વપ્નરહિત ગાઢ નિદ્ રાવસ્થા ) ની અવસ્થામાં આપણને કશાનું જ્ઞાન થતું
નથી, પરંતુ એનો અર્થ એમ નથી કે આ ત્રીજી અવસ્થામાં ચૈતન્યનો તદ્ દ્ન લોપ
થઈ જાય છે, કારણકે ઊંઘમાંથી ઊઠયા બાદ ‘હું ખૂબ આરામથી ઊંઘ્યો’ એવી
સુષુપ્ત અવસ્થાના આનંદની સ્મ્રુતિ આપણને રહે છે.
4. આથી જે સ્થાયી તત્વ છે તે ચૈતન્ય છે.
બ્રહ્મ નિર્વિશેષ તથા નિર્ગુણ છે.
• નિર્ગુણનો અર્થ સામાન્યત: ધારવામાં આવે છે કે તે શૂન્ય છે તેવો
નથી. પરંતુ એટલો જ છે કે મન જે કાંઈ વિચારી શકે તેવું કશું જ
વસ્તુત: બ્રહ્મમાં નથી. પરબ્રહ્મમાં અંતર્ગત સતતત્વનો અપાર
ને અજોડ ભંડાર પડે લો છે તેને લીધે જ બુધ્ધિ વડે તેનું
પ્રુથક્કરણ થઈ શકતું નથી. પરબ્રહ્મ ગુણમાત્રથી પર એટલે
કે નિર્ગુણ છે. તેનામાં કોઈપણ જાતનો અવચ્છેદ (મર્યાદા) સંભવતો
નથી. તે આકારમાત્રમાં પ્રાણ પૂરનાર હોવા છતાં નિરાકાર છે.
બ્રહ્મ સજાતીય, વિજાતીય તથા સ્વગત એમ ત્રણ ભેદોથી
રહિત છે.
• ભેદ ત્રણ જાતના માનવામાં આવેલ છે.
1. સજાતીય ભેદ: બે સમાન જાતિના પદાર્થો વચ્ચેનો ભેદ. દા.ત.
આંબાનું ઝાડ અને વડનું ઝાડ. બન્ને ઝાડ તરીકે સમાન છે, પરંતુ
એક આંબો છે, જ્યારે બીજું વડ છે.
2. વિજાતીય : બે જુદી જુદી જાતિના પદાર્થો વચ્ચેનો ભેદ દા.ત. ઝાડ
અને પથ્થર વચ્ચેનો ભેદ
3. સ્વગત ભેદ: અવયવી અને અવયવ (પદાર્થ અને પદાર્થના
અવયવો) વચ્ચેનો ભેદ દા.ત. ઝાડ અને તેની ડાળીઓ વચ્ચેનો ભેદ
• બ્રહ્મ ઉપર જણાવેલ ત્રણ પ્રકારના ભેદ રહિત છે. સદ વસ્તુમાં
કોઈ પણ પ્રકારનો ભેદ સંભવતો નથી, કારણકે સદ વસ્તુ
પરિપૂર્ણ અને અનંત હોવાથી તેના જેવી બીજી કોઈ સદ વસ્તુને
રહે વા માટે જગ્યા જ નથી, તેથી બ્રહ્મમાં સજાતીય ભેદ નથી.
બ્રહ્મ જ માયોપાધિ વિશષ્ટ હોઈ ઈશ્વર અને અવિદ્ યોપાધિ
વિશિષ્ટ હોઈ જીવ કહે વાય છે.
જીવાત્મા મૂળરૂપે એક છે, તથા બ્રહ્મથી અભિન્ન છે.

• આત્માની સત્તા પારમાર્થિક છે, જ્યારે જીવની સત્તા વ્યાવહારિક


છે. આત્મા જ્યારે શરીર, મન, ઈન્દ્ રિયો આદિ ઉપાધિઓથી
ઘેરાયેલો હોય છે ત્યારે તે જીવ બની જાય છે. આત્મા તત્વત: એક
જ છે, જ્યારે જીવ તો શરીર ભેદે ભિન્ન ભિન્ન અને અનેક છે.
આથી શંકરના મત મુજબ જીવો અને તેમનો પરસ્પર ભેદ એ
તાત્વિક નથી.
• અગ્નિમાંથી નીકળતી ચિનગારીઓ જેમ અગ્નિથી અભિન્ન છે.
જીવાત્માની વાસ્તવિક સત્તા નથી.
‘જ્ઞાન’ આત્માનું સ્વરૂપ છે.
• જ્ઞાન એટલે કે વળ બુધ્ધિથી કરેલો આદર્શોનો સ્વીકાર નહિ પણ
આત્માનું દર્શન; જ્ઞાન વડે જ બ્રહ્મ નિર્વાણ અથવા અમૃતત્વ મળે
છે. જ્ઞાન એટલે માત્ર બૌધ્ધિક જ્ઞાન નહિ પરંતુ આત્મજ્ઞાન કે
પ્રજ્ઞાન self realization છે.
જગત એ બ્રહ્મનો વિવર્ત તેમજ અ-સત છે .

• જગત એટલે બધા દ્ રશ્ય પદાર્થોનો સમુદાય. ઈન્દ્ રિયો વડે જેનો
અનુભવ થાય છે એ વિવિધતાવાળું, સ્થળ-કાળ અને કાર્ય-
કારણના નિયમની મર્યાદાવાળું જગત અપૂર્ણ છે, અને તેના જે
અનુભવો થાય છે તેની વચ્ચે પરસ્પર વિરોધ અને વિસંવાદ દે ખાઈ
છે. સ્થળ- કાળની મર્યાદાવાળું આ પાર્થિવ જગત અપૂર્ણ અને
આભાસરુપ છે. પાર્થિવ જગતની વસ્તુઓ સદાકાળ ટકતી નથી,
તે પ્રતિક્ષણ નાશ પામે છે. અને આ અર્થમાં જગત અસત છે.
સૃષ્ટિ અસત્ય તથા કાલ્પનિક છે .
જેના રૂપરંગાદિ ક્ષણે ક્ષણ બદલાય છે એવા ગુણસમુદાયને આપણે
જગત કહીએ છીએ અને નહિ કે તેના અધિષ્ઠાનરૂપ બ્રહ્મને;
કારણકે રૂપગુણાદિ આપણી ઈન્દ્ રિયો વડે જાણી શકાય છે,
જ્યારે અધિષ્ઠાનરૂપ ઈન્દ્ રિયોને અગોચર છે. માટે બ્રહ્મ એ જ
સત્ય છે અને જગત મિથ્યા છે.
જગત ઉત્પત્તિ અને વિનાશશીલ, વ્યભિચારી, પરિવર્તનશીલ અને
ક્ષણભંગુર હોવાથી મિથ્યા છે. બ્રહ્મ સત્ય, એક અને અદ્ વિતીય
છે. જગત બ્રહ્મથી જુદું હોવાથી સત્ય નથી.
માયા સત તથા અસતથી વિલક્ષણ અને તેથી અનિવર્ચનીય છે.

• માયાને જો સત કહીએ તો તેનો કદાપિ બાધ ન થવો જોઈએ, પણ


તેનો બાધ થાય છે; તેને જો અસત કહીએ તો તેની પ્રતીતિ ન
થવી જોઈએ, પરંતુ તેની પ્રતીતિ આપણને થાય છે, આથી માયાને
સત કે અસત એમ નહિ કહે તા અનિવર્ચનીય કહી છે.
જ્ઞાન અવિદ્ યાનું નિવર્તક છે. અવિદ્ યાની નિવૃત્તિ એટલે જ
મોક્ષ. જ્ઞાન દ્વારા મોક્ષ મળે છે.
અજ્ઞાનથી અહંભાવ ઉત્પન્ન થાય છે અને અજ્ઞાનની નિવ્રુતિ
પછી તે રહે તો નથી.
જીવનમુક્તિનો સ્વીકાર કરે છે.
જ્ઞાન દ્વારા મુક્તિ
• જગતની વસ્તુ માત્રના મૂળમાં – તેના અધિષ્ઠાન અથવા આધાર
રૂપે જે એક ને અદ્ વિતીય સત તત્વ છે, તેનો અપરોક્ષ અનુભવ
અથવા સાક્ષાત્કાર તેનું નામ જ્ઞાન.
• જ્ઞાન આપણને એકાંગી વિચારો અને સંકુ ચિત દ્ રષ્ટિબિદુંઓની
પર લઈ જાય છે અને વ્યાપક સર્વગ્રાહી સત તત્વના દર્શન
કરાવે છે.
• ઈશ્વરનું એકત્વ માણસ સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાન દ્વારા સમજે
છે.
ભેદનું જ્ઞાન પ્રત્યક્ષ વડે થતું નથી.
ગુરુનું સ્થાન
• અતિમહત્વનું
• ગુરુ દ્વારા જ જ્ઞાન પ્રાપ્તિ શક્ય બને છે. ગમે તે સાધન હોય,
ઉપાસના હોય કે ભક્તિ હોય કે વિદ્ યા હોય, પણ ગુરુકૃ પા વિના
કશું સાધ્ય બનતું નથી.
• આચાર્ય દ્વારા વારંવાર ઉપદે શ આપવાથી જ બ્રહ્મજ્ઞાન થઈ શકે
છે.
• આત્મતત્વને જાણવા ઈચ્છતા પુરુષે પ્રાજ્ઞ-સ્થિતપ્રજ્ઞ ગુરુ પાસે
જવું, કે જેથી સંસારરૂપ બંધન છૂટે .
શિષ્ય કે વો હોવો જોઈએ?

• ઊહાપોહ ( ચર્ચા- વિચારણા- ટીકા) વગેરેને વિષે વિચક્ષણ,


બુધ્ધિમાન અને વિદ્ધાન પુરુષ આત્મવિદ્ યાનો અધિકારી છે.
• વિવેકી, વિરક્ત, શમાદિગુણયુક્ત, મુમુક્ષુ એવાને જ
બ્રહ્મજિજ્ઞાસાની યોગ્યતા કહી છે.
• ગુરુનો આદર સત્કાર કરે.
• ગુરુના મનના ભાવને જાણીને તેમની આજ્ઞા પાળવી અને ગુરુની
સેવા કરવી.
આચાર્ય કે વો હોવો જોઈએ?
• વેદ અને શાસ્ત્રને આધારે પોતાનું જીવન જીવે, પોતાના આચાર
વિચારમાં ઉતારે, અને અન્ય લોકોના જીવનમાં વેદ અને શાસ્ત્રના
સિધ્ધાંતોનો અમલ કરાવે.
• બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ
• આસક્તિ રહિત, બીજાનું કલ્યાણ કે મ સધાય એવી દ્ રષ્ટિ
દાખવનાર, દુર્ગુણોનો ત્યાગ કરનાર

You might also like